ભીંજાવલી-એક વ્યથા પ્રેમની

(34)
  • 18.1k
  • 5
  • 8.6k

આ વાર્તા પ્રેમ, રહસ્ય, રોમાંચ અને ભૂતકાળને વાગોળતી ડરાવની વાર્તા છે..જેના તમામ પાત્રો કાલ્પનિક છે જેને કોઈપણ અન્ય વાર્તાઓ સાથે કોઈ લેવાદેવા નથી મને આશા છે આપ સૌ વાંચકમિત્રોને મારી નવી વાર્તા પસંદ આવશે..તો ચાલો આપણે ભીંજવલીના ડરાવનો સફર શરૂ કરીએ.. રોજની જેમ આજે પણ વિનીત લાઈબ્રેરી જવા માટે પોતાનું ખખડેલ સ્કૂટર લઈને ઘરેથી નીકળ્યો, ઓહઃ પણ આજે રોજ કરતા થોડું વધુ મોડું થઈ ગયું છે. લાઈબ્રેરી તો રાતના 9 વાગે બંધ થઈ જાય છે અને વિનીતને પુસ્તકો વાંચવાનો એટલો શોખ કે આખો દિવસ પણ ઓછો પડે, પણ સાંજે 6 વાગે નોકરીએથી છૂટીને સીધો રોજ આવીજ રીતે વિનીત ૭ વાગે લાઈબ્રેરી પહોંચી જતો, પણ આજે 8 વાગવા આવી ગયા એક કલાકમાં તો કેટલું વાંચી શકશે ? પણ છતાંય લાઈબ્રેરી પહોંચી ગયો.. વિનીત લાઈબ્રેરીની અંદર જાય છે પણ રોજની જેમ એન્ટ્રી આપવાવાળા ટોની અંકલ આજે ક્યાંય દેખાતા નહતા, એટલે એન્ટ્રી વગર જ સમય બચાવીને વિનીત અંદર વાંચવા જતો રહે છે, ફટાફટ કાલની અધૂરી રહેલી પુસ્તક લે છે અને પોતાની રોજીંદી મનપસંદ જગ્યા પર બેસી જાય છે અને ફટાફટ વાંચવાનું શરૂ કરી દે છે...

New Episodes : : Every Tuesday, Thursday & Saturday

1

ભીંજાવલી-એક વ્યથા પ્રેમની - ભાગ 1

આ વાર્તા પ્રેમ, રહસ્ય, રોમાંચ અને ભૂતકાળને વાગોળતી ડરાવની વાર્તા છે..જેના તમામ પાત્રો કાલ્પનિક છે જેને કોઈપણ અન્ય વાર્તાઓ કોઈ લેવાદેવા નથી મને આશા છે આપ સૌ વાંચકમિત્રોને મારી નવી વાર્તા પસંદ આવશે..તો ચાલો આપણે ભીંજાવલીનો ડરાવનો સફર શરૂ કરીએ.. ...Read More

2

ભીંજાવલી-એક વ્યથા પ્રેમની - ભાગ 2

■■■■ભીંજાવલી■■■■ એક વ્યથા પ્રેમની -મેહુલ વઢવાણા (માધવ) ------------------------------------------------------------------ પુનરાવર્તન બારી બંધ કરવા હાથ બહાર કાઢ્યો કે તરત માત્ર એક માટે મને અચાનક એવો આભાસ થયો કે કોઈએ મારો હાથ પકડી લીધો હોય, હું ડરી ગયો જલ્દી મારો હાથ અંદર લીધો અને જોયું તો બારીની બહાર ખૂબ અંધારું હતું કુતરાઓના ભસવાનો અવાજ આવી રહ્યો હતો અને વરસાદ પણ મન મૂકીને વરસી રહ્યો હતો, મેં બારીને સરખી બંધ કરી અને પાછો પથારી પર આવીને સુઈ ગયો..અને મારી નજર દિવાલના એક ખૂણામાં પડે છે જયાં પાણીનો ભેજ હોય છે આંખોમાં ઊંઘ ઉડી ગયી હતી અને નજરો એ ભેજને જોયા કરતી હતી, એક ...Read More

