સાઈટ વિઝિટ

(359)
  • 60.3k
  • 10
  • 33.9k

પ્રસ્તાવના આ એક અલગ પ્રકારનાં કથાવસ્તુ અને સાવ અલગ પૃષ્ઠભૂમિમાં લખાયેલી એક દિલધડક, રોમાંચક નવલકથા છે. વાર્તાનો નાયક એક આર્કિટેક્ટ છે. તે ઉપરાંત તે કહેવતોનો ભંડાર છે અને વારે વારે આપણી કહેવતો બોલે છે. આર્કિટેક્ટ એટલે આપ સહુ જાણતા હશો કે જે મકાનોના પ્લાન અને ડીઝાઇન બનાવે, જે કોઈ પણ કંસ્ટ્રકશન માટે જરૂરી માળખાં ઉપરાંત તે જગ્યાનો ઉપયોગ સમજી વિચારી તે વાપરનારાઓની વપરાશ માટેની સુવિધાઓનો વિચાર કરે અને એ માટે બારીકીથી ડીઝાઇન કરે તે મુજબ બાંધકામ થાય જે દેખાવમાં સુંદર લાગે ઉપરાંત ઘણો વખત ટકે અને જે જરૂર માટે તે બાંધકામ બનેલું તે યોગ્ય રીતે પૂરી થાય તે રીતે સૂચનો

Full Novel

1

સાઈટ વિઝિટ - 1

પ્રસ્તાવના આ એક અલગ પ્રકારનાં કથાવસ્તુ અને સાવ અલગ પૃષ્ઠભૂમિમાં લખાયેલી એક દિલધડક, રોમાંચક નવલકથા છે. વાર્તાનો નાયક એક છે. તે ઉપરાંત તે કહેવતોનો ભંડાર છે અને વારે વારે આપણી કહેવતો બોલે છે. આર્કિટેક્ટ એટલે આપ સહુ જાણતા હશો કે જે મકાનોના પ્લાન અને ડીઝાઇન બનાવે, જે કોઈ પણ કંસ્ટ્રકશન માટે જરૂરી માળખાં ઉપરાંત તે જગ્યાનો ઉપયોગ સમજી વિચારી તે વાપરનારાઓની વપરાશ માટેની સુવિધાઓનો વિચાર કરે અને એ માટે બારીકીથી ડીઝાઇન કરે તે મુજબ બાંધકામ થાય જે દેખાવમાં સુંદર લાગે ઉપરાંત ઘણો વખત ટકે અને જે જરૂર માટે તે બાંધકામ બનેલું તે યોગ્ય રીતે પૂરી થાય તે રીતે સૂચનો ...Read More

2

સાઈટ વિઝિટ - 2

2. અમે અમારી ઑફિસેથી કાર સ્ટાર્ટ કરી. રાતના પોણા ત્રણ વાગેલા. પેલા ડાયલોગ 'દિન અભી પાની મેં હો, રાત હો' જેવું હતું. ચારેય બાજુ સંપૂર્ણ શાંતિ. અંધારું એની ચરમસીમાએ હતું. અહીં ભારતની જેમ કૂતરાં પાછળ ન દોડે. અહીં શહેરી વિસ્તારમાં કૂતરાં હોતાં જ નથી. મ્યુનિ. વાળા જીવતાં જ રાખતા નથી. મેં આદત મુજબ શક્રાદય પેનડ્રાઈવમાં મૂક્યું. ગૂગલ મેપ ઓન કર્યો. મસ્કત છોડી હાઇવે પકડ્યો ત્યારે તો એકદમ અંધારું છવાઈ ગયું. રસ્તો પણ એકદમ કાળો ડામરનો, અંધારાં સાથે મળી જાય એવો. કારની લાઈટ એ જ અમારી દીવાદાંડી, એ જ અમારી માર્ગદર્શક. મેં બાજુમાં જોયું. ગોરી ગરિમા અત્યંત આછા પ્રકાશમાં વધુ ...Read More

3

સાઈટ વિઝિટ - 3

3. ભાગ 1અને 2 માં જોયું કે એક આર્કિટેક્ટ મસ્કત શહેરમાં પ્રેક્ટિસ કરે છે. તેને ખૂબ મોટો પ્રોજેક્ટ મળે પણ તે શહેરથી ખાસ્સા 500 કિમી દૂર રણ પ્રદેશમાં છે. જ્યાં આજે કશું નથી ત્યાં તેના ક્લાયન્ટ જંગલમાં મંગલ કરવા માંગે છે અને આ કુશળ આર્કિટેક્ટ પર તેને ભરોસો છે. આર્કિટેક્ટ અન્ય ટેકનિકલ એક્સપર્ટ લોકો પાસેથી સાઇટને લગતી કેટલીક માહિતી લેવા માંગે છે જે માટે એ બધા સાઈટ પર મળવાના છે પણ 13 મી ના જ. આજે 12 મી ની સાંજ છે. બીજા ભાગમાં જોયું કે આર્કિટેક્ટ ત્યાં સમયસર પહોંચવા રાત્રે 3 વાગે નીકળે છે. એકલા રાતે ડ્રાઈવિંગ જોખમી હોઈ ...Read More

