RUH - The Adventure Boy..

(25)
  • 20k
  • 4
  • 8.6k

મારા વ્હાલા વાચકમિત્રો, આપણા જીવનની અંદર આપણા વડીલોનો અગત્યનો ફાળો રહ્યો છે ને આપણે એમની પાસેથી ઘણું શીખતા આવ્યા છીએ, અને એ માટે આ નવલકથા “રૂહ – ધી એડવેંચર બોય” માં આપણા વડીલોની સફરથી શરૂ કરી આજના જીવનની નાની વાતોને ગૂંથવાનો પ્રયત્ન કર્યો છે. ને એ માટે તૈયાર થઈ જાઓ એડવેંચર બોયની એડવેંચર સફરના ભાગીદાર બનવા માટે...!! પ્રકરણ 1 અજાણ્યો લાગણીઓનો ખજાનો...!! 4 જૂન, 2021. હા, હજુ પણ યાદ છે મને આ દિવસ કે જે મારા જીવનમાં સૌથી વધારે લાગણીભીનો રહ્યો હતો.... મારૂ શિક્ષણ પૂર્ણ થયા પછી મારી પહેલી નોકરી એટલે કે શિક્ષક તરીકે શાળામાં પહેલો દિવસ ... બધા પોત-પોતાના કામમાં વ્યસ્ત હતા. આખરે કોરોના મહામારીએ ભલભલાને ઘરે બેસાડી દીધા હતા.. બાળકો વિનાની શાળાઓ સૂની, ને ઓનલાઈન શિક્ષણની મગજમારી... ને હું બેઠી બેઠી બધાને જોયા કરું.... કારણ કે પહેલા દિવસના અજાણ્યાપણાના લીધે કોઈએ કંઈ જવાબદારી સોંપી જ નહોતી....આખરે એ દિવસે માત્ર મળ્યું મારૂ લૉકર અને લાગણીઓનો ખજાનો..!!

New Episodes : : Every Sunday

1

RUH - The Adventure Boy.. - 1

RUH - The Adventure Boy પ્રસ્તાવના મારા વ્હાલા વાચકમિત્રો, આપણા જીવનની અંદર આપણા વડીલોનો અગત્યનો ફાળો રહ્યો છે ને એમની પાસેથી ઘણું શીખતા આવ્યા છીએ, અને એ માટે આ નવલકથા “રૂહ – ધી એડવેંચર બોય” માં આપણા વડીલોની સફરથી શરૂ કરી આજના જીવનની નાની વાતોને ગૂંથવાનો પ્રયત્ન કર્યો છે. ને એ માટે તૈયાર થઈ જાઓ એડવેંચર બોયની એડવેંચર સફરના ભાગીદાર બનવા માટે...!! પ્રકરણ 1 અજાણ્યો લાગણીઓનો ખજાનો...!! 4 જૂન, 2021. હા, હજુ પણ યાદ છે મને આ દિવસ કે જે મારા જીવનમાં સૌથી વધારે લાગણીભીનો રહ્યો હતો.... મારૂ શિક્ષણ પૂર ...Read More

2

RUH - The Adventure Boy.. - 2

પ્રકરણ 2 માતાનો સુનો ખોળો...!!! ડૉક્ટર બાળકની તપાસ કરે છે અને ઈંન્જેકશન પણ આપે છે.... છતાં બાળકનો શ્વાસ ધીમો જાય છે... કમળાબેનના પણ એકાએક હૃદયના ધબકારા વધી જાય છે..... ડૉક્ટરની આમ-તેમ દોડાદોડી જોઈ કમળાબેન ગભરાઈ જાય છે..... સાસુમાતા પણ એમને સાંત્વના આપે છે..... ખબર નહી એ ક્ષણે ડૉક્ટરની ભૂલ હતી કે કુદરતની કે પછી નસીબની..... જોત-જોતામાં એ નવજાત શિશું યમરાજની ગોદમાં બેસી જાય છે.... કમળાબેનથી મૃત બાળકનું મોં જોઈ રાડ ફાટી નીકળે છે..... તે પોતાના આંસુને અટકાવી શક્તાં નથી..... સાસુમાતા કમળાબેનથી મોં ફેરવી લે છે... જ્યારે આ બાજુ કિરીટભાઈ તેમના સસરા અને સાળાને લઈને ખાનપુર પરત આવવા નીકળી પડે ...Read More

