ચિનગારી

(188)
  • 85k
  • 18
  • 49k

વિવાન હજી બહાર જોઈ રહ્યો હતો, છેલ્લા એક મહિનાથી એ બે કલાક આ બેડ પર આવતો ને જોતો એ વ્યક્તિને! એની પાસે આવીને પ્રેમથી એનો એક હાથ પકડ્યો ને પોતાના હાથમાં લઈને શાંતિ અનુભવી રહ્યો, કઈક નવું હતું, અજીબ સુકુન હતું, શાંતિ હતી, આ કરવું ખરેખર ખોટું છે કે એક અજાણી છોકરીને તમે આવી રીતે હાથ પકડો એ પણ પૂછ્યા વગર પણ હવે એ અજાણી નહતી, રોજ બે કલાક આવીને વિવાન એટલી વાતો કરતો કે એ ભૂલી ગયો કે એ કોઈ અજાણ્યા જોડે વાતો કરી રહ્યો છે! બહાર થી ખડુસ ને ગરમ મગજ નો માણસ અંદર થી સાવ ને શાંત અને કોમળ છે એ વાત વિવાન પર બરાબર બેસતી હતી! આજે પણ એ થોડી વાર એ હાથ પકડીને બેસી રહ્યો પણ આજે ગ્રૂપ હતો કઈ જ નાં બોલ્યો એ! થોડીવાર પછી એ બારી પાસે આવીને આનંદ ભર્યા વરસાદ ને વરસતા જોઈ રહ્યો હતો, વરસાદ ના કારણે ઘણું પાણી ભરાય ગયું હતું, વિવાન એ એક નિઃસાસો નાખ્યો ને બેડ પર સૂતી છોકરીને જોઈને થોડુ હસ્યો ને માથા પર હાથ ફેરવવા લાગ્યો! "લાગે છે આજે આ વરસાદ પણ તારા સાથે જ મને અહીંયા રોકાવાનું કહે છે"! વિવાન એ ખૂબ જ પ્રેમથી માથા પર હાથ ફેરવતાં કહ્યું ને જાતે જ જવાબ આપી રહ્યો હતો, હા પણ જો તું કહીશ ને કે વિવાન રોકાઈ જા, તો જ હું રોકાઈ જઈશ, નહિ તો હું જતો રહીશ, 10 મિનિટ પછી પણ એ છોકરી એમજ હતી, એ કઈ બોલી નહિ, વિવાનની ધીરજ ખૂટી!

1

ચિનગારી - 1

વિવાન હજી બહાર જોઈ રહ્યો હતો, છેલ્લા એક મહિનાથી એ બે કલાક આ બેડ પર આવતો ને જોતો એ પાસે આવીને પ્રેમથી એનો એક હાથ પકડ્યો ને પોતાના હાથમાં લઈને શાંતિ અનુભવી રહ્યો, કઈક નવું હતું, અજીબ સુકુન હતું, શાંતિ હતી, આ કરવું ખરેખર ખોટું છે કે એક અજાણી છોકરીને તમે આવી રીતે હાથ પકડો એ પણ પૂછ્યા વગર પણ હવે એ અજાણી નહતી, રોજ બે કલાક આવીને વિવાન એટલી વાતો કરતો કે એ ભૂલી ગયો કે એ કોઈ અજાણ્યા જોડે વાતો કરી રહ્યો છે!બહાર થી ખડુસ ને ગરમ મગજ નો માણસ અંદર થી સાવ ને શાંત અને કોમળ ...Read More

2

ચિનગારી - 2

એ રાત જ ભયાનક હતી, કે પોતે બનાવી દીધી? મારા કારણે એ રાત પછી મિસ્ટીની સવાર ના થઈ!ભાઈ આજે વધારે જ પી લીધું છે, ઘરે ચાલો, હું ચલાવીશ કાર પ્લીઝ, આરવએ વિવાનને સંભાળતા કહ્યું કેમ કે વિવાનએ એટલું વધારે ડ્રીંક કર્યું હતું કે એના થી ઊભું પણ નહતું રહેવાતું!મે કીધુ ને આરવ, જા અહીંયાથી, મારે કોઈ વાત નથી કરવી, એક વાર કીધું ને,જા...આ.... વિવાન એટલું જોરથી બોલ્યો કે ક્લબ બહારની પબ્લિક બંને ભાઈને જોવા લાગી.વિવાનની તીખી નજર બધા પર કરી તો બધા પોતાના કામ કરવા લાગ્યા ને એક ઝાટકે વિવાનએ આરવનાં હાથમાંથી કારની ચાવી લઈને નીકળી પડ્યો!આરવએ વિવાનને જતા ...Read More

