"મી. શર્મા, હાઉ ડેઅર યુ ટુ કમ લેઈટ એટ ઓફિસ ફોર થ્રી મિનિટ્સ? તમે ઘરે જઈ શકો છો. આજે તમારી લીવ ગણાશે. ઓફિસનો રૂલ છે કે જો તમારી આવી લીવ બાર થશે તો તમે કાયમી લીવ પર જતાં રહેશો. આઈ થિન્ક આ તમારી ત્રીજી લીવ છે. સો બી અવેર. યુ મે ગો નાઉ!" રાશિએ એકદમ સપાટ અવાજે પોતાનો નિર્ણય જાહેર કર્યો. "યસ મેમ..." મી. શર્મા બોલ્યા. ઓફિસનાં જ નહીં આખી ફેક્ટરીનાં કોઈ કર્મચારીની તાકાત ન હતી કે તેઓ રાશિ આચાર્ય સામે એક હરફ પણ ઉચ્ચારી શકે. ઓફિસનાં બાકીનાં કર્મચારીઓ રાશિની એટલી ધાક હેઠળ હતાં કે તેની કેબિનની બહાર નીકળેલાં પેલા હારેલ યોદ્ધા જેવાં સહ કર્મચારીની સામે એક સહાનુભૂતિની નજર સુદ્ધા ન નાખી શકતાં!
Full Novel
એક ચાહત એક ઝનૂન - ભાગ 1
"મી. શર્મા, હાઉ ડેઅર યુ ટુ કમ લેઈટ એટ ઓફિસ ફોર થ્રી મિનિટ્સ? તમે ઘરે જઈ શકો છો. આજે લીવ ગણાશે. ઓફિસનો રૂલ છે કે જો તમારી આવી લીવ બાર થશે તો તમે કાયમી લીવ પર જતાં રહેશો. આઈ થિન્ક આ તમારી ત્રીજી લીવ છે. સો બી અવેર. યુ મે ગો નાઉ!" રાશિએ એકદમ સપાટ અવાજે પોતાનો નિર્ણય જાહેર કર્યો. "યસ મેમ..." મી. શર્મા બોલ્યા.ઓફિસનાં જ નહીં આખી ફેક્ટરીનાં કોઈ કર્મચારીની તાકાત ન હતી કે તેઓ રાશિ આચાર્ય સામે એક હરફ પણ ઉચ્ચારી શકે. ઓફિસનાં બાકીનાં કર્મચારીઓ રાશિની એટલી ધાક હેઠળ હતાં કે તેની કેબિનની બહાર નીકળેલાં પેલા હારેલ ...Read More
એક ચાહત એક ઝનૂન - ભાગ 2
આગળનાં ભાગમાં આપણે જોયું કે રાશિ આચાર્ય...આચાર્ય પ્લાસ્ટોની માલકિન ફેક્ટરીમાં નવી ભરતી માટે એક પર પસંદગી ઉતારવાનું મનોમન નક્કી છે. જ્યારે રાજેશ તેની પત્ની શોભાને સતત અપમાનિત કરે છે. હવે આગળ....પોતાની ફેવરિટ કિયા સેલ્ટોઝ કારમાંથી ઉતરી રાશિ આચાર્ય જ્યારે લિફ્ટ તરફ દસેક ડગલાં ચાલીને જતી ત્યારે એ ઠસ્સો જોઈ કોઈ પણ પુરુષ તેનાથી અભિભૂત થયાં વગર ન રહે તે હકીકત હતી. હાઈ હિલ્સ સેન્ડલ ને બ્રાન્ડેડ પર્સ લટકાવી એ જ્યારે રેબનનાં ગોગલ્સ આંખો પરથી માથાં પર ચઢાવી ઓફિસમાં પગ મૂકતી ત્યારે તેનાં ઇએયુ ડે પરફ્યુમની ખુશ્બુથી હવે દરેક કર્મચારીઓની ઘ્રાણેન્દ્રિય પણ વાકેફ થઈ ચૂકી હતી.આજે પણ દરેકને અંદાજ આવી ...Read More
એક ચાહત એક ઝનૂન - ભાગ 3
