હેશટેગ લવ

(2.5k)
  • 141.1k
  • 720
  • 63.9k

હેશટેગ લવ (#LOVE) ભાગ - ૧ મારી જિંદગીમાં હવે કઈ બચ્યુ જ નહોતું.પહેલાની જેમ ના હું ફરવા જઈ શકતી, ના મુવી જોવા કે ના કોઈ એન્જોયમેન્ટ માટે.મારે પણ ઊડવું હતું આકાશે ! મનભરી ને જીવવું હતું.મારા પણ ઘણાં મોટા મોટા સપનાં હતાં..એક યુવાન છોકરીના કેટ કેટલાં સપનાં હોય ?બાળપણમાં પાસે રાખેલી નાની ઢીંગલીને નવા કપડાં પહેરાવવા, વાળ ઓરવા, પ્રેમથી સુવડાવવી, સાડી પહેરાવવી અને એક ઢીંગલા સાથે એક દિવસ એને પરણાવી દેવી. એ ઢીંગલી ત્યારે ઢીંગલી નહિ દરેક છોકરીનું એક સ્વપ્ન હોય છે. જે એ ઢીંગલીના રૂપમાં પોતે સેવતી હોય, મેં પણ મારા બાળપણની એ ઢીંગલીમાં એવા ઘણાં સપનાં રોપ્યા હતાં. એ

Full Novel

1

હેશટેગ લવ - 1

હેશટેગ લવ (#LOVE) ભાગ - ૧ મારી જિંદગીમાં હવે કઈ બચ્યુ જ નહોતું.પહેલાની જેમ ના હું ફરવા જઈ શકતી, મુવી જોવા કે ના કોઈ એન્જોયમેન્ટ માટે.મારે પણ ઊડવું હતું આકાશે ! મનભરી ને જીવવું હતું.મારા પણ ઘણાં મોટા મોટા સપનાં હતાં..એક યુવાન છોકરીના કેટ કેટલાં સપનાં હોય ?બાળપણમાં પાસે રાખેલી નાની ઢીંગલીને નવા કપડાં પહેરાવવા, વાળ ઓરવા, પ્રેમથી સુવડાવવી, સાડી પહેરાવવી અને એક ઢીંગલા સાથે એક દિવસ એને પરણાવી દેવી. એ ઢીંગલી ત્યારે ઢીંગલી નહિ દરેક છોકરીનું એક સ્વપ્ન હોય છે. જે એ ઢીંગલીના રૂપમાં પોતે સેવતી હોય, મેં પણ મારા બાળપણની એ ઢીંગલીમાં એવા ઘણાં સપનાં રોપ્યા હતાં. એ ...Read More

2

હેશટેગ લવ... - 2

હેશટેગ લવ #LOVEભાગ -૨પહેલાં માળ ઉપર જ ત્રીજા નંબરનો રૂમ મારો હતો. મારા રૂમમાં કુલ ચાર બેડ હતાં, ત્રણ ઉપર થોડો થોડો સમાન રાખેલો હતો, અને ચોથો બેડ ખાલી હતો. તેની પાસે રાખેલા એક કબાટમાં તાળું ચાવી સાથે લટકાવેલું હતું. બાકીના બેડ પાસેના કબાટના તાળાં બંધ હતાં, એટલે મારો બેડ એજ છે એમ સમજી મારી બેગ મેં એ બેડ પાસે મૂકી. બીજો સમાન લેવા પાછી નીચે ગઈ. પપ્પા અને મમ્મીની નજર મારા રૂમ તરફ જ મંડાયેલી હતી. જેવી ગેલેરીમાં મને બહાર આવતાં જોઈ પપ્પા બીજી બેગ લઈને પગથિયાં પાસે આવી ગયા. ડોલ, ગાદલું, તકિયા, નાસ્તો, કપડાં બધો જ સમાન મેં ...Read More

