મહેક - ભાગ :-૧જુલાઇ મહિનાની એક અંધારી રાતના બાર-સવાબારનો સમય થયો હતો. વરસાદનું એક ઝાપટું વરસીને શાંત થઈ ગયું હતું. ઠંડા પવન સાથે માટીની સુગંધ આવી રહી હતી. આકાશમાં વાદળ વિખરાઈ ગયા હતા. સ્વચ્છ આકાશમાં ટમટમતા તારલા સુંદર લાગી રહ્યા હતા. એ સમયે એક પડછાય
Full Novel
મહેક
મહેક - ભાગ :-૧જુલાઇ મહિનાની એક અંધારી રાતના બાર-સવાબારનો સમય થયો હતો. વરસાદનું એક ઝાપટું વરસીને શાંત થઈ ગયું ઠંડા પવન સાથે માટીની સુગંધ આવી રહી હતી. આકાશમાં વાદળ વિખરાઈ ગયા હતા. સ્વચ્છ આકાશમાં ટમટમતા તારલા સુંદર લાગી રહ્યા હતા. એ સમયે એક પડછાય ...Read More
મહેક ભાગ-૨
મહેક - ભાગ-૨કાલાવડ-જામનગર હાઇ-વે પર 'હરીપર' નામનું એક સુંદર ગોકુળિયું ગામ હતું… ગામડાની સંસ્કૃતિ, સંસ્કાર કે, તેની માયા શહેરમાં પણ ઘણા લોકો ભુલતા નથી, તેનું જીવતુ-જાગતુ ઉદાહરણ એટલે 'રસિકભાઈ' હતા. આશિષભાઈના કોલેજના બેસ્ટ ફ્રેન્ડ હતાં. તે પોતાના દરેક નાના-મોટા પ્રસંગો હમેશા ગામડે આવીને ઉજવતા અને આ રીતે પોતાની જન્મભૂમિનું રૂણ ચુકવતા હતા. આજે તેના દિકરાના લગ્ન હતા. રસિકભાઈનાં ઘરની બાજુમાં જ એક નદી વહેતી હતી. એ નદી પર નાનોએવો બાંધ બાંધવામાં આવ્યો હતો. તેમાં જમાં થતું પાણી તળાવનું રૂપ લઈ રહ્યું હતું. નદી તરફનાં દરવાજા પાસે જ એક નાનકડો ઓટલો બનાવ્યો હતો. એ ઓટલા પર લગ્નના શોરબકોરથી દુર શાંતિથી ...Read More
મહેક ભાગ-૩
મહેક:- ભાગ ૩બધાં ફ્રેન્ડસની સાથે વાત કરી કાજલે ફાઈનલી બધાને શિમલા ટુર્સ માટે મનાવી લીધા હતાં. હવે મહેકને મમ્મી-પપ્પાની લેવાની હતી.."મમ્મી...! મારી કોલેજના ફ્રેન્ડસ ટુર્સમાં શિમલા જાય છે." ઝુલા પર મમ્મી પાસે બેસતા મહેકે કહ્યું."મને બતાવે છે &n ...Read More
મહેક ભાગ-૪
મહેક_ભાગ_ ૪મહેક, કાજલ અને રાજેશ હોટલની કેન્ટીનમાં ફ્રેન્ડસ સાથે બ્રેકફાસ્ટ માટે જોડાયા...ત્રણેયને આવી જતા જોઈ ગ્રુપ લીડર યોગેશ બોલ્યો. આપણે અહી બે દિવસ રહેવાનું છે. એટલે આજ ચાલતાં-ચાલતાં આસપાસનાં જોવાલાયક સ્થળની મુલાકાત લઈશું.. ત્યાર પછી અહીની સોપિંગ માટેની પ્રખ્યાત બજારની મુલાકાત લઈ હોટલ આવશું. કાલે ટેક્સી દ્વારા દુરના સ્થળો જોવા જઈશું..."લીડર સાહેબ કોઇને ગ્રુપથી અલગ રહી થોડી ક્ષણો માણવાની મંજૂરી મળશે.?" પ્રિતીએ પોતાના મજાકિયા અંદાજમાં પુછ્યું."બીલકુલ નહિ... જ્યા સુધી આપણે અહી રહીએ ત્યાં સુધી કોઈ ગ્રુપથી અલગ નહી રહી શકે. પણ હા, 'સાંગાલા વેલી બંજારા કેમ્પમાં' આ નિયમો ચાર-પાંચ દિવસ સુધી હટાવી લેવામાં આવશે. આ હશીન વાદીયા અને ફુલ ...Read More
