શમણાંની શોધમાં

(3k)
  • 149.2k
  • 104
  • 87.4k

રેડ ઈલેન્ટ્રા એક વિશાળ બિલ્ડીંગના ગેટથી થોડેક દૂર ઊભી રહી. ડ્રાઇવર નીચે ઉતરી દરવાજો ખોલે એ પહેલા કારનો દરવાજો ખુલ્યો અને એમાંથી પચ્ચીસ છવ્વીસ વર્ષની એક સુંદર યુવતીએ ડામરના રોડ પર પગ મુક્યો. એનું પાતળું શરીર લેધર જેકેટ અને પેન્સિલ નેરો જીન્સમાં મોહક લાગતું હતું. એ યુવતી ઉતાવળમાં હતી. એ કારમાંથી ઉતરીને ડ્રાઇવરને કોઈ સુચના આપ્યા વિના રસ્તો ઓળંગવા લાગી. ડ્રાઇવર ટ્રાફિકમાં આમતેમ નજર કરતો હતો. એ જોતા એ કાર પાર્ક કરવા ન માંગતો હોય એવું લાગતું હતું. એનું કામ મહેમાનોને પહોચાડવાનું અને છોડવાનું હતું. યુવતીને ઉતાવળ હતી પણ ડ્રાઇવરને કોઈ ઉતાવળ નહોતી. કારનું એન્જીન ન્યુટ્રલ ગીયરમાં હળવી ધ્રુજારી સાથે ધબકતું હતું. યુવતી રસ્તો ક્રોસ કરે એ પહેલા ડ્રાઇવરે કારને પ્રથમ ગીયરમાં નાખી. યુવતી રસ્તો ક્રોસ કરી રહી ત્યાં સુધીમાં એને છોડવા આવેલી કાર દિલ્હીના ટ્રાફિકમાં ભળી ગઈ. ડ્રાઇવર કોઈ વિચારોમાં ન હતો છતાં એની કાર સ્પીડમાં હતી. કાર કરતા પણ એ યુવતીની વિચાર પ્રક્રિયા વધુ ઝડપી હોય એમ એના ચહેરા પરથી લાગતું હતું.

Full Novel

1

શમણાંની શોધમાં - પ્રકરણ 1

રેડ ઈલેન્ટ્રા એક વિશાળ બિલ્ડીંગના ગેટથી થોડેક દૂર ઊભી રહી. ડ્રાઇવર નીચે ઉતરી દરવાજો ખોલે એ પહેલા કારનો દરવાજો અને એમાંથી પચ્ચીસ છવ્વીસ વર્ષની એક સુંદર યુવતીએ ડામરના રોડ પર પગ મુક્યો. એનું પાતળું શરીર લેધર જેકેટ અને પેન્સિલ નેરો જીન્સમાં મોહક લાગતું હતું. એ યુવતી ઉતાવળમાં હતી. એ કારમાંથી ઉતરીને ડ્રાઇવરને કોઈ સુચના આપ્યા વિના રસ્તો ઓળંગવા લાગી. ડ્રાઇવર ટ્રાફિકમાં આમતેમ નજર કરતો હતો. એ જોતા એ કાર પાર્ક કરવા ન માંગતો હોય એવું લાગતું હતું. એનું કામ મહેમાનોને પહોચાડવાનું અને છોડવાનું હતું. યુવતીને ઉતાવળ હતી પણ ડ્રાઇવરને ...Read More

2

શમણાંની શોધમાં - પ્રકરણ 2

“હે, પ્લીઝ, વોક સ્લોલી, આઈ એમ અનેબલ ટુ વોક સો ફાસ્ટ એઝ યુ” એ અવાજ સાંભળી ઉભો રહ્યો. એણે દિશામાં પાછળ જોયું. એ એક સાંકડી શેરીમાં ચડાણ ચડતો હતો. એના પાછળના ભાગે એનાથી વીસેક ફૂટ ત્રણ રસ્તા પડતા હતા. એક રસ્તો જમણી બાજુએ જઈને એક ઘરમાં પૂરો થતો હતો. બીજો રસ્તો ચડાણવાળો હતો જેના પર એ ચાલતો હતો. એના હાથમાં એક દસેક મહિનાનું બાળક તેડેલ હતું. બાળકના વાળ આછા ભૂખરા રંગના લાગતા હતા. બાળકનો બાંધો એની જેમ જ પાતળો હતો. ત્રીજો રસ્તો એની ડાબી ...Read More

3

શમણાંની શોધમાં - પ્રકરણ 3

એ ચાર કલાકથી ટ્રેનમાં હતો. એ મુસાફરી એના માટે કંટાળા જનક ન હતી કેમકે એણે જીવનનો મોટાભાગનો સમય આવી અને દોડધામમાં જ વિતાવતો હતો. પણ આજે એના ચહેરા પર જરાક અલગ ભાવ હતા. કદાચ એ કંટાળા કે ઉતાવળના ભાવ હતા. એનો ચહેરો આઈ એમ ઇન હરી એટીટ્યુડ બતાવતો હતો. જમ્મુમાં એક ખાસ મિશન પર ગયેલા એજન્ટ મલિકને તાત્કાલિક ચંડીગઢ બોલાવવામાં આવ્યો હતો. કદાચ સામાન્ય સંજોગોમાં એને એમ તાત્કાલિક બોલાવવામાં આવ્યો હોત તો એને નવાઈ ન લાગી હોત પણ એ સમયે સંજોગો જરા અલગ હતા. છેલ્લા એક વરસથી એ જમ્મુની ...Read More