3

હેશટેગ લવ - ભાગ -૩

હેશટેગ લવ (ભાગ-૩)#LOVEસવારે ઉઠતા ની સાથે જ મને મમ્મીની યાદ આવવા લાગી. ઘરે તો રોજ સવારે મમ્મી મને ઉઠાડવા આવતી. હું બસ પાંચ મિનિટ સુવા દેવાનું કહી અને અડધો કલાક બીજો સુઈ રહેતી. ઉઠીને બાથરૂમમાં મારા માટે ગરમ પાણી તૈયાર હોય. નાહ્યા બાદ દૂધ અને નાસ્તો પણ તૈયાર મળતો. પણ હવે હોસ્ટેલમાં મારે બધી આદત પાડવાની હતી. જે અત્યાર સુધી મને મળ્યું હતું એ બધું જ છોડવાનું હતું. આંખો ચોળતી બેડમાંથી હું ઊભી થઈ. સુસ્મિતા રૂમમાં એક માત્ર રહેલા અરીસા સામે પોતાના વાળ ઓળી રહી હતી. મેઘના હજુ સૂતી હતી. શોભના રૂમમાં નહોતી કદાચ નહાવા માટે ગઈ હશે. મને ...Read More

4

હેશટેગ લવ - ભાગ -૪

"હેશટેગ લવ" ભાગ -૪કૉલેજના રસ્તા ઉપરથી જ મને મુંબઈના ભાગદોડ ભર્યા જીવનનો ખ્યાલ આવ્યો. સવાર સવારમાં જ રસ્તાઓ ઉપર જામી ગયું હતું. લોકો રસ્તાને જોતાં જ સડસડાટ આગળ ચાલી રહ્યાં હતાં. કોઈની પાસે વાત કરવાનો પણ સમય નહિ. રસ્તાની આજુબાજુમાં કેટલીક ખાણીપીણીની દુકાનો ઉપર પણ હાથમાં પાવની અંદર ખોસેલું વડું લઈને ઊભા ઊભા જ ખાવા લાગતા. વળી કેટલાંક તો હાથમાં લઈને ચાલતાં ચાલતાં જ ખાતાં હતાં. ત્યારે મારા મનમાં પ્રશ્ન થતો કે સાચે જ આમને આટલી ઉતાવળ હશે કે સમયનો બચાવ કરતાં હશે ? ગુજરાતમાં તો ચાની લારી અને પાનના ગલ્લા ઉપર કલાકો સુધી લોકો ગપ્પા મારતાં બેસી રહે ...Read More

5

હેશટેગ લવ - ભાગ - ૫

હેશટેગ લવ (ભાગ-૫)મારા વિચારો, મારી ઈચ્છાઓને વળ આપવા માટે મેં ડાયરી લખવાનું નક્કી કર્યું. બેડમાં ડાયરી લઈને બેઠી તો પણ શરૂઆત ક્યાંથી કરવી એ સમજાઈ રહ્યું નહોતું. બાળપણનો કક્કો આ ડાયરીમાં ઘૂંટવા લાગુ કે પછી મારી અંદર સ્ફુરતી એ યુવાનીના આવેગોને કંડારું. કંઈજ સમજાઈ રહ્યું નહોતું. હાથમાં રાખેલી પેન ને દાંત તળે દબાવી હું વિચારવા લાગી. ડાયરીમાં લખવાની શરૂઆત કરતાં પહેલાં જ વિચારોમાં મારુ આખું બાળપણ મારી આંખો સામે ફરી વળ્યું. પણ એમાંથી કયો પ્રસંગ ડાયરીમાં નોંધવો એ સમજાઈ રહ્યું નહોતું. હવે પેલા પુસ્તકના વિચારો મારા મનમાંથી સહેજ અળગા થયા હોય એમ મને લાગવા લાગ્યું. ડાયરી લખવાના વિચારોએ ...Read More

