લંકા દહન

(242)
  • 37.9k
  • 61
  • 15.8k

“કોઈ અટવાઇયેલ જીવાત્મા છે,જીવનની ઘટમાળના ઘટના ચક્રના વેગ સાથે સમતુલન નહિ જાળવી શકવાથી આ જીવ અકળાયેલ જણાય છે, હે સાધકો એને મારા અંગત નિવાસસ્થાને લઈ જાવ.એનું કલ્યાણ મારા હાથે નિર્મિત થયું હોઇ તે કાળે ક્રમે અહીં આવી ચડ્યો છે,એને મ દુભવશો ઓહો ! સાધકો અને સેવકો સહિત આજુબાજુ ચાલી રહેલું ભક્તવૃંદ મહારાજની નિર્મળ અને વ્હાલથી ભરી ભરી મધુર વાણી સાંભળીને અભિભૂત થઈ ગયું.કેટલાકના તો મોં ખુલ્લા જ રહી ગયા અને મહારાજને તાકી રહ્યા. એ લોકો જાણે કે બગી ઉપર સાક્ષાત ભગવાનને બિરાજેલા જોઈ રહ્યા હતા. કેટલા મહાન છે આપણા ગુરુ ! એક ભિખારી જેવા ભટકેલ અને ખુદ પોતાને ગાળો આપનારનું પણ કલ્યાણ કરશે.

Full Novel

1

લંકા દહન

“કોઈ અટવાઇયેલ જીવાત્મા છે,જીવનની ઘટમાળના ઘટના ચક્રના વેગ સાથે સમતુલન નહિ જાળવી શકવાથી આ જીવ અકળાયેલ જણાય છે, હે એને મારા અંગત નિવાસસ્થાને લઈ જાવ.એનું કલ્યાણ મારા હાથે નિર્મિત થયું હોઇ તે કાળે ક્રમે અહીં આવી ચડ્યો છે,એને મ દુભવશો ઓહો ! સાધકો અને સેવકો સહિત આજુબાજુ ચાલી રહેલું ભક્તવૃંદ મહારાજની નિર્મળ અને વ્હાલથી ભરી ભરી મધુર વાણી સાંભળીને અભિભૂત થઈ ગયું.કેટલાકના તો મોં ખુલ્લા જ રહી ગયા અને મહારાજને તાકી રહ્યા. એ લોકો જાણે કે બગી ઉપર સાક્ષાત ભગવાનને બિરાજેલા જોઈ રહ્યા હતા. કેટલા મહાન છે આપણા ગુરુ ! એક ભિખારી જેવા ભટકેલ અને ખુદ પોતાને ગાળો આપનારનું પણ કલ્યાણ કરશે. ...Read More

2

લંકા દહન - 2

"કેમ જગલા, ગઈકાલે તારા રૂમમાં ટીવી લાવેલો તું ? સાલ્લા નાલાયક અહીં ભણવા આવ્યો છે કે આવા ગોરખધંધા કરવા રૂમ નં 12 ના તમામ વિદ્યાર્થીઓને રેક્ટર સાહેબે પોતાની સમક્ષ ઉપસ્થિત કર્યા હતા. રાત્રી દરમ્યાન હોસ્ટેલમાં છોકરાઓ ગંદા પિક્ચરો ટીવી લાવીને જોતા હોવાની બાતમી તેમના ગુપ્તચરોએ આપી હતી. "સાહેબ, ગોરખનાથ એક મહાન સંત હતો. નવ નાથ પૈકીનો એક નાથ. મહાન સંત મચ્છન્ધરનાથનો પ્રિય શિષ્ય ! માયામાં લપેટાયેલા મહાન આત્મા રાજા ભરથરીને સાચું જ્ઞાન આપવા કેટલાક કપટ કરવા જરૂરી હતા..." 'ડફોળ મારે વાર્તા નહિ જવાબ જોઈએ છે, નાલાયક તને આ હોસ્ટેલમાંથી કાઢી મુકવો પડશે" સાહેબ ખીજાયા. " કોઈને કાઢી મુકવા એ ...Read More

