મૃગજળ

(3.8k)
  • 115.5k
  • 301
  • 52.4k

એક નવ પરિણીત યુવતીના જીવનમાં ભવિષ્ય અને ભૂતકાળને સાચવવામાં આવી પડતી આફતની કથા એટલે મૃગજળ.

Full Novel

1

મૃગજળ

વિકી ત્રિવેદી મૃગજળ પ્રસ્તાવના પ્રેમ વિશ્વાસના એક નાજુક દોરા ઉપર ટકેલો છે. વિશ્વાસનો દોરો છે તો એકદમ નાજુક પણ જો એ તૂટી જાય તો એ ધનુષની પણછ કરતા પણ વધારે નુકશાન કરી શકે છે. એ નાજુક દોરો એક ધગધગતા તિરને રોકીને બેઠો છે. વિશ્વાસ રૂપી દોરો તૂટતાની સાથે જ નફરતનું એક સળગતું તિર આવીને જીવનમાં આગ લગાવી દે! એક વ્યક્તિના મનમાં બીજા વ્યક્તિ માટે જે માન, સમ્માન અને પ્રેમ છે એ માત્ર એક વિશ્વાસ ઉપર જ ટકેલો છે, જો વિશ્વાસ તૂટી ગયો તો એ પ્રેમનો ભાર સહન નઈ કરી શકે! વિશ્વાસ ...Read More

2

મૃગજળ - પ્રકરણ - 2

શ્રીનાથ કોલોની ધીમે ધીમે અંધકારમાંથી બહાર આવી રહી હતી. એના હરોળ બંધ મકાનો સ્પષ્ટ દેખાવા લાગ્યા હતા. સુરજના આછા કિરણો દરેક મકાનની પ્રેમીસથી માંડીને અગાસી સુધી ચમકાવી રહ્યા હતા. ઠંડો પવન કોલીનીની અંદર અને બહારના ભાગે રહેલા વૃક્ષોની ડાળીઓને આમતેમ નમાવી જાણે એમને સવારની કસરત કરાવી રહ્યો હતો. પક્ષીઓએ સૌથી પહેલા કામે લાગી જવાનું નક્કી કર્યું હોય એમ એમના ચહેકાવાનો આવાજ ચારે દિશામાં ફેલાયેલો હતો. રાત ઓગળી ગઈ હતી અને ભવ્ય સૂર્યનો ઉદય પશ્ચિમ તરફથી પોતાના અસ્તિત્વની જાણકારી આપતો રાત્રીએ કાળા રંગથી રંગેલા આકાશને રંગબે રંગી બનાવી રહ્યો હતો. છતાય હજુ સુરજના કિરણો એટલા બધા ...Read More

3

મૃગજળ - પ્રકરણ - 3

કરણે ઓફીસ આગળ બાઈક રોકયું ત્યાં જ એનો ફોન રણક્યો. કરણે બાઈક સ્મોલ સ્ટેન્ડ પર કર્યું અને ખિસ્સામાંથી ફોન "હાય હેન્ડસમ." લહેકા ભર્યો અવાજ આવ્યો. "અરે, નીલમ! બોલ બોલ." "કહા પે હો જી?" નિલમે એના એ જ અંદાજમાં પૂછ્યું. "બસ ઓફીસ પહોંચ્યો હમણાં જ." કરણે ચાવી નીકાળતા કહ્યું. "કરણ, તને પાર્ટીમાં મળાયું જ નહીં એટલે થયું લાવ હેન્ડસમનો અવાજ સાંભળી લઉ." "ઓકે." "હમમમમ. ચલ બાય. વૈભવીને મારી યાદ આપજે." નિલમે ફોન મૂકી દીધો. કરણ મોબાઈલ ખિસામાં સરકાવી સડસડાટ દાદર ચડી ગયો. ...Read More

