અતૂટ બંધન

(194)
  • 91.8k
  • 35
  • 53.8k

પ્રેમ એક એવી લાગણી છે જેને શબ્દોમાં વ્યક્ત કરવું અશક્ય છે. જે વ્યક્તિ એવું કહે છે કે એને પ્રેમમાં વિશ્વાસ નથી એ પણ ક્યાંક ને ક્યાંક કોઈકને તો પ્રેમ કરતો જ હોય છે. પ્રેમમાં આવતાં ઉતારચઢાવ, એમાં મળતી નિષ્ફળતા કે સફળતા બધું જ વ્હાલું લાગે છે. પ્રેમમાં વિરહની વેદના પણ મિલન બાદ મધુરી લાગે છે. જીવનમાં પ્રેમ નહીં હોય તો આ જીવન વ્યર્થ છે. મારી આ ધારાવાહિક એક એવી પ્રેમકથા છે જેમાં આપ સૌને પ્રેમ, નફરત, મિત્રતા, દુશ્મની, ખુશી, દુઃખ, વ્યથા, વિરહ, મિલન બધી જ લાગણીઓનો અનુભવ થશે. તો ચાલો શરૂ કરીએ મારી ધારાવાહિક અતૂટ બંધન

1

અતૂટ બંધન - 1

પ્રેમ એક એવી લાગણી છે જેને શબ્દોમાં વ્યક્ત કરવું અશક્ય છે. જે વ્યક્તિ એવું કહે છે કે એને પ્રેમમાં નથી એ પણ ક્યાંક ને ક્યાંક કોઈકને તો પ્રેમ કરતો જ હોય છે. પ્રેમમાં આવતાં ઉતારચઢાવ, એમાં મળતી નિષ્ફળતા કે સફળતા બધું જ વ્હાલું લાગે છે. પ્રેમમાં વિરહની વેદના પણ મિલન બાદ મધુરી લાગે છે. જીવનમાં પ્રેમ નહીં હોય તો આ જીવન વ્યર્થ છે. મારી આ ધારાવાહિક એક એવી પ્રેમકથા છે જેમાં આપ સૌને પ્રેમ, નફરત, મિત્રતા, દુશ્મની, ખુશી, દુઃખ, વ્યથા, વિરહ, મિલન બધી જ લાગણીઓનો અનુભવ થશે. તો ચાલો શરૂ કરીએ મારી ધારાવાહિક અતૂટ બંધન ******** પાન લીલું જોયું ...Read More

2

અતૂટ બંધન - 2

વૈદેહી આંખમાં આંસુ સાથે રસોડાનાં કામમાં લાગી ગઈ. કંઇક કરવા માટે એ પાછળ ફરી ત્યાં એણે જોયું કે હાર્દિક ઊભો એને જ જોઈ રહ્યો છે. એણે તરત એની નજર હાર્દિક પરથી હટાવી દીધી એને રોટલી વણવા માંડી. "ત...તમારે કંઈ જોઈએ છે ?" વૈદેહી માંડ પૂછી શકી. "હા, જોઈએ તો છે. પણ શું તમે મને એ આપી શકશો ?" હાર્દિકે વૈદેહીની એકદમ નજીક આવી એનો હાથ પર આંગળી ફેરવી પૂછ્યું. વૈદેહીનાં હાથમાંથી વેલણ છટકી ગયું અને એ હાર્દિકથી દૂર ખસી ગઈ. વેલણનો અવાજ સાંભળી દયાબેન તરત જ બૂમ પાડતાં રસોડામાં ધસી આવ્યા. "શું થયું ?" દયાબેને પૂછ્યું. "હું...હું..." "રિલેક્ષ વૈદેહીજી ...Read More

3

અતૂટ બંધન - 3

(વૈદેહી એનાં પિતાના મૃત્યુ પછી એનાં મામા મામી દયાબેન અને ગોવિંદભાઈ સાથે રહેવા આવે છે જ્યાં એને તેઓ નોકરાણી દે છે. ઘરનું કામ કરતાં કરતાં પણ ભણવામાં હોંશિયાર વૈદેહી બારમાં ધોરણમાં જિલ્લામાં ટોપ કરે છે. દયાબેન એને કોલેજ જવા દેવા નહતાં માંગતા પણ લોકલાજે એમણે એને નજીકમાં સામાન્ય કોલેજમાં મોકલી જ્યાં એની શિખા નામની એક મિત્ર બની. એક દિવસ શિખા રડતી હતી. એનાં રડવાનું કારણ જાણી વૈદેહી ચોંકી ગઈ. હવે આગળ) વૈદેહીએ શિખાને પાણી આપ્યું. પાણી પીધા પછી શિખા થોડી શાંત થઈ એટલે વૈદેહીએ એને પૂછ્યું, "હવે બોલ. શું થયું છે ? તું આટલી બધી રડે છે કેમ ?" ...Read More

