"વક્રતુંડ મહાકાય સુર્યકોટી સમપ્રભઃ નિર્વિઘ્નં કુરુમેદેવ સર્વ કાર્યષુ સર્વદા. " પ્રથમ ગણેશજીને યાદ કરી,મારાં કાનાને સાથ લઈ,શિવનાં આશીર્વાદ સાથે આજે હું મારી જિંદગીનો નવો અનુભવ કરવાં જઈ રહી છું. ખુશી પણ છે તો થોડી કશ્મકશ પણ છે.આશા છે કે મારાં આ નવીન પગલાંમાં તમારાં બધાંનો સાથ અને વિશ્વાસ પણ મને મળી રહેશે.... આજે માધવી ખુબ ખુશ હતી.જિંદગીમાં ઘણાં ઉતાર ચઢાવ એને જોયાં હતાં..હજી તો માધવી 24 વર્ષની હતી..ઘરમાં એ સૌથી મોટી હતી.એનાં પપ્પા રઘુવીરસિંહ એ જયારે 7વર્ષની હતી ત્યારે બિમારીથી
Full Novel
પ્રેમનો અહેસાસ - 1
હસ્તાક્ષરી વિવાહ - 1 "વક્રતુંડ મહાકાય સુર્યકોટી સમપ્રભઃ નિર્વિઘ્નં કુરુમેદેવ સર્વ કાર્યષુ સર્વદા. " પ્રથમ ગણેશજીને યાદ કરી,મારાં કાનાને લઈ,શિવનાં આશીર્વાદ સાથે આજે હું મારી જિંદગીનો નવો અનુભવ કરવાં જઈ રહી છું. ખુશી પણ છે તો થોડી કશ્મકશ પણ છે.આશા છે કે મારાં આ નવીન પગલાંમાં તમારાં બધાંનો સાથ અને વિશ્વાસ પણ મને મળી રહેશે.... આજે માધવી ખુબ ખુશ હતી.જિંદગીમાં ઘણાં ઉતાર ચઢાવ એને જોયાં હતાં..હજી તો માધવી 24 વર્ષની હતી..ઘરમાં એ સૌથી મોટી હતી.એનાં પપ્પા રઘુવીરસિંહ એ જયારે 7વર્ષની હતી ત્યારે બિમારીથી મૃત્યુ પામ્યાં હતાં. એનાં મમ્મી શારદાબેન ખુબ પ્રેમાળ અને મહેનતું હતાં. પતિનાં મોત પછી કમર બાંધીને ...Read More
પ્રેમનો અહેસાસ - 2
શરદ બોલતાં બોલતાં અટકી ગયો.."ભાસે છે આજ તું પૂનમનાં ચાંદ જેવી,અણિયારી આ આંખો તારી લાગે છે મીઠી કટાર જેવી,દીપે તારાં આ કેશ કલાપ અંધારી રાત જેવાં,ગોળ મટોળ ચહેરો ને ગુલાબી આ ગાલ,છમ્મ છમ્મ આ ઝાંઝરીનો અવાજ,કરે છે મારાં હ્દયમાં ઝંઝાવાત,પી રહ્યો છું તારાં રૂપને હું આજ ખેંચાઈ રહ્યો છું તારી તરફ હું આજ,શબ્દો આવીને અટકી ગયાં છે ગળે,કંઈક કહેવું છે..તું સાંભળી લે ને આજ."શરદ તો કાવ્યાને જોતો જ રહી ગયો.અને એ આ કવિતા બોલી ગયો એની એને ખુદને ખબર ન પડી.કાવ્યાએ એક દમ વચ્ચમાં શરદની આંખો સામે ચપટી વગાડી અને બોલી,"એય,શરદ શું બોલતો હતો આ તું?"આ પૂનમ..આંખો..કટાર...મને મને તો ...Read More
પ્રેમનો અહેસાસ - 3
આપણે આગળ જોયું કે શરદ કાવ્યાને પોતાનાં દિલની વાત કહેવાં બેબાકળો બની રહયો હતો..હવે આગળ.. શરદ સમય થતાં સ્કુલ માટે એનાં પપ્પાએ લઈ આપેલી ન્યુ બાઈક લઈને નીકળ્યો. માનસીબેને રોજની જેમ આજે પણ કહયું, "બેટા શાંતિથી જજે.જરા પણ ફાસ્ટ ડ્રાઇવ ન કરતો." "હા..મમ્મી. શાંતિથી જ જઈશ. તમે ચિંતા ના કરો. " શરદને અત્યારે પુરેપુરુ ધ્યાન ફકત કાવ્યામાં જ ચોંટેલુ હતું. એની આંખો સામે પણ કાવ્યાનો ચહેરો તરી આવતો હતો. એ સતત વિચારી રહ્યો હતો કે કાવ્યાને તે કેવી રીતે પોતાનાં દિલની વાત કહેશે? આમ વિચારતાં વિચારતાં એનાથી બાઈકની સ્પીડ એટલી વધી ગઈ કે એ કંઈ સમજે કે વિચારે એ ...Read More