3

ચિનગારી - 3

મીસ્ટી! વિવાનએ જોરથી કહ્યું ને બહારથી અવાજ આવ્યો, અત્યારે પણ વિવાની હાલત ખરાબ હતી, મીસ્ટી પાસે જવું પડશે, વિવાનએ તરત ઊભો થઈને રૂમનો દરવાજો ખોલ્યો."ભાઈ ગાંડો થઈ ગયો છે!" આરવ ગુસ્સામાં બોલ્યો ને સામે શાંત વિવાનને જોઈને એનો હાથ પકડીને ફાટફાટ નીચે ઉતારવા લાગ્યો!આરવ શાંતિ રાખ, એક ઝાટકા સાથે વિવાનએ એનો હાથ છોડાવ્યોને આરવની પાછળ પાછળ ચાલવા લાગ્યો!કઈ બોલીશ યાર, મને ચિંતા થાય છે આરવ બોલને, આરવ ક્યારનો ચૂપચાપ બેસીને કાર ચલાવી રહ્યો હતો ને વિવાનએ એને 10 વાર પૂછી લીધું હશે, પણ આરવે કઈ જવાબ ના આપ્યો, એને બધું જ ધ્યાન કાર ચલાવવામાં આપ્યું, થોડીવારમાં એ લોકો સ્નેહ ...Read More

4

ચિનગારી - 4

સૂર્યનાં કિરણો વિવાનનાં ચહેરા પર પડતાં જ એ જાગી ગયો એને જોયું તો મીસ્ટી શાંતિથી સૂઈ રહી છે, વિવાનએ મીસ્ટીને નિહાળી રહ્યો ને સુર્યનાં કિરણો મીસ્ટીનાં ચહેરા પર પડતાં એ વધારે ખીલી ઉઠ્યો, મીસ્ટી બાર્બી ગર્લ જેવી લાગે, મીઠી મીઠી, ગોરી ગોરી, હરણ જેવી મોટી આંખોને ગોળ એવો માપસરનો ચહેરો અને બાળક જેવી નિર્દોષતા તેના ચહેરા પર, વિવાન વિચારતો કે જ્યારે મીસ્ટી કઈક બોલશે તો કેવી લાગશે? જ્યારે એની આંખો ખોલશે તો કેવી હશે? આ બધું જ વિચારતા વિવાન હસી પડ્યો, વિવાન ઊભો થયો ને બારી પાસે જઈને પડદા લગાવી દીધા.પડદા લગાવીને એ પાછો મીસ્ટી પાસે આવ્યોને એને જોયું ...Read More

5

ચિનગારી - 5

"હેલો દાદી જાન.....દાદી કોને કહે છે બેટા, હું કોઈ દાદી જેવી નથી મારી ઉંમર તો હજી નાની છે, હું દાદી નથી સમજ્યો જાન કહેવું હોય તો કહી શકે પણ દાદી નાં બોલ" વિવાન કઈ બોલે વધારે એની પહેલા જ અદાકારી અંદાજમાં દાદીએ કહ્યું ને વિવાન હસી પડ્યો.શું જાન તમે પણ! બસ? હવે આ જાન બરાબર છે ને? વિવાનએ હસતા હસતા પૂછ્યું ને એના અવાજમાં થોડી બેચેની હતી જે દાદી પારખી ગયા.મારા દીકા ને શું થયું? કેમ ઢીલો પડી ગયો છે? દાદીએ પ્રેમથી પૂછ્યું ને વિવાનએ મિસ્ટીને લાગતી બધી જ વાતો કહી દીધી, આમ પણ વિવાનનું દાદી સાથે પહેલાથી એટલું ...Read More