4

અતૂટ બંધન - 4

(વિક્રમે શિખાને જે ધમકી આપી હોય છે એનાથી ગુસ્સે ભરાયેલી વૈદેહી વિક્રમની ગાડી પાસે ઉભા રહેલા સાર્થક ને વિક્રમ ખરીખોટી સંભળાવે છે અને એને તમાચો મારી દે છે. પાછળથી એને જાણ થાય છે કે એણે જેને તમાચો માર્યો એ વિક્રમ નહીં પણ સાર્થક છે. સાર્થક વિક્રમ ને કહે છે કે એ શહેરનો નવો એસીપી છે. હવે આગળ) વૈદેહી ચૂપચાપ ક્લાસરૂમમાં જઈને બેસી ગઈ. એને આમ ચૂપચાપ જોઈ શિખા કંઈ સમજી નહીં. એણે વૈદેહીનાં ખભે હાથ મૂક્યો. "વૈદુ, શું થયું ? તું વિક્રમને મળી ? શું કહ્યું એણે ? એ તારી વાત માન્યો કે નહીં ?" શિખાએ પૂછ્યું. વૈદેહીએ શિખા ...Read More

5

અતૂટ બંધન - 5

(વૈદેહી શિખાને જણાવે છે કે એણે કઈ રીતે વિક્રમની જગ્યાએ એસીપી ને થપ્પડ મારી દીધી અને એનાં કારણે એને પણ લાગે છે. ઘરે જઈ એ એનું હોમવર્ક કરતી હોય છે ત્યારે જાણવા મળે છે કે પારસભાઈનાં ઘરે ચોરી થઈ ગઈ છે. પોલીસ ત્યાં આવે છે. વૈદેહી બુલેટ સવાર એસીપીને જોઈ ચોંકી જાય છે. પોતાના ભૂતકાળમાં થી બહાર આવી વૈદેહી વિચારે છે કે એ અને સાર્થક ક્યારેય મળ્યાં જ ન હોત તો સારું થાત. હવે આગળ) છેક પાંચ વાગ્યે વૈદેહીને ઊંઘ આવી. હજુ તો ઊંઘ્યાને અડધો કલાક પણ નહતો થયો કે દયાબેનનો કર્કશ અવાજ વૈદેહીનાં કાને પડ્યો. વૈદેહીને ઊઠવાનું મન ...Read More

6

અતૂટ બંધન - 6

(વૈદેહી પોતાની કિસ્મતને કોસતી એનાં ભૂતકાળમાં ખોવાઈ જાય છે જ્યાં સાર્થક સાથે વારંવાર એની મુલાકાત થાય છે. સાર્થક આ કિસ્મતનું નામ આપે છે અને એની સામે મિત્રતાનો હાથ લંબાવે છે પણ વૈદેહી આટલું જલ્દી એની સાથે મિત્રતા કરવા નથી માંગતી. હવે આગળ) સાર્થક તો વૈદેહીની દરેક અદા પર દિવાનો થઈ ગયો હતો. એની વાત કરવાની રીત, એની નીડર આંખો, એની સ્માઈલ સાર્થકને વધુ ને વધુ ઘાયલ કરી રહી હતી. સાર્થક તો વૈદેહી સાથેની ત્રણ જ મુલાકાતમાં એને એનું દિલ દઈ બેઠો હતો. પણ એની વ્યથા એ હતી કે જેણે એનાં દિલને છંછેડ્યું હતું એનું નામ સુધ્ધા એને ખબર નહતી. ...Read More

7

અતૂટ બંધન - 7

(વૈદેહી ઘરે મોડી પહોંચે છે અને અંજલી એને સાર્થક સાથે વાત કરતાં જોઈ લે છે જેની જાણ એ દયાબેનને છે. આ વાતથી ગુસ્સે થઈ દયાબેન વૈદેહી પર હાથ ઉપાડે છે. શિખા એને એ ઘર છોડી દેવા કહે છે પણ વૈદેહી ના કહે છે. બંને ઘરે જવા માટે કોલેજની બહાર નીકળે છે જ્યાં સાર્થક આવે છે. વૈદેહી એ જાણી આઘાત પામે છે કે સાર્થક શિખાનો ભાઈ છે. વૈદેહીની ઉદાસીનું કારણ સાર્થક શિખાને પૂછવાનું વિચારે છે. હવે આગળ) સાર્થકનું ધ્યાન ગાડી ચલાવવામાં ઓછું અને વૈદેહીનાં વિચારમાં વધુ હતું. શિખાએ બે ત્રણવાર સાર્થકને કંઇક પૂછ્યું પણ સાર્થક એનાં વિચારોમાં એટલો ખોવાયેલો હતો ...Read More