પ્રેમનો અહેસાસ - 4
અગાઉ તમે જોયું કે શરદનું ઓપરેશન પુરાં બે કલાક સુધી ચાલ્યું..હવે આગળ... ઓપીડીની બહાર લાઈટ બંધ થતાં જ માનસીબેન મળવા માટે તૈયાર થઈ ગયાં. ડૉક્ટર બહાર આવતાં જ માનસીબેન આવીને પૂછવાં લાગ્યાં, "ડૉક્ટર સાહેબ હવે કેમ છે મારો દીકરો?" "મિસિસ શાહ શરદનું ઓપરેશન તો સકસેસ થયું છે પણ....." "પણ શું ડૉક્ટર?" ડૉક્ટર પરીખ બોલ્યાં આપ બંને મારી કેબિનમાં આવો.ત્યાં આપણે વાત કરીએ. "જી ડૉક્ટર " શરદને ઓપીડીમાંથી આઈસીયુમાં શિફટ કરવામાં આવ્યો.મિસ્ટર શાહ અને માનસીબેન ડૉક્ટરની કેબિનમાં ગયા.ડૉક્ટર પરીખ બોલ્યાં, "બેસો આપ બંને.જુઓ મેં પહેલાં પણ કીધું છે કે શરદની હાલત બહું નાજુક છે. એનું ઓપરેશન તો સફળ થયું છે ...Read More
પ્રેમનો અહેસાસ - 5
નવરાત્રિનાં રાસ ગરબા પતાવીને કાવ્યા અને એનો પરિવાર ઘરે આવી પોત પોતાનાં રૂમમાં જતાં રહયાં. કાવ્યાનાં પપ્પા હેમંતભાઈ પણ નામનાં ધરાવતાં બિઝનેસમેન હતાં અને એટલે જ મિસ્ટર શાહ અને હેમંતભાઈ પાક્કા મિત્રો હતાં. બંનેના પરિવાર વચ્ચે સારો ઘરોબો બંધાયો હતો. કાવ્યાના મમ્મી શિલ્પાબેન સારાં એવા કૂક હતાં એટલે હેમંતભાઈની મોટાભાગની મિટિંગો ઘરે જ થતી અને મિટિંગના દરેક માણસનાં જમવાની જવાબદારી શિલ્પાબેનની રહેતી. શિલ્પાબેનના હાથમાં સાક્ષાત અન્નપૂર્ણાનો વાસ હતો.એમનાં હાથની રસોઈ જમ્યા બાદ દરેક મિટિંગ સકસેસ જ જતી.કાવ્યાનો ભાઈ યશ કાવ્યા કરતાં 5 વર્ષ મોટો હતો.કાવ્યા બધાનાં કાળજાનો કટકો હતી.બહું વહાલી...એ એક વસ્તુ માંગે તો દશ હાજર થઈ જતી..આથી એ ...Read More
પ્રેમનો અહેસાસ - 6
આપણે જોયું કે કાવ્યાને બદલાયેલી જોઈ ટીનાએ પૂછયું કે, " શું વાત છે કાવ્યા ?" પણ કાવ્યાએ વાત ટાળી હવે જુઓ આગળ... કાવ્યા આખો દિવસ શરદ વિશે વિચારતી રહી.શરદ ન આવ્યો એટલે એ ઉદાસ થઈ ગઈ હતી. એની ઉદાસી એનાં મોં પર સાફ સાફ દેખાય રહી હતી. સ્કુલ છૂટતાં એ ગાડીમાં પાછી ઘેર આવવાં નીકળી. શિલ્પાબેન રસોડામાં કામ પતાવી એમની રુમમાં જઈ આરામ કરવા ગયા. હેમંતભાઈ અને યશ આજે વહેલાં ઘરે આવી ગયાં. એટલે શિલ્પાબેન પાછાં સાંજની તૈયારીમાં લાગ્યાં. એટલામાં હેમંતભાઈના મોબાઈલમાં રીંગ વાગી, "હેલ્લો " "હેલ્લો હેમંત હું વસંત બોલું છું. " "હા હા યાર બોલને અને આ ...Read More
