ત્રિકોણીય પ્રેમ

(325)
  • 76.5k
  • 16
  • 43.1k

"આત્માનંદ બાબાજી કી જય... આત્માનંદ બાબાજી કી જય..." એક ટોળું જોર જોરથી બોલીને જયનાદ કરતાં એક આશ્રમ તરફ જઈ રહ્યા હતા. થોડેક દૂર એક આશ્રમ હતો. આશ્રમનું નામ હતું, 'બાવાજી મહારાજ આશ્રમ'. ફૂલછોડ ના લીધે તે હરિયાળીથી ભરપૂર, વચ્ચોવચ્ચ ફૂવારો અને આજુ બાજુ નાની નાની કુટિરમાં બીજા સાધુ અને ફૂવારાની સામે અને નાની નાની કુટિરની વચ્ચે એક મોટી કુટિર એ આત્માનંદ મહારાજની હતી. આશ્રમ જોઈને આપણું મન પ્રસન્ન થઈ જાય અને શાંત થઈ જાય એવું સુંદર શાંતમય વાતાવરણ જાણે ફૂલછોડ જ સંગીત વહાવતા હોય તેમ ધીમું ધીમું, સુંદર અને મધુર સંગીત. પક્ષીઓ જાણે ભગવાનનો જયનાદ કરતાં હોય તેવો, 'યોગી આત્માનંદનો જય જયકાર..' ધીમો ધીમો ગુંજી રહ્યો હતો. ત્યાં તો દુશ્મન જેવા લાગતા પશુ પક્ષી પણ સાથે બેસીને આત્માનંદ મહારાજની વાણી શ્રવણ કરવા તત્પર હોય તેમ તે મુખ્ય કુટિરની આજુબાજુ ફરી રહ્યા હતા.

Full Novel

1

ત્રિકોણીય પ્રેમ - 1

ભાગ….૧ કુદરતનો ખેલ કેવો છે નિરાળો, કદી કશું હોતું નથી કાયમી આપણી સાથે, પછી ભલે સુખ હોય કે દુઃખ, હોય કે શક્તિ દરેકની પાસે, ક્ષણ બે ક્ષણ જ્યાં જીવન ધબકાર, ધબકે ને ખોવાઈ જાય છે સૌ સાથે, આવું જ કંઈક થ્રીલ માણીએ, અને ખેડીએ રોમાંચક સફર સૌ સંગાથે. મિત્તલ શાહ "આત્માનંદ બાબાજી કી જય... આત્માનંદ બાબાજી કી જય..." એક ટોળું જોર જોરથી બોલીને જયનાદ કરતાં એક આશ્રમ તરફ જઈ રહ્યા હતા. થોડેક દૂર એક આશ્રમ હતો. આશ્રમનું નામ હતું, 'બાવાજી મહારાજ આશ્રમ'. ફૂલછોડ ના લીધે તે હરિયાળીથી ભરપૂર, વચ્ચોવચ્ચ ફૂવારો અને આજુ બાજુ નાની નાની કુટિરમાં બીજા સાધુ અને ...Read More

2

ત્રિકોણીય પ્રેમ - 2

ભાગ….૨ (બાવાજીના આશ્રમમાં આત્માનંદ મહારાજ પ્રવચન આપે છે. પ્રવચન બાદ એક માણસ પોતાની તકલીફ કહેવા બાવાજી મહારાજ જોડે જાય હવે આગળ... ) "આત્માનંદ મહારાજ કી જય... બાવાજી મહારાજ, મને ઉગારો. મને આ તકલીફમાંથી ઉગારો. તમે જ મારો આશરો છો, હું તમારા પાસે બહુ આશાથી આવ્યો છું. મારો ઉદ્ધાર કરો." આત્માનંદ મહારાજે તે માણસ તરફ ધ્યાનથી જોયું તો, 'હાથની આંગળીઓમાં જેટલા ગ્રહો એટલી વીંટી, ગળામાં રુદ્રાક્ષની માળા અને દસેક તોલા જેવી ભારે ચેન, હાથમાં સોનાની ભારે લકી, દેખાવ પરથી અને કપાળ પરથી તેની તેજસ્વીતા અને અમીર હોવાની સાબિતી આપી રહ્યા હતા.' આત્માનંદ મહારાજના શિષ્યે પૂછ્યું કે, "શું તકલીફ છે, બાળક? ...Read More

3

ત્રિકોણીય પ્રેમ - 3

ભાગ….૩ (માલવ પાસે બાવાજી મહારાજનો શિષ્ય હેક ના થયેલા રૂપિયાના વીસ ટકા માંગે છે. દાદા તે કેવી રીતે જીવન માગતા હતા અને અચાનક જ દીકરાનો એક્સિડન્ટ થાય છે. હવે આગળ...) "બસ દુઃખ એ વાતનું જ હતું કે જે વિચાર્યું હતું તે ના થઈ શક્યું. તેનો અફસોસ પણ ભરપૂર હતો. જીવનનું ગાડું ચાલી રહ્યું હતું એવામાં એક દિવસ મારું પેન્શન મારા એકાઉન્ટમાં જમા થયું અને બીજી જ મિનિટે બેલેન્સ ઝીરો.... બેંકમાં તપાસ કરી પણ કંઈ ખબર ના પડી. બીજા મહિને ફરી થયું. ત્રીજો મહિનો આવ્યો આ વખતે બેંક મેનેજર કહ્યું હતું કે, 'તે પર્સનલી મારા એકાઉન્ટ પર ધ્યાન રાખશે.' છતાં ...Read More