મહેક - ભાગ-૫
મહેક ભાગ-૫વાંકાચૂકા પથ્થરીલા ચડાણવાળા રસ્તેથી જંગલના મધ્ય ભાગમાં એક નાનકડા મકાન પાસે આવી પેલા બેય વ્યક્તિ ઉભાં રહ્યાં. ચોતરફ નજર કરી પછી એ બંને મકાનની અંદર ચાલ્યાં ગયાં.. મહેક એક ઝાડ પાછળ છુપાઈને જોઈ રહી છે કે હવે પ્રભાત શું કરે છે?પ્રભાત એક મોટા પથ્થરની આડમાં મકાન તરફ નજર રાખી ચુપચાપ ત્યાં બેસે છે. જાણે પ્રભાત, મહેકની ધીરજના પારખા કરતો હોય તેમ બેગ ખોલી એક પેકેટ અને પાણીની બોટલ કાઢે છે. પેકેટ તોડી તે આરામથી ખાઈ છે.. મહેક તેને જોઈ રહી હતી. પાણીની બોટલ જોઈ મહેકને પણ પાણી પીવાની ઈચ્છા થઈ હતી પણ બેગ તો કાજલ પાસે રહી ગઈ ...Read More
મહેક ભાગ-૬
મહેક ભાગ-૬થોડીવાર પછી પ્રભાત આવ્યો. એને માથામાં લાગેલા ઘાવને ટોપીમાં છુપાવી દીધો હતો. એલ્લો જેકેટની જગ્યાએ હવે બ્લેક એન્ડ કલરની મોટી લાઇનિંગ વાળું ઉંની સ્વેટર પહેર્યું હતું. મહેકની પાસે આવતા બોલ્યો. "ચાલો થોડીવાર ક્યાંક ટાઈમપાસ કરીએ. પછી તમારે જ્યાં જઉ હોય ત્યાં તમને છોડીને હું અહીથી નીકળી જઈશ."પ્રભાત બીલ ચુકવવા કાઉન્ટર તરફ ગયો. મહેક દરવાજે આવીને તેની રાહ જોતી ઉભી રહી... પ્રભાત બીલ ચુક્તે કરી પાછો આવ્યો એટલે બંને ચાલતાં થયાં.. બજારથી બાહર નીકળી બંને એક ઉચી ટેકરી પર જઈને બેઠા.ત્યાંથી આસપાસનો સુંદર નજારો દેખાઈ રહ્યો હતો."તમે કોણ છો? અહી કોની સાથે આવ્યા છો? મારે એ જાણવું નથી. પણ ...Read More
મહેક ભાગ-૭
મહેક ભાગ-૭સવારના છ થયા હતા. મહેક, નહાઇને બાથરૂમમાથી બાહર આવી. જોયું તો પ્રભાત હજી ઊંઘી રહ્યો હતાં.. "પ્રભાત હવે આપણે હજી ઘણે દુર જવાનું છે. એક સરસ રોમેન્ટિક યાદગાર રાત વિતાવાની ખુશીનાભાવ સાથે સુતેલા પ્રભાતના ગાલને સહેલાવતી મહેક તેને જગાડી રહી હતી."થોડીવાર સુવાદેને.. અત્યારમાં તારે ક્યા જઉ છે..?" ઊંઘમાં બોલતો પ્રભાત રજાઈ માથે ઓઢી સુઈ ગયો."એય... કહ્યુંને મોડુ થાય છે. ચાલ ઉભોથા,." માથાપરથી રજાઈ ખેચી તેના ચહેરાપર ઝુકી ગાલપર કિસ કરી ફરી પ્રભાતને જગાડતા મહેક બોલી."પ્લીઝ... ! થોડીવાર સુવાદે, હેરાન ના કર આખી રાત તો સુવા નથી દીધો.""એય... જુઠ્ઠા! તે મને જગાડી હતી.""ઓ.કે.. બાબા! મે જગાડી હતી. પણ અત્યારે ...Read More
મહેક ભાગ-૮
