ઇશ્કનું રિસ્ક, ડર, થ્રીલર ફિક્સ

(198)
  • 87.4k
  • 16
  • 45.7k

"જો યાર, ગમે તે થાય, પણ હું તને ત્યાં નહી જ જવા દઉં! કેમ જવા પણ દઈ શકું!" રઘુએ કહ્યું. "જો, વિશ્વાસ રાખ. મને કઈ જ નહી થાય!" રેખાએ સમજાવ્યું. "અરે! પણ કેમ તું આવી જીદ કરે છે! કઈ થાય કે ના થાય, પણ મારે તને ત્યાં નહી જ જવા દેવી!" રઘુએ ચિડાઈને કહ્યું. "જો રઘુ, ભાઈ મારી જિંદગી છે, આજે જે કંઈ હું છું, બસ ભાઈની જ મહેરબાની છે..." રેખાએ કહ્યું. "સારું... તારી લાઇફ છે, જેવી તારી ઈચ્છા! આખરે હું છું જ કોણ, જે તને રોકે!" રઘુએ રડમસ રીતે કહ્યું. "જો તને હક છે, તને પૂરેપૂરો હક છે; પણ, હું પણ તો કોઈની બહેન છું! મને પણ તો મારા ભાઈની ચિંતા થાય છે ને!" ખરેખર તો રેખાને પણ નહોતી ખબર કે આ પરિસ્થિતિમાં શું કરવું જોઈએ. રઘુની એના માટેની ચિંતા પણ વ્યાજબી જ હતી, પણ એણે એના ભાઈની પણ ચિંતા થઈ રહી હતી. આખરે કોને અને શા માટે એના ભાઈને આમ એનાથી દૂર કરી દિધો હતો! "જો તું જરાય ચિંતા ના કર, હું છું ને! હું વૈભવને કઈ જ નહિ થવા દઉં!" રઘુએ કહ્યું તો રેખા રઘુની થોડી વધારે નજીક આવી ગઈ. જ્યારે દુઃખના સમયે કોઈ પાસે હોય તો કેટલી બધી હિંમત મળતી હોય છે ને! રેખાને પણ રઘુ પાસેથી હિંમત મળતી હતી. રઘુ એના માથાને પંપોરવા લાગ્યો. "રડીશ ના તું, હું છું ને તારી સાથે?! જો પ્લીઝ તું ના રડ!" રઘુ એણે સમજાવી રહ્યો હતો. "જો, ચિંતા ના કર તું. હું છું ને! આપને વૈભવને સહીસલામત લઈ ને આવીશું..." રઘુએ રેખાના ચહેરાને પોતાની હથેળીમાં લેતા કહ્યું.

Full Novel

1

ઇશ્કનું રિસ્ક, ડર, થ્રીલર ફિક્સ - 1

જો યાર, ગમે તે થાય, પણ હું તને ત્યાં નહી જ જવા દઉં! કેમ જવા પણ દઈ શકું! કહ્યું. જો, વિશ્વાસ રાખ. મને કઈ જ નહી થાય! રેખાએ સમજાવ્યું. અરે! પણ કેમ તું આવી જીદ કરે છે! કઈ થાય કે ના થાય, પણ મારે તને ત્યાં નહી જ જવા દેવી! રઘુએ ચિડાઈને કહ્યું. જો રઘુ, ભાઈ મારી જિંદગી છે, આજે જે કંઈ હું છું, બસ ભાઈની જ મહેરબાની છે... રેખાએ કહ્યું. સારું... તારી લાઇફ છે, જેવી તારી ઈચ્છા! આખરે હું છું જ કોણ, જે તને રોકે! રઘુએ રડમસ રીતે કહ્યું. જો તને હક છે, તને પૂરેપૂરો હક છે પણ, ...Read More

2

ઇશ્કનું રિસ્ક, ડર, થ્રીલર ફિક્સ - 2

યાર... મને બહુ જ ડર લાગે છે! ભાઈ સવારનો ગાયબ છે! આખરે રેખાએ એ કહી જ દીધું, જે બહુ જ સમયથી કહેવું હતું. અરે! એમ કેવી રીતે એ ગાયબ થઈ શકે?! નાનો છોકરો થોડી છે એ તે આમ ગાયબ થઈ જાય! રઘુએ સવાલો કર્યા! રઘુ, એ ગાયબ નહી થયો! એનું કીડનેપિંગ કરવામાં આવ્યું છે! મને કિડનેપરનો કોલ પણ આવ્યો! રેખાએ આંસુઓ લૂછતાં વાત આગળ ચલાવી. અરે, પણ કોઈ કેમ આવું કરે?! તમારી સાથે એ લોકોની શું દુશ્મની હોય શકે?! રઘુએ સવાલ કર્યો. એ તો હું નહી જાણતી, પણ મારે.. મારે તો મારા ભાઈને બચાવવો જ છે! કોઈ પણ હાલતમાં! ...Read More

3

ઇશ્કનું રિસ્ક, ડર, થ્રીલર ફિક્સ - 3

હા... મને વિશ્વાસ છે, તારી પર! રડતા રડતા જ રેખા બોલી. બસ તો યાર... રઘુને જાણે કોઈ આશાની કિરણ જ ના મળી ગઈ હોય. બોલ, થયું શું? વૈભવ કઈ જગ્યાએથી ગાયબ થયો? છેલ્લે તેં એણે ક્યાં જોયો હતો?! રઘુએ પૂછ્યું. અમે બંને... અમે બંને હોટેલમાં જમવા ગયા હતા. આંસુઓ લૂછતાં અને થોડું સ્વસ્થ થતાં રેખાએ વાત શુરૂ કરી. રઘુએ એણે હાથથી પકડીને બાજુના સોફા પર બેસાડી દીધી. પોતે પણ એની ઠીક બાજુમાં જઈને બેસી ગયો. હા, પછી?! રઘુએ પૂછ્યું. અમે જમી ને ઘરે જ આવતા હતા, ત્યાં રસ્તામાં એણે એની એક ફ્રેન્ડ મળી ગઈ તો એણે મને કહ્યું કે ...Read More

