કલ્મષ

(949)
  • 90.7k
  • 40
  • 52.7k

વિવાને પોતાની રીસ્ટ વોચ પર નજર નાખી . સવારના પહોરમાં પેસેન્જરોની ભીડ જામી નહોતી. ધુમ્મસને કારણે ઘણી ફ્લાઇટ કેન્સલ થઇ ચૂકી હતી એટલે કે પછી કારણ ગમે તે હોય એરપોર્ટ પર ગણ્યાગાંઠ્યા પેસેન્જરો ટહેલી રહ્યા હતા. ફ્લાઇટ બોર્ડ કરવાને હજી કલાક બાકી હતો. પાસે રહેલી કાફે પર જઈ એને લાતે ઓર્ડર કરી. ગરમાગરમ કોફી લઇ ત્યાં જ જમાવ્યું . કાફેની બરાબર સામે જ રહેલા બુક સ્ટોલમાં શોભી રહેલા પોતાના પુસ્તકો જોઈ એક રોમાંચની લાગણી સમગ્ર શરીરમાં ફરી વળી. અલબત્ત, વિવાન માટે આ કોઈ નવો અનુભવ નહોતો. માત્ર ઇન્ડિયામાં જ નહીં હવે તો વિદેશમાં પણ તેના પુસ્તકો બેસ્ટસેલર શ્રેણીમાં ગણતરી પામતા હતા , એનો નશો વિવાન જયારે પણ પોતાના પુસ્તકોને બુકસ્ટૉલમાં શોભતા જોઈ મન પર છવાઈ જતો હતો. વિવાનની ઇન્ડિયન માયથોલોજી પર આધારિત નવલકથાઓ થોડા જ સમયમાં દેશ વિદેશમાં ભારે ચકચાર મચાવીને લોકપ્રિય થઇ ચૂકી હતી. વિવાને ગરમ કોફીની એક ચુસ્કી લીધી. હળવેકથી ઉભો થઇ બુક સ્ટોલ પાસે ગયો. સ્ટોલ પર હાજર વ્યક્તિ સાથે પોતાના પુસ્તકો કેવી રીતે ચપોચપ ઉપડે છે એ સાંભળવાનો નશો પણ રોકડો કરવો હતો.

Full Novel

1

કલ્મષ - 1

વિવાને પોતાની રીસ્ટ વોચ પર નજર નાખી . સવારના પહોરમાં પેસેન્જરોની ભીડ જામી નહોતી. ધુમ્મસને કારણે ઘણી ફ્લાઇટ કેન્સલ ચૂકી હતી એટલે કે પછી કારણ ગમે તે હોય એરપોર્ટ પર ગણ્યાગાંઠ્યા પેસેન્જરો ટહેલી રહ્યા હતા. ફ્લાઇટ બોર્ડ કરવાને હજી કલાક બાકી હતો. પાસે રહેલી કાફે પર જઈ એને લાતે ઓર્ડર કરી. ગરમાગરમ કોફી લઇ ત્યાં જ જમાવ્યું . કાફેની બરાબર સામે જ રહેલા બુક સ્ટોલમાં શોભી રહેલા પોતાના પુસ્તકો જોઈ એક રોમાંચની લાગણી સમગ્ર શરીરમાં ફરી વળી. અલબત્ત, વિવાન માટે આ કોઈ નવો અનુભવ નહોતો. માત્ર ઇન્ડિયામાં જ નહીં હવે તો વિદેશમાં પણ તેના પુસ્તકો બેસ્ટસેલર શ્રેણીમાં ગણતરી પામતા ...Read More

2

કલ્મષ - 2

પ્રકરણ 2 પ્રયાગરાજથી પાછા ફર્યાને બે દિવસ વીતી ચૂક્યા હતા . વિના કોઈ કારણ અગમ્ય બેચેની ઘર કરી ગઈ તેવું પ્રતીત થતું રહ્યું વિવાનને. તે પાછળનું કારણ શોધવા કેટલો પ્રયાસ કર્યો પણ મન હાથથાળી દેતું રહ્યું અને અચાનક મનમાં પ્રકાશ પડ્યો. હા, કદાચ સ્વામીજીએ સાવધાન રહેવાની જે વાત કરી એ વાત સુષુપ્ત મગજમાં કોઈ ખૂણે ઘર કરી ગઈ હતી એ સિવાય નવું તો કશું વિશેષ થયું નહોતું. ફોનની રિંગે વિવાનની વિચારધારામાં ભંગ પડ્યો. સામે છેડે રાજેન ગોસ્વામી હતો.'તો કેવું રહ્યું પ્રયાગરાજ , વિવાન?' રાજેન ગોસ્વામી સાથેના સંબંધો જ એવા હતા કે ગોસ્વામી વિવાનને તુંકારે સંબોધન કરી શકતા. 'એઝ યુઝઅલ ...Read More