મહેક ભાગ-૮બીજા દિવસે જ હું મમ્મી પપ્પાની રજા લઈ દિલ્લી જવા નીકળી હતી મારા રહેવા માટે હોટલની કુરીયર સાથે જ મોકલી હતી. દિલ્લી પહોચી હોટલ જઈને ફ્રેશ થઈ થોડીવાર આરામ કર્યો. એક વાગ્યે ટેક્સીમાં બેસી હું ચાંદનીચોકમાં રોશની રેસ્ટોરન્ટ પહોંચી હતી. પણ બોર્ડ વાંચતા મારા પગ ત્યાં જ થોભી ગયા! કારણકે એ એક નોનવેઝ રેસ્ટોરન્ટ હતી. એક મિનિટ માટે મને લાગ્યું કે કોઇએ મારી સાથે મજાક કરી છે. નોનવેઝમાં કાઠિયાવાડી ડીસ ક્યાથી મળે.. છતા હિંમત કરી અંદર પ્રવેશી. એક વેઝીટેરીયનને નોનવેઝ જોઈને જેવું ફિલ થાય, એવુ મને થઈ રહ્યું હતું. બધાને ખાતા જોઈ મને ચિત્તરી ચડતી હતી. મે ચોતરફ ...Read More
મહેેક ભાગ-૯
મહેક ભાગ-૯ આ રીતે આંખો ફાડીને મારી સામે ના જો. આશ્ચર્યથી આંખો ફાડી તેની તરફ જોતી મહેકની સામે મુસ્કુરાઈને પ્રભાત બોલ્યો. તને કેમ ખબર કે હું અડધું સત્ય છુપાવું છું..? મેડમ તે દિવસે તમે થેંકસ નો'તા કહી શક્યા ને, તો આજ કહી દ્યો. પંકજે સ્મિત કરતા કહ્યું. મતલબ કે તે દિવસે મને બચાવાવાળા તમે હતા.? તમે ક્યારથી મને ફોલો કરો છો.? અને પ્રાઇવેટ નંબર પણ તમારો જ છે ને.? બધા સામે જોતા મહેકે પુછ્યું. એ પ્રાઇવેટ નંબર અમારો નથી... પ્રભાત તુંજ શરૂથી સમજાવ, નહીતો આ મેડમનું દિમાગ કામ કરતું બંધ થઈ જશે... જનકે પ્રભાત સામે જોતા કહ્યું. ઓ.કે! હું તને શરૂથી સમજાવું છું. પ્રભાતે મહેકનો ...Read More
મહેક - મહેક ભાગ-૧૦
મહેક ભાગ-૧૦ તું વધુંને વધું સસ્પેન્સ થતી જાય છે. હવે અમે કોઈ સવાલ નહીં પુછીએ, તુજ અમને બધું કહે અમારાપર વિશ્વાસ હોય તો.! પ્રભાત હાર માનતા બોલ્યો. મહેક કંઈ કહે એ પહેલા મનોજ બોલ્યો. એક મિનિટ મેડમ.! તમે અમને અનાળી કેમ કહિયા? અમારાથી એવી કઈ ભુલ થઈ? આપણી મંઝિલ નજદીક આવી રહી છે એટલે આપણી પાસે સમય ઓછો છે. હું બધું સમજાવું એ પહેલા તમને થોડા સવાલ પુછું એમાં તમને સમજાય જશે કે મે તમને અનાળી કેમ કહ્યા. મહેકે મનોજના સવાલનો જવાબ આપતા કહ્યું.. મારો પહેલો સવાલ..! તમે મારો પીછો કરતા એ હોટલમાં આવ્યા હશો જ્યાંથી મે નોકરનો પીછો કર્યો હતો. ત્યાં તમે ...Read More
મહેક - ભાગ - ૧૧
મહેક ભાગ-૧૧"હાય.. ફ્રેન્ડસ.." કાર પાસે આવીને કાજલ બોલી."તમે અહીં કેમ ઉભા રહ્યાં..? કોઈ પ્રોબ્લમ..?" કારમાથી બાહર આવતા મહેકે પુછ્યું.."આપણે નજદીક પોહોચવા આવ્યા છીએ, એટલે મે વિચાર્યું અહી થોડીવાર રોકાઈ તારો આગળનો શું પ્લાન છે એ જાણી લઉ.અહી રેસ્ટોરન્ટ છે એટલે થોડી પેટપૂજા કરી સાથે આગળ જઈએ." કાજલે પંકજ સામે જોઈ સ્માઈલ કરતા કહ્યું. કાજલના સ્માઈલ કરવાથી એ કારની બાહર આવી બોલ્યો. "હા.. ચાલો થોડીવાર અહીં રોકાઈ નાસ્તો કરી પછી નીકળ્યે.."બધા સામે દેખાતી રેસ્ટોરન્ટ તરફ ચાલ્યા.. મહેકને જોય એના બધા ફ્રેન્ડસ ઘેરીને સવાલોનો વરસાદ કરી દિધો. "આ બધું શું છે.? તું અહી કયાં કામે આવી છે.? તે અમને પહેલાં કેમ ...Read More
