જેને શિષ્ટ અને ભદ્ર ન કહી શકાય, જ્યાં મુખવટા પહેરીને માહોલતા માનવો પળવાર મળતા હતા અને ક્ષણિક મુલાકાત જો પ્રણય(!) કે આકર્ષણમાં પરિણમે અને એમાં પણ જો વિશ્વાસ ભળે તો જ સાચો પરિચય આપી વ્યભિચારના માર્ગે પ્રયાણ કરવાના ઓરતા લઈને ફરતા મનવસમૂહનો મેળાવડો જામતો હતો એવા એક (સુ)ભદ્ર Social media પર એક નર અને નારી વચ્ચે નીચેના સંવાદો ચાલુ હતા. "શું ગોતો છો?" "મોતી" "કાદવમાં? મળશે?" "કાદવમાં કમળ ખીલે તો મોતી ન મળે?" "પણ કમળ તો ખીલીને પોતે બહાર આવે. લોકોને, કિટકોને આકર્ષે. મોતી તો કાદવમાં ખૂંચી જાય એ થોડું દેખાય! અને કોઈકના હાથમાં આવે તો પણ કાદવથી ખરડાયેલા એ મોતીને ઓળખી કોણ શકે!?" "તમે." "હું તો સમાન્ય માણસ છું, કોઈ ઝવેરી નથી." "બહુ ઉમદા વિચારો આપના!" " એક મંદ સ્મિત smiley" " વાંચનનો શોખ છે આપને?" " હા પણ limited"
સાઈબર ડાયરીના ચોરેલા પાના - 1 (મોતી)
જેને શિષ્ટ અને ભદ્ર ન કહી શકાય, જ્યાં મુખવટા પહેરીને માહોલતા માનવો પળવાર મળતા હતા અને ક્ષણિક મુલાકાત જો કે આકર્ષણમાં પરિણમે અને એમાં પણ જો વિશ્વાસ ભળે તો જ સાચો પરિચય આપી વ્યભિચારના માર્ગે પ્રયાણ કરવાના ઓરતા લઈને ફરતા મનવસમૂહનો મેળાવડો જામતો હતો એવા એક (સુ)ભદ્ર Social media પર એક નર અને નારી વચ્ચે નીચેના સંવાદો ચાલુ હતા. "શું ગોતો છો?" "મોતી" "કાદવમાં? મળશે?" "કાદવમાં કમળ ખીલે તો મોતી ન મળે?" "પણ કમળ તો ખીલીને પોતે બહાર આવે. લોકોને, કિટકોને આકર્ષે. મોતી તો કાદવમાં ખૂંચી જાય એ થોડું દેખાય! અને કોઈકના હાથમાં આવે તો પણ કાદવથી ખરડાયેલા એ ...Read More