6

ચિનગારી - 6

નેહા આવી! મિસ્ટી આ દવા પી લે ને આરામ કર અને ડોન્ટ વરી આજે તારા રિપોર્ટ આવશે એ પણ નેહાએ દવા ને પાણીનો ગ્લાસ ભરીને મિસ્ટીને આપતાં કહ્યું."Thank you નેહા" મિસ્ટીએ દવા લઈ લીધી.નેહા પણ મિસ્ટીને આરામ કરવાનું કહીને બીજા પેસેન્ટ ને જોવા જાય છે ને ત્યાં જ દાદી આવે છે.તેમને જોયું તો મિસ્ટી આરામ કરી રહી છે, તેમને આરવ પાસે જવાનું વિચાર્યું......થોડી વાર પછી દાદી પાછા આવ્યા ને જોયું તો મિસ્ટી જાગી ગઈ છે.આહ....અચાનક બહારથી અવાજ આવતા મિસ્ટી ઊભી થઈ ને બહાર ગઈ તો પોતાના તરફ આવતા તેને એક દાદી દેખાયા, મિસ્ટી ગભરાઈ ગઈ ને તેમની પાસે જઈને ...Read More

7

ચિનગારી - 7

અનાથ આશ્રમ અમદાવાદમાં આવેલા હાથીજણ જતા એક રસ્તો પડે છે ત્યાં વચ્ચે જ છે ને તેનાથી થોડે આગળ જતાં ગણપતિ બાપા નું મંદિર હતું."અનાથ આશ્રમ" એવું મોટા અક્ષરે લખેલું બોર્ડ ત્યાં બહાર જ માર્યું હતું ને વિવાન એ કાર અંદર લીધી.મિસ્ટી બહાર આવીને આશ્રમને જોવા લાગી, આશ્રમ એક ખુલી જગ્યા એ હતું, આજુબાજુ સરસ એવી હરિયાળી ને નીચે લીલી ઘાસ, જમણી બાજુ નાના નાના રૂમ અને બહાર જોકે લાંબી ઓશરી તેના આગળ જતા બગીચા જેવો જ પણ નાનો એવો અને એમાં પણ બેન્ચ અને એ બેન્ચ પર ઝાડથી ટપકતા નાના નાના સફેદ ફૂલો પડી રહ્યા, ખુલ્લું સુંદર આકાશ ને ...Read More

8

ચિનગારી - 8

રાતે અચાનક વિવાનનાં મોબાઈલમાં આરવનો કોલ આવ્યો ને તેને દાદી સહિત મિસ્ટીને પણ ઘરે બોલાવી!દાદી ને વિવાન ત્યાંના મેનેજર ને મળીને નીકળી ગયા ને મિસ્ટી પણ તેના નાના મિત્રો એટલે બાળકોને બાય કહીને તેમના જોડે નીકળી ગઈ.તેને પૂછવું હતું કે અચાનક આમ કેમ જવાનું થયું ને પોતાને કેમ લઈ જાય છે? હું તો અહીંયા જ રહેવા માંગુ છું જ્યાં સુધી કોઈ ઘર નાં મળે, દૂરથી મિસ્ટીને દાદી સાથે આવતા જોઈને સમજી ગયો હોય તેમ તેના પાસે જઈને બોલ્યો.મને નથી ખબર કઈ પણ અને અત્યારે હું તમને અહી એકલા નાં મૂકી શકું, આરવ એ પણ કીધું છે કે જ્યાં સુધી ...Read More

9

ચિનગારી - 9

એક શાંતિ છે મનમાં, જાણે વર્ષો સુધી થાકેલા માણસને આરામ મળ્યો હોય, તને જોતા જાણે એમ લાગે કે બસ જ કરું, જ્યારે હસે તો લાગે કે મારા નસીબ કેટલા ખરાબ છે કે હું આટલો દૂર છું તારાથી, ક્યારેય આટલું સારું નથી લાગ્યું પણ જ્યારથી તને જોઈ છે, શ્વાસની ગતિ વધી જાય છે,તારી પાસે આવીને તને વળગીને બેસી રહેવાનું મન થાય છે, એમ થાય કે બસ હર એક પળ તારા જોડે જ જીવું, તને જોઇને તો હું દીવાનો થઈ જાઉં, જ્યારે તું હસી તો લાગ્યું રણમાં ખીલ્યું ગુલાબ, ત્યારે જ મન થઈ ગયું કે નાચું, ગાઉં કોઈ જો મને આ ...Read More

