લવ યુ યાર

(1.3k)
  • 375.4k
  • 61
  • 281.7k

સાંવરી બસ કોલેજથી આવીને બેઠી અને મમ્મીનો ફોન આવ્યો, રોજ સવારે અને સાંજે બે ટાઈમ મમ્મીનો ફોન આવી જતો. મમ્મી: બેટા શું કરે છે ? સાંવરી: બસ, કોલેજથી હમણાં જ આવી મમ્મી. મમ્મી: સારું સાંભળ, આવતા શનિ-રવિ તું ઘરે આવવાની છે ને ? સાંવરી: કેમ એવું પૂછે છે, મમ્મી ? મમ્મી: બેટા, તને જોવા માટે એક છોકરો આવવનો છે ને એટલે. સાંવરી: મમ્મી, મેં તને કેટલીવાર કહ્યું કે મારે હવે કોઈ છોકરો જોવો નથી. અને હું તારી અને પપ્પાની સાથે જ રહીશ, મારે પરણવું જ નથી. હું તારી અને પપ્પાની સેવા કરીશ. મમ્મી: ના બેટા,દીકરીને તો પરણાવવી જ પડે અને અમે તો આજે છીએ અને કાલે ન હોઇએ ત્યારે તારું શું થાય ? સાંવરી: બંસરી છે ને ? બંસરી મારું ધ્યાન રાખશે મમ્મી. ( બંસરી તેની નાની બહેન હતી. તે બી.કોમ.ના છેલ્લા વર્ષમાં ભણતી હતી. ) મમ્મી: બંસરી તો છે બેટા, પણ એ પણ તેના સાસરે જતી રહેશે પછી તું એકલી પડી જઇશ અને તારું ઘર લઇને બેઠી હોય તો મને અને તારા પપ્પાના જીવને શાંતિ. સાંવરી: સારું, સારું બસ આવી જઇશ પણ મને ખબર છે કે આ વખતે પણ છોકરો 'ના' જ પાડવાનો છે. મમ્મી: આટલું બધું નેગેટીવ નહિ વિચારવાનું બેટા, અને ક્યાંક તો તારા માટે ભગવાને છોકરો બનાવ્યો હશે ને ? સાંવરી: સારું, હું શનિવારે સાંજે ઘરે આવી જઇશ મારા માટે મારા ફેવરીટ ઢોકળા બનાવીને રાખજે. મમ્મી: સારું બેટા.

1

લવ યુ યાર - ભાગ 1

લવ યુ યાર ભાગ-1સાંવરી બસ કોલેજથી આવીને બેઠી અને મમ્મીનો ફોન આવ્યો, રોજ સવારે અને સાંજે બે ટાઈમ મમ્મીનો આવી જતો. મમ્મી: બેટા શું કરે છે ?સાંવરી: બસ, કોલેજથી હમણાં જ આવી મમ્મી. મમ્મી: સારું સાંભળ, આવતા શનિ-રવિ તું ઘરે આવવાની છે ને ?સાંવરી: કેમ એવું પૂછે છે, મમ્મી ?મમ્મી: બેટા, તને જોવા માટે એક છોકરો આવવનો છે ને એટલે. સાંવરી: મમ્મી, મેં તને કેટલીવાર કહ્યું કે મારે હવે કોઈ છોકરો જોવો નથી. અને હું તારી અને પપ્પાની સાથે જ રહીશ, મારે પરણવું જ નથી. હું તારી અને પપ્પાની સેવા કરીશ. મમ્મી: ના બેટા,દીકરીને તો પરણાવવી જ પડે અને અમે ...Read More

2

લવ યુ યાર - ભાગ 2

સાંવરીને જે છોકરો જોવા માટે આવ્યો હતો તેનું નામ મેહૂલ હતું. મેહૂલની મમ્મીએ નાની દીકરીને ઘરમાં ન જોઇ એટલે જ પૂછ્યું," કેમ તમારે તો બે દીકરીઓ છે ને ? નાની દીકરી નથી દેખાતી ? " સોનલબેને જવાબ આપ્યો કે, " હા, તેને એક્ઝામની તૈયારી કરવાની છે એટલે તેની ફ્રેન્ડના ઘરે વાંચવા માટે ગઇ છે." તેમનો ઇરાદો નાની દીકરીને જોવાનો હતો કારણ કે તેમને સાંવરી બિલકુલ ગમી ન હતી. ચા-પાણી થઇ ગયા પછી, સોનલબેને પૂછ્યું કે કંઇ પૂછવું કરવું હોય તો ? એટલે મેહૂલની મમ્મીએ તરત જ જવાબ આપી દીધો કે, " ના,પૂછવું તો કંઇ નથી અને અમે પછી જવાબ ...Read More

3

લવ યુ યાર - ભાગ 3

"લવ યુ યાર"ભાગ-3સોનલબેન અને વિક્રમભાઈની રજાથી બંસરીના મેરેજ કશ્યપ સાથે થઈ ગયા ઘરમાં ખુશીનો માહોલ છવાઈ ગયો હતો પરંતુ સોનલબેન અને વિક્રમભાઈને ચિંતા એ હતી કે સાંવરી માટે કઈરીતે મૂરતિયો શોધવો અને આ ચિંતામાં ને ચિંતામાં બંનેની રાતની ઊંઘ પણ ઉડી ગઈ હતી. નાની બેનનું થઈ ગયું હવે મોટી માટે છોકરો મળશે કે નહીં ? ક્યારે સાંવરી માટે સારો છોકરો મળશે ? આમ તો તેની ઉંમર પણ વધતી જાય છે. સાંવરી કુંવારી તો નહીં રહી જાય ને ? જેવા ઘણાંબધાં પ્રશ્નો સોનલબેન અને વિક્રમભાઈને સતાવ્યા કરતા હતા. ( જેના ઘરમાં જુવાન દીકરી હોય તેને જ ખબર પડે..!! ) સાંવરી ...Read More

4

લવ યુ યાર - ભાગ 4

"લવ યુ યાર"ભાગ-4 સાંવરી ઓફિસમાં આવે ત્યાં સુધીમાં તેણે છેલ્લા ત્રણ વર્ષનો કંપનીનો ડેબિટ અને ક્રેડિટનો રેસીઓ જોયો તો વર્ષે છેલ્લા બંને વર્ષ કરતાં ટ્વેન્ટી ફાઇવ પરસેન્ટ વધારે પ્રોફિટ તેને જોવા મળ્યો. આટલો બધો પ્રોફિટ એક જ વર્ષમાં ક્યારેય થયો ન હતો.તેને થયું કે ચોક્કસ આ સાંવરીની સખત અને સતત મહેનતનું પરિણામ છે.સાંવરી માટેની તેના મનમાં જે ઇમેજ હતી તે પાક્કી થઇ ગઇ હતી. સાંવરીએ કેબિનમાં આવતા પહેલા બહારથી નોક કર્યું. મિતાંશે ' કમ ઇન ' કહી પોતાના કામમાં બીઝી હોય તેમ કામ કરવા લાગ્યો. સાંવરી અંદર આવીને ઉભી રહી હતી, તેના ફેસ ઉપર તેની ડ્યૂટી પ્રત્યેની ...Read More

5

લવ યુ યાર - ભાગ 5

"લવ યુ યાર"ભાગ-5મિતાંશ વિચારી રહ્યો હતો કે, હું ખરેખર તો સાંવરીને જોવા માટે તો ઈન્ડિયા નથી આવ્યો ને, અને એવું જ હતું, મમ્મીએ પણ પૂછ્યું કે, હમણાં તું ઇન્ડિયા આવવાની 'ના' પાડતો હતો ને એકદમ કંઇ કામ આવી ગયું અહીંની ઓફિસમાં તો તાત્કાલિક ટિકિટ કરાવીને આવી ગયો. મમ્મીને તો "હા" જવાબ આપી દીધો પણ પોતાની જાતને શું જવાબ આપવો..??પછી તો રોજ મિતાંશ સમયસર અથવા તો સમય કરતાં થોડો વહેલો ઓફિસ આવવા લાગ્યો. મમ્મી-પપ્પા બંને વિચારમાં પડી ગયા હતા. કારણ કે દર વખતે ઇન્ડિયા આવે ત્યારે લેઇટ જ ઉઠતો અને લેઇટ જ તૈયાર થઈને ઓફિસ જતો, કોઈ વાર ઓફિસ ના ...Read More

6

લવ યુ યાર - ભાગ 6

"લવ યુ યાર"ભાગ-6આંખોમાં એક અજબ ભાવ સાથે મિતાંશ સાંવરીની સામે જોઇ રહ્યો હતો. આજે તેને એમ જ થતું હતું હું અને સાંવરી બસ સાથે જ રહીએ. સાંવરીને ઘરે મૂકવા જવું જ નથી. મારી સાથે જ તેને રાખી લઉં. તેની સાથેનો મારો સમય ખૂબજ આનંદમય જાય છે. આજે તો કુદરત પણ તેની સાથે છે. કહેવાય છે ને કે, " અગર કીસીકો સચ્ચે દિલસે ચાહો તો પૂરી કાયનાત ઉસકો મિલાનેમેં આપકી મદદ કરતી હૈ. " એવું જ આજે મિતાંશ સાથે થઇ રહ્યું છે. સાંવરી પણ આજે ખૂબ ખુશ દેખાતી હતી.અને ખડખડાટ હસવાના મુડમાં હતી. આ સુંદર સાંજ અને સાંવરી બંનેને પકડી ...Read More

7

લવ યુ યાર - ભાગ 7

"લવ યુ યાર"ભાગ-7મિતાંશે સાંવરીના હાથ ઉપર પ્રેમથી હાથ ફેરવ્યો જાણે તેના હૂંફાળા પ્રેમાળ સ્પર્શને તે વર્ષોથી પીછાનતો હોય. બંને બની જાણે આંખોથી વાતો કરી રહ્યા અને એકબીજામાં ખોવાઈ ગયા. વર્ષોથી જાણે એકબીજાને ઓળખે છે અને એકબીજાને શોધી રહ્યા છે અને આજે તેમની આ શોધ પૂરી થઇ છે.અને એટલામાં મિતાંશના સેલફોનમાં રીંગ વાગી. મિતાંશે સાંવરીનો હાથ છોડી ફોન ઉપાડ્યો.( મમ્મીનો ફોન હતો.)મિતાંશ: હલો, હા મમ્મી બોલ. મમ્મી: ક્યાં છે બેટા તું, વરસાદ ખૂબ પડે છે એટલે ફોન કર્યો. મિતાંશ: બસ ઓન ધ વે જ છું મમ્મી, રસ્તામાં બસ ચા પીવા ઉભો હતો. હાફ એન અવરમાં ઘરે પહોંચી જઇશ. વરસાદ ખૂબ ...Read More