4

સાઈટ વિઝિટ - 4

4 અત્યાર સુધીમાં વાંચ્યું કે મસ્કત સ્થિત એક આર્કિટેક્ટ દૂર દૂકમ નામનાં 550 કિમી દૂર આવેલાં ગામ તરફ સાઈટ જવા નીકળે છે. સાથે તેની નવી રિકૃટ સુંદર આસિસ્ટન્ટ ગરિમા છે. તેઓને રાત્રે ત્રણ વાગે મુસાફરી શરૂ કર્યા વગર છૂટકો નથી. સંજોગો એવા થાય છે કે તેમને ભાડાંની કારને બદલે પોતાની જ કાર ઓચિંતી લેવી પડે છે. બીજા ભાગમાં જોયું કે કારમાં પેટ્રોલની જરૂર પડતાં તેઓ નજીકનો પંપ ગોતે છે અને ત્યાં જતાં નજીકના ગામની સીમમાં જંગલી કુતરાઓ વચ્ચે ફસાઈ જાય છે. ત્યાંથી બહાદુરી પૂર્વક નીકળે છે. ત્રીજા ભાગના અંતે જોયું કે આપણી આર્કિટેક્ટ અને તેની આસિસ્ટન્ટ ની જોડીને રીસેટ ...Read More

5

સાઈટ વિઝિટ - 5

5. તો આગલા ભાગોમાં આપણે વાંચ્યું કે એક કુશળ આર્કિટેકટને તેનાં મસ્કત શહેરથી છ કલાક ઉપરના રસ્તે એક એકાંત નવું બનાવવાનો પ્રોજેક્ટ મળે છે. ત્યાં એ માટે જરૂરી વાતોની ચર્ચા વિચારણા માટે એક્ષપર્ટસ અને માલિક તેને મળવાના હોય છે તેની આગલી રાતે જ આર્કિટેક્ટને જાણ થાય છે. તે રાત્રે ત્રણ વાગે તેની સુંદર, યુવાન અને ત્વરિત વિચારશક્તિ ધરાવતી આસિસ્ટન્ટ ગરિમા સાથે ન છૂટકે પોતાની જ કારમાં નીકળે છે. કારમાં પેટ્રોલની જરૂર લાગતાં ગૂગલ સર્ચથી એક ગામની સીમમાંથી જવા જતાં ગલી કુંચીઓમાં અટવાય છે. કોઈ ગ્રામવાસી તેને રસ્તો બતાવે છે પણ એ રસ્તે જતાં સીમના જંગલી કુતરાઓનો તેમને સામનો કરવો ...Read More

6

સાઈટ વિઝિટ - 6

6 તો આપણે કથા પ્રવાહમાં આગળ વધીએ એ પહેલાં ટુંકમાં યાદ તાજી કરી લઈએ. આપણો આર્કિટેક્ટ તથા કહેવતોનો ભંડાર રાત્રે ત્રણ વાગે દૂરની અને વેરાન રણમાં રહેલી સાઈટ પર જવા તેની ખૂબસૂરત અને હાસ્ય રેલાવતી, બુદ્ધિશાળી આસિસ્ટન્ટ સાથે નીકળે છે. મુસાફરી સરળ નથી. તેમને રસ્તો ભૂલવો, પેટ્રોલ માટે ગામની સીમ ઓળંગતાં જંગલી કુતરાઓ વચ્ચે ફસાવું, રસ્તો મેપ બંધ થતાં ક્યો છે એ ખબર ન પડતાં પાછા ફરવું અને સાચે રસ્તે ચડવા કેડી પકડતાં રેતીનાં રણમાં ફસાઈ જવું એવી મુશ્કેલીઓ નડે છે. તેઓ રેતીમાંથી બહાર નીકળવા શું કરે છે એ આ પ્રકરણમાં જોશું. શું તેઓ મુકામે પહોંચે છે? * મેં ...Read More

7

સાઈટ વિઝિટ - 7

7 આપણે આપણા આર્કિટેક્ટ મિત્રની સાઈટ વિઝીટ માટેની દિલધડક મુસાફરીમાં તેની અને ગરિમાની સાથે જોડાયાં. આપણે પણ રાતની મુસાફરી અંધારે કરી, મિત્રને જંગલી કુતરાઓ વચ્ચે જંગ ખેલી બહાર આવતો જોયો અને પેટ્રોલ પુરાવી અફાટ રણમાં તેની સાથે ઊગતા સૂર્યને જોતાં મુસાફરી કરી ભુલાં પણ પડ્યાં અને સાચો તો નહીં પણ બીજો રસ્તો મળતાં તે રસ્તે ગયાં. મિત્ર બેલડી રણમાં ફસાય છે અને હિમ્મતભેર જાતે જ રેતીમાં ઊંડી ફસાયેલી કાર કાઢે છે. તેમની સાથે કારમાં બળબળતો બપોર અને ગરિમાના શબ્દોમાં સ્વર્ગની સફર માણી અને આખરે એક સમુદ્ર કિનારે આવી પહોંચ્યાં. મંઝિલ હવે સામે કાંઠે છે. તો તેઓ કેવી રીતે પહોંચશે? ...Read More

