જીવંત રહેવા એક મ્હોર

(90)
  • 30.9k
  • 9
  • 15.4k

આખો હોલ ખચોખચ ભરેલો, માનવમહેરામણ અંદરોઅંદર ગણગણાટ કરી રહ્યા હતા. સંગીત તો જોરદાર હતું પણ લાગી રહ્યું હતું કે કોઈને સાંભળવાની ઈચ્છા ન હતી. થોડું ઉંચા સ્વરે બોલીએ ત્યારે માંડ માંડ સંભળાય. નાનું એવું ગેટટુગેધર હતું પણ શોરબકોર એટલો બધો હતો કે લાગતું હતું પાંચસો માણસો મધ પૂડાની માખીઓ માફક અંદરોઅંદર બણબણતા હતા. રૂપાલીની નજર બસ મને જ શોધતી હોય એમ છકળવકળ જોઈ મારું ધ્યાન ન હોય તેમ મારી સામે જોઈ લેતી. મારી નજર પણ ન ચાહવા છતાં ત્યાં જ અટકી જતી. રૂપાલી ઘડીક આંખોથી ઓઝલ થાય તો મારું મન પણ વ્યાકુળ થઈ ઊઠતું અને મારી નજર એમને શોધતી એમને જોવા તલપાપડ બની જાતી હતી. હૈયું એમને જોવા અધીરું જ રહે. જમવાની થાળીમાં ધ્યાન ઓછું, મારી સામે જોવામાં વધારે રસ હતો આજ રૂપાલીને, લાલ કલરનુ ટ્યુનિક, નીચે બ્લેક કલરનું જીન્સ પેન્ટ, હાથમાં ઘૂઘરી વાળું ગોલ્ડન બ્રિસ્લેટ શોભા વધારી રહ્યું હતું. પગમાં ફ્લેટ હીલ વાળી ગોલ્ડન મોજડીથી તેની ઉંચાઈ આજ મારી કાતીલ આંખો તેના પરથી આઘી ખસવાનું નામ જ નહોતી લેતી.

Full Novel

1

જીવંત રહેવા એક મ્હોર - 1

પ્રકરણ પ્રથમ/૧લું આખો હોલ ખચોખચ ભરેલો, માનવમહેરામણ અંદરોઅંદર ગણગણાટ કરી રહ્યા હતા. સંગીત તો જોરદાર હતું પણ લાગી રહ્યું કે કોઈને સાંભળવાની ઈચ્છા ન હતી. થોડું ઉંચા સ્વરે બોલીએ ત્યારે માંડ માંડ સંભળાય. નાનું એવું ગેટટુગેધર હતું પણ શોરબકોર એટલો બધો હતો કે લાગતું હતું પાંચસો માણસો મધ પૂડાની માખીઓ માફક અંદરોઅંદર બણબણતા હતા. રૂપાલીની નજર બસ મને જ શોધતી હોય એમ છકળવકળ જોઈ મારું ધ્યાન ન હોય તેમ મારી સામે જોઈ લેતી. મારી નજર પણ ન ચાહવા છતાં ત્યાં જ અટકી જતી. રૂપાલી ઘડીક આંખોથી ઓઝલ થાય તો મારું મન પણ વ્યાકુળ થઈ ઊઠતું અને મારી નજર એમને ...Read More

2

જીવંત રહેવા એક મ્હોર - 2

પ્રકરણ બીજું/૨જું આલોક પારેખ અચાનક ઓફિસમાં એન્ટર થયા. બધાં એમ્પ્લોઇઝ વાતોમાં મશગુલ હતા. કોઈને ખ્યાલ જ ન રહ્યો કે આલોક સાહેબ અંદર આવ્યા. આ જોઈ આલોક સાહેબે તો બધા જ એમ્પ્લોઇઝ પર ગુસ્સે થયા. એમનાં વિશ્વાસને ધક્કો લાગ્યો હતો. રૂપાલી આર્વી સાથે કોલ પર વાત કરી રહી હતી. આર્વી તને ખબર છે કાલ રિયાન મને કૉફી પીવા બહાર લઈ જવાનો હતો બટ મેં જ તેને રોક્યો અને કહ્યું કે નહીં આપડે તો સાઈકલ રેસ કરીશું અને અમે સાઈકલ રેસ કરી અને દરવખતની જેમ આજે પણ હું જ જીતી ગઈ. 'તું સાવ પાગલ છે કૉફી માટે કહ્યું અને તે ના ...Read More