4

ત્રિકોણીય પ્રેમ - 4

ભાગ….૪ (રાજ સિંહ તેના મિત્ર માલવ સાથે થયેલું ફ્રોડ આઇ.પી.ઍસ અશ્વિન સરને જણાવે છે. તે સાન્યાની મદદ લેવા સાન્યાને કહે છે. પોલીસ સ્ટેશન આવતાં સાન્યાનો એક્સિડન્ટ થાય છે. હવે આગળ....) રાજ સિંહ એ કહ્યું કે, "સાન્યા થોડીવારમાં આવે છે." એ સાંભળીને અશ્વિન સાન્યાની યાદોમાં ખોવાઈ ગયા. સાન્યા એક ગભરુ હરિણી જેવી છોકરી હતી. તે ગરીબ ભલે હતી પણ રૂપ ની બાબતમાં ધનવાનને, પૈસાદારને ગરીબ કહેડાવે એવી હતી. તેની હસતી આંખો, ગોરો વાન, તેજસ્વી ચહેરો, દાડમની પંક્તિ જેવા દાંત, સપ્રમાણ શરીર, તેને રૂપથી ધનવાન બનાવતી હતી. તે ભલે ને સિમ્પલ ડ્રેસ પેહરે છતાંય તે હીરોઈન કરતાંય સુંદર લાગતી હતી. તે ...Read More

5

ત્રિકોણીય પ્રેમ - 5

ભાગ….૫ (માલવ દાદાને પોલીસની મદદ લેવા કહે છે તો તે વાત નકારી દે છે. પણ માલવ તેના પોલીસ મિત્રને વાત કરે છે અને તે આઈપીએસ અશ્વિન સરને વાત કરે છે. હવે આગળ...) સાન્યા એકટિવા પર રોડ ક્રોસ કરવા ગઈ ત્યાં તો..... ખબર ખબર નહીં એટલામાં જ રોન્ગ સાઈડથી એક કાર પૂરઝડપે અને ધસમસતી આવી, રોડ ક્રોસ કરી રહેલી સાન્યાના એક્ટિવા સાથે અથડાઈ. એક્ટિવા પર બેઠેલી સાન્યા એકદમ જ ઉછળી અને ઉછળીને થોડે દૂર પટકાઈ. એ જગ્યાએ પથ્થર પડ્યો હોવાથી સાન્યાનું માથું જ તેની સાથે અથડાયું. સાન્યા પટકાવવાથી ડરની મારી બેભાન થઈ ગઈ, થોડી જ વારમાં ધીમું ધીમું માથાના પાછળના ...Read More

6

ત્રિકોણીય પ્રેમ - 6

ભાગ….૬ (સાન્યા ફરીથી બધું જ ભૂલી જાય છે. અશ્વિન સર નિરાશ થઈ જાય છે, છતાં પણ સાન્યાને મદદ કરવા જોબ આપવા કહે છે. હવે આગળ....) પલ્લવે પહેલી વાર જ સાન્યાને જોઈ સ્તબ્ધ થઈ ગયો. તેના માનવામાં જ નહોતું આવી રહ્યું કે, 'તેનો પ્યાર તેની જ ઓફિસમાં.... જે અત્યાર સુધી દિલમાં જ હતી અને તે હવે તેની આંખોની સામે. જ્યારે આ બાજુ સાન્યા ભલે બધું જ ભૂલી ગઈ હતી, પણ તેના દીલો દીમાગમાં લાગણીઓ અકબંધ હતી. એટલે જ સાન્યાના મનમાં પલ્લવમાટે અલગ જ ખેંચાણ અનુભવી રહ્યું હતું. પલ્લવે તો સાન્યાને પોતાની સાથે કામ કરતી જોઈને જ તે ખુશ થઈ ગયો. ...Read More

7

ત્રિકોણીય પ્રેમ - 7

ભાગ….૭ (પલ્લવસાન્યાને એકબીજામાં પ્રેમમગ્ન જોઈ અશ્વિન દુઃખી થઈ જાય છે, પણ તે પોતાને મક્કમ કરી કેસ પર ધ્યાન આપે બાવાજી મહારાજ આ વખતે લાલચ પર પ્રવચન આપી રહ્યા છે, હવે આગળ....) "અમે લૂંટાઈ ગયા... અમને તમારી શરણમાં લઈ લો." બાવાજી મહારાજને પગે લાગી આવું બોલી રહ્યા હતા, એક સાઈઠ વર્ષના માયકાંગલા જેવા દેખાતો પુરુષ, તેનો પહેરવેશ એકદમ સાદો, શરીરથી વધારે પડતો નબળો અને સ્ત્રીના પહેરવેશમાં પણ એકદમ સાદી સાડી હતી, પણ તેના નેનનકક્ષ સુંદર હતા. એટલું ખરું કે સમયની થપાટે તેેને શરીરથી નબળી અને ચહેેરા પરથી નૂર ખેંચી લીધેલું. ફક્ત શરીરના ભરાવો પુરુષ કરતાં વધારે એટલે એમ કહી શકાય ...Read More