3

કલ્મષ - 3

વિવાને ઘરે આવીને કપડાં બદલી બેડમાં પડતું મૂક્યું. સાંજનો બનાવ એને વ્યગ્ર કરી ગયો હતો. આત્મકથાનું પુસ્તક કારમાં જ માંડ્યું હતું પણ બેકલાઇટના પ્રકાશમાં સરખું કળી શકાયું નહોતું. સાઈડ લેમ્પના ઉજાસમાં પુસ્તકનું મુખપૃષ્ઠ ખરેખર સુંદર લાગતું હતું. વિવાન પરફેકશનનો આગ્રહી હતો. જો પોતે આ પુસ્તક બહાર પડ્યું હોત તો આ તમામ બાબતોનો ખ્યાલ રાખ્યો હોત, એવી જ ચીવટથી કવર ડિઝાઈન થયેલું હતું. પોતે આ કવરની ડિઝાઇન વર્ષો પૂર્વે બનાવેલી એ ચીજ હૂબહૂ કોઈના દિમાગમાં કઈ રીતે ઉદ્ભવી શકે એ વાત જ અજાયબી ભરેલી હતી. પ્રકરણ પહેલાનો જ ઉઘાડ થતો હતો સૂકાંભટ્ટ ખેતરમાં.. મે મહિનાનો સૂરજ આકરા મિજાજમાં હતો . ...Read More

4

કલ્મષ - 4

મધરાત થવા આવી હતી પણ વિવાનની આંખમાં નિદ્રારાણીના આગમનની કોઈ નિશાની જણાતી નહોતી. કલર્સ ઓફ લાઈફનું પહેલું પ્રકરણ વાંચીને વિવાન વિચારે ચઢી ગયો હતો. આ કામ જાણભેદુ સિવાય કોનું હોય શકે ? પણ, એ જાણભેદુ કોણ? પોતાની જિંદગીના આ પાનાં તો સાવ ગોપનીય હતા. એમાં ડોકિયું કરવું એટલે પોતાના મનમાં ડોકિયું કરવું. વિવાને મનને પજવતાં વિચારોથી પીછો છોડાવવો હોય તેમ બાલ્કનીમાં જઈ સિગરેટ જલાવી. આજનો અધ્યાય અહીં જ સમાપ્ત.. કાલે તો એક જરૂરી બિઝનેસ મિટિંગ પણ છે. વિવાને વિચાર્યું. વિવાનના પુસ્તકો સોનાની ખાણ સાબિત થઇ રહ્યા હતા એનો ફાયદો ફિલ્મ ઇન્ડસ્ટ્રીને પણ લેવો હતો. જૂના પુસ્તકોના રાઈટ માટે એક ...Read More

5

કલ્મષ - 5

મધરાત વીતી ચૂકી હતી છતાં વિવાનની આંખમાં નિદ્રારાણી પધારે એવી નિશાની નહોતી. પોતાનો જ અતીત એવી રીતે ખેંચી રહ્યો જાણે કોઈ રસમય નવલકથાના પાનાં. માની ઠંડી પડી રહેલી ચિતાને જોઈ રહેલા કિશોર સંપૂર્ણપણે હોશમાં હતો. એને ખબર હતી કે હવે પાસે ન તો કોઈ છત હતી ન કોઈ સહારો. નિશિકાંત સાથે છેવટ સુધી ઉભા રહ્યા હતા માસ્તરસાહેબ.એમણે નિશિકાંતના માથે હાથ ફેરવ્યો અને ખભાને હળવેથી થપથપાવ્યો.કેટલી હૂંફ હતી એ સ્પર્શમાં, જાણે મધદરિયે અટવાતી કોઈ નૈયાને દિશા મળી ગઈ હોય.નિશીકાંતે પાછળ ફરીને માસ્તરસાહેબની સામે જોયું ત્યારે એમાં ફક્ત દેખાઈ મમતા.'ચાલ નિશિકાંત , મારી સાથે... 'સાહેબ બોલ્યા.નિશીકાંતને સમજતા વાર ન લાગી કે ...Read More

6

કલ્મષ - 6

પ્રકાશનું આમ અચાનક ચાલી જવું નિશિકાંત પર અસર કરી ગયું હતું. એ વાત સાચી હતી કે પ્રકાશ ઘણી વાતોમાં કતરાતો રહેતો. ખાસ કરીને જયારે બે જણની સરખામણી થતી ત્યારે. એ માટે જવાબદાર હતા માસ્તરસાહેબ પોતે. નિશિકાંત માત્ર ભણવામાં જ નહીં બધી રીતે ખંતીલો હતો. આ વાત માટે થઈને પ્રકાશને વારંવાર શિખામણના બે શબ્દ સાંભળવા પડતા. જે વાત પ્રકાશને ભારે કઠતી હતી. પરંતુ, શહેરમાં આવ્યા પછી પરિસ્થિતિ બદલાઈ ચૂકી હતી. વારંવાર રોકટોક કરવા માસ્તરસાહેબ તો હાજર નહોતા. બે યુવાનો પોતાની રીતે ભણતા, કામ કરતા અને કમાતા હતા. છતાં, ટોકવા જેવી વાત એ હતી કે નિશિકાંત કમાણીનો થોડો હિસ્સો માસ્તરસાહેબને ભૂલ્યા ...Read More