4

ઇશ્કનું રિસ્ક, ડર, થ્રીલર ફિક્સ - 4

થોડીવાર માં ખાવાનું પણ આવી ગયું અને બંનેએ ખાઈ લીધું. ગીતા શું કરે?! ખાઈને બંને બસ બેઠા હતા, કે રેખાએ એક અલગ જ વાત કહી. નામ ના લઈશ તું એનું! આઇ જસ્ટ હેટ હર! રઘુએ ચિડાઈ જતાં કહ્યું. શું હેટ? તું તો એણે લવ કરે છે ને?! રેખાએ થોડું હસતા કહ્યું. ઓ! હું એણે નહી, એ મને લવ કરતી હતી! રઘુએ કહ્યું અને વાત બદલતા ઉમેર્યું, એ બધું છોડને કાલે આપને જે પૈસાની વ્યવસ્થા કરવાની છે એનું વિચાર! એમાં વિચારવાનું શું?! જે કંઈ ખાતામાં છે, કાલે આપને જઈને લઇ આવીશું અને કીડનેપરને આપીને વૈભવને લઈ લઈશું! રેખાએ પ્લાન સમજાવ્યો. ...Read More

5

ઇશ્કનું રિસ્ક, ડર, થ્રીલર ફિક્સ - 5

ઉઠ... રઘુ એક ટ્રે માં બે કોફીના મગ સાથે રેખાને જગાડી રહ્યો હતો. ઉં... થોડું વધારે ઊંઘવા ને! રેખા એ કહ્યું. અહીં મને આખી રાત ડર ને લીધે ઊંઘ નહી આવી અને આ મેડમ ને તો હજી ઊંઘવું છે! રઘુ સ્વગત બોલ્યો. ઊઠી જા ને... રેખુ પ્લીઝ! રઘુ એ એણે કહ્યું તો રેખા આંખો છોડતી અને આળસ ખાતી ઊઠી. ચાલ લાવ કોફી! રેખા લગભગ કોફી લેવા જ જતી હતી કે રઘુએ એણે અટકાવી - મેડમ, પહેલાં ફ્રેશ થઈ જાવ! શું યાર, આ બ્રશ કરવાનું! રેખા એ મોં બગાડતા બાથરૂમ તરફ જવા માંડ્યું. કેવી છે તું! રઘુ જાતે જ બોલ્યો ...Read More

6

ઇશ્કનું રિસ્ક, ડર, થ્રીલર ફિક્સ - 6

ઓ મગજ જેવું કઈ છે કે નહી?! રઘુ એ રેખા પર ગુસ્સે થતાં કહ્યું. હા તો હું થોડી જવાની હતી... સાવ નિદોૅષભાવે રેખા બોલી તો રઘુને પોતે ગુસ્સે કર્યા પર અફસોસ થવા લાગ્યો. હા પાગલ! પણ હું તારી સાથે છુપાઈને આવત ને! રઘુ એ શાંત થતાં કહ્યું. હા, પણ જો એમને ખબર પડી જાત કે હું એકલી નહી તો એ લોકો વૈભવને કઈ નુકસાન પણ તો પહોંચાડી શકતા હતા ને! રેખા એ કહ્યું. સારું થયું... રઘુ એ કહ્યું. ગીતા સાથે લગ્ન કરી લેજે... ફટાફટ કહીને રેખા કિચનમાં ચાલી ગઈ. થોડીવાર પછી રઘુ પણ કિચનમાં આવી ગયો. ના કહેલું ને ...Read More

7

ઇશ્કનું રિસ્ક, ડર, થ્રીલર ફિક્સ - 7

રઘુ એ દરવાજો ખોલ્યો. ફૂડ ડિલિવરી બોય હાથમાં ઓર્ડર કરેલ ફૂડ સાથે હતો. રઘુ એ ફૂડ લઈને એણે જતો બંને એ ઓર્ડર કરેલ ફૂડ ખાધું. એટલામાં તો દોઢ પણ વાગી ગયા હતા! રઘુ, ચાલ આપણે જલ્દી જવું પડશે... બે વાગી જ જશે... રેખા એ રઘુને કહ્યું અને બંને નીકળી પડ્યા. જતાં પહેલાં રેખા એના ઘરને થોડીવાર માટે તો બસ અપલક જોઈ જ રહી. એણે કાલની રઘુ સાથેની મીઠી યાદો વૈભવ સાથે ગાળેલ પળો બધું એક સામટું યાદ આવી રહ્યું હતું. ચાલ ને... રઘુ એ એણે કહ્યું તો એ ભૂતકાળમાંથી બહાર આવી. બંને ઘરને બંધ કરીને ચાલ્યા ગયા. પૈસા ...Read More