પ્રેમનો અહેસાસ - 7
આપણે અગાઉ જોયું કે કાવ્યા બનતી બધી કોશિશ કરી રહી હતી શરદને બોલાવવા માટે. હવે આગળ...કાવ્યાની દરેક કોશિશ નાકામ રહી હતી.છેવટે કાવ્યા ઊભી થઈ અને બોલી કે,"તું મારું પણ નથી માનતો.મારી કોઈ વેલ્યુ નથી એમને?ઓકે !હું જાવ છું હવે નહી આવું તારી પાસે!"શરદ બિચારો કરે તો પણ શું કરે?પણ કહેવાય છે ને કે પ્રેમમાં ઘણી તાકાત હોય છે. કાવ્યા ઊભી થઈને રૂમના બારણા તરફ ચાલી.એને જતાં જોઈ શરદની આંખમાં ઝળઝળીયા આવી ગયાં. એને પુરી કોશિશ કરી બોલવાં માટે અને એનાથી બોલાયું," કા....વ્યા...."કાવ્યા પાછળ ફરી તો શરદ હાથ કરીને એને રોકવા માટે કહેતો હતો. કાવ્યા દોડીને શરદ પાસે ગઈ અને ...Read More
પ્રેમનો અહેસાસ - 8
આપણે અગાઉ જોયું કે શરદ હવે ઠીક થઈ ગયો છે.અને હજી સુધી એને કાવ્યાને પોતાનાં દિલની વાત કહી નથી.હવે તો જાણતો હતો કે કાવ્યા તેને પસંદ કરે છે. હવે વારો એનો હતો.સ્કુલે જતાં પહેલાં માનસીબેનનાં આશીર્વાદ લેવા એમની પાસે ગયો.હજી માનસીબેન એ વાતથી અજાણ હતાં કે કાવ્યા પણ શરદને પસંદ કરે છે. શરદે પાછળથી માનસીબેનને ગળે લાગી ગયો અને બોલ્યો,"મમ્મી,આજે એ કામ પૂરું કરવાં જઉં છું જે તે દિવસે અધુરું રહી ગયું હતું. બસ મને આશીર્વાદ આપો કે આજે તો હું કામ પુરું કરીને જ આવું. ""મારાં આશીર્વાદ તો તારી સાથે જ છે દીકરા.અને મારો કાનો હવે ખુદ તારી ...Read More
પ્રેમનો અહેસાસ - 9
મને અઢળક પ્રેમ આપવાં બદલ આપ વાંચકોનો ખરાં દિલથી આભાર...બસ આમ જ અંત સુધી મારી સાથે જોડાયેલાં રહેજો.શરદે કાવ્યાનો કસીને પકડયો અને બોલ્યો,"કાવ્યા તું પણ મને પસંદ કરે છે એ જાણી ને હું ખુબ જ ખુશ થઈ ગયો હતો.""હા..શરદ મને પણ તું ગમે છે. પણ મારે એક વાત ક્લિયર કરવી છે. આઈ હોપ તું સમજીશ.""બોલી દે કાવ્યા.મને તારી બધી વાત મંજૂર છે.""શરદ આપણે હમણાં લગ્ન નહિં કરીએ.જયાં સુધી સ્ટડીઝ પૂરી ના થાય. અને મારું સપનું છે કે હું મોડેલિંગમાં મારી કેરિયર બનાવું. અને તને ખબર છે કે મને જે જોઈએ એ હું મેળવીને જ રહું છું. પછી એનાં માટે ...Read More
પ્રેમનો અહેસાસ - 10