7

કલ્મષ - 7

પ્રકરણ 7 ખડકીથી પૂણે જતી બસમાં નિશીકાંતના મનમાં સતત એક જ વાત ઘૂમરાતી રહી કે દસ લાખ રૂપિયાની જોગવાઈ કઈ રીતે ?પોતે ક્ષણભર પણ વિચાર કર્યા વિના માસ્તરસાહેબને ધરપત તો આપી દીધી પણ પોતે ક્યાંક વધુ પડતું તો નહીં કહી દીધું ? એ વાત કહી દેવા પૂર્વે વિચાર કરી લેવો જરૂરી હતો. દસ લાખ રૂપિયા એવી રકમ નહોતી કે દસ દિવસમાં તેની જોગવાઈ કરી શકાય. વિચારનું વહેણ એવું તીવ્ર થતું ગયું કે નિશિકાંતની હથેળીમાં પરસેવો વળવા લાગ્યો. પોતે આપી દીધેલા વચન પર માસ્તરસાહેબ નચિંત થઇ ગયા પણ જો એ જોગવાઈ ન થઇ શકી તો ?તો સુધાનું શું થશે ?તો ...Read More

8

કલ્મષ - 8

પ્રકરણ 8 પહેલીવાર નિશીકાંતને લાગ્યું હતું કે જિંદગીની ટ્રેન રફ્તાર પકડી રહી છે. માસ્તરસાહેબની સુધાના લગ્ન ધામધૂમથી લેવાઈ ગયા પ્રકાશની ગાડી પણ હવે પાટે ચઢી રહી હોવાની નિશાનીઓ સાફ દેખાતી હતી. માસ્તરસાહેબને માટે નાણાંની જોગવાઈ કર્યા પછી નિશીકાંતને લાગતું હતું કે આખરે જિંદગીએ એક મોકો આપ્યો હતો ઋણ ફેડવાનો. અન્યથા બિચારા થઈને લેવાનો જ યોગ જિંદગીએ સર્જ્યો હોય તેવી લાગણી સતત થતી રહેતી.પ્રોફેસર શ્રીવાસ્તવે સમજીને જ પગાર વધારી આપ્યો હતો , છતાં એ લોન ચૂકવવા માટે પૂરતો નહોતો.હવે નિશીકાંતે દર મહિને ટ્યુશન કરવા શરુ કર્યા હતા, છતાં દર મહિને ત્રીસ હજાર રૂપિયાનો હપ્તો ચૂકવવા માટે બીજાં કામ કરવા અનિવાર્ય ...Read More

9

કલ્મષ - 9

વિવાન હતપ્રભ હતો પોતાની આત્મકથા વાંચીને. એવું લાગતું હતું કે લખનાર અન્ય કોઈ નહીં પણ એ પોતે જ હતો. નામ નિશિકાંત નામ જાણનાર હતી ગણતરીની વ્યક્તિઓ. માસ્તરસાહેબનું કુટુંબ, ગામલોકો, પ્રોફેસર સાહેબ, ઇરા તેની માતા સુમન. માસ્તરસાહેબના કુટુંબ સાથે તો સંબંધ દિવાળીના દિવસોમાં ફોનથી આશીર્વાદ માટે થતા એક ફોન જેટલો રહ્યો હતો. ગામ તો ક્યાંય પાછળ છૂટી ગયું હતું. બાકી રહી તે ઇરા, એ એની દુનિયામાં વ્યસ્ત હતી. આટલા આંગળીના વેઢે ગણી શકાય તેટલા લોકો સિવાય વિવાન અને નિશિકાંત વચ્ચેનો સંબંધ કોઈ જાણતું નહોતું. આમાંથી કોને કસૂરવાર ઠેરવવા? આત્મકથા પ્રગટ થયા પછી બે દિવસ તો ફોન, ઇમેઇલ અને સંદેશના જવાબ ...Read More