10

ચિનગારી - 10

વિવું મારી પરી ફૂલ જેવી છે તેને વધારે હેરાન કરવાનું નાં વિચારતો, દાદી વિવાનનાં રૂમમાં આવ્યા ને વિવાનએ પાછળ બોલું છું એ સાંભળ દીકરા, મારી પરીએ બહુ દુઃખ જોયું છે મને તો તેની આંખોમાં દેખાઈ છે, બસ તેને પ્રેમની જરૂર છે, એક વિશ્વાસની, એક પરિવારની, અહીંયા તું તેને બધું જ આપી શકે તેમ છે પણ તે એમ નહિ માંગે! એ જીવનમાં કઈક કરવા માંગે છે, આગળ વધવા માંગે છે, ઘણું બધું છે જે કદાચ તને કે મને નથી ખબર, મારે એવું કંઈ જાણવું પણ નથી જેના કારણે મારી પરી દુઃખી થાય, પણ એ એવી રીતે તને પ્રેમ નહિ કરે, ...Read More

11

ચિનગારી - 11

વિવાનએ એક મોટી બેગ લીધી ને કબાટ માંથી તેના બધા કપડા તેમાં ભરી દીધા, તે બેગ લઈને નીચે આવ્યો મિસ્ટી સામે જોઈ રહ્યો.શું? મિસ્ટીએ ઇશારાથી કહ્યું.હોસ્પીટલ જવાનું છે, આરવ તો દાદીને મૂકવા ગયો એટલે તમારે મારા જોડે આવવાનું છે ઓકે? વિવાનએ કહ્યું ને મિસ્ટીનાં નજીક જવા લાગ્યો.નાં, એટલે એમ કે હું પછી જતી આવીશા મિસ્ટીએ આજુબાજુ જોઈને કહ્યું, વિવાન એટલા પ્રેમથી તેને જોઈ રહ્યો હતો કે તેની સામે જોવું એટલે પોતાના પર કાબૂ ગુમાવવું."નાં તમે આ જગ્યા પણ નથી જોઈ કે હોસ્પીટલ પણ એટલે હું જ આવીશ અને હા અત્યારે જવું પડશે મારે મિટિંગ પણ છે તો ચાલો જલ્દી" ...Read More

12

ચિનગારી - 12

બીજું કંઈ? મિસ્ટીએ પૂછ્યું ને વિવાન તેને જોઈ રહ્યો!કઈ રીતે દૂર જાવ? વિવાન તેના વિચારોમાં મસ્ત ને મિસ્ટીને હવે ગુસ્સો આવ્યો ને તેને એક હાથ વિવાનનો પકડ્યો ને બારી તરફ જઈને ત્યાંથી ધક્કો માર્યો ને બારી બંધ કરી દીધી.વિવાનને પગમાં થોડું વાગ્યું ને તેની ચિખ નીકળી ગઈ પણ મિસ્ટીએ જોયું નહિ અને નીચે તરફ ઈશારો કરતા કહ્યું ને વિવાન પોતાની પગ પકડતા પાઇપથી નીચે જવા લાગ્યો.નિર્દય માણસ! મિસ્ટીની બારી તરફ જોતા વિવાન મનમાં જ બોલ્યો, તે તેના વિચારોમાં ચાલતો હતો ને તેના ચહેરા પર સ્માઇલ હતી!ભાઈ ગાંડા થઈ ગયા છો? આરવ અચાનક તેની આગળ આવીને ઊભો રહ્યો, અચાનક એ ...Read More

13

ચિનગારી - 13

મિસ્ટી ને નેહા ઘરે આવી ગયા, નેહાએ પિત્ઝા ઓડર કર્યા ને મિસ્ટીને દવા આપીને આરામ કરવા કહ્યું!થોડીવારમાં પિત્ઝા આવી મિસ્ટી પણ ફ્રેશ થઈને આવી ગઈ, બંને એ મળીને પિત્ઝા ખાતા ઘણી વાતો કરી!મિસ્ટી તું એ વેટરને ઓળખે છે? મે જોયું હતું પાછળ વળીને એ તારા સામે જોઇને હસતો હતો અને એ પણ જાણે....નેહા આગળ બોલી નાં શકી તે મિસ્ટીને જોઈ રહી તેને કઈ વધારે ફરક નાં પડ્યો હોય તેમ તેને શાંતીથી જવાબ આપ્યો!હા બોલ આરવ! નેહા બોલી ને મિસ્ટી હસવા લાગી ઈશારાથી કઈક કહ્યું ને તેને જોઈને નેહા હસી તેનો હસવાનો મીઠો અવાજ આરવના કાને પડ્યો ને તે ભૂલી ...Read More