8

અતૂટ બંધન - 8

(શિખા સાર્થકને વૈદેહીની ઉદાસીનું કારણ જણાવે છે. સાર્થકને પોતાનાં પર ગુસ્સો આવે છે કે શા માટે એ વૈદેહી સામે તો બીજી તરફ વૈદેહી જ્યારે ઘરે પહોંચે છે ત્યારે સિરાજભાઈ નામનો ગુંડો ગોવિંદભાઈ પાસે ઉધારી વસૂલવા આવ્યો હોય છે જે ગોવિંદભાઈને ઘર ખાલી કરવા કહે છે પણ વૈદેહીને જોઈ એનું મન બદલાય જાય છે. હવે આગળ) ઘરે ગયા પછી પણ સાર્થકનાં દિલો દિમાગમાં બસ વૈદેહીનાં જ વિચારો દોડી રહ્યાં હતાં. જ્યારથી શિખાએ એને જણાવ્યું કે એનાં મામીએ એને ડામ દીધો છે ત્યાર પછી તો સાર્થકનું મગજ કામ કરતું જ બંધ થઈ ગયું હતું. અને એમાં પણ આ બધાં પાછળ ક્યાંક ...Read More

9

અતૂટ બંધન - 9

(સાર્થક વૈદેહીને મળી એની માફી માંગવાનું વિચારે છે અને એના મામા મામીને પણ બધું સત્ય જણાવવા માંગે છે પણ એને આમ કરતાં રોકે છે અને દયાબેન અને ગોવિંદભાઈનું વૈદેહી સાથેનાં વર્તન વિશે જણાવે છે. બીજી તરફ સિરાજ ત્રીસ લાખનાં બદલામાં વૈદેહી સાથે લગ્નનો પ્રસ્તાવ મૂકે છે જે ગોવિંદભાઈ સ્વીકારી લે છે. આ કારણે વૈદેહી દુઃખી થઈ જાય છે. હવે આગળ) બે લેક્ચર પૂરા થવા આવ્યા પણ વૈદેહી હજી સુધી આવી નહતી. શિખાનું ધ્યાન લેક્ચરનાં બદલે ક્લાસરૂમનાં દરવાજા પર વધુ હતું. એક બે વાર પ્રોફેસરે શિખાને ટોકી પણ શિખાનું મન લેક્ચરમાં નહતું. એનું મન ગભરાઈ રહ્યું હતું. લેક્ચર પૂરો થતાં ...Read More

10

અતૂટ બંધન - 10

(શિખાને અપૂર્વ દ્વારા જાણવા મળ્યું કે ગોવિંદભાઈએ વૈદેહીની સગાઈ સિરાજ નામનાં ગુંડા સાથે નક્કી કરી દીધી છે. આ જાણી દુઃખી થઈ જાય છે. બીજી તરફ ગોવિંદભાઈ ચિંતામાં છે. એમને ડર લાગી રહ્યો છે કે સિરાજ આમ કંઈ એમને છોડશે નહીં તો વૈદેહી સાર્થક સાથે છે. હવે આગળ) સિરાજ એનાં ઘરે બેઠો હતો. સામે ટીપોય પર વ્હિસ્કીની એક બોટલ મુકેલી હતી. થોડીવાર ગ્લાસમાં કાઢીને પીધાં પછી એણે આખી બોટલ મોંઢે વળગાડી દીધી અને આખી બોટલ ગટગટાવી ગયો. એની આંખો ગુસ્સાથી લાલ થઈ ગઈ હતી. "આજ સુધી ક્યારેય મારી હાર નથી થઈ. જે વસ્તુ મને પસંદ આવે છે એનાં પર ફક્ત ...Read More

