દિવાનગી

(1.3k)
  • 57.2k
  • 236
  • 27.4k

       સમીરા પોતાના બેડ પરથી ઉભી થઈ. સવારના ૮:૩૦ વાગ્યા હતા. સુરજ ના સોનેરી કિરણો માં સમીરા ના ખભા સુધી ના વાળ ચમકી રહૃાા હતા. તેણે સફેદ રંગ નું ઢીલું ટી-શર્ટ અને ભુરા રંગની શોટૅસ પહેરી હતી. રાતભર ની મીઠી ઉંઘ ના લીધે સમીરા ના ચહેરા પર એક તાજગી છલકાય રહી હતી.            તે પોતાના બેડરૂમ ની બારી પાસે આવી ને સવાર નો આનંદ લેવા લાગી. ઠંડો પવન તેના વાળ ની સાથે છેડછાડ કરવા લાગ્યો. પંખીઓ મીઠો કલરવ મન ને મધુર આનંદ આપી રહ્યો હતો. સમીરા ના લાંબા પગ શોટૅસ માં ખુબ આકર્ષક લાગી રહૃાા. ટી-શર્ટ માંથી તેની

Full Novel

1

દિવાનગી ભાગ ૧

સમીરા પોતાના બેડ પરથી ઉભી થઈ. સવારના ૮:૩૦ વાગ્યા હતા. સુરજ ના સોનેરી કિરણો માં સમીરા ના ખભા સુધી વાળ ચમકી રહૃાા હતા. તેણે સફેદ રંગ નું ઢીલું ટી-શર્ટ અને ભુરા રંગની શોટૅસ પહેરી હતી. રાતભર ની મીઠી ઉંઘ ના લીધે સમીરા ના ચહેરા પર એક તાજગી છલકાય રહી હતી. તે પોતાના બેડરૂમ ની બારી પાસે આવી ને સવાર નો આનંદ લેવા લાગી. ઠંડો પવન તેના વાળ ની સાથે છેડછાડ કરવા લાગ્યો. પંખીઓ મીઠો કલરવ મન ને મધુર આનંદ આપી રહ્યો હતો. સમીરા ના લાંબા પગ શોટૅસ માં ખુબ આકર્ષક લાગી રહૃાા. ટી-શર્ટ માંથી તેની ...Read More

2

દિવાનગી ભાગ ૨

સમીરા કાગળ વાંચીને ચોંકી ગઈ. તે વિચારવા લાગી કે "આ કાગળ કોણે રાખ્યું હશે.પહેલો બાઈકવાળો વ્યક્તિ તો નહીં હોય " તેને અચાનક વિચાર આવ્યો કે સાહિલ તો નહીં રાખી ગયો હોય ને. તે આજે મળવા માગતો હતો ને તે મળવા નહોતી ગઈ. તે કાગળ પર ના અક્ષરો લાલ રંગ થી પ્રિન્ટ કરેલા હતા. લખેલા નહોતા. તેને સાહિલ પર શક ગયો ને ગુસ્સો આવ્યો. તેણે ફોન હાથ માં લીધો ને તે સાહિલ ને ફોન લગાવવા જતી હતી. ત્યાં સમીરા ના ફોન પર તેના પપ્પા શ્રીકાંતભાઈ નો ફોન આવ્યો. સમીરા એ પોતાને સ્વસ્થ કરીને પછી ફોન ઉપાડી ...Read More

3

દિવાનગી ભાગ ૩

સમીરા આ કાગળ વાંચીને વિચારમાં પડી ગઈ. તેને કાલ રાત ના સાહિલ ના વર્તન પરથી ખ્યાલ આવી ગયો કે કાગળ સાહિલ તો નથી જ મોકલાવી રહૃાો. તેને રહી રહીને તે જ વિચારો આવી રહૃાા કે આવું કોણ કરી રહૃાું હશે. ઓફિસ માં લંચ બ્રેક પડ્યો. શાલિની સમીરા ની કંપની માં જ જોબ કરી રહી હતી પણ તે બીજા ડિપાર્ટમેન્ટ માં હતી. તેને અહીં આવે એક મહિનો જ થયો હતો. બંને સાથે જ ઓફિસ ની કેન્ટિન માં લંચ લેતા હતા. આજે સમીરા ને સવારે મોડું થઈ ગયું હોવાથી તે ટીફીન લઈને આવી નહોતી. તે કેન્ટિન માં ગઈને ...Read More