મહેક - ભાગ - ૧૨
મહેક ભાગ-૧૨રાતના દસ વાગ્યા હતા. મહે, બાથરૂમમાંથી ફ્રેશ થઈને આવી. બારી પાસે ઉભા રહી બાહર બજારની લાઇટો જોઇ રહેલ પાસે આવતા પુછ્યું.. "શું વિચારે છે.?""કંઈ વિચારતો નથી. બસ એમજ બાહરનો નજારો જોઇ રહ્યો છું.." મહેકને જવાબ આપતા પ્રભાતે પાછળ ફરી મહેક સામે જોયું. ક્રિમ કલરની પારદર્શક નાઇટીમાં મહેક ખુબ જ સુંદર લાગી રહી હતી. લાઇટનો પ્રકાશ તેની નાઇટી આરપાર થઈ રહ્યો હતો, એમાં એના અંગના એકેએક વળાંક સ્પષ્ટપણે દેખાય રહ્યા હતા. આ નજારો અપલક જોતા પ્રભાત સમાધી અવસ્થામાં પહોચી ગયો હતો..."પહેલાં ખોટું બોલતા શીખીલે, તારો ચહેરો કહે છે તું કંઇક વિચારે છે. મને કહી શકતો હોય તો કહે. શું ...Read More
મહેક ભાગ - ૧૩
મહેક ભાગ-૧૩અત્યારે કેમ્પમાં ઘણા ગેસ્ટ નજર આવી રહ્યા હતા.અહીં રહેવા માટે ટેંટ અને રૂમ બન્નેની સગવડ હતી. થોડી દુર ઝાડ હતા. જેમાં ફુલ આવી ગયા હતા. મહેક ચા પીતા કેમ્પનું નિરીક્ષણ કરી રહી હતી..ધીરે-ધીરે મહેકના ફ્રેન્ડસ કેન્ટીનમાં આવવા લાગ્યા, મહેકથી દુર બેસી વાતો કરતા ચા-નાસ્તો કરી રહ્યા હતા. મહકે ચાને ન્યાય આપી પોતાના રૂમમાં ચાલી ગઇ. મમ્મી સાથે ફોન પર વાત કરી થોડો સમય આરામ કરવાના ઈરાદે બેડ પર લંબાવ્યું...મોબાઇલની રિંગના અવાજથી મહેક જાગી ગઈ. મોબાઈલમાં જોયું તો પ્રભાતનો કોલ હતો.. કોલ લેતા મહેકે 'હલ્લો' કહ્યું... સામેથી પ્રભાતનો આવાજ સંભળાયો.... "મોબાઈલ મુકી ક્યાં ચાલી ગઇ હતી. ક્યારનો ફોન કરું ...Read More
મહેક - ભાગ-૧૪
મહેક ભાગ-૧૪8:Am.... કાજલ હવે જાગીજા આપણે જવાનું છે.. મહેક તૈયાર થઈ કાજલને જગાડતા બોલી.. થોડીવાર સુવાદેને યાર... ક્યાં જવાનું છે.? હોટલ રોયલ ગાર્ડન જવું છે.. શું કહ્યું ...! કાજલ બેડ પરથી કુદીને ઉભી થઈ મહેક સામે આશ્ચર્યથી જોતા બોલી.... તું ગાંડી થઇ ગઇ છો..? સામે ચાલીને તારે શું-લેવા મુસીબતને આમંત્રણ આપવું છે. અહી રહીને આપણે એની પર નજર રાખશું.. નહિં..! આ છુપવાનો સમય નથી, સામે જવાનો સમય છે. એ સામેથી આપણને નહી કહે કે અમે અહી મિટિંગ કરવાના છીએ, આવો અમને પકડો. એની સામે જઇને એને મજબુર કરવાના છે. ચાલ જલ્દી તૈયાર થા, આપણે હોટલ રોયલ ગાર્ડનમાં ચેકઇન કરવાનું છે. ઓ.કે.બાબા..! તારી દોસ્તી મને ભારી ...Read More
મહેક - ભાગ-૧૫