8

લવ યુ યાર - ભાગ 8

"લવ યુ યાર"ભાગ-8મિતાંશ વિચારતો હતો કે મમ્મી-પપ્પા ને વાત કરવાની આ ડાઇનીંગ ટેબલ બરાબર જગ્યા છે. પણ આજે વાત કરવી, ફરી ક્યારેક...બીજે દિવસે પણ મિતાંશ દરરોજની જેમ વહેલા ઓફિસ જવા નીકળી ગયો. રોજ કરતાં આજે કંઇક વધારે તૈયાર થઈ રહ્યો હતો. વોરડ્રોબ ખોલીને ઉભો રહી ગયો હતો અને વિચારતો હતો કે કયા કપડા પહેરુ, સ્પ્રે ની પાંચ થી છ બોટલો બહાર કાઢીને મૂકી દીધી હતી. કયુ સ્પ્રે છાંટુ, છોકરીઓને કેવી સ્મેલ વધારે ગમે એવું વિચારવા લાગ્યો. તૈયાર થઈનેબહાર નીકળ્યો એટલે મમ્મી પણ તેને જોઇને વિચારમાં પડી ગઇ.દરરોજ કરતાં વધારે સરસ લાગતો હતો. મમ્મી બોલી પણ ખરી કે, " આજે ...Read More

9

લવ યુ યાર - ભાગ 9

"લવ યુ યાર"ભાગ-9સાંવરી એકદમથી ચમકીને બોલે છે કે, "અરે બાપ રે, એવું છે ? હજી તું ટુ મન્થ પછી આવવાનો હતો ? અને હા, તે મને ફોનમાં કેમ કોઈ દિવસ આવી કોઈ વાત ન કરી કે હું તને ગમું છું, તારે મને જોવી છે એટસેટરા....એટસેટરા..." મિતાંશ: અરે ગાંડી, ફોનમાં એકદમથી કોઈ છોકરીને એવું થોડું કહી દેવાય. અને હું ફેસબુક અને વોટ્સઅપ ઉપર તારા ફોટા અને ડિટેઇલ્સ ચેક કર્યા કરતો હતો. પણ મને કંઇજ ઇન્ફર્મેશન કે ફોટા કશુંજ જોવા ન મળ્યું. એટલે તું સીંગલ છે કે મેરિડ એવી કંઈજ ખબર ન હતી અને મારે તારા વિશે બીજા કોઈને કંઈ પૂછવું ...Read More

10

લવ યુ યાર - ભાગ 10

"લવ યુ યાર" ભાગ-10સાંવરી રસ્તામાં ઘરે જતાં જતાં વિચારે છે કે, કેવો છે મિતાંશ નહિ, એકદમ ઇનોસન્ટ જે હોય બધું જ સાચું કહેવા વાળો. બિલકુલ ફ્રેન્ક. ઘરે જઇને હાથ-પગ મોં ધોઇને તૈયાર થઈ સાંવરી મમ્મી-પપ્પા સાથે જમવા બેસે છે. એટલે મમ્મી પૂછે છે કે, " ઓટો કરીને આવી બેટા ? " સાંવરી: ના મમ્મી, મીતસર મૂકી ગયા. ( તેને મીત સાથે થએલી બધી જ વાતો મમ્મીને કહેવી હતી પણ કહું કે ના કહું તેમ વિચારતી હતી.... હવે આગળ... સાંવરીને થયું કે મમ્મીને વાત કરું એટલે મમ્મી ખૂબ ખુશ થશે પણ પછી મારા મેરેજના સ્વપ્ન જોવા લાગશે અને પછી કદાચ ...Read More

11

લવ યુ યાર - ભાગ 11

મિતાંશ સમજી ગયો હતો કે મમ્મી-પપ્પાને સાંવરી સાથે હું મેરેજ કરું તેવી ઇચ્છા નથી. પણ એતો માની જશે અને જમીને ચૂપચાપ ઉપર પોતાના રૂમમાં ચાલ્યો ગયો. હવે આગળ.... બીજે દિવસે સવારે મિતાંશ તૈયાર થઈને મમ્મીની સાથે બ્રેકફાસ્ટ કરવા બેઠો અને મમ્મીને પૂછવા લાગ્યો, "સાંવરીને તારે જોવી છે મમ્મી, આજે હું તેને ઘરે લઇ આવું ?" અલ્પાબેન: પણ, એ બ્લેક લાગતી હોય તો બીજી છોકરીઓ તું જો તો ખરો બેટા, એવી છોકરી સાથે કરીએ તો પછી બધા આપણી વાતો કરે બેટા. મિતાંશ: મારે બીજાનું વિચારીને મેરેજ કરવાના છે ? બીજાના માટે કરવાના છે કે મારા માટે ? તું તો જો ...Read More

12

લવ યુ યાર - ભાગ 12

મિતાંશ પોતાનો વિશાળ બંગલો સાંવરીને બતાવી રહ્યો છે. નીચે મમ્મી-પપ્પાનો બેડરૂમ છે અને એક ગેસ્ટ રૂમ પણ છે. સાંવરી જોઈને મિતાંશને પ્રશ્ન પૂછે છે કે, " આટલો સરસ અહીં બંગલો છે, આટલો સરસ બિઝનેસ સેટઅપ છે તો આ બધું છોડીને તે યુ.કે માં કેમ બિઝનેસ જમાવ્યો અહીં મમ્મી-પપ્પાને એકલા મૂકીને તું ત્યાં સેટ થઇશ ? " મિતાંશ: ના, ભણતો હતો ત્યારથી ફોરેઇન જવાનો ક્રેઝ હતો. સ્ટુડન્ટ વિઝા ઉપર જવાય તેમ ન હતું કારણ કે બી.કોમ. કર્યા પછી પપ્પાએ સીધો તેમના બિઝનેસમાં લગાડી દીધો. ફોરેઇન જવાનું સ્વપ્ન અધુરું રહી ગયું હતું. પછી ધીમે ધીમે જેમ બિઝનેસમાં રસ લેતો ગયો તેમ ...Read More

13

લવ યુ યાર - ભાગ 13

મિતાંશ સાંવરીને જણાવ્યા વગર સાંવરીના ઘરે તેના મમ્મી-પપ્પાને મળવા માટે પહોંચી જાય છે.... હવે આગળ ઘરમાં આવીને પહેલા તે મમ્મી-પપ્પાને પગે લાગે છે. સોનલબેન અને વિક્રમભાઈ વિચારમાં પડી જાય છે. મિતાંશે પોતાની જાતે પોતાની ઓળખાણ આપતાં કહ્યું, " હું મિતાંશ છું, સાંવરી જે કંપનીમાં જોબ કરે છે તે કંપનીના બોસ કમલેશભાઇનો દિકરો છું. મને સાંવરી ખૂબ ગમે છે અને હું તેની સાથે મેરેજ કરવા માંગું છું. તમારી પાસે તેનો હાથ માંગવા આવ્યો છું. " સોનલબેન અને વિક્રમભાઈ આ વાત સાંભળીને જાણે હેબતાઈ જ ગયા અને બંને એકબીજાની સામે જોવા લાગ્યા. તેમને આ બધું હકીકતથી વધારે સ્વપ્ન લાગતું હતું. વિક્રમભાઈ ...Read More

14

લવ યુ યાર - ભાગ 14

"લવ યુ યાર"ભાગ-14 મિતાંશ ઓફિસમાં આવ્યો એટલે સાંવરી તરત તેને મળવા માટે ગઇ. સાંવરીને ખુશ જોઇને મિતાંશે તરત જ " કેમ, આજે આટલી બધી ખુશ દેખાય છે. માય ડિઅર ? " સાંવરી: મારી પાસે ન્યૂઝ જ એવા જોરદાર છે ને..!! તું સાંભળીશ તો તું પણ ખુશ થઇ જઇશ. મિતાંશ: એવા શું ન્યૂઝ છે ? સાંવરી: પહેલાં મને થેંન્કયૂ કે. મિતાંશ: પણ, શેને માટે ? સાંવરી: હું તને જે ન્યૂઝ આપવાની છું ને તેને માટે. કારણ કે તે સ્વપ્નમાં પણ નહિ વિચાર્યું હોય એવા આ ન્યૂઝ છે. મિતાંશ: ઓકે,ચલ થેંન્કયૂ હવે તો ન્યૂઝ કે યાર. સાંવરી: આ વર્ષનો બિઝનેસ એવોર્ડ ...Read More

15

લવ યુ યાર - ભાગ 15

"લવ યુ યાર"ભાગ-15સોનલબેન, વિક્રમભાઈ, બંસરી, અલ્પાબેન અને કમલેશભાઇ બધા સાંવરી ને અને મિતાંશને વિદાય કરવા માટે એરપોર્ટ ઉપર આવે અને ફ્લાઇટ ટેક ઓવર થાય છે...લંડન તરફ....હવે આગળ...સાંવરી અને મિતાંશ લંડન પહોંચી ગયા.ત્યાંની ધરતી ઉપર પગ મૂકતાં જ જાણે સાંવરી ને કંઇક અલગ જ ખૂશ્બુ આવી રહી હતી અને ત્યાં ની નિરવ શાંતિ અને ઠંડકનો અનુભવ થવા લાગ્યો. બંને ટેક્ષી કરી પોતાના હાઉસ ઉપર ગયા. હાઉસ જોઈને સાંવરી ખૂબજ ખુશ થઇ ગઇ. ત્યાં મિતાંશનું બીગ હાઉસ છે અને કંપનીની ઓફિસ પણ છે.આટલી લોંગ જર્ની કરીને બંને થાકી એટલા ગયા હતા ને એટલે મિતાંશે સાંવરી ને કહ્યું કે અત્યારે કશુંજ સાફ-સફાઈ ...Read More

16

લવ યુ યાર - ભાગ 16

બીજે દિવસે એઝ યુઝવલ સાંવરી વહેલી ઉઠી ગઇ અને ચા બનાવી મિતાંશને ઉઠાડ્યો. મિતાંશ ઉઠ્યો એટલે આજે ફરી તેને આવતા હોય તેવું લાગ્યું અને શ્વાસ લેવામાં જાણે તકલીફ પડતી હોય તેમ થવા લાગ્યું. આજે ફરી મિતાંશની તબિયત બગડતાં તે ગભરાઈ ગયો હતો. આટલી બધી વખત ઇન્ડિયાથી લંડન અને લંડનથી ઇન્ડિયા અપ-ડાઉન કર્યું છે. ક્યારેય પણ આવું કંઇ થયું નથી અને આ વખતે કેમ આવું થઇ રહ્યું છે...!! કદાચ, સ્મોકીંગ કરવાનું બંધ કરી દીધું છે એટલે બધું બેક તો નહિ મારતું હોય ને ! અને એટલે તો આવું નહિ થતું હોય ને ! તેમ વિચારવા લાગ્યો. મિતાંશે સાંવરીના, પોતાના જીવનમાં ...Read More