6

હેશટેગ લવ ભાગ -૬

"હેશટેગ લવ" ભાગ-૬ફોનમાં સામા છેડેથી અવાજ આવ્યો :"હેલ્લો, કેમ છે બેટા તું ? તને બરાબર ફાવી તો ગયું ને કોઈ તકલીફ તો નથી ને ?"પપ્પાના આટલા બધા પ્રશ્નોનો હું એક જ જવાબ આપી શકી "હા"પપ્પા અને મમ્મી મને ખુબ યાદ કરતાં હોવાનું કહ્યું. મારી આંખોના આંસુ ભરાઈ આવ્યા. પપ્પાનો અવાજ પણ સામા છેડે ધીમો પડતો સંભળાયો પણ એ મારી આગળ રડવા નહોતા માંગતા એ મને સમજાઈ રહ્યું હતું. મારે મારી મૂંઝવણ વિશે પપ્પા સાથે વાત કરવી હતી અને મેં વાત આરંભી.."પપ્પા, મારી કૉલેજ બપોરે છૂટી જાય છે, અને રૂમ પર આવ્યા બાદ હું એકલી થઈ જાવ છું, મારા રૂમમાં ...Read More

7

હેશટેગ લવ ભાગ - ૭

હેશટેગ લવ -૭એ લોકો મારી સામે જોઈ હસી રહ્યાં હતાં. પણ મેં કોઈ પ્રતિક્રિયા ના આપી. શોભના અને સુસ્મિતાએ બોટલ ખોલી. અને પીવા લાગ્યા. શોભનાએ બે ઘૂંટ મારી અને બોટલ મેઘનાના હાથમાં આપી. અને સુસ્મિતાએ મારી સામે બોટલ લાંબી કરી. મેં ના પાડી. અને એ ત્રણ પાછા હસવા લાગ્યા. સુસ્મિતાએ કહ્યું :"શું થયું ડિયર ? પી લે. મઝા આવશે.""ના, હું ડ્રિન્ક નથી કરતી. તમે પી લો."મેં જવાબ આપ્યો. પણ એ લોકો હવે વધુ આજીજી કરવા લાગ્યા. શોભના અને મેઘના પણ મને કહેવા લાગ્યા. મેઘનાએ કહ્યું :"અરે ગાંડી, આ દારૂ નથી. આ બિયર છે. અને એ પીવી શરીર માટે સારી ...Read More

8

હેશટેગ લવ ભાગ -૮

"હેશટેગ લવ" ભાગ-૮ જે છોકરા માટે મારા મનમાં વિચારો જગ્યા હતાં એ છોકરો સિગ્નલ ઉપર આટલા દિવસમાં ક્યારેય ના દેખાયો. રોજ સાંજે હું એ જે સમયે ત્યાંથી પસાર થયો હતો એ સમયે આવીને ઊભી રહેતી. પણ મને રોજ રોજ નિરાશા જ મળતી ગઈ. છતાં એ ક્યાંક દેખાઈ જશે એ આશા સાથે હું રોજ હવે ત્યાં એની રાહ જોવા લાગતી. પણ પછી ક્યારેય એ ત્યાંથી પસાર થયો નહિ. એક દિવસ હું કૉલેજથી હોસ્ટલમાં આવી ત્યારે હોસ્ટેલના કેમ્પસમાં એક સ્કૂટર પડ્યું હતું. કોઈ નવી વ્યક્તિ હોસ્ટેલમાં આવે તો સ્વભાવિક રીતે અમને નવાઈ ...Read More

9

હેશટેગ લવ - ભાગ -૯

"હેશટેગ લવ" ભાગ -૯અજયના મળે એક અઠવાડિયું વીતવા આવ્યું. પણ રોજ એ મળશે એ આશાએ સવારથી સાંજ થવા લાગી. એ દેખાયો નહિ.એક દિવસ કૉલેજથી નીકળી હું હોસ્ટેલ તરફ જઈ રહી હતી. આજે મેઘના થોડી વહેલી નીકળી જવાની હતી. હું ગેટની બહાર નીકળી હોસ્ટેલના રસ્તા તરફ ચાલતી હતી ત્યાં જ એક અવાજે ગેટ પાસે જ મને રોકી લીધી."એક્સકયુઝમી.. ".એ આવાજ કાને પડતાં મન એકદમ પ્રફુલ્લિત થઈ ગયું. એ અવાજ અજયનો જ હતો. એક અઠવાડિયાથી જેનો આવાજ સાંભળવા તરસી ગઈ હતી એ અવાજ અચાનક કાને આવતાં જ એક અલગ રોમાંચનો અનુભવ થયો. મેં તરત પાછું વળીને જોયું. સામે પર્પલ શર્ટ અને ...Read More