8

ત્રિકોણીય પ્રેમ - 8

ભાગ….૮ (રામ અને માયા પોતાની આપવીતી આત્માનંદ મહારાજને કહે છે અને પોતાને સંન્યાસ આપવાનું પણ કહે છે. પણ ચંપાનંદને સાથે વાત કરતાં શક થાય છે અને આ બાબતે કેતાનંદસાથે ઉગ્ર ચર્ચા થાય છે. હવે આગળ....) "બાપજીએ કહેવડાવ્યું છે કે તેમને આજથી પંદર દિવસ મૌનવ્રત લઈને ધ્યાનમાં બેસવાનું હોવાથી તમારી દીક્ષા પંદર દિવસ બાદ થશે. ત્યાં સુધી આપ અહીં રહીને સંન્યસ્ત વિશે જાણો અને આશ્રમનો આનંદ લો. ૐ શાંતિ..." આ સાંભળીને રામઅને માયા એકબીજાની સામે જોઈ રહ્યા. તેમની રૂમમાં જઈને તેમને અશ્વિન સિંહને ફોન કરીને કહ્યું કે, "સર આ લોકોને અમારા પર શક પડ્યો લાગે છે." "પણ કેવી રીતે?" "સર ...Read More

9

ત્રિકોણીય પ્રેમ - 9

ભાગ….૯ (રામઅશ્વિન સરને બાવાજી મહારાજ અને તેમના શિષ્યોને તેમના પર ડાઉટ કેમ પડયો છે, તે જણાવે છે અને સાન્યા સાવચેત કરે છે. પલ્લવસાન્યાનો પીછો કરનાર વિશે તપાસ કરાવશે તેવું કહે છે. હવે આગળ....) સૂમસામ રસ્તો, અંધકાર ચારે બાજુ ફેલાયેલું ફક્ત ચાંદ અને તારા થોડું થોડું અજવાળું પાથરીને પોતાની હાજરી પૂરાવતાં હતાં. જ્યારે સ્ટ્રીટ લાઈટ અમુક હતી અને અમુક નહોતી. ઓફિસ અવર્સ પૂરા થઈ ગયા હોવાથી ત્યાં તો એકલદોકલ માણસ પણ માંડ હતાં. આવા રસ્તા પર સાન્યા એકટીવા લઈને જઈ રહી હતી. થોડીવાર પછી એવું લાગ્યું કે કોઈ તેની પાછળ આવી રહ્યું છે. કેટલા સમયથી એવું લાગતું, પણ કોઈ મળી ...Read More

10

ત્રિકોણીય પ્રેમ - 10

ભાગ…૧૦ (સાન્યા તેનો પીછો કરનારને પકડી લે છે અને તેેમને અશ્વિન જોડે લઈ જાય છે. પણ તે અશ્વિન સરના છે એ જાણીને સાન્યાને નવાઈ લાગે છે. આજે ફાધર્સ ડે હોવાથી સાન્યા તેના પપ્પાને યાદ કરે છે. હવે આગળ....) "મને મારા પપ્પા યાદ નથી, તો આમને જ પપ્પા માનીને ફાધર્સ ડે મનાવું.' એમ વિચારીને સાન્યા ઘર તરફ જવા લાગી. જેવું તેને આંગણે એકટીવા પાર્ક કર્યું તો ઘરમાં થી સરસ ખુશ્બુ આવી રહી હતી. ' હમમ.. આજે તો મીના આન્ટીએ સરસ વાનગી બનાવી લાગે છે કે શું?' આ ખુશ્બુથી જ તેની ભૂખ ખૂબ વધી ગઈ એટલે તે ફટાફટ અંદર આવી. પણ ...Read More

11

ત્રિકોણીય પ્રેમ - 11

ભાગ….૧૧ (સાન્યાના પપ્પા સાન્યાને બર્થ ડે ગીફટ આપે છે. એક ભિખારી ભીખ માંગતો આશ્રમ બાજુ પહોંચે છે. બધા તેને અને ધુત્કાર સાથે આશ્રમનો રસ્તો બતાવે છે. હવે આગળ....) એ ભિખારી એ આશ્રમ તરફ ગયો અને આશ્રમમાં તે કોઈની રોકટોક વગર આગળ વધી ગયો. આશ્રમમાં ભિખારીને આમ તેમ ફરતો જોઈ એક શિષ્યે પૂછ્યું કે, "હે ભકત આપ અહીં કેમ આમ ફરી રહ્યા છો? અહીં શું કરો છે અને કોનું કામ છે?" ભિખારીએ ડરતાં ડરતાં કહ્યું કે, "હું તો ખાવાનું શોધું છું, ખૂબ ભૂખ લાગી છે." પેટ બતાવીને કહેવા લાગ્યો કે, "કયારનો શોધી રહ્યો હતો કે કોઈ મને આપે અને આ ...Read More

12

ત્રિકોણીય પ્રેમ - 12

ભાગ….૧૨ (કનુ નામનો ભિખારી 'બાવાજી મહારાજ આશ્રમ' માં ભીખ માંગવા જાય છે અને ચંપાનંદ મહારાજ તેને સાન્યા પર ધ્યાન કામ સોંપે છે. દસ દિવસ તો એમ જ વીતી જાય છે અને એક દિવસે.... હવે આગળ.....) કનુ દસ દિવસ સુધી સાન્યા પર ધ્યાન રાખી રાખીને અકળાઈ ગયો હતો.'કેવું કામ આપ્યું છે, આ મહારાજે.' એવામાં દસેક દિવસ બાદ સાન્યા ડિનરની તૈયારી કરીને, જમવાનું ડાઇનિંગ ટેબલ પર ગોઠવી રહી હતી. ત્યાં જ આઈપીએસ અશ્વિન સિંહ તેમને મળવા આવ્યા. સાન્યા અને સજજનભાઈ જમવા બેસવાની તૈયારી કરી અને ડાઇનિંગ ટેબલ પર બેઠા હતા અને સજજનભાઈ અશ્વિન સરને જોઈ બોલ્યા કે, "આવો સાહેબ આવો, અમારી ...Read More

