પ્રેમ શું છે? પ્રેમ એ હર વચન, બંધનથી ઉપર હોય છે. પ્રેમ માટે ના કોઈના કહ્યાની જરૂર પડે છે કે ના કોઈના દબાવની જરૂર પડતી હોય છે. પ્રેમ તો બસ થતાં થઈ જાય છે. એમાં કોઈ કશું નથી કરી શકતું. પ્રેમનો તો ઉંમર સાથે પણ કોઈ સંબંધ નથી હોતો. પ્રેમ એટલે કોઈ એવું જે જ્યાં હોય ત્યાં બસ ખુશ રહે અને એને જોઈ આપણને સુકુન મળે તે પ્રેમ. પછી એ વ્યક્તિ આપણી સાથે હોય કે ન હોય. જેનું દર્દ જાણ્યે અજાણ્યે આપણે મહેસૂસ કરી શકીએ તે પ્રેમ. જેની યાદમાં ક્યારેક આંસુઓ પણ બાંધેલા બંધ તોડી મૂકે એ પ્રેમ.... પ્રેમની વ્યાખ્યા દરેક વ્યક્તિ માટે અલગ અલગ હોય છે. એવી જ એક પ્રેમની કહાની.. હું તમારી સમક્ષ પ્રસ્તુત કરવા જઈ રહી છું. અલગ કુળ અને અલગ શક્તિઓ ધરાવતી જુદી જુદી બે વ્યક્તિઓની અનોખી પ્રેમ કહાની. તો ચાલો, તમે પણ તૈયાર થઈ જાઓ, વેમ્પાયર અને અય્યારની આ જાદુઈ દુનિયાની સેર કરવા....? આશા છે તમને આ ધારાવાહિક જરૂર પસંદ આવશે. મારી આગલી રચનાઓને તમારા અમૂલ્ય પ્રતિભાવ આપવા બદલ ખુબ ખુબ આભાર...? પ્રસ્તુત ધારાવાહિક સંપૂર્ણપણે કાલ્પનિક છે. જેને વાસ્તવિક જીવન, વ્યકિત, સ્થળ કે સમાજ સાથે કોઈ સંબંધ નથી.
વેમ્પાય્યાર - 1
પ્રેમ શું છે? પ્રેમ એ હર વચન, બંધનથી ઉપર હોય છે. પ્રેમ માટે ના કોઈના કહ્યાની જરૂર પડે છે ના કોઈના દબાવની જરૂર પડતી હોય છે. પ્રેમ તો બસ થતાં થઈ જાય છે. એમાં કોઈ કશું નથી કરી શકતું. પ્રેમનો તો ઉંમર સાથે પણ કોઈ સંબંધ નથી હોતો. પ્રેમ એટલે કોઈ એવું જે જ્યાં હોય ત્યાં બસ ખુશ રહે અને એને જોઈ આપણને સુકુન મળે તે પ્રેમ. પછી એ વ્યક્તિ આપણી સાથે હોય કે ન હોય. જેનું દર્દ જાણ્યે અજાણ્યે આપણે મહેસૂસ કરી શકીએ તે પ્રેમ. જેની યાદમાં ક્યારેક આંસુઓ પણ બાંધેલા બંધ તોડી મૂકે એ પ્રેમ.... પ્રેમની વ્યાખ્યા ...Read More
વેમ્પાય્યાર - 2
અત્યાર સુધી....કોઈ વિરાન સ્થળ પર એક યુવાનને બંદી બનાવવામાં આવ્યો હોય છે. વૈભવી અને તેના ફ્રેન્ડ્સ સહ્યાદ્રી પર્વતમાળામાં ફરવા આવ્યા હોય છે. રાત ઘણી થઈ ગઈ હોવાથી સુરક્ષિત સ્થળે ટેન્ટ બાંધી તેઓ ગપ્પા મારતાં હોય છે. તેટલામાં વૈભવી કોઈની ચીસ સાંભળી સતર્ક થઈ જાય છે. પણ પછી તેને ભ્રમ ગણી નકારી દે છે. હવે આગળ.....વેમ્પાય્યાર Part 2સાંજ પડી ગઈ હતી. નાનકડા ઘરમાં ફરી તે જ અવાજ શરૂ થયો. " પ્લીઝ મને છોડો, મને જવા દો....કોઈ છે...?... કોઈ તો મદદ કરો...." રૂમમાંથી સતત તે યુવાનનો અવાજ સંભળાઇ રહ્યો હતો. પરંતુ આજુબાજુ તેનો અવાજ સાંભળવાવાળું કોઈ ના હતું. તે વૃદ્ધ સ્ત્રી ...Read More
