રડતી દીવાલ

(78)
  • 10.8k
  • 5
  • 2.8k

“લીલાબા,સમજાવો તમારા છોકરા ને,હાલતા ચાલતા તોફાન કરતો જાય છે,હું વાસણ ધોતી હતી અને સાઈકલ લઇ ને નીકળ્યો તો મને કાદવ ઉડાડતો જાય છે”.“રેવા,છોકરાઓ તોફાન નહિ કરે તો શું હું અને તું તોફાન કરીશું,એની ઉમર તોફાન કરવાની છે તો કરશે જ ને,હું સમજાવીશ હવે થી તને તંગ નહિ કરે.”લીલાબા શહેર ને અડી ને આવેલા નાનકડા ગામડા માં એમના પૌત્ર પંથ સાથે રહે છે.લીલાબા ના પતિ શીવાભાઈ વર્ષો પહેલા ગુજરી ગયા હતા.અને લીલાબા નો પુત્ર દિનેશ અને પુત્રવધુ પંથ જયારે ૫ વર્ષ નો હતો ત્યારે એક રોડ એક્સીડેન્ટ માં મૃત્યુ પામ્યા હતા.એ ગોઝારો દિવસ આજ પણ લીલાબા ની સ્મૃતિઓ ને હલાવી જાય

Full Novel

1

રડતી દીવાલ

“લીલાબા,સમજાવો તમારા છોકરા ને,હાલતા ચાલતા તોફાન કરતો જાય છે,હું વાસણ ધોતી હતી અને સાઈકલ લઇ ને નીકળ્યો તો મને ઉડાડતો જાય છે”.“રેવા,છોકરાઓ તોફાન નહિ કરે તો શું હું અને તું તોફાન કરીશું,એની ઉમર તોફાન કરવાની છે તો કરશે જ ને,હું સમજાવીશ હવે થી તને તંગ નહિ કરે.”લીલાબા શહેર ને અડી ને આવેલા નાનકડા ગામડા માં એમના પૌત્ર પંથ સાથે રહે છે.લીલાબા ના પતિ શીવાભાઈ વર્ષો પહેલા ગુજરી ગયા હતા.અને લીલાબા નો પુત્ર દિનેશ અને પુત્રવધુ પંથ જયારે ૫ વર્ષ નો હતો ત્યારે એક રોડ એક્સીડેન્ટ માં મૃત્યુ પામ્યા હતા.એ ગોઝારો દિવસ આજ પણ લીલાબા ની સ્મૃતિઓ ને હલાવી જાય ...Read More

2

રડતી દીવાલ 2

પંથ બારમાં ના બોર્ડ ના પેપર માટે તનતોડ મહેનત કરી રહ્યો હતો.તે વિચારી રહ્યો હતો કે બા ને જેમ મળવા નું થાય તેમ તેનું મન અભ્યાસ માં જલ્દી થી લાગતું નથી.એટલે જ અને લીલાબા ને મહીને એક વાર આવવા નું કહ્યું.૧૨ માં ધોરણ ની પરીક્ષા પણ આવી ગઈ અને પંથ ના બધા વિષય ના પેપર ખુબજ સારા ગયા.પંથ પરીખા આપી ને ગામડે આવ્યો અને સીધોજ કનુભાઈ માસ્તર ના ઘેર ગયો.કનુભાઈ ઓસરી માં હીંચકો ખાતા છાપું વાંચી રહ્યા હતા.પંથે જઈને કનુભાઈ ના ચરણસ્પર્શ કર્યા.કનુભાઈ ભાવ-વિભોર બની ગયા અને પંથ ને બથ માં લઇ લીધો.અને કહ્યું,”બેટા તારી પરીક્ષા કેવી ગઈ?”,પંથ બોલ્યો,”સાહેબ ...Read More