બદલાવ

(647)
  • 44.6k
  • 62
  • 21.1k

બદલાવ એક અજાણ કથા.... ભાગ-1 અજય પોતાના ઘરમાં લીવીંગરૂમનાં સોફા પર બેઠો છે.સામે છેડે ટેલીવિઝનમાં આંગળીના ટેરવાથી બદલાતી ન્યુઝ ચેનલોમાં કંઇક શોધતો અજય આજે બેબાકળોં લાગતો હતો.એટલે જ આજે અઠવાડીયામાં બીજી વાર એણે દારૂની બોટલ ખોલી.ટેબલ પર નવી ખોલેલી બોટલ લગભગ અડધી પુરી થઇ ગઇ.ગ્લાસની બાજુમાં ખાલી થઇ ચુકેલી તીખાં ચેવડાની ડીશ પડેલી હતી અને ડાઇનીંગ ટેબલ પર આખી ભરેલી પણ ઢાંકેલી જમવાની થાળી જાણે હવે થાકી હોય એવી દેખાતી હતી.અજયની પત્નિ રૂપા પણ કયાંરની થાકીને એકલી જ બેડરૂમમાં ઉંઘી ગયેલી.

Full Novel

1

બદલાવ...

બદલાવ એક અજાણ કથા.... ભાગ-1 અજય પોતાના ઘરમાં લીવીંગરૂમનાં સોફા પર બેઠો છે.સામે છેડે ટેલીવિઝનમાં આંગળીના ટેરવાથી બદલાતી ન્યુઝ ચેનલોમાં કંઇક શોધતો અજય આજે બેબાકળોં લાગતો હતો.એટલે જ આજે અઠવાડીયામાં બીજી વાર એણે દારૂની બોટલ ખોલી.ટેબલ પર નવી ખોલેલી બોટલ લગભગ અડધી પુરી થઇ ગઇ.ગ્લાસની બાજુમાં ખાલી થઇ ચુકેલી તીખાં ચેવડાની ડીશ પડેલી હતી અને ડાઇનીંગ ટેબલ પર આખી ભરેલી પણ ઢાંકેલી જમવાની થાળી જાણે હવે થાકી હોય એવી દેખાતી હતી.અજયની પત્નિ રૂપા પણ કયાંરની થાકીને એકલી જ બેડરૂમમાં ઉંઘી ગયેલી. ...Read More

2

બદલાવ-2

બદલાવભાગ -2(ભાગ-1 માં જોયું કે...અજયનાં લગ્નનાં છ મહિના એની પત્નિ રૂપા સાથે બહું ખરાબ વિતે છે.પણ અચાનક એક સવારે વર્તન સારુ થઇ જાય છે.પછી એક મહિનો બંનેનો સંસાર સુખે પસાર થાય છે.પણ અચાનક આવેલા અજાણ્યાં ફોનથી જાણવા મળે છે કે રૂપા બદલાઇ ગઇ છે.એ એના મિત્ર રોહિતને બોલાવે છે.....હવે આગળ) અજયને વિચારોએ ઘેરી લીધો.એમાંથી બચવા એ એક પછી એક દારૂનાં ગ્લાસ પીવા લાગ્યોં.છેવટે રોહિતને ફોન કર્યોં. “યાર રોહિત, તું કયાં છે?”“હું આવતી કાલે સવારે પાલી જવાનો છું.પછી ત્યાંથી દીલ્હી જઇ પછી અમેરીકા.પણ અજય, તું ખુબ જ નશામાં લાગે છે? ભાભી નથી ઘરે?”“ના નથી.પણ ...Read More

