ઇજ્જતના રખોપા

(188)
  • 13.4k
  • 49
  • 6k

રાતના બાર થવા આવ્યાં હતા. કૂતરાઓનું રડવું’ને શિયાળોની લાળીઓ સંભળાતી હતી.અને વળી પાછો આ જૂની લોલક ઘડિયાળના કાંટાનો અવાજ ટ્ક‌‌-ટ્ક ટ્ક‌‌-ટ્ક..... સ્મિતા પથારીમાંથી ઊભી થઇને ખુરશીમાં ગોઠવાઇ, સ્મિતાને પોતાના હૈયાની વાત કરવી હતી. પણ કોણે કહે? છેવટે સ્મિતાએ પોતાની જાત સાથે જ વાત કરવાનું શરૂ કર્યુ. “સ્મિતા, તું જે કઇ કરી રહી છે, તે ખોટું તો નથી ને?” “ના ના, પ્રેમ કરવો તે વળી ક્યાથી ખોટો હોય.” “પણ સ્મિતા,તારા મમ્મી-પપ્પાનુ શું?” સ્મિતા ઘડી બે ઘડી માતા- પિતાના પ્રેમ તરફ વળી પણ પાછી.......ના ના, હું તેમના જીવનમાં ન’તી ત્યારે પણ તે જીવતા જ હતાને... “ઓકે તો સ્મિતા, એક વાત કવ, એ

Full Novel

1

ઇજ્જતના રખોપા ( ભાગ - 1)

રાતના બાર થવા આવ્યાં હતા. કૂતરાઓનું રડવું’ને શિયાળોની લાળીઓ સંભળાતી હતી.અને વળી પાછો આ જૂની લોલક ઘડિયાળના કાંટાનો અવાજ ટ્ક‌‌-ટ્ક..... સ્મિતા પથારીમાંથી ઊભી થઇને ખુરશીમાં ગોઠવાઇ, સ્મિતાને પોતાના હૈયાની વાત કરવી હતી. પણ કોણે કહે? છેવટે સ્મિતાએ પોતાની જાત સાથે જ વાત કરવાનું શરૂ કર્યુ. “સ્મિતા, તું જે કઇ કરી રહી છે, તે ખોટું તો નથી ને?” “ના ના, પ્રેમ કરવો તે વળી ક્યાથી ખોટો હોય.” “પણ સ્મિતા,તારા મમ્મી-પપ્પાનુ શું?” સ્મિતા ઘડી બે ઘડી માતા- પિતાના પ્રેમ તરફ વળી પણ પાછી.......ના ના, હું તેમના જીવનમાં ન’તી ત્યારે પણ તે જીવતા જ હતાને... “ઓકે તો સ્મિતા, એક વાત કવ, એ ...Read More

2

ઇજ્જતના રખોપા ( ભાગ - 2)

રિક્ષાવાળો ભાઇ મે દોરેલા પાટા પર બરાબર ચાલી રહ્યો હતો.. રિક્ષાવાળા ભાઇએ વાત-વાતમાં પહેલા મારો ચેહરો જોયો અને પછી, અરીશાને સહેજ જુકાવી અમિતનો ચહેરો જોયો.. અમિતનો ચહેરો જોતા બોલ્યો: બસ ભાઇ ઇસ ભાઇ કી તરહી ચિકની લગ રહી થી...ભાઇ વો જીસકે સાથ ભાગી ઉનકે તો ભાગ હી ખુલ ગએ..સમજો ત્યા અમિતનો પિત્તો ગયો, “ અલા એ રિક્ષા ઉભી રાખ, એની સાથે તારા ભાગ પણ ખોલી નાખું...સાલા તારી બેનને પણ આમ જ જોતો હશેને.? . ઉભી રાખ રિક્ષા.... મે અમિતનો હાથ દબાવતા કહ્યું. “અમિત શું કરે છે ? આ ભાઇ પાસેથી જ તારી બહેનની બાતમી મળશે..શાંત પડ હવે.... ત્યાં રિક્ષાવાળા ભાઇ અમિતની માફી માંગવા લાગ્યોં : “સૉરી ! ભાઇ હમને અણજાણેમે આપકી બહેન કે બારે મે અનાબ‌-સનાબ બક દીયા.. પર કયા કરે હમે થોડી પતાથી કે વો... ...Read More

3

ઇજ્જતના રખોપા ( ભાગ- 3)

ભાગ -2.માં તમે જોયું કે અમિત અને ચિરાગ સ્મિતાની શોધ કરતા વડોદરા આવે છે . વચ્ચે સલીમભાઇ સાથેના વ્યંગ હાસ્યમય સંવાદ જોયા..સલીમભાઇ મુસ્લિમ હોવા છતા હિંદુ સ્મિતાને શોધી આપશે .તેવી અમિતને ખાત્રી આપે છે...હવે આગળ ..... હું અને અમિત, સલિમભાઇ સાથે રાવપુરા પોલિસ સ્ટેશન પહોંચ્યા...સલિમભાઇ જાણે કે કોઇ નિષ્ણાત વકિલ હોય તેમ તે ડર્યા વગર ઠાવકાઇથી વાત કરતા હતા. “સલામ સાહિબ, હમે આપકી મદદ ચાહિયેથી સહાબ," “હા બોલો, કેસી મદદ,” “સાહેબ હમારી બહન ભાગ ગઇ ! હમે પતા ચલા હે કી વો બરોડામે કીસી હૉટેલમે રૂકે હે. પર કિસ હૉટેલમે રૂકે હે વો પતા નહિ સાહેબ.? ...Read More

4

ઇજ્જતના રખોપા ( ભાગ - 4)

તમે આગળના ભાગ- 3 માં જોયું કે સ્મિતા એક હોટલના ગેસ્ટહાઉસ માંથી મળે છે..સ્મિતા એકવાર પિતાની ઇજ્જત નો ખયાલ અમિત સાથે ઘરે જવાની ના પાડે છે...હવે આગળસવારનો ઉદય થવામાં હજી થોડી વાર હતી.સૂરજ હજી ઉગ્યો ન હતો, સલિમભાઇએ અમને ગામની ભાગોળે ઉતાર્યા. મે કહ્યું “સલિમભાઇ તમારો આભાર” અરે ઇશમે આભાર કિસ બાતકા. ઇંસાન ઇંસાનકે કામ નહિ આયેગા તો કોણ આયેગા? અચ્છા ચલો મે ચલતા હું.” કહેતા તેમને રીક્ષા હંકારી મુકી..અમિતે સ્મિતાને હિંમત આપવા તેનો હાથ જાલેલો હતો, આજે ગામના લોકો પણ જરૂર કરતા વધારે વહેલા જાગી ગયા હતા.આખું ગામ સ્મિતાને કઇક અલગ જ નજરથી નિહાળી રહ્યું હતું." ના ...Read More