ડાયરી - સીઝન ૨

(156)
  • 145.6k
  • 14
  • 66k

શ્રાવણ સુદ પૂનમનો દિવસ એટલે રક્ષાબંધન. આ દિવસે બહેન ભાઈને રાખડી બાંધી ભાઈ પાસેથી રક્ષાનું વચન મેળવે છે. એવો કોઈ ભાઈ નહીં હોય, જે નાનપણમાં બહેન સાથે ઝઘડ્યો ન હોય. એવી એકેય બહેન નહીં હોય, જેણે નાનપણમાં પપ્પા પાસે ભાઈની નાની-મોટી, સાચી-ખોટી ફરિયાદ કરી ભાઈને વઢ નહીં ખવડાવી હોય. એવો એકેય ભાઈ નહીં હોય, જેણે બહેનના લગ્ન ધામધૂમથી થાય એ માટે પોતાની તમામ બચત ખર્ચી ન નાખી હોય. એવી એકેય બહેન નહીં હોય, જેણે ભાઈના તમામ દુઃખ દૂર થાય એ માટે સાસરે ગયા પછી પણ પગે ચાલી દર્શને જવાની કે અમુક અમુક વસ્તુ નહીં ખાવાની માનતા ન રાખી હોય. નાનપણમાં ભાઈ-બહેન એટલે જીગરજાન મિત્રો અને જાની દુશ્મનોનો જબ્બરદસ્ત સંગમ. નાનપણમાં બહેન પાસે રાખડી બંધાવવાની મજા હતી અને મિત્રોને એ રાખડી દેખાડવાથી વટ પડતો. જેના હાથમાં વધુ રાખડી એનો વટ સૌથી વધુ. રાખડીઓ પણ જાતજાતની અને ભાત ભાતની આવતી. કોઈ ગોળાકારની ઉપર સ્ટાર ને એની ઉપર મોતી એમ ત્રણ લૅયર વાળી તો કોઈ ચાંદીની લકી જેવી, કોઈ લાલ પીળા દોરા વાળી તો કોઈ મોતીથી મઢેલી. નાનપણમાં બહેન રાખડી બાંધતી ત્યારે પપ્પાએ આપેલા દસ, વીસ કે પચાસ રૂપિયા બહેનને આપવાની અમીરીનો અહેસાસ પણ અદ્ભુત હતો. માતા-પિતામાં થોડું બોસીઝમ જોવા મળે, પણ બહેન ભાઈને કોઈ કામ ચીંધે તો એ કામ ચપટી વગાડતા અને હોંશે હોંશે કરવાની મજા આવે. બહેનમાં ભાઈને ફોસલાવવાની ગજબ કળા હોય છે. એક વડીલે મસ્ત વાત કરી: માતાના મૃત્યુ પછી બહેન ગમે તેવડી હોય એ ભાઈની માતા બની જાય છે અને પિતાના મૃત્યુ બાદ ભાઈ ગમે તેવડો હોય એ બહેનનો પિતા બની જાય છે.

Full Novel

1

ડાયરી - સીઝન ૨ - રક્ષાબંધન

શીર્ષક : રક્ષાબંધન સ્ત્રીરક્ષાનું અનેરું પર્વ©લેખક : કમલેશ જોષી શ્રાવણ સુદ પૂનમનો દિવસ એટલે રક્ષાબંધન. આ દિવસે બહેન ભાઈને બાંધી ભાઈ પાસેથી રક્ષાનું વચન મેળવે છે. એવો કોઈ ભાઈ નહીં હોય, જે નાનપણમાં બહેન સાથે ઝઘડ્યો ન હોય. એવી એકેય બહેન નહીં હોય, જેણે નાનપણમાં પપ્પા પાસે ભાઈની નાની-મોટી, સાચી-ખોટી ફરિયાદ કરી ભાઈને વઢ નહીં ખવડાવી હોય. એવો એકેય ભાઈ નહીં હોય, જેણે બહેનના લગ્ન ધામધૂમથી થાય એ માટે પોતાની તમામ બચત ખર્ચી ન નાખી હોય. એવી એકેય બહેન નહીં હોય, જેણે ભાઈના તમામ દુઃખ દૂર થાય એ માટે સાસરે ગયા પછી પણ પગે ચાલી દર્શને જવાની કે ...Read More

2

ડાયરી - સીઝન ૨ - ઘાલખાધ

શીર્ષક : જીવનના ખાતાની ઘાલખાધ ©લેખક : કમલેશ જોષી અગિયારમું-બારમું ભણતા ત્યારે અકાઉન્ટમાં એક શબ્દ આવતો: એટલે કે ડૂબેલું લેણું. વેપારી પાંચ-પચ્ચીસ ગ્રાહકોને માલ ઉધાર આપતો હોય તો એવું બને કે એકાદ-બે ગ્રાહક સાચા કે ખોટા કારણોસર ઉધારી ચૂકવે નહિ, એ રકમ એટલે કે વેપારીનું નુકસાન, ડૂબેલી રકમ, ડૂબેલું લેણું, ઘાલખાધ. પચ્ચીસમાંથી બાવીસ કે ચોવીસ ગ્રાહકો ઈમાનદારીથી ઉધારી ચૂકવી જતા હોય એટલે ઉધારનો ધંધો આમ તો ફાયદાકારક જ હોય પણ બે'ક જણાં એવા નીકળે જે સંજોગોવશાત અથવા જાણીજોઈને સીધા ન ચાલે, ઠાગાઠૈયા કરે તો એ નુકસાન માટે વેપારીએ તૈયાર રહેવું જોઈએ. દરેક જગ્યાએ પ્રસંગોમાં, સંબધોમાં ...Read More

3

ડાયરી - સીઝન ૨ - સ્ક્રીપ્ટ ઓફ લાઇફ

શીર્ષક : સ્ક્રીપ્ટ ઓફ લાઇફ ©લેખક : કમલેશ જોષી તમે કદી તમારી લાઈફની સ્ક્રીપ્ટનો વિચાર કર્યો? એક કહ્યું : મને લાગે છે કે આપણી લાઈફના નેક્સ્ટ એપીસોડની, નેક્સ્ટ દ્રશ્યની, આવતીકાલના સૂર્યોદયથી સૂર્યાસ્ત સુધીની એક નહિ, ત્રણ સ્ક્રીપ્ટ હોય છે. એક આપણે પોતે કલ્પેલી, સ્વપ્નેલી, વિચારેલી. બીજી દુનિયાએ, મિત્રો-પરિચિતોએ કલ્પેલી અને ત્રીજી વાસ્તવિક, ઈશ્વરે લખી રાખેલી, જે આપણે સાચુકલા જ ભજવવાની હોય છે. બાળપણમાં આપણને એમ હોય કે આપણે ડોક્ટર બનીશું, આપણી આસપાસના લોકો એટલે કે શિક્ષકો, મિત્રો, આડોશી પાડોશીને લાગતું હોય કે આપણે ડોક્ટરમાં તો નહિ ચાલીએ પણ વકીલ કે વેપારી ચોક્કસ બનીશું અને વાસ્તવમાં આપણે ...Read More

4

ડાયરી - સીઝન ૨ - જીવનની બેટરી

શીર્ષક : જીવનની બેટરી લેખક : કમલેશ જોષી સાવ નાની વાતમાં ‘મરી જનારા’ લોકોની સંખ્યા દિવસે-દિવસે વધતી છે. વ્હીકલમાં પંચર પડે તો મરી ગયા, બસ ચૂકી જાય તો મરી ગયા, ક્યાંક કોઈ જોઈ જાય તો મરી ગયા, જે દુકાને વસ્તુ લેવા ગયા હોય એ બંધ હોય તો મરી ગયા, બિલ વધુ આવે તો મરી ગયા, લાઈટ જાય તો મરી ગયા, જયારે જુઓ ત્યારે બસ મરી ગયા, મરી ગયા. સ્કૂલમાં ભણતા ત્યારે અમારા પી.ટી. ટીચર ઘણી વાર કહેતા ‘શું મરેલાની જેમ હાથ પગ હલાવો છો.. સ્ફૂર્તિ રાખો...’ અમને થતું મરેલા લોકો ક્યાં હાથ પગ હલાવતા હોય છે? ...Read More

5

ડાયરી - સીઝન ૨ - જિંદગીનું પ્રશ્નપત્ર

શીર્ષક : જિંદગીનું પ્રશ્નપત્ર ©લેખક : કમલેશ જોષી પ્રાથમિક શાળામાં ભણતા ત્યારે તો પરીક્ષાઓ આવતી અને જતી એની અમને ખબરેય ન પડતી. બસ રિઝલ્ટ આવે અને પાસ થઇએ ત્યારે ખબર પડતી કે હવે ચોથામાંથી પાંચમામાં અને પાંચમામાંથી છઠ્ઠા ધોરણમાં આવ્યા. ઉપલા ધોરણોમાં આવ્યા ત્યારે પરીક્ષાની થોડી ગંભીરતા આવી. બસ્સો પાનાના સામાજિક વિજ્ઞાનના પુસ્તકમાંથી પૂછાતા પ્રશ્નોની યાદી બહુ લાંબી બનતી. શિક્ષકો ઘણીવાર એમાંથી અમને ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો કાઢી આપતા. એ વીસ-પચ્ચીસ પ્રશ્નો તો પરીક્ષામાં પૂછાય, પૂછાય અને પૂછાય જ એવા હોય. સોમાંથી વીસ પ્રશ્નોનું લીસ્ટ અને તેના જવાબો અમે પાંચ-પાંચ દસ-દસ વાર લખી, સમજો ને કે ગોખી જ ...Read More

6

ડાયરી - સીઝન ૨ - તમે કોણ છો?

શીર્ષક : તમે કોણ છો? ©લેખક : કમલેશ જોષી “તમે કોણ છો?” પ્રશ્નનો જવાબ આપણે શું આપીએ? નામ કહીએ અથવા તો આપણે જે કામ-ધંધો કરતા હોઈએ (જેમકે શિક્ષક, પી.આઈ. કે ડોક્ટર કે વિદ્યાર્થી કે વેપારી) એ કહીએ અથવા તો થોડા ફિલોસોફીકલ બનીએ તો કેટેગરી વાઇઝ જવાબ આપીએ (જેમકે મનુષ્ય કે સામાજિક પ્રાણી કે સજીવ). પણ મારા એક મિત્રે જુદું જ કહ્યું. હું એક એવો જીવ છું જેને મીઠાઈ ભાવે છે, ગેરશિસ્ત પસંદ નથી, મોડે સુધી જાગવું ગમે, ટીવી પર ન્યુઝ જોવા ગમે, નવરાત્રિમાં ગરબે રમવું ગમે, વરસાદની સીઝન બિલકુલ ન ગમે, કારેલા ન ભાવે વગેરે વગેરે ...Read More

7

ડાયરી - સીઝન ૨ - સરકતી જતી જિંદગી

શીર્ષક : સરકતી જતી જિંદગી ©લેખક : કમલેશ જોષી તમારી આસપાસ રહેતા પાંચ વડીલો-વૃધ્ધોને નજર સમક્ષ લાવો. તમામ વાળ ધોળા થઈ ગયેલા અને કરચલી વાળા ચહેરા કે લાકડીના ટેકે ઢચુ-પચુ ચાલતા કે પથારીમાં આખો દિવસ ઉધરસ ખાતા કે કાને બહેરા થઈ ગયેલા કે આંખે ઝાંખું દેખતા કે ખાતી વખતે મોંમાં ચોકઠું ગોઠવતા એ વડીલો અને મારી તમારી વચ્ચે ત્રણસો ચારસો વર્ષનું નહિ માત્ર ત્રીસ કે ચાલીસ વર્ષનું જ અંતર છે હોં. બહુ ટૂંકા સમયમાં આપણે એમની લગોલગ પહોંચી જવાના છીએ. ના ના.. લગોલગ તો નહીં પહોંચાય, કેમકે આપણે ત્યાં પહોંચીશું ત્યારે એ કોણ જાણે ક્યાં પહોંચી ...Read More

8

ડાયરી - સીઝન ૨ - તમે કોણ છો?