13

ત્રિકોણીય પ્રેમ - 13

ભાગ….૧૩ (કનુ પાસેથી સાન્યાને મળવા અશ્વિન સિંહ આવે છે એ જાણીને ચંપાનંદ આત્માનંદ પાસે ગયો અને એ વાત માટે કેતાનંદસાથે આ બાબતમાં લડાઈ થઈ જાય છે. અને તે ઝઘડો આત્માનંદ રોકે છે. હવે આગળ....) "કેતન, કાળુ જો આ સાન્યા અને ફોટો બધી જ વાત સાચી હોય તો... પણ તે વાત સાચી છે? અને એ પૂરવાર કયાં થયું છે, તેની પાસો ભવિષ્ય જોવાની શક્તિ છે કે નહીં? હવે?" આત્માનંદ બોલ્યા તો ચંપાનંદે કહ્યું, "હું કંઈક કરું છું." "શું કરીશ તું? એ તો કહે..." કાળુનંદ કંઈ જવાબ ના આપ્યો તો કેતોનંદે જયાનંદને ફરિયાદ કરતાં કહ્યું કે, "જોયું ને તમે, બોલશે કંઈ ...Read More

14

ત્રિકોણીય પ્રેમ - 14

ભાગ….૧૪ (ચંપાનંદ 'તે કંઈક કરશે' એમ કહીને જતા રહે છે અને સાન્યાને અમુક લોકો કિડનેપ કરી દે છે. અશ્વિન શોધવા ટીમ લગાડી દે છે. એક અંધારી રૂમમાં અમુક માણસો ડ્રગ્સ અને એકે47 ની ડિલીવરીની તૈયારી કરી રહ્યા છે. હવે આગળ....) "ભાઈ, હવે આજની ડયુટી કેવી રીતે?" "મને નથી ખબર, હું...." તેના સાગરીતે પૂછતો જ હતો અને તે કંંઈ કહેવા જઈ જ રહ્યો હતો, પણ તે કોઈને જોઈ ચૂપ થઈ ગયો અને ઊભો થયો. તે જોઈને બીજા પણ ઊભા થઈ ગયા અને તે માણસ રિવોલ્વીંગ ચેર પર બેઠો. બધાની સામે ઘૂરતી નજરે જોયું તો બધા નીચું જોવા લાગ્યા. તેનો અવાજ ...Read More

15

ત્રિકોણીય પ્રેમ - 15

ભાગ….૧૫ (મગન સાન્યાની પૂછતાછ કરીને જાણવાનો પ્રયત્ન કરે છે કે તે ભવિષ્ય કહી શકે છે કે નહીં. મગન ચંપાનંદ બધું જણાવે છે. પણ આ બાબતે કેતાનંદઅને ચંપાનંદ વચ્ચે બબાલ થાય છે. હવે આગળ....) "આત્માનંદ તમે તો સમજો અને એને કહો કે, હું જે પણ કરું તે આપણા માટે છે. અને કંઈક તો કરવું પડે એમ હતું જ ને, આગળ વિચારવું તો પડે કે નહીં?" ચંપાનંદે જયાનંદને કહ્યું તો, "કાળુ ખોટું કંઈ નથી, પણ આમ કયાંક તે પોલીસને કહી દે તો, આપણે ફસાઈ જઈએ તો, એનો ડર છે?" "એટલે જ તો મેં મારા માણસો પાસે કરાવ્યું છે. હું સીધી રીતે ...Read More

16

ત્રિકોણીય પ્રેમ - 16

ભાગ….૧૬ (ચંપાનંદને આત્માનંદ મહારાજ તેની ઈચ્છા મુજબ કરવાની મંજુરી આપી દે છે. પલ્લવતેના પપ્પાને એક છોકરી ગમે છે, તેમ છે. લંચ પર આવવાનું કહેવા માટે પલ્લવસાન્યાની રાહ જોવે છે. હવે આગળ....) "તમે ચિંતા ના કરો, સાન્યા જલ્દી મળી જશે." આમ સાંત્વના આપી પલ્લવભારે પગલે અને ઉદાસ મન સાથે ઘરે ગયો. તેની રૂમમાં જઈને તેને અશ્વિનને ફોન કર્યો અને કહ્યું કે, "અશ્વિન આ બધું શું છે અને કેવી રીતે બની ગયું? એકવાર તે મને જણાવ્યું પણ નહીં." "અંકલ મને વાત કરી, સોરી યાર. પણ તને કેવી રીતે કહું અને સાચું કહું તો તને કહેવાનું મારા મગજમાં થી જ નીકળી ગયું ...Read More