4

મૃગજળ - પ્રકરણ - 4

ઓફિસથી નીકળતા પહેલા વૈભવીએ હાથ મો ધોઈ લીધા હતા પણ ફરી એકવાર મનમાં ચાલતા વિચાર એના ચહેરા ઉપર દેખાવા નોકરી છોડી દઉં? કરણને ગિરીશનું કેરેકટર જ્યારે ખબર પડશે ત્યારે શું થશે વૈભવી? તારો સંસાર એક જ પળમાં ભાગી પડશે! પ્રેમ તો વિશ્વાસના એક નાજુક દોરા ઉપર ટકેલો છે. વિશ્વાસનો દોરો છે તો એકદમ નાજુક પણ જો એ તૂટી જાય તો એ ધનુષની પણછ કરતા પણ વધારે નુકશાન કરી શકે છે. એ નાજુક દોરો એક ધગધગતા તિરને રોકીને બેઠો છે. વિશ્વાસ રૂપી દોરો તૂટતાની સાથે જ નફરતનું એક સળગતું તિર આવીને જીવનમાં આગ લગાવી દે! કરણના ...Read More

5

મૃગજળ - પ્રકરણ - 5

"મેડમ..." મયંકે વૈભવીની ચેમ્બરનું બારણું ખોલ્યું. "બોલ મયંક." હસીને વૈભવીએ કહ્યું. વૈભવી હમેશા મયંકને જ બોલાવતી અને એ વાત ગિરીશને જરાય ન ગમતી કેમ કે વૈભવી ભાગ્યે જ ગિરીશને એક સ્માઈલ પણ આપતી! "મેડમ, સાહેબે નાસ્તો મંગાવ્યો છે બધાને બહાર...." "ના, મયંક મને ભૂખ નથી, તમે લોકો ખાઈ લો પ્લીઝ." વૈભવીએ વિવેકથી ના કહી. "પણ, મેડમ નીતા દીદી કાલે પણ કહેતા હતા કે વૈભવી મેમ ક્યારેય અમારી સાથે હળતા મળતા નથી, આપણે બધા બહારની ચેમ્બરમાં એટલે નીચા, આપણી સાથે એ સેક્રેટરી નાસ્તો ન જ કરે!" કહી મયંક જાણે ન ...Read More

6

મૃગજળ - પ્રકરણ - 6

સવારનું આહલાદક વાતાવરણ હતું. વૈભવી હમણાં જ આવીને ફ્રેશ થઈ પોતાના ટેબલ પર કામ કરવા બેઠી હતી. કરણ એને આવ્યો ત્યારની કરણની વાતોની ખુશ્બુ હજુ એના આસપાસ એ અનુભવી રહી હતી. ગઈ રાત્રે પહેલી જ વાર કરણ એની નજીક આવ્યો હતો! લગ્નના બે બે મહિના પછી પહેલી જ વાર કરણ એના સુંદર શરીરને સ્પર્શ્યો હતો! કોઈ પણ સ્ત્રી એક સંયમ રાખી જીવે પણ જેને ચાહતી હોય એમાંય કરણ જેવા પ્રેમાળ પતિનો સ્પર્શ.....! વૈભવી પણ ગઈ રાત્રે કરણના સ્પર્શમાં સાવ પીગળી ગઈ હતી. અને હજુ પણ એના સ્પર્શની સુવાસ પોતાના શરીરમાં એ અનુભવી શકતી ...Read More

7

મૃગજળ - પ્રકરણ - 7

સી.એ. નિખિલ એન્ડ એસોસીએટ્સ આગળ કરણનું બાઈક ઉભું રહ્યું. કપડાં ઠીક કરતો કરણ ગોગલ્સ ઉતારી ઓફિસમાં દાખલ થયો. નિખિલના ઉપર પૈસાનું એક બંડલ અને ટેબલ સામે એક સુટેડ બુટેડ કસ્ટમર નજરે ચડ્યો. કરણને ઓચિંતો આવેલો જોઈને એ કસ્ટમર ગભરાઈ ગયો. "અરે કરણ, આવ..." નિખિલે તરત કહ્યું, "ડોન્ટ વરી મી. શર્મા કરણ આપણો ઘરનો જ માણસ છે." "તમે સાહેબ કઈક ડોર બેલ જેવું રાખો હમણાં મને હાર્ટ એટેક આવતો આવતો રહી ગયો...!!" શર્મા હસ્યો. "કેમ ભાઈ સી.એ. સાહેબ, હું ખોટા સમયે આવ્યો?" કરણે પણ પરિસ્થિતિને હળવી બનાવવા હસીને કહ્યું. "ના, ના, ...Read More