10

કલ્મષ - 10

પ્રોફેસર શ્રીવાસ્તવની તબિયત સુધારા પર હતી પણ એનો અર્થ એવો નહોતો કે તેમને હોસ્પિટલમાંથી રજા મળી જાય. છેલ્લાં ત્રણ વારંવાર પ્રેશરમાં ફ્લક્ચ્યુએશન જોવા મળ્યું હોવાથી ડોકટરની સલાહ હતી કે પ્રોફેસર શ્રીવાસ્તવે હોસ્પિટલમાં વધુ રહી તમામ ચેકઅપ કરાવવા રહ્યા.ચેકઅપ થતાં રહેતા હતા પણ પરિણામ કોઈ આવી રહ્યું નહોતું.આ દિવસો દરમિયાન હોસ્પિટલમાં રહેલા શ્રીવાસ્તવ સાથે વિવાન પડછાયાની જેમ રહ્યો હતો. પ્રોફેસર માટે રાતદિવસ મેલ નર્સ સાથે હોવા છતાં વિવાન સગા દીકરાની જેમ ખડેપગે ઉભો રહ્યો હતો.સાથે ઇરા પણ હતી. ત્રણેની મંડળી હોસ્પિટલમાં જામતી ત્યારે ભુલાઈ જતું કે પ્રોફેસર બીમાર છે, એટલે હોસ્પિટલમાં છે.રાત્રે વિવાન પ્રોફેસર સાથે રહેતો અને સવારે તૈયાર થવા ...Read More

11

કલ્મષ - 11

આ વિવાન પોતાનું ઘર ક્યારે લેશે ?' સુમનનો આ સંવાદ સાંભળી સાંભળીને પ્રોફેસરનું માથું ફરી ગયું હતું.સુમનની જગ્યાએ બીજું હોત તો બરાબરની સુણાવી દેતે પણ આ સગી બહેન ને તે પણ દુ:ખિયારી. સાસરીમાં સુમનનું ખાસ ઉપજતું નહોતું એટલે તો ભાઈ પાસે મદદ માંગવા આવી હતી. ઈરા ઉચ્ચ અભ્યાસ કરી શકે એ અર્થે આવી હતી પણ સુમન દ્વારા થતી એકની એક વાત પ્રોફેસર શ્રીવાસ્તવને મૂંઝવણમાં મૂકી ગઈ હતી. પ્રોફેસર બહેનના આ દુરાગ્રહથી ભારે વ્યથિત હતા. વિવાનને જોઈને જ એવી લાગણી થતી હતી જે પોતાના લોહી માટે થાય. એવામાં સુમનનો આવો હઠાગ્રહ પ્રોફેસરને વ્યથિત કરી રહ્યો હતો. વિવાને આ વાતચીત સાંભળી ...Read More

12

કલ્મષ - 12

આખરે પ્રોફેસર શ્રીવાસ્તવ સાથે શું સંબંધ હતો ? કોઈ નહીં. લોહીનો સંબંધ નહોતો તે છતાં વિવાન પ્રોફેસરનો અસ્થિકુંભ લઈને ગયો હતો. અસ્થિને ગંગાજીમાં વહાવવા.. પ્રોફેસર શ્રીવાસ્તવનો આ ફેવરિટ વિષય હતો. મૃત્યુ પછીનું જીવન. વિવાન સાથે આ વિષય પર કલાકો વાતો થતી રહેતી . એ અકલ્ટ સાયન્સના અચ્છા જાણકાર હતા. આખું જીવન મનોગત વિજ્ઞાનની સાધનામાં ગયું હતું અને વિવાનના આવ્યા પછી એની સાથે થતી ચર્ચામાં વિવાન એટલું તો તારવી શક્યો હતો કે પ્રોફેસર ભલે હોય નાસ્તિક પણ આ બધામાં ઊંડો રસ ધરાવે છે. કોઈએ કહ્યું નહોતું છતાં વિવાન પોતે અસ્થિકુંભ લઈને નીકળી પડ્યો હતો. એ ત્યાં હતો ત્યારે જ ત્યારે ...Read More

13

કલ્મષ - 13

શનિવારનો દિવસ હતો. ન્યુયોર્કની ભીડમાં ધમધમતાં રસ્તાઓ શાંત અજગરની જેમ પડ્યા હતા. એક તો વિક એન્ડ અને બાકી હોય ચાર દિવસ ભારે હિમવર્ષા થવાની આગાહી. વાતાવરણમાં ખાસ કોઈ ચહેલપહેલ નહોતી. ઇરાએ બારી બહાર નજર નાખી. તૂટીને હિમવર્ષા થઇ રહી હતી, જાણે આગાહીને શબ્દશ: સાચી ઠેરવવી હોય તેમ. નાનાં , આરામદાયક અપાર્ટમેન્ટમાં ફાયર પ્લેસની જલતી જ્વાળાની હૂંફમાં કોફીના ઘૂંટ ભરી રહેલી ઇરાનું મન ભારે વ્યાકુળ હતું . વ્યાકુળતાનું કારણ હતી તેના ખોળામાં પડેલી કલર્સ ઓફ લાઈફ. વિવાનની ઓટોબાયોગ્રાફી.થોડા દિવસ પૂર્વે વિવાનની ઑટો બાયોગ્રાફીના ન્યુઝ ઇન્ડિયન ચેનલ અને ઇન્ડિયન પેપર્સમાં વાંચ્યા હતા. એ પછી ન્યુયોર્ક ટાઇમ્સએ પણ સન્ડે સપ્લીમેન્ટમાં કલર્સ ઓફ ...Read More

