પાયાનું ઘડતર

(13)
  • 9.7k
  • 1
  • 4.3k

રાથમિક શાળામાં ભણતા બાળકો નાના હોય એટલે રમતીયાળ ઉંમર જ એવી હોય જ્યારે રમવાનો સમય મળે એટલે દોડાદોડી તેમની ચાલું જ હોય. નાના ગામડાની શાળાની વાત છે. કારણ મોટા શહેરોમાં તો બાળકોને માટે રમતગમતના મેદાનો ખોવાઇ ગયા છે. શાળામાં હવે મધ્યાહન ભોજનની વ્યવસ્થા પણ ઉપલબ્ધ થવા લાગી છે. આ સમયની રાહ જોતાં બેઠેલા બાળકો જેવો બેલ પડ્યો નથી કે દોડાદોડ કરીને જે તે નકકી કરવામાં આવેલ જગ્યાએ પહોંચવા જઇ રહ્યાં હતાં. જતીનસર, જેઓ સમાજવિદ્યા-વિજ્ઞાનના શિક્ષક જે થોડા સમય પહેલા શાળામાં નવા નવા હાજર થયેલ હતાં, શાળાનું આ પ્રમાણેનું વાતાવરણ તેમને અનુકૂળ આવતું ન હતું. આજે તેમણે બાળકો માટેનું જે ભોજન હતું કે જોઇને ચકિત થઇ ગયા હતાં. જમવામાં જે દાળ હતી જે બીલકુલ પીળા રંગનું પાણી જાણે, શાકની જગ્યાએ બાફેલા ચણા અને ભાત હતાં તે પણ બીલકુલ ઢીલા. બાળકો કેવી રીતે ખાઇ શકે તેમના ગળે ઉતરી કેવી રીતે શકે ?

1

પાયાનું ઘડતર - 1

પાયાનું ઘડતર પ્રાથમિક શાળામાં ભણતા બાળકો નાના હોય એટલે રમતીયાળ ઉંમર જ એવી હોય જ્યારે રમવાનો સમય મળે એટલે તેમની ચાલું જ હોય. નાના ગામડાની શાળાની વાત છે. કારણ મોટા શહેરોમાં તો બાળકોને માટે રમતગમતના મેદાનો ખોવાઇ ગયા છે. શાળામાં હવે મધ્યાહન ભોજનની વ્યવસ્થા પણ ઉપલબ્ધ થવા લાગી છે. આ સમયની રાહ જોતાં બેઠેલા બાળકો જેવો બેલ પડ્યો નથી કે દોડાદોડ કરીને જે તે નકકી કરવામાં આવેલ જગ્યાએ પહોંચવા જઇ રહ્યાં હતાં. જતીનસર, જેઓ સમાજવિદ્યા-વિજ્ઞાનના શિક્ષક જે થોડા સમય પહેલા શાળામાં નવા નવા હાજર થયેલ હતાં, શાળાનું આ પ્રમાણેનું વાતાવરણ તેમને અનુકૂળ આવતું ન હતું. આજે તેમણે બાળકો માટેનું ...Read More

2

પાયાનું ઘડતર - 2

પાયાનું ઘડતર-૨ (‘‘મહેસાણીયા સર, એ બધી વાત તો બરાબર, પણ જ્યારે આચાર્યા મેડમને આ બધી વાત ખબર પડશે તો…..?) સરની વાત પુરી થાય તે પહેલાં જ વૈદહી મેડમ વચ્ચે ટપક્યાં, ‘‘અરે સર છોડો આચાર્યા મેડમની વાતો. તેમને આ બધી વાતમાં કોઇ ફર્ક પડતો નથી કે આપણે શું કરીએ ના કરીએ. તેમના હાથમાં દર માસે પાંચ-દસ લીલી નોટો આપી આવવાની બસ વાત પુરી. આમ કે પણ ક્યાં દૂધથી ધોયેલાં છે, કે આપણને કાંઇ કહી શકશે.” તે સમયે મહેસાણીયા સર બોલ્યા, ‘‘લાગે છે કે આ જતીનકુમારને આચાર્યા મેડમની વાતની ખબર જ નથી ?” જતીન સર, બધાની સામે એકી નજરે જોતાં બોલ્યાં, ...Read More

3

પાયાનું ઘડતર - 3

પાયાનું ઘડતર-૩ (‘‘નંદીની મેડમની વાતો ચોરે ને ચૌટે જગજાહેર થતાં તેમના પતિએ પણ તેમની તેમના જીવનમાંથી બાદબાકી કરેલ હતી.) મેડમ હવે આપણા એજ્યુકેશન મંત્રીના નજીકમાં છે. તેમને માટે એક ઘરેથી બાદબાકી કરવામાં આવી, એકે પત્નિના ડરથી સાથ છોડ્યો તો શું થયું. તમને ખબર નહીં હોય જતીનજી, એક નહીં તો, બીજાં,” મહેસાણીયાજી એ તંબાકુના મસાલાની પડીકીમાંથી ચપટી ભરતાં બોલ્યાં. મહેસાણીયાની વાત હજી પુરી નહોતી થઇ, ‘‘શિક્ષણ પ્રધાન જે, અવારનવાર શાળાની મુલાકાત લેવા આવતાં રહે છે, મેડમે હવે તેમને પણ પોતાના વશમાં કરેલ છે. તેમની સાથે પણ નંદીની મેડમના સંબંધો ગાઢ થતાં ગયા છે. જુઓ, એક મામુલી નાની શાળાની શિક્ષિકા આજે ...Read More

4

પાયાનું ઘડતર - 4 - છેલ્લો ભાગ

પાયાનું ઘડતર-૪ (જે વાત બાળકોને શિક્ષકોએ પહેલીથી આચાર્યા મેડમની સુચના મુજબ સમજાવી રાખેલ હતી. )‘‘તમે શિક્ષક મિત્રો તમારે કાંઈ છે ?” ઇન્સ્પેક્ટર સાહેબે શિક્ષકોને પણ સવાલ કર્યો. ‘‘ના સાહેબશ્રી, અમારે પણ કાંઇ તકલીફ નથી કે કાંઇ રજૂઆત નથી બધા શિક્ષકોએ પણ એકસાથે હાથ ઉંચો કરી પ્રત્યુતર આપ્યો. પણ તેજ સમયે જતીન સર, મનમાં ગૂંચવાઇ રહેલ હતાં જે વિચારતા હતાં કે આજે નહીં તો ફરી ક્યારેય આ ઇન્સ્પેક્ટર આવશે તેમ વિચારીને હાથ ઉંચો કર્યો મારે કાંઈ કહેવું છે.” જતીન સરની રજૂઆત સાંભળી આચાર્યા મેડમ સહીત બધાની આંખો જતીન સર તરફ પહોંચી ગઇ હતી. આને વળી આવે બે દિવસ થયા નથી ...Read More