AN incredible love story ( આ કહાની સંપૂર્ણ પણે કાલ્પનિક છે ) "ઇતિહાકસને જાણવામાં જ નહિ પરંતુ તેને પ્રત્યક્ષ રીતે જોવામાં જે ગાથા છે તેની કહાની જ એક અનેરી દાસ્તાન છે", પ્રોફેસર. મેધનાએ કહેલા આ શબ્દો અનુરાગને સ્પર્શી ગયા... લેકચર પૂરું થતા અનુરાગે પોતાના મિત્રો સાથે આ વાત ઉપર ચર્ચા કરી અને ઇતિહાસના sy ના વિદ્યાર્થીઓની એક એવા ઐતિહાસિક સ્થળની મુલાકાતે જવાની અરજ પોતાના પ્રોફેસર મેઘના મેંમને કરવાનું વિચાર્યું... અને બીજા દિવકસની રાહ જોવાનું નક્કી કર્યું.. અનુરાગે ઘરે આવ્યા પછી બપોરનું ભોજન ગ્રહણ કર્યું, થોડા આરામ કર્યા બાદ તેણે ક્યારે આંખ લાગી ગઈ અને એ આરામ ક્યારે સપનાની અવિરત ભાષા બની વહેતી સમાંતર રેખા બની ગઈ તેને ખબર જ ન રહી.... સપનામાં પહેલાતો ધૂંધળા દ્રશ્યો દેખાતા હતા, બાળપનમાં તેના નાનીબા (નાની )એ કહેલા શબ્દો ગુંજતા હતા, અભય પૂર એ શ્રાપિત શહેર તરીકે ઓળખાય છે એવી લોકોમાં ઘણી ચાલતી વાતો તેના કાને પડતી હતી એ અવાજના ઘણા ખરા દાયકાઓ વીતેલા શ્રાપિત લોકો અને તેનો ઇતિહાસ તેની નજરે પડતો હતો....

1

AN incredible love story - 1

AN incredible love story ( આ કહાની સંપૂર્ણ પણે કાલ્પનિક છે ) ઇતિહાકસને જાણવામાં જ નહિ પરંતુ તેને પ્રત્યક્ષ જોવામાં જે ગાથા છે તેની કહાની જ એક અનેરી દાસ્તાન છે , પ્રોફેસર. મેધનાએ કહેલા આ શબ્દો અનુરાગને સ્પર્શી ગયા...લેકચર પૂરું થતા અનુરાગે પોતાના મિત્રો સાથે આ વાત ઉપર ચર્ચા કરી અને ઇતિહાસના sy ના વિદ્યાર્થીઓની એક એવા ઐતિહાસિક સ્થળની મુલાકાતે જવાની અરજ પોતાના પ્રોફેસર મેઘના મેંમને કરવાનું વિચાર્યું... અને બીજા દિવકસની રાહ જોવાનું નક્કી કર્યું..અનુરાગે ઘરે આવ્યા પછી બપોરનું ભોજન ગ્રહણ કર્યું, થોડા આરામ કર્યા બાદ તેણે ક્યારે આંખ લાગી ગઈ અને એ આરામ ક્યારે સપનાની અવિરત ભાષા બની વહેતી સમાંતર ...Read More

2

AN incredible love story - 2

ગત અંકથી શરુ... જીવનમાં દરેક તબક્કામાં બદલાવ મોખરે હોય છે.... નદીનું પાણીમાં પણ જયારે તમે પહેલો પગ મુકશો અને બીજો મુકતા - મુકતા જે અહેસાહ પહેલા પગને જે પાણી દ્વારા થયો તે અહેસાહ જતો રહ્યો હશે એ પાણી વહી ગયું હશે કારણકે આ જીવન છે આગળ વધવું જ પડતું હોય છે કોઈકવાર સમજણ દ્વારા તો કોઈકવાર પીડાતા- પીડાતા... આજે નહિ તો કાલે શું થાય એ કોણ જાણે અનુરાગના કાનોમાં નાનીના આ શબ્દો જઈને વધારે પીડા આપી રહ્યા હતા નાનીનું દુનિયાને જોવાનું તવત્વજ્ઞાન અનુરાગને અચાનક કાંટા માફક લાગી રહ્યું હતું...... હોસ્પિટલમાં તે નાનીને કઈ પણ કહી શક્યો નહિ,પરંતુ તેના મનમાં ...Read More

