ઋણાનુબંધ

(221)
  • 39.4k
  • 23
  • 22.8k

ટ્રિન..... ટ્રિન..... “મન્ડે મોર્નિંગ” અખબારની ઓફિસના લેન્ડલાઈન ફોન પર રીંગ વાગી રહી હતી. મેં આજુ બાજુ નજર ફેરવી, લંચ ટાઈમ હોવાથી બધા બહાર નિકળી ગયા હતાં એટલે મેં રીસીવર ઉપાડયું. “હેલ્લો...” “હેલો... મંડે મોર્નિંગ??” સામેથી એકદમ ધીમો... કાનમાં ફૂસફૂસ કરતો હોય તેવો પણ થોડો ગભરાટ ભર્યો અવાજ આવ્યો. “જી હાં! પણ તમારો અવાજ ધીમો આવે છે જરા જોરથી બોલશો પ્લિઝ?“ તમે કોણ બોલો છો? એણે ધીમા અવાજમાં જ પુછ્યું. “હું મંડે મોર્નિંગની ચિફ ક્રાઈમ રિપોર્ટર અવની ભાટિયા.. તમે કોણ?” “મેડમ તમારુ જ કામ હતું મારી વાત સાંભળો... મારી પાસે સમય ઓછો છે.” પછી એ છેડેથી ત્રણ ચાર મિનિટ

Full Novel

1

ઋણાનુબંધ - ભાગ-1

ઋણાનુબંધ ભાગ (૧)ટ્રિન..... ટ્રિન..... “મન્ડે મોર્નિંગ” અખબારની ઓફિસના લેન્ડલાઈન ફોન પર રીંગ વાગી રહી હતી. મેં આજુ બાજુ નજર લંચ ટાઈમ હોવાથી બધા બહાર નિકળી ગયા હતાં એટલે મેં રીસીવર ઉપાડયું. “હેલ્લો...” “હેલો... મંડે મોર્નિંગ??” સામેથી એકદમ ધીમો... કાનમાં ફૂસફૂસ કરતો હોય તેવો પણ થોડો ગભરાટ ભર્યો અવાજ આવ્યો. “જી હાં! પણ તમારો અવાજ ધીમો આવે છે જરા જોરથી બોલશો પ્લિઝ?“ તમે કોણ બોલો છો? એણે ધીમા અવાજમાં જ પુછ્યું. “હું મંડે મોર્નિંગની ચિફ ક્રાઈમ રિપોર્ટર અવની ભાટિયા.. તમે કોણ?” “મેડમ તમારુ જ કામ હતું મારી વાત સાંભળો... મારી પાસે સમય ઓછો છે.” પછી એ છેડેથી ત્રણ ચાર મિનિટ ...Read More

2

ઋણાનુબંધ - ભાગ-2

ઋણાનુબંધ - ભાગ ૨ ધીરેથી દરવાજો ખોલ્યો. થડકતા હૈયે ધીમે પગલે હું અંદર આવી. અંદર એકદમ અંધારું હતું. સાવચેતીથી ડગલાં આગળ વધી. આકાશને સાદ પાડવા ગઈ ત્યાં પાછળથી કોઈએતો મને પકડી અને મારા મોઢેથી ચીસ નીકળી ગઈ. આકાશ ખડખડાટ હસતો સામે આવ્યો. હું સખત ગભરાયેલી હતી. આકાશને સામે જોઈને હું એને વળગી ગઈ. “તું ઠીક તો છે ને? તને કંઇ થયું નથી ને? ક્યાં છે ચિઠ્ઠી? શું લખ્યું છે એમા? કોનું નામ છે? છોડીશ નહી હું કોઇને…” મારી આંખોમાંથી અંગારા વરસી રહ્યાં હતાં.. આકાશ મારી પીઠ પસવારતાં બોલ્યો “શાંત મારી જાંસીની રાણી…. શાંત… કંઇ નથી થયું મને આ તો ...Read More

3

ઋણાનુબંધ - ભાગ-3

ઋણાનુબંધ ભાગ ૩ વહેલી સવારે મારી આંખ ખૂલી. દિલો દિમાગ પર હજુ ગઈકાલ રાતની પ્રણયક્રિડાનો આછેરો નશો છવાયેલો હતો. મરડીને હું બેઠી થઈ. આકાશ વહેલી સવારની ગુલાબી નીંદર માણી રહ્યો હતો. એના ચહેરા પરથી પરાણે વ્હાલુ લાગે એવું ભોળપણ નીતરી રહ્યું હતું. મેં એના ગાલ પર હળવેકથી પપ્પી કરી. ઉંઘમાં પણ એના હોઠ પર સ્માઈલ આવી ગઈ. હું ઉભી થઇ બાથરૂમમાં ગઈ. નિત્યક્રમ પતાવી કિચનમાં જઈ બે કપ ચા બનાવી. ચા ના કપ લઇને આકાશને ઉઠાડવા બેડરૂમમાં આવી. આકાશ અત્યારે ઉંધો સૂતો હતો. એક પગ સીધો અને બીજો પગ ઘૂંટણ પાસેથી વાળેલો હતો. એક હાથ તકિયાની નીચે આવે એમ ...Read More