શીર્ષક : તમે કોણ છો? ©લેખક : કમલેશ જોષી “તમે કોણ છો?” પ્રશ્નનો જવાબ આપણે શું આપીએ? નામ કહીએ અથવા તો આપણે જે કામ-ધંધો કરતા હોઈએ (જેમકે શિક્ષક, પી.આઈ. કે ડોક્ટર કે વિદ્યાર્થી કે વેપારી) એ કહીએ અથવા તો થોડા ફિલોસોફીકલ બનીએ તો કેટેગરી વાઇઝ જવાબ આપીએ (જેમકે મનુષ્ય કે સામાજિક પ્રાણી કે સજીવ). પણ મારા એક મિત્રે જુદું જ કહ્યું. હું એક એવો જીવ છું જેને મીઠાઈ ભાવે છે, ગેરશિસ્ત પસંદ નથી, મોડે સુધી જાગવું ગમે, ટીવી પર ન્યુઝ જોવા ગમે, નવરાત્રિમાં ગરબે રમવું ગમે, વરસાદની સીઝન બિલકુલ ન ગમે, કારેલા ન ભાવે વગેરે વગેરે ...Read More

9

ડાયરી - સીઝન ૨ - જિંદગીની ચૂંટણી

શીર્ષક : જિંદગીની ચૂંટણી ©લેખક : કમલેશ જોષીપ્રાથમિકમાં ભણતાં ત્યારે પર્યાવરણના શિક્ષક અમને શીખવતા કે મુખ્ય ત્રણ ઋતુઓ છે, ઉનાળો અને ચોમાસુ. એ માંડ યાદ રહેતી ત્યાં ગુજરાતીના શિક્ષક અમને છ ઋતુઓ (પેટા ઋતુઓ) ગણાવતા. હેમંત, શિશિર, વસંત, ગ્રીષ્મ, વર્ષા અને શરદ. પણ તમને ખબર છે ગુજરાતમાં અત્યારે કઈ ઋતુ ચાલે છે? શેરીઓમાં અને ઓફિસોમાં પૂછો તો તમને ઉપરની કાયદેસરની ત્રણ વત્તા છ એમ કુલ નવમાંથી એકેય જવાબ ન મળે. જવાબ મળે. અત્યારે ચૂંટણીની મોસમ ચાલુ છે. ભલભલા પર્યાવરણવિદો ગોથું ખાઈ જાય એટલી બધી સિલેબસ બહારની ઋતુઓ બજારમાં ચાલતી હોય છે: લગ્નની મોસમ, એડમિશનની મોસમ, માર્ચ એન્ડીંગની મોસમ.. જેમ ...Read More

10

ડાયરી - સીઝન ૨ - કિટ્ટા તો કિટ્ટા

શીર્ષક : કિટ્ટા તો કિટ્ટા ©લેખક : કમલેશ જોષીદોસ્તારો બાબતે એક મિત્રે કડવી વાત કરી: મિત્રોના ચાર પ્રકાર હોય એક રોંગ સાઇડ ચીંધનારા, બીજા યુઝ અને થ્રોમાં માનનારા, ત્રીજા એ.ટી.એમ. સમજનારા અને ચોથા ટાણે જ કામ ન આવનારા. એ દોસ્તારોથી દાઝેલો હતો. યુવાનીમાં આડી લાઈને ચઢીને જિંદગીના કીંમતી વર્ષો બરબાદ કરનાર એક મિત્રના માતા-પિતા એની જિંદગી બરબાદ કરવા બદલ એના મિત્રો પર દોષનો ટોપલો ઢોળતા. તેઓએ ‘સંગ તેવો રંગ’ કહેવત સંભળાવતા વર્ષો સુધી અફસોસ વ્યક્ત કરેલો. એક મિત્ર સાથે એના મિત્રોએ સંબંધ એટલે પૂરા કરી દીધા કે એના સારા નરસા પ્રસંગોમાં સૌ હાજર રહી ખૂબ હેલ્પ કરતા પણ સૌના ...Read More

11

ડાયરી - સીઝન ૨ - પ્રસંગ, સગાં અને વહાલાં

શીર્ષક : પ્રસંગ, સગાં અને વહાલાં ©લેખક : કમલેશ જોષીએક મિત્રે કહ્યું: "પ્રસંગ એટલે (જેના ઘરે પ્રસંગ હોય એની વેર વાળવાનો સોનેરી મોકો અને (કેટલાંક) સગાંઓ એટલે આ મોકાની વર્ષોથી રાહ જોઈ રહેલી કડતરો." એ સગાંઓથી દાઝેલો હતો. સગાં એટલે કાકા, કાકી, મામા, મામી, ફઈ, ફુઆ, માસા, માસી જેવા પિયર પક્ષના કે સાસરા પક્ષના બે-ચાર પેઢીના વ્યક્તિઓ. પ્રસંગ એટલે સગાઈ, લગ્ન, જનોઈ જેવી સુખદ અથવા મૃત્યુ, ઉઠમણાં જેવી દુઃખદ વિધિ. બહુ નજીકથી આંખ-કાન ખુલ્લા રાખીને જુઓ તો પ્રસંગ ટાણે યજમાનના ચહેરા પર કોઈ અજાણ્યું ટેન્શન ચોક્કસ દેખાશે. છેલ્લા પાંચ-સાત વર્ષની તનતોડ મહેનતથી બનાવેલી મોટી-મોટી એફ.ડી. તોડીને કોઈ વ્યક્તિએ પ્રસંગનું ...Read More

12

ડાયરી - સીઝન ૨ - માનવડ્રેસ

શીર્ષક:- માનવ ડ્રેસ©લેખક:- કમલેશ જોષીમારા ભાણીયાએ પૂછ્યું : મામા કેજ્યુઅલ અને ફોર્મલ કપડા એટલે? મેં ગુગલ કરેલો જવાબ આપ્યો: રોજબરોજ પહેરવામાં આવે એ કપડા એટલે કેજ્યુઅલ અને કોઈ ખાસ પ્રસંગ, પાર્ટી વખતે સ્પેશીયલ પહેરવામાં આવે એ ફોર્મલ કપડા. એને થોડું ઘણું સમજાયું અને થોડું ઘણું ઉપરથી ગયું, પણ મને કપડા વિષે થોડા વિચારોએ ઘેરી લીધો. ડ્રેસિંગ સેન્સ પણ આજના જમનામાં એક ક્વોલીટી માનવામાં આવે છે. આપણા સમાજમાં કપડાનું-રંગોનું કેટલું બધું મહત્વ છે નહીં? લગ્ન જેવા શુભ પ્રસંગોમાં લાલ-લીલા-પીળા વસ્ત્રો પહેરી શોભતો વ્યક્તિ, સ્મશાનયાત્રા કે ઉઠમણાંમાં કેવો સફેદ શાંત રંગનાં સીધા સાદા વસ્ત્રો પહેરી બે હાથ જોડતો ઉભો હોય છે. ...Read More

13

ડાયરી - સીઝન ૨ - છેલ્લો દિવસ

શીર્ષક : છેલ્લો દિવસ ©લેખક : કમલેશ જોષી જીંદગીમાં બે દિવસો સૌથી વધુ અગત્યના છે. એક જિંદગીનો પહેલો દિવસ એક છેલ્લો દિવસ. એક આપણી જન્મતિથિ અને બીજી આપણી પુણ્યતિથી. વિચિત્રતા એ છે કે આ બંને દિવસો આપણી લાઈફના સૌથી વધુ ઈમ્પોર્ટન્ટ દિવસો હોવા છતાં આપણે એ દિવસે કશું જ નથી કરી શકતા, કશું જ એટલે કશું જ નહિ. દરેકની જિંદગીમાં છેલ્લો દિવસ આવવાનો જ છે એ નિશ્ચિત જ છે છતાં કોણ જાણે કેમ એની કોઈ તૈયારી કે ચિંતા જેવું કશું જ આપણને સુઝતું નથી. શું જીવનના છેલ્લા દિવસ માટે કોઈ તૈયારી કરી શકાય ખરી? અમે પ્રાથમિકમાં ભણતા ત્યારે સાતમાં ...Read More

14

ડાયરી - સીઝન ૨ - જિંદગીમાં ન્યુ સ્ટાર્ટઅપ

શીર્ષક : જીંદગીમાં ન્યુ સ્ટાર્ટઅપ ©લેખક : કમલેશ જોષીહમણાં એક સ્કૂલ-કોલેજ કાળના મિત્રોએ ગેટ ટુ ગેધર ગોઠવ્યું હતું. પિસ્તાલીસ-પચાસ ઉંમરના એ મિત્રો મળ્યા ત્યારે એક બીજાને ઓળખતા થોડી વાર લાગી. કોઈ ક્લાસ ટુ ઓફિસર હતા તો કોઈ બેંકમાં કેશિયર, કોઈ બિઝનેસમેન હતું તો કોઈ શિક્ષક. બે-ત્રણ કલાકની એ મહેફિલમાં એક સૂર કૉમન હતો: હવે પહેલા જેવી મજા નથી આવતી. લગભગ દરેક વ્યક્તિની આ એક જ ચિંતા હતી કે બાળપણમાં અને યુવાનીમાં જે ઉત્સાહ અને થનગનાટ ભીતરે વહેતો એ જાણે સાવ ઓસરી ગયો હોય એવું લાગે છે. સાંઠે પહોંચીશું ત્યારે તો સાવ અધમુઆ જેવા થઈ જઈશું.મને સાઠેક વર્ષના એક વડીલ ...Read More

15

ડાયરી - સીઝન ૨ - હેપ્પી ન્યૂ યર

શીર્ષક : હેપ્પી ન્યુ યર ©લેખક : કમલેશ જોષીએક મિત્રે કહ્યું: "મેં ૨૦૨૨ની પહેલી જાન્યુઆરીએ કેટલુંક ‘નવું’ કરવાનું લીસ્ટ જેમકે વહેલી સવારની એકાદ કલાક કુદરતના ખોળે વિતાવવી, ઉગતા સૂર્યને માણવો, મમ્મી-પપ્પાને હરિદ્વારની યાત્રા કરાવવી, કારને દરરોજ સાફ કરવી, દર બે દિવસે દાઢી કરી લેવી, રોજ બે મિત્રોને ફોન કરવા, અઠવાડિયે એક વાર ગાયને ઘાસ નાંખવું, જૂના શિક્ષકોને મળવા જવું વગેરે." એને એમાં સીત્તેર ટકા સફળતા મળેલી. તમે ગયા વર્ષે આવું કોઈ લીસ્ટ બનાવેલું? જો હા તો કેટલી સફળતા મળી? કેવો અનુભવ રહ્યો?તમને આશ્ચર્ય થશે કે જીવનમાં કેટલુક ‘નવું’ તો રૂટિનની જેમ આવતું હોય છે, જાણે ‘જૂનું’ જ ન હોય ...Read More

16

ડાયરી - સીઝન ૨ - કન્યા પધરાવો સાવધાન

શીર્ષક : કન્યા પધરાવો સાવધાન©લેખક : કમલેશ જોષી હમણાં એક લગ્ન પ્રસંગમાં જવાનું થયું. લગ્ન વિધિ દરમિયાન ગોર મહારાજે મોટા અવાજે ‘કન્યા પધરાવો સાવધાન’ કહ્યું ત્યારે સૌ કોઈ જે દિશામાંથી કન્યાને એના ભાઈઓ પોતાના હાથની હથેળીઓ પાથરી પાથરી એના પર પગલી પડાવતા લાવી રહ્યા હતા એ દિશામાં માનભેર તાકી રહ્યા. મને મારો કોલેજ કાળનો એક ભારે ટીખળી અને જિજ્ઞાસુ સ્વભાવનો મિત્ર યાદ આવી ગયો. એ હંમેશા અવનવા પ્રશ્નો પૂછી અમારા ગ્રુપના તમામ મિત્રોના ભેજાનું દહીં કરી મુકતો. એક મિત્રના સિસ્ટરના લગ્ન પ્રસંગે અમે સૌ સ્વયં સેવક તરીકે વિવિધ કામગીરીમાં રોકાયેલા હતા ત્યારે ગોર મહારાજે કહેલું ‘કન્યા પધરાવો સાવધાન!’ સાંભળી ...Read More