8

ઇશ્કનું રિસ્ક, ડર, થ્રીલર ફિક્સ - 8

હા, ગીતાએ તો બધા વચ્ચે જ તને પ્રપોઝ કરેલું ને! એમ પણ તો કહેલું કે જે કોઈ તને પ્યાર એ એની લાઇફ બરબાદ કરી દેશે! રેખા એ યાદ અપાવ્યું. એ તો એણે ખાલી જ કહ્યું હશે... રઘુ એ કહ્યું કેમ કે હજી એનું મન નહોતું માનતું! પ્યાર બહુ જ સ્ટ્રોંગ ફિલિંગ છે, પ્યાર માટે વ્યક્તિ કોઈ પણ હદ પાર કરી શકે છે... રેખા એ કહ્યું તો રઘુને એક પળ માટે તો એવું જ લાગ્યું જાણે કે આ બધા જ પાછળ પોતે ગીતા જ છે! તને શું લાગે છે, આ બધા પાછળ ગીતા છે? રઘુ એ થોડું ડરતા ડરતા પૂછ્યું. ...Read More

9

ઇશ્કનું રિસ્ક, ડર, થ્રીલર ફિક્સ - 9

સવારે વૈભવ અને રઘુ ઉઠે એ પહેલાં જ રેખા ઊઠી ગઈ હતી. રઘુ, વૈભવ ઉઠોને જલ્દી! રેખા ઉઠાડી રહી હતી. ગઈ કાલે તો પોતે એણે ઊંઘતી મૂકીને રઘુ એ જાતે એના માટે કોફી બનાવી હતી. ગમતી વ્યક્તિ એમની ગમતી વ્યક્તિ ને વધારે મહત્વ આપતી હોય છે! રેખા પણ એ જ વિચાર સાથે હસવા લાગી. રઘુ... રેખા એ જોરથી કહ્યું તો રઘુ સફાળો ઊભો થઈ ગયો. શું થયું? શું થયું? રઘુ બોલવા લાગ્યો! કંઈ થયું નહીં... આજે મારે રજા છે તો ચાલને આપને ફરવા જઈએ... રેખાએ પ્લાન સમજાવ્યો. અહીં લાઇફમાં કેવું કેવું થઈ રહ્યું છે ને મેડમ ને ફરવા જવું ...Read More

10

ઇશ્કનું રિસ્ક, ડર, થ્રીલર ફિક્સ - 10

રેખા ગભરાઈને રઘુને ભેટી પડી. જેમને ગોળી ફાયર કરી હતી એ બંને વ્યક્તિ એ ચહેરા પર કાળા માસ્ક પહેર્યા પાર્કની સિક્યુરિટી એ વ્યક્તિઓને પકડી શકે એ પહેલાં જ એ વ્યક્તિઓ ભાગી ચૂક્યા હતા! રેખાની તેઝ થઈ ગયેલી ધડકનો રઘુ પણ મહેસૂસ કરી શકતો હતો! એ લોકો ભાગી ગયાં... રીલેક્સ! રઘુએ રેખાને કહ્યું. ચેનથી શ્વાસ પણ નહી લેવા દેતા... કોણ છે એ વ્યક્તિઓ! કેમ આવું કરે છે! રેખા એકશ્વાસે બોલી ગઈ. હું એમને નહીં છોડુ! એમને મારી રેખા પર હુમલો કર્યો છે! રઘુએ એક અલગ જ ખુમારીથી કહ્યું. હા, પણ પહેલાં ખબર તો પડે ને કે એ છે કોણ! રેખાએ ...Read More

11

ઇશ્કનું રિસ્ક, ડર, થ્રીલર ફિક્સ - 11

કહાની અબ તક (એપિસોડ 1થી 10): રેખા ના જીજુ નો ભાઈ એની હલવો લઈને રેખાના ઘરે આવે છે. રેખા જ ઉદાસ લાગતી હોય છે. જેમ લાઇફમાં બધી જ મુસીબત માં રેખાની મદદ રઘુ એ કરેલી એમ રેખા ને એ આ મુસીબત પણ કહેવા કહે છે. રેખા એને આખરે કહી જ દે છે! એ એને કહે છે કે એનો ભાઈ વૈભવ સવારનો ગાયબ છે અને કિડનેપર નો કોલ પણ આવ્યો હતો. એક લાખ રૂપિયા લઈને કાલે એમને એ લોકો બોલાવે છે, રેખા એની સાથે રઘુને પણ લઈ જવા કહે છે તો કિડનેપર માણી જાય છે. રેખા ને લાગે છે કે ...Read More

12

ઇશ્કનું રિસ્ક, ડર, થ્રીલર ફિક્સ - 12

ઓકે ચાલ, રેખાને ભૂલી જા, તું મને ક્યારથી આટલો બધો લવ કરવા લાગી?! રઘુ એ પૂછ્યું. હું તને પહેલાંથી જ બહુ જ પ્યાર કરું છું! હું તારી બેસ્ટી પણ એટલે જ બની હતી કે હું તારી જોડે રહી શકું! હું ખરેખર તારા વગર એક પળ પણ નહિ રહી શકતી. ગીતા એ કહ્યું. હા, તો હવે તું આપ જવાબ, એવું તે શું મારામાં છે?! રઘુ એ પૂછ્યું. તું બેસ્ટ છું, તારા જેવું બીજું કોઈ છે જ નહિ! ગીતા બોલી. મેં મોકો જોઈને તને બધા વચ્ચે એટલે જ તો પ્રપોઝ પણ કર્યું હતું. હજી પણ એ જાણી ને પણ કે તું ...Read More

