લાખા ફુલાણીનું ઈતિહાસ

(91)
  • 43.9k
  • 14
  • 22.6k

એક હજાર વર્ષ પૂર્વે. એક દિવસ સાંજે પાટણ નગરીમાં સરોવરને કાંઠે બે બાવાઓએ આવીને પોતાના ખંભા ઉપરથીગંગાજળની કાવળ ઉતારી, વિસામો ખાવા બેઠા હાથીની સૂંઢ જેવા જબરદસ્ત એના ભૂજ દંડ હતા. લોઢાના થંભ જેવી બળવાન કાયાઓ હતી. વેંત વેંતના કંપાળ હતાં એક ની આંખમાંથી તેજના ભાલા છૂટતા હતાં બીજાની આંખો અંધ હતી. અંધ વેરાગીને માથે ને મોઢે ધોળા રેશમ જેવી સુંવાળી લટો ચમકતી હતી. બંને બેઠા સ્નાન કરવા લાગ્યા. નજીકમાં એક ઘોડેસવાર પોતાની ઘોડીને પાણી ઘેરતો હતો 'ત્રો ! ત્રો! બાપ્પો બાપ્પો'! એવા નોખાનોખા દોર કાઢીને ઘોડેસવાર ઘોડીને પાણી પીવા લલચાવતો હતો. "ઘોડીએ બે પહાડ જેવાં બાવાના ભગવા લૂગડાં જોયા. ચમકવા લાગી. કેમેય માની નહિ. ઘોડેસવાર પીઠ થાબડી, ગરદન થાબડી: છંતાય ઘોડી ટાઢી ના પડી. એટલે એણે ફડાક ! ફડાક ! ફડાક! એમ ત્રણ કુમચીના ઘા ઘોડીના અંગ પર ચોડી દિધા.

New Episodes : : Every Monday, Wednesday & Friday

1

લાખા ફુલાણીનું ઈતિહાસ - ભાગ 1

એક હજાર વર્ષ પૂર્વે. એક દિવસ સાંજે પાટણ નગરીમાં સરોવરને કાંઠે બે બાવાઓએ આવીને પોતાના ખંભા ઉપરથીગંગાજળની કાવળ ઉતારી, ખાવા બેઠા હાથીની સૂંઢ જેવા જબરદસ્ત એના ભૂજ દંડ હતા. લોઢાના થંભ જેવી બળવાન કાયાઓ હતી. વેંત વેંતના કંપાળ હતાં એક ની આંખમાંથી તેજના ભાલા છૂટતા હતાં બીજાની આંખો અંધ હતી. અંધ વેરાગીને માથે ને મોઢે ધોળા રેશમ જેવી સુંવાળી લટો ચમકતી હતી. બંને બેઠા સ્નાન કરવા લાગ્યા. નજીકમાં એક ઘોડેસવાર પોતાની ઘોડીને પાણી ઘેરતો હતો 'ત્રો ! ત્રો! બાપ્પો બાપ્પો'! એવા નોખાનોખા દોર કાઢીને ઘોડેસવાર ઘોડીને ...Read More

2

લાખા ફુલાણીનું ઈતિહાસ - ભાગ 2

નવ મહિને દિકરો આવ્યો. પ્રસવ થાય તે વખતે જન્માક્ષર લેવા જોષીને બેસાડેલા. પ્રસવ થયેલી તેની બરાબર ઘડી લેવા બહાર જોષી પાસે દોડી ફેકવાની હતી. બાનડીએ દડી બે ઘડી મોડી નાખી. એટલે ઘડી ખોટી લેવાણી. જન્મોત્રીમાં ગણતરી કરી જોષીએ નિસાસો નાખ્યો. માતાએ પૂછાવ્યું. "કહો જોષીરાજ ! જન્માક્ષર શું કહે છે ? ""કહે દિકરાનું મોઢું જોયે બાપનું મોત થાશે ! "સોનેરી પાંભરીમાં બાળકને વીંટાડવામાં આવ્યું.આંસુભરી આંખે માતાએ આજ્ઞા કરી:એને વગડામાં નાખી આવો, બાનડી નાખવા આંઘે આંઘે ગઈ, એક બખોલ દેખી. બાળકને ત્યાં નાખી પાછી વળી, તરતની જ વિયાએલી .એક વાઘણ પોતાના બે બચ્ચાં ને બખોલમાં મુકીને ભરખી ગોતવા ગયેલી પાછી આવીને ...Read More