3

ભીંજાવલી-એક વ્યથા પ્રેમની - ભાગ 3

■■■■ભીંજાવલી■■■■ એક વ્યથા પ્રેમની -મેહુલ વઢવાણા (માધવ) ------------------------------------------------------- પુનરાવર્તન કિસન : (જબકીને વાત બદલીને બીજી વાત પર લઈ આવે ) અરે ના ના બસ એજ વિચારી રહ્યો હતો કે શું ખરેખર આ ગામમાં ચૂડેલની આત્મા છે ?? (ચાંદની સાંભળીનેજ ડરી જાય છે..) ચાંદની : અરે બાબુજી ધીમે બોલો અહીં તમને હજી ખ્યાલ નથી ગામમાં બહુજ ખરાબ હાલત છે, ચુડેલનું નામ લેતાજ હાજર થઈ જાય છે.. કિસન : (હસીને) ખરેખર ? પણ શું હું જાણી શકું આ વાર્તા છે કે કોઈ હકીકત મને જણાવશો ?? ચાંદની : હા , પણ કોઈને કહેતા નહીં... કિસન : હા, નહીં કહું...મને જણાવો... ભાગ ...Read More

4

ભીંજાવલી-એક વ્યથા પ્રેમની - ભાગ 4

■■■■ભીંજાવલી■■■■ એક વ્યથા પ્રેમની -મેહુલ વઢવાણા (માધવ)------------------------------------------------------પુનરાવર્તનએટલામાંજ લાઇબ્રેરીમાં પુસ્તક વાંચી રહેલ વિનીત અચાનક પુસ્તક માંથી ડરીને બહાર નીકળી જાય અને જોવે છે તો ઉપર છતમાં ભેજ હોય છે ત્યાંથી વિનીતના માથે પાણીના ટીપાં પડી રહ્યા હોય છે.. અને લાઈબ્રેરીની બહાર થી પણ વિજળીઓ સાથે ધોધમાર વરસાદનો અવાજ આવી રહ્યો હોય છે આ ભેજ અને વિજળીના અવાજથી વિનીત ડરી જાય છે પણ થોડીવાર પછી મનનો વહેમ સમજીને એ પુસ્તકને લઈને બીજી જગ્યાની ખુરશીમાં બેસવા ઉભો થાય છે કારણ કે હવેતો વિનીતને પણ ઉત્સુકતા જાગી હોય છે કે આ લેખકના નામ વગરની ભીંજાવલી પુસ્તકમાં આગળની વાર્તા કયા જશે ? પેલા નાના ...Read More

5

ભીંજાવલી-એક વ્યથા પ્રેમની - ભાગ 5

■■■■ભીંજાવલી■■■■ એક વ્યથા પ્રેમની -મેહુલ વઢવાણા (માધવ) -------------------------------------------------------- પુનરાવર્તન જંગલનું દૃશ્ય : પંડિતજી કિસુને ઉંચકીને ભાગી ભાગીને થાકી ચુક્યા છે તો જંગલમાં એક ઝાડવા નીચે થાક ખાવા ઉભા રહી જાય છે... થોડીજ ક્ષણોમાં ત્યાં રાણાનો રથ આવતો દેખાય છે એટલે પંડિતજી ફરી કિસુને ઊંચકીને ભાગે છે પાછળ રાણા રથ પરથી પંડિતજીને જોઈ જાય છે એટલે તેના માણસને રથ પંડિતજી પાછળ લઈ જવાનો આદેશ આપે છે.. મંદિરની પાછળનું દૃશ્ય : શ્યામલી નદીમાં માત્ર માથું બહાર રાખીને સંતાઈને ઉભી હોય છે તે કિનારો હોય છે એટલે વધુ પાણી નથી હોતું પણ એટલીજ વારમાં એ બાજું રાણાના માણસો શોધતા શોધતા આવી જાય ...Read More