10

હેશટેગ લવ ભાગ - ૧૦

"હેશટેગ લવ" ભાગ -૧૦બીજા દિવસે અજયને મળવાનું હતું અને એટલે જ હું વહેલી સુવા માટે રૂમમાં ચાલી આવી પણ આખી રાત ઊંઘ જ ના આવી, કેટ કેટલાય વિચારોએ મારા મગજ ઉપર આધિપત્ય જમાવ્યું હતું. "અજય કેવો હશે ? શું એને પણ મારા પ્રત્યે પ્રેમ હશે ? એને શું ગમતું હશે ? શું હું એને પસંદ આવીશ ? અત્યાર સુધી તો અમે અચાનક જ મળ્યા. પણ અમારી આ મુલાકાત તો બન્નેની મરજી દ્વારા યોજાવવાની છે. શું થશે આ મુલાકાતમાં ?" નીંદ પણ નહોતી આવતી. પડખા બદલી બદલીની હું બેડ ઉપર આળોડી રહી હતી. શોભના લોકો જ્યારે રૂમમાં આવ્યા ત્યારે મેં ...Read More

11

હેશટેગ લવ ભાગ -૧૧

હેશટેગ લવ ભાગ -૧૧જેમતેમ કરી હું મારા કદમ મેડમના કેબીન તરફ લઈ ગઈ. મેં આઈ કમીન મેમ કહી મેં ઓફિસમાં જવાની પરવાનગી માંગી. મેડમે પોતાની આંખ ઉપર રહેલા ચશ્મા નીચા કરી મને ઈશારાથી અંદર આવવાનું કહ્યું. મેડમે પોતાના હાથમાં રહેલી પેન નીચે મૂકી અને મારી તરફ જોવા લાગ્યા અને કહ્યું : તુમ્હારે ઘર સે, તુમ્હારે પાપા કા ફોન આયા થા, મગર તુમ નહિ થી, તો ઉન્હોને બોલા હે તુમ્હે ફોન કરને કે લીએ. આટલું બોલી મેડમેં ટેબલ પર રહેલી પેન હાથમાં લઈ લીધી. મને મનમાં થોડી શાંતિનો અનુભવ થયો. હું જી મેડમ, મેં અભી STD જાકે ફોન કરતી હું. કહી ઓફિસની બહાર ...Read More

12

હેશટેગ લવ ભાગ-૧૨

"હેશટેગ લવ" ભાગ -૧૨બીજા દિવસે કૉલેજ પહોંચી. ભણવામાં તો મન લાગ્યું જ નહીં. છતાં કૉલેજ છૂટવા સુધીની રાહ જોવામાં વગર લેક્ચર ભરતી રહી. સુજાતાની નજર વારંવાર મને ઘેરી રહી હતી. મારા ચહેરાના ભાવ પણ ચોખ્ખા તરી આવતા હતાં. પણ મેં એ તરફ કોઈ ધ્યાન આપ્યું નહિ. કલાસ છૂટતાં સીધી લાઈબ્રેરી તરફ ચાલી નીકળી. થોડીવાર ત્યાં બેસી બરાબર ૧:૩૦ કૉલેજના ગેટ પાસે જઈને ઊભી રહી ગઈ. અજયને આમતેમ શોધી રહી હતી ત્યાં જ મારા ખભા ઉપર એક હાથનો સ્પર્શ થયો. પાછા વળીને જોયું તો અજય સામે ઊભો હતો. હું કઈ બોલું એ પહેલાં જ એણે કહ્યું :"સોરી કાવ્યા, એક દિવસ ...Read More