8

મૃગજળ - પ્રકરણ - 8

બની શકે એટલું વધુ પ્રદર્શન કરી શકાય એવા કપડાં પહેરી નીલમ ઓફિસમાં દાખલ થઈ, પણ કરણ એના ધ્યાનમાં જ "હાય હેન્ડસમ..." નિલમનો રમતિયાળ અવાજ સાંભળી કરણ ઝબકી ગયો. "આવ નીલમ." "હમમમમ, થેંક્યું." અશુતોષની ચેરમાં બેસતા એ બોલી. "એમાં શું થેંક્યું? ઓફીસ અશુતોષની છે એટલે તારી જ કહેવાય." "હા પણ અત્યારે તો તું બોસ છે અને હું હાથ નીચે કામ કરીશ." ફરી એ હસી. કરણ વધુ ધ્યાન આપ્યા વગર પોતાનું કામ કરવા લાગ્યો. નીલમ ઘડી ભર ચૂપ રહી પણ એનાથી એમ વધુ બેસાયું નહિ! એ અકળાઈ ...Read More

9

મૃગજળ - પ્રકરણ - 9

વહેલી સવારે ઠંડો પવન કરણના ચહેરા ઉપર અથડાઈ જાણે એને જગાડી રહ્યો હતો. મારો ડાહ્યો દીકરો... જાગી જા..." જશોદાબેનનો ધીમો ધીમો અવાજ એને સંભળાતો હતો. એકાએક એની આંખ ખુલી ગઈ. આમતેમ જોયું, બાજુના બાંકડા પર નયન સૂતો હતો. ઉભા થઇ અંદર જઇને જોયું, વૈભવી બેડ પર સૂતી હતી. એના ચહેરા ઉપરનું દુઃખ થોડું ઓસર્યું હોય એવું લાગયુ. કરણ બહાર નીકળી ગયો. રોડ પર આવી ટેક્સી રોકી સીધો જ ઘરે ગયો. દરવાજો ખોલી સોફામા ગોઠવાયો. માની તસ્વીર તરફ નજર કરી. એ જાણે કહેતી હતી 'બેટા, થાકી ગયો સંસારની મોહમાયામાં? આ ...Read More

10

મૃગજળ - પ્રકરણ - 10

"તમે આ શું કરો છો?" કરણે એમના બે હાથ પકડી લીધા. "તમે આ શું બોલો છો? એ બધામાં વૈભવીનો દોષ છે જ નહીં." કરણે એમને ઉભા કરી સોફામાં બેસાડ્યા. પાણી લાવી એમને આપ્યું. "તમે એટલા દુઃખો વેઠયા છે, તમારી પરિસ્થિતિ હું સમજી શકું છું." કરણે હસીને કહ્યું. "મને આવો જમાઈ મળ્યો એટલે મારો ભવ સુધરી ગયો દીકરા." નર્મદા બહેને કરણના માથે હાથ ફેરવી એને પોતાની જોડે બેસાડ્યો. "તમે જરાય ચિંતા ન કરતા, વૈભવીને હું એમાંથી એકેય શબ્દ નથી કહેવાનો." કરણે આશ્વાસન આપ્યુ. "એના મનમાં આ બધો ભૂતકાળ ઘૂંટાયા કરે છે એટલે ...Read More

11

મૃગજળ - પ્રકરણ - 11

કરણે ઘર આગળ બાઈક રોકયું. ઉતરીને બેગ લીધું ત્યારે ઘરમાંથી નિતા, રાજેશ અને નિયતિ બહાર નીકળ્યા. કરણને જોઈને એ એની નજીક આવ્યા. "હાય, કરણ ભાઈ." નિતાએ જ શરૂઆત કરી, "હું નિતા, વૈભવી જોડે જોબ કરું છું." "હા હા, વૈભવીએ મને કહ્યું હતું તમારા બધ ...Read More

