સાયબર સાયકો

(18)
  • 14.3k
  • 2
  • 7.1k

પ્રિય વાચકમિત્રો,મે નાની નાની વાર્તાઓ તો ઘણી લખી છે. પરંતુ ક્યારેય એક ધારાવાહિક નથી લખી.આજે હું પ્રથમવાર ધારાવાહિક લખવાની કોશિશ કરું છું.તો આપ સૌ આપના યોગ્ય પ્રતિભાવ આપી મને વધુ સારું લખવાની પ્રેરણા આપશો તેવી આશા રાખું છું.આજે રાજકોટ ની એક શાનદાર હોટેલમાં એક શાનદાર સક્સેસ પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું હતું.આ સક્સેસ પાર્ટી ઇન્સ્પેક્ટર તપન અને તેની ટીમ દ્વારા સોલ્વ કરવામાં આવેલ એક બાળકીના રેપ કેસની હતી.આજે તપન ખૂબ જ ખુશ હતો.ખુશ તો હોય જ ને કારણકે તેને શહેર ના એક માથાભારે શખ્સ ના દીકરા ને જેલના સળિયા પાછળ કર્યો હતો.આ કેસ માં તેને પોતાનો જીવ પણ જોખમમાં મૂકી દીધો.

1

સાયબર સાયકો - ભાગ 1

પ્રિય વાચકમિત્રો,મે નાની નાની વાર્તાઓ તો ઘણી લખી છે. પરંતુ ક્યારેય એક ધારાવાહિક નથી લખી.આજે હું પ્રથમવાર ધારાવાહિક લખવાની કરું છું.તો આપ સૌ આપના યોગ્ય પ્રતિભાવ આપી મને વધુ સારું લખવાની પ્રેરણા આપશો તેવી આશા રાખું છું.આજે રાજકોટ ની એક શાનદાર હોટેલમાં એક શાનદાર સક્સેસ પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું હતું.આ સક્સેસ પાર્ટી ઇન્સ્પેક્ટર તપન અને તેની ટીમ દ્વારા સોલ્વ કરવામાં આવેલ એક બાળકીના રેપ કેસની હતી.આજે તપન ખૂબ જ ખુશ હતો.ખુશ તો હોય જ ને કારણકે તેને શહેર ના એક માથાભારે શખ્સ ના દીકરા ને જેલના સળિયા પાછળ કર્યો હતો.આ કેસ માં તેને પોતાનો જીવ પણ જોખમમાં મૂકી દીધો ...Read More

2

સાયબર સાયકો - ભાગ 2

આગળના ભાગમાં આપણે જોયું કે તે યુવતી પોતાની જિંદગી ની ભીખ માંગી રહી હતી પરંતુ જાણે સામે ઉભી રહેલી તો તેને તડપતી જોઈને જ ખુશ થતી હોય એવું લાગી રહ્યું."પ્લીઝ મને જવા દો,પ્લીઝ..તમે છો કોણ અને મે તમારું બગાડ્યું છે શું?મને મારી ને તમને શું ફાયદો થશે?પ્લીઝ મને એકવાર જવા દો હું તમે કહેશો એ બધું કરીશ" યુવતી રડતા રડતા બોલી.."તને જવા માટે થોડી અહી લાવવામાં આવી છે. તે મારું કશું જ નથી બગાડ્યું પણ તને મારીશ ને એટલે મને ખુશી થશે.અરે હું તને ફેમસ કરવા માંગુ છું.તું સોશ્યલ મીડિયા માં ફેમસ થવા ઘણી મેહનત કરશ તો હું તો ...Read More

3

સાયબર સાયકો - ભાગ 3

અંશ અને તપન એ વિડિયો જોવે છે. એ વીડિયો જોઈને તેમના પગ નીચે થી જમીન સરકી જાય છે.. તે ને આશ્ચર્ય થાય છે કે કોઈ આટલું બધું ક્રૂર કઈ રીતે બની શકે.. ત્યાં જ રિયા ના માતા-પિતા પોલીસ સ્ટેશનમાં પહોચે છે. "સર મારી દીકરી ને ન્યાય અપાવો,તેના આવી ક્રૂરતાથી હત્યા કરનાર હત્યારા ને ઝડપથી પકડો.."રિયા ના મમ્મી રડતા રડતા બોલ્યા. "મેમ અમે પૂરી કોશિશ કરી રહ્યા છીએ.શું રિયા નો ક્યારેય કોઈ સાથે કઈ ઝગડો થયો હોય એવું ખરું?" તપને પૂછ્યું.. ''ના સર મારી દીકરી તો કોઈ સાથે ઊંચા અવાજે વાત પણ ન કરતી તો ઝગડો તો દૂરની વાત છે.."રિયા ...Read More

4

સાયબર સાયકો - ભાગ 4

આગળના ભાગમાં આપણે જોયું કે તપન ને ફોરેન્સિક લેબમાંથી ફોન આવે છે અને કઈક પ્રૂફ મળ્યા ની વાત કરી.આ સાંભળી તે ફટાફટ ત્યાં પહોંચે છે. "શું થયું ડોક્ટર, એવું તો શું પ્રૂફ મળ્યું તમને કે તમે મને ઝડપથી આવવા કહ્યું?"તપન આવીને તરત જ બધું પૂછવા લાગ્યો.. "સર અમને રિયા ના બોડી પરથી એક ફિંગરપ્રિન્ટ મળ્યા છે અને એ ફિંગરપ્રિન્ટ તમારા જ ડિપાર્ટમેન્ટ ના એક વ્યકિત સાથે મેચ થાય છે"ડોક્ટર બોલ્યા "વોટટ?અમારા ડિપાર્ટમેન્ટમાં? કોણ છે અમારા ડીપાર્ટમેન્ટ જે આવું કામ કરી શકે છે?"તપન ગુસ્સા માં બોલ્યો "સર એ વ્યકિત છે ઇન્સ્પેકટર અંશ".ડોક્ટર એ આ કહીને તપન ને આંચકો આપ્યો.. અંશશશ? ...Read More

5

સાયબર સાયકો - ભાગ 5

આગળના ભાગમાં આપણે જોયું કે કઈ રીતે તપન નો અંશ પરનો શક દૂર થાય છે.પરંતુ તેના ઘરે આવેલી આરવી ના કોલ રિસીવ કરતી નહતી.શું થયું હશે આરવી સાથે તે વિચારીને તપન ખૂબ જ ડરી ગયેલો હતો... હવે જોઈએ આગળઆરવી એ ફોન રીસીવ ન કરતા તપન ખૂબ જ ગભરાઈ ગયો હતો તેને તરત જ કમિશ્નર મહેતા ને ડરતા ડરતા કોલ કર્યો..પરંતુ તેમનો ફોન સ્વીચ ઓફ આવતો હતો..હવે તપન ખૂબ જ ડરી ગયો હતો તે તરત જ આરવી ના ઘરે જવા નીકળ્યો..આરવી ના ઘરે પહોંચતા પહોંચતા તેનાં મનમાં વિચારો નો મારો ચાલી રહ્યો હતો..તે આરવી ના ઘરે પહોંચી ને નાના છોકરાની ...Read More