આપણે અગાઉ જોયું કે માનસીબેને હેમંતભાઈને શરદ અને કાવ્યાની વાત કરી તો હેમંતભાઈ એકદમ કામ કરતાં અટકી ગયાં અને સામે જોવાં લાગ્યાં...હવે આગળ..... "માનસી શું કહે છે તું આ ?" "હા શરદનાં પપ્પા હું સાચું કહું છું. શરદે મને વાત કરી હતી પણ મેં એને કહયું કે બેટા તું પહેલાં કાવ્યા સાથે વાત કર.એનાં મનની વાત પણ જાણવી જરૂરી છે. " "માનસી અહીંયા આવી બેસ સોફા પર મારી સાથે.આપણે શાંતિથી વાત કરીએ." "જો માનસી બંને હજી નાના છે.અને આ ઉંમર જ એવી હોય. બે યુવાનો હૈયાં છે.આકર્ષિત થાય." "પણ શરદનાં પપ્પા એ બંને કહે છે કે હમણાં એ ફકત ...Read More
પ્રેમનો અહેસાસ - 11
પહેલાં તો મારાં વહાલાં એવાં તમામ વાંચકોનો દિલથી ખૂબ ખૂબ ખૂબ આભાર ️મારાં આ પ્રથમ પ્રયાસને તમે સફળ બનાવ્યો આશા રાખું કે આગળ પણ મારો આમ જ સાથ નિભાવતા રહેશો...તો હવે મળીએ આપણાં શરદ અને કાવ્યાને જેમનાં છે આજે ભવ્યથી અતિ ભવ્ય વિવાહ.. આખરે એ દિવસ આવી જ ગયો જે દિવસની શરદ અને કાવ્યા 5 વરસથી રાહ જોઈ રહયાં હતાં. આજે શરદ અને કાવ્યાનાં લગ્ન હતાં. અને એ પણ રાજસ્થાની ઠાઠમાં. કાવ્યા હેમંતભાઈની એકની એક દીકરી હતી. ખૂબ વહાલી અને લાડલી.અને આમ પણ દીકરી બાપને વધારે વહાલી હોય.કાવ્યાના લગ્ન હેમંતભાઈ ધામધૂમથી કરવાં માંગતા હતા. અને એ માટે એમણે પાણીની ...Read More
પ્રેમનો અહેસાસ - 12
કાવ્યા હવે પોતાનું પિયર છોડી સાસરીમાં પગરવ માંડી રહી હતી. માનસીબેનની ખુશીનો આજે પાર નહતો.વસંતભાઈ પણ ખૂબ ખૂશ હતાં. તો કાવ્યાની સ્વાગતની જોરદાર તૈયારી કરી દીધી. કાવ્યા અને શરદ આવ્યાં એટલે માનસીબેન બોલ્યાં,"શરદ બેટા ! બંને ત્યાં જ ઊભા રહો.મારે કાવ્યાની ગૃહપ્રવેશની વિધિ કરવી છે.""જી મમ્મી!"માનસીબેન આરતીનો થાળ લઈ આવ્યા. કાવ્યા અને શરદને કપાળે કુમકુમ લગાવી અક્ષત ચોંટાડયા. બંનેની આરતી ઉતારી અને કંકુવાળુ પાણી એક કથરોટમાં રાખી કાવ્યાની આગળ મૂકયું. "કાવ્યા!હવે તું અમારાં ઘરની વહુ પણ છે અને ઘરની લક્ષ્મી પણ.આ પાણીમાં પગ મૂક અને તારાં પગલાં આ ઘરમાં પાડ બેટા!""જી આંટી !""હવે આંટી નહી મમ્મી કહેવાનું. ""જી આંટી...સોરી.. ...Read More
પ્રેમનો અહેસાસ - 13
આપણે અગાઉ જોયું કે શરદે કાવ્યાને ઊંચકીને બેડ પર બેસાડી દીધી અને પાસે બેસી ગયો..હવે આગળ.."કાવ્યા તારે ખરેખર ઊંઘી છે ?"કાવ્યાએ શરદ સામે જોયું તો શરદ એટલાં પ્રેમથી એની સામે નિહાળી રહયો હતો કે એને નજર નીચે ઝુકાવી દીધી. કાવ્યાની દાઢી ઝાલીને શરદે એને ઉપર જોવડાવ્યું અને પછી બોલ્યો,"કાવ્યા ! આઈ લવ યું...કાવ્યા તારાં પ્રેમમાં હું પાગલ છું એમ કહીશ તો પણ કંઈ વધારે ના કહેવાય...મારી આંખોમાં જો...તારી તસ્વીર દેખાશે તને. ""તને હર પળ મેં ચાહી છે. તારી હર પળ આશ કરી છે. તું બસ મારી છે.એ વાત મેં હર દમ કરી છે. તારી ખુશી એ મારી છે.તારાં પર ...Read More