મહેક ભાગ:-૧૫મહેક અને મનોજ દેખાતા બંધ થાયા એટલે કારમાં બેસતા પ્રભાતે કાજલ સામે જોતા પુછ્યું. "તે દિવ્યા વિશે જાણવામા મદદ કરી છે તો મને કહે આ બલા છે કોણ.? એ શું કરે છે.? શું કરવાની છે.?""દિવ્યા શું કરે છે, શું કરવાની છે, એ મને ખબર નથી. એ વિશે તો તમારા સર જ કહી શકે. મહેકને મે જેટલી માહિતી હેક કરીને મેળવી આપી હતી એના પરથી એ દિવ્યાનું કેરેક્ટર સમજી ગઇ છે...મને એક વાત સમજાય છે. દિવ્યાને ડ્રગ્સની આડમાં પકડવા પાછળ કોઈ મોટું કારણ તો છે જ..! નહિતર આના પર પહેલેથી શંકા હતી તો અત્યાર સુધી તમારા સરે રાહ કેમ ...Read More
મહેક - ભાગ-૧૬
મહેક ભાગ:-૧૬8:30pmમહેકની નજર હોટલના પાર્કિંગલોટમાથી નીકળતી દિવ્યાની SUV કાર પર પડી એટલે મહેક ઝડપથી ટેક્સી સ્ટેન્ડ તરફ આગળ વધી... ડ્રાઇવર રણવીરે suv ને જતા અને મહેકને તેની તરફ આવતા જોઇ ટેક્સી સ્ટાર્ટ કરી રેડી થઇ ગયો હતો. મહેકના ટેક્સીમાં બેસવાની સાથે જ દિવ્યાની કારનો પીછો કર્યો... દિવ્યાની કાર શહેરથી દુર હેડંબા મંદિર તરફ જઇ રહી હતી. વીસ મિનિટ પછી દિવ્યાની કાર એક ફાર્મહાઉસના ગેટમાં દાખલ થઇ.મહેકે ટેક્સી થોડી આગળ લેવરાવી પછી ઉભી રાખી નીચે ઉતરી ડ્રાઈવરને કહ્યુ.... "મુજે આને મે આધે ઘંટે સે જ્યાદા સમય લગે તો તુમ ચલે જાના." કહી મહેક ફાર્મ હાઉસની પાછળની તરફ ચાલતી થઈ.દિવાલ કુદી ...Read More
મહેક - ભાગ-૧૭
મહેક ભાગ-૧૭ઝાડની આડમાં છુપાયેલા એક વ્યક્તિને સુખવિન્દરે પાછળથી દબોચી લીધો હતો. એની મજબૂત ભૂજામાં એ વ્યક્તિની ગરદન ફસાઈ ગઈ એ છુટવા તાકાત લગાવી રહ્યો હતો પણ સુખવિન્દરની તાકાત સામે લાચાર થઈ ગયો.! સુખવિન્દરે એક ઝટકો આપ્યો અને એ વ્યક્તિની ગરદન તુટેલ ડાળી જેમ એક તરફ લબડી ગઈ હતી.મકાનના મેન ડોર પાસે એક હથિયારધારી વ્યક્તિ ઉભી હતી, અભય એ તરફ દબાતા પગલે આગળ વધી રહ્યો હતો. એના હાથમાં ધારદાર મોટો છરો હતો. પગ નીચે કચડાતા સુકા પાનનો અવાજ સાંભળી એ વ્યક્તિ અભય તરફ પલટીયો હતો, પણ કોઈ હરકત કરે એ પહેલાં અભયે છરાનો છુટો ઘા કર્યો હતો. છરો એ વ્યક્તિના ...Read More
મહેક ભાગ-૧૮ (છેલ્લો)
મહેક ભાગ ૧૮હોસ્પિટલના રૂમમાં મહેક હોશમાં આવી. ધીરે ધીરે આંખો ખોલી ચારોતરફ જોયું, સામે કાજલ અને પ્રભાત ઉભા હતા."થેંકયુ મને એમ કે તું ગઈ." કાજલ હસતા-હસતા બોલી રહી હતી. "હું બાહર બધાને જાણ કરી દવ." કાજલ હરખાતી બાહર ચાલી ગઇ એટલે પ્રભાત સામે જોતા મહેકે પુછ્યું. "આપણા મિશનનું શું થયું.?""એ બધી વાત પછી નીરાતે કરશું, અત્યારે તું આરામ કર. તને કંઈક થયું હોત તો હું આન્ટીને શું જવાબ આપેત..!" મહેકનો હાથ પકડતા પ્રભાત બોલ્યો."કેમ મારી આટલી ચિંતા થાય છે.?" મહેકે સ્માઇલ કરતા પુછ્યું.પ્રભાત કોઇ જવાબ આપે એ પહેલાં મહેકના બધા ફ્રેન્ડસ રૂમમાં આવ્યા..મહેકે બધા સામે આશ્ચર્યથી જોતા પુછ્યું "તમે ...Read More