14

ચિનગારી - 14

નેહા ક્યારની આરવને જોઈ રહી, આરવએ તેને બોલાવી પણ પછી પોતે ફોનમાં ઘૂસી ગયો, તેને ગુસ્સો આવતો હતો પણ જોવી પડે તેમ તેને લાગ્યું, આરવનું ધ્યાન ફોનમાં હતું પણ તેની નજર નેહાને મળતી ને એક સ્માઈલ આપતો ને ફરીથી ફોનમાં ઘૂસી તો, થોડી વાર આ રીતે જ ચાલ્યું ને લગભગ 15 થી 20 મિનિટ પછી આરવએ તેનો ફોન મૂકી દીધો ને નેહા પાસે જઈને બેસી ગયો!શું હતું આ? નાં ચાહવા છતાં પણ નેહાના શબ્દો કડવા થઈને સવાલ કરી રહ્યા હતા, તેને આરવને નહતું પૂછવું પણ મન માનતું પણ નહતું.શું? આરવએ શાંતિથી કહ્યું.નેહાની ધીરજ ખૂટી ને તે આરવની નજીક જઈને ...Read More

15

ચિનગારી - 15

શું વાત છે મિસ્ટી, સવારની જોવ છું કોઈના વિચારોમાં મેડમ આજે ગૂમ છે! નેહાએ રમૂજ કરતા કહ્યું ને મિસ્ટી પડી. હવે તો હસે પણ છે! તું કે તો વાત કરું આગળ? નેહાએ કહ્યું ને મિસ્ટી તેને જોઈ રહી!થોડી વાર પછી તે બોલી, "તારી વાત હું કરું આરવ ને? આરવનું નામ આવતા નેહા ચૂપ થઈ ગઈ ને કાલની વાત યાદ આવતા તે કઈ બોલી નહિ!જોયું હવે કોણ ચૂપ થઈ ગયું? મિસ્ટી બોલી ને તેને હાથ પકડીને ફરીથી બોલી, નેહા કોઈને મળીએ અને તેના સાથે થોડો સમય વિતાવીએ તો તેના વિચારો આવવા સ્વભાવિક છે! સમજી? મિસ્ટીએ શાંતિથી કહ્યું ને નેહા તરત ...Read More

16

ચિનગારી - 16

રાતના ૧૧ વાગે વિવાન મિસ્ટીને લઈને કાંકરિયા તળાવ આવ્યો, ભીડ સાવ ઓછી ને શાંત વાતાવરણમાં ધીમું સંગીત, પ્રેમ ભર્યા વિવાનએ હાથ આપ્યો ને મિસ્ટીએ તેનો હાથ પકડી લોધો, ઝગમગતી લાઈટો ચાલુ બંધ થતી ને મિસ્ટી પાળી પર બેસી ગઈ તેના સાથે વિવાન પણ બેસ્યો, વિવાન કઈ બોલે તેની પહેલા આરવનો કોલ આવ્યો. શીટ! વિવાનએ મનમાં કહ્યું ને આરવ પર એને ગુસ્સો આવ્યો.ભાઇ! સુધીર નાસી ગયો છે તમે બંને એટલું જલ્દી અહીંયા આવી જાવ, આરવે ઉતાવળે કહ્યું ને વિવાન ઝડપે ઊભો થઈને મિસ્ટીથી દુર વાત કરવા ગયો.કેવી રીતે નાસી ગયો, તમારા બધામાં અકલનો છાટો નથી, કઈ બાજુના રસ્તા પર ગયા ...Read More

17

ચિનગારી - 17

મિસ્ટી તો આરામથી સૂઈ રહી, નેહા હંમેશા તેને એવી દવા આપતી કે તેને રાતે વિચારો તો આવતા પણ ભરી પણ આવતી જેથી તે વધારે કઈ વિચાર્યા વગર સુઈ જતી!સુધીર મોટા પલગ પર આરામથી સુઈ રહ્યો હતો, ત્યાંજ તેની પાસે એક છોકરી આવી ને તેના હાથમાં રહેલો પાણીનો જગ તેના પર ખાલી કરી નાખ્યો, સુધીર ચૂપચાપ પોતાના ભીના કપડા પર નજર કરીને સામે જોઇને સ્માઈલ આપતા બોલ્યો, "આટલી સરસ રીતે જગાડવાનું કારણ જણાવશો"સામે પેલી છોકરી એ કબાટ ખોલીને કપડા આપતા કાતિલ અદાઓથી કહ્યું, "આ તો રોજનું છે, અને મને તો આજ રીતે આવડે છે, તમારી પાસે કોઈ બીજી રીતે હોય ...Read More

