અહં અશ્વત્થામા ઉવાચ:

(10)
  • 6.4k
  • 0
  • 2.3k

પ્રકાશનુ પતન થયુ અને અંધકારનુ આધીપત્ય, રાત્રી તો ઘણી જોઈ પણ આવી તે વળી રાત્રી હોતી હશે? ના આતો બીજુ જ કાંઈક છે, કોઈ ડાકણના સાડલાનો પાલવ જાણે ધરતીની ચોમેર વીંટળાયો હોય, અને કાળું ડિબાંગ અંધારૂ ચારે કોર વ્યાપ્યુ હોય તેમ લાગતુ હતું, તેમાં પણ જો કોઈ તારો ચમકારો કરે તો એમ લાગે કે જાણે સ્મશાનમાં ચીતા ઉપર બેસીને કોઈ કાળપુરૂષ ચલમના ઘૂંટડા ભરતો હોય અને નશામાં ચકનાચૂર તેની બે લાલ-લાલ આંખો તે અંધકારમાં ચમકી ઉઠી હોય બસ એવો જ આભાસ થાય.કોઈ અઘોરીની જટાની માફક ચારે કોર ફેલાયેલ વૃક્ષોથી આચ્છાદિત જંગલ, કાળીડીબાંગ રાત્રિના સાનિધ્યમાં ભયાનક ભાસતું હતું.

1

અહં અશ્વત્થામા ઉવાચ: - 1

પ્રકાશનુ પતન થયુ અને અંધકારનુ આધીપત્ય, રાત્રી તો ઘણી જોઈ પણ આવી તે વળી રાત્રી હોતી હશે? ના આતો જ કાંઈક છે, કોઈ ડાકણના સાડલાનો પાલવ જાણે ધરતીની ચોમેર વીંટળાયો હોય, અને કાળું ડિબાંગ અંધારૂ ચારે કોર વ્યાપ્યુ હોય તેમ લાગતુ હતું, તેમાં પણ જો કોઈ તારો ચમકારો કરે તો એમ લાગે કે જાણે સ્મશાનમાં ચીતા ઉપર બેસીને કોઈ કાળપુરૂષ ચલમના ઘૂંટડા ભરતો હોય અને નશામાં ચકનાચૂર તેની બે લાલ-લાલ આંખો તે અંધકારમાં ચમકી ઉઠી હોય બસ એવો જ આભાસ થાય.કોઈ અઘોરીની જટાની માફક ચારે કોર ફેલાયેલ વૃક્ષોથી આચ્છાદિત જંગલ, કાળીડીબાંગ રાત્રિના સાનિધ્યમાં ભયાનક ભાસતું હતું. આળસુ બનીને પડી ...Read More

2

અહં અશ્વત્થામા ઉવાચ: - 2

આપણે અગાઉના ભાગમાં જોયું કે, એક બિહામણા જંગલમાં જાલમસિંગ અને બહાદુર બંને નાઈટ ડ્યુટી કરી રહ્યા હતા. તે દરમિયાન એક અજાણ્યા માણસનો પગરવ સંભળાય છે. તેઓ પેલા અજાણ્યા માણસને પકડવા માટે તેની પાછળ ભાગે છે આખરે એક સ્થળે ત્રણેય ભેગા થાય છે, અને પેલો અજાણ્યો માણસ ફરીથી ત્યાથી ભાગી છુટે છે.અને આખા જંગલમાં અહં અશ્વત્થામા ઉવાચઃ એવો અવાજ ગુજી ઉઠે છે. હવે આગળ…….જાલમસિંહ આજે ભારે અસમંજસમાં છે, પેલો અજાણ્યો માણસ કોણ હશે? કોઈ પ્રેત હશે કોઈ રાક્ષસ છે કે પછી કોઈ બીજા યુગનો માયાવી પુરુષ? ના આ બધી તો કાલ્પનિક વાતો છે.એવું બની જ ન શકે જે કાંઈ પણ ...Read More