3

RUH - The Adventure Boy.. - 3

પ્રકરણ 3 એક સાંધો ત્યાં તેર તૂટે...!! "મારા માટે....??" "હા...બેટા.... મરેલાનું.... આવા પાપીનું કે જે આવતા જ મોત લઈને એનું મોં જોઈને તારું જીવન શું કામ બગાડવું...!!" " માં...... આવી ક્રૂરતા....? કેવો કઠોર વિચાર છે તારો...??" કિરીટભાઈ પોતાના આંસુ લૂછી નાખે છે.... "બાપુ... હું ખેતરે જાઉં છું.... હું આવી ક્રૂરતા નહીં જોઈ શકું...." "પણ.... દિકરા આ ટા'ણે...." કિરીટભાઈ પોતાની પીડાનું પોટલું લઈ ત્યાંથી નીકળી જાય છે... મગનભાઈ પણ જતાં રહે છે... અને જમનાબેન પણ આંગણાની બહાર ડેલીની બાજુના ઓટલા પર બેસવા જતા રહે છે, પણ એમના ચહેરા પર દુઃખની કોઈ રેખા દેખાતી જ નહીં.... "દિકરા..... દુઃખી નહીં થઈશ... ભગવાન ...Read More

4

RUH - The Adventure Boy.. - 4

પ્રકરણ 4 નિયતિની કસોટી..!! કમળાબેન દોડીને પરિધીના પારણાં તરફ જાય છે...રડતી ત્રણેય દીકરીઓને જોઈ કમળાબેન હાશકારો અનુભવે છે..પણ એ માં ત્યાં દોડીને પરિધીને તેડી લે છે અને બીજા હાથથી સંધ્યા અને હેત્વીને ભેટીને રડી પડે છે.....કેવું કરુણાભર્યું દ્રશ્ય સર્જાયું છે..!! માતાનો લક્ષ્મીભર્યો ખોળો આજે ખાલી થતાં થતાં બચી ગયો....હા...એ દીવાલ પરિધીના માથાથી માત્ર હાથના પંજા જેટલી જ દૂર હતી... પરિધીને કઈ ના થયું પણ સંધ્યા અને હેત્વીના શરીર પર ઈંટના ટુકડા ફેંકાવાથી નજીવું ઘસાયુ હતું...પણ ઈશ્વરકૃપાથી કોઈ જાનહાનિ ન થઈ....બહાર રમતી શાલિની અને વિદિશા પણ ગભરાઈને માતાને આવી ને ભેટીને રડવા લાગે છે....માતા એની પાંચ લક્ષ્મીઓને એના આંખના આસુઓથી ...Read More

5

RUH - The Adventure Boy.. - 5

પ્રકરણ 5 પરિવાર હુંફાળો ... જેમ જેમ દિવસો પસાર થતાં હતાં તેમ તેમ કિરીટભાઈની પોતાના સંતાનો પ્રત્યેની આકાંક્ષાઓ વધી હતી...આમ, તો કિરીટભાઈ સવારે રોજીંદા સમય મુજબ જતાં રહે છે.... પણ કોણ જાણે કેમ..... આજે કિરીટભાઈને કંઈક અજુગતો અનુભવ થતાં પોતે નોકરી પર રજા રાખી દે છે.... ને કમળાબેનને કામમાં મદદ કરવા લાગે છે.... સવારનો બરાબર 10 વાગ્યાનો સમય હતો.... કમળાબેન ગાય-ભેંસના તબેલામાં કામ કરી રહ્યા હતાં.... કિરીટભાઈ પોતાની પાંચેય દિકરીઓ સાથે રમી રહ્યા હતાં..... ...Read More

6

RUH - The Adventure Boy.. - 6

પ્રકરણ 6 મારુ બાળપણ …!! એ ડાયરીના બે કોરા મુકાયેલા પેજ પછીના પેજ પર ઘાટા અને સુશોભિત અક્ષરોથી લખાયેલું મને આકર્ષી રહ્યું હતું. મને એ ડાયરી છોડવાની ઈચ્છા જ નહોતી થતી.. પણ ઘડિયાળનો એ નવ વાગ્યાનો ટકોર મને ચેતવી રહ્યો હતો કે 9 ને 10 વાગ્યે ઓનલાઈન લેક્ચર લેવાનો છે અને એ પણ સમાજવિદ્યા…. મારા જીવનનો સૌથી બોરિંગ વિષય ને એ જ વિષય આજે મારે ભણાવવાનો છે…. એ સમયે મેં ઝડપથી એ પછીનાં દરેક પેજ એકી સાથે ફેરવ્યાં, એ ડાયરીનું સુંદર લખાણ અને એની સ્વચ્છતાં મને આકર્ષી રહી હતી. મારુ મન એ ડાયરી વાંચવા માટે આતુર હતું…પણ આખરે મેં ...Read More