18

ચિનગારી - 18

આલીશાન બંગલામાં સમીર મુલાયમ બેડ પર આરામ કરી કર્યો હતો, સુધીરએ તેના માંથા પર હાથ ફેરવ્યો ને તે જાગી તેને જોયું તો સુધીર તેની બાજુમાં બેઠો હતો ને તેનો ચહેરો ઉદાસ હતો, તેની આંખમાં પાણી આવી ગયું, તે થોડો જુક્યો ને બંને એક બીજાને વળગી પડ્યા."શું જરૂર હતી બહાર જવાની? મે કહ્યુ હતુ ને હું જોઈ લઈશ પણ તું છે કે સમજતો નથી!" સુધીરએ થોડા પ્રેમથી ગુસ્સા તેને તેની પીઠ પર હાથ ફેરવવા લાગ્યો! સાથે કહ્યું નેથોડી વાર આમ જ રહ્યા પછી સમીર બોલ્યો, "લાસ્ટ વિક એ તો અંકલએ કહ્યું હતું કે હવે મને આવા અટેક નહિ આવે, અને ...Read More

19

ચિનગારી - 19

આજે બધાં નો દિવસ ઉદાસ જ રહ્યો, આરવ ને નેહા વચ્ચે પણ કોઈ વાતથી માથાકૂટ થઇ ગઇ જેના લીધે નાં મૂડ ઓફ હતા,નેહા જમવાનું બહારથી લઈ આવી ને મિસ્ટી ને નેહાએ મળીને સાથે જ જમ્યુ ને બંને એ ઘણી વાતો કરી, બંને એ પોતાની ઉદાસી છુપાવી લીધી, જમ્યા પછી મિસ્ટીએ દવા લીધી ને થોડીવારમાં સુઈ ગઈ.વિવાનની તો ઊંઘ હરામ થઈ ગઈ, શું શું વિચારી રાખ્યું હતું ને શું થઈ ગયું, તેને તેનુ ધ્યાન ભટકાવવા બીજું કામ કરવા લાગ્યો ને તેના માટે તેને આરવની જરૂર પડી, તે આરવનાં રૂમમાં ગયો તો આરવ ત્યાં નહતો, તેને ઘરમાં જ બનાવેલી ઓફિસમાં ગયો ...Read More

20

ચિનગારી - 20

વહેલી સવારે આરવ નેહાને લેવા આવી ગયો, નેહા પણ તૈયાર હતી, આરવે પહેલા જ મેસેજ કરીને કહી દીધું હતું હું આવી જઈશ તું તૈયાર રહજે, આરવ આવી ગયો ને નેહાએ બારી થી જ આરવની કાર જોઈ લીધી તે ફટાફટ સીડીઓ ઉતરીને આરવ પાસે પહોંચી ગઈ, જાણે આરવ ક્યાંય દૂર જવાનો હોય તેમ તેના ચહેરા પર ભાવ હતા, આરવએ જોયું તો નેહા ઉદાસ હતી કાલ કરતાં પણ વધારે, આરવ કારમાંથી બહાર આવ્યો ને નેહા પાસે ગયો બે ઘડી નેહા આરવને જોઈ રહી ને તરત વળગી પડી, આરવ માટે તો આ સુખદ અનુભવ હતો સાથે આશ્ચર્ય પણ થયો, તેને નેહાને એમ ...Read More