11

અતૂટ બંધન - 11

(શિખાને અપૂર્વ દ્વારા જાણવા મળ્યું કે ગોવિંદભાઈએ વૈદેહીની સગાઈ સિરાજ નામનાં ગુંડા સાથે નક્કી કરી દીધી છે. આ જાણી દુઃખી થઈ જાય છે. બીજી તરફ ગોવિંદભાઈ ચિંતામાં છે. એમને ડર લાગી રહ્યો છે કે સિરાજ આમ કંઈ એમને છોડશે નહીં તો વૈદેહી સાર્થક સાથે છે. હવે આગળ) સિરાજ એનાં ઘરે બેઠો હતો. સામે ટીપોય પર વ્હિસ્કીની એક બોટલ મુકેલી હતી. થોડીવાર ગ્લાસમાં કાઢીને પીધાં પછી એણે આખી બોટલ મોંઢે વળગાડી દીધી અને આખી બોટલ ગટગટાવી ગયો. એની આંખો ગુસ્સાથી લાલ થઈ ગઈ હતી. "આજ સુધી ક્યારેય મારી હાર નથી થઈ. જે વસ્તુ મને પસંદ આવે છે એનાં પર ફક્ત ...Read More

12

અતૂટ બંધન - 12

(સાર્થક અને એનો પરિવારને વૈદેહીને બધું ભૂલી આગળ વધવા કહે છે અને શિખા સાથે બંને કોલેજ જાય છે. કોલેજમાં શિખા અને વૈદેહી વાતો કરી રહ્યા હોય છે જે વિક્રમ જોઈ લે છે અને ગુસ્સે થાય છે. હવે આગળ) બધાં લેક્ચર પૂરા થયા અને વૈદેહી અને શિખા ક્લાસમાંથી નીકળી કોલેજ ગેટ પાસે પહોંચ્યા. સાર્થક બંનેને લેવા આવ્યો હતો. બંને ગાડીમાં બેઠા. સાર્થકે ગાડી સ્ટાર્ટ જ કરી હતી કે એની નજર અપૂર્વ ઉપર પડી. "તમે બંને બેસો. હું આવ્યો." સાર્થક આટલું કહી ગાડીમાંથી ઉતરી અપૂર્વ પાસે ગયો. અપૂર્વ કોઈની સાથે ફોન પર વાત કરતો હતો. સાર્થકને જોઈ એ હસ્યો અને પછી ...Read More

13

અતૂટ બંધન - 13

(સાર્થક વૈદેહી અને શિખાને કૉલેજથી પિક કરી બંને સાથે શોપિંગ કરવા જાય છે. ત્યાંથી તેઓ મૂવી જોઈ અપૂર્વને ડ્રોપ જાય છે જ્યાં સાર્થક વૈદેહીને એનાં મામા મામી સાથે વાત કરવા કહે છે. સાર્થક એક ઉચ્ચ વર્ગમાંથી આવતો હોવાનું જાણતા દયાબેન અને ગોવિંદભાઈ વૈદેહી સાથે સારી રીતે વાત કરે છે. ઘરે આવ્યા પછી સાર્થક અને વૈદેહી એકબીજા સાથે મોડા સુધી વાતો કરે છે. બંને એ વાતથી અજાણ છે કે કોઈ એમનાં પર નજર રાખીને બેઠું છે. હવે આગળ)દિવસો વીતવા લાગ્યા અને વૈદેહી ઘરમાં એવી રીતે ભળી ગઈ જાણે દૂધમાં સાકળ ભળે. સાર્થક સાથે પણ એ હવે ખુલીને વાત કરતી હતી ...Read More

14

અતૂટ બંધન - 14

(એક્ઝામ ની ચિંતામાં વૈદેહી લંચ કે ડિનર કરતી નથી. સાર્થક એનું માઈન્ડ ફ્રેશ કરવા એને લોંગ ડ્રાઈવ પર લઈ છે. ત્યાં એ તળાવ પાસે જઈ ગાડી ઊભી રાખે છે. વૈદેહી ત્યાં જઈ ખુશ થઈ જાય છે. એ સાર્થક સાથે દિલ ખોલીને બધી વાત કરે છે. શિખા સાથે એ એક્ઝામ આપવા નીકળે છે તો બીજી તરફ વિક્રમ બંનેને સબક શીખવાડવા માટે તૈયાર બેઠો છે. હવે આગળ) સાર્થક શિખા અને વૈદેહીને કોલેજ ડ્રોપ કરવા ગયો. રસ્તામાં એણે વૈદેહીને ટેન્શન વગર પેપર લખવા કહ્યું. "ભાઈ, એક્ઝામ ફક્ત તમારી વાઈફની નહીં પણ તમારી બહેનની પણ છે. તો થોડું જ્ઞાન મને પણ આપો કદાચ ...Read More

