નવી દુનિયા!

(17)
  • 20.4k
  • 2
  • 9.2k

હું એક astronomer (અવકાશયાત્રી) છું અને છેલ્લા 13 વર્ષથી ISRO સાથે જોડાયેલો છું. વાત છે ઈ.સ. 2254 ની હવે નું ભારત ખુબ જ પ્રગતી પર છે ટેકનોલોજી નો પણ ખૂબ વિકાસ થયો છે જગત 4થું વિશ્વયુદ્ધ (2236-2242) માંથી ઉભુ થયું છે કેટલાય દેશો ના નામ નકશામાંથી નીકળી ગયા છે. હાલનું ભારત એક હિંદુ રાષ્ટ્ર છે વિસ્તાર પણ વધી ગયો છે પાકિસ્તાન નો બલુચિસ્તાન સિવાય નો ભાગ ભારત માં ભળી ગયો છે. નેપાળ અને ચીન નો પણ મોટા ભાગનો ભાગ ભારતમાં ભળી ગયો છે વિશ્વયુદ્ધ હારવા થી ચીન, ઈંગ્લેન્ડ, જાપાન, કોરિયા, જર્મની, ફ્રાન્સ જેવા દેશો પાઈમલ થઈ ગયા છે. જ્યારે મિત્રરાષ્ટ્રો ભારત, રશિયા, કેનેડા, અમેરિકા, બ્રાઝિલ, દક્ષિણ આફ્રિકા જેવા દેશો એક નવી મહાસત્તા તરીકે ઉભરી આવ્યા છે. અમેરિકા એ વિશ્વયુદ્ધમાં ભાગ લીધો ન હતો પરંતુ ચીન ના ક્યુબા પરના આક્રમણના કારણે અમેરિકા એ મિત્રારાષ્ટ્ર તરફથી યુદ્ધમાં જંપલાવ્યું. હાલનું ભારત સમૃદ્ધ છે ચાણક્યએ જે અખંડ ભારતની ચેષ્ઠા કરી હતી તેમાંથી મને લાગે છે કે આજે તેનું સ્વપ્ન સાકાર થયું છે. હવે અમેરિકા, રશિયા, કેનેડા સાથે ભારત ચોથો મહાસત્તા ધરાવતો દેશ છે છેલ્લા 50 વર્ષમાં ભારતે ખુબ પ્રગતી કરી છે ISRO અને NASA હવે એક હરોળમાં છે ISRO એ મંગળ પર વસાહત શરૂ કરી છે.

Full Novel

1

નવી દુનિયા! - ભાગ 1

હું એક astronomer (અવકાશયાત્રી) છું અને છેલ્લા 13 વર્ષથી ISRO સાથે જોડાયેલો છું. વાત છે ઈ.સ. 2254 ની હવે ભારત ખુબ જ પ્રગતી પર છે ટેકનોલોજી નો પણ ખૂબ વિકાસ થયો છે જગત 4થું વિશ્વયુદ્ધ (2236-2242) માંથી ઉભુ થયું છે કેટલાય દેશો ના નામ નકશામાંથી નીકળી ગયા છે. હાલનું ભારત એક હિંદુ રાષ્ટ્ર છે વિસ્તાર પણ વધી ગયો છે પાકિસ્તાન નો બલુચિસ્તાન સિવાય નો ભાગ ભારત માં ભળી ગયો છે. નેપાળ અને ચીન નો પણ મોટા ભાગનો ભાગ ભારતમાં ભળી ગયો છે વિશ્વયુદ્ધ હારવા થી ચીન, ઈંગ્લેન્ડ, જાપાન, કોરિયા, જર્મની, ફ્રાન્સ જેવા દેશો પાઈમલ થઈ ગયા છે. જ્યારે મિત્રરાષ્ટ્રો ...Read More

2

નવી દુનિયા! - ભાગ 2

મારા પરિવારમાં મારી પત્ની પાર્વતી, દીકરી શ્રેયા અને સંયુક્તા છે આખરે અમે સામાન પેક કર્યો, સવારની વહેલી ફ્લાઇટ હતી અમે રાત્રે જ નીકળી ગયા સવારે ત્રણેક વાગે એરપોર્ટ પહોંચ્યા ત્યાં જઈને ખબર પડી કે ફ્લાઇટ તો ૩ કલાક લેટ છે પસી તો જેમ તેમ કરીને ઠંડીમાં સમય કાઢ્યો આખરે ૫.૪૫ એ અમારી ફ્લાઇટ આવી અને પસી અમે નિરાંતનો શ્વાસ લીધો. ૨ કલાકની મુસાફરી બાદ અમે અમારી મંજિલ પહોંચ્યા ત્યાં જઈને તે દિવસે હોટેલમાં ત્યાજ રોકાયા પસીના દિવસે અમે redge આઇલેન્ડ પર જવા નીકળ્યા રસ્તામાં ખુબ મજા કરી મોનાકો ની ગલીઓમાં રખડવાની ખૂબ જ મજા આવી, એવામાં શ્રેયા એ ઉત્સુકતા ...Read More