4

શમણાંની શોધમાં - પ્રકરણ 4

પરીક્ષા પૂરી થઈ ગઈ હતી. છેલ્લા પંદર દિવસ શ્યામ માન્યામાં ન આવે એટલો વ્યસ્ત રહ્યો હતો. એને વ્યસ્ત રાખવામાં વધુ ફાળો ટેક્સેશનના વિષયનો હતો. આવકવેરાનું સેલેરી હેડ એના પુરા ત્રણ દિવસ ખાઈ ગયું. ટેક્સેશનના પેપર પહેલાં પાંચ દિવસની રજાઓ હતી. પેપરના દિવસની આગલી રાતે બે વાગ્યે ઊંઘ્યો છતાં ટ્રાન્સફર પ્રાઈસિંગનું આખું ચેપ્ટર વાંચવાનું રહી ગયું હતું. ઇકોનોમિકસમાં વિવિધ માર્કેટ કંડીશન માટેની રેવન્યુ કર્વ અને પર્ચેઝિંગ પાવર પેરીટીએ એને એક જ દિવસમાં બે વાર એસ્પેરીન ટેબ્લેટ લેવા મજબુર કર્યો હતો. જુનનો છેલ્લો રવિવાર હતો. પરીક્ષા દરમિયાન અર્ચના સાથે વાત થઇ ...Read More

5

શમણાંની શોધમાં - પ્રકરણ 5

ડેની કોસરીયાને અંદાજ પણ નહોતો કે એ તેના જીવનનો છેલ્લો દિવસ હતો. એ ભીડ વગરના ગોવાના માર્ગો પર પુરપાટ પોતાની કાર હંકારતો હતો. રાતના બે વાગ્યા હતા. મોટા ભાગની હોટલોના રૂમની લાઈટો બંધ થઈ ચુકી હતી. શરાબ અને શબાબથી થાકી અમીર લોકો થ્રી સ્ટાર અને ફાઈવ સ્ટાર હોટલોના રૂમની લાઈટો બુઝાવી ચુક્યા હતા. “આજ યે નહિ બચેગા.” એણે પોતાની જાતને કહ્યું. જયારે દરિયા કિનારે પહોચ્યો ત્યારે એના અંદાજ મુજબ એનો દુશ્મન ત્યાં એકલો ઉભો હતો. વિક્ટર - એનો હરીફ ...Read More

6

શમણાંની શોધમાં - પ્રકરણ 6

શ્યામના સમયપત્રકમાં એક નવી પ્રવૃત્તિ ઉમેરાઈ હતી - અર્ચનાના મેસેજ અને મિસકોલની રાહ જોવી. કોઈ રાતે એનો મેસેજ કે ન આવે તો એ અગિયાર વાગ્યા સુધી રાહ જોતો અને રાહ જોતા જોતા જ સુઈ જતો. જોકે અર્ચના ઓનલાઈન ન આવવાની હોય કે ફોન પર વાત ન કરી શકે એમ હોય તો રાતના નવેક વાગ્યા પહેલા એ એને ટેકસ્ટ-મેસેજ કરી દેતી. એકબીજાને પસંદ કર્યા પછી એમણે એકબીજાની પસંદ-નાપસંદ જાણવાનું શરુ કર્યું. શ્યામને ગુલાબી રંગ પસંદ હતો અને અર્ચનાને વાદળી રંગ ગમતો હતો. છોલે ભટુરે એકની ...Read More

7

શમણાંની શોધમાં - પ્રકરણ 7

રાત એકદમ શાંત હતી. એ રાતે જાણે પવન પણ ભયથી સુન્ન થઈ ગયો હતો. વૃક્ષોના પાનનો ખખડાટ પણ ન એટલી નીરવતા છવાયેલી હતી. વાદળ વિનાના આકાશમાં ચન્દ્ર પોતાના પુરા તેજ સાથે ચમકતો હતો અને 42 એવન્યુ સ્ટ્રીટ એ કિરણોમાં નાહતી હતી. ચારે તરફ ધુમ્મસ એટલો છવાયેલ હતો કે ડિસોઝા હાઉસનું પાટિયું લટકતો બંગલો એ ચાંદનીમા પણ નજરે ચડે એમ નહોતો. ચારેક હાજર ચોરસફૂટના બાંધકામ અને સાતેક હજાર ચોરસ ફૂટના પ્રાંગણવાળાએ બંગલાને દૂધ જેવા સફેદ રંગે ધોળેલો હતો. બંગલાના સફેદ રંગને જોતા એમાં રહેનારા સફેદ રંગ પસંદ કરનારા માણસો શાંતિપ્રિય ...Read More

8

શમણાંની શોધમાં - પ્રકરણ 8

સવારના આઠેક વાગ્યા હશે. રવિવાર હતો. છેલ્લા કેટલાક દિવસથી અર્ચના સતત એને દિવાળી પછી આવવાનું છે એની કોઈના કોઈ યાદ આપતી રહેતી હતી. આપ આઓગે તબ મેં આપકે લિયે યે ખાના બનાકે રખુગી. મેં બ્લયુ ડ્રેસ પહનું યા પિંક. એ બધા વાકયો એને યાદ અપવાવવા માટે જ એ વાતચીતમાં વાપરતી હતી અને શ્યામને ખ્યાલ પણ આવી ગયો હતો. રવિવારના કારણે એ આઠ વાગ્યે ઉઠ્યો હતો પણ ત્યાજ મમ્મી આવી. એને ઘરમાં સૌથી વધુ મમ્મી સાથે જ બનતું. મમ્મી એની વાત સાંભળતી. એને સમજતી. આજે એ મમ્મીને અર્ચના વિષે વાત ...Read More

9

શમણાંની શોધમાં - પ્રકરણ 9

સવારના સમયે ચંદીગઢના સેકટર સત્તર પાસે યુનીફોર્મમાં સજ્જ પોલીસની ભીડ જામેલ હતી. એક ડઝન કરતા પણ વધુ પોલીસો ખાખી આમતેમ ફરતા હતા. દરેકના ચહેરા પર ન સમજી શકાય તેવી વ્યાકુળતા હતી. પ્લેન સફેદ શર્ટ અને એવા જ પ્લેન કાળા પાટલુન પહેરેલો ચાળીસેકની ઉમરનો આધેડ માણસ એમને સુચના આપતો હતો. એ પરથી એ ક્રાઈમ ઇન્વેસ્ટીગેશનનો સ્પેસ્યાલીસ્ટ લાગતો હતો. એની દરેક સુચનાનું ખાખી વર્દીવાળા પોલીસો ચુસ્તપણે પાલન કરતા હતા. એ ડીટેકટીવ અરોરા હતો. અરોરા પોણા છ ફૂટનો મજબુત બાંધાનો માણસ હતો. એ પોલીસ એકેડમીમાં ટોપરની હરોળમાં ...Read More