15

અતૂટ બંધન - 15

(વૈદેહી અને શિખા જ્યારે એમનાં ક્લાસની બહાર ઊભા હોય છે ત્યારે વૈદેહી વિક્રમને એમની તરફ આવતા જોઈ છે. એને વૈદેહીને શંકા જાય છે કે એ કંઇક તો કરશે જ. આથી ક્લાસ ખૂલતાં જ એ શિખાને લઈ ક્લાસમાં જતી રહે છે. વિક્રમ એનો વાર ખાલી જવાથી ખૂબ જ ગુસ્સે થાય છે. બીજી તરફ સાર્થકને એક કંપની સાથે ડીલ કરવા ચાર મહિના ઓસ્ટ્રેલિયા જવાનું થાય છે જેના કારણે વૈદેહી દુઃખી થઈ જાય છે. હવે આગળ) હજી રાતનાં બે વાગ્યા હતા અને વૈદેહી ઉઠીને તૈયાર થઈ ગઈ હતી. એણે સાર્થકની બેગ તૈયાર કરી અને બુક લઈ વાંચવા બેઠી પણ વાંચવામાં એનું મન ...Read More

16

અતૂટ બંધન - 16

(વૈદેહી સાર્થકનાં ઓસ્ટ્રેલિયા જવાથી દુઃખી છે અને સાથે સાથે વિક્રમનો ડર પણ એનાં મનમાં હતો. સાર્થકનાં પૂછવા પર એ છે કે એને ચિંતા છે બીજું કંઈ નહીં. બીજી તરફ સિરાજ ક્યાંક જવા નીકળે છે. સાર્થકે હાયર કરેલ જાસૂસ સિરાજની ગાડી સામે આવીને ઉભો રહી જાય છે જ્યાં સિરાજનો માણસ કાલિયા એને બંદુકે ઉડાવવા તૈયાર થાય છે. તો એક તરફ સાર્થકનાં ઘરેથી નિકળતા જ એક માણસ કોઈને ફોન કરી વૈદેહી અને શિખાનાં એકલા હોવાની માહિતી આપે છે. હવે આગળ) સાર્થક છેલ્લા અડધા કલાકથી જગન્નાથને ફોન કરી રહ્યો હતો પણ જગન્નાથનો ફોન બંધ આવતો હતો. જગન્નાથ ક્યારેય એનો ફોન બંધ નથી ...Read More

17

અતૂટ બંધન - 17

(સાર્થકે ઘરે ફોન કરી જોયો પણ કોઈએ ફોન ઉપાડ્યો નહીં તેથી સાર્થકે ઓસ્ટ્રેલિયા જવાનું માંડી વાળ્યું અને ઘરે જવા બીજી તરફ ચાર પાંચ માસ્ક પહેરેલાં ગુંડાઓ ઘરમાં ઘૂસી જતાં વૈદેહી અને શિખા ડરી જાય છે અને રૂમમાં પુરાય જાય છે. તો સિરાજ વિરુદ્ધ ઘણાબધા પુરાવા સીબીઆઈ પાસે હોવાથી સીબીઆઈ ગમે ત્યારે એને દબોચી શકે છે એવું વિચારી સિરાજ ક્યાંક ભાગવાની ફિરાકમાં છે અને ભાગતાં પહેલાં એ વૈદેહી અને શિખાને પણ સાથે લઈ જવાનું નક્કી કરે છે. હવે આગળ) એરપોર્ટથી ઘરે પહોંચતા સાર્થકને બે કલાક જેટલો સમય લાગી ગયો. જેવી ગાડી ગેટ પાસે ઉભી રહી, સાર્થક ગાડીમાંથી ઉતરી દોડીને ઘરમાં ...Read More

18

અતૂટ બંધન - 18

(જગન્નાથ સાર્થક અને એની ફેમિલીને જણાવે છે કે કઈ રીતે એણે વૈદેહી અને શિખાની મદદ કરી. આ જાણ્યા પછી જગન્નાથને નક્કી કરેલ ફી કરતાં વધુ ફી આપે છે. ગરિમાબેન જગન્નાથને શિખા સુરક્ષિત છે કે કેમ પૂછે છે. એ વાત પર સાર્થક વિચારમાં પડી જાય છે કારણ કે ગરિમાબેને એકપણ વાર વૈદેહી વિશે પૂછ્યું નહતું. હવે આગળ) રજનીશભાઈ ઓફિસ જવા માટે તૈયાર થયા અને ગરિમાબેનને કંઇક કહ્યું. પણ ગરિમાબેન કંઈ બોલ્યાં નહીં. એમણે બે ત્રણવાર ગરિમાબેનને કંઇક પૂછ્યું પણ એમનાં તરફથી કોઈ જવાબ ન મળ્યો તેથી રજનીશભાઇએ ગરિમાબેનના ખભે હાથ મૂક્યો. રજનીશભાઈનાં સ્પર્શથી ગરિમાબેન એમનાં વિચારોમાંથી બહાર આવ્યા. "ગરિમા, શું ...Read More