21

ચિનગારી - 21

વાતાવરણ એકદમ શાંત, ટાંકણી પડે તો પણ અવાજ આવે એવા શાંત વાતાવરણમાં પોતાના મનમાં હજારો વિચારો ચાલતા વસંતભાઈનાં ફોનમાં આવ્યો ને નાના ઘરની એ ચાર દીવાલોમાં રીંગ ગુંજવા લાગી!"હેલ્લો અંકલ, કેમ છો?" આટલું સાંભળતાં જ તેમના ચહેરા પર પરસેવો થવા લાગ્યો, તેમના પગ ધ્રુજવા લાગ્યા તેની હાલતની સામે ફોન પર વાત કરી રહેલા વ્યકિત જાણે મજા લઈ રહ્યું હોય તેમ હસવા લાગ્યો, તેની આ હસી સામે વસંતભાઈ માટે ભયાનક હતી! તે કઈ બોલી શકવાની હાલતમાં નહતા, તેમનો અવાજ બહાર આવવા માટે તરસી રહ્યો પણ અવાજ બહાર નાં આવ્યો તેમની ચૂપી જોઈને સામેવાડાને મજા આવી.તારી હાલત જોઈને તો ખરેખર મજા ...Read More

22

ચિનગારી - 22

વિવાનએ મિસ્ટીને ઘરે મૂકીને ફટાફટ ઘરે જવા નીકળી ગયો, આરવ પણ જલ્દી જલ્દી નીકળી ગયો, તેને નેહાને પણ ઘરે ને તેને બાય કહીને નીકળી ગયો.બંને સાથે ઘરે પહોંચ્યા ને બંને નાં ચહેરા પર ચિંતા બંને એ ઓફીસવાળા રૂમમાં ગયા ને ચાવી લઈને નીકળી પડ્યા, બહાર નીકળતી વખતે વિવાનના ફોનમાં મિસ્ટીનો કોલ આવ્યો તેને આરવ સામે એક નજર કરીને તેને આગળ જવા કહ્યું."હા બોલ જા... ના...",વિવાનએ છેલ્લા શબ્દો પર ભાર મુકતા કહ્યું ને તેને થયું કે હવે તેનો ભાર તેને જ ભારે નાં પડી જાય તો સારું, "હેલ્લો", વિવાન ફરીથી બોલ્યો સામે મિસ્ટી મૌન હતી."હું ને નેહા બંને બે દિવસ ...Read More

23

ચિનગારી - 23

નેહા ને મિસ્ટી પણ ઘરે જવાની તૈયારી કરી રહ્યા હતા, આરવને ડર હતો કે મિસ્ટી આ બધાંની વચ્ચે નાં એટલે જ તેને નેહા સાથે વાત કરીને રાતોરાત બંને ને ઘરે જવા કહ્યું."નેહા આટલી ઉતાવળ કેમ કરે છે?" નેહાની ઉતાવળ જોતા મિસ્ટીએ પૂછ્યું."મમ્મીની થોડી તબિયત ખરાબ છે એટલે ચિંતા થાય છે બસ એટલે", નેહાએ મિસ્ટી સામે જોયા વગર જ કહ્યું ને બંને બેગ લઈને નેહા બહાર આવી તેની પાછળ મિસ્ટી પણ આવીને તેને મદદ કરવા લાગી.થોડી જ વારમાં બંને ઘરે પહોંચી ગયા, નેહાનું ઘર એટલું દૂર પણ નહતું અને એટલું નજીક પણ નહિ 30 કિલો મીટરનું અંતર તો બંનેની વાતો ...Read More

24

ચિનગારી - 24

"મિસ્ટીને જે રૂમાલ બાંધ્યો હતો તેના પર વધારે પડતું ગેન ચડે તેવી દવા છાટી હતી જેથી તે 15 સેકંડમાં બેહોશ થઈ ગઈ"."મિલી જલ્દી જગાડી દે આપણી પાસે સમય નથી", સમીરએ થોડા ગુસ્સામાં કહ્યું ને મિલીએ તેને આંખો થી જ શાંત રહેવા કહ્યું તે મિસ્ટી પાસે ગઈ ને તેના ચહેરા પર પૂરો ગ્લાસ ખાલી કરી દીધો."અચાનક થયા આ હુમલાથી મિસ્ટી જાગી ગઈ ને ઘડીક મિલી તો ઘડિત થોડા દૂર ઉભેલા સમીરને જોઈ રહી તેને આ રીતે જોતાં મિલીએ તેને રૂમાલ આપ્યો ને તેને પોતાનો ચહેરો સાફ કર્યો""તમે લોકો....તું કઈ કહે તેની પહેલા હું કઈક કહું? પહેલા તું થોડુ ખાઈ લે ...Read More