14

કલ્મષ - 14

ન્યુ યોર્કથી દિલ્હી જતી એર ઇન્ડિયાની ફ્લાઇટ પકડી ત્યારે ઇરા પોતે મૂંઝવણમાં હતી. આમ સીધું ઇન્ડિયા પહોંચીને વિવાનને ધરવાની વિચિત્ર જ નહીં અજૂગતી હતી. પણ , આ નિર્ણય વહેલો કે મોડો તો લેવાનો જ હતો તો પછી અત્યારે કેમ નહીં ?નીનાએ તો કહ્યું પણ ખરું કે આવતા અઠવાડિયે બે ત્રણ મહત્વની મિટિંગ છે એ પતાવીને જાય તો ન ચાલે ?પણ, ઇરા કોઈ વાત સાંભળવા રાજી નહોતી.'નહીં નીના, મને ખાતરી છે કે તું એ મીટિંગ્સ મારા વિના સારી રીતે હેન્ડલ કરશે જ.. ' ઇરાએ મક્કમતાથી કહ્યું હતું. ઈરાની ઉતાવળ પાછળનું કારણ નીના ક્યાંથી સમજી શકવાની હતી ?ઇરાએ પ્રોગ્રામ તો પહેલા ...Read More

15

કલ્મષ - 15

ઈરાને નવાઈ ન લાગી વિવાનનું ઘર જોઈને. નવાઈ લાગવા જેવું હતું પણ શું? એક સમયે વિના કોઈ બજેટ સજાવ્યું તે પણ સુરુચિપૂર્ણ હતું. હવે હાઈ ફાઈ બજેટ સાથે સજાવાયું હોય એમ લાગી રહ્યું હતું. વૈભવશાળી બિલ્ડિંગના પંદરમે માળે આવેલા ફ્લેટમાંથી બહારનો નઝારો નજરે પડતો હતો. સાંજ થઇ રહી હતી. બારીમાંથી નજરે પડતો સમુદ્ર સૂર્યના સાથી બનવું હોય તેમ કેસરીયા રંગે રંગાઈ ચુક્યો હતો. ચુસ્તરીતે બંધ બારીઓ પર વહેતી હવા ટકોરા કરીને પોતાની હાજરી નોંધાવી રહી હતી. વાતાવરણમાં એરકંડિશનરની હળવી ઘરઘરાટી સિવાય કોઈ રવ નહોતો. ફ્લેટ બખૂબીથી સજાવાયો હતો. ઇટાલિયન માર્બલ ફ્લોરિંગ સાથે કોન્ટ્રાસ્ટ જમાવતાં સી ગ્રીન કલરના કર્ટન્સ લાઈફ ...Read More

16

કલ્મષ - 16

' ઇરા, તું તારા પ્રોગ્રામ રિશિડ્યુલ ન કરી શકે ? થોડા દિવસ માટે ?, ......પ્લીઝ' જમતી વખતે વિવાન આગ્રહપૂર્વક બોલમાં સૂપ પીરસતા બોલ્યો.' વાત શું છે એ મને હજી સમજાતી નથી પણ હવે લાગે છે કે તું નક્કી કશુંક કહેવા માંગે છે , રાઈટ? ' ઇરાએ વિવાનની આંખોમાં ઝાંકીને ટકટકી લગાવી પૂછ્યું.વિવાનના હાવભાવ કહી રહ્યા હતા કે એ કોઈ દ્વિધામાં હતો. શક્ય છે ડાઇનિંગ ટેબલ પાસે ઉભા રહેલા સ્ટાફની સામે એને કોઈ વાત કરવી યોગ્ય ન લાગી હોય.ડિનર પછી હોલમાં એકલા પડેલા ઇરા અને વિવાન હવે કોફી સાથે ચર્ચા કરી શકવા મુક્ત હતા છતાં વિવાને હૃદયમાં ધરબી રાખેલા ભેદની ...Read More