19

અતૂટ બંધન - 19

(સાર્થક વૈદેહી અને શિખાને ઘરે ડ્રોપ કરે છે. સવારે થયેલી મારામારીમાં વૈદેહીને હાથમાં વાગ્યું હોવાથી એનો હાથ સુજી જાય શિખા એને હોસ્પિટલ જવાનું કહે છે પણ વૈદેહી કંઈ જરૂર નથી એમ કહી વાત ટાળી દે છે. બીજી તરફ ગરિમાબેન વૈદેહીને કહે છે કે એમનું માથું દુઃખે છે તો આજની રસોઈ એ બનાવે. વૈદેહી વાંચવાનું બાજુ પર મૂકી રસોઈ બનાવવા જાય છે. હવે આગળ) વૈદેહી જલ્દી જલ્દી રસોડામાં ગઈ અને મનોજ નામનાં એક જુનિયર કૂકને એણે શું બનાવવાનું છે એ પૂછ્યું. "મોટી બાએ આજે કાઠિયાવાડી રસોઈ બનાવવા કહ્યું છે." મનોજે કહ્યું. "કાઠીયાવાડી ! એમાં શું શું બનાવવાનું છે ? મતલબ ...Read More

20

અતૂટ બંધન - 20

(ગરિમાબેન વૈદેહીને ઘરની રસોઈમાં ઉલઝાવી દે છે અને સાથે સાથે એને હેલ્પ કરી રહેલા મનોજને પણ એ બજારમાં મોકલી છે તો આ તરફ એસીપી ચતુર્વેદી સાર્થકને પીછેહઠ ન કરવાની સલાહ આપે છે. સાર્થક રજનીશભાઈને તેઓ વૈદેહીને આ બધાં માટે જવાબદાર તો નથી માનતા ને એવું પૂછે છે જેના જવાબમાં રજનીશભાઇ કહે છે કે એમનાં મનમાં વૈદેહીને લઈને કોઈ ફરિયાદ નથી. પણ બીજી તરફ ગરિમાબેન વૈદેહીને ઘરમાંથી બહાર કાઢવાનું વિચારે છે. હવે આગળ) વૈદેહી જ્યારે વાંચીને રૂમમાં આવી ત્યારે સાર્થક ઊંઘી ગયો હતો. વૈદેહી એને જોઈ રહી. એનાં હોઠો પર આપોઆપ સ્માઈલ આવી ગઈ. પણ બીજી જ પળે એના ચહેરા ...Read More

21

અતૂટ બંધન - 21

(રાતે ડિનર બનાવવાના ચક્કરમાં વધુ વંચાયું ન હોવાથી વૈદેહી સવારે વહેલી ઉઠી સાર્થકને ડિસ્ટર્બ ન થાય તેથી હોલમાં વાંચવા છે પણ કિચનમાં ગરિમાબેન નાસ્તો બનાવી રહ્યાં હતાં તો વૈદેહીએ એમને આરામ કરવા કહ્યું અને પોતે નાસ્તો બનાવવા લાગી. ગરિમાબેન વૈદેહીને ઘરની બહાર કાઢવા માટે કંઇક પ્લાન બનાવે છે તો બીજી તરફ વિક્રમ એનાં કાકાનાં મૃત્યુ થવાનાં કારણે ગામડે ગયો હોય છે. એ જલ્દીથી જલ્દી શિખા અને વૈદેહીને સબક શીખવાડવા અહીંથી નીકળવા વિચારે છે. હવે આગળ) સાર્થકનો જવાનો સમય થઈ ગયો હતો. વૈદેહી સાર્થક સાથે વાત કરવા માંગતી હતી પણ કરી નહીં શકી. સામે સાર્થક ઈચ્છતો હતો કે વૈદેહી એને ...Read More