13

ઇશ્કનું રિસ્ક, ડર, થ્રીલર ફિક્સ - 13

સોરી, કાલે હું.. સવારે રઘુ એ કહ્યું. ગીતા એ આપેલ કોફી એના હાથ માં જ હતી. તું ના કર, આપને સાથે મળીને રેખાના કાતિલને સજા આપીશું.. ડેડ ને મેં વાત કરી છે, બાકીની જે કઈ પણ મદદ જોઈશે એ ડેડ કરશે, ચાલ આપણે જઈએ, ત્યાં, જ્યાં રેખા એ આખરી શ્વાસ લીધા હતાં.. ગીતા બોલી. વૈભવ.. રઘુ વૈભવ ને જોઇને જ બહુ જ ખુશ થઈ ગયો, જાણે કે બધું જ પહેલાંની જેમ ઠીક થઈ ગયું હોય એવું એને લાગતું હતું, પણ બધું પહેલાં જેવું ઠીક ક્યાં હતું?! રઘૂની લાઇફની ખુશી, એની જાન, એની પાગલ જ એનાથી બહુ જ દ્દુર થઈ ...Read More

14

ઇશ્કનું રિસ્ક, ડર, થ્રીલર ફિક્સ - 14

ઘરે તાળું હતું, ત્યારે તું કઈ હતો?! ગીતાએ વૈભવને પૂછ્યું. મને ફરીથી કિડનેપ કરી દેવામાં આવ્યો હતો! બહાર થી કોલ કરવામાં આવ્યો કે તમારું કુરિયર છે, હું બહાર આવ્યો તો મેં બે ગુંડાઓને મોઢું બાંધેલ જોયા, એમને મને જબરદસ્તી થી બાંધ્યો અને મોં માં રૂમાલ નાંખી ને આંખો પર પટ્ટી બાંધી ને લઇ ગયા! વૈભવ એ કહ્યું તો એકદમ જ એનો અવાજ સાંભળીને રઘુ સફાળો ઊઠી ગયો! પછી? પછી શું થયું?! રઘુ ને ખબર હતી, તો પણ એને ફરી જાણવું હતું. પછી મને એક ખુરશી પર બાંધી દેવામાં આવ્યો હતો, એ પછી મને કઈ જ યાદ નહિ.. કેમ કે ...Read More

15

ઇશ્કનું રિસ્ક, ડર, થ્રીલર ફિક્સ - 15

વૈભવ, યાદ છે, તારું પહેલી વાર જ્યારે અપહરણ થયું હતું, તું દીપ્તિ સાથે હતો ને! રઘુ બોલ્યો. પણ ત્યાંથી નીકળી ગયો પછી મને કિડનેપ કર્યો હતો! વૈભવ એ કહ્યું. હમણાં જ કોલ કર તું દીપ્તિ ને.. રઘુ એ એને કહ્યું. ધ નંબર યુ હેવ ડાયલડ ઇઝ સ્વીચ ઓફ.. ફોનામાંથી અવાજ આવ્યો તો ત્રણેય એક સામટા ચમક્યા. ત્રણેય એક જ વિચાર કરી રહ્યા. આઈ થિંક આપને દીપ્તિ ના ઘરે જ જવું જોઈએ.. ગીતા એ કહ્યું. જવું.. હમણાં જ જઈએ.. રઘુ એ જવાની તૈયારી બતાવી. ના, સાંજ પણ થવા આવી છે, ચાલો ઘરે. હવે કાલે જઈશું. ગીતા એ તાકીદ કરી. હમમ.. ...Read More

16

ઇશ્કનું રિસ્ક, ડર, થ્રીલર ફિક્સ - 16

રાત્રે ઊંઘમાં પણ ગીતા તો તું દીપ્તિ થી દૂર જ રહેજે , એવું બબડતી હતી! રઘુ એ સાંભળી હસવા લાગ્યો. સવાર પડી ગઈ. ગીતા એ બંને માટે ચાઈ નાસ્તો બનાવ્યો એને ત્રણેય એ ખાધું. ઓય, પ્રોમિસ કર ને.. તું રેખા, અને મારા સિવાય કોઈને પણ તને પ્યાર નહિ કરવા દે.. પાગલ.. કેમ આવું કહે છે, એ મને લવ નહીં કરે! કરે તો પણ શું છે! કરવા દે ને, હું થોડી એને પ્યાર કરવાનો છું! રઘુ બોલ્યો. તું ભલે નહિ કરે, પણ એ કરશે તો.. ગીતા એ દલીલ કરી. ચાલ હું કહી દઈશ કે હું તને પ્યાર કરું છું.. વાઉ.. ...Read More

17

ઇશ્કનું રિસ્ક, ડર, થ્રીલર ફિક્સ - 17

બાય ધ વે, તું બહુ જ મસ્ત લાગે છે, દીપ્તિ! રઘુ એ દીપ્તિ ની તારીફ કરી તો ગીતાએ જ બાજુમાં રહેલ રઘુના પગ ને પગથી માર્યું. હા તો, તેં શું જોયું હતું, એક વાર ફરીથી કહે ને.. વૈભવ એ કહ્યું. મેં નહિ, મારી ફ્રેન્ડ એ એક ઇડિયટ જેવા અને એક થોડા ચાલક એવા બે વ્યક્તિઓને જોયા હતા, એ લોકોએ ગાડીમાં જતાં હતાં ત્યારે એ લોકો કોઈ વૈભવ ના અપહરણ ની વાત કરતા હતા ત્યારે મને મારી એ ફ્રેન્ડ એ કહ્યું તો એટલે મેં મારો નંબર બદલી લીધો, મને બહુ જ ડર લાગતો હતો. દીપ્તિ એ કહ્યું. રઘુ એન્ડ ટીમ ...Read More