17

ડાયરી - સીઝન ૨ - વી, ધ પીપલ ઓફ ઇન્ડિયા

શીર્ષક : વી, ધ પીપલ ઓફ ઇન્ડિયા ©લેખક : કમલેશ જોષીકોલેજમાં ભણતા ત્યારે ૨૬ જાન્યુઆરી, રિપબ્લિક ડેના સેલિબ્રેશન બાદ ચા-સમોસાનો નાસ્તો કરતા અમે સૌ મિત્રો બેઠા હતા. સૌના દિલોદિમાગમાં દેશભક્તિના ગીતો છવાયેલા હતા. ‘મેરે દેશ કી ધરતી સોના ઉગલે ઉગલે હીરે મોતી’, ‘એ મેરે વતન કે લોગો, જરા આંખોમે ભરલો પાની’, ‘કર ચલે, હમ ફિદા, જાનો તન સાથીઓ’ જેવી વિવિધ ધૂન હજુ અમારા હોઠો પર રમી રહી હતી. ત્યાં અચાનક એક ટીખળી અને જીજ્ઞાસુ મિત્રે શરૂઆત કરી "બેઝીકલી હું તો આ ડેઝ સેલિબ્રેશનનો ફંડા જ સમજી શકતો નથી." અમને નવાઈ લાગી, એ આગળ બોલ્યો "પછી એ ઇન્ડિપેન્ડન્ટ્સ ડે હોય, ...Read More

18

ડાયરી - સીઝન ૨ - ભંગાર

શીર્ષક: ભંગાર ©લેખક: કમલેશ જોષીબારમું ભણતા ત્યારે એકાઉન્ટમાં ઘસારાનું ચેપ્ટર ભણાવતી વખતે અમારા સાહેબે મિલકતનું અંદાજીત આયુષ્ય અને ભંગાર જેવા શબ્દો વાપર્યા કે તરત જ અમારા પેલા ટીખળી અને જિજ્ઞાસુ સ્વભાવના મિત્રની આંખો ચમકી ઉઠી. અમે સમજી ગયા. આજે ફરી અમારી નસો ખેંચાવાની હતી. બ્રેક ટાઈમમાં એણે શરુ કર્યું: "‘માણસનું આયુષ્ય’ તો સાંભળ્યું હતું, ઇવન પશુ પક્ષીઓના આયુષ્ય વિષે પણ સાંભળ્યું હતું પણ નિર્જીવ મિલકતનું આયુષ્ય! વિચિત્ર કહેવાય નહિ? માણસનું આયુષ્ય પૂરું થાય પછી એ મૃત્યુ પામે એમ શું મિલકતોનું પણ ‘રામ નામ સત્ય’ થઈ જતું હશે?" એણે હસતા હસતા અણી ખૂંચાડી. અમે સમજાવવા પ્રયત્ન કર્યો: "ચપ્પલની જોડી પણ ...Read More

19

ડાયરી - સીઝન ૨ - અરેન્જ્ડ લવ મેરેજ

શીર્ષક : અરેન્જ્ડ લવ મેરેજ ©લેખક : કમલેશ જોષી આમ તો મારે આ ટોપિક ઉપર નહોતું લખવું પણ લગ્નના દાયકા વટાવી ચૂકેલા એક દાદીમાને જયારે એની ટીનેજર પૌત્રીએ કહ્યું કે "બા તમને વેલેન્ટાઇન ડે માં ખબર ન પડે." ત્યારે મારાથી રહેવાયું નહિ. પ્રેમનો, લવનો ચટાકેદાર, મસાલેદાર, સ્પાઈસી, ડિલીશીયસ સ્વાદ માણવા જઈ રહેલી દીકરીને બા, દીકરો અને વહુ નાકનું ટીચકું ચઢાવી જોઈ રહ્યા. મને અમારા કોલેજકાળના દિવસો યાદ આવી ગયા. મારું હૃદય સહેજ વધુ જોશથી ધબકવા લાગ્યું.સાવ સાચું કહેજો તમારું હૃદય છેલ્લે ક્યારે ઉત્સાહભેર ‘ધક ધક... ધક ધક’ ધડકયુ હતું? સાતમું ભણતા ત્યારે પેલી પહેલી બેંચ પર બેસતી હોંશિયાર છોકરીએ ...Read More

20

ડાયરી - સીઝન ૨ - ઓરિજનલ અભિનય

શીર્ષક : ઓરિજનલ અભિનય લેખક : કમલેશ જોષીતમે કદી કોઈ ડ્રામામાં પાર્ટ લીધો છે? અભિનય કર્યો છે? પાંચ સાત દસ દિવસની પ્રેક્ટીસ કર્યા બાદ સ્ટેજ પર પરદો ખુલે અને ઓડિયન્સથી ખચોખચ ભરેલા હોલમાં, સૌ કોઈ તમારી સામે તાકી રહ્યું હોય, તમારો મેકઅપ, હાવભાવ, ડાયલોગ, ચાલ-ઢાલ બધું જ ઓબ્ઝર્વ થતું હોય એવો અનુભવ તમે લીધો છે? શું તમે ડાયલોગ ભૂલ્યા હતા? કે પછી તમારો અભિનય સચોટ રહ્યો હતો? તમને પરસેવો વળી ગયેલો કે પછી ઓડિયન્સે તાળીઓનો ગડગડાટ કરેલો એ તમે માણ્યું હતું? શું તમારો અભિનય સહજ હતો કે પછી બીજીવાર ડ્રામામાં ભાગ ન લેવાના તમે સોગંદ ખાઈ લીધેલા?કોલેજમાં ભણતા ત્યારે ...Read More

21

ડાયરી - સીઝન ૨ - હેપ્પી હોલી

શીર્ષક : હેપ્પી હોલી લેખક : કમલેશ જોષીએક સમજુ કોલેજીયન મિત્રે જાણે કવિતા કહેતો હોય એમ રજૂઆત કરી, "આ સિવાયના પ્રાણી-પક્ષીઓને કેવું સારું નહીં? આ ચકલીને કંઈ ચિંતા છે ચૂંટણીની? કે આ પોપટને કંઈ ચિંતા છે પરીક્ષાની કે પગારની? આ વાંદરાને વીજળીના બિલની કે આ ગાયને ગેસના બાટલાની કોઈ ચિંતા છે ખરી? આ કૂતરાને કંકોતરીની કે મોરલાને મોંઘવારીની, આ સસલાને સમાચાર કે સીરિયલના સસ્પેન્સની કે પારેવડાને પી.યુ.સી.ની કે વાઘને વીમાની કાંઈ ચિંતા છે? આ ઈગલને ઈ.એમ.આઈ.ની કે સાપને સિલેબસની કે ટાયગરને ટાર્ગેટની કે ફૂલડાંઓને ફી ભરવાની કોઈ ચિંતા છે ખરી? આ માણસ સિવાયના પ્રાણી પક્ષીઓને કેવું સારું નહીં?" એ ...Read More

22

ડાયરી - સીઝન ૨ - પરીક્ષા પે ચર્ચા

શીર્ષક : પરીક્ષા પે ચર્ચાલેખક : કમલેશ જોષીએક મિત્રે વિચિત્ર ઓબ્ઝર્વેશન કહ્યું, "એસ.એસ.સી.ની પરીક્ષા આવી પહોંચી છે એમાં વિચિત્ર એ છે કે જેમણે આખું વર્ષ વાંચ્યું નથી, મહેનત કરી નથી એવા ઠોઠ વિદ્યાર્થીઓ કરતા જે વિદ્યાર્થીઓ આખું વર્ષ વાંચી વાંચીને ઉંધા વળી ગયા હતા એ લોકો વધુ ટેન્શનમાં, ચિંતામાં કે ડિપ્રેશનમાં હોય એવું લાગી રહ્યું છે." મનેય એની વાત સાચી લાગી. અમારી પડોશમાં રહેતો એક હોંશિયાર છોકરો એસ.એસ.સી.માં છે. ધૂળેટીના દિવસે એના ફેમિલીએ ગૅઇટ પર તો તાળું મારી જ દીધું હતું, એ ઉપરના જે રૂમમાં વાંચતો હતો ત્યાં પણ તાળું લટકતું હતું. જયારે એનાથી ચાર ઘર દૂર રહેતો એનો ...Read More

23

ડાયરી - સીઝન ૨ - ઇન્વેસ્ટમેન્ટ ઓફ લાઈફ

શીર્ષક : ઇન્વેસ્ટમેન્ટ ઓફ લાઈફ ©લેખક : કમલેશ જોષીએક મિત્રે કહ્યું, "સાલું, સમજાતું નથી જિંદગીમાં કઈ લાઈન લેવી? આસપાસ છું તો એમ થાય છે કે જિંદગીનું સાચું લક્ષ્યાંક તો ગાડી, બંગલા, નોકર, ચાકર, મોજ, મસ્તી, એશ-ઓ-આરામ જ છે અને પુસ્તકો-ગ્રંથો વાંચું છું કે કથાઓ સાંભળું છું તો લાગે છે કે ખરેખર તો ભાવ, ભક્તિ, પ્રેમ, સ્નેહ, કથા, કીર્તન, સેવા, ધ્યાન, પૂજા જ સાચું જીવન છે. ક્યારેક બચ્ચન, તેન્ડુલકર, અંબાણીની લાઇફ સ્ટાઇલ આકર્ષે છે તો ક્યારેક રામ, કૃષ્ણ, વિવેકાનંદના જીવન ચરિત્રો પોતાની તરફ ખેંચે છે." આટલું કહી સહેજ અટકી, ઊંડો શ્વાસ લઈ એણે ગંભીર ટકોર કરી, "બીક એક જ વાતની ...Read More

24

ડાયરી - સીઝન ૨ - ભવિષ્યનો ભૂતકાળ

શીર્ષક : ભવિષ્યનો ભૂતકાળ લેખક : કમલેશ જોષી‘તને સાંભરે રે...? મને કેમ વિસરે રે?’ નાનપણમાં સાંભળેલી કવિ શ્રી પ્રેમાનંદજીના આ પંક્તિઓ કોણ જાણે ક્યાંથી મગજમાં ચઢી ગઈ. કૃષ્ણ અને સુદામા વર્ષો બાદ મળ્યા તારે સાંદીપની ઋષિના આશ્રમના દિવસો એકબીજાને યાદ કરાવતા, એ પ્રસંગો વાગોળતા બેઠા હતા એવું કંઈક આ કાવ્ય પંક્તિઓમાં રજૂ કરવામાં આવ્યું છે. હમણાં એક પરિવારના પ્રસંગે સાસરેથી પિયરે આવેલી દીકરીઓ, દાદા, દાદી, મમ્મી, પપ્પા અને ભાઈ-ભાંડેડાઓ ભેગા મળી જૂના પ્રસંગોને, દસ, વીસ વર્ષ પહેલાના ભૂતકાળને યાદ કરવા બેઠા તે છેક રાત્રીના બે વાગ્યા સુધી એમની વાતો જ ન ખૂટી: “પેલા સામેની શેરીમાં રહેતા જ્યોતિષકાકા યાદ છે? ...Read More

25

ડાયરી - સીઝન ૨ - માસ્ટર આન્સર કી

શીર્ષક : માસ્ટર આન્સર કી ©લેખક : કમલેશ જોષીજિંદગીના છેલ્લા પડાવો પાર કરી રહેલા એક વડીલને હમણાં હું મળવા એ બહુ ચિંતનશીલ હતા. એમની પાસેથી અમને ઘણું શીખવા મળ્યું હતું. થોડી ઔપચારિક વાતો કરી એ ચૂપ થઈ ગયા. હું સમજી ગયો તેઓ કશુંક વિચારી રહ્યા છે, કશુંક ગોઠવી રહ્યા છે, કંઈક ઇમ્પોર્ટન્ટ ગડમથલ એમના મનમાં ચાલી રહી છે. બે પાંચ મિનિટના મૌન પછી મેં પૂછ્યું, "શું વિચારમાં પડી ગયા દાદાજી?" એમણે કહ્યું, "કંઈ નહિ." અને પછી સહેજ ખોંખારો ખાઈને કહ્યું, "તને શું લાગે છે? મારું રિઝલ્ટ શું આવશે?" એમણે મારી સામે જોયું. હું સમજ્યો નહિ. રિઝલ્ટ? રિઝલ્ટ તો કોઈ ...Read More