4

દિવાનગી ભાગ ૪

સમીરા પ્રતીક ને પોતાની સામે જોઈને સ્તબ્ધ થઈ ગઈ હતી. સમીરા ના વાળ વિખરાયેલા હતા. તેનું શર્ટ પસીના ના તેના શરીર થી ચીપકી ગયું હતું. સમીરા જોર જોર થી હાંફી રહી હતી. તેની આંખો માં ભય ડોકાઈ રહૃાો હતો. પ્રતીક તેની આવી હાલત જોઈને ચિંતા સાથે બોલ્યો," તું ઠીક તો છે ને? શું થયું ?" સમીરા એ પાછળ ફરીને જોયું પણ કોઈ નહોતું. તેણે પ્રતીક નો હાથ જોર થી પકડી લીધો ને કહ્યું," પહેલા અહીં થી જઈએ. પછી હું તને બધી વાત કરું છું." પ્રતીક એ કહ્યું," મારી ગાડી અહીં આગળ જ છે." સમીરા એ ...Read More

5

દિવાનગી ભાગ ૫

"સમીરા, ક્યાંય નહીં જાય." આ અવાજ સાંભળી ને સાહિલ અને સમીરા બંને ચોંકી ગયા. તે બંને એ સામે જોયું ગ્રીન રંગ ના શટૅ અને બ્લેક પેન્ટ પહેરેલો એક ખુબ જ હેન્ડસમ યુવાન ઉભો હતો. તેના ચહેરા પર આછી આછી દાઢી હતી જે તેને વધારે આકર્ષક બનાવતી હતી.તે પ્રતીક હતો. પ્રતીક ને જોઈને સાહિલ એ વ્યંગ માં હસીને કહ્યું," વાહ, તારો આશિક તો અહીં પણ પહોંચી આવ્યો." સમીરા એ પ્રતીક તરફ જોઈને કહ્યું," તું અહીંથી જા." પ્રતીક એ કહ્યું," ના, હું તને આ માણસ સાથે જવા નહીં દઉં." આ સાંભળી ને સાહિલ ને ગુસ્સો આવ્યો ...Read More

6

દિવાનગી ભાગ ૬

સમીરા લગ્ન ના એક મહિના માં સાહિલ ના સ્વભાવ થી પરિચિત થઈ ગઈ. સાહિલ ને સમીરા માટે પાગલપન જેવો હતો. સાહિલ ઘરે હોય ત્યારે સમીરા ને હમેશાં પોતાની આસપાસ જ ઇરછતો હતો. સમીરા ને સતત એનુ જ ધ્યાન રાખવાનું. ત્યારે સમીરા ના કોઈ ફ્રેન્ડ કે ફેમિલી માંથી પણ કોઈ નો ફોન આવે તો પણ સાહિલ ને ગમતું ન હતું. સાહિલ સમીરા નું ધ્યાન પણ એટલું જ રાખતો હતો.શરૂઆત માં સમીરા આ બધી બાબતો ને સાહિલ નો પ્રેમ સમજીને મન ને મનાવતી પણ સાહિલ તો સમીરા ની જિંદગી પણ કંટ્રોલ કરવા માંગતો હતો. તે સતત સમીરા નો ફોન ...Read More