શોભાનાં લગ્ન રાજેશ સાથે થઈ ગયાં. ગરીબ માવતર દીકરી રાજ કરશે તે વિચારે ખુશ રહેતાં. રાજેશ ઈરાદાપૂર્વક એમને એવાં દેખાડતો કે જેથી તેમને એવું લાગતું કે તેમની બાકીની દીકરીઓની જવાબદારી જાણે હવે રાજેશ જ ઉપાડી લેશે.જ્યારે વરવી હકીકત એ હતી કે તેની અંદર અનેક સ્ત્રીઓ સાથે સંબંધ બાંધી છળ કરનાર એક લંપટ પુરુષ જીવતો હતો. તેને મન શોભા એક પત્ની ન હતી પણ એક ચાવી ભરેલ રમકડું હતી. દર છ મહિને તેની પી.એ. બદલતી. તેની ફેક્ટરીની કોઈ મહિલા તેનાં શોષણનો ભોગ બન્યાં વગર ન રહેતી. ક્યારેક બદનામીનો ડર તો ક્યારેક આર્થિક સંકટની ફિકર! ક્યારેક લાગણીની મજબૂરી તો ક્યારેક મહાત્વાકાંક્ષાની ...Read More
એક ચાહત એક ઝનૂન - ભાગ 4
શોભાએ હવે રાજેશ તરફથી સુધરવાની તમામ અપેક્ષાઓ મૂકી દીધી. જે બહેનોનાં ભવિષ્ય માટે થઈ ખુદની બલિ ચઢાવી હતી તે જો ઘરે આવશે- જશે તો તે પણ કદાચ રાજેશની ગંદી નજરોનો ભોગ બનશે. એવી ભીતિ થતાં શોભાએ એક દિવસ પોતાની માને બધી હકીકત કહી દીધી. પોતાની સાથેનો સંપર્ક કે સંબંધ તોડી નાખી રાજેશની કોઈ વાત પર વિશ્વાસ ન કરવા સમજાવી લીધી."પણ તારું શું મારી દીકરી, તું આવાં માણસ સાથે કેમ જીવીશ? તારી દીકરીનું શું ભવિષ્ય?"મા બોલી."મા, મારું હવે કોઈ ભવિષ્ય મારું અંગત નથી. મારી નિયતિએ જે નક્કી કર્યું તે થયું, થઈ ગયું. મારી પાસે જીવવાનો આધાર મારી દીકરી છે. મા, ...Read More
એક ચાહત એક ઝનૂન - ભાગ 5
(આગળનાં ભાગમાં આપણે જોયું કે રાશિએ તમામ કેન્ડિડેટનાં ઈન્ટરવ્યુસ લઈ લીધા પછી છેલ્લે પ્રવેશને બોલાવ્યો. તેનો પણ ઈન્ટરવ્યુ લીધો. તે પ્રવેશને જ પસંદ કરવાની હતી. પાંચેય બહેનપણીઓ સાથે ફરવા જાય છે. જ્યાં તૃષાએ તેનો પહેલો પ્રેમ જાહેર કરવાની હોય છે. હવે આગળ..)પાંચે બહેનપણીઓ મજાક મસ્તી કરતી સોમનાથ પહોંચી. રસ્તામાં દરેક પોતપોતાની આખા અઠવાડિયામાં બનેલ ઘટનાઓ અને તે પરથી હસી મજાકનાં પટારા ખોલીને બેઠી હતી. તૃષા વારંવાર વિચારમાં ડૂબી જતી હતી. તે જોઈ રિયાએ પૂછ્યું, "શું વાત છે તુસી, તું કિસકે ખયાલોમેં યુ ખોઈ..ખોઈ..લગતી હૈ!" બીનીએ સૂર પૂરાવ્યો," પ્યાર હુઆ...ઇકરાર હુઆ...હૈ...પ્યાર સે ફિર ક્યોં ડરતા હૈ દિલ..."તો હેતાએ આગળ લંબાવ્યું," ...Read More
એક ચાહત એક ઝનૂન - ભાગ 6
(ગયાં ભાગમાં આપણે જોયું કે તૃષા પ્રવેશ પંડ્યાનાં પ્રેમમાં ગળાડૂબ છે. રાશિ આ વાતથી નાખુશ થઈ જાય છે. બીજી રાજેશ ઘરમાં સેક્રેટરીને સાથે લઈ આવે છે અને શોભાને થપ્પડ મારતા તે અથડાયને નીચે પડતાં માથા પર ફ્લાવરવાઝ પડે છે. હવે આગળ..)રાશિનાં મોઢામાંથી માની માથામાંથી લોહીની ધાર થયેલ દશા જોઈ એક ચીસ નીકળી જાય છે. "મા....!"ને પલંગમાંથી સફાળી બેઠી થઈ ગઈ રાશિ. શ્વાસની ગતિ એટલી તેજ ચાલતી હતી કે તેનાં ધબકારા માપવા અશક્ય હતાં. રાશિનાં કપાળ પરથી એસી. બેડરૂમમાં પણ પ્રસ્વેદ બિંદુઓ ટપકી રહ્યાં. કોઈ તેનાં ફેફ્સાને દબાવી રહ્યું હોય તેવી અવદશામાં તે હતી.દસ વર્ષ પહેલાં માને એ દશામાં જોઈ ...Read More