17

લવ યુ યાર - ભાગ 17

ડૉક્ટર સાહેબે સાંવરીને ફરી સાંત્વના આપતાં કહ્યું કે, " તમે ઢીલા પડી જશો તો તમારા હસબન્ડની શું હાલત થશે. હિંમત રાખી તેમની ટ્રીટમેન્ટ કરાવો તો તેમને જલ્દી સારું થઇ જશે. સાંવરીને આ વાત સાચી લાગી. તેને થયું હું ઢીલી પડી જઇશ તો મિતાંશ બિલકુલ ભાંગી પડશે અને તેને સારું જ નહિ થાય. માટે મારે જ સ્ટ્રોંગ થવું પડશે અને સાંવરી મક્કમતા સાથે ડૉ.ની કેબિનમાંથી બહાર નીકળી. હવે મિતાંશ રિપોર્ટ્સ વિશે સાંવરીને શું પૂછે છે....વાંચો હવે પછીના ભાગમાં.... ડૉક્ટર સાહેબે સાંવરીને એકલીને જ અંદર બોલાવી હતી એટલે મિતાંશને ડાઉટ હતો કે નક્કી કંઇક મેજર પ્રોબ્લેમ લાગે છે. એટલે સાંવરી જેવી ...Read More

18

લવ યુ યાર - ભાગ 18

સાંવરી મિતાંશને વાત જણાવવા નથી માંગતી... પરંતુ મિતાંશ તેની પાસેથી સાચી વાત બહાર કઢાવવા માંગે છે...સાંવરી મિતાંશ સાથે એગ્રી છે કે, તેને કેન્સર છે...વાંચો આગળના ભાગમાં...મિતાંશ: સાવુ, મને ફાઇલ તો આપ ડૉક્ટરની. હું ચોપરા સાહેબ સાથે વાત કરી લઉં અને દવા ક્યાં સુધી ચાલુ રાખવી પડશે તે પૂછી લઉં. સાંવરી: આપણે નેક્સ્ટ મન્ડે જવાનું છે ને, ત્યારે તું પૂછી લેજે. મિતાંશ: મને કોઈ મેજર ડીસીઝ તો નથીને ? તું સાચું કહે છે ને ? સાંવરી: તને એવું કંઇ નથી થયું બાબા, આટલી બધી ચિંતા શું કરે છે, તું પણ સાવ બીકણ છે, આમ સ્ટ્રોંગ થા જરા મારી જેમ.મિતાંશ: હા, ...Read More

19

લવ યુ યાર - ભાગ 19

મિતાંશ જીદપૂર્વક સાંવરીને કહી રહ્યો છે કે, "ના, પહેલા તું મારી વાત શાંતિથી સાંભળ. હું હવે બહુ નહિ જીવી એટલે આપણે ઇન્ડિયા ચાલ્યા જઇએ ત્યાં મારે મમ્મી-પપ્પા અને ફ્રેન્ડસ સાથે જેટલો સમય છું તેટલો સમય શાંતિથી પસાર કરવો છે અને તું મને છોડી દે. કોઈ સારો છોકરો શોધીને મેરેજ કરી લે.અને સેટ થઇ જા એટલે મારા જીવને શાંતિ થાય.હું તને દુઃખી નહિ જોઇ શકું માટે તું મારી વાત માની જા..તને મારી સોગંદ છે....હવે આગળ....મિતાંશ: મેં મારી ફાઈલ શોધી કાઢી અને તેમાં બધું જ વાંચી લીધું છે. પછી પાછી ત્યાં જ તારા વોર્ડડ્રોબમાં મૂકી દીધી છે. સાંવરી: ઓકે, હવે તું ...Read More

20

લવ યુ યાર - ભાગ 20

"લવ યુ યાર"ભાગ-20સાંવરીના હાથને મિતાંશના ગરમ ગરમ અશ્રુએ સ્પર્શ કર્યો અને સાંવરી ડરી ગઈ કે, ના ના, મારે મિતાંશને ભાંગી પડવા નથી દેવાનો મારે તો તેની હિંમત બનવાનું છે અને તે બોલી પડી કે, " મીત, હું એક ભારતીય સ્ત્રી છું તને મારી તાકાતની હજુ ખબર જ નથી. કદાચ, યમરાજા તને મારી પાસેથી છીનવી પણ લે ને તો પણ હું તને ત્યાંથી પણ પાછી લાવી શકું તેટલી મારા પ્રેમમાં તાકાત છે. તું બધુંજ મારી ઉપર છોડી દે. તું ફક્ત દવા લેવામાં મને સાથ આપ અને આમ ભાંગી ન પડીશ. ખૂબજ હિંમત રાખ. તને મારી પાસેથી કોઈ છીનવી નહીં શકે ...Read More

21

લવ યુ યાર - ભાગ 21

"લવ યુ યાર" ભાગ-21મિતાંશની આંખોમાં એક અનેરી ચમક આવે છે. જીવનના ઉજાસની ચમક અને તે જમીન ઉપર ફસડાઈ પડેલી ઉભી કરે છે અને છાતી સરસી ચાંપી લે છે. અને પછી મક્કમતાથી બોલે છે, " જેને ઇશ્વરે આટલી સુંદર જીવનસંગિની આપી હોય, તેની ચાહ જોઈ, યમરાજ પણ તેને લીધા વગર પાછા ચાલ્યા જાય."અને પછી સાંવરીને મૂડમાં લાવવા માટે કહે છે કે, " સાવુ, તારે દિકરો જોઈએ છે, પણ મારે તો દીકરી જોઈએ છે, અને તે પણ તારા જેવી તો શું ? એક કામ કરીએ પહેલાં દિકરો પછી દીકરી માટે ટ્રાય કરીશું બરાબરને ? ( અને બંને જણાં હસી પડે છે. ...Read More

22

લવ યુ યાર - ભાગ 22

"લવ યુ યાર" ભાગ-22 એરપોર્ટ ઉપર આવીને ચાતક પક્ષી જેમ વરસાદની રાહ જુએ તેમ તેમનું ફ્લાઈટ ક્યારે લેન્ડ થાય તેમના જીવથી પણ વધુ વ્હાલા બાળકો તેમને ક્યારે જોવા મળે તેની રાહ જોઈ રહ્યા હતા. તેમની સાથે ઓફિસના કેટલાક જૂના વફાદાર માણસો પણ હાથમાં સુંદર બુકે સાથે પોતાના સર અને મેડમને આવકારવા માટે શિસ્તબદ્ધ રીતે લાઈનમાં ગોઠવાયેલા હતા. દરેકની આંખમાં હર્ષના આંસુ હતા. સાંવરીએ અને મિતાંશે ઈન્ડિયાની ધરતી ઉપર પગ મૂક્યો અને તેમને બંનેને જાણે કંઈક અલગ જ અહેસાસ થયો, કંઈક અલગ જ ખૂશ્બુ આવી પોતાના વતનની માટીની ખૂશ્બુ અને પોતાના માણસોના અદમ્ય પ્રેમનો અહેસાસ જેમને લંડનમાં રહે રહે બંને ...Read More

23

લવ યુ યાર - ભાગ 23

સાંવરીના સાસુ અલ્પાબેન તો સાંવરીની વાત સાંભળીને જ વિચારમાં પડી ગયા કે, આ બંનેએ મારાથી એટલે કે પોતાની માં કઈ વાત છુપાવી હશે ? અને પછી તેમને પોતાનો નાનકડો મીત યાદ આવી ગયો કે, મીતે તો અત્યાર સુધીમાં ક્યારેય કોઈ વાત મારાથી છૂપાવી નથી તો આ વખતે... કદાચ મારો મીત હવે બદલાઈ ગયો છે...અને તેમનું મોં પડી ગયું પણ પછી તરત જ તેમના દિલમાં થયું કે, ના ના આખી દુનિયા બદલાઈ જાય પરંતુ મારો મીત ન બદલાય અને તેમણે આગળની વાત જાણવા માટે, સાંવરીને પ્રશ્ન પૂછ્યો કે, " કેમ બેટા શું થયું હતું ? કંઈ અજુગતું તો નહોતું થઈ ...Read More

24

લવ યુ યાર - ભાગ 24

સાંવરી બોલી રહી છે અને મીતની મોમ સાંભળી રહી છે, " ઈશ્વરની કૃપાથી અમારા પ્રેમની જીત થઈ મોમ.. આપણો બચી ગયો. હવે તે એકદમ ઓકે છે. ડૉ. દિપક ચોપરાએ રજા આપી પછી જ હું તેને અહીંયા લઈ આવી છું. આપણો મીત બચી ગયો મોમ.‌‌.આપણો મીત બચી ગયો...અને અલ્પાબેનના ખોળામાં માથું મૂકીને સાંવરી છૂટ્ટા મોંએ રડી પડી. જાણે તેણે લંડનમાં એકલા રહીને જે સહન કર્યું હતું અને પોતાના હ્રદયમાં જે દર્દ ભરીને રાખ્યું હતું તે દુઃખ અને દર્દ અત્યારે તે અલ્પાબેનની આગળ ઠાલવી રહી હતી અને અશ્રુ દ્વારા વહાવી રહી હતી. અલ્પાબેન તેમજ સાંવરી બંને રડી રહ્યા હતા અને એટલામાં ...Read More

25

લવ યુ યાર - ભાગ 25

સાંવરી પણ જરા હસવાના મૂડમાં હતી તો તે પણ કહેવા લાગી કે, "એઈ માય ડિયર મીતુ, શું તું એમ છે કે, નેક્સ્ટ જનમમાં હું ફરીથી તારી પત્ની બનીશ ?" મીત થોડી વાર માટે વિચારમાં પડી ગયો કે, સાંવરી શું બોલી રહી છે? પરંતુ સાંવરીએ તો બોલવાનું કન્ટીન્યુ રાખ્યું હતું કે, "નેક્સ્ટ જનમમાં હું છોકરો બનીશ છોકરો અને તારે છોકરી બનવાનું છે કારણ કે, તું અત્યારે મારો બોસ છે તેમ આવતા જનમમાં હું તારી બોસ બનવાની છું ઓકે..? એટલે કે હું તારો પતિ બનીશ અને તારે મારી પત્ની બનવાનું છે.. ઓકે..? " મિતાંશ: ઓકે બાબા ઓકે.. લે અત્યારે તારી પત્ની ...Read More

26

લવ યુ યાર - ભાગ 26

મિતાંશના પપ્પાની ઈચ્છા મિતાંશના લગ્ન સાદાઈથી કરવાની બિલકુલ ન હતી તેથી મિતાંશના આ નિર્ણય ઉપર તે થોડા નિરાશ થઈ અને તેમણે આમ કરવાની બિલકુલ ના પાડી દીધી કારણ કે, તેમની વાત પણ સાચી હતી કે મિતાંશ તેમનો એકનો એક દીકરો માત્ર હતો અને તેને પણ જો બિલકુલ સાદાઈથી પરણાવી દેવામાં આવે તો પોતે બીજાનાં ત્યાં જઈ આવ્યા હોય અને પોતાને ત્યાં કોઈને ન બોલાવે તેવું થાય. પરંતુ મિતાંશ પોતાની વાત ઉપર અડગ જ હતો અને સાંવરીએ પણ મિતાંશની વાતમાં પોતાની પૂરેપૂરી સંમતિ આપી હતી. મિતાંશના મમ્મી અલ્પાબેન શું કરવું તે વિચારમાં પડી ગયા હતા અને મિતાંશને સમજાવી રહ્યા હતા ...Read More