3

બદલાવ-3

બદલાવ-3(આગળ આપણે જોયું કે અજય અને રોહિતની વાતચીત દરમિયાન અજયને પુરી ખાત્રી થઇ જાય છે કે રૂપા એનાં અવલોકનનાં તબકકે બદલાય ગઇ છે.રોહિત આ માટે અજયનાં સાળા નરોતમ પર આરોપ લગાડે છે.કારણકે એ તાંત્રીક વિધીઓ કરે છે.હવે આગળ....) અજયે રોહિતને કંઇક પુછવા માટે ઢંઢોળ્યોં પણ રોહિત ઉઠયોં નહિં.ભયંકર માનસીક હાલાકી ભોગવી રહેલો અજય પણ થાકીને સોફા પર જ ઉંઘી ગયો. રોહિતે અજય માટે સંશોધનની નવી જ દિશા ખોલી.અજાણ તાંત્રીક વિધીઓનો ભય.નરોતમનો ભુતકાળ પણ આ સંભાવનાને સાબીતી આપતો હતો--એક તાંત્રીક સાથે વિધીમાં જોડાયો.એનાં માટે ઘુવડ પક્ષીના નરમાદાનાં એક જોડાની ...Read More

4

બદલાવ-4

બદલાવ-4(આપણે આગળ જોયું કે રૂપા સાથે ટેલીફોનીક વાતચીત થઇ ત્યાંરે રૂપા સામે ચોખવટ કરતા અજય અટકી જાય છે કારણકે પુછયું હતુ કે કંઇ પરેશાની હોય તો એના ભાઇ નરોતમની મદદ લઇએ....હવે આગળ)..........અજય સાતમા ધોરણથી માતાપિતાથી દુર સુરતમાં જ રહેતો હતો.ફકત વેકેશનમાં ગામ જવાનું થતું.છતાં માતાપિતા સાથે પ્રેમ અને આત્મીયતા હતી.પણ એકલા રહેવાની આદત એના મનનું મજબુત ઘડતર થઇ ગઇ હતી.એ હંમેસા પોતાના કામ જાતે જ કરતો.એનો કોલેજનો અભ્યાસ, ભણતરની ડીગ્રીઓ કે નોકરીઓનાં ઇન્ટરવ્યુ માટે કયાંરેય પણ કોઇની મદદ લીધી ન હતી.ફકત ફલેટ લેવા ‘ડાઉન પેમેન્ટ’ પુરતી રકમ ભાઇ પાસેથી લીધેલી એ પણ પરત કરવાની શરતે.એની આ એકલા જ કામ ...Read More

5

બદલાવ-5

બદલાવ-5(આપણે આગળ જોયું કે રૂપાએ રોહિતને પ્રેમ કરતી હોવાનો ઘટસ્ફોટ કર્યોં....હવે આગળ) સવારે અજય જાગ્યોં.અજયે ઘડીયાલમાં જોયું તો સવારનાં આઠ વાગ્યાં હતા.રૂપા કયાંય નજરે ન ચડી તો બાથરૂમમાં હશે એમ માની લીધુ.અજય સોફા પર જ બેસી રહ્યોં, રાત્રીનું દ્રશ્ય યાદ કરતો હતો.નશાની હાલતમાં શું થયું એ અધકચરું યાદ આવ્યું.એ ઉભો થઇ,બેડરૂમનાં કબાટમાંથી પોતાના કપડા લઇ કોમન બાથરૂમમાં તૈયાર થવા ગયો.તૈયાર થઇ ગયો તો પણ રૂપા કયાંય દેખાઇ નહિં.બાથરૂમનોં દરવાજો ખટખટાવ્યોં.કોઇ જવાબ નહિં.દરવાજો ખોલી અંદર જોયું, ત્યાં પણ એ ન હતી.હવે અજય બેબાકળો થયો.આખા ફલેટમાં જોયું પણ એ એકલો જ હતો.તરત જ રૂપાને ફોન કરવાનું ...Read More

6

બદલાવ-6

બદલાવ-6(આપણે આગળ જોયું કે નરોતમનાં જાણીતા એવા એક બાવાનોં પીછો કરતા અજય અને સોમુ જંગલમાં પહોંચે છે....એ બાવો એક ઉભો રહી પાછળ જુએ છે......હવે આગળ) જયાંરે બાવો ઉભો રહયોં ત્યાંરે અજય અને સોમુ એક એક ઝાડનાં થડ પાછળ સંતાયા.બાવો ચારે તરફ જોઇ મોટેથી બોલ્યોં “ કાલ, કપાલ ઔર મહાકાલ.” અજય, સોમુ અને સમગ્ર વાતાવરણમાં ભયનાં તરંગો પસાર થયા.જાણે બધું જ એ તરંગોથી કંપીત થયું.ફરી એ બાવો આગળ ચાલ્યોં.અજયે ઇશારાથી સોમુ પાસેથી પેલી પીસ્તોલ માંગી.સોમુએ કમને એ અજયને આપી.બદલામાં અજયે સોમુને લાડુંનો ડબ્બો આપ્યોં.થોડા આગળ ચાલ્યાં પછી ઢોળાવ ઉતરવાનો થયો.લાંબો ઢોળાવ ઉતર્યાં પછી ફરી એક મેદાન ...Read More