એક ચાહત એક ઝનૂન - ભાગ 7
(આગળનાં ભાગમાં વાર્તાની શરૂઆતથી વર્ણવેલો રાશિનાં બાળપણનો ભૂતકાળ પૂર્ણ થાય છે. કઈ રીતે રાશિનું બાળ માનસ ઘડાયું હતું તેનો અને આજે રાશિ શું છે? કેવી રીતે છે? તે જોયું. હવે આગળ..) એમ.બી.એ. કરવા મુંબઈ આવી ત્યારે રાશિને એમ થતું હતું કે સમયને પકડી રાખું. હવે વેકેશન પૂરું થશે પછી ઘરેથી ફરી દૂર હોસ્ટેલ જવા મળશે તેવી કોઈ શક્યતા ન હતી. તેમજ જેનાં તરફ માત્ર નફરત હતી એવાં બાપ સાથે રહેવું પડશે એ વિચારે તેને ગુંગળામણ થતી. તે અતડી અને બેરુખ બનીને ફર્યાં કરતી. એ દરમિયાન તે સૌ પ્રથમ તૃષાનાં પરિચયમાં આવી. બે દિવસ સખત તાવમાં હતી ત્યારે તૃષાએ તેની ...Read More
એક ચાહત એક ઝનૂન - ભાગ 8
રાશિ આચાર્યએ પ્રવેશ પંડ્યાની કુંડળી કઢાવી લીધી. તેણે ઇરાદાપૂર્વક એનાં માટે જ પોસ્ટ ઊભી કરી. તેને ખબર હતી કે કારકિર્દી બનાવવી છે, જો તેને આચાર્ય પ્લાસ્ટોમાં રાશિ આચાર્યનાં પી.એ.ની પોસ્ટ ઑફર થશે તો તે નકારશે નહીં. રાશિને પ્રવેશમાં કોઈ રસ ન હતો. તેને તો બસ તૃષાની સામે તેને છતો કરવો હતો. અરે રાશિને તે દરેક પુરુષને હરાવવો હતો, જેનામાં રાજેશ વસતો હોય. પ્રવેશને મેઇલ મળી ગયો. તેણે નક્કી કર્યું કે જ્યારે પહેલી સેલેરી આવશે ત્યારે હું સરસ રિંગ ગિફ્ટ કરી તૃષાને સરપ્રાઇઝ આપીશ. ત્યાં સુધી જૉબ વિષે કશું શેર નહીં કરું.પહેલાં દિવસે જ ઓફિસમાં પ્રવેશ સમયસર પહોંચી ગયો. રાશિએ ...Read More
એક ચાહત એક ઝનૂન - ભાગ 9
"હેલ્લો ડિયર તુસી, હાવ આર યુ યાર કેટલા વખતથી ફોન નથી કરતી! શું એટલી બધી બીઝી થઈ ગઈ છો મિસ્ટર પ્રવેશ પંડ્યા માં? તૃષાનો કૉલ ઉપાડી આટલું બોલીને પછી વાતને જાણી જોઈને રાશિએ અધૂરી મૂકી દીધી. તૃષાએ જરા ગંભીર અવાજે કહ્યું," ના, એવું નથી. એક્ચ્યુલી મેં તને એટલે કોલ કર્યો છે કે હું તારી સાથે એક વાત શેર કરવા માગું છું. રાશિ હું બે દિવસ પછી આ શહેર છોડીને જઈ રહી છું."વૉટ...વ્હાય...?!"ડેડની સડનલી ટ્રાન્સફર થઈ ગઈ છે. બટ મેટર એ છે કે મારે આ વાત..... આઈ મીન આ વાત પ્રવેશને કરવા માટે કાલે ઘણા સમય પછી તેને મળવું છે. ...Read More
એક ચાહત એક ઝનૂન - ભાગ 10