27

લવ યુ યાર - ભાગ 27

ઘર આંગણે લગ્નનો મંડપ બંધાઈ ચૂક્યો છે. બસ હવે લગ્નનાં ગીતો ગવાય અને શરણાઈનાં સૂર રેલાય તેટલી જ વાર અને સાંવરી જે બંને એકબીજાને અનહદ ચાહે છે અને એકબીજાનાં પ્રેમમાં ગળાડૂબ છે તેમની મંઝિલ હવે તેમનાથી ખૂબજ નજીક આવી ગઈ છે. મીતની જીદને કારણે મીત અને સાંવરીના લગ્ન ધામધૂમથી નહીં પરંતુ સાદાઈથી કરવાનું નક્કી કરી દેવામાં આવ્યું છે અને બંને પરિવારના ઈંતજારનો અંત પણ હવે આવી ગયો છે. લગ્ન માટે જે પૈસા ખર્ચ કરવાના હતા તે બધાજ પૈસા શહેરની કેન્સર હોસ્પિટલમાં દાન આપવાનું નક્કી કરી દેવામાં આવ્યું છે.સાંવરી અને મીત બંને જીવનની કઠીન પરિસ્થિતિમાંથી બહાર આવી ચૂક્યા છે તે ...Read More

28

લવ યુ યાર - ભાગ 28

મીતના સાસુમા સોનલબેન બૂમો પાડતા રહ્યા કે, "ક્યાં ગયા જમાઈરાજા ? આવ્યા છો તો એમનેમ ન જવાય તમને મારા આદુવાળી ચા ભાવે છે તો પીને જ જાવ.."પરંતુ મીત તો અત્યારે શરમના માર્યા નીચું માથું કરીને જ ઉભો હતો અને સાસુમાની સામે જોવાની અત્યારે કોનામાં હિંમત હતી..?? શરમનો માર્યો કંઈજ બોલી શકે તેમ જ નહોતો અને કંઈજ બોલ્યા વગર હાથમાં પોતાની ફોર્ચ્યુનરની ચાવી લઈને રૂમની બહાર નીકળવા લાગ્યો.. બંસરીની નજર તેનાં ગાલ ઉપર પડી તેનાથી બોલ્યા વગર ન રહેવાયું, " જીજુ દીના હાથની મહેંદી તમે ગાલ ઉપર લગાવી દીધી ? " અને મીતે ગાલ ઉપર પોતાનો હાથ ફેરવ્યો તો હાથમાં ...Read More

29

લવ યુ યાર - ભાગ 29

હવે મીત અને સાંવરી બંનેના ઘરે પીઠીની બરાબર તૈયારી ચાલી રહી છે... અને પછી લગ્ન.. લીલેરી મહેંદીનો લાલ રંગ ગાઢ પ્રેમને કારણે મીત અને સાંવરીને બંનેને કેવો ચઢ્યો છે તે તો આપણે જોઈ જ લીધું હવે પીઠીનો રંગ કેવો ચઢે છે તે પણ આપણે જોઈ લઈએ...મીતના ફેસ ઉપર એક અનેરી ચમક છવાયેલી છે. ખુશ્બુ તેની કઝીન સીસ્ટર તેને બોલાવવા માટે આવે છે એટલે તે પીઠી માટે પોતાના યલો કલરના ફેવરિટ કુર્તા પાયજામા પહેરીને તૈયાર થઈને નીચે આવે છે. અલ્પાબેન અને તેના મામી સુશીલાબેન પણ ખૂબજ ખુશ છે સોસાયટીમાં આજુબાજુમાંથી પણ બે ચાર અલ્પાબેનની બહેનપણીઓ પોતાની ફ્રેન્ડ અલ્પાબેનના એક ના ...Read More

30

લવ યુ યાર - ભાગ 30

સાંવરી મીત ઉપર મીઠો ગુસ્સો કરીને તેને કહી રહી હતી કે, "મારે તો અત્યારે દીકરી પણ નથી લાવવી કે પણ નથી લાવવો..."અને મીત કહી રહ્યો હતો કે, મારે તો ખૂબ જલ્દીથી દીકરી જ જોઈએ છે અને તે પણ બિલકુલ તારા જેવી અને મીતે સાંવરીને પોતાની બાહુપાશમાં જકડી લીધી અને બંને એકબીજામાં ખોવાઈ ગયા...હવે આગળ...સૂર્યના ઉગતા કિરણો મીતના આલિશાન બંગલાની વિશાળ બારીના આછાં ગુલાબી રંગના રેશમી પડદામાંથી અંદર બેડરૂમમાં ડોકાઈને જાણે સાંવરી અને મીતના સહિયારા લગ્નજીવનની ઝાંખી કરી રહ્યાં હતાં અને મીતને ઉંઘમાંથી ઉઠાડવાની કોશિશ કરી રહ્યા હતા. સાંવરીની સવાર તો સૂર્યના આછેરા અજવાળે પરોઢિયે થોડી વહેલી જ થઈ જતી ...Read More

31

લવ યુ યાર - ભાગ 31

મીત બ્રેકફાસ્ટ માટે ડાઈનીંગ ટેબલ પાસે આવી પહોંચ્યો અને ડાઈનીંગ ટેબલની સુંદર સજાવટ જોઈને તે પણ ખૂબ ખુશ થઈ અને સજાવટના ફોટા પાડવા લાગ્યો અને એટલામાં ખુશ્બુ આવી એટલે તેણે પણ પોતાના ફોટા પાડવા માટે ડીમાન્ડ કરી એટલે પછી તો ફોટો સેશન ચાલ્યું એક પછી એક બધાના ફોટા પાડી લીધા બાદ મામા, મામી, ખુશ્બુ અને મીત તેમજ તેનો પરિવાર બધા સાથે જ બ્રેકફાસ્ટ કરવા માટે બેઠાં.બ્રેકફાસ્ટ કરતાં કરતાં જ મીતે પોતાની હનીમુન ટ્રીપ માટેની વાત પોતાના મમ્મી પપ્પા આગળ મૂકી અને આ વાત સાંભળીને સાંવરીએ તેને કહ્યું કે, " હમણાં આપણે ઉતાવળ કરીને ક્યાંય નથી જવું તેના કરતાં તો ...Read More

32

લવ યુ યાર - ભાગ 32

સાંવરી મીતને બહુ બધી કિસ કરવા લાગી અને કહેવા લાગી કે, " ચાલ હવે તો ઉભો થા યાર. આપણે સાથે દર્શન કરવા માટે જવાનું છે!!"મીત પણ સાંવરીની આ નટખટ હરકતથી ખુશ થતો હોય તેમ ઉભો થયો અને હસીને બોલ્યો કે, " હાંશ હવે થોડું સારું લાગ્યું. "સાંવરી: સારું લે આ ટોવેલ અને ન્હાવા માટે જા અને તૈયાર થઈને ફટાફટ નીચે આવ. "મીત: ના, તું નીચે ના જતી રહીશ અહીંયા જ બેસ હું ફટાફટ બે મિનિટમાં નાહીને બહાર આવ્યો સમજસાંવરી: ઓકે બાબા ક્યાંય નહીં જવું બસ.અને સાંવરી ત્યાં જ બેડરૂમમાં રાખેલી સોફાની ચેર ઉપર બેઠી અને પોતાની મોમને ફોન કર્યો.સાંવરી ...Read More

33

લવ યુ યાર - ભાગ 33

સાંવરીના બંને હાથ મીતે પોતાના હાથમાં લીધાં અને પ્રેમથી તેને પંપાળવા લાગ્યો અને સાંવરીની આંખમાં આંખ પરોવીને તેને સમજાવતાં લાગ્યો કે, " સાવુ, પપ્પાને એકદમ સારું થઈ જશે તું ચિંતા ન કરીશ અને એવું લાગશે તો આપણે તેમને બીજા કોઈ સારા ડૉક્ટર પાસે લઈ જઈશું અથવા કોઈ સારી હોસ્પિટલમાં એડમીટ કરી દઇશું. તે એકલા કદી રહ્યા નથી ને એટલે તેમને આ એકલતા જ સતાવે છે એવું હોય તો તું બે ત્રણ દિવસ પપ્પાના ત્યાં રોકાઈ જજે એટલે તેમને જલ્દીથી સારું થઈ જશે અને આમ ઢીલા નહીં પડી જવાનું બેટા, તું આમ રડવા લાગશે તો તારી મોમને કોણ હિંમત આપશે ...Read More

34

લવ યુ યાર - ભાગ 34

અલ્પાબેન, સુશીલાબેન, ખુશ્બુ, મીત તેમજ સાંવરી કેન્સર હોસ્પિટલમાં દાન આપવા માટે જાય છે. અલ્પાબેન પોતાના દીકરા મીતના આ નિર્ણય ગર્વ અનુભવે છે કે મારો દિકરો એક બિઝનેસમેન છે સાથે સાથે તે એક માણસ પહેલાં છે અને ઈશ્વરે તેનામાં માનવતા ઠસોઠસ ભરી છે. અને આમ તે પોતાના મનથી ખૂબ રાહત અનુભવે છે.હોસ્પિટલમાં દાન આપીને બધાં ત્યાંથી રિટર્ન થવા માટે નીકળે છે અને ધીમે ધીમે ચાલતાં ચાલતાં પોતાની કાર તરફ આગળ વધી રહ્યા છે અને અચાનક મીતના મોબાઈલમાં એક મેસેજ આવે છે…તેણે ફોન હાથમાં લઈને તે વાંચ્યો અને તે નર્વસ થઈ ગયો…સૂનમૂન થઈ ગયો…વિચારોમાં ખોવાઈ ગયો…એવો શું મેસેજ હશે જેણે મીતને ...Read More

35

લવ યુ યાર - ભાગ 35

મીત જેનીને કહી રહ્યો હતો કે, " પણ હું તો અત્યારે ઈન્ડિયામાં છું. "જેનીએ મીતની વાત વચ્ચે જ કાપી તે બોલી, " હા મને બધીજ ખબર છે કે, તું અત્યારે ઈન્ડિયામાં છે અને તારા જસ્ટ મેરેજ થયા છે પણ યાદ છે તને એકવખત તે મને પ્રોમિસ આપી હતી કે, મારે જીવનમાં કોઈ વાર તારી મદદની જરૂર પડશે તો તું મને મદદ કરશે તો મારે અત્યારે તારી ખૂબ જરૂર છે. પ્લીઝ અહીં આવી જા અને મને હેલ્પ કર.. પ્લીઝ યાર...અને જેની ફરીથી રડવા લાગી...હવે શું કરવું ? મીત સતત એકની એક વાત વિચારી રહ્યો હતો.... અને એટલામાં તેના મોબાઈલમાં સાંવરીનો ...Read More