8

સાઈટ વિઝિટ - 8

8 આપણે આ હેરતભરી મુસાફરીમાં જોયું કે આર્કિટેક્ટ બેલડી મસ્કત થી 550 કિમી રણમાં દુક્મ સાઈટ વિઝીટે જતાં વિવિધ સામનો કરે છે. સાવ નવી રિકૃટ ગરિમા તેની સેન્સ ઓફ હ્યુમર અને ત્વરિત બુદ્ધિનો પરિચય આપતી રહે છે અને નાયક આર્કિટેક્ટ તેના સાહિત્યપ્રેમ અને કહેવતો કહેવાની ટેવનો. રસ્તો ફંટાવો, ભૂલા પડવું, રણમાં કાર ફસાવી, નવા રસ્તે પર્વતો વચ્ચેથી 'સ્વર્ગ યાત્રા' કર્યા પછી અજાણ્યાં કોસ્ટલ વિલેજમાં જમવું, બોટ પકડવી અને એ બોટ પણ દરિયે સામાન્ય એવું તોફાન આવતાં રસ્તો ફંટાઈ જવી - આ બધી ચેલેન્જનો સફળતાપૂર્વક સામનો કરે છે. બોટ તો બીજે પહોંચી, આપણી નાયક બેલડીનું શું? તો વાંચીએ આગળ. ** ...Read More

9

સાઈટ વિઝિટ - 9

9. આપણે જોયું કે આર્કિટેક્ટ અને તેની ખૂબસૂરત આસિસ્ટન્ટ ગરિમા આ અકલ્પિત મુશ્કેલીઓ ભરી મુસાફરી કરતાં સાઈટ વિઝિટ પર રહ્યાં છે. ગયા હપ્તામાં જોયું કે મૂળ રસ્તો ચુક્યા પછી તેમને એક ખાડી ઓળંગી સામે જઈ થોડું ડ્રાઇવ કરીને મુકામે પહોંચવાનું છે. એ નાની એવી દરિયાઈ મુસાફરીમાં પણ દરિયાઈ તોફાનમાં તેમની બોટ અન્ય સ્થળે પહોંચી જાય છે અને ત્યાં તેઓને રાત ગાળવી પડે છે. જો કે એ રાતનો અનુભવ તેમને આનંદદાયક બની રહે છે. તો હવે તેમની સાથે આગળ મુસાફરી કરીએ મંઝિલ ભણી. ** મોંસુઝણું થતાં તો અમે ઉઠી ગયાં. (આથી પણ વહેલી સવારને 'ભળું ભાંખળું' કહેવાય તે ખબર છે ...Read More

10

સાઈટ વિઝિટ - 10

10. આર્કિટેક્ટ માટે સાઈટ વિઝિટ અગત્યની હોય છે પણ આ સાઈટ વીઝીટ તો યાદ રહી જાય એવી વિરલ અનુભવોથી નીકળી. આપણો બહાદુર મિત્ર એમાં આવતી બધી ચેલેન્જ ઉપાડી સફળ થાય છે પણ એને સાથ દેનારી, રસ્તો સુઝાડનારી આસિસ્ટન્ટનું કોઈ અકળ કારણોસર રસ્તે વાડા બાંધી રહેતા લોકો અપહરણ કરે છે. તેને બચાવવા મિત્ર કૃતનિશ્ચયી છે. પણ કેવી રીતે તે એને છોડાવી શકશે? તે માટે શું કરશે? ચાલો વાંચીએ એની દાસ્તાન. ** હું દોડતો રહ્યો અને તેઓ પાંચસાત હટ્ટાકટ્ટા લોકો ચીસો પાડતી ગરિમાને ઉપાડી સામે દેખાતા ઊંચા પર્વતો પાછળ કોઈ શેરીમાં ઓઝલ થઇ ગયા. મને માનસિક રીતે ઝટકો લાગ્યો. એકલો આવ્યો ...Read More