17

કલ્મષ - 17

'વિવાન , હવે તો તારે મને કહેવું જ રહ્યું...' ઇરાએ વિવાનના રૂમની ગેલેરીમાં રહેલી સ્વિંગ ચેર પર જમાવતાં કહ્યું.વિવાને નાનો સરખો બગીચો બનાવ્યો હતો. સ્વિંગ ચેરની સામે કરેલી સીટિંગ અરેન્જમેન્ટ અને નીચે પડેલા રંગબેરંગી કુશન્સ જોઈને ઈરાને પળવાર માટે વિવાનનું પૂનામાં નહિવત બજેટમાં સજાવેલું ઘર યાદ આવી ગયું. વિવાન પણ ઇરાની સામે ગોઠવાયો પણ અચાનક જ કંઈક યાદ આવ્યું હોય તેમ ઉભો થઇ ક્લોઝેટ પાસે પહોંચ્યો.'હા , મન તો થાય છે કે મનનો તમામ ભાર અત્યારે હળવો કરી નાખું ,પણ...' વિવાને ત્યાંથી જ ઉભા ઉભા ઈરાને કહ્યું.'પણ શું ...? વિવાન એવી શું વાત છે જે તને રોકી રહી છે ...Read More

18

કલ્મષ - 18

પોતે આટલી સરળતાથી અતીતની કબૂલાત કરી શકશે એવું તો વિવાને ધાર્યું ન હતું. પોતાને જ ક્યારેક લઘુતાગ્રંથિથી ઘેરી મૂકતા વાત ઈરાને કહેવી કઈ રીતે એ પ્રશ્ન તો ઘણીવાર પજવી જતો. એ માટે જવાબ પણ હાથવગો હતો. ઇરા સાથે કદાચ જિંદગીમાં ફરી મુલાકાત જ ન થાય તો પછી આ બધી વાતનો ક્યાં ઉલ્લેખ જ થવાનો ? પોતાનો જ એ જવાબ શાંતિ તો આપતો પણ ક્ષણભર માટે. એ ઉત્તર સાથે જ મનમાં એક કસક ઉદભવત . ઇરા હવે જિંદગીમાં ક્યારેય નહીં મળે ?અને ઈરાનું આમ અચાનક આવી ચઢવું. આ સમય આવશે અને એ પણ આટલો જલ્દી એવી કોઈ ધારણા મનમાં નહોતી. ...Read More

19

કલ્મષ - 19

સ્વામી નિર્ભયાનંદજીના આદેશને અનુસરીને વિવાન ભોજન પતાવી તેમની પાસે ગયો ત્યારે થોડીવાર પહેલા બેઠેલી વ્યક્તિ હજી સ્વામીજી સાથે જ ગૂંથાયેલી હતી. 'આવ વિવાન, આમને મળ , આ છે શેઠ ભગીરથ ગોસ્વામી. મુંબઈની અગ્રગણ્ય પ્રકાશન સંસ્થાના માલિક। અને ભગીરથજી આ છે વિવાન , લેખક છે. વધુ તો તમે જ જાણી લેશો.ભગીરથ ગોસ્વામીએ હળવું સ્મિત કરીને અભિવાદન કર્યું. વિવાને પાસે આવીને બંનેને હાથ જોડીને અભિવાદન કર્યું.બેઠી દડીનો બાંધો, ગૌર વર્ણ , કપાળે દોરેલું વિષ્ણુપગલાનું તિલક અને માથે ગાંધી ટોપી। ભગીરથજીના ચહેરા પર અસાધારણ તેજ હતું , સ્વામીજીના ચહેરાને મળતું. 'વિવાન , એમની પાસે એક ભીષમ પ્રકલ્પ છે: હિન્દૂ સંસ્કૃતિનો પ્રસાર પ્રચાર ...Read More

20

કલ્મષ - 20

મધરાત વીતવા આવી હતી છતાં વિવાનની વાત અધૂરી હતી. ઇરા અને વિવાન ,બંનેની આંખોમાં સરખી આતુરતા અંજાયેલી હતી. એકને અતીતને વહાવી દેવો હતો તો બીજાને એ ક્ષણની એક એક બીના જાણી લેવી હતી. સ્વિંગ ચેરમાં ઝૂલી રહેલી ઇરાએ શરારતી સ્મિત સાથે પૂછ્યું : એક કોફી બ્રેક થઇ જાય ? 'ઓહ શ્યોર' કહેતાં વિવાન ઉઠ્યો અને કોફી બનાવવા માટે કિચન તરફ ગયો. ઇરાએ ઉભા થઇ હળવી આળસ મરડી. એવું લાગતું હતું કે આ બધી જાણે ગઈકાલની જ વાત હતી.થોડીવારમાં જ વિવાન ટ્રેમાં કોફીના બે મગ સાથે આવતો દેખાયો. ઇરા જોઈ રહી હતી. એક સામાન્ય યુવક હતો ત્યારે અને જયારે એક ...Read More