18

ઇશ્કનું રિસ્ક, ડર, થ્રીલર ફિક્સ - 18

હા, સોરી, હવે આવો મજાક નહીં કરું. રઘુ એ માથું ઝુકાવી ને માફી માંગી. સોરી, આઈ એમ ગીતા એ એક અલગ જ વાત કરી તો રઘુ ને આશ્ચર્ય થયું. શું મતલબ?! હું જ ભૂલી ગઈ હતી કે તું તો મને લવ કરતો જ નહીં. એને ઉદાસીનતાથી કહ્યું. હા, હું તો નહિ કરતો પણ તું તો કરું છું ને.. રઘુ એ એને બાહોમાં લઇ લીધી. કાશ તું પણ કરતો હોત.. ગીતા એ એક નિશ્વાસ નાંખ્યો. પ્યાર કેવી ફિલિંગ છે, રઘુ જે આ દુનિયા માં છે જ નહિ એવી રેખા ને હજી પણ ગાંડા ની જેમ પ્યાર કરે છે તો બીજી ...Read More

19

ઇશ્કનું રિસ્ક, ડર, થ્રીલર ફિક્સ - 19

સમજે છે શું ખુદને.. જેમ મારી રેખાને મારાથી દૂર કરી, તને પણ કરશે! આવવા દે હવે, એક એક ને લઈશ! ગીતા આજે રઘુનું અલગ જ સ્વરૂપ જોઈ રહી હતી! તું તો મને લવ નહિ કરતો ને! તો કેમ આટલી ફિકર કરે છે, મારા માટે છેક એની પાછળ ગયો, તને ગોળી વાગી જતી તો?! ગીતાએ બહુ જ ચિંતાતુર અવાજમાં કહ્યું. એ બહુ જ ગભરાઈ ગઈ હતી. આ બધું જ એના માટે બહુ જ નવુ હતું! જોઈ લીધું ને, હજી પણ વિચાર કરી લે તું, હજી પણ કરીશ તું મારી મદદ, બહુ જ રિસ્ક છે. બહુ જ ખતરો છે. હું તને ...Read More

20

ઇશ્કનું રિસ્ક, ડર, થ્રીલર ફિક્સ - 20

જો ગીતા, તારા સમર્પણ, તારા પ્યારની હું કદર કરું છું. હું ખરેખર ખુદને ભાગ્યશાળી માનું છું કે તું મને બધો લવ કરે છે, પણ હું તને ખરેખર લવ નહિ કરી શકું! રઘુ એ એને સમજાવી. વૈભવ નો કોલ ઇનરિચેબલ આવે છે.. આ શબ્દો સાંભળતાં જ રઘુ ને બહુ જ ગુસ્સો આવવા લાગ્યો! હવે હું મારું અથવા તો મરું પણ એ લોકો ને ક્યારેય માફ નહિ કરું! રઘુ બહુ જ ગુસ્સામાં લાગતો હતો. બંને ફટાફટ ઘરે પહોંચ્યા. ઘરે બધું જ નોર્મલ લાગતું હતું. ખુદ વૈભવ પણ ઘરે હતો. સોરી ગાય્ઝ, હું મોબાઈલ ચાર્જમાં મૂકવાનું ભૂલી ગયો હતો, અને હું ઊંઘી ...Read More

21

ઇશ્કનું રિસ્ક, ડર, થ્રીલર ફિક્સ - 21

કહાની અબ તક (એપિસોડ 11થી 20): વૈભવ એકવાર ફરીથી કિડનેપ થઈ ગયો હોય છે. કિડનેપર કોઈ છોકરી હોય છે. કારણ પોતે રેખા જ ખોવાનું એને કહેવામાં આવે છે તો રેખા એના ભાઈ અને પ્યાર રઘુ ને કઈ નહિ કરવાના બદલાના ભાગ રૂપે પોતે નીચે કૂદી ને મરી જાય છે. ગીતા રઘુ ને લવ માટે કહે છે તો રઘુ તો હજી પણ રેખાના પ્યારમાં જ હોય છે! ગીતા બધી તપાસ હાથ ધરે છે. વૈભવ ને એ શુરૂ થી બધું પૂછે છે, કુરિયર નું કહી ને બહાર બોલાવી ને કોઈ બે ગુંડાઓ એને કિડનેપ કરી લે છે. રેખા ની તો બધા ...Read More

22

ઇશ્કનું રિસ્ક, ડર, થ્રીલર ફિક્સ - 22

રઘુ આજે ઊંઘી જ રહ્યો હતો. ગીતા ઉઠેં એ પહેલાં જ વૈભવ આજે ઊઠી ગયો હતો! હા, એને જ બધા માટે ખુદ એના હાથથી બ્રેકફાસ્ટ સર્વ કર્યું હતું, ઓનલાઇન ફૂડ ઓર્ડર કરીને એને ત્રણેય પ્લેટ તૈયાર કરી દીધી હતી. ગીતા વૈભવ ના આ કામથી ખુશ થઈ ગઈ હતી. પણ એને તો રઘુ આવે ત્યારે જ નાસ્તો કરવાનું વિચાર્યું હતું. રઘુ, ઊઠી જા! એને રઘુ ના માથે હાથ ફેરવતા કહ્યું. કેટલો ક્યૂટ લાગે છે, મારા ચાંદ જેવા રઘુ ને કોની ખરાબ નજર લાગી ગઈ છે! પ્યાર તો બહુ જ આવે છે, પણ હવે દયા પણ આવે છે! ગીતા એ કહ્યું. ...Read More