11

સાઈટ વિઝિટ - 11

11 અરબસ્તાનનાં રણમાં એટલે ઓમાન દેશમાં કાર્યરત આર્કિટેક્ટ, આ નવલકથાનો નાયક દુક્મ નામનાં એકદમ દૂર રણમાં આવેલાં સ્થળે જવા નીકળે છે અને જવલ્લે જ બને તેવી ઘટનાઓનો શિકાર બનતો જાય છે. એ બધી ઘટનાઓ આગળ જોઈ. તે પછી આગલાં પ્રકરણમાં જોયું કે ગરિમાનું અપહરણ થાય છે સાથે નાયકનો પણ મોબાઈલ, પાકીટ અને ખુદ કાર ગાયબ છે. ગરિમાને છોડાવવાનો કોઈ રસ્તો મળતો નથી તેથી આપણો મિત્ર નિરાશ થઈ જાય છે અને આ નવી સમસ્યા માટે કોઈ રસ્તો ગોતતો હાઇવે તરફ ચાલતો રહે છે. ત્યાં તેને પહાડ પરથી ખીણમાં દૂર એક ગામ દેખાય છે જ્યાં કદાચ પોલીસ સ્ટેશન હોય તો તે ...Read More

12

સાઈટ વિઝિટ - 12

12. "તો સાંભળ. હું હાથ ટેકવતો મારી તરફથી 70 અંશના ખૂણેથી ઉતર્યો. નીચે એનો opposite એટલે 20 અંશ જેવું ચડાણ હંમેશા 20 થી 35 ડિગ્રી સુધી comfortable હોય. પછી ખીલાઓ ઠોકી બેલ્ટ બાંધી ચડવું પડે. પર્વતારોહક એવું કરે છે. અને એ કહે, રસ્તે ફ્લાયઓવર બનાવવા માટે ઢાળ કેટલો વધુમાં વધુ રાખવાનો હોય?" હું કાર ડ્રાઇવ કરતાં મારી રૂપરૂપના ભંડાર આસિસ્ટન્ટ ગરિમાને અમારી લાઈનનું જ્ઞાન આપી રહ્યો હતો. તે હડપચી હાથ પર ટેકવી એની કાળી આંખો મારી સામે તાકી એ બધું ગ્રહણ કરતી હતી. "જો. આ ઢાળ આવ્યો. 10 અંશ આપણા શહેરમાં હોય. અહીં 15 થી 20 અંશ. એ થી ...Read More

13

સાઈટ વિઝિટ - 13

13. આપણે આ હેરતભરી મુસાફરીમાં જોયું કે માત્ર શકને આધારે નાયકને ત્યાંના nomadic, એકથી બીજી જગ્યાએ રખડતા બેદૂઈન લોકો બનાવે છે અને તેની આસિસ્ટન્ટને તો ઉપાડી જ જાય છે. તેમને લાગે છે કે તેમની એક યુવાન છોકરી ઉપાડી જનારો આ જ માણસ છે. નાયક તેમને સમજાવવા પ્રયત્ન કરે છે. તેમનો મુખી બીજાઓ સાથે મસલત કરવા તેને તંબુમાં જ રાખીને ચાલ્યો જાય છે અગાઉ 10 અને 11 માં પ્રકરણમાં જોયેલું તેમ પર્વત પરથી દૂર દેખાતાં ગામ તરફ જતાં નાયકને ત્યાંનાં જંગલી ઊંટો અને બકરાનો સામનો કરવો પડે છે. એમાં એક ઊંટ અને તેનું બચ્ચું જાણે તેને પોતાનો મિત્ર બનાવી લે ...Read More

14

સાઈટ વિઝિટ - 14

14. પૈસા વગર, એકલો અટૂલો નાયક બેદુઇન આરબોની કેદ માંથી ભાગી છૂટવામાં સફળ થયો. કામ આવ્યાં તેણે ચારો નાખેલાં તેને ઊંટ જાણીતી સેન્ડ ડયુન પાસે લઈ આવ્યું જે કોઈ ટુરિસ્ટ પ્લેસ છે. નાયક પોતે ઉઠાવી લીધેલી ડફ્લી સાથે ટૂરિસ્ટોને મનોરંજન કરાવી પૈસા કમાય છે અને ખિસ્સામાં મૂકતાં જ જુએ છે કે તેણે ઉઠાવેલા ઝબ્બામાં તેની ચોરાઈ ગયેલી કે ઉઠાવી જવાએલી કારની ચાવી છે! વાંચીએ આગળ. ** ઓચિંતી મળેલી આ સફળતાએ મને ખુશીથી પાગલ જેવો કરી મૂક્યો. હું મારી જ ડફલી વગાડતો નાચવા લાગ્યો. મેં આજુબાજુ કોઈ જોતું નથી તેની ખાતરી કરી ફરી બીપ વગાડ્યું. દૂર કારની પાછળની ફ્લેશ પણ ...Read More