26

ડાયરી - સીઝન ૨ - મહેમાન

શીર્ષક : મહેમાન©લેખક : કમલેશ જોષીનિશાળમાં ભણતા ત્યારે અમને સૌથી વધુ જો કંઈ ગમતું તો એ હતું વેકેશન! વાર્ષિક છેલ્લા પેપરના દિવસે પ્યૂન નોટિસનો કાગળ લઈને વર્ગમાં પ્રવેશતો એને જોતાં જ અમે હરખાઈ જતા. એ પછી શિક્ષક એટલે કે સુપરવાઈઝર મોટા અવાજે એ નોટિસ વાંચી સંભળાવતા: આથી સર્વે વિદ્યાર્થીઓને જણાવવાનું કે ફલાણી તારીખથી ફલાણી તારીખ સુધી શાળાનું વેકેશન રહેશે. ફલાણી તારીખે પરિણામ જાહેર થવાનું હોવાથી દરેક વિદ્યાર્થીએ સ્કૂલે અચૂક હાજર રહેવું. વેકેશન પુરું થયે ફલાણી તારીખથી શાળા રાબેતા મુજબ ફરી શરુ થઈ જશે જેની સર્વે વિદ્યાર્થીઓએ નોંધ લેવી. પાંત્રીસ-ચાલીસ દિવસની રજાઓ જાહેર કરતા આ વાક્યો અમારી નસેનસમાં ઉત્સાહ, આનંદ ...Read More

27

ડાયરી - સીઝન ૨ - ચકો-ચકી-ચકુ

શીર્ષક : ચકો-ચકી-ચકુ ©લેખક : કમલેશ જોષીરોટી, કપડા ઔર મકાન એ માણસની અત્યારની બેઝીક જરૂરિયાત છે. જોકે એક મિત્રે બાબતે છણાવટ કરતા કહ્યું: આજના મોર્ડન સમાજમાં રોટીનો અર્થવિસ્તાર રોટલા, થેપલા, પૂરી, પરાઠા, નાન, ચાઇનીઝ, પંજાબી, પીત્ઝા, બર્ગર, દાબેલી, ઈડલી, ઢોસા, સેન્ડવીચ જેવી હજારો વાનગીઓ સુધી લંબાઈ ગયો છે. કપડાનો અર્થ પણ અંગઢાંકણ એવા પેન્ટ, શર્ટની બાઉન્ડ્રી ક્રોસ કરી શેરવાની, શૂટ, બુટ, ગોગલ્સ, ગોલ્ડન ચેઇન, વીંટી જેટલી હજારો વેરાયટીઓ સુધી વિસ્તરી ગયો છે. મકાનમાં પણ રૂમ, રસોડું, ટોઇલેટ, બાથરૂમ, તળિયું અને ફળિયું જ પુરતું નથી હોતું. એમાંય ગેસ્ટરૂમ, સ્ટડીરૂમ, બેડરૂમ, સ્વીમીંગ પુલ, ગાર્ડન, પાર્કિંગ, કમ્યુનીટી હોલ જેવા અનેક લપસિંદરા વગર ...Read More

28

ડાયરી - સીઝન ૨ - લાઇફ ઇઝ અ રેસ

શીર્ષક : લાઈફ ઇઝ અ રેસ ©લેખક : કમલેશ જોષીસોમવારની સવાર પડતી અને અમે અમારી નિશાળના ક્લાસરૂમમાં પૂરાઈ જતા કંટાળો શરૂ થઈ જતો. એક પછી એક શિક્ષકો બદલાતા રહે, બોર્ડ ચીતરાતા રહે, લેક્ચર આપી અમારી અંદરથી ઉત્સાહ ચૂસતા રહે, પ્રશ્નો પૂછી અમને મુંઝવતા રહે તે છેક રિસેસ સુધીમાં તો અમે અધમૂઆ થઈ ગયા હોઈએ. રિસેસમાં થોડી વાર ક્લાસ બહાર જઈ, દોડાદોડી-હસીમજાક કરી, લંચબોક્સમાંથી ચેવડો કે બિસ્કીટનો નાસ્તો કરી, પાણી પી, પી-પી કરી માંડ ફ્રેશ, તાજા-માજા થઈએ ત્યાં રિસેસ પૂરી થયાનો બેલ પડે અને અમે સૌ ફરી ક્લાસરૂમમાં પૂરાઈ જઈએ. ફરી એ જ લેક્ચરબાજી અને એ જ કંટાળો અમને ઘેરી ...Read More

29

ડાયરી - સીઝન ૨ - ભીતરની ભૂખ

શીર્ષક : ભીતરની ભૂખ ©લેખક : કમલેશ જોષીઆઈ એમ હન્ડ્રેડ પર્સેન્ટ શ્યોર કે તમારી સાથે પણ એવું બન્યું હશે બે પાંચ કે દસેક વર્ષ પહેલા કોઈ એક દિવસે તમે ખાધેલી કોઈ વાનગી તમને એટલી બધી સ્વાદિષ્ટ લાગી હશે કે એ પછી એ જ વાનગી અનેક વાર ખાવા છતાં તે દિવસે આવેલો સ્વાદ તમે ભૂલી શક્યા નહિ હો. એક ફેમિલી વર્ષો પહેલા ફરવા નીકળેલું. પાછાં વળતાં સાડાદસ-અગિયાર વાગી ગયેલા. ધારેલી હોટેલ, રેસ્ટોરન્ટ બંધ થઈ ગયા હતા. હવે ભોજનની કોઈ વ્યવસ્થા થાય એવું લાગતું નહોતું. એવામાં કોઈએ પીત્ઝા ઘરે બનાવવાનું ઓપ્શન આપ્યું. ના-ના કરતા સૌ ઍગ્રી થયા. સામગ્રી એકઠી કરી થાક્યા ...Read More

30

ડાયરી - સીઝન ૨ - લાઇટ, કૅમેરા, એક્શન

શીર્ષક : લાઇટ, કૅમેરા, એક્શન©લેખક : કમલેશ જોષી એક મિત્રે પેલા ‘હેલ્થ ઇસ લોસ્ટ, સમથીંગ ઇઝ લોસ્ટ’ વાળા સુંદર ટ્વીસ્ટ કરી નવું વાક્ય કહ્યું: ‘જો તમે દુનિયાના તમામ લોકોને નથી ઓળખતા તો નથીંગ ઇઝ લોસ્ટ, જો તમે તમારા મિત્રો, પરિચિતો, સગા સ્નેહીઓને સાચી રીતે નથી ઓળખતા તો સમથીંગ ઇઝ લોસ્ટ પણ જો તમે તમને ખુદને જ સાચી રીતે નથી ઓળખતા તો એવરીથીંગ ઇઝ લોસ્ટ.’ અમારા સૌની આંખોમાં અનેક પ્રશ્નો ડોકાયા. ખુદને આપણે ન ઓળખતા હોઈએ એવું બને ખરું? શું આપણે અને ખુદ બે અલગ પાર્ટી છે? શું આપણે જ ખુદ નથી? જેણે ઓળખવાનો છે એ અને જેને ઓળખવાનો છે ...Read More

31

ડાયરી - સીઝન ૨ - ગ્લોબલ કુલીન્ગ

શીર્ષક : ગ્લોબલ કુલીંગ ©લેખક : કમલેશ જોષીમે મહિનાના પહેલા વિકમાં એક સાંજે સાવ અચાનક જ વરસાદ શરૂ થયો. જ મિનિટમાં વોકિંગ પાથ અને બગીચા ફરતે બેન્ચીઝ પર બેસી અલક મલકની વાતો કરતા લોકો વિખેરાઈ ગયા. કોઈ નજીકના ઝાડની નીચે તો કોઈ બસ સ્ટોપના છાપરા નીચે, કોઈ સામેના શોપિંગ મોલની લોબીમાં તો કોઈ પોતાની કારમાં ગોઠવાઈ ગયું. વરસાદ વધતો ગયો. શોપિંગ મોલની લોબીમાં નજીક નજીક ઉભેલા ત્રણ-ચાર અપરિચિતો વચ્ચે સંવાદ શરૂ થયો. એકે કહ્યું: વરસાદે એકેય મહિનો કોરો નથી રાખ્યો.બીજો: ક્લાઈમેટ જ ડિસ્ટર્બ થઈ ગયું છે. ત્રીજાએ કહ્યું: ‘ગ્લોબલ વોર્મિંગ’ની અસર. મારા કાન ચમક્યા. નિશાળમાં આઠમું નવમું ભણતા ત્યારે ...Read More

32

ડાયરી - સીઝન ૨ - રિઝલ્ટ

શીર્ષક : રિઝલ્ટ ©લેખક : કમલેશ જોષી તમને દસમા ધોરણમાં એટલે કે એસ.એસ.સી. બોર્ડમાં કેટલા ટકા આવેલા? ડિસ્ટીંકશન સાથે થયેલા કે માંડ માંડ કે પછી નાપાસ? તમે પેંડા વેંચ્યા હતા કે ડેલે તાળું મારી દીધેલું? મિત્રો-પરિચિતોએ કોન્ગ્રેચ્યુલેશન્સ આપેલા કે આશ્વાસન અને સલાહ-સૂચનો?અમે દસમું ભણતા ત્યારે અમારી સાથે ભણતા બે મિત્રો ફેલ થયેલા. એક સમજુ અને મહેનતુ હતો અને બીજો ફૂલ મસ્તીખોર. અમે સમજુ મિત્રને આશ્વાસન આપવા એના ઘરે જતા હતા ત્યાં રસ્તામાં પેલો મસ્તીખોર સોડા પીતો મળી ગયો. એ તો સહેજ અમથું શરમાતો અને મરક મરક હસતા બોલ્યો, "ત્રણમાં રહી ગયો." અમારા ચહેરા પર ગંભીરતા હતી. એણે અમને સોડા ...Read More

33

ડાયરી - સીઝન ૨ - લુપ્ત ખજાનો

શીર્ષક : લુપ્ત ખજાનો©લેખક : કમલેશ જોષીહમણાં એક કોલેજના ફેરવેલ ફન્કશનમાં વિદ્યાર્થીઓએ ટ્રસ્ટીઓ, પ્રાધ્યાપકો વગેરેનું સન્માન કર્યું ત્યારે જેટલી પડી એના કરતાં વધુ તાળીઓ જયારે સ્ટેજ પર સન્માન માટે પટ્ટાવાળા, ચોકીદાર અને સ્વીપરને બોલાવવામાં આવ્યા ત્યારે પડી. સાધારણ સાડી પહેરેલા સ્વીપર બહેનને જયારે સ્કોલર વિદ્યાર્થીનીએ પુષ્પગુચ્છ આપ્યું ત્યારે એ બહેન ચકળવકળ આંખે ઉપરી સાહેબો સામે લળી-લળીને નમન કરતા હતા અને એમની આંખોમાંથી અશ્રુધારા વહેતી હતી. એવી જ હાલત ચોકીદાર અને પટ્ટાવાળા ભાઈઓની હતી. જાણે સ્વર્ગ હાથ વેંત છેટું હોય એવો ભાવ એ તમામના હૃદયને ભીંજવી રહ્યો હતો. માણસ પદ, પ્રતિષ્ઠા અને પૈસાનો ભૂખ્યો છે એનાથી અનેક ગણી વધુ ભૂખ ...Read More

34

ડાયરી - સીઝન ૨ - વિશ્વરૂપ દર્શન

શીર્ષક : વિશ્વરૂપ દર્શન ©લેખક : કમલેશ જોષી તમે શું માનો છો? આપણે દેવતા સાઇડ છીએ કે દાનવ સાઇડ? ભગવદ ગીતામાં કાનુડાએ કહ્યું કે હું 'પરિત્રાણાય સાધુનામ્ અને વિનાશાય ચ દુષ્કૃતામ્'ના હેતુથી યુગે યુગે આવી પહોંચું છું એમાં હું અને તમે સાધુનામ્ સાઇડ કહેવાઈએ કે દુષ્કૃતામ્ સાઇડ? ફટાક કરતું ‘દેવતા’ સાઇડ કે સાધુ, સરળ, સજ્જન સાઇડ કહેતા પહેલા એક વાર હૃદય પર હાથ રાખી, લાઈ ડિટેક્ટર ટેસ્ટ કરતા હો, એમ ભીતરે થતા કંપનને માપી લેજો. અમારા એક સુખી-સંપન્ન-સફળ વડીલે કહ્યું કે જો પ્રામાણિકતાથી પૂછતા હો તો મને લાગે છે કે આખી લાઇફ રોંગ સાઇડ, દુષ્કૃતામ્ સાઇડ જીવાઈ ગઈ ત્યારે ...Read More