પ્રેમનો અહેસાસ - 14
આપણે અગાઉ જોયું કે શરદ અને કાવ્યા હનીમુન કરવાં જતાં હોય છે અને કોલ આવતાં પાછાં ઘરે આવે છે. વાગતાં માનસીબેન દરવાજો ખોલે છે. સામે શરદ અને કાવ્યાને જોઈ અવાક્ થઈ જાય છે. હવે આગળ.."કેમ શરદ તમે બંને પાછા કેમ આવ્યાં?""મમ્મી કાવ્યાનું મોડેલિંગ માટે સિલેક્શન થયુ છે અને કાલે 10 વાગે મળવાં બોલાવી છે એટલે અમે પ્રોગ્રામ કેન્સલ કર્યો.""અરે મોડેલિંગ માટે તમે....."માનસીબેનને આ ના ગમ્યું. તેમનો ચહેરો પડી ગયો.એ કંઈ પણ બોલ્યાં વગર એમનાં રુમમાં જતાં રહયાં. એમનો ચહેરો જોઈ તો લાગતું હતું કે એ ઉદાસ થઈ ગયાં છે.કાવ્યા અને શરદ પણ એમની રુમમાં ગયાં."શરદ મને લાગ્યું કે મમ્મી ...Read More
પ્રેમનો અહેસાસ - 15
આપણે અગાઉ જોયું કે કાવ્યા પેપર્સ પર સાઈન કરી દે છે. હવે જોઈએ આગળ...."કોન્ગ્રેચ્યુલેશન મિસ કાવ્યા...હવે તમે અમારી ફેશન એક ભાગ બની ચૂક્યા છો.આઈ હોપ કે તમને અમારી શરતો યાદ રહેશે તમને 1 લાખ એડવાન્સ આપવામાં આવશે.""થેન્ક યુ સર...ડોન્ટ વરી સર હું તમને શિકાયતનો એક પણ મોકો નહી આપું. ""ઓકે..તમે હવે જઈ શકો છો અને પરમ દિવસે આપણે એક એડ છે એનાં માટે ફોટોશૂટ કરવાનું છે અને એક મેગેઝિન માટે પણ શૂટ કરવાનું છે. આઈ કોલ યુ બેક ઓકે.""ઓકે સર...થેન્કસ. "કાવ્યાનું સ્વપ્ન આજે પુરૂં થવાને આરે હતું પણ જે ખુશી એને થવી જોઈએ એ એને મહેસૂસ થઇ રહી નહતી.એ ...Read More
પ્રેમનો અહેસાસ - 16
આપણે અગાઉ જોયું કે શરદે મિસ્ટર શાહને કાવ્યાની વાત કરી.શરદ શરતો વિશે બોલ્યો એટલે માનસીબેન પૂછવાં લાગ્યાં કે કેવી હવે આગળ...."અ...હા મમ્મી. મીતેશ રાઠવાની થોડી શરતો છે જે કાવ્યાને માનવી પડશે.છ વર્ષ માટે કાવ્યાને એ લોકોએ સિલેક્ટ કરી છે. અને એનાં પેપર્સ પર કાવ્યાએ સાઈન પણ કરી દીધી છે.એ લોકોએ એડવાન્સ પણ આપવાનું કહયું છે.પરમ દિવસે કાવ્યાનું ફોટો શૂટ છે.અને એ પણ અહીંથી બીજી સીટીમાં છે.""પણ શરદ. કેવી શરતો?""મમ્મી એ માટે કાવ્યાને ગમે ત્યાં અને ગમે ત્યારે બોલાવે તો એને જવું પડશે.શુટને અનુરુપ કપડાં પણ પહેરવાં પડશે. અધવચ્ચે તે કોન્ટ્રાકટ કેન્સલ કરી શકશે નહિ. ""અરેરેરે...આપણાં ઘરની વહુ,આપણાં કૂળની મર્યાદા ...Read More
પ્રેમનો અહેસાસ - 17