21

કલ્મષ - 21

ઇરા મંત્રમુગ્ધ થઈને સાંભળી રહી હતી વિવાનની વાતોને.જાણે સામે એક ફિલ્મ ચાલી રહી હતી. વિવાનની સહુથી પહેલી નવલકથા પ્રગટ હતી ન્યુ યોર્કમાં. સ્યુડોનેમ હતું જ્હોન બેરી. 'ઓહ , જ્હોન બેરી એટલે તું ??? 'ઇરા આશ્ચર્યથી જોઈ રહી. 'એ તો સુપરહિટ બુક હતી, ન્યુયોર્ક ટાઈમ્સના લિસ્ટિંગમાં ચાર વીક સતત ટોપ પર રહેલી. મેં વાંચી છે. તો તું જ્હોન બેરી ? ' ઈરાના હોઠ અચરજથી ખુલ્લાં રહી ગયા. 'જી, મેડમ આપની સામે ઉભો છે જ્હોન બેરી !!! ' વિવાન મંદ મંદ સ્મિત વેરતો રહ્યો.'એટલે પછી એની કોઈ બીજી બુક આવી નહીં ?' ઇરાએ હેરતથી પૂછ્યું.'ક્યાંથી આવે ? એ કિતાબે એટલી બધી ...Read More

22

કલ્મષ - 22

વરસાદની ઋતુમાં જો સૌથી કોઈ રોમેન્ટિક વાતાવરણ હોય તો તે છે સહ્યાદ્રિ પર્વતમાળાની ગોદ. મુંબઈ પૂણે એક્સપ્રેસ હાઇવે આ થઈને પસાર થાય છે. ચોમાસાની ઋતુમાં એ પ્રેમીપંખીડાઓનું સ્વર્ગ બની જાય છે.એ મોસમમાં ઈરાએ પૂણે જવાની વાત કરી એટલે વિવાન તો હરખાયો હતો. પૂણેથી મુંબઈ આવવા નીકળ્યા ત્યારે વાદળાંઓની જમાવટ તો થવા જ લાગી હતી. ઘેરાં કાળાં પાણી ભરેલાં વાદળો આકાશમાં રહેવાની સાથે સાથે સાથે હાઇવે પર પણ પાંખ પસવારીને બેસી ગયા હતા. વિવાનની ઓડી ગતિ તો પકડી રહી હતી પણ વિઝિબિલિટી એટલી તો ખરાબ હતી કે પુણેથી કામશેત પહોંચતા જ વિવાને સ્પીડ ઘટાડી નાખવી પડી. 'વિવાન , મારા ખ્યાલથી ...Read More

23

કલ્મષ - 23

ઇરાએ ધાર્યું હતું એમ જ થયું. નીના તો ઈરાનો ચહેરો જોઈને જ ડઘાઈ ગઈ હતી. એના મોઢામાંથી હળવી ચીસ ગઈ હતી. કારણ એનું સાફ હતું. ઈરાના ગારામાટીથી ખરડાઈ ગયેલાં વસ્ત્રો જ નહીં , ચહેરો અને વાળ પણ લાલકાળી માટીથી ભરાઈ ચૂક્યા હતા. ડોક્ટરે કપાળમાં લાગેલી ચોટના ભાગમાંથી માટી સાફ કરી ડ્રેસિંગ કરી દીધું હતું પણ તો ય ઘાવમાંથી વહેલું લોહી પાટા પર ફૂટી આવ્યું હતું. આવ્યા હતા માત્ર ત્રણ ટાંકા પણ ઈરાના હાલહવાલ એવા હતા કે સામે રહેલી વ્યક્તિ ગંભીર સ્થિતિ માની બેસે.ન તો બદલવા કપડાં હતા ન સાથે કોઈ સામાન.એટલે સ્વાભાવિક છે કે નીના સામે છેડે ઈરાના આ ...Read More

24

કલ્મષ - 24

ત્રણ દિવસ તો આંખના પલકારામાં પસાર થઇ ગયા . વિવાનના ફિઝિશિયન પાસે જઈને રોજેરોજ ડ્રેસિંગ કરાવવા પછી ઈરાના મનમાં રાહત તો થઇ ગઈ હતી કે ઇન્જરી કોઈ વધુ સારવાર માંગે એવી નહોતી. ઈરાની ચિંતા બીજી હતી તે હતી જેમ બને એમ વહેલું ઘરભેળાં થવાય તો સારું. માના કોલ પણ જાણીજોઈને રિસીવ નહોતાં કર્યાં .ખબર હતી કે માનો પહેલો સવાલ હશે કે પહોંચી જઈને એક ફોન પણ ન કર્યો ? માને શું જવાબ આપવો ? કે પોતે હજી ઇન્ડિયામાં જ છે ? ને પૂછે કેમ અને ક્યાં ? તો ? તો શું જવાબ આપવો ?'શું વિચારમાં ગુમાઈ જાય છે વારે ...Read More