35

ડાયરી - સીઝન ૨ - નેચર

શીર્ષક:- નેચર©લેખક:- કમલેશ જોષી"તમે ભગવાનમાં માનો છો?" એક દિવસ અમારા ગૃપમાં ડીબેટ શરૂ થઈ. એકે કહ્યું, "હું માતા-પિતાને જ માનું છું." તો એકે પોતાના ગુરુને, સંતને ભગવાન કહ્યાં. એકે કુળના દેવી-દેવતાઓમાં ભગવાન હોવાનો મત આપ્યો તો એકે દીન-દુઃખીયામાં ઈશ્વર છે એમ કહ્યું. એકે ખુદની અંદર જ ભગવાન હોવાનો દાવો કર્યો તો એકે ભગવાન છે જ નહીં એવો મત આપ્યો. આ બધાં વચ્ચે એક પ્રેક્ટિકલ મિત્રએ કહ્યું, "ભગવાનની સર્વ સામાન્ય ડેફિનેશન શી? જે સર્વવ્યાપી હોય, સર્વ શક્તિમાન હોય અને સૌને માટે સમાન હોય એવું તત્ત્વ એટલે ભગવાન, ઈશ્વર, ગોડ. મારી દૃષ્ટિએ આવું કોઈ તત્ત્વ હોય તો એ છે કુદરત. કુદરત ...Read More

36

ડાયરી - સીઝન ૨ - ક્વૉલિટી

શીર્ષક : ક્વૉલિટી ©લેખક : કમલેશ જોષી એક મિત્રે બળાપો કાઢતા કહ્યું, "ભગવાનનો કર્મ ફળનો સિદ્ધાંત પણ થોડો કરપ્ટ ગયો લાગે છે. ભૂલ નેતાઓ કરે, રાજકારણીઓ કરે અને હેરાન પ્રજા થાય એ ક્યાંનો ન્યાય?" એની આંખોમાં થોડી નિરાશા અને થોડો રોષ હતો. અમે હજુ કંઈ વિચારીએ એ પહેલા બીજો સમજુ મિત્ર બોલ્યો, "કર્મ ફળના કાયદામાં કદી ચૂક થતી નથી." ગમગીન તરત જ બોલી ઉઠ્યો, "તો પછી નેતાઓના કુકર્મોની સજા પ્રજાને કેમ થાય છે?" સમજુ બોલ્યો, "પ્રજાને પ્રજાના જ કુકર્મની સજા થાય છે." ગમગીન : "કેવી રીતે?" સમજુ : "આપણે ત્યાં એવરેજ પચાસ ટકા જેટલું મતદાન થાય છે. મતલબ કે ...Read More

37

ડાયરી - સીઝન ૨ - તમને વરસાદના સમ

શીર્ષક : તમને વરસાદના સમ ©લેખક : કમલેશ જોષીએક દિવસ અમારી ઓફિસમાં રિસેસ દરમિયાન સાવ અચાનક જ ભજીયાની સોડમ અમે સૌ એકબીજા સામે નેણ ઉંચા-નીચા કરી પ્રશ્નાર્થ નજરે જોવા લાગ્યા, ત્યાં અમારા એક વડીલ શિક્ષક મિત્રે હરખ સાથે ફોડ પાડ્યો, "બાબલાની વાત પાક્કી થઈ ગઈ." એમની આંખોમાં સંતોષ અને ગૌરવ છલકતા હતા. સંતોષ જવાબદારી પૂરી થયાનો અને ગૌરવ સંબંધી પરિવાર જ્ઞાતિમાં આગળ પડતું સ્થાન ધરાવતો હોવાનો હતો. બહાર ઝરમર વરસાદ વરસતો હતો અને એમણે કેવી રીતે ગોઠવાયું એનું ટૂંકું વર્ણન કર્યું, "હજુ બે રવિવાર પહેલા એક પરિચિત જ્ઞાતિ બંધુ બાબલાનો બાયોડેટા લઈ ગયા હતા. એમના ધ્યાનમાં દીકરી હતી. એના ...Read More

38

ડાયરી - સીઝન ૨ - કેમ છો?

શીર્ષક : કેમ છો? ©લેખક : કમલેશ જોષીદુનિયા આખીમાં ક્યાંય પણ બે ગુજરાતીઓ ભેગાં થાય એટલે સૌથી પહેલો પ્રશ્ન પૂછે ખબર છે? કેમ છો? અને આ પ્રશ્નનો એક અને માત્ર એક જ જવાબ સામેવાળા તરફથી મળે, એ કયો ખબર છે? મજામાં. દુનિયા આખીમાં, જો કોઈ મેજિકલ કાઉન્ટરથી ગણતરી કરવામાં આવે તો, આખા દિવસમાં ‘કેમ છો?’ અને ‘મજામાં’, એ છ અક્ષરની આપલે લગભગ બે-પાંચ કરોડ વખત થતી ડિટેકટ થાય. એક મિત્રે વિચિત્ર વિશ્લેષણ રજુ કર્યું: બે પરિચિતો શેરી, સોસાયટી કે ઓફિસમાં ભેગાં થતાં વેંત ‘કેમ છો’ અને ‘મજામાં’ની આપલે કરે એ તો સમજ્યા પણ ક્યારેક તો હોસ્પિટલના બિછાને હાથે, પગે, ...Read More

39

ડાયરી - સીઝન ૨ - જો બીવી સે કરે પ્યાર

શીર્ષક : જો બીવી સે કરે પ્યાર ©લેખક : કમલેશ જોષી તમારામાંથી કેટલા લોકો એવા છે જેમણે ‘જો બીવી કરે પ્યાર, વો પ્રેસ્ટીજ સે કૈસે કરે ઇનકાર’ ટેગ લાઇનવાળી જાહેરાત ટીવીમાં જોઈ છે? એ જાહેરાત પ્રેશર કૂકરની હતી. મને થતું ‘બીવી સે પ્યાર’ અને ‘કૂકર’ને શું સંબંધ? વાઇફ માટે પ્રેમ, માન, સન્માન વ્યક્ત કરવા માટે ડોલરના ફૂલોની વેણી કે ગુલાબનું ફૂલ કે એકાદ સારી સાડી કે પાટણનું પટોળું કે ફાઈવ જી ફેસેલીટી વાળો મોબાઈલ આપવો જોઈએ અથવા કોઈ સારી હોટેલમાં એની સાથે કેન્ડલ લાઈટ ડીનર કરવું જોઈએ પણ ‘કૂકર’? એક મેરીડ મિત્રે કૂકરને ‘હસબંડ અને વાઇફને જુદા કરવા માટે ...Read More

40

ડાયરી - સીઝન ૨ - ટીખળીનું આઝાદી જ્ઞાન

શીર્ષક : ટીખળીનું આઝાદી જ્ઞાન ©લેખક : કમલેશ જોષીઅમે આઠમું કે નવમું ભણતા એ દિવસોની વાત છે. પંદરમી ઓગષ્ટનો દિવસ હતો. ક્લાસમાં સંખ્યા ઓછી હતી. પંદર-વીસ વિદ્યાર્થીઓ પંદરમી ઓગષ્ટની વિવિધ સ્પર્ધાઓ અને પરેડના ફાઈનલ રિહર્સલ માં ગયા હતા. પી.ટી.ના સાહેબ આજે આખો દિવસ અમારા ક્લાસમાં પ્રોક્સીમાં હતા. અમારા રખડું અને સ્પોર્ટ્સના શોખીન ટીખળી મિત્રના એ ફેવરીટ સર હતા. તમે નહિ માનો, થોડી ઘણી ચર્ચા પછી અમારા ક્લાસમાં આઝાદી વિષય પર વકતૃત્વ ચર્ચા શરુ થઈ. હોંશિયાર તો બધા સિલેક્ટ થઇને સ્કૂલની સ્પર્ધામાં જતા રહ્યા હતા એટલે અમે સેકન્ડ ક્લાસ અને થર્ડ ક્લાસ વિદ્યાર્થીઓએ ક્લાસમાં આઝાદી અને પંદરમી ઓગષ્ટ અને સ્વતંત્રતા ...Read More

41

ડાયરી - સીઝન ૨ - નારી તું નારાયણી

શીર્ષક : નારી તું નારાયણી ©લેખક : કમલેશ જોષી એક દિવસ અમે કોલેજ કેન્ટીનમાં બેઠા હતા ત્યાં અમારા ટીખળી એનું વિચિત્ર ઓબ્જર્વેશન રજૂ કરતા ડિબેટ ઓપન કરી, એ બોલ્યો “મને એક વાતનું ઓબ્જેકશન છે.” અમે એની સામે પ્રશ્નાર્થ નજરે જોયું. એ આગળ બોલ્યો, “એવું કહેવાય છે કે નારી તું નારાયણી, મીન્સ કે આપણી કોલેજમાં જે ગર્લ્સ ભણે છે અથવા જે લેડીઝ આપણી આસપાસ છે એ નારાયણી છે.” ત્યાં સમજુ મિત્ર વચ્ચે જ બોલી ઉઠ્યો “એમાં ઓજ્બેકશન જેવું શું છે?” ટીખળી : “વેઇટ વેઇટ, મને બોલી તો લેવા દે, મેં એવું પણ સાંભળ્યું છે કે નર જો અપની કરની કરે ...Read More

42

ડાયરી - સીઝન ૨ - પુરુષોત્તમ મહિનો

શીર્ષક : પુરુષોત્તમ મહિનો ©લેખક : કમલેશ જોષી “અત્યારે પરશોતમ મહિનો ચાલી રહ્યો છે, મારે એકટાણું છે.” એક દિવસ કેન્ટીનમાં અમારા ટીખળી મિત્રે સમોસા ખાવાની ના પાડતા આ વાક્ય કહ્યું કે તરત જ સમજુ મિત્રે એને ટપાર્યો, “પરશોતમ નહિ ડોફા, પુરુષોત્તમ”. અમે સૌ સમજુ અને ટીખળી સામે વારાફરતી તાકી રહ્યા. એક ગંભીર મિત્રે કહ્યું, “મારા દાદા કહેતા કે રામ છે એ મર્યાદા પુરુષોત્તમ છે અને કૃષ્ણ છે એ પૂર્ણ પુરુષોત્તમ છે, એ પુરુષોત્તમ વાળું જ આ પુરુષોત્તમ કે નહીં?” સમજુ તરત બોલ્યો, “યેસ, એક્ચ્યુલી, ઘણી ટાઈપના અવતાર હોય છે. જેમકે આવેશ અવતાર, આંશિક અવતાર, પૂર્ણ અવતાર વગેરે”. એ અટક્યો ...Read More

43

ડાયરી - સીઝન ૨ - જિંદગી ના મિલેગી દોબારા

શીર્ષક : જિંદગી ના મિલેગી દોબારા ©લેખક : કમલેશ જોષી એક વડીલ બહુ જિંદાદિલ. ક્યારેક એમના ઘરે હાર્મોનિયમ, તબલા, મંજીરા લઈ ફેમિલી આખું ગોઠવાઈ ગયું હોય અને જુના-નવા ફિલ્મી ગીતોની મહેફિલ મોડી રાત્રી સુધી ચાલે તો ક્યારેક એ વડીલ આખા ફેમિલી સાથે કોઈ ટૉકીઝ, હોટેલ, કે વોટરપાર્કમાંથી હસતાં ખીલતાં બહાર નીકળતા જોવા મળે, ક્યારેક અમારી સોસાયટીના મંદિરમાં સુંદર મજાના ભજનો એ સંભળાવે તો ક્યારેક વડીલોની મંડળી ભરી નાસ્તા-પાણીની જયાફત ઉડાવતા જોવા મળે. એ જયારે પણ મળે તરોતાજા, હસતા-ખીલતા અને મોજીલા મૂડમાં જ જોવા મળે. એક દિવસ એ અમારી સાથે બેઠા હતા ત્યારે અમારામાંથી એક સમજુ મિત્રે જીજ્ઞાસાવશ એમને પ્રશ્ન ...Read More

44

ડાયરી - સીઝન ૨ - દેવો ભૂત્વા દેવમ્ યજેત્

શીર્ષક : દેવો ભૂત્વા દેવમ્ યજેત્ ©લેખક : કમલેશ જોષી ‘કહીં તો હૈ સપના, કહીં પર યાદ, કહીં તો રે, કહીં ફરિયાદ, પલછીન પલછીન...’ તમને આ પંક્તિઓ યાદ છે? શું તમને ‘ગુરુ, કાદરભાઈ, હરી, ખોપડી, રાધા, ગણપત હવાલદાર’ વગેરે પાત્રો યાદ છે? અરે, અરે ક્યાં ખોવાઈ ગયા? સ્કૂલના શિક્ષક કે બેન્કના મેનેજરમાંથી અચાનક મોટી બહેનની આંગળી પકડીને શેરીમાં નીકળતો કે મમ્મીના ખોળામાં માથું ટેકવી ટીવી સામે જોતો નાનકડો ટપુડિયો બની ગયા? યેસ, પહેલી પંક્તિ ‘બુનિયાદ’ સિરીયલનું ટાઈટલ સોંગ છે અને એ પછી આપેલા પાત્રોનું લીસ્ટ એટલે 'નુક્કડ' સિરીયલના કલાકારો. આજથી ત્રણ ચાર દસકાઓ પહેલા, એંસી નેવુંના દસકામાં દૂરદર્શન પર ...Read More