7

બદલાવ-7

બદલાવ-7 (પહેલા જોયું કે અજય અને સોમુ આબુનાં એક તાંત્રીક અઘોરીની ગુફામાં ફસાઇ ગયા.એની જાદુઇ શકિતઓમાં કેદ થઇ ગયા.જે નરોતમની ચાલ હોઇ શકે......હવે આગળ) સખત માનસીક પરીતાપથી બચવા અજયે ડરતા ડરતા સીગારેટ સળગાવી.એને જોઇ સોમુએ પણ તમાકું મોઢામાં નાખી.ગુફાની બહારથી કોઇ પક્ષીનો મધુરો અવાજ આવ્યોં.એને જોવા અજય બહાર ગયો.સોમુ પણ આવ્યોં.દિવસ એના અંતિમ ચરણમાં હતો.હવે કદાચ પાછા અજવાળા જોવા નહિં મળે એવાં ગહન વિચારે અજયે ચારે તરફ નજર ફેરવી બીજી સીગારેટ પણ સળગાવી.સામે બીલીપત્રનાં ઝાડ પર એક સુંદર પક્ષી ટહુકા કરતું હતું.અજયની નજર નીચે ગઇ તો પેલો લાડુંનો ડબ્બો ...Read More

8

બદલાવ-8

બદલાવ-8( સાહેબ, તમને કંઇ સમજાયું?""આમાં સમજવાનું શું છે?""આ અલગારીનાથની જે શકિતઓ છે તે એક લય...એક તાલમાં કામ કરે સોમુ કંઇક કોયડો ઉકેલ્યોં હોય એમ ખુશ થતા બોલ્યોં....) અજયને તો આ બંધનમાંથી છુટવાનો એક જ રસ્તો સ્વીકાર્ય હતો.એ રસ્તો એટલે ખુદ અલગારીનાથ પોતે.પણ એમનું વર્તન અને એમના ઇરાદાઓ ન સમજાય એવા હતા.તો પણ ચારે બાજુથી ઘેરાયેલા અજયે સોમુને કંટાળા ભર્યાં સ્વરે પુછયું“શું લય છે? આ અલગારીનાથની શકિતઓની પેટર્ન શું છે?”“જુઓ સાહેબ.દર વખતે અલગ અલગ પગ દુખે છે.એકવાર ડાબો....એકવાર જમણો...યાદ કરો એમણે કહ્યું હતુ કે એક સુર પછી બીજો સુર અને એ ...Read More

9

બદલાવ-9

બદલાવ-9 (સોમુનાં શરીરમાં રહેલા અજયે ગુસ્સાથી હવનકુંડનાં અંગારા ફેંકયા.) અલગારીનાથ સુધી અંગારા પહોચ્યાં પણ માત્ર રાખ થઇને.એમણે ભુજા પર પડેલી રાખને જમણા હાથથી ઘસી નાંખી.પછી બોલ્યાં “ તારો ગુસ્સો વ્યાજબી છે.પણ હવે મોડું થઇ ગયું છે.અને આટલો સ્વાર્થી ન બન.તે તારો નહિં બીચારા અનાથ સોમુનો હાથ દઝાડયોં છે.અને હવે વધારે તોફાન કરીશ તો તને પણ બેભાન કરી નાંખીશ.”અજયને ડર લાગ્યોં એટલે એણે પોતાની જાત પર સંયમ રાખ્યોં.અને એ દબાવ ફરી આંખનાં આસું બની બહાર નીકળ્યોં.આખરે એ વિનંતી કરતા બોલ્યોં“બાબા, અમારી આવી હાલત શુંકામ કરી?આ શરીરનો બદલાવ કેવી રીતે શકય છે?શું મારી પત્નિ રૂપાનું પણ શરીર બદલી ગયું ...Read More