10

શમણાંની શોધમાં - પ્રકરણ 10

કોલાહલ સાંભળીને જાગ્યો ત્યારે દિલ્હી કેંટ આવી ગયું હતું. શ્યામ બર્થ પરથી નીચે ઉતર્યો. લોવર બર્થ પર બારીની નજીક બેઠો. ટ્રેન ધીમે ધીમે દિલ્હીમાંથી પસાર થતી હતી. ટ્રેકની બંને બાજુ ગંદગીનો પાર નહોતો. રાજધાનીની આ હાલત છે તો દેશના બાકીના વિસ્તારની હાલત કયાંથી સુધરે એમ એ વિચારતો હતો. કેટલા યુધ્ધોનું સાક્ષી છે આ દિલ્હી. કેટલી હત્યાઓનું સાક્ષી! દ્રૌપદીના ચીરહરણથી નિર્ભયા રેપકેસ સુધી. મોગલોના ધાર્મિક અત્યાચારથી બ્રિટીશરોના આર્થિક અને વહીવટી અત્યાચારનું સાક્ષી આ દિલ્હી શહેર અંદરથી દુઃખી હશે! સોનીપતનું બોર્ડ જોઈ એના વિચારો તૂટ્યા. આ ...Read More

11

શમણાંની શોધમાં - પ્રકરણ 11

અંધારું ઘેરાવા લાગ્યું હતું. ચંડીગઢ સેકટર સાતના વળાંક પાસે ખાસ ભીડ ક્યારેય જોવા મળતી નથી. ક્રિસ્ટીએ વળાંક પાસે પોતાની ધીમી કરી. ખૂણામાં દેખાતા બાર પર એની નજર ગઈ કે કેમ પણ એનો પગ આપમેળે બ્રેક પર દબાયો અને કાર એ બારના આગળના ભાગે ઉભી રહી. બારના આગળના ભાગે હાથમાં ટીન બીયર સાથે ઉભો એક વેલ ડ્રેસડ જેન્ટલમેન કાર તરફ આગળ વધ્યો. એણે ડાર્ક બ્લેક શર્ટ અને બ્લુ જીન્સ પહેરેલા હતા. એની આંખો મોટી અને કોઈ ફિલ્મી હીરો જેવી હતી. “એક્સક્યુઝ મી, આઈ એમ ...Read More

12

શમણાંની શોધમાં - પ્રકરણ 12

શ્યામ સવારે સાતેક વાગ્યે ઉઠ્યો. એ જયારે ઉઠ્યો એ પહેલા અર્ચના એને લેવા આવી ગઈ હતી. અર્ચના સાથે એ રૂમ પર ગયો. કાવ્યાએ પહેલા દિવસની જેમ દૂધ અને નાસ્તો બનાવ્યા. નાસ્તો પતાવી અર્ચનાએ ટીવી શો-કેસના ડ્રોઅરમાંથી એક ડબ્બી કાઢી ત્યારે એ એને જોઈ રહ્યો. એણીએ એની પાસે જઈ ડબ્બી ખોલી. એમાં બે સુંદર સીલ્વર રીંગ હતી. એક વીંટીમાં સફેદ નંગ ફીટ કરેલ હતું અને બીજીમાં રેડ નંગ ચમકતું હતું. “આપને મુજે દેખ લિયા. મેં સ્ટીક કે સહારે ચલતી હું. મેરા એક પેર પોલીઓ કી વજહ સે નીક્મ્મા હો ગયા ...Read More

13

શમણાંની શોધમાં - પ્રકરણ 13

એ માર્ચનો બીજો દિવસ હતો. મુંબઈ જેવા સમશીતોષ્ણ બંદરમાં ગરમી કે ઠંડી એકેયનો અનુભવ થતો નહોતો. પ્લેટફોર્મ પરની વિવિધ સ્ક્રીન અલગ અલગ ટ્રેનના નામ એરાઈવલ-ડીપાર્ચર સમય સાથે બતાવતી હતી. દરેક સ્ક્રીન વારે ઘડીએ એક કોમન ચીજ બતાવી રહી હતી એ હતો સમય - 12:10 પી.એમ. ટ્રેનની મુસાફરી પહેલીવાર મુસાફરી કરતા માણસ માટે હંમશા ત્રાસદાયક અને કંટાળાજનક હોય છે. આધારણ માણસ જે એક સ્થળેથી બીજા સ્થળે કોઈ શુભ અશુભ પ્રસંગમાં જતો હોય એના માટે મુસાફરી બોરિંગ હોઈ શકે પણ એજન્ટ મલિક જેવા માણસ માટે એ મુસાફરી જરા પણ કંટાળાજનક નથી ...Read More

14

શમણાંની શોધમાં - પ્રકરણ 14

મમ્મી-પપ્પા મને માફ કરજો. કદાચ હું ખોટો હોઈશ પણ મારા ઈરાદા ખોટા નથી. હું ચંડીગઢ જઈ રહ્યો છું અને સેટલ થવાનો છું. કદાચ શ્યામના પિતાજી ખલીલ જિબ્રાનનું વાક્ય સ્વીકારી ચુક્યા હતા કે તમારા બાળકો તમારા છે પણ એમના વિચારો એમના પોતાના છે. તમે એમને તમારો પ્રેમ આપી શકો છો પણ તમારા વિચારો નહિ. એમના વિચારો એ જન્મે ત્યારે સાથે જ લઈને આવે છે. તો બીજી તરફ શ્યામ લાગણીઓથી ઘેરાઈ ગયો હતો. અર્ચનાએ એને કહ્યું હતું કે એ એને ભાડે રૂમ રાખવામાં મદદ કરશે. એ શ્યામને જરૂર પડશે તો નાણાકીય ...Read More