45

ડાયરી - સીઝન ૨ - વસુધૈવ કુટુંબકમ્ - Rethinking

શીર્ષક : વસુધૈવ કુટુમ્બકમ્ - Rethinking©લેખક : કમલેશ જોષીઅમારી શેરીના એક અવાવરું ઘરમાં એક કૂતરી વિયાણી અને તેણે ચાર-પાંચ જન્મ આપ્યો, બરાબર એ જ દિવસે અમારી શેરીના ત્રીજા ઘરે રહેતા એક શિક્ષક પરિવારમાં પણ એક બાળકનો જન્મ થયો. મારા બાએ કૂતરી માટે શીરો બનાવ્યો અને કૂતરીને જમાડવા જતી વખતે મારા ત્રીજું ધોરણ ભણતા ભાણિયાને સાથે લેતી ગઈ. છ દિવસ બાદ પેલા ત્રીજા ઘરે જન્મેલા બાળકની નામકરણ વિધિમાં પણ બા અને ભાણિયો ગયા. ભાણિયાના મનમાં અનેક મૌલિક પ્રશ્નો ઉદભવ્યા. એણે મને પૂછ્યું, "મામા, પેલી કૂતરીએ બચ્ચાને જન્મ આપ્યો તો એને મળવા કેમ બીજા કૂતરાઓ, ગલૂડિયાના દાદા, કાકા, મામા જેવું કોઈ ...Read More

46

ડાયરી - સીઝન ૨ - લાસ્ટ બૅન્ચર

શીર્ષક : લાસ્ટ બેન્ચર ©લેખક : કમલેશ જોષી “તમને શું લાગે છે આપણે સુધરીએ એવા એક બે કે પાંચ પણ ચાન્સીસ છે ખરા?” એક દિવસ છેલ્લી બેન્ચના બાદશાહ એવા અમારા પાંચ જણામાંથી એકે બહુ ખતરનાક, ક્રાંતિકારી પ્રશ્ન પૂછી નાખ્યો. અમે સૌ એની સામે ડોળા ફાડીને તાકી રહ્યા. એ સિરિયસ હતો. અમે પૂછ્યું “કેમ શું થયું?” હવે એ અમારી સામે ડોળા ફાડી તાકી રહ્યો. અમને બેશરમીથી તાકતા જોઈ એણે જીભ ખોલી “આપણા ક્લાસમાં સૌથી ઠોઠ, બદમાશ અને મસ્તીખોર આપણે છીએ, દરેક સાહેબ ભણવા માટે મોટીવેશન આપે છે ત્યારે ‘જો ભણશો નહિ તો કોઈ મરચા ખાંડવા માંય નહિ રાખે કે મજૂરી ...Read More

47

ડાયરી - સીઝન ૨ - બી લેટેડ હેપ્પી બર્થ ડે કાન્હા

શીર્ષક : બી લેટેડ હેપ્પી બર્થ ડે, કાન્હા©લેખક : કમલેશ જોષીમિત્રો, જો કૃષ્ણ તમારા ઘરથી ચાર ઘર છેટેના કે શેરી છેટેના બંગલામાં નંદ અને યશોદા સાથે, પત્ની રુક્મિણીજી અને મોટાભાઈ બલરામજી સાથે રહેતો હોત અને તમારા એની સાથેના સંબંધો ખૂબ જામ્યા હોત તો તમે એનો બર્થ-ડે કેવી રીતે સેલીબ્રેટ કરત? શું આ વખતની જન્માષ્ટમી તમે એવી રીતે સેલીબ્રેટ કરી ખરી?હું તમને બીજી રીતે પૂછું. જે બોસ તમારા પગારમાં પચ્ચીસ-ત્રીસ ટકા વધારો કરવાનો હોય તેનો અથવા જેમની સાથે હજુ હમણાં જ તમારી સગાઈ થઈ છે તેનો અથવા જે વ્યક્તિ તમારી પાંચ-પચ્ચીસ કે પચાસ લાખની લોન મંજૂર કરનાર છે એનો જન્મદિવસ ...Read More

48

ડાયરી - સીઝન ૨ - સૂપડાં જેવા કાન

શીર્ષક : સૂપડાં જેવા કાન ©લેખક : કમલેશ જોષી એક દિવસ અમારા સ્ટાફરૂમમાં એક હસમુખા મિત્રે એક ભજનની પંક્તિ કરીને ગાઈ : "નોકરી તો કરવી તેણે, રાંક થઈને રહેવું રે." અન્ય એક સ્ટાફ મિત્રે એને કરેક્ટ કરતા કહ્યું "નોકરી નહિ, ભક્તિ તો કરવી તેણે, રાંક થઈને રહેવું રે." પેલા હસમુખા મિત્રે કહ્યું, "ભક્તિ અને નોકરી બેય એક જ ને?" બે-ત્રણ વાક્યોનો એ સંવાદ મારા મગજમાં અનેક વિચારો દોડતા કરી ગયો. શું જિંદગી એ એક નોકરી છે? જેમ કોઈ વ્યક્તિ પ્રાઈવેટ કે સરકારી સંસ્થામાં ક્લાર્ક કે મેનેજર કે પટાવાળા તરીકે નોકરી કરતો હોય એમ શું આપણે આપણી ભીતરે ઈશ્વરતત્વને, મમૈવાન્શો ...Read More

49

ડાયરી - સીઝન ૨ - તાલ સે તાલ મિલા

શીર્ષક : તાલ સે તાલ મિલા ©લેખક : કમલેશ જોષી "જો તમને તમારી આસપાસનું બધું જ ગમતું હોય તો પરફેક્ટ જીવન જીવતા આવડી ગયું છે. જો તમને મેળામાં મોજ કરતા લોકોને જોઈ આનંદ થતો હોય તો તમને હેપ્પી લાઇફની કી મળી ગઈ છે. જો તમે યુવાન હો અને નવરાત્રીમાં ગરબે રમવા જવાનો થનગનાટ હોય અથવા તમે વૃદ્ધ હો અને તમને નવરાત્રીમાં માતાજીની આરાધના કરવાની હોંશ હોય તો તમે બેસ્ટ લાઇફના ટ્રેક પર છો." અમારા એક સફળ વડીલ મિત્રે એક દિવસ આ પ્રકારની વાત કરી ત્યારે અમને બહુ મજા આવી. છેલ્લા પચ્ચીસ વર્ષથી એમની સફળ, પ્રસન્ન અને દુનિયા સાથે એકદમ ...Read More

50

ડાયરી - સીઝન ૨ - વિચારોની ગરબી

શીર્ષક : વિચારોની ગરબી ©લેખક : કમલેશ જોષી એકવાર અમારા એક પ્રેક્ટિકલ મિત્રે પ્રશ્ન કર્યો “આપણો આધ્યાત્મિક વિકાસ થઈ છે કે નહિ એની ખબર કેવી રીતે પડે?” અમે સૌ એની સામે જોઈ રહ્યા. એ આગળ બોલ્યો "કોઈનો પગાર બાર હજારમાંથી અઢાર હજાર કે પચ્ચીસ હજાર થાય, કોઈ નવી ગાડી કે નવો બંગલો બનાવે એટલે એનો આર્થિક વિકાસ થઈ રહ્યો છે એ તરત જ આપણને સમજાઈ જાય. બાળકની હાઈટ વધે, વજન વધે કે જુવાનીયાઓ સિક્સ પેક બનાવે કે કોઈ પાંચ કિલોમીટરની બદલે આઠ કિલોમીટર દોડી શકતું થઈ જાય તો એનો શારીરિક વિકાસ થઈ રહ્યો છે એ દેખાઈ આવે. કોઈનું રીઝલ્ટ ...Read More

51

ડાયરી - સીઝન ૨ - કહેતા હૈ દિલ જી લે જરા..

શીર્ષક : કહેતા હૈ‌ દિલ જી લે જરા..©લેખક : કમલેશ જોષી શું આપણે જીવન જેવી રીતે જીવવાનું નક્કી કર્યું એવી જ રીતે જીવી રહ્યા છીએ કે પછી કૈંક જુદું જ જીવાઈ રહ્યું છે? જે સાંભળવું નહોતું એ સાંભળી રહ્યા છીએ, જે બોલવું નહોતું એ બોલી રહ્યા છીએ, કોઈ જુદું જ વર્તન આપણાથી થઇ રહ્યું છે? શું જિંદગીની લગામ હાથમાંથી છટકી ગઈ છે? દસમા-બારમાની પરીક્ષામાં ધાર્યું પરિણામ લાવનાર વિદ્યાર્થીનો જુસ્સો, આંખોની ચમક અને પગનું જોમ જોવા જેવું હોય છે. સમાજ આખો એની સામે ગૌરવભરી નજરે જોવા માંડે છે. મેડીકલમાં કે એન્જીનીયરીંગમાં કે સી.એ.માં એડમીશન લેનાર વિદ્યાર્થી પાંચમાં પુછાવા (અને પૂજાવા ...Read More

52

ડાયરી - સીઝન ૨ - પૃથ્વીની પ્રદક્ષિણા

શીર્ષક : પૃથ્વીની પ્રદક્ષિણા ©લેખક : કમલેશ જોષી એક દિવસ સાંજના સમયે હું, બહેન, બનેવી, મમ્મી, પપ્પા સૌ ડાયનીંગ પર બેસી ચા પી રહ્યા હતા, ત્યાં મારો ભાણિયો ગૅઇટ ખોલી ઘરમાં દાખલ થયો. દફતર સોફા પર ફગાવી, જાણે સ્કૂટરનું સ્ટીયરીંગ પકડતો હોય એમ બે હાથ હવામાં આગળની તરફ લંબાવ્યા અને જાણે સ્કૂટરની કિક મારતો હોય એમ એક પગ હવામાં ઊંચકી જમીન પર પછાડ્યો અને મોઢેથી ‘હનનન...’ એવો અવાજ કરી લીવર દેતો હોય એવી મુદ્રામાં હાથ ઘુમાવતો અમારી ફરતે દોડવા લાગ્યો. "અલ્યા, આ શું કરી રહ્યો છે...?" અમે પૂછતાં રહ્યા પણ ટ્રાફિક પોલીસની સિટીને ગણકાર્યા વિના જેમ લાયસન્સ વગરનો ડ્રાઈવર ...Read More

53

ડાયરી - સીઝન ૨ - લાઇવ પફ, મેચ અને ગરબી

શીર્ષક : લાઇવ પફ, મેચ અને ગરબી ©લેખક : કમલેશ જોષી આજકાલ ‘Live’ નો જમાનો છે, લાઇવ પફ, લાઇવ લાઇવ ઢોકળા, લાઇવ પીત્ઝા, એવરીવેર લાઇવનેસ વિશે જાણે જબરી અવેરનેસ આવી ગઈ હોય એવું ફિલ થયા વિના રહેતું નથી. માણસ જો લાઇવ ન હોય તો ચોવીસ કલાક પણ આપણે એને સહી કે સ્વીકારી શકતા નથી, પછી એ ભલે સગી માતાનો મૃતદેહ હોય કે પિતાનું શબ હોય. લાઇવ એટલે જીવંત, જેની અંદર જીવ છે એવું એટલે લાઇવ. ઓહ, તારી...! પણ લાઇવ પફમાં કે લાઇવ ઢોકળામાં કે લાઇવ મેચમાં ‘જીવ’ ક્યાં હોય છે? અહીં, લાઇવ એટલે ગરમાગરમ કે તાજેતાજું કે એકદમ વર્તમાનનું, ...Read More

54

ડાયરી - સીઝન ૨ - રાવણદહન

શીર્ષક : રાવણદહન ©લેખક : કમલેશ જોષી “ચુપ, એકદમ ચુપ” સાવ અચાનક જ અમારો એક પ્રેક્ટીકલ મિત્ર સહેજ ગુસ્સા નાક પર આંગળી મૂકી આમારા સમજુ મિત્ર સામે ઘૂરક્યો એટલે અમે સૌ સહેજ નવાઈ સાથે એની સામે જોઈ રહ્યા. એ બોલ્યો, “ખબરદાર જો કોઈએ એક પણ શબ્દ રાવણદહન, દશેરાનું મહત્વ કે છાપામાં આવેલા એ વિશેના એક પણ આર્ટીકલનો ઉલ્લેખ કર્યો છે તો..!” અમે હજુ સમજી નહોતા શકતા કે પ્રેક્ટીકલ મિત્ર આટલો બધો શા માટે ભડકી ગયો હતો! વાત જાણે એમ બનેલી કે દશેરા પછીનો ત્રીજો દિવસ હતો અને અમારા સમજુ મિત્રે દશેરા વિશે છાપામાં આવેલા કોઈ આર્ટીકલનું એકાદ ક્વોટેશન ટાંકતા ...Read More

55

ડાયરી - સીઝન ૨ - તેરી મેરી કહાની હૈ..