25

ચિનગારી - 25

મિસ્ટીએ વિવાનને સમીરના મોબાઇલ થી કોલ કર્યો, વિવાનએ રિસિવ કર્યો ને મિસ્ટીને શું બોલવું તે વિચારી રહી! "હેલ્લો, હેલ્લો? બોલશે?", વિવાનએ પહેલા શાંતિથી પછી ગુસ્સામાં કહ્યું ને સામે થી હમમ એમ અવાજ આવ્યો એ હમમ નો અવાજ પણ વિવાન નાં ઓળખે તો શું કહેવું? તેને તરત પાછળ ફરીને સુધીર સામે જોયુ ને પછી આરવ સામે ગુસ્સાથી જોયું, ક્યાં છે તું? થોડા કડક અવાજમાં વિવાનએ કોલ પર પૂછ્યું પણ સામે હજી મિસ્ટી ચૂપ હતી, થોડી વાર સુધી બંને માંથી કોઈ બોલ્યું નહિ.મિલીએ હાથથી બોલવાનો ઈશારો કર્યો એટલે મિસ્ટી આંખ બંધ કરીને બોલી, "હું?...હું...તમે ક્યાં છો? અને ક્યાં જાવ છો? હું ...Read More

26

ચિનગારી - 26

સુધીર તારા પાસે જેટલા પણ સબૂત છે એ બધા મને આપી દે, હું આગળ કેસ ચલાવી દઈશ તું કઈ નાં કરીશ સુધીર", વિવાનએ શાંતિથી કહ્યું ને સુધીરએ તેને હામાં માથુ ધુણાવ્યું.એની કોઈ જરૂર નથી વિવાન હું પોતે જ મારા બધા ગુનાહની કબૂલાત કરું છું મે જે કર્યું એ ખોટું છે, છેલ્લા ઘણા સમયથી હું બીમારીથી તડપ્યો છું, દવા લઈને પણ સારું નહિ થાય એટલા ખરાબ કામ મે કર્યા છે અને આટલું ઓછું છે કે મારી પાછળ મારા પરિવારના લોકો પણ બરબાદ થઈ ગયા, હું મારો દરેક ગુનો કબુલ કરું છું, એની જે પણ સજા હોય તે મને મંજૂર હશે ...Read More

27

ચિનગારી - 27

આરવનો ખીલેલો ચહેરો બધું ખીલી ગયો જ્યારે એના ફોનની સ્ક્રીન પર નેહા નામ આવ્યું."અરે વાહ હવે તો તમે સો જીવશો, મારી સાથે", આ છેલ્લા બે શબ્દો એ ધીમે થી બોલ્યો પણ તો પણ નેહા તો સાંભળી ગઈ ને!"અહીંયા હું એક વર્ષના જીવી શકું તમારી સાથે ને સો તો ઘણી દૂર ની વાત થઈ, એ બધું છોડો ને, નેહા આગળ કઈ બોલે એની પહેલા જ આરવ વચ્ચે બોલ્યો..."કેમ કેમ છોડો હું કેમ તમને છોડુ? ના હું ના છોડૂ હું તો પકડીને રાખીશ... ચૂપ નેહા જોરથી બોલી કે આરવના હાથમાંથી ફોન પડતા પડતા રહી ગયો."બાપરે શાંત ચકલી શાંત", આરવે કહ્યું ને ...Read More

28

ચિનગારી - 28

બે ત્રણ મહિના વીતી ગયા. હવે મિષ્ટીને પણ વિવાન પ્રત્યે લાગણીઓ જાગી તે અવાર નવાર વિવાન ને મળતી એમની કલાકો સુધી વાતો કરતી. વિવાન ને પણ મિષ્ટી નું આ બદલાયેલું વલણ ગમતું.આ બાજુ સમીર ને સુધીર બંને તેના પિતાની સ્થિતી માટે આ બેય ભાઈ ને જ દોશી માનતા અને બદલો લેવાના ઉપાયો શોધતા."આ મીષ્ટી ને વિવાન સાથે શું સંબંધ છે" સમીર એ મીની ને કહ્યું. "કદાચ એની ગર્લફ્રેન્ડ હશે", મીની એ વળતો જવાબ આપતા કહ્યું. ત્યાં જ સુધીર એકાએક બોલી ઉઠ્યો, "ના મિષ્ટિ વિવાન સાથે સંજોગો વચાત મળી" શું? સમીર એકાએક બોલી ઉઠ્યો.હા, ભાઈ mishti એની કોઈ જાણીતી નથી. ...Read More