3

AN incredible love story - 3

ગત અંકથી શરુ.... અનુરાગનું સ્વપ્ન સતત્ય ટકાવી રાખનાર હતું, ઘણી બ્રાહ્મનાઓને અનુરાગ સમક્ષ મૂકતું હતું, અનેક પહેલીઓને બાંધતું હતું, આંખો ખોલી ત્યારે સાડા ત્રણ થઇ ગયેલા હતા..., તેને યાદ આવ્યું પાર્કમાં મિત્રોને મળવાનું છે.....અનુરાગે વેહિકલમાં કી નાખી અને વેહિકલ સ્ટાર્ટ કર્યું, પાર્ક પહોંચતા - પહોંચતા અનેકો વાતો તેના મનમાં અચાનક આવતા આવેગો સમાન નઝરે પડતી હતી, તેણે જોયેલી અણધારી કલ્પના તેની વાસ્તવિકતાને પ્રશ્નો પૂછતી હતી...વિચારો કરતા - કરતા અચાનક તે ક્યારે બાગના ગેટ આગળ પહોંચ્યો એને તેની કસીજ ખબર ન હતી, બાગના ગેટની બાજુમાં મોટા અક્ષરોવાળું બોર્ડ હતું... સન 1928 બાગનો પ્રારંભ, ગેટ ઉપર બીજા ઘાટા ઘેરુઆ રંગોથી બાગના ...Read More

4

AN incredible love story - 4

ઘણીવાર જે આપણી સમક્ષ પ્રત્યક્ષ રૂપે દેખાતું હોય તે કદાચ વાસ્તવિકતા ન પણ હોઈ શકે અને પરોક્ષ રીતે ચાલતી બધી બાબતો આપણી વાસ્તવિકતાને ઉજાગર કરતી હોય છે....શિયાળાની ઠંડીમાં સાંજે 6 વાગ્યાં પછી અંધારું ક્ષિતિજની સપાટી સમાન રાતના ચંદ્રમાંને આકર્ષતું હોય એવુ લાગતું હતું, અનુરાગનું વેહિકલ, કાકાના ઘરે આવીને ઉભું રહ્યું અનુરાગે ડોરબેલ વગાડી, કાકીએ દરવાજો ખોલતા જ કહ્યું અરે જો આરાધ્યા કોણ આવ્યું છે, હા ખબર છે એનો મેસેજ મને મળ્યો મમ્મી મારો નાદાની અને નટખટ ભાઈ જ છે ને, આવીજા ભઈલા જો હું તારી માટે આ રુદ્રાક્ષની માળા જે તે મંગાવી હતી એ લાવી છું અને તારા માટે ...Read More

5

AN incredible love story - 5

ગત અંકથી શરુ......... કલ્પનાઓ સજાવવાની નહિ પરંતુ જીવવાની હોય છે, માન્યું કે જીવન અમૂલ્ય છે, પરંતુ આખરેતો બધું કલ્પનાથી નિર્મિત છે...અનુરાગે મમ્મીના હાથથી બનેલા થેપલા સાથે નાસ્તો કર્યો, ઉતાવળમાં તેણે જલ્દી - જલ્દી કોલેજનું id કાર્ડ ગાળામાં લટકાવ્યું, કોલેજના નિયમો બીજી કોલેજો કરતા અલગ હતા કારણકે રંગપુરમાં આવેલી રેવા કોલેજ ગુજરાતની બેસ્ટ કોલેજોમાંથી એક હતી.....વહિકલ સ્ટાર્ટ થયું...... ઠંડી ઠંડી હવાઓમાં તેનું શરીર કંપતું જણાતું હતું... તે કોલેજ પહોંચ્યો સિક્યોરિટીએ ચેકીંગ કર્યું અને id બતાવ્યા બાદ બધાને પ્રવેશ મળતો હતો પરંતુ અનુરાગને ચેકીંગણી જરૂર ન હતી કારણકે તેના પોસ્ટરો કોલેજના નોટિસબોર્ડ ઉપર મોટા અક્ષરોથી લાગેલા ઘણીવાર વિશેષ પ્રવૃતિઓમાં જોવા મળતા ...Read More

6

AN incredible love story - 6

ગત અંકથી શરુ......સમય સમયનું કામ કરે છે અને સમયની સરિતા ખુબ જ નિરાળી છે, જો તેની સાથે વહીએ તો પાર થાય નહિ તો મજ દરિયે જ નાવડી ડૂબી પણ શકે, પરંતુ જો ભગવાન ઉપર પૂર્ણ શ્રદ્ધા હોય તો ડૂબતી નાવડી પણ તરવા લાગે છે, આ કહાની પણ આવી જ ફિલોસોફી સાથે આગળ વધશે... લેખક સંધ્યાના પુસ્તક સફરઅભયપૂરનીમાં લખેલા આ શબ્દો અનુરાગને ધીરે - ધીરે વધારે વાંચવા ગમતા હતા....સાંજનો સમય હતો તેણે કહાની વધુ વાંચવાની શરૂઆત કરી વર્ષો પહેલાની વાત છે પુષ્પપૂરણી રાજકુમારી ગાયત્રીનું સ્વયંવર થઇ રહ્યું હતું, રાજકુમારી જે વીર પુરુષને વરમળા પહેરવશે એજ તેના પતિ પારમેશ્વર તરીકે સ્વીકારાશે ...Read More