3

નવી દુનિયા! - ભાગ 3

લગભગ 45 દિવસનો સમય બાકી રહ્યો હશે. અમારે કેલિફોર્નિયા મિશનની ટ્રેનિંગ માટે જવાનું હતું. મે પાર્વતી અને બંને બાળકોની લેતા તથા પાર્વતી સામે જોઈને કહ્યું "તું જયરામ (મારો નજીકનો મિત્ર) જોડે લગ્ન કરી લેજે તે તારી સાથે લગ્ન કરશે તો મને ગમશ". જયરામ ની પત્ની એક્સિડન્ટમાં મૃત્યુ પામી હતી તેને એક પુત્ર હતો પ્રંચિલ. મે મિશનમાં જવા પહેલા આ બાબતે વિચાર કર્યો હતો કે હું પાર્વતીને અને જયરામને એક કરીશ.જયરામને તો કેમેય કરીને મનાવ્યો પણ પાર્વતી મારી વાત સાંભળીને જાણે અવાચક થઈ ગઈ, મે એને મિશન વિશે તો વાત કરી જ હતી પણ એ વાત કરી નહોતી કે હું ...Read More

4

નવી દુનિયા! - ભાગ 4

જાગો જાગો સવાર પડી ગઈ છે.... વહેલી સવારે શશીકાંત એ મને ઢંઢોળીને જગાડ્યો. હું જાગ્યો વહેલી સવારે 5 વાગ્યા છેલ્લી વખત સૂર્યનારાયણના દર્શન કર્યા. મિશન નો સમય સાંજે 5.30 નો હતો એટલે બધી તૈયારી પૂરી કરવાની હતી.બપોર સુધીમાં અમે મોટા ભાગનું કામ પતાવ્યું. મે છેલ્લી વાર પાર્વતીને ફોન લગાવ્યો એ દિવસ હું ક્યારેય નહી ભૂલી શકું. પાર્વતી ખૂબ જ ભાવુક થઈ ગઈ હતી મે બંને બાળકો સાથે પણ વાત કરી. તેને તો કોઈ જાતની ખબર જ ન હતી કે તે પપ્પા સાથે છેલ્લી વખત વાત કરે છે. આખરે બે કલાકની લાંબી વાત અમારા મિશન એલાર્મ એ પૂરી કરી. મિશનની ...Read More

5

નવી દુનિયા! - ભાગ 5

હવે spaceship પર ફક્ત 2 જ ક્રૂ મેમ્બર હતા જેને 1 મહિના માટે spaceship નું maintenance કરવાનું હતું. બાકી અર્ધમૃત હાલતમાં હતા. મુસાફરી ના બે દિવસ થઈ ગયા હતા spaceship Vita TDA 396 હવે સૂર્યમંડળના આખરી ગ્રહ નેપ્ચ્યુન પાસે આવી પહોંચ્યું હતું. કાલે અમે આપણી સોલાર સિસ્ટમ થી બહાર નીકળી જવાના હમેશા માટે!બે ત્રણ દિવસ યાત્રા એમનેમ ચાલી કોઈ વિઘ્ન વગર પૃથ્વી સાથેનો અમારો સંપર્ક પણ સારો એવો હતો. પૃથ્વી ઉપર પણ બધા મિશન successfully launch થયું તેની ખુશી મનાવતા હતા.......થોડાક દિવસો તો બધું જ પ્લાન પ્રમાણે ચાલ્યું. પણ હજુ તો આવો વિચાર આવે કે ન આવે અમારી સમકક્ષ ...Read More

6

નવી દુનિયા! - ભાગ 6

અમે હવે પૃથ્વીથી એટલે દૂર પહોંચી ગયા હતા કે અમારે પૃથ્વી પર સંદેશો પહોચાડવા અને સમો જવાબ મેળવવા 2 જેટલો સમય લાગે. અમે બે વર્ષમાં એટલું અંતર કાપ્યું જેટલું 1977 માં લોન્ચ થયેલ વોયેજર 1(1977માં નાસા દ્વારા ખગોળીય ઘટનાઓ નો અભ્યાસ કરવા માટેના યાન વોયેજર 1 અને વોયેજર 2) એ કાપ્યું હતું!!આટલા ટૂંકા સમયમાં અમે આટલી લાંબી મુસાફરી કરી શક્યા આ ટેકનોલોજીના વિકાસના કારણે સંભવ બન્યું.1 મહિના માટે અમે spaceship નું હેન્ડલિંગ કર્યું. મારી સાથે શશીકાંત પણ હતા. અમે બંને એ જવાબદારી પૂર્વક અમારું કાર્ય પાર પાડ્યું. અમારા સમયે કોઈ એવી ઘટના ન થઈ કે અમારા બધા ના જીવ ...Read More