13

હેશટેગ લવ - ભાગ-૧૩

"હેશટેગ લવ" ભાગ -૧૩સ્ટેશન પર ભીડ ઘણી હતી. સ્ટેશનની બહાર હું પપ્પાને શોધવા લાગી. ત્યાં સામે જ પપ્પા દેખાયા. મને જ શોધી રહ્યાં હતાં. મેં પપ્પાની નજીક જઈ કઈ બોલ્યા વગર એમની પાસે જઈને ઊભી રહી ગઈ. પપ્પા હજુ પોતાની ડોક ઊંચી નીચી કરી સ્ટેશનની બહાર આવતા પેસેન્જરમાં મને શોધી રહ્યાં હતાં. મેં એમના કાન પાસે જઈ કહ્યું : "કોની રાહ જુઓ છો ?" પપ્પાએ મારી સામું જોયા વિના જ મને જવાબ આપ્યો. "મારી દીકરીને." જવાબ આપી એમના મગજમાં મારા અવાજની ઓળખ થઈ હોય એમ મારી તરફ જોઈ કહેવા લાગ્યા : "અરે, ક્યારે આવી ગઈ તું ? મેં તો ...Read More

14

હેશટેગ લવ - ભાગ-૧૪

"હેશટેગ લવ" ભાગ -૧૪હોસ્ટેલ પહોંચી બધા જ થાક્યા હોવાના કારણે જલ્દી સુઈ ગયા. સવારે કૉલેજ જવાનું નહોતું પણ બપોરે વાગે અજયને મળવાનું હતું. આજે જમીને જ અજયને મળવા માટે કૉલેજથી થોડે દૂર નક્કી કરેલી જગ્યા ઉપર જવા માટે નીકળી ગઈ. શોભના, સુસ્મિતા અને મેઘનાની કોલ સેન્ટરની જોબ આજથી શરૂ થઈ ગઈ હતી. એ પણ નીકળી ગયા. એટલે મારે એકલા નિકળવવામાં બહુ તકલીફ ના થઈ.અજય આજે મારા પહેલાં જ આવીને ઊભો થઈ ગયો હતો. અજયને જોઈ મને તેને ગળે લગાવી લેવાનું મન થયું. પણ જાહેરમાં શરમના કારણે એમ કરી ના શકી. એના સ્કૂટર પાછળ બેસી ગઈ. સ્કુટરને અજયે બેન્ડસ્ટેન્ડ ના ...Read More

15

હેશટેગ લવ - ભાગ -૧૫

'હેશટેગ લવ" ભાગ-૧૫હોટેલના પગથિયાં ચઢતાં મારા પગ કમ્પી રહ્યાં હતાં. જાણે મારું શરીર મને પાછા વળવા માટે કહી રહ્યું પણ હું અજયનો હાથ પકડી હોટલના રૂમ સુધી પહોંચી ગઈ. રૂમમાં પ્રવેશતાં અજયે દરવાજો અંદરથી બંધ કરી દીધો. હું રૂમમાં રહેલા બેડ પાસે જઈને ઊભી રહી ગઈ. અજય દરવાજો બંધ કરી મારી નજીક આવી ઉભો રહી ગયો. તેના હાથ મારા ખભા ઉપર ગોઠવાઈ ગયા. મારા ચહેરા ઉપર ડરની સાથે શરમ પણ ફરી વળી. શરમથી ઝુકેલી મારી ડોકને એક હાથથી ઊંચી કરતાં અજયે કહ્યું :"આજે તને પહેલી વાર આટલી શરમાતા જોઈ રહ્યો છું."હું કઈ બોલી ના શકી પણ અજયના આવા પ્રેમ ...Read More

