જાદુઈ ડબ્બી

(47)
  • 32.7k
  • 4
  • 15.5k

જાદુઈ ડબ્બી નામથી જ તમારા મનમાં વિચાર આવી જાય કે આ વાર્તા જાદુઈ હશે. હા મિત્રો આ વાર્તા જાદુઈ જ છે. જેમાં સૃષ્ટિના નિયમ પ્રમાણે ઇશ્વર જેને વધુ દુઃખ આપે છે, તેને જ વધુ સુખ આપે છે. એવી જ એક બાળકી જેના જન્મતાની સાથે દુઃખ પણ ભાગ લેવા આવી જાય છે અને આવતા જ તે સૌ પ્રથમ તેના સુખની ચાવી અને દુઃખની સામે ઢાલ બનીને અડગ રેહનારી તેની માતાને ગળી જાય છે. માતાના દુઃખદ અવસાન બાદ તેના ઘરે દુઃખ નવીમાંતાના રૂપમાં આવે છે. જે એ બાળકીના જીવનને દુઃખોથી ભરી દે છે. પરંતુ જે થતું હોય તે સારા માટે જ થાય છે. એ વાત હું ને તમે બધા જાણીએ જ છીએ અને એજ દુઃખોમાંથી એક મુશ્કેલીમાં ફસાયેલા વૃદ્ધ જાદુઈ સાપની મદદ કરતાની સાથે જ બાળકીના જીવનમાં સુખ “જાદુઈ ડબ્બીના” રૂપમાં આવે છે. જાદુઈ ડબ્બી કંઈ રીતે મળી અને તે ડબ્બીનો જાદૂ શું છે તે જાણવા માટે વાંચો જાદુઈ ડબ્બી.

Full Novel

1

જાદુઈ ડબ્બી - પ્રસ્તાવના

જાદુઈ ડબ્બીલેખકયુવરાજસિંહ જાદવઆભાર• પુસ્તકને સુંદર કવર આપનાર તેમજ વાર્તામાં રહેલી ભૂલો સુધારવા બદલ નિશાબા પરમારનો આભાર.• જેમને મને લખવાની આપી છે. એબધાનો આભાર.• વાર્તા વાંચનારનો આભાર.“તમારું જીવન એક વાર્તા છે અને તે વાર્તાના નાયક તમે પોતેજ છો.”લેખક પરિચયમિત્રો, હું યુવરાજસિંહ જાદવ. સુરેન્દ્રનગર જીલ્લાના વસ્તડી ગામનો રેહવાસી. બી. એ. (બેચરલ ઓફ આર્ટ્સ) કરીને આગળ એમ. એ. (માસ્ટર ઇન આર્ટ્સ) નો અભ્યાસ કરી રહ્યો છું. ભણતાંની સાથે મારા અંદર રહેલી સર્જન વૃત્તિ પણ બહાર આવી ગઈ છે. જેમાં હું સૌ પ્રથમ પ્રતિલીપનો આભાર માનું છું. કેમકે, આ એ સ્ટેજ છે. જ્યાં મને મારા અંદર રહેલી લેખનકલાને બહાર લાવવાની તક મળી છે. ...Read More

2

જાદુઈ ડબ્બી - પ્રકરણ 1

ચોમાસાની રાતમાં વીજળી અને વરસાદના સાથમાં એક ગરીબ પ્રજાપતિને ત્યાં દિકરીનો જન્મ થયો. દિકરીના જન્મતાની સાથે જ તેની માતા પામી. એક તો દિકરી એમાંય માતાનું મૃત્યુ ! ગરીબ પ્રજાપતિ અને પાડોશી લોકો દુઃખી થયા. લોકોમાં ચર્ચા પણ થવા લાગી હતી કે, જે દિકરી જન્મતાની સાથે તેની માંને ગળી ગઈ હોય એ જીવનમાં .મુશ્કેલી સિવાય બીજું કંઈ ન આપે. તેમ છતાં તે કુંભાર પ્રજાપતિ તેનો બાપ હતો એટલે લોકોની વાતો સાંભળી તો લીધી. પરંતુ તેની દીકરીને દૂધ પીતી તો ન જ કરવા દીધી. લોકોનો અભીપ્રાય હતો કે, ‘એકલી દિકરીને સાચવવા કરતા તેને મારીને બીજા લગ્ન કરી લેવાં જોઈએ.’ પરંતુ તેને ...Read More