36

લવ યુ યાર - ભાગ 36

મીત અને સાંવરી બંને પોતાની ગ્રાન્ડ મેરેજ પાર્ટી એન્જોય કરી રહ્યા હતા અને એટલામાં ફરીથી મીતના મોબાઈલમાં જેનીનો ફોન એટલે મીત ફોન લઈને સાઈડમાં ગયો અને તેણે ફોન ઉપાડ્યોજેની થોડી અકળાયેલી જ હતી અને મીતને પૂછી રહી હતી કે, "ક્યાં છે તું ? તારો ફોન કેમ નથી લાગતો ?"મીત: હું બહાર છું અને થોડા કામમાં છું બોલને તારે શું કામ છે ?જેની: તું અહીં આવવાનો છે કે નહિ ?મીત: હા, આવવાનો છું.જેની: ક્યારે આવે છે તું અહીંયા મારે અરજન્ટલી તારી મદદની જરૂર છે.મીત: એ બધું હું તને પછી ફોન કરીને જણાવીશ અત્યારે હું થોડો બીઝી છું ચાલ મૂકું બાય. ...Read More

37

લવ યુ યાર - ભાગ 37

સાંવરી અલ્પાબેનના ગાલ ઉપર પોતાના નાજુક હાથ ફેરવતી જતી હતી, તેમનાં આંસુ લુછતી જતી હતી અને તેમને સમજાવીને શાંત રહી હતી. કમલેશભાઈ, અલ્પાબેન સાંવરીના મમ્મી પપ્પા, બંસરી, તેની નાનકડી લાકડી દીકરી હેત્વી તેમજ સાંવરીના જીજુ બધાજ સાંવરી તેમજ મીતને વિદાય કરવા માટે એરોડ્રામ ઉપર આવ્યા હતા. સાંવરી તેમજ મીત બધાને પગે લાગ્યા. સાંવરીએ પોતાની લાડકી ભાણી હેત્વીને ખૂબજ વ્હાલ કર્યુ, કીસ કરી અને તેની આંખો સ્હેજ ભરાઈ આવી... બધાને બાય કહીને બંનેએ વિદાય લીધી અને લંડન તરફ ઉડાન ભરી...મીત અને સાંવરી કંપનીના બોસ લંડન આવી રહ્યા છે તે જાણીને લંડનની ઓફિસમાં થોડી ચહલપહલ મચી ગઈ હતી અને જેની, જેના ...Read More

38

લવ યુ યાર - ભાગ 38

મીત સાંવરીની બાજુમાં જઈને સૂઈ ગયો પરંતુ આજે તેનું મગજ આમ વિચારે જ ચઢી ગયું હતું અને એટલામાં સાંવરીએ ફેરવ્યું અને તે જાગી ગઈ મીતને જાગતો જોઈને તેણે તરતજ મીતને પૂછ્યું કે, " કેમ હજી સૂતો નથી, ઉંઘ નથી આવતી તને ? " અને મીત જાણે વિચારોમાંથી બહાર આવ્યો અને તેણે જેનીની બધીજ વાતો અને ચિંતા બાજુ પર મૂકી દીધી અને " આઈ જા મારી ડાર્લિંગ " તેમ બોલીને પોતાની સાંવરીને પોતાની બાહુપાશમાં જકડી લીધી અને બંને એકબીજામાં ખોવાઈ ગયા જાણે તે બે નહીં પણ એક જ હોય તેમ....બીજે દિવસે સવારે મીત ઓફિસે જવા માટે નીકળ્યો એટલે સાંવરીએ તેને ...Read More

39

લવ યુ યાર - ભાગ 39

જેની બોલી રહી હતી અને મીત સાંભળી રહ્યો હતો, "હું શું કામ મારા સુજોયનું ખૂન કરું ? મને તો સુજોય મારા જીવથી પણ વધુ વ્હાલો હતો મેં જ્યારે તેની સાથે લગ્ન કર્યા ત્યારે મને તે એટલો વ્હાલો નહોતો કારણ કે ત્યારે હું તેને એટલા નજીકથી ઓળખતી નહોતી પણ તેની સાથે રહ્યા પછી હું તેને સમજી શકી હતી અને મારા સાદા સીધા સુજોયના પ્રેમમાં પડી હતી. અમે લગ્ન કર્યા ત્યારે તેનાં મમ્મી જીવીત હતા પણ સુજોય તેમને ગામમાં એકલા છોડીને જ પોતાની જોબ માટે અહીં લંડનમાં એકલો જ રહેતો હતો અને અમારા લગ્નના બે મહિના પછી તેમનું સીવીયર હાર્ટએટેકમાં મૃત્યુ ...Read More

40

લવ યુ યાર - ભાગ 40

મીત પોતાની કાર ડ્રાઈવ કરીને પોતાના ઘરે સાંવરીને લેવા માટે જતો હતો અને એટલામાં જેનીનો ફોન આવ્યો કે, "બે કોન્સ્ટેબલ આવ્યા છે મને થોડી પૂછપરછ કરવા માંગે છે તો તું અહીં મારા ઘરે આવને."મીત ધર્મસંકટમાં મૂકાઈ ગયો એકબાજુ સાંવરી એક કલાકથી તેની રાહ જોઈને બેઠી હતી જેને લેવા માટે પોતે જઈ રહ્યો હતો અને બીજી બાજુ જેની તેને પોતાના ઘરે બોલાવી રહી છે. હવે જો સાંવરીને લેવા માટે ન જાય તો સાંવરી તેનાથી વધુ નારાજ થઈ જાય અને જેનીના ઘરે ન જાય તો સુજોયના કેસથી તે વાકેફ ન થઈ શકે. હવે શું કરવું ? તેમ તે વિચારી રહ્યો હતો. ...Read More

41

લવ યુ યાર - ભાગ 41

મીત જેનીને કહી રહ્યો હતો કે, બસ તો પછી, ભોગવે તેની ભૂલ. તે સુજોય સાથે લગ્ન કર્યા છે તો જે પરિસ્થિતિ હોય તે તારે સ્વીકારવી જ રહી માટે તે માટે તારે તૈયાર રહેવાનું અને ખૂબ હિંમત રાખ અને ઈશ્વર ઉપર શ્રદ્ધા રાખ ઈશ્વરને પ્રાર્થના કર કે સુજોયનો ખૂની જલ્દીથી પકડાઈ જાય અને તને આ બધામાંથી છૂટકારો મળે. આમ હિંમત હારી જઈશ તો કઈરીતે ચાલશે ?જેની: હા સાચી વાત છે તારી મારે હિંમત તો રાખવી જ પડશે. (જેની થોડી મક્કમ થતાં બોલી.)જેની: એક છેલ્લો પ્રશ્ન પૂછું તને ?મીત: હા બોલ.જેની: તું આજે રાત્રે મારા ઘરે મારી સાથે રોકાવા માટે આવીશ ...Read More

42

લવ યુ યાર - ભાગ 42

પોતાની ઓફિસમાં કોઈ ચોરી કરી રહ્યું છે તેવું સાંવરીને લાગી રહ્યું છે અને માટે તે સતત ચિંતિત છે અને આ વાત માનવા માટે તૈયાર નથી તેથી તે એકલી એકલી મનમાં ને મનમાં કંઈક બબડે છે તો મીત તેને પૂછી રહ્યો છે કે, " શું બબડે છે એકલી એકલી ? "સાંવરી: હું તને કહીશ તો તું નહીં માને પણ નક્કી આપણી કંપનીમાં કોઈ ચોર છે જે માલની આઘી પાછી કરે છે અને તે વેચી દે છે અને તે પૈસા પોતાના ખિસ્સામાં મૂકે છે.મીત: એવું કંઈ ના હોય યાર અને એવું કંઈ હોય તો અત્યાર સુધી પકડાયા વગર થોડું રહે ? ...Read More

43

લવ યુ યાર - ભાગ 43

"અરે પણ મારે અત્યારે નથી ન્હાવું" મીત બોલી રહ્યો હતો પણ તેનું સાંભળે કોણ ! અને સાંવરીએ મીતને આખોય દીધો સાવરમાં પણ અને પોતાના પ્રેમમાં પણ.‌..તે એટલાં બધાં પ્રેમથી કહી રહી હતી કે મીતને તેનું કહેલું કરવું જ પડે અને એક સુંદર કપલ આંખમાં આંખ પરોવીને સાવરબાથ લઈ રહ્યું હતું. પછી સાંવરી ટોવેલ લપેટીને બહાર નીકળી અને પોતાનું નાઈટગાઉન પહેરીને તે બેડમાં આડી પડી એટલામાં મીત પણ નામહીધોઈને ફ્રેશ થઈને પોતાના નાઈટ ડ્રેસમાં સાંવરીની બાજુમાં આડો પડ્યો. અને ફોનની રીંગ વાગી એટલે સાંવરીએ ફોન ઉઠાવ્યો અને તે થોડી વિચારમાં પડી ગઈ એકાએક જાણે ચિંતામાં ડૂબી ગઈ." સાવુ બેટા, બોલ ...Read More

44

લવ યુ યાર - ભાગ 44

નક્કી કર્યા મુજબ મીત અને સાંવરીની લગ્નની ગ્રાન્ડ પાર્ટીનું આયોજન લંડનની સારામાં સારી ફાઈવસ્ટાર હોટલ ડાઉનટાઉનમાં કરી દેવામાં આવ્યું મીત અને સાંવરી આજે ખૂબજ ખુશ હતાં સાથે સાથે તેમની ઓફિસ સ્ટાફ પણ ખૂબજ ખુશ હતો. મીત અને સાંવરીએ દરેકને સૂચના આપી દીધી હતી કે કોઈએ પણ ગીફ્ટ કે કંઈજ રોકડ રકમ લાવવાની નથી તેઓ તે સ્વીકારશે નહીં બસ ફક્ત બધાએ પોતાના બ્લેઝીન્ગ્સ જ પોતાની સાથે લઈને આવવાનું છે અને પાર્ટી એન્જોય કરીને ઘરે જવાનું છે. પાર્ટીનો માહોલ ખૂબજ સરસ રીતે જામેલો હતો મીત અને સાંવરી એક ખૂબજ સુંદર કપલ તૈયાર થઈને પાર્ટીના હોલમાં પ્રવેશી રહ્યું હતું. મીતે સાંવરીનો ફેવરિટ ...Read More

45

લવ યુ યાર - ભાગ 45

સાંવરીની વાત સાંભળીને દિવાકરભાઈના છક્કા છૂટી ગયા છેલ્લા પાંચ વર્ષની આવક જાવકનો હિસાબ પોતાના લેપટોપમાં કઈરીતે બતાવવો તેમ તે પડી ગયા એટલે તેમણે સાંવરીને એમ કહી દીધું કે મેડમ આજે હું મારું લેપટોપ જ નથી લાવ્યો. સાંવરી દિવાકરભાઈને બરાબર ઓળખી ગઈ હતી અને તે મનમાં ને મનમાં વિચારી રહી હતી કે, 'હોઠ સાજા તો ઉત્તર ઝાઝા' એવું છે આ માણસ થોડો વધારે પડતો જ સ્માર્ટ બની રહ્યો છે અને ચોર પણ તે જ છે અને સાબિતી વગર મીત તો તેને ચોર માનવા માટે જરા પણ તૈયાર જ નહીં થાય. તેને ખુલ્લો પાડવા માટે મારે કંઈક કીમીયો ઘડવો પડશે... અને ...Read More