12

મૃગજળ - પ્રકરણ - 12

"જી." કરણે સ્વસ્થ થઈ કહ્યું. "હું સબ ઇન્સ્પેકટર અમર ચૌહાણ." ઇન્સ્પેક્ટરે આઈ.ડી. બતાવતા કહ્યું. આઈ.ડી. જોઈ ઇન્સ્પેકટર અમરના હાથમાં આપતા કરણે એમને અંદર આવવા કહ્યું. રાત્રે ઇન્સ્પેક્ટરને પોતાના ઘરે આવેલ જોઈ વૈભવી અચંબિત રહી ગઈ. "મિસિસ વૈભવી કરણ શાસ્ત્રી તમે જ?" "હ... હા સર." વૈભવીને હવે ખાતરી થઈ ગઈ હતી કે પોલીસ કોઈ પડોશીની ખબર લેવા નથી આવી પણ પોતાના ઘરે જ આવી છે. "તમારે પોલીસ સ્ટેશન આવવું પડશે." "પણ કેમ ઇન્સ્પેકટર?" કરણે વચ્ચે પૂછ્યું. "મી. કરણ શાસ્ત્રી એ બધું પોલીસ સ્ટેશને ...Read More

13

મૃગજળ - પ્રકરણ - 13

રાજ હોટેલ આગળ ઉભો ઇન્સ્પેકટર અમર સવારના સૂરજના કિરણો જીલતો ગાડીના બોનટ ઉપર બેઠો હતો. સમાન્ય પરિસ્થિતિમાં જો ઇન્સ્પેકટર એ જગ્યાએ હોત તો એની નજર રસ્તા ઉપર જતા આવતા માણસો ઉપર હોત! એની આંખો ત્યાની મરસડીઝ અને ઓડીના નંબર નોધતી હોત. ઉતાવળી ચાલે ચાલતા માણસોના ચહેરાના હાવભાવ જોઈ કોણ હોસ્પિટલ જતું હશે અને કોણ ઓફિસે, કોણ બેંકમાં જતું હશે અને કોણ ગર્લફ્રેન્ડને મળવા એ નક્કી કરતો હોત. મુંબઈની એ ફાઈવ સ્ટાર હોટેલ આગળ ઇન્સ્પેકટર અમર ઉભો હોય એનો અર્થ એ જ હોય કા’તો એ કોઈ નેતાની ખાનગી મીટીંગ ફોલો કરતો હોય કા’તો હોટેલમાં રોકાયેલ કોઈ ...Read More

14

મૃગજળ - પ્રકરણ - 14

વહેલી સવારે વૈભવી રસોડામાં વ્યસ્ત હતી ત્યારે એનો ફોન રણકી ઉઠ્યો. કરણ હજુ સોફા પર બેસી સવારની ચાની ચૂસકી હતો. ચાનો કપ બાજુમાં મૂકી કરણે એનો ફોન લીધો. એ જાણતો હતો જરૂર કોઈ મહત્વનું કામ હશે એટલે જ કોઈએ એટલી વહેલી સવારે ફોન કર્યો હશે. એણે સ્ક્રીનમાં જોયું નંબર અજાણ્યો હતો, સેવ ન હતો. "હેલો, કોણ?" "ઇન્સ્પેકટર અમરનો હેલ્પર વિશાલ બોલું છું. તમારે સ્ટેશન પર હાજર થવું પડશે." સામેથી અવાજ આવ્યો. "કેમ શુ થયું? વૈભવીએ બયાન આપી તો દીધું, હવે શું છે?" કરણ છંછેડાઈ ગયો. કરણને પોલીસ જરાય ન ...Read More