10

બદલાવ-10

બદલાવ -10((આ તરફ અજય થોડીવાર પછી ઉભો રહ્યોં.અને રસ્તા માટે ચારેતરફ અવલોકન કરવા લાગ્યોં)) અજય જે તરફથી બે દિવસ પહેલા આવ્યોં હતો એ રસ્તે અગળ વધ્યોં.ગાઢ વૃક્ષોનું જંગલ ફરી આવ્યું.મોટા ઘટાદાર વૃક્ષો વચ્ચે અજય આગળ વધ્યોં.પણ હવે દિશાભાન જાળવી રાખવું મુશ્કેલ હતું કારણકે બધી તરફ એક જ દ્રશ્ય દેખાતુ હતુ.એણે ઘડીયાલમાં જોયું તો ખબર પડી કે લગભગ કલાકથી એ ચાલતો જ રહ્યોં હતો.આખરે એક ઝાડ નીચે ઉભો રહ્યોં.થોડો આરામ કર્યોં.ત્યાં એની જમણી તરફ કંઇક સળવળાટ થયો.અજયે સાવધાન થઇ એ તરફ નજર રાખી.લગભગ ત્રીસ કે ચાલીસ ફુટની દુરી પર એક ...Read More

11

બદલાવ-11

બદલાવ-11(“કાલ...કપાલ...મહાકાલ.”અજયને નરોતમની અંદર એક નવો બની રહેલો અઘોરી તાંત્રીક દેખાયો.એનું આ રૂપ જોઇ અજય પણ ગભરાયો.નરોતમ પાછો પેલી મોટી શીલા પાછળ ગયો.ત્યાંથી અજયનો એક જાણીતો પણ દુખી અને આજીજી ભરેલા સુરમાં અવાજ આવ્યોં“નરોતમભાઇ, મને માફ કરો....)બદલાવ-11 “નરોતમભાઇ, મને માફ કરો....મને અહિંથી જવા દો.તમે તો મારા વડિલ મિત્ર છુઓ.” એ જાણીતો અવાજ કોનો છે? હજુ અંદર કોણ છે? શું હજુ મારે ઘણુંબધુ જોવાનું છે? ઘણું દુખ ભોગવવાનું છે? કદાચ અહિંથી છટકયાં પહેલા અંતઘડી પણ આવી જશે? એવા અનેક વિચારે અજય જયાંરે ફરી અશાંત થયો તો એનું ધ્યાન આપમેળે પાણીમાં ગયું.જયાં પથ્થર ફેકયોં હતો ત્યાં સોનેરી ...Read More

12

બદલાવ-12

બદલાવ-12(નરોતમને પણ ગુસ્સો આવ્યોં.એણે સોમુને બે-ચાર ગાળો આપી.અજય સોમુનાં શરીરમાં પોતાને બળવાન સમજવા લાગ્યોં હતો એટલે જ એ નરોતમ હુમલો કરવા ધસી ગયો.એમાં એના ખીસ્સામાંથી પાકીટ ઉછળીને રોહિતની બાજુમાં પડયું.) સોમુનાં શરીરે નરોતમને એક જોરદાર ધકકો માર્યોં.નરોતમ નીચે પડયોં.એણે પણ ગુસ્સાથી લાલચોળ થઇ તલવાર હાથમાં ઉપાડી લીધી.અજયને થોડો ડર લાગ્યોં.એ પાછલા પગલે દુર ખસ્યોં.પણ નરોતમે તલવાર ઉગામી અને એનો હાથ ત્યાં જ સ્થીર થયો.નરોતમ જાણે સ્ટેચ્યું હોય એમ સ્થીર રહ્યોં.વિભુતિનાથે એના હાથમાંથી તલવાર લઇ લીધી.પછી નરોતમને બેસાડીને કહ્યું“તું ઉતાવળ ન કર, નરોતમ.ઉતાવળથી ભુતાવળ આવશે.”આવા શબ્દોથી અજયને અચાનક અલગારીનાથ યાદ આવી ...Read More