3

જીવંત રહેવા એક મ્હોર - 3

પ્રકરણ ૩જુ / ત્રીજું લોકલ ટ્રેનમાં ચિક્કાર મેદની. સપનાંઓ સાકાર કરવા ઉમટી પડયા હોય જાણે, મુંબઈ યંત્રવત્ માનવ જેવું ભરેલું રમકડું લાગ્યું. કોકની આંખો તૂટતા તારા જેવી ચળકતીતો કોકની આંખો દૂકાળ જેવી સાવ સુક્કી ભટ.જાણે કે તેના સઘળા સપના કોઈ સુનામીમાં ઢસરડાઈ ગયાં હોય. ગગન ચુંબી ઈમારતોની હારમાળા, ચોતરફ જથ્થાબંધ, બસ જુદા જુદા માથા, કોઈ જુસ્સામાં,કોઈ ગુસ્સામાં, કોઈ ઝૂમે, કોઈ ઝઝૂમે, તો કોઈ ઝૂરે છે. રઘવાયા જેવા યાત્રીઓની ભરચ્ચક ભીડ વચ્ચે લોકલમાં એક સ્ટેશનથી બીજા સ્ટેશન સુધી ખભા પર એક વજનદાર થેલો ભરાવી, એક ઉંમરલાયક મહિલા, મેક્સી પહેરીને રબ્બર બેન્ડ અને હેઈર બેન્ડ વહેંચતી જોઈ. પેટની ભૂખ એ સંસારની ...Read More

4

જીવંત રહેવા એક મ્હોર - 4

પ્રકરણ ૪થું /ચોથું તમે.. તમે.... હું તો તને તું જ કહીશ. પણ તું પણ મને તું જ કહીશ. ઓકે. સાંજ, આ વ્યસ્ત લાઈફ માંથી સમય કાઢી મારી સાથે કૉફી પીવા આવીશ? આગળ વાહ.....તે તો કસમયે કમૌસમી વરસાદની જેમ ડાયરેક્ટ ધડાકો કર્યો.હાં મને પણ આ મુંબઈની હવા લાગી ગઈ.એકજ દિવસમાં આટલી હવા, જો..જે ફુગ્ગો ફૂટી ના જાય......બંને ખીલખીલાટ હસી પડ્યા.મોના દેખાઈ રહી છે એટલી સીધી નથી, હોં મિસ્ટર રિયાનતો, જલેબી જેવી છે એમ ?નાં....હું તો જીવંત કેબલના ગુંચળા જેવી છું ભૂલથી હાથ અડાડીને તો જુઓ ! ઓહહએ સાચું કહી રહી હતી અને હું રમત સમજી રહ્યો હતો.આશરે રિયાનને પાંચ માસ ...Read More

5

જીવંત રહેવા એક મ્હોર - 5

પ્રકરણ ૫મું / પાંચમું રિયાન મોનાની રૂમમાં દાખલ થયો. રજવાડી ઠાઠ સાથે બેડ, બેડ પાસે ત્રણ હાથી વાળી આકૃતિઓથી ટિપોય હાથ અડાડો ત્યાં છાપ પડે એટલું ચોખ્ખું. તેના પર વ્હીસ્કીની બોટલ બાજુમાં બે ગ્લાસ બરફ ક્યુબની પેટી નાસ્તાની પ્લેટ સરસ રીતે ગોઠવાયેલી પડી હતી. આવ મોનાએ આવકાર્યો. એનાં મોં માંથી વ્હીસ્કીની ગંધ આવી રહી હતી. રિયાન તો આ જોઈ હક્કોબકો રહી ગયો. યાર મોના શું છે આ બઘું? મને આ ટાઈમે અહીં શા માટે બોલાવ્યો છે? લથડિયાં લેતી લેતી માંડ માંડ ચાલી એ રિયાન તરફ આવી પડવા જાય એ પહેલાં રિયાને બંને હાથથી પકડી લીધી. મોનાનાં મોં પાસે એકદમ ...Read More

6

જીવંત રહેવા એક મ્હોર - 6

પ્રકરણ ૬ઠું / છઠ્ઠું આગળ કંઈ બોલે તે પહેલાં જ મોબાઈલની રીંગ વાગી સ્ક્રીન પર સારિકા હેલ્લો હાં સારિકા પ્લીઝ જલ્દી હોસ્પિટલ આવી જા........ હવે આગળ મનને મનાવતી હતી કંઈ જ નહીં થયું હોય. પણ મન તો દિપકની જ્યોત સમાન સ્થિર થવાનું નામ જ નથી લેતું. રેલ નગર, પરસાણા નગર એક પછી એક રોડ પરથી પસાર થતી ગાડી ક્યારે આગળ નિકળી ગઈ રૂપાલીનુ ધ્યાન જ ન રહ્યું. હોસ્પિટલ પહોંચી, હાંફળી ફાંફળી થતી સારિકાને પુછ્યું શું થયું કેમ મને આમ વિજ વેગે બોલાવી? બધું બરાબર છે ને આન્ટીની તબિયત તો બરાબર છે ને? હાં પેલા આ રૂમમાં જા. તારાં માટે ...Read More