વેમ્પાય્યાર - 3
અત્યાર સુધી.... પ્રથમ રાત્રે સ્વપ્ન આવતા વૈભવીની ઊંઘ કચવાઈ હતી. બીજા દિવસે પર્વતના શિખર પરનું અનુપમ દ્રશ્ય બધા આંખોમાં ભરી ઘણું સારું મહેસૂસ કરે છે. રાતે ફરી વાર ડરાવનું સ્વપ્ન વૈભવીને ડરાવી જાય છે. ત્યાર બાદ પહેરો આપતી વખતે પણ કોઈ અદ્રશ્ય અવાજ વૈભવીને તેની દિશામાં જવા પ્રેરે છે. અને વૈભવી ભાન ભૂલી અવાજની દિશામાં ચાલી મૂકે છે. હવે આગળ.... વેમ્પાય્યાર Part 3 " નિયતિ.... નિયતિ.... ઉઠ... વૈભૂ ક્યાં છે?" બધા કરતા વહેલી ઉઠી ગયેલી સુનિધિ પોતાના ટેન્ટમાંથી બહાર નીકળી ત્યારે નિયતિ સૂઈ રહી હતી. જ્યારે વૈભવીનો ક્યાંય અતોપતો ના ...Read More
વેમ્પાય્યાર - 4
અત્યાર સુધી.... વૈભવીના ગુમ થયાના સમાચાર સાંભળી અદિતિબેન અને પ્રકાશભાઈને તેની ચિંતા થવા લાગી. દુનિયાથી બેખબર વૈભવી એક ઘર આગળ આવી ઉભી રહી. જ્યાં તેનામાં બદલાવ આવવાના ચાલુ થઈ ગયા હતા. જ્યાં તેણે એક યુવાનને કેદ થયેલો જોયો. તેને આઝાદ કરવા જતાં કોઈના આવવાની આહટ સાંભળી તે એક અલમારીમાં છુપાઈ ગઈ. હવે આગળ.... વેમ્પાય્યાર Part 4 તે વૃદ્ધ સ્ત્રી ફરી અંદર આવી અને યુવાન બેહોશ થયો કે નહી તેની ખાતરી કરી ફરી ચાલી ગઈ. થોડી વાર બાદ વૈભવી બહાર નીકળી. પાંચ ફૂટ નવ ઇંચની ઊંચાઈ ધરાવતા તે યુવાનનું શરીર ...Read More
વેમ્પાય્યાર - 5
અત્યાર સુધી.... વૈભવીએ ઘરમાં બંધાયેલ યુવાનને આઝાદ કર્યો અને બંને ત્યાંથી ભાગી નીકળ્યા. ત્યાં બંને એકબીજાને પોતપોતાના નામ છે. તે યુવાનનું વેદ નામ સાંભળી વૈભવી ચોંકી જાય છે. હવે આગળ.... વેમ્પાય્યાર Part 5 " જા વૈભૂ જા... એ તને નહી છોડે... જતી રહે અહીથી..." સ્વપ્નમાં કોઈના દ્વારા કહેવાયેલા વાક્યો તેના કાનમાં ફરી ગુંજવા લાગ્યા. તેણે તેની પીડાને રોકવા પોતાના હાથ કાન પર મૂકી દબાવ્યા. અચાનક વૈભવીને પીડામાં ગરકાવ થતી જોઈ વેદ ગભરાઇ ગયો. તેણે તેના હાથ પર હાથ મૂકી જાદુથી મનમાં ચાલતી વાત જાણવા માટે ધ્યાન ધર્યું પણ તે ...Read More