16

હેશટેગ લવ ભાગ - ૧૬

"હેશટેગ લવ" ભાગ-૧૬સુસ્મિતા સાથે રોજ વાતો કરી એના વિશે જાણવાની મારી ઈચ્છા વધતી ગઈ. ધીમે ધીમે એ પણ એની મને જણાવવા લાગી. એ જે છોકરાને પ્રેમ કરતી હતી તેનું નામ વિવેક હતું. વિવેક તેના ક્લાસમાં જ હતો. પણ કલાસ કરતાં કૉલેજના મેદાનમાં જ બેસવું તેને વધુ ગમતું. સિગરેટ અને શરાબનો શોખીન. સિસ્મિતાએ ઘણીવાર એને સિગરેટ અને શરાબથી દૂર રહેવા માટે કહ્યું. શરૂઆતમાં તો સુસ્મિતાની વાત તે માની લેતો અને એ હોય ત્યાં સુધી સિગરેટ ના પીવે. પણ હવે તો સુસ્મિતાની હાજરીમાં પણ એ સિગરેટ ફૂંકતો. મેં સુસ્મિતાને કહ્યું કે "જો આમ હોય તો તું શું કામ એની સાથે સંબંધ ...Read More

17

હેશટેગ લવ ભાગ -૧૭

હેશટેગ લવ ભાગ-૧૭રૂમની લાઈટ બંધ કરી પોત પોતાના બેડ તરફ સુવા માટે આવ્યા. રૂમમાં અંધારું થઈ ગયું હતું. આવતા પહેલા પણ મારી નજર સુસ્મિતાના બેડ તરફ જતી હતી. પણ એ પડખું ફેરવીને નિરાંતે સુઈ ગઈ હોય એમ લાગ્યું. મારા મનનો થોડો ભાર હળવો થયો. સુસ્મિતા પોતાના દુઃખમાંથી આટલી જલ્દી બહાર આવી જશે એની કલ્પના નહોતી. પણ એને નિરાંતે સુતેલી જોઈ મને થોડી રાહત થઈ. મેં પણ સુવાનો પ્રયત્ન કર્યો. મોડા સુધી જાગવાના કારણે મને પણ તરત ઊંઘ આવી ગઈ.વહેલી સવારે કાને કોઈનો બુમો પાડવાનો અવાજ સંભળાયો. મનમાં એમ વિચાર્યું કે કોઈનો ઝગડો થયો હશે. આંખ ખોલ્યા વગર જ હું ...Read More

18

હેશટેગ લવ ભાગ-૧૮

"હેશટેગ લવ" ભાગ-૧૮એ રાત્રે જ સ્વપ્નમાં સુસ્મિતા આવી. અમે બંને અગાશી ઉપર બેઠા હતાં. એ મારી સામે જોઈ મને આપવા લાગી. એ મને કહી રહી હતી :"કાવ્યા, મેં બહુ ખોટું પગલું ભર્યું છે, પણ એ સિવાય મારી પાસે કોઈ રસ્તો નહોતો, મેં તને પણ કંઈજ જણાવ્યું નહિ. પણ હું ડરી ગઈ હતી. મને મારા ભવિષ્યનો ડર સતાવવા લાગ્યો ! શું કરવું ? એ કઈ સમજાઈ રહ્યું નહોતું, અને છેલ્લે મેં આ પગલું ભરવાનું વિચાર્યું ? ભગવાન પણ મારી આ ભૂલ માટે મને માફ નહિ કરે પણ કાવ્યા તું તારી જાતને સાચવજે. જે મેં ભૂલો કરી છે એ તું ક્યારેય ...Read More

