મારી ડાયરી

(26)
  • 25.5k
  • 2
  • 10.8k

કેન્સર એટલે કેન્સલ નહિપ્રિય સખી ડાયરી,આજે હું તને મારા જ પરિવારના એક સદસ્યની વાત કરવા ઈચ્છું છું. આ વાત જ એવી છે કે, હું બીજા કોઈ વ્યક્તિને કહી શકતી નથી અને તું તો મારી જન્મોજનમની સખી છો એટલે હું તને આ વાત કહું છું અને આ વાત તું જેટલી ગુપ્ત રાખી શકીશ એટલી બીજું કોઈ થોડી રાખી શકવાના છે. તારાં પર મને પૂરેપૂરો ભરોસો છે માટે તને કહું છું.મારા લગ્નને લગભગ ત્રણ વર્ષ જેટલો સમય થઈ ગયો હતો. હું મારી સાસરીમાં સારી રીતે સેટ થઈ ગઈ હતી. મે પણ એ લોકોને મનથી અપનાવી લીધા હતાં અને હવે એ લોકોએ પણ

Full Novel

1

મારી ડાયરી - 1

કેન્સર એટલે કેન્સલ નહિપ્રિય સખી ડાયરી,આજે હું તને મારા જ પરિવારના એક સદસ્યની વાત કરવા ઈચ્છું છું. આ વાત એવી છે કે, હું બીજા કોઈ વ્યક્તિને કહી શકતી નથી અને તું તો મારી જન્મોજનમની સખી છો એટલે હું તને આ વાત કહું છું અને આ વાત તું જેટલી ગુપ્ત રાખી શકીશ એટલી બીજું કોઈ થોડી રાખી શકવાના છે. તારાં પર મને પૂરેપૂરો ભરોસો છે માટે તને કહું છું.મારા લગ્નને લગભગ ત્રણ વર્ષ જેટલો સમય થઈ ગયો હતો. હું મારી સાસરીમાં સારી રીતે સેટ થઈ ગઈ હતી. મે પણ એ લોકોને મનથી અપનાવી લીધા હતાં અને હવે એ લોકોએ પણ ...Read More

2

મારી ડાયરી - 2

કેન્સર સામેનો જંગ જીત્યો મારી પ્રિય સખી ડાયરી,આજે તો હું તને એક એવી સન્નારીની વાત કહેવાની છું કે, જેણે જેવી ગંભીર બીમારીને માત આપીને એની સામેનો જંગ જીત્યો છે. ખરેખર મારી દ્રષ્ટિએ તો એમણે નારી તું નારાયણી એ કહેવતને ખરાં અર્થમાં સાર્થક કરી છે.જામનગરની એમ.પી.શાહ મેડીકલ કોલેજમાં મને રીસર્ચ સાયન્ટીસ્ટ તરીકેની નોકરી મળી ગઈ હતી. નોકરીના પહેલા દિવસે હું ખૂબ જ ખુશ હતી. એક નવો અનુભવ લેવા માટે હું એકદમ સજ્જ થઈ ગઈ હતી. મને ત્યાંના Multidisciplinary research unit માં નોકરી મળી હતી કે, જેમાં અલગ અલગ વિભાગના ડોક્ટરોએ રિસર્ચ કરવાનું હોય છે. અને અમારે એમના રીસર્ચમાં એમને મદદ ...Read More

3

મારી ડાયરી - 3 - કલા

હજી હમણાં બે દિવસ પહેલાં જ ઘરનું સફાઈકામ કરતી વખતે અચાનક જ મારા હાથમાં એક પુસ્તક આવ્યું. એ પુસ્તકનું હતું સાવ એકલો દરિયો-મારી બારીએથી. અને એના લેખક હતા સ્વ. શ્રી સુરેશ દલાલ. એક લેખક સારું ત્યારે જ લખી શકે છે જ્યારે એ સારો વાંચક પણ હોય. અને આમ પણ વાંચન મારી પ્રિય ઈતર પ્રવૃત્તિ હતી એટલે મેં એ વાંચવાનું શરૂ કર્યું. કલાકારોના ઘરમાં મારો જન્મ થયો હતો અને એના કારણે બાળપણથી જ મને કલા પ્રત્યે ઊંડો પ્રેમ હતો અને એમાં પાછું આવું જ એક પુસ્તકનું મારા હાથમાં આવવું. મને તો ખૂબ જ મજા પડી ગઈ. કલા વિશેના આ પુસ્તકમાંથી ...Read More