3

લંકા દહન 3

જગદીશની વાતો સાંભળીને રમણ ઉભો થઈને એના પગમાં પડી ગયો. " ખરેખર તું જગદિશાનંદજી મહારાજ જ છો. હે પ્રભુ તમારો દાસ જાણી આપની સેવામાં રાખો. હું આ નિષ્ઠુર અને સ્વાર્થી દુનિયામાં અથડાતો કુટાતો એક ક્ષુદ્ર અને પામર જીવ છું" જગદીશે પગમાં પડેલા રમણને ઉભો કર્યો. "ખરેખર તું મારી સાથે રહેવા માંગે છે કે મજાક કરે છે ?" "જો, શક્ય હોય તો મારે પણ અહીં તારી સાથે રહી જવું છે, જલસા કરવા નહિ હો, પહેલા વિચાર્યું હતું કે થોડા દિવસ તારી સાથે રહીને આનંદ કરીશ. પછી તારી પાસેથી થોડા પૈસા ઉછીના માગીને મારા કીચડ જેવા સંસારમાં પાછો ચાલ્યો જઇશ. પણ ...Read More

4

લંકા દહન 4

"જી મહર્ષિજી. મહારાજ અત્યારે સમાધિલિન છે એટલે બે દિવસ કોઈને પણ મળશે નહીં અને કોઈની સાથે વાત પણ નહીં આપનો મહત્વનો કોઈ સંદેશ હોય તો જણાવો અહીંથી બનતી સેવા મોકલવામાં આવશે " અમેરિકાના આશ્રમ સંચાલકનો જવાબ સાંભળીને રમણને ખૂબ જ ગુસ્સો આવ્યો.કહેવાનું મન પણ થઈ ગયું કે તારા મહારાજની સમાધિ હું જાણું છું. ડાયો થઈને ફોન એમને આપ. પણ નિયમમાં રહેવું અને એકબીજાની આમાન્યા પાળવી એ આ સંસ્થાનો મૂળભૂત સિદ્ધાંત હતો. હવે બે દિવસ રાહ જોયા વગર છૂટકો નથી એમ સમજીને તે અવળું ફર્યો ત્યાં જ તેની સામે ખુરશીમાં ભીખુ મહારાજ અને જોરાવર જોટો આવીને બેઠા હતા. જેમના નામ ...Read More

5

લંકા દહન 5

"જોરાવરભાઈ, તમારી વાત હું સમજી ગયો છું. આશ્રમના તમારા કામમાં મારે દખલગીરી કરવી ન જોઈએ, પણ આતો એ ભાઈની ઈચ્છા નથી એટલે મારે જરા મહારાજ જોડે વાત કરવી હતી. આપ લોકો આગળ હું તો કોઈ વિસાત ધરાવતો જ નથી.તમે મારા વિશે બધું જાણો જ છો અને જે રીતે તમે વાત કરી ...Read More

6

લંકા દહન - 6

તારો દોસ્ત સાચો સાધુ થવા નીકળ્યો છે. સુરતના આશ્રમમાં એક ભગતની દીકરીઓને સેવિકા બનાવવાના કામમાં આડે આવવાની કોશિશ કરી છે, આવા માણસને તે આપણી સંસ્થામાં કોને પૂછીને પ્રવેશ આપ્યો ? તું પણ થોડો સતવાદીનું પૂછડું થયો હતો. હવે તારો આ ભાઈબંધ ! જો કે એને તો ઠેકાણે પાડી જ દેવાનો છે. પણ તારું પદ પણ આજથી જ છીનવી લેવામાં આવે છે અને તને અહીં અમેરિકામાં નજરકેદ કરવામાં આવે છે. એટલે આજથી તારે કંઈ જ પ્રવુતિ કરવાની નથી અમેરિકા સ્થિત આશ્રમમાં અધિપતિએ જગદીશની પાંખો કાપી નાખી હતી.અને કોઈ પણ સંજોગોમાં રમણ સાથે સંપર્ક ન થાય એવી રીતે વ્યવસ્થા ગોઠવાઈ ...Read More

7

લંકા દહન - 7

બન્ને લાશ વચ્ચે બેઠેલો રમણ ધ્રુસકે ધ્રુસકે રડી પડ્યો.કેટલાય દિવસોથી અકળાયેલો તેનો આત્મા જાણે કે અંધકારમાંથી બહાર આવ્યો હતો. સંપ્રદાયમાં સાધુ થવાની તાલીમ જગદિશે તેને ખાનગીમાં આપી હતી.કારણ કે તેનો પરિચય જ રમણ મહર્ષિ તરીકે કરાવેલ હોવાથી લોકોને આપવાના પ્રવચનો અને શાસ્ત્રોનો અભ્યાસ જરૂરી હતો.જે રાત્રી દરમ્યાન જગદીશ એને શીખવાડતો.કેટલાક ભક્તોએ સરઘસ દરમ્યાન જગદિશાનંદજી સાથે દુર્વ્યવહાર કરનાર અજ્ઞાની જીવ તરીકે તેને ઓળખી કાઢ્યો હતો.પણ પછી ખૂબ ઓછા સમયમાં રમણે મહર્ષિ તરીકે યોગ્યતા પ્રાપ્ત કરી લીધી હતી અને તેના પ્રવચનો (ઊંઠા) લોકોને ગળે ઉતરવા પણ લાગ્યા.અનેક લોકો માટે રમણ એક વિશ્વસનીય અને વંદનીય ગુરુ બની ગયો હતો. જગદીશની થિયરી તેને ...Read More