7

દિવાનગી ભાગ ૭

તે વિનીત હતો. સમીરા દરવાજો બંધ કરવા જતી હતી ત્યાં વિનીત એ કહ્યું," પ્લીઝ, મને તારી સાથે કરવી છે." સમીરા એ કહ્યું," મને વાત નથી કરવી. તુ પ્લીઝ અહીંથી જા." વિનીત એ કહ્યું," પ્લીઝ, પાંચ મિનિટ આપ. હું મારી વાત કરીને અહીંથી જતો રહીશ." સમીરા એ કહ્યું," જલ્દી બોલ."વિનીત એ કહ્યું," અંદર પણ નહીં આવવા દે." સમીરા એ કહ્યું," જે વાત કરવી હોય તે બહાર ઉભા જ કર"વિનીત આખો વરસાદ માં પલળી ગયો હતો. તેણે કહ્યું," પ્લીઝ, મને અંદર તો આવવા દે." તે ઠંડી થી કાંપી રહ્યો હતો. સમીરા એ કહ્યું," ઠીક છે પણ પાંચ ...Read More

8

દિવાનગી ભાગ ૮

સાહિલ ના મમ્મી એ કહ્યું," બેટા, તું જલ્દી અહીં હોસ્પિટલમાં આવી જા. સાહિલ બસ તારું જ નામ બોલે રાખે સમીરા એ કહ્યું," હા, હું હમણાં જ આવું છું." સમીરા એ હોસ્પિટલ નો એડ્રેસ લઈ લીધો. સમીરા એ નાઈટ ના કપડા ચેન્જ કર્યા ને લેગીસ અને કુર્તી પહેરીને સ્કુટી પર હોસ્પિટલ જવા નીકળી ગઈ. તેના મનમાં જાત જાતના વિચારો આવતા હતા. તેને થયું કે સાહિલ પર હુમલો વિનીત એ કર્યો હશે?!!! તે વિચારો માં અટવાઈ ગઈ. તે હોસ્પિટલ પહોંચી ને તેણે રિસેપ્શન પર સાહિલ ના રૂમ ની પુછા કરી. સમીરા જ્યારે સાહિલ ના રૂમ માં પહોંચી ...Read More

9

દિવાનગી ભાગ ૯

પ્રતીક ડધાયેલી હાલતમાં જ ચાકુ સાથે ઉભો હતો. સમીરા ને સમજાયું નહીં કે તે શું કરે. પછી તેણે તરત ને ફોન કર્યો ને શાલિની ના ખુન ની વાત જણાવી.પ્રતીક એ તે ચાકુ નો ફર્શ પર ધા કર્યો ને તે પોતે જમીન પર બેસી ગયો. સમીરા ની આંખો માંથી આંસુ વહી રહૃાા હતા. પ્રતીક બાધા ની જેમ શાલિની ની લાશ ને જ જોઈ રહ્યો હતો. સમીરા એ રડતા રડતા કહ્યું, પ્રતીક આ બધું શું થયું ? પ્રતીક એ કોઈ જવાબ ન આપ્યો. સમીરા એ કેટલી વાર તેને રડતા રડતા પુછ્યું પણ પ્રતીક ચુપ રહૃાો. ત્યાં ઇન્સ્પેક્ટર જશવંતસિંહ ...Read More

10

દિવાનગી ભાગ ૧૦

સમીરા નવાઈ થી તે વ્યક્તિ સામે જોઈ રહીને પછી બોલી, હું તો આ વ્યક્તિ ને નથી ઓળખતી. ઇન્સ્પેક્ટર જશવંતસિંહ એ કહ્યું, આ વ્યક્તિ નું નામ કાલુ છે. તે નાની મોટી ચોરી ચપાટી કરતો હોય છે. બે -ત્રણ વખત પકડાઈ પણ ગયો છે. અમે વિનીત ને શોધી રહ્યા હતા. તમે જે બાઈક નો નંબર આપ્યો તેની તપાસ કરી રહૃાા હતા. વિનીત એ તે બાઈક આ શહેર છોડતા પહેલા રમેશ મહેતા નામ ના વ્યક્તિ ને વહેંચી હતી. તેની પાસે થી કાલુ એ ખરીદી. કાલુ જ કહેશે કે તેણે આ બધું શું કામ કર્યું ? દુબળો પાતળો ને ઉંચો ...Read More