4

મારી ડાયરી - 4 - નારી તું નારાયણી

આપણાં સમાજમાં કહેવાય છે કે, "નારી તું નારાયણી!" પણ વાસ્તવમાં શું એ નારાયણી છે? એને એનું સ્થાન મળ્યું છે દુનિયા આખી કહે છે તો એને નારાયણી પણ શું એને નારાયણીનું સ્થાન ક્યારેય આપ્યું છે ખરા? લગભગ એનો જવાબ છે ના. આજે અનેક ફિલ્મોમાં, સિરિયલોમાં નારીનું મહત્વ વધારે બતાવાય છે. પરંતુ શું વાસ્તવમાં એ છે ખરા? સ્ત્રી હંમેશા સહન જ કરતી આવી છે. કારણ કે તે સહન કરી શકવા માટે સક્ષમ છે. તેનામાં સહનશીલતાનો ગુણ છે. જમાનો ભલે ગમે તેટલો બદલાઈ ગયો હોય પણ એ તો આજે પણ સત્ય જ છે કે, આજ સુધી સ્ત્રી હંમેશા સહન કરતી આવી છે, ...Read More

5

મારી ડાયરી - 5 - નારી તું નારાયણી ના હારી

આજે ફરી એકવાર મારે એક એવી નારાયણીની વાત કરવી છે કે, જેની પાસેથી કુદરતે એનું બધું જ છીનવી લીધું છતાં પણ એ હિંમત નથી હારી અને આજે પણ એ એની લડાઈ ખૂબ જ હિંમતથી લડે છે. એવી એ વ્યક્તિ કે, જેને જોઈને મને પહેલો વિચાર એ જ આવ્યો કે, નારી તું નારાયણી.આજે મારે આપ સૌ ની સમક્ષ મારી એક ખાસ મિત્ર રાધાની મારે આજે વાત કરવી છે. હા, મારી એ મિત્ર રાધા મૂળ જૂનાગઢની રહેવાસી. હજુ તો એણે કોલેજ પૂરી જ કરી હતી અને ત્યાં જ એના માટે લગ્નનું માંગુ આવ્યું. બંને પરિવારો વચ્ચે મુલાકાતો થઈ અને બધાને બધું ...Read More

6

મારી ડાયરી - 6

મા તું નારાયણીઆજે ઘણાં સમય પછી ડાયરી લખવા બેઠી છું. ઘણાં સમયથી વિચારતી હતી કે, કોઈકને કોઈક દિવસ તો એના વિષે જરૂર લખીશ. પણ આજે તો આમ અચાનક જ મને એના વિશે લખવા માટેનો એ મોકો કુદરતે જાણે આપી જ દીધો છે. કોણ જાણે કઈ રીતે ઈશ્વર મારા મનની વાત કળી ગયો હશે! તો આ તક હું પણ શા માટે ગુમાવું? હું તો ઘણું ઘણું લખવા માંગુ છું પણ એના માટે શબ્દો તો પૂરાં પડવા જોઈએ ને? તને ખબર છે હું કોની વાત કરું છું?મા તે મા બીજા બધાં વગડાના વા જી હા! હું વાત કરું છું મારી મા ...Read More

7

મારી ડાયરી - 7

ઘડતરના વાદ વિવાદ પ્રિય સખી ડાયરી, તને પેલી વાર્તા યાદ છે? એક વખત વિવાહ કરવા બાબત ગણેશજી અને તેમના કાર્તિકેય વચ્ચે વિવાદ થયો. આથી બંને ભાઈ માતા-પિતા પાસે ગયા. માતા-પિતાએ કહ્યું, "અમારા માટે તો બંને પુત્રો એક સમાન છે. આથી અમે એવો નિર્ણય લીધો છે કે જે પુત્ર આખી પૃથ્વીની પ્રદક્ષિણા કરી પહેલો આવે તેનો વિવાહ પહેલો કરવો." આથી કાર્તિકેય પોતાના વાહન મોર ઉપર બેસી ઝડપથી પૃથ્વીની પ્રદક્ષિણા કરવા નીકળી પડ્યા, પરંતુ ગણેશજીએ ચતુરાઈ વાપરી. તેમણે માતા-પિતાને આસન પર બેસાડી તેમની પૂજા કરી અને તેમની સાત વાર પ્રદક્ષિણા કરી કહ્યું કે, કોઈ વ્યક્તિ માતા-પિતાનું પૂજન કરી તેમની પ્રદક્ષિણા કરે ...Read More

8

મારી ડાયરી - 8

મોબાઈલ મારો પ્રમેશ્વરમારી પ્રિય સખી, આજે તો તને મજા પડે એવી વાત કહું. આજે પણ રોજની જેમ જ મારા એલાર્મ વાગતાં જ સવાર પડી અને મેં મોબાઈલમાં એલાર્મ ઓફ કર્યુ પણ એ મોબાઈલને જોઈને મને જે વિચાર સ્ફુર્યો એ તને કહું. જાણવું છે તારે કે, એ વિચાર શો હતો? ચાલ ને હવે તને બહુ રાહ ન જોવડાવ્યા વિના કહી જ દઉં. તો સાંભળ! પહેલાંના જમાનામાં એક કહેવત હતી. પૈસો મારો પરમેશ્વર ને હું પૈસાનો દાસ. પણ આજે હવે આ જ કહેવતને મને કંઈક આવી રીતે કહેવી વધુ યોગ્ય લાગે છે કે, મોબાઈલ મારો પરમેશ્વર ને હું મોબાઈલનો દાસ. કેમ ...Read More