23

ઇશ્કનું રિસ્ક, ડર, થ્રીલર ફિક્સ - 23

દૂર રહે મારાથી, જો તારો વૈભવ જોવે છે! રઘુ ને ગીતાને ખુદથી દૂર કરી. હવે જો ખુદથી જવા કહીશ ને તો હું હંમેશાં હંમેશાં માટે બહુ જ દૂર જતી રહીશ! ગીતા એ રડતાં રડતાં કહ્યું. રઘુ એ એને બાહોમાં લઇ લીધી. ખબર નહિ ગીતા શું વિચારી રહી હતી, પણ એના આંસુઓ રોજાતાં જ નહોતા! બસ પણ કર.. સોરી! રઘુ એ એને કહ્યું. તું તારા હાથથી ખવાડ તો હું ચૂપ થઈશ! રડી રડી ને અલગ જ થઈ ગયેલા આવજથી એને સાવ ધીમેથી કહ્યું. હા.. વૈભવ એ ઓનલાઇન ફૂડ પણ મંગાવી જ લીધું હતું. રઘુ એ એને ખવડાવવું શુરૂ કર્યું. આટલા ...Read More

24

ઇશ્કનું રિસ્ક, ડર, થ્રીલર ફિક્સ - 24

તું વૈભવ ને હા કહી દઈશ! રઘુ એ ધારદાર નજર ગીતા તરફ કરી! ઓ, શું મતલબ?! મારી છે! ગીતા એ સ્વાભાવિક જ કહ્યું. મારી વાત નહિ માને એવું ને! રઘુ એ હક જતાવવતા કહ્યું. ના.. ગીતા એ કહ્યું. સારું તો મારી સાથે વાત કરવાની કોઈ જરૂર નહિ! રઘુ એ નારાજ થતાં કહ્યું. ઓકે.. જતી રહું ને હું પણ રેખા સાથે પછી કરજે હેરાન મને! ગીતા એ ભીના અવાજમાં કહ્યું તો રઘુ એ એને ગળે લગાવી લીધી. ચૂપ! પાગલ! વૈભવ નું તો વિચાર! રઘુ એ કહ્યું તો ગીતાએ એને હળવી ઝાપટ મારી. એવું હું શું કરું કે તું મારો થઈ ...Read More

25

ઇશ્કનું રિસ્ક, ડર, થ્રીલર ફિક્સ - 25

છોડ.. રઘુ ની ઊંઘ ના બગડે એવી રીતે ધીમેથી ગીતા રઘુ થી જ પોતાનો હાથ છોડાવી રહી હતી. ખુશ પણ બહુ જ હતી કે એટ લીસ્ટ ઊંઘમાં તો એ એનો હાથ છોડવા નહીં માગતો! પણ ઊંઘમાં હાથ પકડી રાખવાથી શું થાય છે?! દિવસે બધાં વચ્ચે એને તો રઘુ નો હાથ પોતાના હાથમાં જોઇતો હતો! એને થોડો પ્યાર આવી ગયો. ઊંઘ નો ફાયદો ઉઠાવતા એને રઘુ ના માથે કેટલીક કિસ કરી. મારો રઘુ! એ બોલી. સૂઈ જા ને! રઘુ જાગી ગયો તો એને હાથથી ગીતા ને સુવાડી. ડર લાગે છે! ગીતાએ માસૂમિયત થી કહ્યું. રઘુ એ એને ખુદથી નજીક ...Read More

26

ઇશ્કનું રિસ્ક, ડર, થ્રીલર ફિક્સ - 26

ચાલ તને હું મોંઘી હોટેલમાં લઇ જાઉં! ગીતા રઘુ ને કહેતી હતી. ના મેડમ.. તું ચાલ તને લઇ જાઉં! આવી જગ્યા પર ગીતા જેવા લોકો તો ક્યારેય પગ પણ ના મૂકે એવા નાના અમથા ગાર્ડનમાં નીચે બેસી ને ખુદ ગીતાએ રઘુ સાથે ખાધું હતું ત્યાર થી જ ગીતાને રઘુ બધા કરતાં અલગ જ અને બહુ જ પ્યારો લાગતો હતો. રઘુ એ મરવાની વાત કરી તો ગીતા ને એક સામટું બધું યાદ આવવા લાગ્યું! મારી નાખ મને.. અથવા હું ખુદ જ મરી કેમ ના જાઉં! પણ તું પ્લીઝ મરવા ની વાત ના કર! ગીતા એ રઘુ ને બાહોમાં લઇ લીધો ...Read More

27

ઇશ્કનું રિસ્ક, ડર, થ્રીલર ફિક્સ - 27

રઘુ ને આ બધું બહુ જ અજીબ લાગતું હતું. એને ઘણી વાર તો ગુસ્સો આવી જતો હતો કે પોતે ને લવ પણ નહિ કરી શકતો અને એને પ્યાર કર્યા વગર રહી પણ નહિ શકતો! એ એને જોતો તો બસ જોતો જ રહી જતો! અને એનો અવાજ પણ રેખા જેવો જ હતો તો બસ એને સાંભળતો પણ રહી જતો! મમ્મી - પપ્પા, ભાઈ - બહેન નહિ તારા?! ગીતા એ વાતો વાતોમાં જ પૂછ્યું તો એના આંસુઓ નીકળી ગયા. ના રડ.. એટલા બધામાં પણ નેહા ને રઘુ જ પોતાનો લાગ્યો. એને એનો હાથ પકડી લીધો. રઘુ એ પણ એના વિશ્વાસ ને ...Read More