રાશિએ વીસ મિનિટમાં આપણે મળીએ એવું કહ્યું એનો મતલબ એમ કે વીસ મિનિટમાં પ્રવેશને ત્યાં હાજર થવાનું જ હતું. રાશિ આચાર્ય હતી કે જેની દરેક વાત, વાત નહીં પરંતુ હુકમ હતો. પ્રવેશે ફટાફટ ચાદર ફગાવી અને બ્રશ કરી પોતાને અરીસામાં જોઈ સુસજ્જ કર્યો. નેવી બ્લુ નાઈટ ડ્રેસ અને શૂઝમાં ખૂબ વ્યવસ્થિત રીતે વાળ ઓળી હેન્ડસમ પ્રવેશ અરીસામાં જોઈ પોતાને જ ફ્લાઇંગ કિસ આપતો ત્યાંથી રવાના થયો. તેને માટે આ જોગિંગમાં મળવા આવવાનું ઇન્વિટેશન એટલે સફળતાને મળવા જવાનાં રસ્તા તરફનો એક કદમ હતો. જ્યારે રાશિ માટે આ એક પ્રવેશને ફસાવવાનું એક છટકું હતું. રાશિનો કૉલ મૂક્યાની બરાબર ઓગણીસમી મિનીટે પ્રવેશ ...Read More
એક ચાહત એક ઝનૂન - ભાગ 11
એક નવાં મોબાઇલમાં રાશિએ હસતાં-હસતાં નવું સીમકાર્ડ નાખીને પોતાના મોબાઈલમાંથી કેટલાંક ફોટા સેન્ડ કર્યાં. પ્રવેશ સાથે સવારે જોગિંગ દરમિયાન રોકેલા એક માણસ પાસેથી મેળવેલા તમામ ફોટા બીજા મોબાઇલમાં ટ્રાન્સફર કર્યા. તેને થયું કે આ ફોટા જોઈને બે ઘડી તો મને ખુદને પણ એમ થાય છે કે શું હું અને પ્રવેશ સાચે જ તો એકબીજાના પ્રેમી નથી ને? તો તૃષા જ્યારે આ ફોટા જોશે ત્યારે તેના મનમાં તો એવું જ થશે કે પ્રવેશ રાશિના પ્રેમમાં પડી ચૂક્યો છે. વળી અધુરામાં પૂરું પ્રવેશે તૃષાને પોતાને મળેલી જોબ વિશે પણ કશું કહ્યું નથી. તેથી એ રીતે પણ તૃષાના મનમાં શંકાનાં બીજ રોપાશે. ...Read More
એક ચાહત એક ઝનૂન - ભાગ 12
જોગિંગ માટે પછીથી કાયમ પ્રવેશને મળવું એ રાશિનો નિયમ બની ગયો. પ્રવેશ ચાહીને પણ રાશિને ટાળી ન શકતો. એ પણ ઓફિસ અવર દરમ્યાન રાશિનું ગમે ત્યારે આવી પડતું કહેણ પ્રવેશને તેની આસપાસ રહેવા મજબૂર કરી દેતું. ઘણા વખતથી તૃષા સાથે કોઈ વાતચીત ન થઈ હતી પણ પ્રવેશ એક તરફ રાશિનાં વિચિત્ર બદલાવથી કંઈક અંશે પરેશાન હતો. તે રાશિનાં પોતાના તરફના ઝુકાવની નોંધ લઈ રહ્યો હતો. તેને એ વિચારથી પણ પરેશાની થતી કે જો ખરેખર રાશિ સાથે પોતાના પ્રત્યે આકર્ષાય હોય તો પણ પ્રવેશની મુસીબત વધવાની છે, અને જો રાશિ કોઈ કારણથી એટલે કે કોઈ ખાસ કારણથી આ વર્તન કરી ...Read More
એક ચાહત એક ઝનૂન - ભાગ 13
વિશ્વ અને રાશિ વાતોમાં વ્યસ્ત બન્યાં. પહેલા એકબીજા સાથે પોતપોતાની ઔપચારિક વાતો ચાલુ રાખી પછી આચાર્ય પ્લાસ્ટોની હાલની પરિસ્થિતિ ભવિષ્યના વિકાસ વિશેના રાશિના વિચારો વિશ્વ પાસે જાહેર કર્યાં. આગળ ઉપર આચાર્ય પ્લાસ્ટોની અન્ય શહેરમાં પણ બ્રાન્ચ અને ફેક્ટરીનાં ડેવલપમેન્ટ માટે કેટલીય ચર્ચા વિચારણાઓ બંને વચ્ચે થઈ. ધંધાકીય બાબતોની વિશ્વની સુઝ જોઈ રાશિ તેનાથી ખાસ્સી પ્રભાવિત થઈ ગઈ. વળી વિશ્વ તો આ બ્યુટી વિથ બ્રેઇનનાં પ્રભાવમાં ફક્ત તસવીર જોઈને જ હતો અને હવે તો તેણે નક્કી કર્યું કે જો લગ્ન કરીશ તો રાશિ સાથે! બાકી બીજી કોઈ સ્ત્રી હવે વિશ્વનાં મનોવિશ્વમાં પ્રવેશ નહીં કરી શકે. વિશ્વએ એ પણ નોંધ્યું કે ...Read More