13

બદલાવ - 13

બદલાવ-13(નરોતમનાં ગુરુ વિભુતિનાથ હજુ ગુફાની બહાર હતા.નરોતમ પોતાના આસન પર બેઠો.અજયને રૂપા સાથે ફરી પરણવામાં કશો વાંધો ન હતો હવે એ પોતાને માત્ર અજય જ સમજતો હતો.સોમુનાં દેહનું ભાન એ હજુ પણ ભુલેલો જ હતો.રૂપાને હવે પોતાનો ભાઇ નરોતમ અને આ સોમુ, એમ બંને પુરુષો વિકૃત દુશ્મન જ દેખાતા હતા.રોહિતની રૂપાએ ગુસ્સાથી પોતાની વિચાર શકિત લગભગ શુન્ય કરી નાંખી હતી.)..... સાંજ હવે અંધારી રાતનાં સમાચાર લઇને આવી ગઇ હતી.નરોતમ પોતાની તૈયારીઓમાં લાગી ગયો.સૌથી પહેલા એણે પાંચેક મસાલ તૈયાર કરી, સળગાવી અને અલગ અલગ જગ્યાએ પથ્થરોની વચ્ચે ખોસી દીધી.ચારે તરફ અગ્નિનો કેસરી પ્રકાશ ફેલાવા લાગ્યોં.વાતાવરણ હવે ...Read More

14

બદલાવ - 14

((ગુફામાં અંદર કોઇ પ્રવેશયું એવા સંકેત અજયનાં કાન દ્વારા સોમુને મળ્યાં.સોમુએ પુરી તાકાત એકઠી કરી, એમાં મનની હિંમત ઉમેરી બુમ પાડી બોલ્યોં “કોણ છે?...કોણ છે ત્યાં?” સામેથી કંઇ જવાબ ન આવ્યોં.પણ સામેની દિવાલે કંઇક ખખડાટ થયો.કોઇ કંઇક વસ્તુઓ એકઠી કરી રહ્યું હોય એવો એ અવાજ હતો.એ પછી માત્ર પાંચેક સેકન્ડ સોમુને બે અવાજ સંભળાતા હતા, એક બાજુમાં ઉભેલા એ અજાણ માનવનાં શ્વાસોશ્વાસ અને બીજો પોતાના જ હૃદયનાં ધબકાર.ત્યાં તો એનો જમણો હાથ ખભાની નીચેથી પકડી કોઇ એને ઢસડવા લાગ્યું.ભયથી કંપી ઉઠેલો સોમુ ચીસ પાડવા લાગ્યોં.)) બદલાવ--14 ...Read More

15

બદલાવ - 15

બદલાવ-15 નરોતમ આ સાંભળી નવાઇ પામ્યોં.કારણકે આ અવાજ એના બનેવી અજયનો હતો.અજયનાં શરીરમાં સોમુ દોડીને અંદર આવતો હતો.અજયનું શરીર જોઇ એક ક્ષણ માટે નરોતમને મનમાં આંચકો લાગ્યોં.એ આંચકાથી એનાં હાથ હવામાં જ સ્થીર રહ્યાં.નીચે બેસી આ બધુ જોઇ રહેલા અજયે સોમુનાં શરીરની પુરી તાકાત અને પોતાની પુરી હિંમત એકઠી કરી નીચે પડેલી એક તલવાર ઉઠાવી.ક્ષણવારનો વિલંબ કર્યાં વગર એક જ ઝાટકે તલવાર નરોતમનાં પેટમાં ઘુસાડી દીધી.પાછળથી નીકળેલો તલવારનો લોહીથી ખરડાયેલો હિસ્સો આકાશીદેવીએ જોયો.નરોતમનાં લોહીની એક પીચકારી ઉડી.એણે એક કારમી ચીસ નાંખી.અજય તરત જ રૂપાને ઢસડીને ત્યાંથી દસ ડગલા દુર ખસ્યોં.ક્રુર નરોતમ હજુ પણ ...Read More