17

ત્રિકોણીય પ્રેમ - 17

ભાગ….૧૭ (પલ્લવરાજનને ફોન કરી બધું જાણે છે અને 'કંઈ મદદ જોઈતી હોય તો કહેજે' એવી ઓફર પણ કરે છે. વાત સવાઈલાલસાંભળે છે અને તે પોતાનો ભૂતકાળ યાદ કરે છે. હવે આગળ.....) 'આ પુત્રપ્રેમ પણ મારી જોડે શું શું કરાવે છે?' આવું વિચારીને સવાઈલાલકાળુને ફોન લગાવે છે. "કેમ છે અને ક્યાં છે, કાળુ?" "બસ તમારા જેવા એમલે યાદ કરે એટલે અમે તો ધન્ય થઈ ગયા." "હા ભાઈ, હવે મિત્ર પાસે જવા વિચારવું પડશે, નહીંતર મને ભગવાન ના બનાવી દે તો?" કાળુભાઈહસીને કહ્યું કે, "કયાં હતો અલ્યા, હમણાંથી તો કોઈ કોન્ટેક્ટમાં જ નથી રહેતો." "શું કરું, આ પોલીટીકસમાં તો ખુરશી મળ્યા ...Read More

18

ત્રિકોણીય પ્રેમ - 18

ભાગ….૧૮ (સવાઈલાલકાળુને આડકતરી રીતે પૂછતાછ કરે છે, પણ તેની પાસેથી બરાબર જવાબ નથી મળતો. અહીં કનુ બાવાજીના આશ્રમ પૈસા બહાને રાજ સિંહને મળે છે. હવે આગળ....) ચંપાનંદને જોઈ કનુ એટલે કે અશ્વિને વાત અને સૂર બદલી નાખ્યો. "મહારાજ, આ ભાઈને એમ જ પૂછતો હતો કે તમને દરરોજ આવું સ્વાદિષ્ટ ભોજન મળે છે? તો તમને અહીં કેવી રીતે કાયમી રહી શકો છો, જણાવો ને?" "હા, મહારાજ એટલે જ હું તેને સમજાવી રહ્યો હતો કે એ માટે તમે સંન્યાસ લઈ લો. ભજન અને ભોજનની જોગવાઈ થઈ જશે." રામે કહ્યું. "હું સંન્યાસ લઈ શકું, મહારાજ?" "ના, એ રામજેવા જ માટે છે જેમને ...Read More

19

ત્રિકોણીય પ્રેમ - 19

ભાગ….૧૯ (ચંપાનંદ કનુને મન્થનરાયની નિગરાની રાખવા કહે છે અને આત્માનંદ રામઅને માયાને સંન્યાસી બનાવવાની તૈયારી કરે છે. અશ્વિન અને સાન્યા વિશે વાત કરી રહ્યા છે, હવે આગળ....) "એ પહેલાં તું કહે કે, સાન્યા ગમે છે? સાન્યાના પપ્પાની ચિંંતાનું નામ આપે છે. અહીં મને દેખાય છે તારી આંખોમાં અને મને સમજાવી રહી છે તારા મનમાં પનપતા પ્રેમ વિશે, સમજયો?" અશ્વિન કંઈ ના બોલતાં જ તેને પાણીનો ગ્લાસ ઉઠાવીને પીવા લાગ્યો તો અમને હસીને કહ્યું તો, "રહેવા દે ભાઈ, મારા નસીબમાં મારો પ્રેમ નથી, તે તો બીજાને પ્રેમ કરે છે." "કોને? આવા સ્માર્ટ આઈપીએસને છોડીને કોને પકડયો?" "મારી ખેંચ નહીં સાવન, ...Read More

20

ત્રિકોણીય પ્રેમ - 20

ભાગ…૨૦ (સાવન રાજનને હેરાન કરે છે અને સમજાવે પણ છે કે એકવાર તે સાન્યાંને તેના મનની વાત કરે. પલ્લવને જવા માટે સવાઈલાલપણ તેને સમજાવે છે. મગન સાન્યાને પૂછે છે પણ તે જાણી કંઈ શકતો નથી. હવે આગળ...) "બોસની ઓળખાણ... એ પણ આશ્રમમાં?" મગનને તેના માણસે પૂછયું તો મગન, "હા, મને નવાઈ લાગે છે, પણ આપણે શું? જે બોસે કીધું તેમ કર્યું અને છુટા બસ. સારું થયું કે પોલીસ શોધતી આવે એ પહેલાં આ જવાબદારીથી આપણે છૂટાં થઈ જઈએ, એમાં જ મજા... સાચવી ને..." "હા..." તેમને સાન્યાને ઈકોમાં સૂવાડી દિધી અને આશ્રમ પહોંચ્યા. વિસામો પરવાળાને વાત કરી તો તેને મુકતાનંદ ...Read More

21

ત્રિકોણીય પ્રેમ - 21

ભાગ…૨૧ (સાન્યાને બાવાજીના આશ્રમ લઈ જવામાં આવે છે. ચંપાનંદ જયાનંદને આ વાત જણાવે છે. આ બાજુ સવાઈલાલકાળુભાઈવિશે ખબરી પાસેથી મેળવે છે અને આશ્રમ જવાનું નક્કી કરે છે. હવે આગળ....) "કાળુ હવે તો તારી મુલાકાત લેવી જ પડશે. આ વખતે તારું ધાર્યું નહી થવા દઉં." સવાઈલાલબીજા દિવસે બાવાજી આશ્રમ પહોંચે છે અને તે આશ્રમને જોઈ જ રહ્યા હતા ત્યાં જ ચંપાનંદ તેમને જોઈ જાય છે, તે એટલે કે કાળુ પણ તેેમની પાસે પહોંચે છે. "ઓહો સવાઈલાલતમે?" "હા તું કહેતો... અરે માફ કરજો આપ કહેતા હતાં ને કે એકવાર આપની મુલાકાત લઉં એટલે આવી ગયો." "પધારો... પધારો, આવો આપણે મારી કુટિરમાં ...Read More