7

જીવંત રહેવા એક મ્હોર - 7

પ્રકરણ સાતમું/ ૭મું વાતને ફેરવતા રિયાને શરૂઆત કરી, મમ્મીની તબિયત કેમ છે? હવે, મારી બધી બહેનો ઠીક તો છે રૂપાલી કેમ છે? ભારે હૈયે હિંમત કરી પુછી લીધું. વિશ્વાસ તો મને પણ તમારા પર ભરોભાર છે. એટલે જ તમને બધું સોંપી દિધું. આંખોમાં આંખ ન પરોવી શક્યા આલોક પારેખ. હવે આગળ આલોક અંકલે મૌન તોડતા પુછ્યું. હું અહીં મારા દીકરા પારસ માટે સારિકાનો હાથ માંગવા આવ્યો છું. જે લંડન રહે છે. શું તું સારિકાનો હાથ મારા દીકરા માટે આપીશ? તો હું ધન્ય બની જઈશ. જો તું હાં પાડે તો તારી બહેનને મારા ઘરની લક્ષ્મી બનાવીને રાખીશું. એકપળ વિચાર્યા વગર ...Read More

8

જીવંત રહેવા એક મ્હોર - 8

પ્રકરણ ૮મું / આઠમું મોના, હેલ્લો, હેલ્લો હેલ્લો બોલતી રહી. સામે થી કોઈ પ્રતિક્રિયા ન આવતા મોબાઈલ આલોક અંકલને આલોક અંકલે ઘણી ટ્રાય કરી પણ કોલ લાગ્યો જ નહીંહવે આગળ ' સારિકા કહી રહી હતી કે પ્લીઝ રૂપાલી જલ્દી આવ મમ્મીની તબિયત બહુ ખરાબ છે. એમની કિમો થેરેપી ટ્રીટમેન્ટ આપ્યા પછી ડૉક્ટરે કહ્યું છે કે'...... આટલું બોલતા બોલતા સારિકાથી રડાઈ ગયું. રૂપાલીને કોલ પર કહેતી હતી. તું રાધામાસીનું ધ્યાન રાખ હું હમણાં જ ત્યાં પહોંચું છું. પપ્પાનો કોલ શરૂ હતો. હમણાં વાત કરું છું. તું માસીનું ધ્યાન રાખ. રૂપાલી ફટાફટ હોસ્પિટલ પહોંચી ગઈ. ત્યાં જઈને જુવે છે. રિયાનનાં મમ્મી ...Read More

9

જીવંત રહેવા એક મ્હોર - 9

પ્રકરણ નવમું/૯આ સાંભળી આલોક જરા ગુસ્સાના ભાવ સાથે બોલ્યા 'તું મારું પણ હવે નહીં માને?' 'મારો મતલબ છે કે અમે મમ્મી પાસે જઈશું' રિયાને કહ્યું આ સાંભળી મોંના એકદમ ગુસ્સે થઈ બોલી નહીં હું તો ઘરે જઈશ.હવે આગળ મોનાને હોસ્પિટલમાં નહીં પણ ઘરે જવું હતું. તેને ઘરે જઈને લગ્નમાં થતી એક એક વિધિઓ રસમ માણીને મહેસુસ કરવી હતી. એને હોસ્પિટલ નહોતું જવું એનો એવો ઈરાદો બિલકુલ નથી કે કોઈના દિલને ઠેસ પહોંચે. ત્રણેય છુટાં પડ્યાં રિયાન હોસ્પિટલ, આલોક પારેખ એમની ઓફિસ અને મોનાને ઘરે જવા રવાના કરી. રિયાન લાંબા સમય પછી પોતાની બિમાર મા અને બહેનોને મળીયો, સારિકાને પુછ્યું. ...Read More

10

જીવંત રહેવા એક મ્હોર - 10 - છેલ્લો ભાગ

પ્રકરણ ૧૦મું /અંતિમ એટલામાં પૂર જોશમાં બીજી એક ગાડી આવી ફટાફટ ગાડીના બારણાં ઉઘડ્યાં બધાની નજર એ તરફ ગઈ. તો ચોંકી ગયો. આવકાર આપવો કે હડધૂત કરવું કંઈ સમજાતું ન હતું. બધાં જ રિયાન સામે તાકી રહ્યાં રિયાન શું રિયેકટ કરશે? હવે આગળ ગાડીનાં બારણાં ઉઘડ્યાં આલોક એને રૂપાલી બંને તેના ઘરે આવેલ પ્રસંગને વધાવવા. રિયાને વિચાર્યું કે આલોક અંકલ ન હોતતો હું આટલી મોટી પોસ્ટ પર ન હોત. મુંબઈની આટલી મોટી કંપનીમાં હું સી ઈ ઓ ફક્ત આલોક અંકલના કારણે જ છું. રિયાન એક શબ્દ ન બોલી શક્યો. ઉલ્ટાનું તેણે આલોક અંકલને વધારે સન્માનથી બોલાવ્યા અને કહ્યું આવો ...Read More