28

ઇશ્કનું રિસ્ક, ડર, થ્રીલર ફિક્સ - 28

છું બાબા! રઘુ એ ભારોભાર કહ્યું. નહિ! ગીતા બોલી. ઊંઘી જા.. ગીતા એ એને સુવાડી દીધી. કેટલી પણ નારાજગી કેમ ના હોય એ ક્યારેય રઘુ સાથે નારાજ તો રહી જ નહિ શકતી! અથવા તો એવું કહેવું જોઈએ કે એનાથી રહેવાતું જ નહિ! સવાર પડી ગઈ. ઊઠ, ગીતા! રઘુ જાગી ગયો પણ ગીતા ઉઠતી જ નહોતી. એક શરત પર.. મને માથે એક કિસ કરવી પડશે! ગીતા સૂતા સૂતા જ બોલી. પણ બાબા! રઘુ બોલે એ પહેલાં જ ગીતા બોલી પડી - હા હવે બધા ને તું પ્યાર કરીશ, પણ જે તને આટલો બધો લવ કરે છે તું એને એક કિસ ...Read More

29

ઇશ્કનું રિસ્ક, ડર, થ્રીલર ફિક્સ - 29

ના.. રઘુ એ સાફ સાફ કહી દીધું. હજી પણ એને તો રેખાના કાતિલ ને શોધવા હતા. પ્લીઝ.. વાર જ! નેહા એ રઘુ નો હાથ પકડી લીધો તો રઘુ ને તો લાગ્યું કે ખુદ રેખા જ એને કહી રહી છે, એ ઈમોશનલ થઈ ગયો. ઓકે.. રઘુ એ આખરે માનવું જ પડ્યું. મતલબ હવે તું ક્યારેય કોઈને પણ લવ નહિ કરે?! નેહા ને બહુ જ આશ્ચર્ય થઈ રહ્યું હતું. ચારેય ગાર્ડનમાં એક બાંકડે આઇસ્ક્રીમ ખાઈ રહ્યાં હતાં. ના.. હું હજી પણ મારી રેખા જ પ્યાર કરું છું! રઘુ એ મક્કમતાથી કહ્યું. અરે, પણ પાગલ! જો રેખા હોત ને આ દુનિયામાં ...Read More

30

ઇશ્કનું રિસ્ક, ડર, થ્રીલર ફિક્સ - 30

રઘુ પણ જાણે કે ગીતાનાં એ ભાવને કળી ગયો. એને એની તરફ એક નજર કરી નેં વૈભવ તરફ નજર જાણે કે કહેતો ના હોય કે તું તો રઘુ ને પ્યાર કરેં છે ને! વધુમાં એને ખુદના માથાને નેહાં ના માથા પર મૂકી દીધું. ગીતાથી ના જ રહેવાયું તો એને રઘુ નાં માથાને હાથથી એના માથા પર મૂકી દીધું. થોડી વારમાં સૌ જાણે કે કોઈ સપનામાંથી બહાર આવ્યાં. રઘુ પૂછે એ પહેલાં જ ગીતા એ નેહા ને પૂછી લીધું - હવે કેવું છે?! સારું લાગે છે! નેહા એ બહુ જ પ્યારથી કહ્યું. જાણે કે રઘુ નો સાથ પામી ને એ ...Read More

31

ઇશ્કનું રિસ્ક, ડર, થ્રીલર ફિક્સ - 31

કહાની અબ તક (એપિસોડ 21થી 30): ગીતા સપનું જુએ છે કે રઘુ ખુદને ખતમ કરી દે છે! એ બહુ ગભરાઈ જાય છે! રઘુ એનો હાથ પકડી લે છે. મોકા નો ફાયદો ઉઠાવી ને, રઘુ એને કહે છે કે જો એ એને કહેશે કે એ એને પ્યાર કરે છે તો એ સાચે જ મરી જશે! રઘુ અને ગીતા ના આશ્ચર્ય વચ્ચે જ વૈભવ સવારે વહેલું બધું કામ કરી ને આખરે એના દિલ ની વાત ગીતા ને કહે છે કે ખુદ એને બહુ જ પ્યાર કરે છે! રઘુ એને છેડે છે તો જાણે પણ છે કે દીપ્તિ વૈભવ ને પ્યાર કરે ...Read More

32

ઇશ્કનું રિસ્ક, ડર, થ્રીલર ફિક્સ - 32

ઓય, આવી જા ને જોડે! રઘુ એ ફરીથી બહુ જ લાડમાં કહ્યું. બસ એક રાતની જ તો છે! ગીતા બોલતી તો હતી પણ ખરેખર તો એને પણ બસ રઘુ ને ભેટી જ પડવું હતું, બધું કર્યા ની માફી માંગી લેવી હતી અને બધું નવેસરથી એની સાથે શુરૂ કરવું હતું. ખરેખર તો આ એક રાત પછી એક નવી જ બહુ જ મસ્ત અને સુખદ આખરે આટલી બધી મુસીબતો બાદ ગીતાની જિંદગી એનો ઇન્તજાર કરી રહી હતી. કોલ કટ થઈ ગયો હતો પણ ગીતા જાણે કે કોઈ અલગ જ દુનિયામાં હતી. રઘુ સાથે ગાળેલ દરેક પળ એને યાદ આવી રહ્યાં હતાં. ...Read More