25

કલ્મષ - 25

ફ્લાઇટ ઉપડી તે સાથે જ ઇરાએ ઊંઘી જવાનો નિષ્ફળ પ્રયાસ કર્યો. બ્રિટિશ એરવેયઝની ફ્લાઇટ હતી , લંડન થઈને ન્યુ પહોંચાડતી હતી. લંડનમાં વળી ત્રણ કલાકનો હોલ્ટ હતો. એટલે ઘરે તો પૂરાં ચોવીસ કલાક થવાના હતા. બહેતર હતું કે ફ્લાઈટમાં આરામ થઇ જાય. પણ, છેલ્લાં બે દિવસમાં થયેલી ઘટનાથી મન વ્યગ્ર હતું. વિવાન જેવો માણસ એક નાની વાત ન સમજી શકે ? કોઈ આટલું સ્વાર્થી કઈ રીતે થઇ શકે ? પહેલા તો વિવાન આવો નહોતો. ન ચાહવા છતાં મન વર્ષો પૂર્વેના અને આજના વિવાન વચ્ચે સરખામણી કરતુ રહ્યું. ક્યાં એ વિનમ્ર ઓછાબોલો વિવાન અને ક્યાં આજનો વિવાન ?ઇરા વિચારતી રહી. ...Read More

26

કલ્મષ - 26

ન્યુ યોર્કના સૂમસામ પડેલાં રસ્તા પર ટેક્સી દોડી રહી હતી. પણ, એથીય વધુ ગતિએ જો કોઈ દોડી રહ્યું હોય તે હતું ઈરાનું મન. ફોર્ટી સેકન્ડ સ્ટ્રીટ પર આવેલી હિલ્ટન હોટેલ તો ન જાણે કેટલીયવાર જોઈ હતી પણ ત્યારે કદી અંદાજ નહોતો કે એક દિવસ પોતે ત્યાં રહેવું પડશે !! ઈરાના મનમાંથી પોતે જોયેલું દ્રશ્ય ખસતું નહોતું. નીના પોતાની સાથે આવી ગેમ રમી શકે ? એક બાજુ દિમાગ હતું તો બીજી તરફ દિલ. જે કહી રહ્યું હતું : ના , નીના આવું ન કરી શકે !!ઉલટું દિલ તો ઈરાને પોતાની કરણી માટે કોસી રહ્યું. પોતે એને એક સફાઈની તક પણ ...Read More

27

કલ્મષ - 27

કુ કુ ક્લોક ચાર વાગી ગયા હોવાની સૂચના આપતું હોય તેમ ચહેકવા લાગ્યું. નીનાની આંખોમાં રહીસહી નીંદર પણ ગાયબ ગઈ હતી. ન જાણે કેમ પણ મન અજબ બેચેની મહેસૂસ કરી રહ્યું હતું. વાસુની હાજરીમાં તો એ બધું ભૂલી જતી. ન એને કામની ચિંતા સતાવતી ન માબાપની ઈરાથી વાત છૂપાવવાનો રંજ ક્યારેક ક્યારેક ડંખી જતો પણ એમાં પણ વાસુ વચ્ચે પડી એ વિષાદને હવા હવા કરી નાખતો હતો. ઈરાને પોતાના મનની વાત કહેવા રહેલી ઉત્સુકતા પર ફેરવી દેવાનું કામ વાસુ હરહંમેશ કરતો રહ્યો હતો. પોતે વાસુને ઘરમાં , ઓફિસમાં , માબાપ સાથે થયેલી એક એક વાત કરતી હતી. એમાં પણ ...Read More

28

કલ્મષ - 28 - છેલ્લો ભાગ

જેએફકે એરપોર્ટ પર ફ્લાઇટ લેન્ડ થઇ તે સાથે જ વિવાને પોતાનો મોબાઈલ ફોન ઓન કરી દીધો. જાણે થોડાં કલાકોના એને અકળાવી ન દીધો હોય !! હવે વધુ વિલંબ એને પરેશાન કરી રહ્યો હતો. થોડી જ ક્ષણોમાં નેટવર્ક એસ્ટાબ્લિશ થયું કે મેસેજ રિસીવ થવા લાગ્યા. સહુથી પહેલું કામ વિવાને મળી રહેલા મેસેજીસમાં ઈરાના મેસેજ વાંચવાનું કર્યું. ઇરાએ માત્ર બે મેસેજ મોકલ્યા હતા. એકમાં હતું હોટેલનું નામ અને રૂમ નંબર અને બીજા મેસેજમાં હતી ટેક્સી ડ્રાઈવરને આપવાની સૂચના. વિવાનના થાકેલા ચહેરા પર એક સ્મિત આવી ગયું. ઇરા પોતાને હજી એ જ પૂનાવાળો વિવાન સમજી રહી હશે. જેથી તકેદારીપૂર્વક પોતે ક્યાંક ભૂલો ...Read More