15

શમણાંની શોધમાં - પ્રકરણ 15

25 જુલાઈ 2016 અર્ચના જાણતી હતી સેક્ટર-11 હવે થોડા દિવસ માટે જ એનું હતું. સેકટર 11 ના પોતાના ઘરના દરવાજાથી થોડેક દુર ઓટોમાંથી ઉતરી ત્યારે ઘરની આસ-પાસ નીરવતા વ્યાપેલી હતી. રાત્રીના બાર એક વાગ્યાનો સમય હતો ને એ સમયે સેકટર 11 માં નીરવતા હોય એ નવાઈની વાત ન હતી. પાછલા એક વર્ષમા અર્ચનાનું જીવન ઘણા વળાંકો લઇ ચુક્યું હતું. શ્યામને નોકરી મળી એ ખુશીએ ખુશીના સમાચાર સાંભળ્યાને એકાદ વર્ષ જેટલો સમય થઇ ગયો હતો અને ત્યાર બાદ એને ફરી ક્યારેય કોઈ ખુશીના સમાચાર સાંભળવા ...Read More

16

શમણાંની શોધમાં - પ્રકરણ 16

શ્યામની ઊંઘ ઉડી ગઈ. એને ભાન થયું કે એ સ્વપ્ન જોઈ રહ્યો હતો. એ સ્વપ્ન જે છેલ્લા કેટલાય સમયથી હેરાન કરતુ હતું. એ સ્વપ્ન જે એની જિંદગીને કયાંયથી કયાંય લઇ ગયું. એ સ્વપ્ન જે એને ઘણીવાર ઊંઘમાં દેખાતું અને જેના કારણે એણે દિવસે ઘણા સપનાઓ જોયા હતા. વારે ઘડીએ આવીને એને સતાવતું એ સ્વપ્ન એના માટે હજુ પણ એક આશાનું કિરણ હતું. બહારની ખુલ્લી દુનિયા એકાએક શ્યામ માટે એક સપનું બની ગઈ હતી. એ જાગ્યો પણ એણે આંખો ન ખોલી. આંખો ખોલીને જોવા માટે ...Read More

17

શમણાંની શોધમાં - પ્રકરણ 17

“ઓહ, મમ્મા!” એ અવાજ સાંભળી શ્યામ ચમક્યો. ના, એ અવાજ ન હતો. એ વિચારોમાંથી બહાર આવ્યો. ચાર્મિ કણસતી હતી. હા, ચાર્મિ 11 નવેમ્બર છે એમ જ બોલી હતી. બે દિવસ પહેલાં જ અર્ચનાનો જન્મદિવસ હતો. સોરી અર્ચના. હું તારો જન્મ દિવસ ભૂલ્યો નથી પણ આ વખતે તો મને ખબર જ નહોતી કે 9 નવેમ્બર ક્યારે હતી. આઈ મિસ યુ અર્ચના. અર્ચના! શ્યામે વિચાર્યું. અર્ચના પણ એને દરરોજ મિસ કરતી ...Read More

18

શમણાંની શોધમાં - પ્રકરણ 18

શ્યામની આંખો ખુલી ત્યારે ચાર્મિ એની સામે બેઠી હતી. ચાર્મિનો ચહેરો પહેલા કરતા વધારે તાજગીભર્યો દેખાતો હતો. શ્યામે આંખો એટલે તેની સામે જોઈ એ છોકરીએ વિચિત્ર સ્મિત ફરકાવ્યું. શ્યામના મનમાં વિષાદ છવાઈ ગયો. કાશ! એ અર્ચના હોત તો એ સામે સ્મિત આપી શક્યો હોત પણ? “તેં આરામ કરી લીધો હવે તારું મગજ કઈક કામ કરશે એવું મને લાગે છે.” ચાર્મિના ચહેરા પર સ્મિત હતું. “હા, આજે ઘણા દિવસે કેદમાં એકલો નહોતો એટલે શાંતિથી ઊંઘ આવી અને મગજ પણ શાંત ...Read More

19

શમણાંની શોધમાં - પ્રકરણ 19

“હા, આગળ..” “બસ સ્ટાર્ટ થઈ. દરવાજો ખુલ્લો હતો. હું ખુલ્લા દરવાજાથી બસમાં ચડવા માટે તરફ આગળ વધ્યો. મેં દરવાજાનું હેન્ડલ પકડી પગથીયા પર પગ મુક્યો એ જ સમયે મેં મારા ખભા પર કોઈ અજાણ્યા હાથનો સ્પર્શ અનુભવ્યો. હું પાછળ ફરી એ હાથ કોનો છે એ જોવા માંગતો હતો પણ એ પહેલા જ મારી હેન્ડલ પરની પકડ ઢીલી થઇ ગઈ. મારા ખભા પર વીંછી કરડ્યો હોય એવું દર્દ થયું. મેં પાછળ જોયું પણ મને શું દેખાયું એ હું સમજી શક્યો નહિ. મારા મગજે મારી આંખોએ મોકલેલા સંદેશને સમજવાનું બંધ કરી ...Read More

20

શમણાંની શોધમાં - પ્રકરણ 20

થોડોક સમય આરામ કરીને બંનેએ ફરી ચર્ચા શરુ કરી. “આપણે ક્યાં કેદ છીએ એ અંદાજ આવી ગયો પણ હવે બસ આપણને કેમ કેદ કર્યા છે એ જાણવું જરૂરી છે...” ચાર્મિએ કહ્યું. “એ જ મુશ્કેલ છે..” “હા છતાં જરૂરી પણ...” “જરૂરી કેમ? મને ન સમજાયું. આપણને કોણે કેદ કર્યા છે અને કેમ કેદ કર્યા છે એનાથી શું ફેર પડે છે? બસ આપણે અહીથી નીકળવામાં સફળ થઈએ કે તરત જ આપણે પોલીસની મદદ લઇ લઈશું.” ...Read More

21

શમણાંની શોધમાં - પ્રકરણ 21

એ જ કદાવર માણસ અંદર દાખલ થયો. એ માણસની દાઢીના વાળ મહેંદી લગાવીને લાલ રંગેલા હતા. એ બલબીર હતો. જેમ આજે પણ જમવાનું આપવા એ જનાવર જ આવ્યો હતો. “દોનો મિલ-બાટ કે ખા લેના...” એણે પ્લેટ જમીન પર મૂકી. શ્યામે એની તરફ જોયું પણ એ કશું બોલ્યો નહિ. એ કદાવર માણસ પણ ધડીભર શ્યામ તરફ જોતો રહ્યો અને એ પછી દરવાજા તરફ ફર્યો એ જ સમયે ચાર્મિએ કહ્યું, “એક સિગારેટ મિલ સકતી હે?” બલબીર ચમક્યો અને પાછળ જોયું. ઘડીભર ...Read More