8

લંકા દહન - 8

દિલ્હી પહોંચતા રમણને બે દિવસ લાગ્યા હતા. રસ્તામાં એને આરામ પણ કરવો પડ્યો હતો. દિલ્હીની ફાઈવસ્ટાર હોટલમાં તેણે રહેવાનું કર્યું.પૈસાની કોઈ તકલીફ નહોતી.અને આશ્રમનું કાર્ડ પણ તેને ખૂબ કામમાં આવ્યું હતું.જોરાવરની ગાડીને દરેક ટોલનાકા પર ટેક્ષ ભરવાની જરૂર નહોતી.એક જગ્યાએ પોલીસની રૂટિન તપાસમાં પણ જોરાવરની ગાડીને ઓળખીને પોલીસ ઇન્સ્પેક્ટરે સલામ કરી હતી.રમણને આ લોકોની વગ જોઈને નવાઈનો પાર ન રહ્યો. પોતાની યુકતી સફળ થવામાં જોરાવરની ગાડી આટલી કામમાં આવશે એવો ખ્યાલ જ નહોતો. પણ પાપનો ઘડો ભરાઈ જાય ત્યારે ફૂટતો જ હોય છે. ફ્રેશ થઈને રમણે હોમ મિનિસ્ટ્રીમાં ફોન લગાડીને હોમ મિનિસ્ટર રાજ પુરોહિત વિજયરાજની મુલાકાત માંગી. તેના સચિવે ...Read More

9

લંકા દહન - 9

જગદિશાનંદને તેના સત્ય અને કરુણા જેવા ગુણોને કારણે વોચ નીચે રાખવામાં આવતો જ હતો. પણ તેના મિત્ર મહર્ષિ રમણે રીતે કોઈ ભક્તની છોકરીઓને સેવિકા બનતી અટકાવવાની તજવીજ હાથ ધરી હતી એ પછી તેની તમામ સત્તાઓ આંચકી લેવામાં આવી હતી. જગદીશની અનેક કાકલૂદીઓને અંતે એને જીવતદાન આપવામાં આવ્યું હતું પણ મહર્ષિ જેવા લોકો આશ્રમમાં વધતા જાય તો પોતાનું આ અમ્પાયર ખતરામાં આવી પડે,એમ સમજી અધિપતિએ મહર્ષિનું કાસળ કાઢી નાખવાનો આદેશ આપી દીધો હતો. ત્યાર બાદ કોઈ ભક્તના ટાપુ પર જીવનના પાઠ (!) ભણાવવા ચાલ્યા ગયા હતા. જ્યારે પણ આવા ટાપુ પર અધિપતિ મહારાજ વેકેશનમાં હોય ત્યારે એકમાત્ર હોટલાઈન તેમના સંપર્ક ...Read More

10

લંકા દહન - 10

મુંબઈના છત્રપતિ શિવાજી એર પોર્ટ પર પ્લેન લેન્ડ થયું ત્યારે અધિપતિ અને તેમની ટોળીને સ્વપ્ને પણ ખ્યાલ નહોતો કે અહીંથી ઓડી ગાડીમાં સુરતના આશ્રમમાં નહિ પણ પોલીસવાનમાં જેલ ભેગા થવાનું છે. મુંબઈના પોલીસ કમિશનર ખુદ આ ધરપકડ કરવા તેમની ટીમ સાથે હાજર હતા. અધિપતિના આગમનની જાણકારી કોઈ જ ભક્તોને આશ્રમ તરફથી પણ આપવામાં આવી નહોતી. કારણ કે જે ઘટના બની હતી એ દાબી દેવા માટે અને આવો હુમલો કરીને પોતાના બે યોદ્ધાઓને મારી નાખનાર તથા પોતાના શિકારને છોડાવી જનારને ગમે તે ભોગે પકડીને આશ્રમમાં સજા આપવા અધિપતિ આવી રહ્યો હતો. જે પણ લોકો હશે તેને હું એટલી ભયાનક મોત ...Read More