3

જાદુઈ ડબ્બી - પ્રકરણ 2

ભાગ 1માં છેલ્લે તમે જોયું કે, કુંભારની નવી પત્નીએ એક કાણી બાળકીને જન્મ આપ્યો અને કુંભારથી ચિડાયેલી તેની પત્ની તેની પુત્રીને રાણી બનાવવાની વાત કરી હતી. હવે આગળ શું થયું તે જોઈએ ભાગ 2માં.************************હવે, ધીમે ધીમે સમય જતો ગયો અને તેમ તેમ બંને દિકરી મોટી થવા લાગી. જેમ જેમ વૈદેહી મોટી થતી ગઈ તેમ તેમ તેની નિષ્ઠુર માતા તેને વધું હેરાન કરવા લાગી. એક તો પારકી દિકરી અને એમાં પણ કાણી કરતા સારી અને સુંદર લાગતી. જેની બળતરામાં તેની નવી માં તેને આખો દિવસ તડકામાં કામ કરાવતી. વૈદેહીને કોઈ પણ તેહવારમાં નવા કપડાં મળતા નહીં. જ્યારે કાણીને તેનીમાં રાજકુંવરી ...Read More

4

જાદુઈ ડબ્બી - પ્રકરણ 3

ભાગ 2માં તમે જોયું કે, સાપની પાછળ પડેલાં મદારીથી સાપને બચાવવા વૈદેહીએ સાપને પોતાના વાળમાં વીંટળાઈ જવા કહ્યું.હવે, આગળ થયું તે જોઈએ ભાગ 3માં.************************ સાપને તેની યોજના ગમી અને તેની પાસે આગળ વધ્યો અને સાવ નજીક આવી પાછો અટકયો અને બોલ્યો, “પણ દિકરી! મારો વજન વધારે છે. તારું માથું સ જોહન કરી શકશે?” વૈદેહી ઘણા સમયથી લાંબા વાળનો વજન ઉપાડીને હવે ટેવાઈ ગઇ હતી. એટલે કંઇ ન બોલતાં ખાલી હસીને નીચે બેસી ગઈ અને સાપને તેના વાળ ઉપર ચડી જવા કહે છે. સાપને અત્યારે પાછળ આવી રહેલાં મદારીનો ડર હતો એટલે તે પણ ઝડપથી ચડી જાય છે. સાપ ધીમે-ધીમે ...Read More

5

જાદુઈ ડબ્બી - પ્રકરણ 4

ભાગ 3માં સાપને બચાવવા બદલ વૈદેહિને જાદુઈ ડબ્બી સાપે આપી. આ જાદુઈ ડબ્બી આગળ તેને કેટલી મદદ રૂપ થશે. જોઈએ ભાગ 4માં. ************************ હવે વૈદેહીને ગધેડાં ચારાવવામાં મજા આવવા લાગી હતી. રોજ સવારે વહેલા ઊઠીને ઘરનું કામ પૂરું કરી ગધેડાં ચરાવવા નીકળી જતી. કપડાં તો સારા મળતા નહીં પરંતુ તેમ છતાં તે ખુશ રહેતી. સવારે ગધેડાં લઈને નીકળી જાય અને બપોર પડે એ પહેલાં તો એક ડબ્બી ખોલીને તળાવના કિનારે બે મોટા લીમડા નીચે બેસી જતી અને પછી સારું - સારું ખાવાનું બીજી ડબ્બી પાસે માંગતી. ક્યારેક તે તેના ગધેડાં માટે પણ સારો ઘાસ ચારો માંગતી. આવી સુખ શાંતિના ...Read More

6

જાદુઈ ડબ્બી - પ્રકરણ 5

ભાગ 4માં રોજ રોજ ગધેડા અને જંગલમાં તડકો ખાઈને થાકેલી કાણીએ તેની માતાને ના પાડી. ઈર્ષ્યાળુમાંને આ વાત ગમી નઇ પરંતુ તેને એટલી તો ખબર પડી કે વૈદેહીને કંઈ બીજું મળ્યું નથી. એટલે તેને કાણીને ઘરે રેહવા દીધી અને વૈદેહીને જંગલમાં રોજે ગધેડા ચરાવવા મોકલી દેતી. હવે વૈદેહી સાથે આગળ શું થયું તે જોઈએ ભાગ 5માં. ************************ હવે ફરી વૈદેહી એકલી જવા લાગી અને થોડાક સમયમાં જ તે ખાઈ પીને તેનાં શરીરનો બાંધો હતો એવો જ થઈ ગયો. વૈદેહી રોજ જંગલમાં જતી અને ત્યાં જઈ તેની એક ડબ્બી ખોલીને ત્યાંજ લીમડાના છાયે બેસી જતી. પછી જ્યારે મન થાય ત્યારે ...Read More