22

ત્રિકોણીય પ્રેમ - 22

ભાગ….૨૨ (સવાઈલાલ ચંપાનંદને ઘણું બધું પૂછવું છે, પણ તે ફાવી ના શક્યા અને ઉલટાનું તેમને જ એમને ધમકી આપી. માયાએ તેમને સોપવામાં આવેલું કામ કરી લીધું. હવે આગળ....) ચંપાનંદ સાન્યાની કુટિરમાં લપાતા છુપાતા જાય છે. સાન્યાને જગાડી તેની પૂછતાછ ચાલુ કરે છે. "તું ભવિષ્ય જોઈ શકે છે તો કહેને કે હવે તારી સાથે શું થશે?" સાન્યાએ કહ્યું કે, "કેવા માણસ છો તમે એ ખબર નથી? પણ એટલી ખબર છે કે તમે મને કંઈ કરી શકો એમ નથી. છતાં કહી દઉં કે હું ભવિષ્ય નથી જોઈ શકતી કે પછી હજી એકવાર ફરીથી કહું?" "સાંભળું છું જ, પણ એમ કેમ તારી ...Read More

23

ત્રિકોણીય પ્રેમ - 23

ભાગ…૨૩ (ચંપાનંદ સાન્યાની વાતો સાંભળીને નિરાશ થઈ જાય છે. ચિંતનની આંખમાં નિરાશા જોઈ અશ્વિન અંદરથી હલી જાય છે. આશ્રમમાં નામનો પૈસાદાર વ્યક્તિ આવે છે. હવે આગળ....) "બસ આપની કૃપા બની રહે એ જ કામના." ધનજીએ આવું કહ્યું તો આત્માનંદ મહારાજ બોલ્યા કે, "જરૂર... જરૂર, તમે અહીં આવીને ભજન, સત્સંગ કરી શકો છો, સંન્યાસ લઈ આ મોહમાયાથી મુક્ત થઈ શકો છો?" "જી, પણ પહેલાં મેં ફેલાવેલો બિઝનેસને સમેટી લઉં, તેની વ્યવસ્થા કરી લઉં. પછી આપના જ ચરણોમાં રહેવાની મારી ઈચ્છા છે." "આ માયા તો બને એમ જલ્દી ના છૂટે વત્સ, તેને છોડવી પડશે." "જી... જી મહારાજ, મારી આ માયા દેશવિદેશમાં ...Read More

24

ત્રિકોણીય પ્રેમ - 24

ભાગ….૨૪ (ધનજી એટલે કે સાવન રામને કામ સોંપીને જતો રહે છે. રામસાન્યાને શોધી કાઢે છે અને તે મેસેજ મળતાં અશ્વિન પ્લાન મુજબ તૈયારી કરવામાં લાગી જાય છે. હવે આગળ...) "ગરબડ, કેવી ગરબડ?" "હમણાંથી આશ્રમમાં ભક્તોનો ઘસારો વધી ગયો છે અને આજુબાજુમાં ખેતમજૂરો વધારે દેખાઈ રહ્યા છે, તે તમને નવાઈ નથી લાગતી." "અમે તો આવું કંઈ વિચાર્યું નથી." "લો વિચાર્યું નથી, ખરા છો? મને તમારી ચિંતા થઈ બાકી મારે તો શું? આમ તો મારો ધંધો પૂરજોશમાં ચાલે છે." "તો આ વાત તારા માટે સારી તો છે?..." ખેડૂત પોતાની શંકા રજૂ કરતાં જણાવ્યું તો ચંપાનંદે કહ્યું. "હા, જે વકરો દિવસનો માંડ ...Read More

25

ત્રિકોણીય પ્રેમ - 25

ભાગ….૨૫ (વિસામો પરવાળાએ પોતાની શંકા રજૂ કરતાં જ ચંપાનંદ તે સાન્યાં નામની બલાનો ઉકેલ લાવી દેશે એવું કહે છે, બાબતે પહેલાં આત્માનંદ અને પછી કેતાનંદસાથે ચણભણ થાય છે અને આ બાજુ સાવન રાજનને ચીડવી રહ્યો છે. હવે આગળ....) "પ્રેમ આગમાં તો પતિગયું કૂદવા તૈયાર હોય તે સાંભળ્યું હતું અને આજે જોઈ લીધું." અશ્વિન જવાબ આપવો યોગ્ય ના લાગતાં તે ચૂપ રહ્યો એટલે સાવન, "સોરી યાર સોરી, બધું જ સેટ છે. તું ફક્ત રામને સાન્યાને છોડાવવાનો પ્લાન જાણી લે." "હવે આવ્યોને મુદ્દા પર...." "હા ભાઈ, તારો વિયોગને સંયોગમાં બદલવા આટલું તો બલિદાન આપવું જ પડશે ને?" "આ વાત ખરી, પણ ...Read More