15

મૃગજળ - પ્રકરણ - 15

ઇન્સ્પેકટર અમરે બેશુદ્ધ વૈભવીને ઉઠાવી. તરત એને લઈને બહાર દોડી ગયો. રૂમમાંથી વૈભવીને ઊંચકીને દોડતા અમરને નિતા, નિયતિ, રાજેશ, અને નીલમ જોઈ ગયા. એ બધા પણ એની પાછળ દોડ્યા. અમરે જીપમાં પાછળની સીટમાં એને સુવડાવી અને દવાખાના તરફ જીપ મારી મૂકી. સ્ટેશન બહાર દોડી આવેલા નયને નિલમની ઇલેન્ટ્રા તરફ નજર કરી ત્રાડ પાડી. "નીલમ, ચાવી." નિલમે બીજી જ પળે ગાડીની ચાવી નયન તરફ ઉછાળી. નયને તરત ડ્રાઇવર સીટ ઉપર જગ્યા લીધી, બાકીના બધા પણ નિલમની કારમાં ગોઠવાઈ ગયા. જોત જોતામાં નયને કારની સ્પીડ વધારી અને ઇન્સ્પેક્ટરની ગાડી પાછળ કરી ...Read More

16

મૃગજળ - પ્રકરણ - 16

કરણ અને નર્મદા બહેનને ધવલ પરાણે નયનના ઘરે લઈ ગયો હતો. નયનનું ઘર સામાન્ય કરતા ખાસ કહી શકાય એમ એના ફોયરમાં સોફાચેર, કોસ્ટલી વુડન ફર્નીચર અને એલ.ઈ.ડી. ટેલીવિઝન જેવી ચીજો એની સારી એવી આવકને દર્શાવી રહી હતી. ફોયરના સોફા ઉપર કરણ પીઠ ટેકવીને સિલિંગમાં લગાવેલ પંખાની ફેરી જોઈ રહ્યો હતો. એનું મન પણ એ ફેનની ફેરી જેમ ફરતું હતું! ગજબ ભયાનક રીતે એ મૂંગો બેઠો હતો! આખું વાતાવરણ શાંત હતું. મૃત્યુ પછીની શાંતિ! કરણ માટે જાણે એની વૈભવી, એનો પ્રેમ, એની પત્ની એનું બધું જ જે હતી તે વ્યક્તિ મૃત્યુ પામી હતી! કોલેજમાં ...Read More

17

મૃગજળ - પ્રકરણ - 17

સવારે જ્યારે વૈભવી હોશમાં આવી ત્યારે ડોકટરે સીધો જ ઇન્સ્પેકટર જાડેજાને ફોન જોડ્યો હતો. ડોકટર કોઈ ઝંઝટમાં પડવા માંગતા નર્મદા બહેને આખી રાત વિચાર કરીને સવારે આખરે વૈભવીને મળવાનું વિચાર્યું. આખરે એણીએ બધું પોતાના પિતા માટે જ કર્યું હતું! નર્મદા બહેન ધવલને હોસ્પિટલ જવાનું કહ્યું. રાત્રે કરણ નશો કરીને આવ્યો હતો, એ હજુ સૂતો હતો. એણે ક્યારેય શરાબ જોઈ નહોતી અને એ દિવસે એ પહેલી જ વાર વધારે ડ્રિંક્સ લઈ ચુક્યો હતો. ધવલ એને ઘર સુધી એક ટેક્સીમાં જ લઈ આવ્યો હતો. ધવલ નર્મદા બહેનને લઈને હોસ્પિટલ પહોંચ્યો ત્યારે ઇન્સ્પેકટર જાડેજા એને ઍરેસ્ટ ...Read More

18

મૃગજળ - પ્રકરણ - 18

"આશુતોષ અને કરણે મારી એડ કરી એના લીધે મને સી.સી.ટી.વી.ના ઓર્ડર મળવા લાગ્યા. એમાં એક ઓર્ડર ગિરીશની આ ઓફિસમાં મળ્યો. હું જ્યારે ઓફિસે આવ્યો ત્યારે મેં જોયું કે બધા અહીં ખુશ મિજાજી હતા. વૈભવી મને ઓળખતી હતી એટલે મને એકલાને જ પાછળની ચેમ્બરમાં આવવાનો મોકો મળ્યો. અહીં મેં જોયું કે બે મોટી તિજોરી હતી." બધાએ સામેની દીવાલમાં જડેલી બે તિજોરી તરફ જોયું. "હું એ તિજોરી જોતા જ સમજી ગયો કે એમાં ચોક્કસ ગિરીશ પૈસા રાખતો હશે. હું હજુ ફિટિંગ કરું એ પહેલા જ ગિરીશનો ફોન આવ્યો, એણે કહ્યું કે પાછળની ચેમ્બરમાં કેમેરો લગાવજો ...Read More