46

લવ યુ યાર - ભાગ 46

હવે દિવાકરભાઈના પગ નીચેથી ધરતી ખસી રહી હતી તેમનાં હોંશકોશ ઉડી રહ્યા હતા. ધરતી માર્ગ આપે તો હું સમાઈ તેવું તે વિચારી રહ્યા હતા પરંતુ પાપી માણસોને ધરતી પણ માર્ગ આપતી નથી. તેમણે તો એવું સ્વપ્નમાં પણ વિચાર્યું નહોતું કે,સાંવરી મેડમ સવારે વહેલા જાતે એકલા ગોડાઉન ઉપર જઈને ગોડાઉનની વીઝીટ કરી આવ્યા હશે. દિવાકરભાઈ મનમાં ને મનમાં બબડી રહ્યા હતા કે..." ઑહ માય ગોડ આ બધું શું થઈ ગયું ?? " હવે ધીમે ધીમે સાંવરી દિવાકરભાઈનું એક પછી એક જૂઠ અને એક પછી એક ચોરી પકડી રહી હતી.... અને મીત તો આ બધું સાંભળીને જાણે દંગ જ રહી ગયો ...Read More

47

લવ યુ યાર - ભાગ 47

દિવાકરભાઈએ જે કર્યું તેનાથી કેટલા પૈસાનું કંપનીને નુકસાન થયું તેનો આંકડો સાંવરી કાઢી રહી હતી અને આજે તે બધોજ કમ્પલીટ કરવા માંગતી હતી અને એટલામાં તેના સેલફોનમાં રીંગ વાગી... તેણે ફોન ઉપાડ્યો અને વાત કરતાં કરતાં તે પોતાની ચેર ઉપરથી ઉભી થઈ ગઈ.. અને થોડી ચિંતામાં ડૂબી ગઈ...સાંવરીની સીસ્ટર બંસરીનો ફોન હતો કે, " દીદી પપ્પાની તબિયત થોડી વધારે બગડતી જાય છે હવે શું કરવું કંઈજ સમજમાં આવતું નથી મમ્મી પણ થોડી ઢીલી પડી ગઈ છે અને માટે જ હું અહીં થોડા દિવસ મમ્મીના ઘરે રહેવા માટે આવી છું જેથી મમ્મીને થોડી હેલ્પ રહે પણ મને ખૂબજ ચિંતા થાય ...Read More

48

લવ યુ યાર - ભાગ 48

મીત સાંવરીની આંખમાં આંખ પરોવીને ખૂબજ પ્રેમથી તેને કહી રહ્યો હતો કે, "પહેલા હું ઈન્ડિયા આવું તો પણ ઈન્ડિયાની બહુ ઓછો આવતો ત્યાંના મિત્રો સાથે એન્જોયમેન્ટ માટે ક્લબમાં ને બહાર ફરવા ને એમ નીકળી જતો પણ તને જોવા અને મળવાની અને તારી સાથે વાત કરવાની ઘેલછાએ મને ત્યાંની ઓફિસમાં રેગ્યુલર આવતો કર્યો. મારે તને બરાબર જોવી હતી તને સમજવી હતી તારાથી હું સરપ્રાઈઝ્ડ હતો આવી કોઈ છોકરી હોઈ શકે કે જે બિઝનેસમાં આટલી બધી પાવરધી હોય તે મારા માટે અનબીલીવેબલ હતું અને માટે જ "હું ઈન્ડિયા હમણાં નહીં આવું મોમ" તેમ મોમને "ના" પાડીને આવ્યો હતો પણ તે, મને ...Read More

49

લવ યુ યાર - ભાગ 49

મીત બોલી રહ્યો હતો અને સાંવરી સાંભળી રહી હતી, " વરસાદ, ચા અને ગમતી વ્યક્તિનો સાથ, મદહોશ કરી દે મિશ્રણ હતું...!!વરસાદના ફોરા માટીમાં ભળીને કેવી સુગંધ ફેલાવી રહ્યાં હતાં. તરસી ધરતી જાણે તૃપ્ત થઈને સુગંધ ફેલાવીને બધાને પોતાની ખુશીની જાણ કરતી હોય તેવું લાગી રહ્યું હતું. આપણાં બંનેના હ્રીદીયાના મિલનની સમગ્ર અસ્તિત્વ જાણે નોંધ લઈ તેમાં સામેલ હોય તેમ મોર ટહુકા કરી રહ્યો હતો અને કોયલ પોતાના મીઠાં મધુરા અવાજમાં આપણાં મિલનના જાણે ગીત ગાઈ રહી હતી. કેટલી અદ્ભૂત અને સુંદર એ સાંજ હતી....!! " (સાંવરી અને મીતની આંખો એકમેકમાં પરોવાઈ ગઈ હતી અને બંને જાણે એકબીજાની અંદર ઉતરી ...Read More

50

લવ યુ યાર - ભાગ 50

ઈન્ડિયા આવવા માટે સાંવરી પોતાના સાસુની પરમિશન લઈ રહી હતી અને તેમને કહી રહી હતી કે, " હા મોમ, દિવસનો તો સવાલ છે પછી ડેડીની તબિયત સારી થશે એટલે તરત જ હું અહીંયા પાછી આવી જઈશ. " અલ્પાબેન: સારું વાંધો નહીં બેટા તો આવજે ઈન્ડિયા. મીતને એકલા મૂકીને જવાનું સાંવરીનું મન જરાપણ નહોતું પણ પોતાના ડેડીને કારણે તે તૈયાર થઈ હતી અને તેમાં પણ પછી તો પોતાના મધર ઈન લોવની પરમિશન મળી એટલે સાંવરીને થોડી રાહત થઈ તેણે તરતજ મીતને પોતાની ટિકિટ બુક કરાવી દેવા કહ્યું અને તે જ દિવસની રાત્રિની ટિકિટ તેને મળી ગઈ. સાંવરીએ ફટાફટ પોતાનો સામાન ...Read More

51

લવ યુ યાર - ભાગ 51

મીત સાંવરીને મૂકીને રીટર્ન થયો એટલે તેને પણ થોડું સૂનું સૂનું લાગવા લાગ્યું અને તે પણ એમ વિચારવા લાગ્યો મને એકલા એકલા તો નહીં જ ગમે પણ હવે શું થાય સાવુના પપ્પાની તબિયત આટલી બધી બગડી હોય તો તેને મોકલવી તો પડે જ ને !! પણ ખરેખર ઘણાંબધાં લાંબા સમય પછી હું અને સાંવરી આ રીતે છૂટાં પડ્યા છીએ.. તેના વગર રહેવું જાણે મુશ્કેલ જ નહીં નામુમકીન છે તેને પણ ગમતું નહીં હોય પણ હવે શું થાય ?? લાવ તેને ફોન કરું... અને તરતજ મીતે સાંવરીને ફોન લગાવ્યો...મીત: બોલ શું કરે છે ડિયર ? સાંવરી: બસ, તારા જ વિચારો ...Read More

52

લવ યુ યાર - ભાગ 52

સાંવરીની ફ્લાઈટે ઈન્ડિયાભણી ઉડાન ભરી લીધી હતી. સાંવરી મીતને એકલો મૂકીને જવા નહોતી ઈચ્છતી પરંતુ તેને જવું પડ્યું હતું. સાંવરીને વિદાય કરીને પાછો વળી રહ્યો હતો અને જેનીએ તેને પોતાના ઘરે બોલાવ્યો અને તેનો મનપસંદ વેજીટેબલ પુલાવ ખવડાવીને તેને ખુશ કરી દીધો. કહેવાય છે ને કે, કોઈને તમારા પોતાના કરવા હોય તો તેને રોજ તમારા હાથનું જમવાનું બનાવીને જમાડવાનું શરૂ કરી દો તો તે ઓટોમેટિક તમારા થઈ જશે. આજે લંડનમાં બહારનું વેધર થોડું ઠંડુ હતું એટલે જેનીએ મીતને પોતાના ઘરે રોકી લીધો હતો. મીત જેનીના સુસજ્જ બેડરૂમમાં સૂઈ જવાની તૈયારી કરતો હતો અને પોતાની સાંવરી ક્યારે ફોન ચાલુ કરશે ...Read More

53

લવ યુ યાર - ભાગ 53

જેની તો આજે ખૂબજ ખુશ હતી કારણ કે, મીતની કંપનીમાં તેને જોબ મળી ગઈ હતી. તેને મીત પહેલેથી જ ગમતો હતો પરંતુ મીતે તેની સાથે લગ્ન કરવાની "ના" પાડી દીધી હતી એટલે તેનાં અરમાન અધૂરાં ને અધૂરાં જ રહી ગયા હતા. હવે પાછું ફરીથી તેને મીત સાથે કામ કરવા મળ્યું એટલે તે રાજીના રેડ થઈ ગઈ હતી કે ચાલો એ બહાને પણ મીતની સાથે તો રહી શકાશેને... આજે મીતની કંપનીમાં તેનો પહેલો દિવસ હતો તેથી તે ખૂબ જ સરસ ડ્રેસિંગ કરીને તૈયાર થઈને આવી હતી ઓફિસમાં પહોંચી ત્યારે મીત હજી આવ્યો ન હતો તેને રિસેપ્શન ઉપર જ રોકી એટલે ...Read More

54

લવ યુ યાર - ભાગ 54

મીત પોતાની સાંવરી સાથે પ્રેમથી વાત કરી રહ્યો હતો અને તેને કહી રહ્યો હતો કે, " અરે ગાંડી, એટલી મારી ચિંતા ન કર્યા કરીશ હું તો બહારથી ઓર્ડર કરીને મંગાવીને પણ જમી લઈશ માટે તું ત્યાં ગઈ છે તો તારી તબિયતનો ખ્યાલ રાખજે અને તારા પપ્પાની ખૂબ ટૂક કેર કરજે." અને મીત અને સાંવરીની આ પ્રેમથી ભરેલી એકબીજાની સતત સાથે રહેવા ટેવાયેલા એટલે એકબીજાની સતત ચિંતા કરતી વાતો ચાલી રહી હતી અને એટલામાં મીતના કેબિનનો દરવાજાને બહારથી કોઈએ નૉક કર્યો એટલે મીતે સાંવરીને કહ્યું કે, "ઓકે ઓકે ચાલ મૂકું પછી શાંતિથી વાત કરું તારી સાથે." સાંવરી: ઓકે ચલ બાય ...Read More