11

દિવાનગી ભાગ ૧૧

સમીરા નવાઈ થી તે વ્યક્તિ સામે જોઈ રહીને પછી બોલી," હું તો આ વ્યક્તિ ને નથી ઓળખતી." ઇન્સ્પેક્ટર એ કહ્યું," આ વ્યક્તિ નું નામ કાલુ છે. તે નાની મોટી ચોરી ચપાટી કરતો હોય છે. બે -ત્રણ વખત પકડાઈ પણ ગયો છે. અમે વિનીત ને ...Read More

12

દિવાનગી ભાગ-૧૧

ઇન્સ્પેક્ટર એ જે ચળકતી વસ્તુ જોઈ તે એક વીંટી હતી. તેમણે ખિસ્સા માંથી રૂમાલ કાઢ્યો ને વીંટી રૂમાલ માં લીધી. તેમણે પોતાના ફીગર પ્રીન્ટ ન લાગે તેનું ધ્યાન રાખ્યું. તેમણે હજી પણ આસપાસ બારીક નિરીક્ષણ કર્યું પણ ત્યાં બીજું કશું ન હતું. તે પોતાની બાઈક પાસે આવ્યા ને બાઈક પોતાના ઘરે ભગાવી દીધી. રાત્રે જમીને ઇન્સ્પેક્ટર એ પોતાના બેડરૂમ ના ટેબલ પર રાખેલી રૂમાલ ની પોટલી ખોલી ને તે વીંટી ની ધ્યાન થી જોઈ. તે સોના ની જાડી વીંટી હતી. તેની ડીઝાઈન એટલી સુંદર હતી કે જે એકવાર જુએ તે ભુલી ન શકે. ઇન્સ્પેક્ટર એ તે ...Read More

13

દિવાનગી ભાગ ૧૨

સમીરા એ અચકાતા કહ્યું," ઘરે થી ફોન હતો." સાહિલ એ કહ્યું," ઓહહ, પણ એમાં તું આટલી ગભરાઈ કેમ ગઈ સમીરા એ કપાળ પર આવેલો પસીનો લુછતા કહૃાું," ના, બસ એમ જ" સાહિલ એ હસતા કહ્યું," આજે તો હું તને મારા હાથે થી આઈસ્ક્રીમ ખવડાવીશ." એમ કહીને સાહિલ આઈસ્ક્રીમ ના કપ માંથી સમીરા ને આઈસ્ક્રીમ ખવડાવવા લાગ્યો. અચાનક સમીરા નું ધ્યાન સાહિલ ની આંગળીઓ પર ગયું. તે બોલી," તારી વીંટી ક્યાં ગઈ ? તું તો હમેશા તે વીંટી પહેરી રાખે છે ને!! તારો લકી ચામૅ છે ને " સાહિલ એ કહ્યું," મારો લકી ચામૅ તો ...Read More

14

દિવાનગી - ભાગ ૧૩ ( અંતિમ પ્રકરણ)

સમીરા નવાઈ થી સાહિલ સામે જોઈ રહી. સાહિલ એ કહ્યું," જાનુ, હું તને આખી વાત સમજાવું. તે રાત્રે જ્યારે તને મળવા તારા ઘરે આવ્યો હતો ત્યારે પહેલો કાગળ વાંચીને મને નવાઈ લાગી. મને ત્યારે થયું કે આ કામ વિનીત નું જ હોવું જોઈએ. મેં બીજે દિવસે તેના ઘરે તપાસ કરી પણ ત્યાં તાળું મારેલું હતું. પછી મને તારા અને પ્રતીક ના ફોટા મળ્યા. એ જ સાંજે મારા પર હુમલો થયો. તે બાઈક વાળા એ મારા પર હુમલો કર્યો. પણ મારી પાસે રિવોલ્વર હતી જે કાયમ હું મારી પાસે મારી ગાડી માં રાખું છું. તે બાઈક વાળો ...Read More