15

સાઈટ વિઝિટ - 15

15. ગરિમા મને ઓળખી ગઈ અને મારું ધ્યાન ખેંચ્યું. એણે બિલાડી જેવો અવાજ કર્યો કારણ કે અહીં ઓમાન દેશનાં લગભગ દરેક કચરાપેટી પાસે બિલાડી હોય છે જેથી ઉંદર ન રહે. બિલાડીનું મ્યાઉં કોઈ સાંભળે તો પણ કાઈં અસામાન્ય ન લાગે. તેણે કરેલા ઈશારા મુજબ હું પાછલી શેરીમાં ગયો. પાછળ પણ એક લોખંડનો ઝાંપો હતો જેની ઉપર અણીદાર ભાલા આકારના સળિયા હતા. એ દીવાલ અને એ ઘર વચ્ચે છ ફૂટ જેવું અંતર હતું. ગરિમાને કેવી રીતે બહાર લાવવી તેનો વિચાર કરતો હું ગેટ પાસે સંતાઈને ઊભો. તેણે હિઁમત કરી. મુસ્લિમ ઘરોમાં બારીના ઉપરના અર્ધગોળ પર એક અણી જેવું હોય છે. ...Read More

16

સાઈટ વિઝિટ - 16

16. આ પ્રકરણના અંતમાં થોડાં વાક્યો શિષ્ટ ભાષામાં શૃંગારરસનાં આવે છે જે પરિસ્થિતિ મુજબ કથા પ્રવાહમાં યોગ્ય રીતે બેસે એટલું ધ્યાન રાખ્યું છે કે અમુક જાણીતા અંગ્રેજી લેખકોની કક્ષામાં A સર્ટિફિકેટની વાર્તા ન બને. ** તો નાયક તેની આસિસ્ટન્ટ ગરિમાને છોડાવી પાછો મસ્કત શહેરની દિશામાં તો ભાગ્યો, હજી તેનાં ભાગ્યમાં કાઈંક બીજું લખેલું હતું કાર ચક્રવાતમાં ફસાઈ અને ગરમીથી તેનું ટાયર પણ આવા અફાટ રણ વચ્ચે આવેલા સાવ એકાંત રસ્તે ફાટ્યું. પછી શું? આગળ વાંચીએ. ** બપોરે અમારું રણની આંધીમાં ફસાઈ હાઈવેની બાજુમાં સલામત જગ્યાએ રોકાઈ જવાનું અને ટાયર ફાટવાની ઘટના બની. અમે આગળ પેલી છોકરીઓને લઈ જતી અમારા ...Read More

17

સાઈટ વિઝિટ - 17

17. ગરિમા શાંતિથી ઊંઘતી હતી. તેના ગાલની લાલિમા જેવો પ્રભાતનો ટશિયો આકાશમાં ફૂટ્યો ત્યાં હજી પોણાપાંચ થયા હતા. અમારે પાછલાં વ્હીલના બોલ્ટ સરખા ફીટ થયા ન હતા અને અંધારું થતાં એ કામ પડતું મૂકવું પડેલું. પછી રાત અહીં જ ગાળવી પડેલી. અહીંથી એક પર્વતના ખડક પાછળ કોઈ કોઈ વાહન આવવાની ઘરેરાટી સંભળાવા લાગી. દૂર સમુદ્રની પટ્ટી સફેદ બની ચૂકી હતી. તેનાં મોજાં હળવે હળવે કિનારાને ગલીપચી કરતા હતા. મેં ગરિમાને ગાલે હળવી ગલીપચી કરી. તે જાગી અને એક સ્મિત કરતાં આળસ મરોડ્યું. "હવે સવાર થઈ ચૂકી છે. પેલા પર્વત પાછળ વાહનોના અવાજો સંભળાય છે. હું ત્યાં જાઉં છું કોઈકની ...Read More

18

સાઈટ વિઝિટ - 18

18. છેલ્લાં પ્રકરણોમાં જોયું કે આ નવલકથાનો નાયક લોકોને ખેલ બતાવી, ડ્યુન પર નાચી પૈસા ભેગા કરે છે. તેનું ચોરાઈ ગયું છે. તેને ઓચિંતી પોતાની કાર મળે છે. તે તેની આસિસ્ટન્ટ ગરિમાને પણ મુશ્કેલ સંજોગોમાંથી છોડાવી શકે છે. તેઓ પરત જતાં રણમાં ફસાય છે. તેમની કારનું ટાયર ફાટે છે. આખી રાત રણમાં ગાળવી પડે છે. તેને એક ફરિશ્તા જેવો ઓમાની પોતાને ઘેર લઈ જઈ મહેમાનગતિ કરે છે. તેઓ હવે કાઈં પણ વિચાર્યા વગર મસ્કત તરફ ભાગે છે. જ્યાંથી કાર ચોરાયેલી ત્યાં તેઓ આવી પહોંચે છે. શું નાયકને તેનું ખોવાયેલું પાકીટ મળે છે? શું હવે તેમની યાતનાનો અંત આવ્યો? તો ...Read More