55

લવ યુ યાર - ભાગ 55

બંનેએ ગરમાગરમ ઈડલી સંભાર જમી લીધાં અને પછી બંને જણાં ટીવી જોવા માટે બેઠાં. આજેપણ જેનીએ મીતને જમ્યા પછી અહીં પોતાના ઘરે જ રોકી લીધો. આમેય પોતાના ઘરે એકલા એકલા મીતને ઉંઘ આવતી નહોતી.આમ, એક દિવસ બે દિવસ ત્રણ દિવસ ચાર દિવસ ઘણાં દિવસો સુધી બપોરનું લંચ જેની મીત માટે ઓફિસમાં લઈને જ આવતી હતી અને સાંજનું જમવાનું જમવા માટે જેની તેને પોતાના ઘરે જમવા બોલાવતી હતી અને પછી તેને રાત્રિ રોકાણ માટે પોતાના ત્યાં જ રોકી લેતી હતી. સાંવરી ઘણીવાર મીતને જમવાનું શું જમ્યો અને સાચવજે બહારનું ન જમતો તેમ કહ્યા કરતી હતી અને તેને જમવા વિશે પૂછ્યા ...Read More

56

લવ યુ યાર - ભાગ 56

સાંવરીએ પોતાની સાસુ અલ્પાબેનને વાત કરવાનું વિચાર્યું પરંતુ પછી તેને એમ થયું કે, " જો મીતને મારી સાથે વાત હશે તો તે મમ્મી કંઈ નહીં કહે તો પણ કરવાનો જ છે અને જો તેને વાત નહીં જ કરવી હોય તો તે મમ્મી કહેશે તો પણ મારી સાથે વાત નહીં જ કરે. " તો શું કરું ? કારણ કે, જો મમ્મીને હું આ વાત નહીં જણાવું તો પણ મમ્મી અને ડેડી બંને મને બોલશે અને એમ કહેશે કે, " મીત તારી સાથે વાત નહોતો કરતો તો તારે અમને કહેવું જોઈએ ને અમને જણાવવું જોઈએ ને ? " હે ભગવાન, શું ...Read More

57

લવ યુ યાર - ભાગ 57

જેનીની એવી તીવ્ર ઈચ્છા હતી કે આજે મીત મને પોતાના બાહુપાશમાં જકડી લે અને બસ પછી તો તે મારો છે.અને થયું પણ એવું જ મીતે તેને પોતાની નજીક ખેંચી અને પોતાની બાહુપાશમાં તેને જકડી લીધી અને તેનામાં ખોવાઈ ગયો.જેનીની જે ઈચ્છા હતી તે પ્રમાણે જ બધું થઈ રહ્યું હતું. મીતને જે કરવું હતું તે જેનીએ તેને કરવા દીધું અને બંને એક થઈ ગયા. જેની મર્યાદાની તમામ હદ વટાવી ચૂકી હતી અને મીતને તો પોતે શું કરી રહ્યો છે તેનું ભાન જ નહોતું.બસ એ રાત્રે મીત પૂરેપૂરો જેનીનો થઈ ચૂક્યો હતો.હવે આગળ...અને સાંવરીએ એક ઉંડા નિસાસા સાથે લંડનની ધરતી ઉપર ...Read More

58

લવ યુ યાર - ભાગ 58

ખૂબજ મક્કમતાથી પોતાની પાસે જેટલી પણ હિંમત હતી તેટલી એકઠી કરીને સાંવરીએ પોતાની ઓફિસમાં પગ મૂક્યો અને તે પોતાની પ્રવેશી...હવે આગળ...પોતાની કેબિનમાં તેણે પગ મૂક્યો તો તે અચંબામાં પડી ગઈ કારણ કે પોતે જે પ્રમાણે ઓફિસ ગોઠવીને ગઈ હતી તેનાથી કંઈક અલગ જ વ્યવસ્થા તેને જોવા મળી.તે સમજી ગઈ કે આ બધું કોણે કર્યું હશે..તે એ પણ સમજી ગઈ કે મારી જગ્યા જેનીએ લઈ લીધી છે..તેની ચેર ઉપર જેની બેસતી હશે તે દેખાઈ રહ્યું હતું..કારણ કે તે ટેબલ ઉપર જે સામાન પડ્યો હતો તે પોતાનો કે પોતાના મીતનો પણ નહોતો તો તે જેનીનો જ હતો.આ બધું જ જોયા પછી ...Read More

59

લવ યુ યાર - ભાગ 59

સાંવરીએ મીતને, તે જેનીના બહેકાવમાં આવી ગયો છે તે વાત પણ સમજાવવાની કોશિશ કરી..પરંતુ મીતને માથે જેનીનું ભૂત અને કાળ બંને ઘૂમી રહ્યા હતા.. તેને સાંવરીની એકપણ વાત ગળે ઉતરતી નહોતી..તેણે પણ સાંવરીને જણાવી દીધું કે પોતે જેનીની સાથે જ રહેશે હવે તે કોઈપણ સંજોગોમાં જેનીને છોડવાનો નથી માટે તું અહીંથી લંડનથી ઈન્ડિયા ચાલી જા...પછી તે બબડતો બબડતો પોતાના ઘર તરફ ચાલવા લાગ્યો અને રસ્તામાં લથડીયા ખાતાં ખાતાં જતો હતો અને એક ટેક્સીની અડફેટમાં આવી ગયો..લોહી લુહાણ થઈને જમીન ઉપર ધબાક દઈને ફસડાઈ પડ્યો.... હવે તેને બિલકુલ ભાન જતું રહ્યું હતું.... ટેક્સી ડ્રાઈવર ખૂબ સારો માણસ હતો તે તેને ...Read More

60

લવ યુ યાર - ભાગ 60

"જી હું, હું તેમની પત્ની છું.. શું થયું છે તેમને ? તે હેમખેમ તો છે ને ? અને તમે છો ?" સાંવરી ચિંતામાં સરી પડી હતી તેના મનમાં અનેક પ્રશ્નો ઉદ્ભવી રહ્યા હતા.ટેક્સી ડ્રાઈવર બોલી રહ્યો હતો અને સાંવરી સાંભળી રહી હતી, "મેડમ, શાંતિ રાખો હું તમને બધું જ શાંતિથી સમજાવું છું"તમે બહુ સારું કર્યું ભાઈ કે એમને હોસ્પિટલમાં પહોંચાડ્યા હું તમારો જેટલો આભાર માનું તેટલો ઓછો છે... મને એ હોસ્પિટલનું એડ્રેસ જણાવશો પ્લીઝ..""જી હા"અને પેલા ટેક્સી ડ્રાઈવરે સાંવરીને હોસ્પિટલનું એડ્રેસ જણાવ્યું...હવે આગળ...સાંવરીએ તેનો ખૂબ ખૂબ આભાર માન્યો અને તે ભગવાનનું રૂપ લઈને આવ્યો છે તેમ કહ્યું. અને ફોન ...Read More

61

લવ યુ યાર - ભાગ 61

બપોરના 12.39નો સમય થયો હતો. શહેરના રિચેસ્ટ એરિયામાં રહેલા "નાણાવટી હાઉસ"ના માલિક શ્રી કમલેશભાઈના ઘરે આજે કુળ દિપકનો જન્મ હતો. આખાયે પરિવારમાં ખુશીની છોળો ઉછળી રહી હતી વાતાવરણ આનંદથી ભરપુર બની ગયું હતું બરાબર સત્યાવીસ વર્ષ પછી આ ઘરમાં દિકરાનો જન્મ થયો હતો.નાણાવટી કુટુંબના વારસદારનો જન્મ થયો હતો. શ્રી કમલેશભાઈ નાણાવટીના કુળનો દિપક તેના ડેડી મિતાંશના જેવો જ રૂપાળો અને ઉંચો હતો અને મોમ સાંવરીના જેવો જ તેજસ્વી બનશે તેવું તેના મોં ઉપર તેજ રેલાઈ રહ્યું હતું અને તેટલે જ તો તેનો જન્મ શ્રી કમલેશભાઈ નાણાવટીના કહેવાથી બરાબર બપોરના 12.39 વાગ્યે પંચાંગમાં જોયા વગરના આ શુભ મુહૂર્તે જ કરાવવામાં ...Read More

62

લવ યુ યાર - ભાગ 62

જ્યારથી સાંવરી ખોળો ભરીને પોતાના પિયર ગઈ હતી ત્યારનો મિતાંશ જાણે એકલો પડી ગયો હતો એટલે તે તો પોતાની આ વાત સાંભળીને જ ખુશ થઈ ગયો અને જાણે ઉછળી પડ્યો અને તરતજ બોલી પડ્યો કે, "હા હા એ જ બરોબર છે"અને પછી તેણે સાંવરીની સામે જોયું બંનેની નજર એક થઇ એટલે તે ઈશારાથી સાંવરીને કહેવા લાગ્યો કે, "ચાલ આપણાં ઘરે"અને સાંવરી તેને ઈશારાથી શાંતિ રાખવા સમજાવી રહી હતી અને આ બંનેની ઈશારા ઈશારામાં વાત થતાં અલ્પાબેન પણ જોઈ ગયા અને સોનલબેન પણ જોઈ ગયા એટલે બંને હસી પડ્યા અને મિતાંશ શરમાઈને રૂમની બહાર નીકળી ગયો.મિતાંશના પ્રેમભર્યા ઈશારાથી પોતાના ઘરે ...Read More

63

લવ યુ યાર - ભાગ 63

લવ યુ યાર ભાગ-63રસ્તામાં કાર ચલાવતાં ચલાવતાં મિતાંશને પોતાના વ્હાલસોયા દિકરાનું નામ શું રાખવું તે વિચાર આવ્યો....અને તે વિચારી કે આ વાત તો સાંવરી સાથે ડીસ્કસ કરવાની રહી જ ગઈ...અને પછી પોતે પોતાના વ્હાલસોયા દીકરાના નામ વિશે વિચારવા લાગ્યો કે, શું નામ રાખું મારા દિકરાનું? અને તેને વિચાર આવ્યો કે, આ મારો દિકરો, મારા અને સાંવરીના પ્રેમનું પ્રતિક છે તો તેનું નામ "લવ" રાખીએ તો? અને તેણે તરતજ સાંવરીને ફોન કર્યો. હજુ હમણાં તો અહીંથી ગયો છે અને એટલીવારમાં મિતનો ફોન આવ્યો એટલે સાંવરી પણ વિચારમાં પડી ગઈ અને તરતજ તેને પૂછી બેઠી કે, "હજુ હમણાં તો તું અહીંથી ...Read More

64

લવ યુ યાર - ભાગ 64

લવ યુ યાર ભાગ-64શ્રી કમલેશભાઈ તો આજે ખૂબજ ખુશ છે તેમના અવાજમાં જ ભરપૂર ખુશી છલકાઈ રહી છે અને ખુશી સાથે તે મિતાંશને કહી રહ્યા છે કે, "બેટા આપણાં આ લાડકવાયા દિકરાના જન્મની અનહદ ખુશી અને સાથે સાથે તે બીજી એક ખુશી પણ સાથે લઈને આવ્યો છે આપણે તો અબજોપતિ બની જઈશું અબજોપતિ...!!આપણો આ લાડકવાયો નસીબ લઈને આવ્યો છે તું કરોડોમાં રમ્યો અને મને લાગે છે કે તે અબજોમાં જ રમશે...!!"અને શું ખુશીના સમાચાર છે તે સાંભળવા બેબાકળો બનેલો મિતાંશ પોતાના પપ્પાને વચ્ચે જ અટકાવતાં બોલે છે કે, "પણ ડેડ શું ખુશીના સમાચાર છે તે તો કહો..."કમલેશભાઈ: યુ ડોન્ટ ...Read More