22

શમણાંની શોધમાં - પ્રકરણ 22

“યસ.” “પણ કેમ આજે જ?” “કેમકે આજ જેવો સોનેરી ફરી કયારેય નહિ મળે.” “સોનેરી મોકો? એ કઈ રીતે?” શ્યામે પૂછ્યું કેમકે હજુ એને સમજાતું નહોતું. “આજ એકનો જન્મદિવસ છે. એ બધા સાંજ પડતાં જ નશામાં ચુર થઇ જશે.. અને નશામાં ધુત માણસ ભલે ગમે તેટલો ચાલાક હોય એને થાપ આપવી સરળ બની જાય છે.” “કઈ રીતે ભાગીશું એ મને સમજાવી દે એટલે હું કોઈ ગરબડ ન કરી બેસું.” ચાર્મિની ...Read More

23

શમણાંની શોધમાં - પ્રકરણ 23

શ્યામ કશું વિચારવા માંગતો નહોતો. લેબ્રા કરતાં પણ એને પ્રીતુ વિશે વિચારવું ભયાવહ લાગ્યું. લેબ્રા... લેબ્રા... પ્રીતુ ઘણીવાર એને ડોગી વિશે વાત કરતી. એ કહેતી એને ડોગ બહુ ગમે છે. એને ત્યારે ખબર નહોતી કે ડોગ તો માત્ર વાતો કરવાનું બહાનું હતું. એને શ્યામ પણ કદાચ ગમતો હતો. શ્યામને હજુ ન સમજાયુ કે પ્રીતુને ખબર હતી કે એ અર્ચનાને પ્રેમ કરે છે છતાં એ એની પાછળ કેમ પડી હતી. એણે વિચારોને પાછા લેબ્રા તરફ વાળવાની કોશિશ કરી. ઘણા એવા સવાલો હોય છે કે તમને એના જવાબો નથી મળતા. પછી ભલેને એ સવાલો તમારી જીંદગી ...Read More

24

શમણાંની શોધમાં - પ્રકરણ 24

“શ્યામ, શામસે પેહલે કોઈ આઈડિયા દેગા યા સોચતા હી રહેગા?” ચાર્મિનો અવાજ સાંભળી શ્યામ વિચારો બહાર આવ્યો. “આઈડિયા તો છે પણ કામ કરશે કે નહિ એ ખબર નથી.” “આઈડિયા આપ તો ખરો! કામ કરશે કે નહિ એ તો જોયું જશે.” “ઓકે તો સાંભળ, લેબ્રા રાતના અંધારામાં માણસના કપડાની ગંધથી એ માણસને ઓળખી શકે છે. એ પોતાના માલિકને પણ એના કપડા અને એના પરસેવાની ગંધ પરથી જ અંધારામાં ઓળખે છે. જો આપણે એ વ્યક્તિને માત કરી લઈએ અને બહાર નીકળતા ...Read More

25

શમણાંની શોધમાં - પ્રકરણ 25

અજવાળું આવતું હતું એ રૂમના દરવાજા પાસે જ પીટબુલ બેઠો હતો. એ રૂમના દરવાજા તરફ જોઇને બેઠો હતો. પીટબુલનું અને ગળું વ્હાઈટ હતા જે આછા અંધારામાં પણ સ્પષ્ટ દેખાતાં હતા. પાછળનો ભાગ ભૂખરા રંગનો હશે એવું અંધારામાં લાગતું હતું. પીટબુલની પાછળના ભાગમાં એટલે કે એ રૂમના દરવાજાની સામે સીડીઓ નીચે ઉતરતી હતી. શ્યામે મનમાં મકાનનો નકશો સમજવાની કોશીશ કરી. તેમને જે રૂમમાં પૂરેલાં હતા કદાચ એ હાફ બેઝમેન્ટ હશે. બેઝમેન્ટમાં બે રૂમ હતા અને ઉપર પણ એમ જ બે રૂમ હતા. નીચેના રૂમ સામ સામે હતા જયારે ઉપર બંને ...Read More

26

શમણાંની શોધમાં - પ્રકરણ 26

શ્યામ બાઈકના ટેકે ઉભો થયો અને ચાર્મિની પાછળ બેઠો. એના હાથ પગમાં પારાવાર વેદના થતી હતી. એની આંખો સામે પણ અંધારા આવતા હતા. એનામાં બેસવાની પણ શક્તિ નહોતી. એણે એનું માથું ચાર્મિના ખભા પર મુક્યું. એનો ડાબો હાથ એને અસહ્ય વેદના આપતો હતો. એણે જમણા હાથથી બાઈકના છેડે કેરિયર મળી જાય તો પકડવાની કોશીસ કરી. ચાર્મિએ બાઈકને 20 કિમી/કલાકની સ્પીડ આપી હશે. કાચા મેટલ રોડ પર એનાથી વધુ સ્પિડ આપી શકાય એમ નહોતી. શ્યામ પકડી શકે એવી કોઈ વસ્તુ એના હાથમાં આવી નહિ. એના માટે સમતોલન જાળવવું મુશ્કેલ હતું. ...Read More

27

શમણાંની શોધમાં - પ્રકરણ 27

શ્યામ ઉભો રહી શકે એમ નહોતો પણ ઉભા રહ્યા વિના બીજો કોઈ રસ્તો નહોતો. એ ચાર્મિને જોતો રહ્યો. અંધારાના એને ચાર્મિ બરાબર દેખાતી નહોતી. ચાર્મિ ફરી બાઈક પાસે પહોચી. બાઈકનું સ્ટેરીંગ લોક તોડવાનું કામ તો એ પહેલા જ કરી ચુકી હતી. ઠેકાના અજવાળામાં ચાર્મિ પહોચી ત્યારે શ્યામને ફરીથી દેખાવા લાગી. ચાર્મિ બાઈક પર બેઠી અને એક જ કિકમાં બાઈક ચાલુ કરી નાખ્યું અને ઝડપથી એક્સીલીટર દબાવ્યું. ચાર્મિ અડધે આવી ત્યારે શ્યામને ઠેકાવાળો બહાર આવતો દેખાયો. ઠેકાવાળો ચાર્મિની પાછળ દોડવા લાગ્યો. ...Read More