આપણે અગાઉ જોયું કે કાવ્યાનું લાઈવ ઈન્ટરવ્યુ થઈ રહયું હતું. અને પત્રકારે લાસ્ટ સવાલ પૂછે છે કે તમારી લાઈફ તમે શું વિચારો છો?આઈ મીન લાઈફ પાર્ટનર વિશે? હવે આગળ...ઘરે માનસીબેન અને શરદ તથા મિસ્ટર શાહ પોત પોતાની ઓફિસમાં બેઠાં બેઠાં આ ઈન્ટરવ્યુ જોઈ રહયાં હતાં. શરદથી આ વાત એટલે છુપી રહી શકી હતી કેમ કે કાવ્યા કયારેય શરદને એની સાથે લઈ ગઈ ન હતી. ત્રણેય જણ આ સવાલ સાંભળી પુરેપુરા હલી ગયા હતા. કાવ્યા એ જવાબ આપતાં કહયું,"પ્લીઝ નો પર્સનલ સવાલ..હવે હું કોઈ જવાબ નહી આપું. એમ કહી ત્યાંથી એ જતી રહે છે. ઘરે આવતાં જ માનસીબેને કાવ્યાને હોલમાં ...Read More
પ્રેમનો અહેસાસ - 18
આપણે અગાઉ જોયું કે શરદે ડિવૉર્સ પેપર પર સહી કરી દીધી અને પછી કાવ્યાને સહી કરવા બોલાવી હવે આગળ.... શાહ બોલ્યા કે; "જિંદગીમાં અણબનાવ તો થાય એમાં આમ ડિવૉર્સ થોડાં લેવાના હોય? " "પપ્પા દશ વર્ષ થયાં પણ હવે મને નથી લાગતું કે અમારી લાઈફ હવે સાથે રહીને જીવી શકાય... કાવ્યાને ફક્ત એની કેરિયર વહાલી છે.. એને પરીવારની કે મારી કોઈ પરવાહ નથી. " "કાવ્યા મેં તને કહ્યું હતું કે તારી અને શરદની વચ્ચે તારી કેરિયરને કયારેય ન લાવતી નહીં તો તારી કેરીયર તો બની જશે પણ તારી જિંદગી બરબાદ થઈ જશે. " "શરદ પેપર્સ લાવ. ક્યાં સહી કરવાની ...Read More
પ્રેમનો અહેસાસ - 19
માધવી ઘરે આવી ત્યારે શારદા બેન સિલાઈ મશીન પર બેસી કોઈ ઑડર સીવી રહયાં હતાં... માધવી ઘરે આવતા જ ઊઠે છે. "મમ્મી! હવે બસ... આજથી તારે આરામ કરવાનો અને તારી આ લાડકી પૈસા કમાઈ લાવશે. હવે મારો વારો. "એમ કહેતા માધવી શારદા બેનને વળગી પડી. શારદાબેન ની આંખો પણ ભીની થઈ ગઈ. "મતલબ ભગવાને મારી સાંભળી ખરી.. ભગવાન મારી લાડોને આમ જ સફળ બનાવે. ""મમ્મી લે આ મીઠાઈ.. તારું મોઢું મીઠું કર... મમ્મી લતા અને રાજ કયાં છે.. હવે એમની જવાબદારી પણ મારી.. ""દીદી અમે અહીં છીએ.. તમને ખૂબ ખૂબ અભિનંદન.. "રાજ અને લતા આવ્યા.. બંને બહુ ડાહ્યા અને ...Read More
પ્રેમનો અહેસાસ - 20
માધવી ખૂબ જ ટેન્શન મા આવી ગઈ હતી... ત્યાં લતા આવી. "દીદી શું કીધું ડૉકટરે? " "લતા! મમ્મીને ફેફસામાં લાગ્યું છે જો એનું સમયસર ઑપરેશન કરવામાં નહી આવે તો મમ્મી..... એનો ખર્ચ 5 લાખ રૂપિયા થાય એમ છે.. આટલાં બધાં રુપિયા આપણને કોણ આપશે? " "દીદી એક માણસ છે મારી નજરમાં.. મને વિશ્વાસ છે એ જરૂર આપશે. " "કોણ છે લતા એ? જલ્દી બોલ! " "તમારા બોસ દીદી.. શરદસર" "પણ લતા હજી તો 6 મહિના થયાં છે જોબ જોઈન્ટ કરે અને આટલી મોટી રકમ એ આપશે? " "હા દીદી... તમે તો કહેતા હતા કે શરદસર બહુ ભલા માણસ છે." ...Read More
પ્રેમનો અહેસાસ - 21