3

લાખા ફુલાણીનું ઈતિહાસ - ભાગ 3

જે દિવસે લાખો જનમિયો, ધરાવતા કાછ ધરાવે, તે દિવસે પિરાણા પાટણજા, કોઠા લોટ કરા. કચ્છનો ધરાવતી લાખો જે દિવસે તે દિવસે જ બરાબર એના પિતા ફૂલે અણહિલપુર પાટણના કિલ્લાને ભોંભેળો કરી નાખ્યો, સૂરજનો કુમાર આવા વીર શુકન લઈને ધરતી પર ઉતર્યો, એના જન્મની ખુશાલીનો ડંકો ચોરીની ઝાલર ઉપર નહી પણ ગુજરાતના પાટનગર ગઢની દિવાલ ઉપર વગાડયા, એની છઠ્ઠીના લેખ લખવાની વિધાતા મોળો, અક્ષર કાઢતાં કાંપી ઉઠી હશે. બાપની સાથે લાખાને અણબનાવ થયો. મોઢું જોવાનુંયે સગપણ ના રહયુ. સૂરજનો પુત્ર યુવાનીના રંગ રમવા સોરંઠને કાંઠે ઊતર્યો. કંઈ ઘમસાણ બોલાવ્યા. આઠ આઠ કોટની રચનાવાળુ એક નગર બાંધ્યું. લીલી અને સૂકી બબ્બે ...Read More

4

લાખા ફુલાણીનું ઈતિહાસ - ભાગ 4

ત્યાં રાજે દાણિયા નાખ્યા. રાજાની સોગઠી ઉડી. મારા સાળાની !કયારની સંતાપતી'તી" કહી ને રાજે સોગઠી પર સોગઠી મારી'.એક ઘાએ ભૂકા કર્યા. આંગળીમાંથી લોહીના ત્રસકા ટપકયા. "સોલંકી!" "લાખાની આંખ બદલી મોં સાંભળજો, હો ! ""નહીં તો "બીજું શું ? માથું ધૂપ ચાટે ! શું કરું ? મારી બેનનો ચૂડો આડો આવે છે. લાખા ! તારું અન્ન મારા દાંતમાં છે. આજ મને ભાન થયું કે હું તારો અતિથિ નથી. પણ આશ્રિત છું. બસ આજથી મારું અંદર ખૂટયું. એટલું કહી ને રાજ ઉઠી ગયો. ભાદરનું પાણી ગૌમેટ કર્યું. રાણી ને કહ્યું. "તમારે પૂરા મહિના છે. પ્રસવ સુધી રહેજો. હું જાવ છું અણહિલપુર ...Read More

5

લાખા ફુલાણીનું ઈતિહાસ - ભાગ 5

"બાપ, તારા પિતા તો તું પેટમાં હતો ત્યારે પાછા થયાં, ""બોલો એને કોણે માર્યા ? મારી એક આંખમાં ઝેર ઝરે ?""એને મામાએ માર્યા _ તારા અન્નદાતાએ. ""મારા કૂળમાં કોઈ સગુ ના મળે ? ""અણહિલપુરનો રાજા મૂળરાજ તારો ઓરમાયો ભાઈ થાય છે ને અને તારા મોટાબાપુ ત્યાં જ રહે છે. ""ત્યારે આપણે અહીં શીદ રહયે છીએ ? ""આપણે કિયા જઈએ ? કોણ સંઘરે ?""મારા બાપુ પાસે જઈએ _ત્યાં સ્વૅગમાં. "માં સમજી ગઈ. ડળકડળક પાણીડા પાડતી એ દિકરાના માથે હાથ મેલીને બોલી. "જો જે હો બાપ, રજપુતાણીનો દિકરો ! બાપનું વેર લેવા જતાં લૂણહરામી ના થતો. તારા રૂંવે રૂંવે તારા મામાનું ...Read More

6

લાખા ફુલાણીનું ઈતિહાસ - ભાગ 6

અને જાણ જે કે મારું ચાલશે ત્યાં સુધી હું તને કટકેય નહીં મૂકું, મામાનું લૂણ. ""ભાઈ ! મારે વેર લે__! ""ખબરદાર ! ચાર હત્યાનું પાપ ! પિતૃદ્વોહનું પાપ ! યાદ રાખજે_સોમવારે , શિવાલય, સાંજરે ! "એટલું બોલી રાખાઈશે ઘોડી વાળી. અંધારામાં એના ડાબલા ગાજા રહ્યા. કોઈએ કોઈનું મોં પણ જોયું નહિ. આંખો ન મળી. ફકત અવાજે અવાજ ભેટયા. "ઉભો રહે ભાઈ "એવો સાદ કરતો મૂળરાજ અટારીમાં ઉભો રહ્યો. "વાહ મારા ફરજંદ ! વાહ સોલંકી ! રંગ તારા શામધરમને ! ને રંગ તારા પુત્રધરમને ! "પ્રાગડના દોરા ફૂટે તે પહેલા તો રાખાઈશ આટકોટના ગઢમાં દાખલ થઈ ગયો. ખાસદારે તો ઊનું ...Read More