19

હેશટેગ લવ - ભાગ-૧૯

હેશટેગ લવ " ભાગ-૧૯કૉલેજ છૂટી અને અમારા મળવાના નિર્ધારિત સમયે હું કૉલેજના ગેટની બહાર આવીને ઉભી રહી ગઈ. મને હતી કે અજય મને મળવા માટે આવશે જ. થોડીવારમાં જ એ સ્કૂટર લઈને ત્યાં આવી ગયો. આજે અજયને એટલા બધાં દિવસે જોયા બાદ પણ મને પહેલા જેવો આનંદ નહોતો થતો. આજે મારી આંખોમાં, મારા વિચારોમાં જાણે સુસ્મિતા આવીને વસી ગઈ હોય એમ લાગ્યું. અજયને પણ શકની દૃષ્ટિએ જોવા લાગી.અજય મારી નજીક આવ્યો. અને પૂછ્યું :"ક્યાં હતી યાર આટલા દિવસથી, કેટલા દિવસ થયા તને મળે. તારી હોસ્ટેલની બહાર પણ ચાર-પાંચ વાર ગયો હતો. ત્યાં પણ તું ના દેખાઈ. શું થયું છે ...Read More

20

હેશટેગ લવ - ભાગ - ૨૦

"હેશટેગ લવ" ભાગ-૨૦હોસ્ટેલના પગથિયાં ચઢતાં મારા પગ સુસ્મિતાની યાદના કારણે અટક્યા. ક્ષણવાર માટે હું ત્યાંજ થંભી ગઈ. મારે રૂમ પહોંચવું હતું પણ કોણ જાણે કેમ હું ઉપર ચઢી જ ના શકી. પગથિયામાં જ ફસડાઈને બેસી ગઈ. શોભના અને મેઘનાનો આવવાનો સમય થઈ જ ગયો હતો. છતાં પણ હું રૂમ તરફ ના જઈ શકી. રૂમમાં એકલા જવાનો ડર હતો કે સુસ્મિતા વિના એકલા રૂમમાં તેના વિચારો મને ઝંપવા દે એમ નહોતા. એવું કંઈ સમજાઈ રહ્યું નહોતું. પણ હું પગથિયાં ઉપર જ બેસી રહી. સાંજનો સમય હતો. બધી છોકરીઓ પોતાના રૂમમાં બેઠી હતી. શોભના અને મેઘના આવ્યા. મને દાદર ઉપર બેઠેલી ...Read More

21

હેશટેગ લવ - ભાગ - ૨૧

"હેશટેગ લવ" ભાગ- ૨૧મારા ખભે મુકાયેલો એ હાથ મેઘનાનો હતો. મેં એકદમ પાછળ વળી ને જોયું. તો મેઘના અને ઊભા હતાં. મેઘનાએ મને કહ્યું :"કેમ હજુ બગીચામાંથી મન ભરાયું નથી ? મને તો એમ હતું કે તું આવી જઈશ પણ તું ના આવી એટલે મને સમજાઈ ગયું કે તું બગીચામાં જ હોઈશ. એટલે અમે તને શોધવા માટે અહીંયા જ આવી ગયા."અજય જેવી દેખાતી વ્યક્તિ અજય જ છે એ જોવા માટે મારે બગીચામાં જવું હતું. પણ શોભના અને મેઘના આવી ગયા હોવાના કારણે હું અંદર પાછી ના જઈ શકી, પણ મનમાં હવે અજય વિશે એક શંકા ઘર કરી ગઈ. શોભના ...Read More

22

હેશટેગ લવ ભાગ - ૨૨

"હેશટેગ લવ" ભાગ-૨૨ડરતાં ડરતાં મારા પગને મેં બાથરૂમ તરફ ઉપાડ્યા. મને પણ હવે સુસ્મિતાની જેમ જ પોતાનો જીવ આપી ઈચ્છા થઈ ગઈ હતી. બાથરૂમ સુધી પહોંચતા પહોંચતા તો મારા મનમાં અસંખ્ય વિચારો દોડવા લાગ્યા. એક પારકા પુરુષના કારણે હું મારો જીવ આપવા માટે તૈયાર થઈ હતી. મારા મમ્મી પપ્પાનો વિચાર પણ મેં ના કર્યો. અને ચાલી નીકળી આત્મહત્યા કરવા માટે. બાથરૂમ પાસે પહોંચી. દરવાજો ખોલવા જતાં મારા હાથ કંપી રહ્યાં હતાં. મગજમાં સુસ્મિતાના વિચારો દોડી રહ્યાં હતાં. આંખો આંસુઓથી છલકાઈ રહી હતી. મનોમન હું સુસ્મિતાને કહી રહી હતી. "હું પણ આવું છું તારી પાસે."ધીમેથી મેં બાથરૂમનો દરવાજો ખોલ્યો. અને ...Read More