28

શમણાંની શોધમાં - પ્રકરણ 28

શ્યામને ઠંડી લાગતી હતી. એણે આમતેમ હાથ ફેરવીને કામળો પડી ગયો હોય તો લેવાનો પ્રયત્ન કર્યો. પરંતુ એને કામળો નહિ. એને અર્ચના પર ગુસ્સો આવતો હતો કે એ જો વહેલી ઉઠી ન્હાવા ચાલી જાય તો બેડરૂમનો દરવાજો બંધ કેમ નહિ કરતી હોય? કેટલી ઠંડી લાગે છે. એણે જમણી બાજુ ઊંઘમાં જ હાથ ફેરવ્યો પણ કામળો મળ્યો નહિ. ડાબી બાજુ કામળો હશે એમ માની એણે હાથ લંબાવ્યો પણ એનાથી રાડ નીકળી ગઈ. “કયા હુઆ..?” એને અવાજ સંભળાયો. “તુમ કમરે કા દરવાજા ખુલા કયું છોડ દેતી ...Read More

29

શમણાંની શોધમાં - પ્રકરણ 29

“ચાર્મિ, તું..?” એ પંજાબી ડ્રેસવાળી યુવતીએ કહ્યું. “હા, મેં. કી હાલ હે...?” ચાર્મિ અંદર કહ્યું. “ચંગા...” શ્યામ તરફ જોઈને એ યુવતીએ કહ્યું, “આ જાઓ.” એ દસ બાય દસની રૂમ હતી. રૂમમાં એક બેડ હતો. બેડની બાજુમાં ખૂણામાં ગેસ સ્ટવ અને થોડાક વાસણ આભાસી કિચનનું દ્રશ્ય ઉભું કરતા હતા. બીજા ખૂણામાં ટોઇલેટ કમ બાથ રૂમ હશે. પાણીથી ફોગાઇ ગયેલો દરવાજો બાથરૂમ હોવાનો સંકેત કરતો હતો. નાનકડી રૂમમાં કિચન હોય નહિ એટલે એકલા રહેનારા આમ જ વ્યવસ્થા ઉભી કરીને ચલાવી લે ...Read More

30

શમણાંની શોધમાં - પ્રકરણ 30

સવારમાં ચાર્મિએ શ્યામને જગાડ્યો ત્યારે આઠ વાગ્યા હતા. “શ્યામ, હવે ઉઠી જા. ગુરપ્રિત શાળાએ જવા નીકળી ગઈ છે.” “હા, ક્યારનોય ઉઠી જ ગયો છું બસ પથારીમાં પડ્યો હતો.” શ્યામે રાતના સપનાને યાદ કરવાનો પ્રયાસ કરતા કહ્યું. રાત્રે શ્યામને કોઈ ભયંકર સપનું આવ્યું હતું પણ એને કઈ યાદ નહોતું. પગમાં નજીવો દુખાવો હતો એટલે એણે પેનકિલર લેવાનું ટાળ્યું. ગુરપ્રિત હાજર ન હતી એટલે ફરી તેઓ આયોજન કરવા લાગ્યા. “જેને બેહોશ કરવા માટે મેં ફટકો ...Read More

31

શમણાંની શોધમાં - પ્રકરણ 31

સાડા ત્રણ સુધી રાહ જોઈને શ્યામ કંટાળ્યો. સાડા ત્રણ પછી પણ ઘડિયાળનો કાંટો ફરતો હતો અને ચાર્મિ હજુ પાછી નહોતી એટલે શ્યામ અકળાઈ ઉઠ્યો. જો એ પકડાઈ ગઈ હશે તો? તો એને જરૂર મારી નાખશે કેમ કે ચાર્મિએ એમના બે માણસોને અને બે કુતરાને માર્યા છે. સાડા ચાર વાગ્યે ચાર્મિ પાછી આવી ત્યારે શ્યામને જંગ જીત્યાનો અહેસાસ થયો. ચાર્મિના ચહેરા પર થોડોક થાક દેખાતો હતો. “કામ થઈ ગયું?” રૂમમાં ચક્કર મારતો શ્યામ એના પાસે ધસી જઈ તરત બોલ્યો. “યસ, ...Read More

32

શમણાંની શોધમાં - પ્રકરણ 32

રીસેપ્શન પર ચાર્મિએ પોતાની આઈ.ડી. બતાવી ડબલબેડ રૂમ બુક કરાવ્યો. શ્યામ જાણતો હતો એ આઈ.ડી.માં ચાર્મિના ફોટા સિવાય કોઈ સાચી નહોતી. રીસેપશન પરના વ્યક્તિએ એમના માટે રૂમ નંબર 103 ફાળવ્યો. સર્વિસ બોય એમનો સામાન અને રૂમની ચાવી લઈને આગળ વધ્યો. તેઓ એની પાછળ ગયા. રૂમમાં બેડ પર સામાન મુકીને છોકરો નાઈન ફોર રૂમ સર્વિસ કહીને ચાલતો થયો. ચાર્મિએ દરવાજો અંદરથી લોક કર્યો. શ્યામે બાથરૂમ જઈને ઠંડી હોવા છતાં હાથ અને મોં ધોયા. ચાર્મિએ પણ હાથ-મોં ધોયા. એને કકડીને ભૂખ ...Read More