શીર્ષક : તેરી મેરી કહાની હૈ.. ©લેખક : કમલેશ જોષી “જિંદગી ઔર કુછ ભી નહીં, તેરી મેરી કહાની હૈ...” ફિલ્મી ગીતમાં તેરી મેરી એટલે કોની કોની? હસબંડ અને વાઇફની? માતા અને બાળકની? જય-વીરુ જેવા બે દોસ્તોની? બે જુવાન પ્રેમી પંખીડાની? કે ભગવાન અને ભક્તની? જિંદગી કોની કહાની છે? એક મિત્રે મસ્ત વિશ્લેષણ કર્યું. તેરી મેરી કહાનીમાં મેરી એટલે તો હું કે તમે પણ તેરી એટલે કેટલાંક બદલાતાં પાત્રો. જેમકે બાળપણમાં તેરી મેરી કહાની એટલે પોતાની અને મમ્મી-પપ્પા, રમકડાં અને ખાવા-પીવાની વાર્તાઓ. અમારા શૌનકભાઈ જ જોઈ લો. સવારે ઉઠે ત્યારથી ત્રણ પૈડાં વાળી સાયકલ શોધે, એના નાનકડાં કબાટમાં પડેલાં ઢગલો ...Read More

56

ડાયરી - સીઝન ૨ - મારે ઘેર આવજે માવા..

શીર્ષક : મારે ઘેર આવજે માવા...©લેખક : કમલેશ જોષી મિત્રો, સૌથી પહેલા એ કહો કે તમે છેલ્લે મંદિરે ગયા ત્યારે ભગવાન પાસે શું માંગ્યું? બહુ જ ઈમાનદારીથી, દિલ પર હાથ રાખીને કહેજો હોં! ભગવાન સામે બે હાથ જોડી આંખો બંધ કરી તમે કરેલી તમામ ભૂલો બદલ માફી માંગી લીધા પછી તમે ભગવાન પાસે શું માંગ્યું હતું? સુખ, સંપતિ, સંતતિ? કે માન, સન્માન, આત્મવિશ્વાસ? કે બીજું કંઈ? તમે શું માનો છો સ્વામી વિવેકાનંદ કે નચિકેતા જેવા વર્લ્ડ ચેન્જર વ્યક્તિઓ મંદિરમાં ઈશ્વરની સન્મુખ ઉભા રહી જે માંગણીઓનું લીસ્ટ આપતા હશે એ અને આપણી માંગણીઓનું લીસ્ટ એક સરખું જ હશે?એક વાર અમે ...Read More

57

ડાયરી - સીઝન ૨ - ઉંધિયું

શીર્ષક : ઉંધિયું ©લેખક : કમલેશ જોષી તમે એ માર્ક કર્યું? આજકાલ દસમાંથી આઠ ગુજરાતી લગ્ન પ્રસંગોના જમણવારમાં બીજું હોય કે ન હોય પણ ઉંધિયું તો હોય, હોય અને હોય જ છે. તમે શું માનો છો, કોઈના લગ્નની કંકોત્રી હાથમાં આવે ત્યારે મોટાભાગના લોકો કંકોત્રી ખોલીને કઈ વિગત સૌથી પહેલા વાંચતા હશે? કુળદેવી કોણ છે એ? સાંજી ક્યારે છે એ? હસ્તમેળાપનું ચોઘડિયું કયું છે એ? ના, ભાઈ ના. હસવું આવે, શરમ આવે તો પણ સ્વીકારવું પડે એવું સત્ય એ છે કે મોટાભાગના લોકો સ્વરુચિ ભોજનની તારીખ, વાર, સ્થળ અને સમય વાંચવામાં ઈન્ટરેસ્ટેડ હોય છે, એવું અમારા પેલા ટીખળી મિત્રનું ...Read More

58

ડાયરી - સીઝન ૨ - વૃદ્ધ એટલે સમૃદ્ધ

શીર્ષક : વૃદ્ધ એટલે સમૃદ્ધ ©લેખક : કમલેશ જોષી એક વાર જિંદગીના ચાર દાયકા વટાવી ચૂકેલા અમારા એક સોશ્યલ મિત્રે એક વિચિત્ર વાક્ય કહ્યું, “સાલું, અત્યારથી જ બુઢાપાનો ડર બહુ સતાવી રહ્યો છે.” અમે સૌ એની સામે ગંભીરતાથી તાકી રહ્યા. ચાલીસ-પિસ્તાલીસ વર્ષની ઉંમરે હજુ તો લાઇફ અર્ધે પણ માંડ પહોંચી કહેવાય ત્યાં પેલા મિત્રને આવો વિચાર કેમ આવ્યો? એણે અમને પૂછ્યું, “તમે જ તમારી આસપાસના દસ સિક્સટી અપ વડીલોનો વિચાર કરો. એમના વાણી, વર્તન, વિચારો, લાઇફ સ્ટાઈલ, દૈનિક ટાઈમ ટેબલ જુઓ. તમને નથી લાગતું કે ઈટ ઇસ વેરી ટફ પિરીયડ ઓફ લાઇફ?” અમે સૌ બે ઘડી વિચારમાં પડી ગયા. ...Read More

59

ડાયરી - સીઝન ૨ - શુભ મંગલ સાવધાન

શીર્ષક : શુભ મંગલ સાવધાન©લેખક : કમલેશ જોષીહમણાં એક લગ્ન પ્રસંગમાં રિસેપ્શનમાં જવાનું થયું. એન્ટ્રી ગેટથી જ મસ્ત ડેકોરેશન થતું હતું. ગણપતિદાદાની મસ્ત મૂર્તિ, ડાબે જમણે વરકન્યાના પ્રિવેડિંગ પડાવેલા ફોટોઝ, મહેમાનોને વેલકમ કરવા ઉભેલા મોટા દીકરી અને જમાઈ, ચોતરફ રેલાતું મસ્ત હળવું મ્યુઝીક, ભોજન માટેના ત્રણ-ચાર કાઉન્ટર, લાઈવ ઢોકળા, પીઝા અને મંચુરિયન, પનીરની પંજાબી સબ્જી, જીરા રાઈસ, દાલફ્રાઈ, પંચરત્ન હલવો અને બીજું ઘણું બધું. વર-કન્યાને સ્ટેજ સુધી જવા માટે લાલ જાજમ, એમની એન્ટ્રી વખતે બન્ને તરફ, દિવાળીમાં ફુવારો કરે છે એવા ઝાડ, ત્રણ ચાર કેમેરા, ડ્રોન અને ચોતરફ લાલ-લીલા-પીળા રંગબેરંગી વસ્ત્રોમાં શોભતા યજમાન પરિવાર અને મહેમાનોને જુઓ તો કોઈ ...Read More

60

ડાયરી - સીઝન ૨ - પ્રવાસ

શીર્ષક : પ્રવાસ ©લેખક : કમલેશ જોષી તમે છલ્લે પ્રવાસ કે પર્યટનમાં ક્યારે ગયા હતા? યાદ છે? કદાચ હમણાં દિવાળી વેકેશનમાં ફ્રેન્ડ સર્કલ સાથે કે કોઈ કઝીનના લગ્ન પ્રસંગે જાનમાં સગાં-વહાલાંઓ સાથે કે કોઈ ઓફીશીયલ કોન્ફરન્સ એટેન્ડ કરવા બોસ સાથે કે હનીમુન માણવા લાઈફ પાર્ટનર સાથે તમે તાજેતરમાં જ કદાચ કોઈ મસ્ત મુસાફરી માણી હશે. હવે તમે એ કહો કે તમને યાદ છે કે તમે પહેલો પ્રવાસ ક્યારે માણ્યો હતો? પ્રાયમરીમાં પાંચમું કે સાતમું ભણતા ત્યારે શિયાળાની ઋતુમાં ડીસેમ્બર જાન્યુઆરીના મહિનામાં કડકડતી ટાઢમાં વહેલી સવારે તમે જયારે અર્ધી ઊંઘમાં હતા ત્યારે તમારા મમ્મી તમને નવશેકા પાણીએ સહેજ અમથા નવડાવી, ...Read More

61

ડાયરી - સીઝન ૨ - પાઠ - Lession

શીર્ષક : પાઠ ©લેખક : કમલેશ જોષીતમે કદી કોઈને જિંદગી ભર યાદ રહી જાય એવો ‘પાઠ’ ભણાવ્યો છે ખરો? જયારે પ્રાથમિકમાં ભણતા ત્યારે ગુજરાતીમાં કેટલાય પાઠ ભણવાના આવતા. પેલો આનંદીના બાલારામ પ્રવાસ વાળો પાઠ 'બે રૂપિયા', પેલો જુમા ભીસ્તીના પાડા વેણુ વાળો પાઠ, અમરતકાકી અને ગાંડી મંગુ વાળો ‘લોહીની સગાઈ’ પાઠ વગેરે જેવા અનેક પાઠ ભણાવતા પ્રાથમિક શિક્ષકો આજે પણ અમારા માનસપટ પર છવાયેલા છે. ત્રીસ-ચાલીસ મિનિટના પિરીયડમાં શિક્ષક કેટલું બધું ભણાવી જતા નહિ!તમને એક ખાનગી વાત કહી દઉં. પ્રાયમરીમાં અમે સૌ ઠોઠ નિશાળિયાઓ હંમેશા ‘ડ’ ક્લાસમાં જ ભણ્યા છીએ. એમાંય અમારી લાસ્ટ બેંચ તો ‘ડ’ ક્લાસમાં ભણતા ટોપ ...Read More

62

ડાયરી - સીઝન ૨ - હેપ્પી જર્ની

શીર્ષક : હેપ્પી જર્ની ©લેખક : કમલેશ જોષી અમારા એક સોશ્યલ ઓબ્ઝર્વર મિત્રે ‘વ્હોટ ઇસ લાઇફ’ પ્રશ્નનો મસ્ત જવાબ એક જાણીતા વાક્યને સહેજ ટ્વીસ્ટ કરતા કહ્યું ‘લાઈફ ઇઝ અ જર્ની, અ જર્ની બીટવીન ટુ ડેટ્સ, બર્થ ડેટ એન્ડ ડેથ ડેટ.’ જિંદગી એટલે ‘જન્મ તારીખથી શરુ કરી મૃત્યુ તારીખ સુધીની જર્ની...’ જર્ની એટલે મુસાફરી. પ્રાથમિકમાં ભણતા ત્યારે વિજ્ઞાનના સાહેબ પૃથ્વીના પરિભ્રમણ અને ધરીભ્રમણ વિષે આકૃતિ સહિત સમજાવતા. બોર્ડમાં વચ્ચોવચ્ચ એક સર્કલ કરી એમાં પીળો રંગ પૂરી વચ્ચે લખતા ‘સૂર્ય’ અને એ પછી એની ફરતે એક મોટું સર્કલ બનાવી એના પર એક નાનકડું સર્કલ ‘પૃથ્વી’ ગ્રહનું દોરતા. એ કહેતા કે આપણે ...Read More