33

ઇશ્કનું રિસ્ક, ડર, થ્રીલર ફિક્સ - 33

વૈભવ રઘુને આખરે જીદ કરીને ખવડાવે છે. વૈભવ ખુદ પણ ખાય છે, વૈભવ ની હાલત પણ બહુ જ ખરાબ પોતે એને ગીતા પર બહુ જ વિશ્વાસ હતો! એ તો એને પહેલી મુલાકાતથી જ બહુ જ ચાહવા લાગ્યો હતો! ચારેય સૂતા પહેલા એક જ વિચાર કરી રહ્યાં હતા, આવનાર સમય એમના માટે કેવો નવો પડકાર લાવવાનો હતો. કેવી હજી જિંદગી નવી પરિક્ષા એમની લેવાની હતી. સવાર પડી ગઈ. આ દિવસ નો સૂરજ ના જાણે કોની કોની જિંદગી ને અસ્ત અથવા તો મસ્ત કરવાનો હતો! ચારેય એ જ વિચાર સાથે આંખ ખોલે છે. રઘુ, ચાઈ પી ને અને નાસ્તો કરી ...Read More

34

ઇશ્કનું રિસ્ક, ડર, થ્રીલર ફિક્સ - 34

તો તું મને લવ નહિ કરતો! ગીતા એ બહુ જ ગુસ્સામાં કહ્યું. જો ગીતું, હું રેખા ને પ્યાર કરું છું અને એને જ કરીશ! રઘુ બોલ્યો. નેહા એ એનો હાથ પકડી રાખ્યો હતો. જો દીકા, આ બધા પાછળ હું જ છું! આ લે ગન અને ખતમ કરી દે મને! ગીતા એ ભીનાં અવાજમાં કહ્યું. તારી ભૂલ છે ને.. ઠીક છે! તું પણ મારી જાન છું! જા, મેં તને માફ કરી દીધું! રઘુ એ પ્યારથી કહ્યું. દરવાજા બાજુથી ગોળી ફાયર થઈ તો વૈભવ એ ગીતાને એક બાજુ કરી ને બચાવી લીધી. ગોળી ગીતા પર જ ફાયર કરવામાં આવી હતી. રઘુ ...Read More

35

ઇશ્કનું રિસ્ક, ડર, થ્રીલર ફિક્સ - 35

હેં?! સૌ નાં મોંમાંથી નીકળી ગયું. હા, ખેલ તમારો હતો, પણ ખિલાડી અમે હતા! રઘુ એ શુરૂ કર્યું. હા, જ્યારે પહેલી વાર જ વૈભવ કીડનેપ થયો ત્યારે જ અમે બંને ફરી આવું થાય ત્યારે શું કરવાનું એની પ્લાનિંગ કરી લીધી હતી! નેહા અથવા તો કહેવું જોઈએ એ કે ખુદ રેખા બોલી. જ્યારે મને કોલ પર મરી જવાનું કહેવાયું ત્યારે જ અમે બીજી ડેડ બોડી ત્યાં મૂકી દીધી હતી, ચહેરા પર વાગ્યું કહીં ને કોઈ ને ચહેરો બતાવાયો જ નહિ! રઘુ બોલ્યો. અમારે બસ એટલું જ જાણવું હતું કે આ બધા ની પાછળ છે કોણ! નેહા બોલી. ઘણો સમય થયો ...Read More

36

ઇશ્કનું રિસ્ક, ડર, થ્રીલર ફિક્સ - 36

હા, હું વૈભવ ને લવ કરવા તૈયાર છું, પણ શાયદ હું એને તારા જેટલો લવ તો નહિ જ કરી ગીતા બોલી. મારી આટલી મસ્ત પ્લાનિંગ ની બેન્ડ બજાવી દીધી, મને તો લાગ્યું કે બધું જ હું કરી રહી છું! દીપ્તિ એ અફસોસ કરતા કહ્યું. ઓય ગીતું, તું કેમ મને એવું કહેતી હતી કે દીપ્તિ તનેં લાઈન મારશે! રઘુ એ યાદ અપાવ્યું. એ તો દીપ્તિ એ મને ચેલેન્જ આપી હતી કે એ તને એનો કરી દેશે, અને એટલે જ હું બહુ જ ટેન્શન માં આવી ગઈ હતી! ગીતા બોલી. ઉપર થી તું એની સાથે ફ્લર્ટ કરતો હતો! ગીતા બોલી. હું ...Read More

37

ઇશ્કનું રિસ્ક, ડર, થ્રીલર ફિક્સ - 37 (અંતિમ ભાગ - કલાઈમેક્સ)

રઘુના હાથમાં જે ગન હતી, રઘુ એ સરન્ડર કરવા આખરે મૂકવી જ પડી. જાણે કે આખીય જીતેલી બાજી રઘુ જ ના હોય એવું એને લાગી રહ્યું હતું. રેખા, રઘુ એ આંખથી એક હળવો ઈશારો રેખાને કર્યો તો એને દીપ્તિ પાસે જઈને એના ગળાને પકડી લીધું - બધાં પોતપોતાના હથિયાર નીચે મૂકી દો નહિતર, હું તમારી માલકીન ને હમણાં જ ખતમ કરી દઈશ! તારે એવું કરવાની જરૂર નહિ! ગીતા બોલી તો રઘુ સાથે બીજા પણ અચંબામાં આવી ગયા. શું મતલબ?! રેખા થી બોલાય ગયું. મતલબ આ બધા ડેડ નાં જ માણસ છે અને કંઇ નહિ કરે! ગીતા એ કોન્ફિડન્સથી કહ્યું. ...Read More