26

ત્રિકોણીય પ્રેમ - 26

ભાગ….૨૬ (રામઅને માયા સાન્યાને તેની કુટિરમાંથી સફળ રીતે બહાર કાઢી લે છે. ચંપાનંદ અને મુકતાનંદ સાન્યા છટકી ગઈ તે પડતાં જ ભાગવા મથે છે પણ પોલીસ તેમને ઘેરી લે છે. ચંપાનંદ પોતાની જાત બચાવવા સાન્યાનો ઉપયોગ કરે છે. હવે આગળ...) સાન્યાના ગળા પર ચાકુ હોવાથી પોલીસ કંઈ કરી શકતી નથી અને તેઓ જવા દે છે. કાળુ ધીમે ધીમે આશ્રમની બહાર નીકળે છે અને જેવો તે આશ્રમના દરવાજે પહોંચ્યો જ હશે અને તે સાન્યાને ધક્કો મારીને દૂર ફેંકી દે છે અને તે ભાગવા લાગે છે. કાળુ એટલે કે ચંપાનંદ હજી માંડ ત્રણ ચાર ખેતર જ દૂર ગયો હશે અને સાવનના ...Read More

27

ત્રિકોણીય પ્રેમ - 27

ભાગ…૨૭ (સાન્યાને ધક્કો મારીને કાળુ આવેલી સ્કોર્પીઓમાં બેસીને જતો રહે છે. સવાઈલાલ બહેશબાજી કરીને તેને ફોરેન મોકલવાનો હુકમ કરે તે કેવી રીતે છટકી શકયો અને કેવી રીતે ડાઉટ પડયો તે યાદ કરે છે. હવે આગળ...) "હું ભૂલી ગયો એ પહેલાં મારી વાત સુધારી લઉં, એને હું કહીશ કે તેની પ્રેમિકાને મારવાની સોપારી મને જ આપવામાં આવી હતી, પછી તો માનશે જ ને..." "તું એવું કશું નહીં કરે..." "હું શું કરી શકું છું એ તો તને હજી ખબર જ કયાં છે, છતાં કહી દઉં હું બધું જ કરી શકું છું... તારા દીકરાની કોલેજની પ્રેમિકા અને અત્યારની પ્રેમિકાને જે એક જ ...Read More

28

ત્રિકોણીય પ્રેમ - 28

ભાગ….૨૮ (કાળુ પોતે કેવી રીતે સંત બન્યો અને તેને પોલીસને ચકમો આપવામાં મદદ કોને કરી તે યાદ કરી રહ્યો સવાઈલાલ કાળુને દુબઈ મોકલવાની વ્યવસ્થા કરે છે. હવે આગળ....) "અરે આમ ડઘાય છે શું કામ? જો હું તેને અહીં લાવતો તો મારી સાથે તું પણ પકડાઈ જતો એટલે જ તેને ત્યાં ફેંકીને આવતો રહ્યો." "ફેંકીને?" કાળુએ આવું કહ્યું તો સવાઈલાલચીસ પાડતા હોય તેમ બોલ્યા. "તું ચિંતા ના કર, ભલેને મેં તે છોકરીને ફેંકી દીધી... તારે તો શાંતિને... એ મરી જાય તો ખાસ. હા ના મરે તો ઉપાધિ. બસ હવે જા, મારું કામ પુરું કર..." કાળુ શેખ બનવા તૈયાર થવા લાગ્યો ...Read More

29

ત્રિકોણીય પ્રેમ - 29

ભાગ…૨૯ (કાળુ સવાઈલાલ ધમકાવીને કાઢી મૂકે છે. રાજ સિંહ કાળુ ભાગી જતાં ચિંતા કરે છે. સાન્યાના બયાનથી બીજા પકડાઈ છે. કાળુને પણ પોલીસના હાથે પકડાઈ જાય છે. હવે આગળ....) "આ બ્રેસલેટમાં એક જીપીએસ ચીપ છે અને જે અમારી સિસ્ટમ સાથે કનેકટડ છે. એટલે જ અમે તને પકડી શક્યા." કાળુ નિરાશ થઈ ગયો છતાં તેને હિંમત કેળવીને ઇન્સ્પેક્ટર રાજ સિંહ ને ધક્કો મારી અને તે ભાગવા લાગ્યો. પણ આ વખતે અશ્વિન અને તેની ટીમ તૈયાર હતી એટલે તેમને કાળુને ભાગવા ના દીધો, તેને પકડી લીધો અને ગાલ પર બે ધોલ મારી દીધી. બે ધોલ પડતાં જ કાળુ પોલીસની ગાડીમાં બેસીને ...Read More

30

ત્રિકોણીય પ્રેમ - 30

ભાગ…૩૦ (ચંપાનંદ ફરીથી ભાગવાનો પ્રયત્ન કરે છે પણ તે નાકામયાબ રહે છે. જેલમાં મળતા જ આત્માનંદ નિપર દોષારોપણ કરે પણ કેતાનંદતે બંને પર કટાક્ષ કરે છે. આ કન્ફેશન રેકોર્ડ કરી સાવન અને અશ્વિન રિલેકસ થઈ જાય છે. મુકતાનંદ ભકતોના ટોળાને ધરપકડની વાત લઈને ઉશ્કેરે છે. હવે આગળ….) આત્માનંદ કહ્યું કે, "હું એમની વિરુદ્ધ જુબાની આપીશ. ગમે તે થાય, પણ મને અહીંથી છોડાવો. હું તો ભલો ભોળો સંત છું, આ બંને જણાએ મને ઠગ્યો છે." જયારે કેતોનંદે કહ્યું કે, "ગમે તેવો પણ તેઓ મારો મિત્ર છે. હું તેમને દગો નહીં કરું." "પણ તમે આમાં ક્યાં વધારે સંડોવાયેલા છો?" "વધારે હોય ...Read More