22

અતૂટ બંધન - 22

(સાર્થક ઓસ્ટ્રેલિયા જતાં પહેલાં વૈદેહીને મોબાઈલ અને થોડા પૈસા આપીને જાય છે. વૈદેહી શિખા પાસેથી મોબાઈલ યુઝ કરતા શીખે કારણ કે એણે આ પહેલાં ક્યારેય મોબાઈલ યુઝ નહતો કર્યો. શિખાનાં મામા જીગરભાઈ એને વેકેશનમાં રહેવા બોલાવે છે. શિખા પહેલાં તો ના કહે છે પણ પછી જીગરભાઈ એને એની નાની બિમાર હોવાનું જણાવે છે તેથી એ જવા માની જાય છે પણ વૈદેહીને સાથે લઈ જવા કહે છે. ગરિમાબેન ના કહે છે પણ શિખાની જીદ અને રજનીશભાઈ પણ એનો સાથ આપે છે તેથી તેઓ કમને વૈદેહીને જવાની પરમિશન આપે છે. હવે આગળ) બીજા દિવસે જીગરભાઈનાં ત્યાં જવાનું હોવાથી અને દસેક દિવસ ...Read More

23

અતૂટ બંધન - 23

(વૈદેહીને ખબર નથી હોતી કે શિખાએ સાર્થકને એનાં ફોનમાંથી મેસેજ કર્યા છે. જ્યારે વૈદેહીએ બધાં મેસેજ વાંચે છે ત્યારે સાર્થક સાથે વાત કરવાથી પણ ડર લાગે છે પણ જ્યારે સાર્થક એને જણાવે છે કે એ સારી રીતે જાણે છે એ બધાં મેસેજ શિખાએ કર્યા છે ત્યારે વૈદેહીને સારું લાગે છે. પછી એ સાર્થક સાથે ઘણી બધી વાત કરે છે. બીજા દિવસે બંને સખીઓ જીગરભાઈનાં ગામ પહોંચે છે. આનંદીબેન વૈદેહીને પણ એટલા જ પ્રેમથી આવકારે છે જેટલા પ્રેમથી શિખાને આવકારે છે. બધાં રાતે ડિનર કરતાં હોય છે ત્યારે આદિ આવે છે. હવે આગળ) વૈદેહી અને શિખા આનંદીબેન અને જીગરભાઈ સાથે ...Read More

24

અતૂટ બંધન - 24

(વૈદેહી અને શિખા જીગરભાઈનાં ત્યાં દસ દિવસ રોકાઈ છે જ્યાં આદિત્ય જે આનંદીબેનનાં ભાઈનો દીકરો છે એ પણ આવે અને એને વૈદેહી પહેલી નજરમાં જ ગમી જાય છે. પણ એ વૈદેહી સાથે વધુ વાત નથી કરી શકતો. આનંદીબેન અને જીગરભાઈને પણ વૈદેહીનો સ્વભાવ પસંદ આવે છે. બીજી તરફ ગરિમાબેન વિચારે છે કે એ વૈદેહીને આ ઘરમાંથી બહાર કાઢશે તો એ દયાબેનનાં ત્યાં જ જશે પણ તેઓ વૈદેહીને ફરીથી ત્યાં નથી મોકલવા માંગતા. તેઓ આનંદીબેનને બધી વાત કરવા માંગતા હતા પણ આનંદીબેન એમને કંઇક કહે છે જે સાંભળી તેઓ આઘાત પામે છે. હવે આગળ) શિખા અને વૈદેહી ફરીથી એમનાં શહેર ...Read More

25

અતૂટ બંધન - 25

(વૈદેહી અને શિખા આદિત્ય સાથે પાછા ઘરે ફરે છે. આદિત્ય વૈદેહી સાથે વાત કરવા પ્રયત્નો કરે છે પણ વૈદેહી સાથે વધુ વાત નથી કરતી. બીજી તરફ આનંદીબેન ગરિમાબેનને જણાવે છે કે વૈદેહી કરતાં સારી છોકરી સાર્થક માટે મળવી અશક્ય છે તો બંનેનાં લગ્નની વાત કરવી જોઈએ. જે સાંભળી ગરિમાબેન કંઈ જવાબ નથી આપતાં. ઉપરથી આસપાસની મહિલાઓ એમને વૈદેહી વિશે પૂછે છે તેથી તેઓ વધુ પરેશાન થઈ જાય છે. એ કૈંક વિચારી વૈદેહી પાસે જાય છે. હવે આગળ) શિખા એનાં રૂમમાં બેઠી હતી અને વારંવાર એનાં મોબાઈલ તરફ જોતી હતી. એવું લાગતું હતું કે જાણે એ કોઈનાં કોલની રાહ જોઈ ...Read More