63

ડાયરી - સીઝન ૨ - હાઉસ ફૂલના પાટિયા

શીર્ષક : હાઉસ ફૂલના પાટિયા ©લેખક : કમલેશ જોષીપહેલાં એક પ્રશ્નનો જવાબ આપો: તમે કઈ ફિલ્મ ત્રણથી વધુ વખત જોઈ હતી? ટીવી, ઓટીટી, યુ ટ્યુબના આજના જમાનામાં ફિલ્મો શબ્દશઃ કહી શકીએ કે ‘હાથવગી’ થઈ ગઈ છે ત્યારે આજથી ત્રણેક દાયકા પહેલાના જમાનામાં શુક્રવારે ટોકીઝોની બહાર જે પ્રેક્ષકોના ટોળા ઉભરાતા એ દૃશ્ય ‘ભૂલી બિસરી યાદે’ બની ગયું છે. ફર્સ્ટ ડે ફર્સ્ટ શોમાં ફિલ્મ જોવી એ એ જમાનાના ફિલ્મ રસિકો માટે જાણે બહુ મોટું ‘એચીવમેન્ટ’ ગણાતું. છાપાઓમાં કઈ ટોકીઝમાં કઈ ફિલ્મ ચાલે છે એની આખે આખું પાનું ભરીને જાહેરાતો આવતી. અમુક ફિલ્મો એના હૃદયસ્પર્શી ગીતો માટે સુપરહિટ જતી, તો અમુક એના ...Read More

64

ડાયરી - સીઝન ૨ - આદિમાનવ અને આપણે

શીર્ષક : આદિમાનવ અને આપણે ©લેખક : કમલેશ જોષી મિત્રો, તમને કોઈ આદિમાનવ કહે તો તમને કેવું લાગે? તમે થઈ એનું જડબું તોડી નાખો કે ખડખડાટ હસી પડો? કે પછી બે’ક ઊંડા શ્વાસ લઈ એના કથનની યોગ્યતા કે અયોગ્યતા વિશે ચિંતન કરો? જો ચિંતન કરવાની ભૂલ કરી ગયા તો વિચારતા-વિચારતા તમે એ પ્રશ્ન ઉપર આવશો કે ખરેખર આપણો ઉલ્લેખ સમજુ લોકો ‘આદિમાનવ’ તરીકે ક્યારેય કરશે ખરાં? અંદરથી તરત જ જવાબ આવશે કે ચોક્કસ, આજથી બસો, બારસો કે બાર હજાર વર્ષ પછી, એટલે કે ૨૦૨૪ ને બદલે જયારે ૩૦૨૪ કે ૫૦૨૪ કે ૧૦૦૨૪ ની સાલ ચાલતી હશે ત્યારે સાતમું ભણતું ...Read More

65

ડાયરી - સીઝન ૨ - રમજો.. પણ ધ્યાનથી

શીર્ષક : રમજો.. પણ ધ્યાનથી©લેખક : કમલેશ જોષી એક દિવસ અમારો ટીખળી મિત્ર મેડિટેશનના થોડા સેશન્સ કરીને કોલેજે આવ્યો રીસેસમાં કેન્ટીનમાં અમે નાસ્તો કરતા હતા ત્યારે એ સહેજ જુદા મૂડમાં હતો. એની ફિલોસોફીભરી વાતો સાંભળી ગંભીર મિત્રે પૂછ્યું, "તો બાબાજી તમે એ કહો કે આ સંસાર શું છે? સમાજ શું છે?" અમે બધાં પણ એકબીજા સામે સહેજ આંખોના ઈશારા કરી ટીખળી સામે હાથ જોડી શ્રદ્ધાપૂર્વક જોવા માંડ્યા. એ સમજી તો ગયો પણ ધ્યાનની અસર તળે હોય કે કોઈ બીજા કારણે એણે બાબાજીની જેમ એક હાથ આશીર્વાદની મુદ્રામાં સહેજ ઊંચો કરતા કહ્યું, "વત્સ, આ સંસાર એક રમત છે." "કઈ રમત ...Read More

66

ડાયરી - સીઝન ૨ - નો એક્ઝામ.. નો રિઝલ્ટ..

શીર્ષક : નો એક્ઝામ.. નો રિઝલ્ટ..©લેખક : કમલેશ જોષી એક શિક્ષક મિત્રે ‘પ્રશ્ન પત્ર’ની ક્વોલિટી વિશે કમેન્ટ કરી, "પેપર હોવું જોઈએ કે વિદ્યાર્થીને ચાલીસ ટકા કે પાસીંગ માર્ક મેળવવામાં બહુ તકલીફ ન પડે અને એઇટી અપ માર્ક મેળવવા માટે મોઢે ફીણ વળી જવા જોઈએ." મારી સામે પરીક્ષા ખંડમાં પરીક્ષા આપી રહેલા દસમા, બારમા ધોરણના વિદ્યાર્થીઓનું એક દૃશ્ય ઉપસી આવ્યું. બેલ પડે એટલે સુપર વાઈઝર નંબર મુજબ આન્સર શીટ્સની વહેંચણી કરી દે એટલે વિદ્યાર્થીઓ હોંશે હોંશે એના પહેલા પાને પોતાનો સીટ નંબર, તારીખ, સમય, વિષય વગેરે વિગતો ભરવા માંડે. થોડી મિનિટો વીતે ત્યાં ફરી બેલ વાગે અને સુપરવાઈઝર વિદ્યાર્થીઓમાં પ્રશ્ન ...Read More

67

ડાયરી - સીઝન ૨ - જીઓ, જી ભર કે..

શીર્ષક : જીઓ, જી ભર કે.. ©લેખક : કમલેશ જોષી ‘જીઓ, જી ભર કે’ એટલે કે ‘મન ભરીને જીવો’. ભરીને પાણી પીઓ કે કપ ભરીને ચા પીઓ એવું કોઈ કહે તો આપણે ઇમેજીન કરી શકીએ કે એક સ્ટીલ કે કાચના ગ્લાસમાં પાણી છેક ગ્લાસના કાંઠા સુધી ભરીએ, લગભગ ગ્લાસ છલકાઈ જાય એટલું ભરીએ અને પી જઈએ એટલે ‘ગ્લાસ ભરીને પાણી પીધું’ કહેવાય, એવી જ રીતે ચાનો કપ છલોછલ ભરેલો હોય એ પી જઈએ એટલે ‘કપ ભરીને ચા પીધી’ કહેવાય, પણ ‘જીઓ જી ભરકે’ એટલે કે ‘મન ભરીને જીવો’ એનો ખરેખર અર્થ શું? શું ભરવાનું? શાનાથી ભરવાનું? જે ભરાયું હોય ...Read More

68

ડાયરી - સીઝન ૨ - લવ ઍલિમેન્ટ

શીર્ષક : લવ એલિમેન્ટ લેખક : કમલેશ જોષી “કોઈ પણ જાતનો વ્યવહારિક સંબંધ ન હોય એવા યુવક અને યુવતી એકબીજા સામે, નોર્મલ કરતા વધુ ક્ષણો સુધી, નોર્મલ નહિ પણ સ્પેશ્યલ નજરે, અપલક, ત્રાટક રચી બેસે અને અંતમાં ગૂઢ પણ મીનિંગફૂલ સ્માઈલ એક બીજાને આપે એને કહેવાય પ્રેમ, યુ નો.. ઇટ્સ લવ." અમારો રસિક મિત્ર ક્યારેક એવી ગહન વાત કરી નાખતો કે અમારે "કંઈ સમજ્યા નહિ, ફરીથી કહે તો!" એવા ભાવ સાથે એની સામે તાકી રહેવું પડતું."એને લવ નહી લફડું કહેવાય." અમારો ગંભીર મિત્ર હંમેશા આવી બાબતો પ્રત્યે વિરોધપક્ષમાં રહેતો. મિત્રો, એકવાર તમે આંખો બંધ કરી તમારી આંખોએ પહેલી વખત ...Read More

69

ડાયરી - સીઝન ૨ - મૂલ્યવાન શ્રદ્ધાંજલિ

શીર્ષક : મૂલ્યવાન શ્રદ્ધાંજલિ લેખક : કમલેશ જોષી એક પરિચિતની સળગતી ચિતાથી થોડે દૂર અમે સૌ મિત્રો બેઠા હતા અમારા સોશિયલ ઓબ્ઝર્વર મિત્રે ગંભીર સ્વરે કહ્યું, "હાથી જીવે તો લાખનો અને મરે પછી સવા લાખનો એ કહેવત મુજબ માણસની જો વાત કરીએ તો માણસ જીવે ત્યાં સુધી બે કોડીનો અને મરે પછી લાખોનો એવું લાગ્યા વિના રહેતું નથી." અમે સૌ પ્રશ્નાર્થ નજરે એની સામે તાકી રહ્યા એટલે એણે થોડી વધુ છણાવટ કરતાં કહ્યું, “તમને અત્યાર સુધીમાં એવું અનેક પરિચિતોએ કહ્યું હશે અથવા અહેસાસ કરાવ્યો હશે કે ‘યુ આર નથીંગ’ અથવા ‘તમારામાં કંઈ દમ નથી’ અથવા ‘યુ આર રોંગ’ અથવા ...Read More

70

ડાયરી - સીઝન ૨ - બુરા ન માનો હોલી હૈ..

શીર્ષક : બુરા ન માનો હોલી હૈ લેખક : કમલેશ જોષી મિત્રો, સૌથી પહેલા એ કહો કે આ તમારી હોળી-ધૂળેટી છે? વીસમી, ત્રીસમી કે પચાસમી? કેટલામી? હવે યાદ કરો કે હોળી-ધૂળેટી વિશે સૌથી પહેલી વખત તમે શું સાંભળ્યું હતું? શું સમજ્યા હતા? બાળપણમાં કદાચ આપણી પહેલી હોળી હશે ત્યારે આપણા મામા આપણે ત્યાં આવ્યા હશે. એમણે કોઈ ભડભડ બળતા ભડકાની ફરતે આપણને ફેરવ્યા હશે ત્યારે તો આપણને કશું સમજાયું પણ નહિ હોય, પરંતુ બે કે ત્રણ વર્ષના થયા ત્યારે કદાચ શેરીમાં મમ્મીએ આપણને પિચકારી પકડતાં શીખવ્યું હશે, મમ્મીએ વહાલથી આપણા ગાલે પીળો અને ભાલે લાલ રંગ પણ લગાડ્યો હશે ...Read More

71

ડાયરી - સીઝન ૨ - હિસાબ

શીર્ષક : હિસાબ લેખક : કમલેશ જોષી અમે કોમર્સમાં ભણતા ત્યારે વાર્ષિક હિસાબો ભણવાના આવતા. કાચા સરવૈયાથી દાખલાની શરૂઆત તે વાયા વેપારખાતું અને નફાનુકસાન ખાતું થઈ પાકા સરવૈયા સુધી પહોંચતી. ત્યારે તો દરેક વિદ્યાર્થી, મેચની છેલ્લી ઓવર વખતે ખેલાડીઓ અને ક્રિકેટરો અનુભવે છે એવી અથવા ચૂંટણીના પરિણામની આગલી રાતે ઉમેદવારો અને પક્ષના કાર્યકરો અનુભવે છે એવી ઉતેજના, સસ્પેન્સ અને ટેન્શન અનુભવતો. નિયમ એવો હતો કે પાકા સરવૈયાની ઉધાર અને જમા એટલે કે મિલકત લેણા અને મૂડી દેવા એ બંને બાજુનો સરવાળો એક સરખો થઈ જવો જોઈએ. અમારા સાહેબ એને ‘ટાંટિયા મળી જવા’ કહેતા. બારથી બાવીસ મિનીટ સુધી ચાલતા આ ...Read More

72

ડાયરી - સીઝન ૨ - લાઇફ ઇઝ અ રેસ

લાઇફ ઇઝ અ રેસ- કમલેશ જોષીસોમવારની સવાર પડતી અને અમે અમારી નિશાળના ક્લાસરૂમમાં પૂરાઈ જતા ત્યારથી કંટાળો શરૂ થઈ એક પછી એક શિક્ષકો બદલાતા રહે, બોર્ડ ચીતરાતા રહે, લેક્ચર આપી અમારી અંદરથી ઉત્સાહ ચૂસતા રહે, પ્રશ્નો પૂછી અમને મુંઝવતા રહે તે છેક રિસેસ સુધીમાં તો અમે અધમૂઆ થઈ ગયા હોઈએ. રિસેસમાં થોડી વાર ક્લાસ બહાર જઈ, દોડાદોડી-હસીમજાક કરી, લંચબોક્સમાંથી ચેવડો કે બિસ્કીટનો નાસ્તો કરી, પાણી પી, પી-પી કરી માંડ ફ્રેશ, તાજા-માજા થઈએ ત્યાં રિસેસ પૂરી થયાનો બેલ પડે અને અમે સૌ ફરી ક્લાસરૂમમાં પૂરાઈ જઈએ. ફરી એ જ લેક્ચરબાજી અને એ જ કંટાળો અમને ઘેરી વળે. રજાનો બેલ પડે ...Read More