4

ઋણાનુબંધ - ભાગ-4

ઋણાનુબંધ ભાગ ૪ હું ઘરે પહોંચી. હજુ પણ પ્રિયાનાં એ શબ્દો મારા મનમાં પડઘાઇ રહ્યા હતા “બની શકે કે મમ્મી સાથે જે બન્યું તેની બીજી બાજુ પણ હોય” ખરેખર હશે બીજી બાજુ? પણ જેના લગ્ન થઈ ગયા હોય, ખોળામાં એક છોકરી રમતી હોય છતાં એ બાઈએ લગ્નબાહ્ય સંબંધ બાંધ્યા હોય એની વાતની બીજી બાજુ હોય તો પણ શું એવડી મોટી હશે કે હું એને માફ કરી શકું? શું એક બાળકનું બાળપણ છીનવી લેવા કરતા પણ એની મજબૂરી મોટી હોય શકે? નહીં! એ નિષ્ઠુર સ્ત્રીની બાજુ એટલી તો મોટી ન હોય શકે કે હું એને માફ કરી દઉ. હું બેડમાં ...Read More

5

ઋણાનુબંધ - ભાગ-5

ઋણાનુબંધ ભાગ - ૫ટેક્સી ગામ બહાર નીકળી ત્યારે મેં પ્રિયાને ફોન લગાવ્યો. પ્રિયાનો ફોન સ્વીચ ઓફ આવી રહ્યો હતો. ફઈ પર પણ મને ખૂબ ગુસ્સો આવી રહ્યો હતો. મન ઊતરી ગયું એના પરથી. એક સ્ત્રી થઈને સ્ત્રીને ન સમજી શકી? મેં આકાશને ફોન લગાવ્યો અને બધી વાત કરી. ખૂબ ધ્યાનપૂર્વક એણે આખી વાત સાંભળી. “આપણે પણ કેટલા જલ્દી કોઈની નબળી વાત માની લેતાં હોઈએ છીએ, સામેવાળી વ્યક્તિની બાજુ સાંભળ્યા વગર દોષિત ઠેરવી દઈએ છીએ. હકીકતમાં દોષ આપણાં દ્રષ્ટિકોણનો હોય છે” આકાશની વાત મારા ગળે ઊતરી. “આકાશ મારે મમ્મીનો ફોટો જોઈએ છે, ફઈના ઘરેથી મળી જશે કદાચ” “તું એકલી નહીં ...Read More

6

ઋણાનુબંધ - ભાગ-6

ઋણાનુબંધ ભાગ ૬પ્રિયાનો હેમંત રાજવંશ સાથેનો ફોટો જોઈને આધાતની મારી હું રીતસરની હેબતાઈ ગઈ હતી. તેનો મોભો, એ ઠાઠમાઠ શ્રીમંતાઈ હવે સમજમાં આવી રહી હતી. પણ મને એ સમજાતું નહોતું કે એણે આ બધું મારાથી છુપાવ્યુ શું કામ હશે? અને પ્રિયા જેવી યંગ સૌંદર્યવાન તરૂણીએ એમનાથી ઉંમરમાં આટલા મોટા વ્યક્તિ સાથે લગ્ન શા માટે કર્યા હશે? પૈસા માટે? નહીં મને એવું નહોતુ લાગતું. હું પ્રિયાને બચપણથી ઓળખુ છું અને છેલ્લે જે દસ પંદર દિવસની મુલાકાતો થઇ ત્યારે પણ મને પ્રિયામાં એવુ કાંઇ ન લાગ્યું કે એ પૈસા ખાતર રાજવંશને પરણી હોય. તો શું એને હેમંત રાજવંશ સાથે પ્રેમ થઈ ...Read More