શરદની વાત સાંભળી માધવીને શું બોલવું એની સૂઝ જ ના પડી... એક સેકન્ડ માટે એ ચૂપ થઇ ગઈ પણ એ બોલી. "સર તમારો મારી પર બહુ મોટો ઉપકાર છે. હું તૈયાર છું તમારી સાથે લગ્ન કરવા.. તમે મારી મમ્મી ને બચાવી છે. તમારી મમ્મી ને ખુશ કરવા હું આ કામ કરવા તૈયાર છું. " "થેન્કયુ માધવી... મને માફ કરજે. હું મારા સ્વાર્થ માટે તારી સાથે.... " અરે... તમે કોઈ ગિલ્ટમાં ના રહેશો સર. " "માધવી મને ખબર છે.. દરેક છોકરીનું સ્વપ્ન હોય છે.. કોઈ રાજકુમાર આવે અને એની સાથે એ લગ્ન કરે... એને ખૂબ પ્રેમ કરે.. એની ચિંતા કરે.. ...Read More
પ્રેમનો અહેસાસ - 22
માધવી ને તો વિશ્વાસ ન હતો આવી રહ્યો કે શરદ સાથે એના લગ્ન થયા છે.. "માધવી અહીયાં વોશરૂમ છે.. ફ્રેશ થઈને કપડાં ચેન્જ કરી શકે છે. " "જી સર" "અને હા હવે મમ્મી ની સામે સર ના કહેતા પ્લીઝ. " "ઓકે હવે ધ્યાન રાખીશ. અને મારી ઈચ્છા છે કે તમે પણ મને તમે નહીં પણ તું કહીને બોલાવો. " "હા ચોકકસ. " માધવી ફ્રેશ થઈ ને બહાર આવી ગઈ.. આછા પીંક કલરનો નાઈટ ડ્રેસ માધવીએ પહેર્યો હતો.. એ આવીને શરદ પાસે બેઠી. "સર... એક વાત કહું?" "હા બોલોને" "પહેલા આ બોલોને એમ કહેવાનું છોડો.. બોલ એમ કહો તો શું ...Read More
પ્રેમનો અહેસાસ - 23
માધવી નીકળી તો ગઈ હતી. શરદની જિંદગીથી દુર પણ કયાં જશે એની એને ખુદ ખબર ન હતી... આજે માધવી મહેસુસ કરી રહી હતી કે જાણે એને બધું જ ખોઈ દીધું.. જિંદગીની જંગ હારી ગઈ હતી.. સડક પર બેગ લઈને ચાલી રહી હતી.. ના એની કોઈ મંજિલ હતી ના કોઈ આશરો.. પોતાના ઘરે જઈને એ આશાબેન નો સામનો કરી શકે કે એમના પ્રશ્નો ના જવાબ આપી શકે એટલી હિંમત પણ ના કરી શકી.. બસ ચાલે જતી હતી.. આજુબાજુ દોડતાં વાહનો, માણસો કશા ઉપર એનું ધ્યાન ન હતું. એટલામાં એને મંદિરમાં વાગતાં ઘંટારવનો અવાજ સંભળાયો.. માધવીના પગ મંદિર તરફ વળી ગયા.. ...Read More
પ્રેમનો અહેસાસ - 24 - છેલ્લો ભાગ
માધવીની ચિઠ્ઠી વાંચી શરદ થોડી વાર માટે દુઃખી થઈ ગયો.. પણ પછી એ ચિઠ્ઠી બાજુ પર મુકી રુટીન કામ લાગ્યો.. દક્ષુ પણ ઊઠી ગયો.. ઉઠતાની સાથે એ એની મમ્મી ને શોધવા લાગ્યો.. માધવી નજર ના આવતા એને રડવાનું શરું કર્યું.. બાળક ભલે નાનું હોય. બોલી શકતું ના હોય પણ એની મમ્મી ને તો એ ઓળખી જ જાય.. શરદે એને હાથમાં લીધો અને આમ તેમ ફરવા લાગ્યો પણ દક્ષુ ચૂપ જ ના થયો.. જાણે એ જાણી ગયો હોય કે એની મમ્મી હવે એને જોવા પણ નહીં મળે.. એમ રડવા લાગ્યો.. શરદ પણ ના જોઈ શક્યો એની આ હાલત.. એટલામાં માનસીબેન ...Read More