26

અતૂટ બંધન - 26

(ગરિમાબેન વૈદેહીને હોસ્ટેલ જવા માટે કહે છે અને વૈદેહી એમની વાત માની પણ લે છે. એ શિખા અને રજનીશભાઈને છે કે એને સ્ટડીમાં પ્રોબ્લેમ હોવાથી હોસ્ટેલમાં જાય છે. શિખા એનાથી ગુસ્સે થઈ ત્યાંથી જતી રહે છે. હવે આગળ) વૈદેહી એની પાછળ પાછળ ગઈ અને ગાડીમાં એની બાજુમાં બેસી ગઈ અને કહ્યું, "શિખુ, મારી વાત તો સાંભળ." "મારે કંઈ નથી સાંભળવું. તું જા અહીંયાથી." શિખાએ કહ્યું. "શિખુ, એટલી બધી નારાજ છે મારાથી. સારું ચલ હું અહીંયા જ રહીશ. બસ ? હું ક્યાંય નહીં જાઉં." વૈદેહીએ કહ્યું. "સાચે જ." "હા, બાબા. તું આમ ઉદાસ થઈ જાય એ મને નહીં ગમે. મારું ...Read More

27

અતૂટ બંધન - 27

(સાર્થક ઈન્ડિયા આવી જાય છે અને વૈદેહીને મળવાનો પ્રયાસ કરે છે પણ વૈદેહી એને મળતી નથી. એકવાર એ વૈદેહીની પહોંચી જાય છે અને એને ત્યાંથી એની સાથે લઈ જાય છે. એ વૈદેહીને પૂછે છે કે એ આ રીતે શા માટે બિહેવ કરે છે ત્યારે વૈદેહી એને જણાવે છે કે એ એના પર બોઝ બનવા નથી માંગતી અને એમ પણ જણાવે છે કે એ એને પ્રેમ નથી કરતી. સાર્થક આ સાંભળી દુઃખી થઈ જાય છે અને વૈદેહીને હોસ્ટેલ પાછો છોડી આવે છે સાથે સાથે વૈદેહીનાં હાથમાં બાંધેલું મંગળસૂત્ર પણ એ લઈ લે છે. હવે આગળ) સાર્થક ખૂબ જ ગુસ્સામાં હતો. ...Read More

28

અતૂટ બંધન - 28

(શિખાને બચાવવા જતાં વૈદેહી વિક્રમ અને શિખાની વચ્ચે આવી જાય છે અને ખંજર વૈદેહીને વાગે છે. હવે આગળ) વૈદેહીએ ચીસ પાડી. વિક્રમ દૂર ખસી ગયો. "વિકી, આ શું કર્યું તેં ? તેં તો કહ્યું હતું કે તું ફક્ત એને ડરાવશે. પણ તેં તો...." વિક્રમનાં એક મિત્રએ કહ્યું. "મ...મને ગુસ્સો આવ્યો અને મેં..." વિક્રમ પણ ડરી ગયો. એણે વિચારેલું કે ચપ્પુ બતાવી એ શિખાને ધમકાવશે. અને જો નહીં માને તો સહેજ ઘસરકો કરશે. પણ એને ગુસ્સો આવ્યો અને એણે શિખા પર ખરેખરનો હુમલો કરી દીધો. એમાં પણ એને સહેજ પણ અંદાજો નહતો કે આમ વૈદેહી અચાનક વચ્ચે આવી જશે. એ ...Read More

29

અતૂટ બંધન - 29

(શિખા વૈદેહીને લઈ હોસ્પિટલ જાય છે. વૈદેહી વિશે જાણી સાર્થક અને રજનીશભાઈ પણ ત્યાં દોડી જાય છે. વૈદેહીની હાલત છે એ જાણી સાર્થક તૂટી જાય છે. રજનીશભાઈ ઘરે જાય છે ત્યારે ગરિમાબેન એમને ક્યાં ગયા હતા એમ પૂછે છે એનાં જવાબમાં રજનીશભાઈ વૈદેહી વિશે કહે છે ત્યારે તેઓ શિખા વિશે પૂછે છે તો રજનીશભાઈ ગુસ્સે થઈ જાય છે અને કહે છે કે તેઓ જાણે છે કે વૈદેહીને હોસ્ટેલ મોકલવા પાછળ એમનો જ હાથ છે. હવે આગળ) ગરિમાબેને રજનીશભાઈને આ પહેલાં ક્યારેય આટલા બધાં ગુસ્સામાં જોયા નહતાં. એમને તો શું બોલવું અને શું નહીં એ જ સમજાતું નહતું. "રજનીશ, હું...." ...Read More