23

હેશટેગ લવ - ભાગ - ૨૩

"હેશટેગ લવ" ભાગ-૨૩પાંચ દિવસ બાદ હોસ્પિટલમાં મારી આંખ ખુલી, સામે મારાં મમ્મી પપ્પા ઉભા હતાં, જાણે કોઈ સ્વપ્ન જોઇને હોય એમ મારી આંખો બધાને તાકી રહી હતી, છેલ્લે મને એટલું યાદ હતું કે બગીચામાંથી નીકળતી વખતે એક ગાડીએ મને ટક્કર મારી હતી. એ અકસ્માત બાદ મને તો એવું જ હતું કે જિંદગી અહીંયા પૂર્ણવિરામ મૂકી દેશે. પણ જીવન હજુ બાકી હતું. મારી મમ્મી પાસે આવી, માથે હાથ ફેરવ્યો, અને રડવા લાગી. પપ્પા પણ મારી નજીક આવી ગયા. તેમની આંખોના આંસુ વહેતાં નહોતા. જાણે કોઈ નદીનું પાણી કિનારો તોડી બહાર આવવા મથતું હોય તેમ એમેની આંખોમાં રહેલા આંસુ ઉભરાઈ આવતા ...Read More

24

હેશટેગ લવ - ભાગ - ૨૪

"હેશટેગ લવ" ભાગ-૨૪મુંબઈ છોડીને હવે પાછા પોતાના વતન નડીઆદમાં જીવનની શરૂઆત કરવા લાગી. થોડા દિવસ ઘરમાં બધાની ચહલ પહલ રહી. મારી ખબર કાઢવા માટે. જેને જેને મારા અકસ્માત વિશે જાણ્યું તે સૌ કોઈ મને જોવા માટે આવતું. દરેકનો એક જ પ્રશ્ન "કેમ કરી આમ થયું ?" જવાબમાં હૃદયની અંદર એક ટેપ કરી રાખેલી કેસેટની જેમ જ હું, મમ્મી કે પપ્પા બધાને એક જ સરખા જવાબ આપી દેતા. અને છેલ્લે જતી વેળાએ એમના નિસાસા ભર્યા શબ્દો સાંભળી મમ્મી અને હું રડતાં પણ ખરા.બે મહિના જેવો સમય વીત્યો. હવે કોઈ ખાસ આવતું નહોતું. પપ્પા પણ રોજ સવારે બેંક ચાલ્યા જતાં. હું ...Read More

25

હેશટેગ લવ - ભાગ-૨૫ (અંતિમ ભાગ)

"હેશટેગ લવ" ભાગ - ૨૫ (અંતિમ ભાગ)"કાવ્યાજી.મને જ્યારે તમારા માટે લાગણી જન્મી ત્યારે મેં કંઈ જ નહોતું વિચાર્યું. તમે છો ? કેવા છો ? એનો મેં વિચાર સુદ્ધાં પણ નહોતો કર્યો. બસ તમારા શબ્દોથી મને આકર્ષણ થયું. અને ધીમે ધીમે એ આકર્ષણ પ્રેમમાં પરિણમ્યું. તમારા વિશે જાણી થોડું દુઃખ પણ થયું. સાથે ઈશ્વર ઉપર ગુસ્સો પણ આવી ગયો. ઈશ્વર કેમ આટલો ક્રૂર હશે ? જે આટલું સરસ લખી શકે છે ? પોતાની કલ્પના શક્તિથી દુનિયાના ખૂણે ખૂણા સુધી પહોંચી શકે છે એજ વ્યક્તિને ઘરની ચાર દીવાલોમાં કેદ કરી દીધી ? પણ સાથે તમને સલામ કરવાનું પણ મન થાય છે. ...Read More