19

સાઈટ વિઝિટ - 19

19. પોલીસ, કદાચ કોન્સ્ટેબલ હશે, તેણે મને પકડીને તેની જીપમાં લીધો. ગરિમા તરત કહે "ઓફિસર, He is innocent." કોન્સ્ટેબલ તે થોડો સિનિયર લાગ્યો. પણ પોલીસ થોડો innocent નો અર્થ સમજે? એ તો કારનો નંબર જોઈ મને મારી જ કારનો ચોર ઠેરવતો હતો. "I am also coming. Police station." તે બોલી અને મારી મદદમાં આવવા તરત કારમાંથી ઉતરી. ખૂબ મદદ કરે એવી છે છોકરી. બિચારીને પહેલો પગાર હજી ગઈ 10મીએ આપેલો. જો કે કેટલાક આર્કિટેક્ટસ તો એમના આસિસ્ટન્ટસને ક્લાયન્ટના પેમેન્ટ ન આવે ત્યાં સુધી, ક્યારેક ચાર છ મહિના પગાર કરતા જ નથી. હું એવો નથી. આ સાઈટ વિઝીટનાં ચક્કરમાં સાથે ...Read More

20

સાઈટ વિઝિટ - 20

20. ગરિમાનું એ રાતે શું થયું એની વાત પછી મને તેણે જ કહેલી એ તેના શબ્દોમાં કહેવા પ્રયત્ન કરું "સરને પોલીસ હાથકડી વગર એસ્કોર્ટ કરી મારી સામેથી લઈ ગયા. લોકઅપમાં પૂરી દેશે એમ લાગ્યું. ત્યાં કેટલી રાત કાઢશે? કે દિવસો? અહીં તો જામીન પણ કોણ થાય? સર ખુબ પ્રમાણિક માણસ છે. ખાલી ખોટા ભરાઈ પડ્યા. હું પણ સલવાઇ ગઈ છું પણ હું એ મધ્યપ્રદેશની છું જ્યાંથી ઝાંસીની રાણી આવેલી. ફોડી લઈશ મારું. એમ વિચારતી હું બેઠેલી ત્યાં મને વળી બીજા એક કોન્સ્ટેબલ જેવા જનાબ બાવડેથી પકડી બીજા એક રૂમમાં લઈ ગયા. મેં કહ્યું "Don't touch." તો કહે "you whores! ...Read More

21

સાઈટ વિઝિટ - 21

21. મહિષાસુર કહે મારા નાક નીચે આવું રેકેટ ચાલતું હોય તો હું તપાસમાં સહકાર આપીશ. ખુદા હાફિઝ. અધિકારીએ 'મહિષાસુર'ને "અમે તમારી ઈજ્જત કરીએ છીએ પણ એ વેપારીને અમારી મુવની ખબર ન પડે એટલે અમે તમને અહીં જ રાત રોકશું. બહાર વિઝીટર્સ રૂમમાં આરામ ફરમાવો. તમે બહુ ઇજ્જતદાર ઇન્સાન છો પણ આજે આ સ્ટેશન છોડી શકશો નહીં." મારી તરફ જોઈ કહે "તો તું પણ ક્યાંય નહીં જાય. તું આજની રાત અહીં જ રહે. લોકઅપમાં નહીં, સૂવું હોય તો મારે ફ્રેશ થવા અંદર એન્કલોઝર અને સોફા છે એમાં પડી રહે. કાલે આપણે હું નક્કી કરું એમ રેડ પાડીએ છીએ. બધી જ ...Read More

22

સાઈટ વિઝિટ - 22

22 તો મને પોલીસ હોટેલમાં નજરકેદ તરીકે રાખી બહાર ઊભી. અંદર હું માંડ ઊંઘમાં પડેલો. સખત થાકેલો. સતત તાણ, પેલી શુળ વાગતાં નીકળેલું લોહી જામી જવું એ બધું એક સાથે રિલેક્સ થયું એટલે મને ગાઢ ઉંઘ આવી ગઈ હતી ત્યાં ડોર નોક કરી મને જગાડ્યો. સામે પોલીસ. પરોઢે ચાર વાગેલા. નીચે મારી ગાડી ઊભી હતી. પોલીસે કહ્યું કે તમારી ગાડી ચોરવાની ફરિયાદ અહીંના વાલીએ પાછી ખેંચાવી છે. ગુમશુદા છોકરીના કેસ માટે તમને બોલાવે છે. મને પેલું 'I have one good, one bad news' જેવું થયું. સારા ન્યુઝ તો મળી ગયા કે મેરી કાર સિર્ફ મેરી હૈ. બીજા ન્યુઝે ચિંતા ...Read More

