ગોરબાપા

(7)
  • 4.6k
  • 0
  • 1.7k

સરસ મજાનું નાનકડું શિવગઢ નામનું નું ગામ હતું.ગામ ની ચારે તરફ લીલાછમ ડુંગરો, નિર્મણ વેહતી દુધ જેવી સફેદ નદી, નદીના કિનારે સુંદર મજાનું મન ને પવિત્ર કરતુ શિવ નું મંદિર! આ ગામ માં ત્રણ ચીજો પ્રખ્યાત હતી. એક ત્યાંના કેસર આંબા, બીજું ભીખા પટેલ ની ગૌશાળા (જેનું શુદ્ધ ઘી અને દુધ ની ખ્યાતિ ઠેર ઠેર હતી) અને ત્રીજા શિવમંદિર ના પુજારી ગોરબાપા! હવે તમને એ થશે પહેલી બે વાત તો સમજ્યા પણ આ ગોરબાપા માં વળી એવી શું વિશેષતા ? આપણી ત્રીજી વિશેષતા વાળા ગોરબાપા નું પુરુ નામ ભોગીલાલ જટાશંકર ગોર.શિવ મંદિર ના પુજારી અને પ્રખર કર્મકાંડી! આસપાસ ના ગામમાં કોઈ કથા હોય , જન્મ હોય કે પછી મરણ! તેમા ગોરબાપા તો હોય જ ! આ એમનો પરીચય હવે વાત તેમની ખાસીયત ની તો આપણા ગોરબાપા ને ખાવાથી ખુબ પ્રેમ હતો.અરે...ખાવના એટલે હદ સુધી શોખીન કે ભલભલા ના જમણવાર ના એસટીમેટ ફેરવી નાખે ! ગામ માં કોઈને ત્યા જમણ હોય તો તેમને નોતરુ હોય કે ના હોય બાપા ખમ્ભે ગમચું નાખી પોગી જ જાય.ગામ માં જમણ હોય અને બાપા નું નામ પડે એટલે ભલભલા ના ટાટીયા ધ્રુજે. પરંતુ ગામના ગોરબાપા અને એમા પાછા વડીલ એટલે કોઈ એમનો અનાદર ના કરતું.

1

ગોરબાપા - પરોઠા શાકનું જમણ - 1

સરસ મજાનું નાનકડું શિવગઢ નામનું નું ગામ હતું.ગામ ની ચારે તરફ લીલાછમ ડુંગરો, નિર્મણ વેહતી દુધ જેવી સફેદ નદી, કિનારે સુંદર મજાનું મન ને પવિત્ર કરતુ શિવ નું મંદિર! આ ગામ માં ત્રણ ચીજો પ્રખ્યાત હતી. એક ત્યાંના કેસર આંબા, બીજું ભીખા પટેલ ની ગૌશાળા (જેનું શુદ્ધ ઘી અને દુધ ની ખ્યાતિ ઠેર ઠેર હતી) અને ત્રીજા શિવમંદિર ના પુજારી ગોરબાપા! હવે તમને એ થશે પહેલી બે વાત તો સમજ્યા પણ આ ગોરબાપા માં વળી એવી શું વિશેષતા ?આપણી ત્રીજી વિશેષતા વાળા ગોરબાપા નું પુરુ નામ ભોગીલાલ જટાશંકર ગોર.શિવ મંદિર ના પુજારી અને પ્રખર કર્મકાંડી! આસપાસ ના ગામમાં કોઈ ...Read More