31

ત્રિકોણીય પ્રેમ - 31

ભાગ…૩૧ (ચંપાનંદ વિરુદ્ધ જુબાની આપવા આત્માનંદ તૈયાર થઈ જાય છે પણ કેતાનંદસાફ ના પાડે છે. સાવન અશ્વિન આગળ કંઈ શકે છે એવી શંકા રજુ કરે છે. ટોળું સાન્યાને અડફેટે લે છે અને સાન્યા પટકાય છે. હવે આગળ....) "સાન્યા... મારી સાન્યાની યાદદાસ્ત પાછી આવી ગઈ. સાન્યા હવે બધાને ઓળખી લેશે...અને આ તો મારા કરતાં પણ અંકલ માટે ખૂબ સારા સમાચાર છે." માનવહરખાતો ડોકટરને કહે છે અને સાન્યાને બોલાવવા લાગે છે. "સાન્યા... સાન્યા બોલને કંઈક વાત તો કર, મારી જોડે..." સાન્યા બેભાન થઈ જવાથી ડોક્ટર તેને આમ કરવાની ઈશારાથી ના પાડે છે તો માનવબોલે છે કે, "તમને ખબર નથી સર, મારી ...Read More

32

ત્રિકોણીય પ્રેમ - 32

ભાગ….૩૨ (સજજનભાઈ સાન્યાના એક્સિડન્ટ વિશે ખબર પડતાં તે ગભરાઈ જાય છે. માનવતેમને સાન્યાની યાદદાસ્ત આવી ગઈ છે કહેતાં તેમની થઈ જાય છે. કોર્ટે રાજનની દલીલ માની કેસને જલ્દી ચલાવવાનો હુકમ કરે છે અને જામીન નામંજૂર કરે છે. હવે આગળ....) અશ્વિનની ભળીને જ જજે ફેંસલો આપટતાં કહ્યું કે, "પોલીસના મત સાથે કોર્ટ સંમત છે અને આ કેસ જલ્દી નિકાલ લાવવા કાલે જ તારીખ આપવામાં આવે છે. ત્યાં સુધી તેમના જામીન નામંજૂર કરવામાં આવે છે." કોર્ટ પૂરી થતાં જ રાજ સિંહ બોલ્યો કે, "સર તમે ચિંતા ના કરો, હું બધું જ સંભાળી લઈશ." રાજન, "પણ.." ત્યાં સાવન બોલ્યો કે, "હું એની ...Read More

33

ત્રિકોણીય પ્રેમ - 33

ભાગ….૩૩ (સજજનભાઈ સાન્યાને યાદદાસ્તને લઈ ઘડીકમાં નિરાશ અને ઘડીકમાં તો દુ:ખી થાય છે. પલ્લવઅને અશ્વિન પણ એટલા જ દુઃખી છે. ઓપરેશન થિયેટરમાં સાન્યાને લઈ જવામાં આવે છે. હવે આગળ....) એટલામાં સાન્યાને હોસ્પિટલ વોર્ડમાં થી ઓપરેશન થિયેટર તરફ લઈ જવામાં આવી રહી હતી, એટલે રાજન, સાવન, માનવઅને સજજનભાઈ તેને ડરતાં જોઈ રહ્યા અને ડૉક્ટર સામે આશાભરી નજરે કે તે સાન્યાને બચાવી લેશે. એટલામાં પલ્લવપણ ત્યાં આવ્યો. તેને જોઈ અમને, "આ પલ્લવઅહીં?" "હા, તું ભૂલી ગયો લાગે છે કે હાલ આ ન્યૂઝ બ્રેકિંગ ન્યુઝ બનીને દરેક ચેનલ પર બ્રોડકાસ્ટ થઈ રહ્યા છે,એ પણ ટીવીમાં જોઈને જ અહીં આવ્યો હશે. પલ્લવઅહીં આવે ...Read More

34

ત્રિકોણીય પ્રેમ - 34 - છેલ્લો ભાગ

ભાગ….34 (અંતિમ ભાગ) (સાન્યાના હાલતની અને તકલીફોની જવાબદારી એમલે સવાઈલાલપોતાના પર લે છે. સાવન અશ્વિનને કોર્ટમાં ચુકાદો શું આવ્યો કહે છે, જયારે માનવપોતાના મનમાં જ પોતાની અવ્યકત લાગણીઓ વિશે વિચારે છે. પલ્લવતેની બધી જ મીટિંગ કેન્સલ કરી દે છે. હવે આગળ...) "મારા જીવનની આ ઈમ્પોર્ટન્ટ મીટિંગ જ ચાલી રહી છે, પછી બીજી વાત... ઓકે..." કહીને પલ્લવે ફોન મૂક્યો અને રાજ સિંહ અશ્વિનના કહેવાથી સવાઈલાલને લઈને ત્યાં આવ્યો. સવાઈલાલના હાથમાં હથકડી પહેરવામાં આવી હતી. પલ્લવતે જોઈ તેમને ગળે વળગીને રડી પડ્યો. સવાઈલાલના હાથ તેની પીઠ પર ફેરવતાં તે શાંત થઈને કહેવા લાગ્યો કે, "કેમ પપ્પા કેમ તમે કાળુ જેવા દોસ્તને ...Read More