33

શમણાંની શોધમાં - પ્રકરણ 33

શ્યામ અને ચાર્મિ પઠાનકોટ ઉતર્યા ત્યારે રાતના સાડા આઠ વાગી ગયા હતા. પઠાનકોટ બસ સ્ટેશન માનવ રહિત બસ સ્ટેશન હતું. તેઓ બસ સ્ટેશનમાંથી બહાર આવ્યા. બસ સ્ટેશન બહાર એક પાનનો ગલ્લો ચાલુ હતો. “ભૈયા, મેરા ફોન સ્વીચ ઓફ હો ગયા હે. આપકા ફોન દો ના એક મિસકોલ કરની હે પાપાકો... સામને સે ફોન આયેગા, પ્લીઝ..” ચાર્મિએ પાનના ગલ્લા વાળાને કહ્યું ત્યારે શ્યામ એ નોટંકી છોકરીની ચાલાકી ઉપર મનોમન હસ્યો. “કોઈ ગલ નહિ, મેડમ કોલ કર લો..” ગલ્લાવાળાએ ચાર્મિને ફોન આપ્યો. ...Read More

34

શમણાંની શોધમાં - પ્રકરણ 34

બીજી સવારે આઠેક વાગ્યે શ્યામ અને ચાર્મિ કેન્ટીનમાં નાસ્તો કરતા હતા. “હેડ આવ્યા?” “હા સવારે ચાર વાગ્યે આવી ગયા હતા. હું એમને જ મળીને આવી રહી છું.” “શું વાત થઈ?” “હેડ ઈચ્છે છે કે પહેલા તારું ઇન્ટેરોગેશન થઇ જાય.” “કેમ તમને મારા પર શક છે?” શ્યામને નવાઈ લાગી કે એ લોકો એના પર જ શકની નજર કરી રહ્યા હતા. “આઈ થીંક વી ટ્રસ્ટ યુ.” ...Read More

35

શમણાંની શોધમાં - પ્રકરણ 35

ઇન્ટરોગેશન રૂમમાં બધા ફરીથી ટેબલ પર ગોઠવાયા ત્યારે બપોરના બે વાગ્યા હતા. “તો સ્ટાર્ટ શ્યામજી.. આપકી પ્રેમ કહાની આગે સુનને કો જી કર રહા હે.” “ઓકે. દીપાવલી કે બાદ અર્ચનાને એક કોલેજ ગર્લ કે સાથ કવાર્ટર સેર કિયા થા.” “પેઈંગ ગેસ્ટ?” “નહિ. ઉસકે કિસી દુર કે અંકલ કે દોસ્ત કી લડકી થી.” “ઉસકે બારે મેં ડીટેલ સે બતાઓ.” મિશ્રાએ હુકમભર્યા સ્વરે કહ્યું. “ઉસકા નામ ...Read More

36

શમણાંની શોધમાં - પ્રકરણ 36

ચાર્મિ અને શ્યામ હેડની ચેમ્બરમાં પ્રવેશ્યા ત્યારે શ્યામે ફરી સ્વસ્થતા મેળવી લીધી હતી. એ એક વિશાળ ચેમ્બર હતી. હેડના સામેની દીવાલ પર બે એલ.ઈ.ડી. સ્ક્રીન દેખાઈ રહી હતી જેમાંની એક સ્ક્રીનમાં સંપૂર્ણ બિલ્ડીંગના સીસીટીવી ફૂટેજ વારાફરતી બદલતા હતા તો બીજા સ્ક્રીન એક સાથે ચાર લીડીંગ ન્યૂઝ ચેનલ બતાવતી હતી. જોકે તેઓ દાખલ થયા એ સમયે બંને સ્ક્રીન મ્યુટ હતી. ચાર્મિ હેડના ટેબલ સામેની ચેર પર બેઠી. શ્યામ એ ચેમ્બર માટે નવો હતો માટે હેડ બેસવાનું કહે એની રાહ જોતો ઉભો રહ્યો. ...Read More

37

શમણાંની શોધમાં - પ્રકરણ 37

“બાબુજી, બાબુજી, આપ યહાં સો ગયે?” શ્યામને કોઈક ઢંઢોળતું હતું. એણે આંખો ખોલી. મહારાજ સામે ઉભા હતા. “બાબુજી, રાતકો આપ યહી સો ગયે?” “કિતને બજે હે?” રાતભરના ઉજગરાવાળી આંખો ચોળતા શ્યામ બેઠો થયો ત્યારે એને ખ્યાલ આવ્યો કે રાત્રે પોતે અહી જ બાકડા ઉપર સુઈ ગયો હતો. “પાંચ બજે હે.” “સોરી. રાતકો ઇધર સિગારેટ પીને આયા થા ઔર પતા હી નહિ રહા કબ નીંદ આ ગઈ.” કહીને એ ઉભો થયો. ...Read More

38

શમણાંની શોધમાં - પ્રકરણ 38

બીજી સવારે શ્યામ અને ચાર્મિ કેન્ટીનમાં મળ્યા ત્યારે ચાર્મિએ શ્યામને ગઈ કાલે પાર પાડેલા કામ વિશે માહિતી આપી. “લેપટોપ આવી ગયું છે, કાલ સાંજ સુધીમાં આઈ.ટી. ટીમ એનો પૂરો રીપોર્ટ આપી દેશે.” “ઓકે.” “યાર તું મુડ ઓફ કરકે કયું બેઠા હે?” શ્યામના ચહેરા પર ઉદાસીના વાદળ જોઈ ચાર્મિએ પૂછ્યું. “ચાર્મિ, મારા સાથે આ બધું થશે એ મેં ક્યારેય કલ્પના પણ કરી નહોતી. અને હવે આગળ શું થશે એની પણ કલ્પના થઇ શકે એમ નથી.” ...Read More

39

શમણાંની શોધમાં - પ્રકરણ 39

દેવલી માંડ તીસ હજારની વસ્તી ધરાવતું ગામ રાજસ્થાન જેવા વસ્તી ગીચતા વગરના રાજ્યના લોકો માટે શહેર ગણી શકાય. ટોંક એ નાનકડું નગર કોટાથી 85 કિમી દુર છે. અન્ય રાજ્યના લોકો તો ઠીક પણ રાજસ્થાનના લોકો પણ દેવલીનું નામ માત્ર બે બાબતોના કારણે જાણતા થયેલ છે - એક રસ્કિન બોન્ડની વાર્તા ‘ટ્રેન ટુ દેવલી’ અને બીજું સી.આઈ.એસ.એફ.નું ટ્રેનીગ સેન્ટર. અહીની નિવાસી સ્કુલમાં સી.આઈ.એસ.એફ. ટ્રેનીંગ સેન્ટરના અધિકારીઓના નાના બાળકો માટે ખાસ ઈંગ્લીશ મીડીયમનો પ્રાયમરી વિભાગ ચાલે છે. પોતાના બાળકોને ઈંગ્લીશ મીડીયમમાં ભણવવાનો મોહ રાખતા ગામના કેટલાક વાલીઓ માટે તો આ સુવિધા ...Read More