7

લાખા ફુલાણીનું ઈતિહાસ - ભાગ 7

ઓ સામે રણક્ષેત્રમાં ગીધો ઉડે છે. અને એની કરમીપુરા ચીસો ઉપરથી લાગે છે કે મહાયુદ્ધ મચ્યું છે. એવું યુદ્ધ રાખાઈશનું જ હોય. હે હ્રદય, ચાલ , ચાલ આપણે રાખાઈશનું ધીંગાણું જોવા જાઈએ. "મૂળરાજ, માટી થાજે !"રાખાઈશ હાકલ દીધી. " ભાઈ ! ભાઈ ! "એ મધરાતનો સૂર પારખીને મૂળરાજે ભાઈને સાદ કર્યો. " આજ નહિ ભાઈ , દુશ્મન ! "કહીને રાખાઈશ ભાલો ઝીંક્યો. ઘામા વેતરાઈ ગયેલ હાથનું ભાલું નિશાન ચૂકયું. મૂળરાજે આંખો મીંચીને ભાઈ ને માથે સાંગ નાખી. રાખાઈશ પડયો, પછી લાખો પડયો. જાડેજાઓને ખલાસ કરીને મૂળરાજે ગુજરાતનો રસ્તો લીધો. આકાશની આંખોમાંથી લોહીની ધારો થાતી હોય તેવા સાંજના રંગ ઊઘડયા ...Read More

8

લાખા ફુલાણીનું ઈતિહાસ - ભાગ 8

લાખાને જોષીઓએ કહયું હતું કે અઠાર વષૅની ઉમરે ભાણેજ રાખાઈશ તારો નાશ કરાવશે લાખાએ રાખાઈશને પતાવવાની પેરવી કરી. મધદરિયે ડૂબાવી દેવાની વેપારીઓને આજ્ઞા કરી ભાણેજ ને સાથે મોકલ્યો દૂર દૂર દરીયામાં એક કાળો પહાડ આવ્યો. પહાડ ની પાસે ઘસડાઇ ગયું ત્યાં દરિયાઈ વેલા હતાં ત્યાં વહાણ અટવાઈ ગયું. ખારવાઓએ કહ્યું, "પહાડ પર જઈને કોઈ ત્યાં પડેલા પડેલા એક પ્રચંડ નગારા ઉપર દાંડીનો ઘા તો એના અવાજથી ત્યાં બેઠેલા પ્રચંડ પંખીઓ ઊડે. એ પાંખોના તરફડાટથી પવન વાશે અને તેના જોરથી વહાણ વેલામાંથી છૂટું પડશે. " રક્ષણ બનીને આવેલા રાખાઈશે એ સાહસ ખેડયું. હોળીમા બેસી એ પહાડ પર ગયો. સૂચવ્યા પ્રમાણે ...Read More

9

લાખા ફુલાણીનું ઈતિહાસ - ભાગ 9

સોનલ આડુંઅવળું કયાંય જોયા વગર પોતાના માર્ગ ચાલવા લાગી. લોકો કુતુહલવશ આટલી નીડર, સ્વરૂપવાન યુવતીને જોતાં જ રહી ગયા. સમયે રાજમહેલના ઝરૂખામાંથી 'બોલાડીગઢ'નો પ્રતાપી અને પરાક્રમી રાજા આ દ્રશ્ય જોઈ રહ્યો હતો. એ જ ક્ષણે રાજાને વિચાર આવ્યો કે આટલી સામથ્યૅવાન, સ્વરૂપવાન અતૂલ સૌદર્યવાન શકિતશાળી સ્ત્રી ને પેટે પુત્ર જન્મ થાય તો એ પુત્ર કેટલો પરાક્રમી, સુંદર અને વીરપુરુષ બને. ! ! ઈ. સ ૮૪૩ માં કંથકોટ નો કિલ્લો ચડાઈ ગયોગયો હતો. જામ સાડ નામના રાજાએ કિલ્લો અને મોડકૂવો ચડાવી પોતાનું મુલ્લક આબાદ કરવા મચી પડયો. જામ સાડની ચડતી જોઈ તેનો સાળો ધરણ વાઘેલા ઇષૉની આગમાં શેકાવા લાગ્યો. તેનું ...Read More