7

AN incredible love story - 7

ગત આંકથી શરુ......ઘણીવાર અંધારામાં આકાશમાં રહેલા તારલાઓને જોવાનું મન થાય છે, હવાની મહેફિલમાં રહેવાનું અને સમય સાથે વહેવાનું મન છે, પરંતુ આ કહાનીમાં મનની કલ્પનાઓની કોઈ સીમા જ નથી...અનુરાગ એક અલગ દુનિયામાં હતો જે અંધકારથી નહિ પરંતુ રંગબેરંગી સપના અને હકીકત વચ્ચે ડોલી રહી હતી, તેની બંધ આંખો એને સપતરંગી દુનિયા બતાવી રહી હતી...એક તરફ પાછલા જીવનમાં ગયેલું જીવન હતું તો બીજી તરફ અસંખ્ય બાધાઓ વચ્ચે ચાલતી અનુરાગની કલ્પનાઓનું સિંચન જોવા મળતું હતું, આ દુનિયા બેહદ સ્પષ્ટ દેખાતી હતી અનુરાગ તેમાં કોઈ પણ જગ્યાએ જઈ શકતો હતો....દિવસ ઉગ્યો, સ્પર્ધા થઇ અનુરાગે ભાગ લીધો બીજા દિવસની રાહમાં સાંજ પડી, ત્યારે ...Read More

8

AN incredible love story - 8

ગત આંકથી શરુ.....રાત ઘનઘોર હતી, અનુરાગને નિંદર આવતી ન હતી તે બાલ્કનીમાં આવ્યો તેણે દૂરથી જોવા મળતા દરિયા કિનારા પોતાનું ધ્યાન દોર્યું....દરિયા કિનારો ખુબ જ વિશાળ હતો, રાતની હવાઓમાં માત્ર દરિયા કિનારે આવેલા લાઈટ હાઉસથી જ જાણકારી મળતી કે ત્યાં કિનારો છે...બાળપણની વાતો પણ નિરાળી હોય છે, જયારે અનુરાગ પપ્પા સાથે રજાઓના સમયમાં દરિયા કિનારે જતો ત્યારે ત્યાં રવિવારના દિવસે મેળા જેવો માહોલ જોવા મળતો અને તે ખુબ જ અનેરી વાતો જોવા મળતી હતી...એક દિવસની વાત હતી કિનારેથી ઘરે આવતા એક બુક સ્ટોરમાં ગયેલા લેખક સંધ્યાની બુક બુક સ્ટોરમાં જોઈ હતી અને તે બુકની ડિમાન્ડ પણ ખુબ જ હતી ...Read More

9

AN incredible love story - 9

ગત આંકથી શરુ.....વાતાવરણ સ્તબ્ધ હતું ડોક્ટર કૃતિ જે નિત્યની કઝીન મોટી બહેન કહી એ હસવા લાગી....અરે તમે કોલેજમાં બહુ સમય એકસાથે વિતાવી રહ્યા છો એટલે સપનું આવ્યું હશે અને રહી એકજેવો ચહેરો તો એ પણ તમારું મન જાતે જ એ કલ્પનાને એની રીતે બનાવી લેતું હોય છે.....આ દુનિયામાં ઘણા જ પ્રકારના સપનાઓ છે અનુરાગ પણ તું સપનાને કઈ રીતે જોવે છે એ બાબત તારી ઉપર આધારિત છે.... કૃતિના આ શબ્દો અનુરાગના મનમાં અનેક પ્રશ્નો કરતા હતા....અનુરાગે મુંઝવણ ભરેલા સ્વરે કહ્યું પણ હું સ્ટ્રેસ ફ્રી કઈ રીતે રહુ એના માટે શું કરું?કૃતિએ યોગ કરવાનું કહ્યું સાથે થોડી મેડિસિન આપી જેથી ...Read More

10

AN incredible love story - 10

ક્યારેક ખુલી આંખે સપનાઓ જોવા એ દરેક માણસની ઈચ્છા હોય છે પણ ઘણીવાર એ સપના પાછળ ભાગવું એટલું જ બની રહે છે....ક્યારે આંખો બંધ થઇ અને અનુરાગ એ સપનાઓમાં પ્રવેશતો ગયો એ પણ તેને ખબર ન રહી, તેની આંખો આગળ વહેતા અભયપૂરના ઝરણાંઓ તે જોઈ શકતો હતો, સૌમ્યા વાતાવરણ હતું અને જરાક ઠંડો મોસમ હતો ચારે તરફ હરિયાળા ખેતરોમાં પાક લહેરાતો જોવા મળતો હતો....ખરેખર કેટલો સુકુન છે..... હા સુકુન છે ચાલ ઉઠ હવે સાંજ થઇ ક્યારનો ઊંઘે છે તું ભાઈ, અરે દીદી તમે,આંખો ખોલતાની સાથે જ આરાધ્યા તેની સામે હતી, બંને વચ્ચે વાત થઇ અને આવનારા બે દિવસમાં અભયપૂરની ...Read More