23

સાઈટ વિઝિટ - 23

23. અમારે હવે ફરી દક્ષિણ દિશા પકડી વહાણમાં આવેલાં એ તરફ જઈને આગળ બીજો રસ્તો પકડવાનો હતો. અત્યારે તો ખાનગી વાહનોમાં પાછળ હતી. બારીનો કાચ જંગલી કૂતરાએ સ્ક્રેચ પાડેલો અને સેલોટેપ મારી નાની તડ કવર કરેલી એ સિવાય કાર પરફેક્ટ હતી. પેટ્રોલ પણ હતું. એક જગ્યાએ ટુંકો હોલ્ટ કર્યો ત્યાં પંચરની શોપ નજીક હતી. બોલો, એ પણ કેરાલીની! અમે ચા પાણી કર્યાં. ઘણાં દિવસે ચા પીવા મળી. મારી પાસે હવે પાકીટ હતું પણ પૈસા પેલા ડફ્લી સાથે ગાઈ વગાડી મેળવેલ એ સિવાય નહીં. એ પણ પૂરતા હતા છતાં ત્યાં એટીએમ પરથી થોડા ઉપાડી લીધા. પોલીસોનું બિલ પણ મેં ચૂકવ્યું. ...Read More

24

સાઈટ વિઝિટ - 24

24. તમે કહેશો કે આ શું માંડ્યું છે? અત્યાર સુધી હેરત પમાડતી પણ સાચી હોય શકે તેમ ખ્યાલ આવે વાર્તામાં આમ બનાવટનો પ્રયત્ન? મેં એના આર્કિટેક્ટ તરીકે કામ કર્યું હોય તો એનો ક્લાયન્ટ તરીકે ચહેરો ન જોયો હોય? તમારી વાત સાવ સાચી. મેનેજમેન્ટ કે માલીક બદલયા હોઈ શકે. અહીં તો એની ડેસ્ક પર નામ હતું. મારું આ સાઇટનું કામ શરૂ કરતા પહેલાંની સાઇટ વિઝીટ વખતે એ લગભગ સાથે હતો ખરો એવું યાદ છે. એણે ઓમાની પહેરવેશ સફેદ ઝબ્બો અને માથે ડિઝાઇનવાળી ટોપી પહેરેલાં. એણે એની રિકવાયરમેન્ટ કહી એ અનુસાર બેસ્ટ લાગે એવી ડિઝાઇન મેં કરેલી. એનો ભાગીદાર સહીઓ કરવા ...Read More

25

સાઈટ વિઝિટ - 25

25. હોટેલ પર પોલીસ ફોર્સ તરત પહોંચ્યો. અત્યારે ત્યાં શું થયું એ કહેતો નથી. એટલું તમે સમજી શકો છો તે અબ્રાહમ કે અબ્બાસ રેડ હેન્ડેડ ઝડપાયો અને સાંજના ઘણી છોકરીઓ ત્યાં હોઈ સાબિતી પણ મળી. કોઈ પાસે પાસપોર્ટ કે, નવાઈ છે, એન્ટ્રી visa ની પ્રૂફ ન હતાં. બધું જ લઈ લેવાયેલું. કોઈને તેઓ કઈ જગ્યાએ છે અને ક્યાં જશે તેની સાચી ખબર નહોતી. બે દિવસ પછી તો અખબારોમાં હેડલાઇન ચમકી હતી "Brave muscat girl unearths human traffic scandal." "Architect cracks design of big criminal scandal" વગેરે. એક અખબારે મારો ફોટો અને બધાં જ અખબારોએ ગરિમાનો ફોટો છાપ્યો. સાથે અબ્રાહમનો ...Read More

26

સાઈટ વિઝિટ - 26

26. આપણે છેલ્લાં થોડાં પ્રકરણોમાં આ જોયું. માણસમાં સાહસ પડ્યું જ હોય છે પણ તેને બહાર આવવા માટી ફોડી બહાર આવે તેમ સંજોગોની જરૂર પડે છે. સાવ સામાન્ય પ્રોફેશનલ જીવન જીવતો આપણો આર્કિટેકટ નાયક પોતાની હવે સામેથી પ્રેમ કરવા લાગેલી આસિસ્ટન્ટનું અપહરણ થતાં અને પોતાની કાર, પાકીટ, બધું જ ઉપડી જતાં મરણિયો બની કલ્પના બહારનાં સાહસો કરે છે. નાની એવી, ભર જોબનવંતી સુંદર સાથે ચતુર આસિસ્ટન્ટ ગરિમા પણ ખરે વખતે બોસને કારચોરી અને હ્યુમન ટ્રાફિકિંગના ગુનાના આરોપમાંથી પોલીસમાંથી છૂટવામાં મદદ કરે છે. તેઓ છૂટી ગયાં તો પણ કોઈ પોતાના જેવી યુવાન સ્ત્રીને ભોળવી, છેતરીને વેંચવા લઈ જવાતી હોય છે ...Read More