7

ઋણાનુબંધ - ભાગ-7

ઋણાનુબંધ ભાગ ૭ સામેનું દ્રશ્ય જોઈને મારુ દિમાગ સૂન્ન થઈ ગયું હતું. હાથપગ પાણી પાણી થઇ રહ્યાં હતાં. હૃદયના વધી ગયાં હતાં. એક પત્રકાર તરીકે આવા દ્રશ્યો જોવા અમારા માટે સામાન્ય હોય છે. ફરક એ હોય છે કે એ દ્રશ્યો કે ઘટનાઓ અમારા સાથે સીધી રીતે સંકળાયેલી નથી હોતી. અમારે ફક્ત રિપોર્ટિંગ કરવાનુ હોય છે. બની ગયેલી ઘટનાની જાણકારી અમને પહેલેથી હોય છે એટલે અમે માનસિક રીતે તૈયાર હોઇએ. જ્યારે અહીં ઉલટું હતું. આ ઘટનાનો સીધો સંબંધ મારી સાથે હતો. મેં પોતાની જાતને સંભાળી પોલીસને ફોન કર્યો. પોલીસ આવતાં સ્ટેટમેન્ટ લખાવી હું અને વિરાટ ત્યાંથી નીકળ્યા. હજુ એ દ્રશ્ય ...Read More

8

ઋણાનુબંધ - ભાગ-8

ઋણાનુબંધ ભાગ ૮ જે નંબર પરથી મને મેસેજ આવ્યો હતો એ નંબર પર મેં કોલબેક કર્યો પણ એ ફોન ઓફ થઈ ગયો હતો. મને લાગ્યું કે એ નંબરનો ઉપયોગ કદાચ મને મેસેજ મોકલવા માટે જ કરવામાં આવ્યો હશે. એ ભલે કંઇ પણ હોય બાકી ઓડિયો ક્લિપમાં જે વાતચીત હતી એ મોટો પુરાવો સાબિત થાય તેમ હતી. મને યાદ આવ્યું, એ દિવસે ઓફિસની લેન્ડલાઇન પર જે નનામો ફોન આવ્યો હતો એ આના અનુસંધાનમાં જ હતો. મેં બે ત્રણ વખત એ ક્લિપ ધ્યાનથી સાંભળી. હવે એક એક પગલું ખૂબ સમજી વિચારીને ભરવાનુ હતું. સૌ પ્રથમ તો આ ક્લિપની સત્યતા ચકાસવાની હતી. ...Read More

9

ઋણાનુબંધ - ભાગ-9

ઋણાનુબંધ ભાગ - ૯. છેવટે અમારો મેળાપ થવાનો હતો. છેલ્લે અમે મળ્યા એને આઠેક મહિના થઈ ગયા હતા પણ સાથે ગાળેલી પત્યેક પળ વહેલી સવારની ઝાંકળની જેમ તાજી હતી. ઉપરથી શાંત દેખાતી પ્રિયા અંતરનાં પેટાળમાં ઘણુ ધરબીને બેઠી હતી. તેના મોહક સ્મિત સાથે વિરોધાભાસ સર્જતી ગંભીર કોરી કથ્થઈ આંખો મારી નજર સમક્ષ તરવરી ઉઠી. એ છોકરીને લીધે જ તો મારી માં મને મળી હતી. મારે એને ગળે મળવું હતું, બથ ભરીને રડવું હતું. આભાર માનવો હતો એનો. આ આઠેક મહિનામાં ઘણુ બધુ બની ગયું હતું. આ બધામાં એ ક્યાં હતી? એની સાથે શું થયું હતું? એ કયાં ચાલી ગઈ ...Read More

10

ઋણાનુબંધ - ભાગ-10 - અંતિમ ભાગ

ઋણાનુબંધ ભાગ -૧૦ અંતિમ ભાગ:. હોસ્પિટલના બેડ પર બેઠેલી પ્રિયા એની આપવીતી કહી રહી હતી. હું અને આકાશ સાંભળી “મારી બચતના બધા પૈસા હોસ્પિટલમાં ભર્યા એમાથી ફક્ત બે દિવસનું હોસ્પિટલનું બીલ ચૂકવી શકાયું. પપ્પા બે મહિના હોસ્પિટલમાં રહ્યા. બધો ખર્ચ મિ. રાજવંશે જ ચુકવ્યો. ખૂબ મદદ કરી એમણે. પપ્પાને સારૂ ન થયું હોસ્પિટલમાંજ દમ તોડ્યો. મિ. રાજવંશે કરેલી આર્થિક મદદને લીધે હું એના અહેસાન નીચે દબાઈ ગઈ. હું હવે નોકરી છોડી શકું તેમ નહોતી. મેં મમ્મીને પણ પુના બોલાવી લીધી.” “થોડા દિવસો પછી ફરીથી એમણે લગ્નનો પ્રસ્તાવ મૂક્યો. એના અહેસાનના ભાર નીચે આ વખતે એને ના પાડવી મુશ્કેલ હતી. ...Read More