19

મૃગજળ - પ્રકરણ - 19

લૈલા અને ધવલ ડો. ડોક્ટર અબ્દુલની કેબિનમાં હતા. લૈલા ડોક્ટર અબ્દુલના ટેબલ સામેની સ્ટીલ સાથેની ચેર પર બેઠી હતી જે એના માટે જરાય આરામ દાયક ન હતી. એ હમેશા લેધરથી શણગારેલ ડનલપ સીટ પર બેસવા ટેવાયેલ હતી. ધવલ એવી જ સ્ટેન્ડ હેન્ડ ચેર પર લૈલાની બાજુમાં બેઠો હતો. એના માટે એ ખુરશી આરામ દાયક હતી કેમકે એ એ માટે ટેવાયેલો હતો. ખાસ વાતચીત કર્યા વિના જ લૈલાએ ડોક્ટર અબ્દુળને બાકીના અઢી લાખનો ચેક આપ્યો. ધવલ લૈલાને નંદશંકર પાસે લઈ ગયો. નંદશંકર એ જ બબડાટ કરતા હતા.. "મને કીક મારવા દો..... દીક્ષિત બેટા ઘરે જઈએ...." ...Read More

20

મૃગજળ - પ્રકરણ - 20

મોહસીન કોલોનીના એ વરસોથી બંધ મકાનના જાણે નશીબ એકદમ ખુલી ગયા હોય એમ એ હજુ પણ એકલું ન હતું. લાઈટ સળગી રહી હતી મતલબ ત્યાં કોઈ હતું. મકાનના મુખ્ય ઓરડામાં રહેલી દીવાલ પરની ગોળ ભીત ઘડિયાળ સાડા સાતનો ટકોરો વગાડી રહી હતી. ઓરડામાં ડાબી તરફના ખૂણામાં રહેલી જૂની લાકડાની ચેર પર દિપક બેઠો હતો. એને નીકળવાને હજુ અડધા કલાકની વાર હતી. એ સમયનો પાબંધ હતો. સમયના મામલામાં એક ક્યારેય એક મિનીટ પણ આઘાપાછું ન થવા દેતો. દિપક ભૂતકાળ અને બાળપણના દિવસોમાં એક ડોકિયું કરી આવ્યો. એને યાદ હતું કારણની આંખોમાં આંસુ ન દેખી શકવાને લીધે ...Read More

21

મૃગજળ - પ્રકરણ - 21 ( ધ એન્ડ)

બીજી સવારે નયન, દિપક અને ઇન્સ્પેકટર જાડેજા ત્રણેય બોલવાની હાલતમાં આવ્યા હતાં. એક તરફ ઇન્સ્પેકટર અમરને ધવલના વારંવાર ફોન હતા. ઇન્સ્પેકટર અમરે ધવલને કહ્યું કે કરણને હવે બધી વાત કહી દેવી માત્ર દિપક વિશે જાણ ન કરવી. આ બધું ઇન્સ્પેકટર અમર અને નયને ખુલ્લું પાડ્યું એમાં નયન અને દિપક પણ સાથે હતા એટલે ઘવાયા બસ એટલું જ કહેવું. ઇન્સ્પેકટર અમરે નાથુરામને એક ટેપ રોકોર્ડર લાવવા કહ્યું. નાથુરામ રેકોર્ડર લઈ આવ્યો એટલે ઇન્સ્પેકટર અમર એ રૂમમાં ગયો જયાં દિપક, નયન અને ઇન્સ્પેકટર જાડેજા હતા. "ગુડ મોર્નિંગ સર." અમરે ઇન્સ્પેકટર જાડેજાના બેડ સામે ...Read More