27

સાઈટ વિઝિટ - 27

27. ફરીથી સવાર પડી. અજવાળું થતાં વેંત અમે અને પાછળ પોલીસો નીકળી પડયા. સવાર આજે ખુશનુમા હતી. આઠ વાગવા હતા. હજી પવન ઠંડો વાતો હતો. રસ્તો પર્વતોની વચ્ચેથી જતો હતો પણ થોડે દૂર રસ્તાને સમાંતર દરિયો હોઈ તેના પરથી ઠંડી લહેરો આવતી હતી. મિરબાત ક્રોસ કરી અમે ઠુમરાયત અને ઉબાર શહેરો વટાવી લીધાં. અમારે જવાનું હતું તે પોલીસ સ્ટેશન હૈમાં શહેરની ભાગોળે હતું. ત્યાંથી પૂર્વ તરફ જાઓ તો દુક્મ અને ઉત્તર તરફ સીધા જાઓ તો પેલાં આદમ શહેર થઈ નીઝવા શહેરનો એક્સપ્રેસ હાઇવે આવે જ્યાંથી મસ્કતનો રસ્તો પકડાય. હજી કેટલુંક કામ બાકી હતું તે કાર ચલાવતાં મારા મગજમાં ઘૂમવા ...Read More

28

સાઈટ વિઝિટ - 28

28. સાંજ ઢળતાં તેમની વૈભવી એસી કારમાં હું, તેમના જમાઈ, દીકરો અને તેઓ નીકળ્યા. તેમણે એ જગ્યાએ સાઇટ પર હોટેલ બનાવવાની હતી. થોડે દૂર અન્ય જગ્યાએ દરિયાને કિનારે એક ખાંચ હતી તેમાંથી સતત પવન ફૂંકાઇને આવતો હતો ત્યાં વૈકલ્પિક ઊર્જા તરીકે વિકસાવવા પવનચક્કીઓ ઇન્સ્ટોલ કરવાની હતી. તેનો કોન્ટેક્ટ આ લોકોએ મેળવેલો. તે માટે સમથળ જમીન બનાવવી, તેનો બેઇઝ મજબૂત રીતે જમીનમાં કરવો, આસપાસ peripheral માં શું કરવું વગેરે મારે ડિઝાઇન કરી આપવાનું હતું. ચારે બાજુ ફરી અમુક માપ લઈ રિસોર્ટની ડિઝાઇન માટે મેં પોઇન્ટસ નોટ કરી લીધાં. ગરિમાને શીખવા મળે અને એક થી બે ભલા એટલે ધ્યાનથી જોઈ જવા ...Read More

29

સાઈટ વિઝિટ - 29

29. થોડો વખત 130ની સ્પીડ સેટ કરી ક્રૂઝ મોડમાં કાર મૂકી ગરિમાને સ્ટીયરીંગ સોંપી દીધું. મેં બાજુમાં બેસી ડફલી ગાયું "નિકલ પડે હૈ ખુલ્લી સડક પર આપના સીના તાને.." ગરિમાએ સુર પુરાવ્યો- "અપના સીના તાને." મેં ડફલી પર તાલ દેતાં ગાયું, "મંઝિલ કહાં કહાં રૂકની થી.." મીઠડા અવાજે સુર પુરાવાયો- "ઉપરવાલા જાને.." મને થયું, આ પાંચ દિવસ જે જે થયું એ યાદ રહી જાય એવું છે. મેં ગરિમાને આ કહ્યું. તે કહે સાચી વાત. તેણે પણ તેને યાદ આવતું ગીત લલકાર્યું, "સાઈટ વિઝીટ કા સફર, હૈ યે કૈસા સફર, કોઈ સમજા નહીં, કોઈ જાના નહીં." હું વિચારતો રહ્યો. સાચું. ...Read More

30

સાઈટ વિઝિટ - 30 - છેલ્લો ભાગ

30. આખરે નમતા બપોરે એટલે કે ગરમી ભલે 45 સે. ઉપર હોય, ધગધગતી લુ ઓછી થતાં અમે નીકળ્યાં. એક તરીકે પાછા ફરતી વખતે પહેલાં તો અહીંના સત્તાવાળાઓને મળી અહીંની નજીકના રસ્તાઓના સ્લોપ ઠીક કરવા, માઈલ સ્ટોન યોગ્ય જગ્યાએ મૂકવા અને ગામ આવતાં કોઈ તેમની સંસ્કૃતિ મુજબની સાઈન બતાવતો દરવાજો મૂકવા અને સ્પીડ બ્રેકર યોગ્ય હાઈટનાં કરવા વગેરે માટે કહયું. મને પડી એવી તકલીફ બીજા બહાર દૂરથી આવતા લોકોને પડે નહીં તે હેતુથી. સાઇટ પર કોન્ટ્રેક્ટર આવી ગયેલા તેમને ગરિમાએ પાડેલા એ જગ્યાના ફોટા અને સ્કેચ બતાવી તેમનું કામ સમજાવ્યું. ત્યાંથી જ ગૂગલ મેપમાં રિવ્યૂ લખી આ તરફના મેપ ઠીક ...Read More