65

લવ યુ યાર - ભાગ 65

સાંવરી તો આ સમાચાર સાંભળીને જાણે પાગલ જ થઈ ગઈ અને તેમાં પણ પાછા પોતાના દિકરાના પગલે પગલે આ રૂપિયાનો બિઝનેસ મળ્યો હતો એટલે તે વધારે ખુશ થઈ ગઈ હતી.પરંતુ સમસ્યા એ હતી કે આ ઓર્ડર પૂરો કરવા માટે મીતને તાત્કાલિક લંડન જવું પડે તેમ હતું જે સાંવરીને મંજૂર નહોતું...સાંવરી: તું ભોળો છે મીત કોઈની પણ વાતમાં આવી જાય છે અને પછી ફસાઈ જાય છે અને પછી તેમાંથી તને બહાર કાઢવો મારે માટે મુશ્કેલ બની જાય છે.મીત: પણ તું સમજ કે તું અત્યારે થોડી મારી સાથે આવી શકવાની છે અને તું ચિંતા ન કરીશ હવે હું પહેલાનો મિતાંશ નથી ...Read More

66

લવ યુ યાર - ભાગ 66

"કાં તો આ ઓર્ડર જવા દેવો પડે અથવા તો પૈસાની વ્યવસ્થા કરવી પડે બેમાંથી એક જ વસ્તુ થાય તેમ કમલેશભાઈ ચિંતા વ્યક્ત કરતાં બોલ્યા..મિતાંશ: ડેડ તમે ચિંતા ન કરો હું ટ્રાય કરું છું બધું જ થઈ જશે આમ હિંમત ન હારી જાવ આટલો મોટો ઓર્ડર મળ્યો છે કાંઈ એમ જતો ઓછો કરાય??શ્રી કમલેશભાઈ: હા પણ તે પૂરો કરવા માટે તેટલા પૈસાની પણ સગવડ જોઈએ ને બેટા..મિતાંશ: હા ડેડ, હું ટ્રાય કરું છું.અને મિતાંશે ફોન મૂક્યો અને વિચારવા લાગ્યો કે, હવે શું કરવું? કોની પાસેથી પૈસા માંગવા? આટલી મોટી રકમની વ્યવસ્થા ક્યાંથી અને કઈરીતે કરવી?હવે આગળ....શ્રી કમલેશભાઈ: મેં અત્યારે બે ...Read More

67

લવ યુ યાર - ભાગ 67

સાંવરીના મમ્મી સોનલબેન સાંવરીને સમજાવી રહ્યા છે કે, "ધંધામાં પૈસાની જરૂર હોય તો અલ્પાબેન તેમના પોતાના દાગીના હોય તે મૂકી દે તારા દાગીના તારે ગિરવે મૂકવાની શું જરૂર? કાલે ઉઠીને ધંધામાં બહુ મોટું નુક્સાન જશે તો તું તો સાવ હાથે પગે થઇ જઈશ અને હજુ તો તારે આ છોકરાને મોટો કરવાનો છે અને ભણાવવા ગણાવવાનો છે તને લાગે છે તેટલું આ બધું સહેલું નથી બેટા તું મુશ્કેલીમાં મુકાઇ જઈશ મારા દિકરા."હવે સાંવરી પોતાના નિર્ણય ઉપર અડગ રહે છે કે પોતાની મમ્મીના કહેવા પ્રમાણે પોતાના દાગીના ગીરવે મૂકવા તૈયાર નથી થતી..??હવે આગળ...સાંવરીને પોતાની મોમની કડવી પણ સત્ય વાત ગળે ઉતરતી ...Read More

68

લવ યુ યાર - ભાગ 68

અલ્પાબેન, કમલેશભાઈ તેમજ મિતાંશની ખુશી આજે ચરમસીમાએ પહોંચી ગઈ હતી તેમણે ખૂબજ પ્રેમથી સાંવરીને અને પોતાના ઘરમાં પધારેલ નવા પોતાના લાડકવાયા પૌત્રને આવકાર્યા અને ફૂલોની ચાદર ઉપર પગ મૂકી મૂકીને સાંવરી પોતાના આલિશાન બંગલામાં પ્રવેશી રહી હતી... ધીમું ધીમું મ્યુઝિક વાગી રહ્યું હતું વાતાવરણ એકદમ મધમધતુ હતું અને ખુશીના માર્યા બગીચામાં રહેલા ફૂલ છોડ તેમજ પક્ષીઓ પણ જાણે સાંવરીના અને નાના બાળકની આવવાની ખુશીમાં મીઠો કલરવ કરીને મીઠું ગીત ગાઈને આવકાર આપી રહ્યા હતા.સાંવરીએ લાલ મરુન કલરની સિલ્કની સાડી પહેરી હતી અને પોતાના નાનકડા બચ્ચાને પણ મરુન કલરનું લિનનનું ઝભલું પહેરાવ્યું હતું અને મિતાંશને પણ તેણે મરુન કલરનું ...Read More

69

લવ યુ યાર - ભાગ 69

સાંવરીએ મનોમન નક્કી કરી લીધું કે, હું મારા મીતને એકલો નહીં પડવા દઉં મમ્મી પપ્પાની અને સાસુ સસરાની પરમિશન આ નાનકડા લવને ડૉક્ટરી ચેકઅપ કરાવી જલ્દીથી મારા મીત પાસે પહોંચી જઈશ અને આ નિર્ણય સાથે તે પોતાના મમ્મી પપ્પા સાથે પોતાના ઘરે આવી...અને મીતે પણ લંડનભણી પોતાની ઉડાન ભરી લીધી....લંડનની ધરતી ઉપર પગ મૂકતાં વેંત જ મિતાંશને જાણે ત્યાંની સુહાની સવારની એક અદમ્ય ઠંડકનો અહેસાસ થયો અને એ માટીની સુગંધ જાણે કંઈક અલગ જ આવી રહી હતી તેમ તેણે અનુભવ્યું. તેણે એક ઉંડો શ્વાસ લીધો અને તેની નજર સમક્ષ તેના હાથમાં હાથ લઈને ચાલતી તેની હસતી ખેલતી સાંવરી આવી ...Read More

70

લવ યુ યાર - ભાગ 70

બીજે દિવસે સવારે તે થોડો વહેલો જ ઉઠી ગયો અને પરમેશના હાથની ચા પીને પરમેશને જમવાનું બનાવીને ટિફિન લઈને ઓફિસે પહોંચવાનું કહીને પોતે પોતાના ગોડાઉને જવા માટે નીકળી ગયો. અને ગોડાઉને પહોંચીને તેણે આખાયે ગોડાઉનનું ચેકીંગ કરી લીધું કે પોતાનો જૂનો બનેલો માલ કેટલો પડ્યો છે, કાચો માલ કેટલો પડ્યો છે અને નવા ઓર્ડર માટે શું વ્યવસ્થા કરવાની જરૂર છે. લગભગ આ બધું કરતાં તેને દોઢેક કલાક લાગી ગયો અને આ બધું કામ પૂરું કર્યા પછી તે ઓફિસે પહોંચી ગયો જ્યાં પોતાની કેબિનમાં બેસીને તેણે નવા ઓર્ડરનો આખો પ્રોજેક્ટ પેપર ઉપર તૈયાર કરી દીધો અને ત્યારબાદ સ્ટાફ મીટીંગ બોલાવી ...Read More

71

લવ યુ યાર - ભાગ 71

સુરેશભાઈ મિતાંશને સમજાવી રહ્યા હતા કે, "જો બેટા, સાચું કહું હમણાં તો મને પોલોકેબ કંપનીનો ખૂબ મોટો ઓર્ડર મળ્યો અને તેને મારે ખૂબ મોટા જથ્થામાં રૉમટીરીયલ્સ મોકલી આપવાનું છે જે ઓર્ડર મેં લઈ લીધો છે અને તું થોડોક મોડો પડ્યો છે નહીં તો હું પહેલા તારો ઓર્ડર લઈ લેત પણ હવે તે શક્ય નથી."સુરેશભાઈની આ વાત સાંભળીને મિતાંશના મગજનો તો જાણે ફ્યુઝ જ ઉડી ગયો...પરંતુ તેણે ખૂબ હિંમત રાખી અને સુરેશભાઈને પોતાની વાત મનાવવા માટેનો નિરર્થક પ્રયત્ન કરતો હોય તેમ તે બોલ્યો, "અંકલ પણ તમે થોડું મટીરીયલ તેમને મોકલી આપો અને થોડું મને મોકલી આપો."સુરેશભાઈ: તારી વાત સાચી છે ...Read More

72

લવ યુ યાર - ભાગ 72

સાંવરી વારંવાર તે નંબર ઉપર ફોન કરતી રહી પરંતુ ફોન ઉપડ્યો નહીં. છેવટે તેણે મિતાંશને તે નંબર ઉપર ફોન કહ્યું તો સામેથી જે જવાબ આવ્યો તે સાંભળીને મિતાંશને જાણે ચક્કર આવી ગયા તે પોતાની ચેર ઉપરથી ઉભો થઈ ગયો અને જોરજોરથી સામેવાળી વ્યક્તિને પૂછવા લાગ્યો કે, તમે આ રીતે ઓર્ડર કેન્સલ કઈરીતે કરી શકો? અને તો પછી તમારે મને ના પાડી દેવી જોઈતી હતી ને તો હું આટલું બધો માલ તૈયાર જ ન કરાવત ને..!! હવે આટલું બધું પેકેજીંગ મટીરીયલ્સ હું કોને વેચીશ અને શું કરીશ? મારા તો કેટલા બધા પૈસા આમાં લાગેલા છે અને મારી તો કંપની પણ ...Read More

73

લવ યુ યાર - ભાગ 73

કિસ્મત પણ રુઠે ત્યારે બધી બાજુએથી રુઠી જાય છે.. સાંવરીએ પોતાના મિતાંશને ખૂબજ હિંમત આપી પરંતુ તેને એકલો ઓફિસમાં ઘરે જવાની તેની હિંમત ન ચાલી તેણે મિતાંશને પોતાની સાથે ઘરે આવવા માટે તૈયાર કર્યો અને બંને પોતાના ઘરે જવા માટે નીકળ્યા.મિતાંશ ખૂબજ ડિસ્ટર્બ હતો એટલે કાર પણ પોતે ચલાવવા માટે લઈ લીધી અને સાંવરી રસ્તામાં તેને સાંત્વના આપતી રહી કે, "બધું બરાબર થઈ જશે, તું ચિંતા ન કરીશ મિતાંશ અને ડેડીને પણ સારું થઈ જશે હમણાં મોમનો ફોન આવશે જોજેને..." અને મિતાંશ ધ્રુસકે ને ધ્રુસકે રડી પડ્યો. હવે આગળ....બરાબર અડધા કલાક પછી મિતાંશના મોબાઈલમાં અલ્પાબેનનો ફોન આવ્યો કે, તારા ...Read More