એક ચાહત એક ઝનૂન - ભાગ 14
સતત ત્રણ દિવસ સુધી રાશિએ પ્રવેશ સાથે આવું નાટક ચાલુ રાખ્યું. સવારના ઓફિસ ચાલુ થાય ત્યાં જ થોડીવારમાં વિશ્વની થઈ જતી. ક્યારેક તો બંને સાથે જ ઓફિસે આવતાં અને પોતાનાં સ્વભાવથી વિરુદ્ધ રાશિ ઘણીવાર ઈરાદાપૂર્વક ઓફિસે અડધી કલાક મોડી પણ આવવા લાગી. ત્યાર પછી બંને કલાકો સુધી કેબિનમાં વ્યસ્ત રહેતાં. વિશ્વ તે દરમિયાન રાશિની વધુને વધુ નજીક આવવાની કોશિશ કરતો. જ્યારે રાશિ એક સલામત અંતર રાખીને વિશ્વને અવઢવમાં રાખતી. તો વળી આ તરફ પ્રવેશને ઉશ્કેરવાનો પૂરો પ્રયત્ન પણ કરતી. જાણી જોઈને પ્રવેશને અમુક સમયે કેબિનમાં બોલાવતી પણ ખરા અને મિત્રને બદલે માત્ર કર્મચારી હોય તેવું વર્તન કરી પ્રવેશને બાળવાનો ...Read More
એક ચાહત એક ઝનૂન - ભાગ 15
"બાયોપોલર ડિસઑર્ડર." ડો.જતીન વિશ્વને સમજાવી રહ્યાં હતાં. "આ એક એવી માનસિક સમસ્યા છે કે જેમાં માણસ બાળપણ અથવા તરુણાવસ્થામાં કોઈ અસામાન્ય ઘટના મન પર એટલી હાવી થઈ જાય છે કે તે આ બનાવને ભૂલી નથી શકતો. એ આ પરિસ્થિતિને જીવનભર પોતાની સાથે જોડી દે છે. જેને પરિણામે તે ક્યારેક તેને સંલગ્ન ઊભી થતી ઘટનાને પોતાની સાથે બનેલી વાત સાથે સરખાવીને દુઃખી થાય છે. એટલું જ નહીં તે દિશાશૂન્ય બનીને ગોલ નક્કી કરે છે. જેનાથી પોતાને કોઈ વ્યકિતગત ફાયદો ન થવાનો હોય તેવી વાતને લઈને તે પોતાની નકારાત્મક પ્રતિક્રિયા બતાવે છે. રાશિનાં કેસમાં પણ કંઈક આવું જ છે. તેની જિંદગીમાં ...Read More
એક ચાહત એક ઝનૂન - ભાગ 16 (અંતિમ)
"હેલ્લો પ્રવેશ, તું નીકળ્યો?" પ્રવેશે માત્ર હા કહી અને પોતે કઈ જગ્યાએ ઊભો છે તે રાશિને કહ્યું. રાશિએ તેને જ પિકઅપ કરી લેશે તેમ જણાવી ત્યાં જ ઉભવાનું કહ્યું. પ્રવેશે તરત જ વિશ્વને કોલ કરી પોતે નીકળતો હોવાનું જણાવ્યું. પોકેટમાં પેલો કાગળ મૂક્યો. પછી મનોમન પોતાનું અને તૃષાનું તથા રાશિનું જીવન પણ ડામાડોળ અવસ્થામાંથી બહાર નીકળી સ્થિર થઈ જાય તે માટે ભગવાનને પ્રાર્થના કરી. ત્યાર પછી રાશિની રાહ જોઈ ઊભો રહ્યો. એ વખતે તૃષા પણ હેતાની ઘરે શહેરમાં આવી ગયેલી અને એ ચારે રાબેતા મુજબ રાશિએ સૂચવેલા સમયે જ ત્યાં પહોંચવાની હતી. આ તરફ વિશ્વ પણ રાશિને એમ કહી ...Read More