40

શમણાંની શોધમાં - પ્રકરણ 40

દસેક દિવસ બાદ શ્યામ પઠાનકોટથી નીકળ્યો. ચાર્મિએ એ દસ દિવસ એને ખાસ રિવોલ્વરથી નિશાન લગાવતા શીખવ્યું હતું. એને વિકટર એના માણસોનો એટલો ડર ન હતો પણ છતાં એ સાવધાની રાખી રહ્યો હતો. ચંડીગઢથી અમદાવાદની ફ્લાઈટ ટીકેટ ચાર્મિએ બુક કરાવી દીધી હતી. ચાર્મિ એનો ખુબ જ ખ્યાલ રાખતી હતી. પઠાનકોટથી ચંડીગઢ સુધી એ બસમાં પહોચ્યો. ચંડીગઢ પહોચ્યો ત્યારે બપોરના ચારેક વાગ્યા હતા. એ સતારા બસ સ્ટેશનથી બહાર નીકળ્યો. અર્ચનાને એ પ્રથમવાર મળ્યો એ મોટા ઝાડ અને મંદિર આગળ એના પગ અનાયાસે જ અટકી ગયા. શ્યામ છેલ્લી નજર કરીને એ જગ્યાને ...Read More

41

શમણાંની શોધમાં - પ્રકરણ 41

બ્લેક વાન એક જુના અને વર્ષોથી બંધ કતલખાના આગળ રોકાઈ. ભલે એ કતલ ખાનાને લોકો બંધ સમજતા હતા પણ કતલ થતી હતી. જોકે એ કતલ જાનવરોની નહિ વિક્ટરના દુશ્મનોની થતી. વિકટર છેલ્લા કેટલાય વર્ષોથી એ કતલખાનાનો ઉપયોગ અલગ જ રીતે કરતો હતો. વાનની ફ્રન્ટ સીટમાંથી ઉતરી બલબીર કતલખાનાના બંધ દરવાજા તરફ આગળ વધ્યો. એ જ સમયે કતલખાનાથી ત્રણેક બ્લોક દુર એક સફેદ કાર હાલ્ટ થઇ. કારનો દરવાજો ખુલ્યો અને એમાંથી શ્યામે જમીન પર પગ મુક્યો. એણે કઈક અલગ જ વિચાર્યું હતું. એ ઓળખી ગયો હતો કે એ યુવતીને કિડનેપ ...Read More

42

શમણાંની શોધમાં - પ્રકરણ 42

“હેય, પ્લીઝ વોક સ્લોલી, આઈ એમ અનેબલ ટુ વોક સો ફાસ્ટ એઝ યુ.” એક અવાજ શ્યામના કાને પડ્યો. શોરબકોર, યુવતીઓની ચીસો, આગના કારણે બુચર હાઉસમાં થતા ધડાકાની વચ્ચે એને એ અવાજ સંભળાયો. એ અવાજ કોઈ સ્ત્રીનો હતો એ સિવાય એ કશું નક્કી કરી શકયો નહિ. એણે પાછળ ફરી જોયું. શ્યામ બચર હાઉસમાંથી નીકળી એક સાંકડી ગલીમાં ચડાણ ચડી રહ્યો હતો. એના પાછળના ભાગમાં એનાથી વીસેક ફૂટ ત્રણ રસ્તા બનતા હતા. એક રસ્તો એની જમણી બાજુએ જઈને એક કોટેજમાં પૂરો થતો હતો. બીજો રસ્તો એની ડાબી ...Read More

43

શમણાંની શોધમાં - પ્રકરણ 43

“હું કયાં છું?” શ્યામે પૂછ્યું. એણે આસપાસ નજર ફેરવી. એ કોઈ સફેદ ચાર દીવાલો વચ્ચે હતો. એ સ્થળ એના એકદમ અજાણ્યું હતું. “મેં સમજા નહિ...” એને શબ્દો સંભળાયા. “મેં કહા હું?” એ જોરથી બોલ્યો. “પ્લીઝ, શાંત રહીયે. આપ ફિર સે બેહોશ હો જાઓગે અગર દિમાગ પે જ્યાદા જોર પડેગા તો..” “વેર એમ આઈ?” એણે ગુસ્સાથી ત્રીજી ભાષામાં એ જ સવાલ કર્યો. “આપ હોસ્પિટલ મેં હે.” ...Read More

44

શમણાંની શોધમાં - પ્રકરણ 44 - છેલ્લો ભાગ

સપ્ટેમ્બર 21, 2017 શ્યામ ન્હાઈને બહાર આવ્યો. પિતાજી, અર્ચના અને કાજલના ફોટા ઉપર ફૂલ લગાવ્યા. અગરબત્તી જલાવી. કાજલનો જે ફોટો એના ગુજરાતના ઘરમાં એના રૂમમાં લટકતો એ જ ફોટો એ થોડા દિવસ પહેલા ગુજરાત જઈને લઇ આવ્યો હતો. એ ઘરમાં રામેશ્વર શાસ્ત્રીની અવાજ એના કાનમાં ગુંજતી હતી એટલે એ બે દિવસથી વધુ ત્યાં રોકાઈ શક્યો ન હતો પણ રામેશ્વર શાસ્ત્રી આજે ફોટામાં એની સામે મલકતાં હતા. જાણે કહેતા હોય શ્યામ હવે કાજલ અહી રાજી છે હું એની જોડે છું ચિંતા ન કરતો! “આજ સે નવરાત્ર શુરુ હોતે હે. પૂજા ...Read More