7

જાદુઈ ડબ્બી - પ્રકરણ 6

ભાગ 5માં રસ્તો ભૂલી આમ તેમ ભતકતા રાજકુમારે જ્યારે પાણી માંગ્યું. પરંતુ પાણી તો પાછળ ચાલતાં સિપાઈઓ સાથે રહી હવે, જંગલમાં ફસાયેલા તરસ્યાં રાજકુમારને પાણીની સાથે કંઈ રીતે વૈદેહીનો પણ ભેટો થશે તે જોઈએ ભાગ 6માં. *********************** ઘણીવાર રખડ્યા બાદ તેમને સૂરજને એકદમ પોતાની ઉપર આવતા જોયો, ઘોડા પણ થાકી ગયા હતા. એટલે બંને એક ઊંચા ટેકરા પર ગયા અને જંગલમાં નજર ફેરવવા લાગ્યા. ચારેતરફ બસ ઝાડવા જ હતા. ઘણઘોર જંગલમાં તેઓ ખરા ફસાયા હતા. એવામાં સિપાઈની નજર બે ઘટાદાર લીમડા ઉપર પડી અને તેની તરત જ સામે એક નાનું તળાવ હતું. એટલે સિપાહી બોલ્યો, “રાજકુમાર ચાલો મારી પાછળ ...Read More

8

જાદુઈ ડબ્બી - પ્રકરણ 7

ભાગ 6માં રાજકુમારની નજર જતાં જતાં વૈદેહી ઉપર પડી અને વૈદેહી રાજકુમારના મનમાં વસી ગઈ. હવે, આગળ શું થયું જોઈએ ભાગ 7માં. ************************ રાજાના મહેલમાં રાજકુમાર આજે ગુમસુમ થઇને ફરી રહ્યો હતો. આ જોઇને રાજા આશ્ચર્યમાં પડ્યાં. આ તરફ રાજકુમાર પણ દરેક ક્ષણ માત્ર વૈદેહીને જ યાદ કરી રહ્યો હતો. આ વાતથી અજાણ રાજા તેના વિશ્વાસુ સિપાઈને બોલાવે છે અને તેને પૂછ્યું, “જંગલમાં એવી તો શું ઘટના બની. જેથી, મારો હસતો ખેલતો રાજકુમાર આજે એકદમ સુન્ન પડી ગયો છે?” હવે તે સિપાઇ રાજાને બધી માંડીને વાત કરે છે કે, કેવી રીતે શિકાર કરતાં કરતાં રાજકુમાર આગળ નીકળી ગયા અને ...Read More

9

જાદુઈ ડબ્બી - પ્રકરણ 8

ત્રણ કોઠી સોનું, ત્રીસ થાળ ચાંદી અને પચ્ચીસ ગાયોની લાલચમાં આવેલી કુંભારની નવી પત્ની વૈદેહી રાજા સાથે મોકલવા માટે થઈ ગઈ. રાજ મહેલમાં જઈને વૈદેહી સાથે શું થશે તે જોઈએ ભાગ 8માં.************************ત્યારબાદ રાજા વૈદેહીને લઈને મહેલમાં આવ્યો. આ તરફ ગરીબ કુંભાર ખુબ જ ધનવાન થઈ ગયો. ઘરે ચાર-પાંચ નોકર રાખી દીધા. ગામનો મોટો જમીનદાર થઈ ગયો કાણી હવે વધુ મોંઘા કપડા પહેરવા લાગી.રાજ્યમાં વૈદેહીના લગ્ન રાજકુમાર સાથે કરાયા. વૈદેહી પણ ખુબ જ સારુ જીવન જીવવા લાગી. સાથે-સાથે રાજ્યને પણ સ્વર્ગ સમાન કરી નાખ્યું. રાજકુમારને જ્યારે પણ જે પણ ખાવાનું મન થાય. તે વૈદેહી તેની જાદુઈ ડબ્બીમાંથી માંગીને આપતી અને ...Read More

10

જાદુઈ ડબ્બી - પ્રકરણ 9 - અંતિમ

ભાગ 8માં “ઘૂમટો તાણું તો રાજકુમાર પણ ન ઓળખી શકે.” વૈદેહીને આ વાતનો મેલ જાણવામાં મોડું થઈ ગયું. હવે શું થયું તે જાણવા વાંચો ભાગ 9. ************************ બીજે દિવસે રાજકુમારના તેડા આવ્યા અને સિપાઈઓ તેડવા આવ્યા. ત્યારે કાણીની ચતુરમાં એ સિપાઇઓને કહ્યું, “મારી દીકરીએ વ્રત લીધું છે કે, જ્યાં સુધી તે માં નહીં બને ત્યાં સુધી તે કોઈને પણ મોઢું નહીં બતાવે.” તેની વાતને માન્ય રાખીને સિપાઈઓ કાણીને લઈ ગયા અને કાણી રાજમાં રહેવા લાગી. કેટલાય વૈદિક ઉપચાર કરીને કાણી ધોળી થઈ હતી. એટલે તેના હાથ કે પગથી તેને ઓળખવી મુશ્કેલ હતી. કાણી દર બે દિવસે તેની માને સંદેશો ...Read More