સંતાપ

(1k)
  • 82.6k
  • 103
  • 50.6k

..વિશાળગઢથી હરદ્વાર જતી એક્સપ્રેસ ટ્રેન પૂરી રફતારથી પોતાની મંઝીલ તરફ ધસમસતી હતી. આ ટ્રેનના સેકન્ડ ક્લાસના જનરલ કંપાર્ટમેન્ટમાં એક મુસાફર એવો હતો કે જેની પાસે ટિકિટ નહોતી.ટિકિટ વગર જ એ ખુદાબક્ષ તરીકે મુસાફરી કરતો હતો. પરંતુ તેમ છતાંય ટિકિટ ચેકર તેના પ્રત્યે બિલકુલ ધ્યાન નહોતો આપવાનો. એટલું જ નહીં, તેની પાસે ટિકિટ પણ નહોતો માંગવાનો ...! એ માનવીનો દેખાવ જ એવો હતો. વધેલી દાઢી ...! ખભા સુધી લટકતા લાંબા-બરછટ વાળ ...! મેલાં-ઘેલાં અને પરસેવાથી દુર્ગંધ મારતાં વસ્ત્રોમાં એ માણસ કોઈક ભિખારી જેવો લાગતો હતો.અને ભિખારી પાસે ક્યારેય ટિકિટની માગણી નથી થતી. એનું નામ જયરાજ ચૌહાણ હતું ! નસીબ અને સંજોગો સામે માણસની કોઈ કમાલ કે કારીગરી નથી ચાલતી ...! ગમે તેવો બહાદુર અને બુદ્ધિશાળી માણસ પણ સંજોગો સામે લાચાર બની જાય છે. સંજોગોની કારમી થપાટે જ જયરાજની આવી અવદશા કરી હતી. તે એક એક પૈસાનો મોહતાજ બનીને ભિખારીની જેમ અત્યારે ટ્રેનમાં બેઠો હતો. તે હરદ્વાર જઈને શાંત અને પવિત્ર વાતાવરણમાં થોડા દિવસો વિતાવવા માંગતો હતો.

Full Novel

1

સંતાપ - 1

કનુ ભગદેવ ***** ૧. ચંડાળ ચોકડી…! ..વિશાળગઢથી હરદ્વાર જતી એક્સપ્રેસ ટ્રેન પૂરી રફતારથી પોતાની મંઝીલ તરફ ધસમસતી હતી. આ સેકન્ડ ક્લાસના જનરલ કંપાર્ટમેન્ટમાં એક મુસાફર એવો હતો કે જેની પાસે ટિકિટ નહોતી.ટિકિટ વગર જ એ ખુદાબક્ષ તરીકે મુસાફરી કરતો હતો. પરંતુ તેમ છતાંય ટિકિટ ચેકર તેના પ્રત્યે બિલકુલ ધ્યાન નહોતો આપવાનો. એટલું જ નહીં, તેની પાસે ટિકિટ પણ નહોતો માંગવાનો ...! એ માનવીનો દેખાવ જ એવો હતો. વધેલી દાઢી ...! ખભા સુધી લટકતા લાંબા-બરછટ વાળ ...! મેલાં-ઘેલાં અને પરસેવાથી દુર્ગંધ મારતાં વસ્ત્રોમાં એ માણસ કોઈક ભિખારી જેવો લાગતો હતો.અને ભિખારી પાસે ક્યારેય ટિકિટની માગણી નથી થતી. એનું નામ જયરાજ ...Read More

2

સંતાપ - 2

૨. ઇનામ દસ હજાર...! તા. ૧૭મી મે ! જયરાજ આજે ખૂબ ખુશ હતો. આજે એના લગ્નની પ્રથમ રાત્રિ હતી. વિદાય લઈને રાત્રે સાડા અગિયાર વાગ્યે એ પોતાનાં બેડરૂમમાં પહોંચ્યો ત્યારે નવોઢાના વેશમાં સુમન ચહેરા પર ઘુમટો તાણીણે પલંગ પર બેઠી હતી. ‘સુમન...!’ જયરાજ ધીમેથી બોલ્યો. બંગડીઓના મધુર રણકાર વચ્ચે સુમને ઘુમટો સરકાવીને માથું ઊંચું કર્યું. એની આંખોમાં આંસુ ચમકતાં હતાં. ‘શું વાત છે સુમન ?’ સુમનને રડતી જોઇને એનું હૈયું હચમચી ઊઠ્યું, ‘ત...તું રડે છે ?’ વાત પૂરી કરીને તે એની બાજુમાં બેસી ગયો. ‘હું...હું તમને એક સચ્ચાઈ જણાવવા માંગુ છું !’ સુમન કંપતા અવાજે બોલી, ‘તમે મારા પતિ ...Read More

3

સંતાપ - 3

૩. મેજર નાગપાલ...! સેન્ટ્રલ ઈન્ટેલિજન્સ ડીપાર્ટમેન્ટનો ચીફ ઇન્સ્પેક્ટર મેજર નાગપાલ અત્યારે વિશાળગઢના પોલીસ હેડક્વાર્ટર ખાતે પોતાની ઓફિસમાં નત મસ્તકે કોઈક ઊંડા વિચારમાં ડૂબેલો હતો. એના જમણા હાથમાં તેની પાઈપ જકડાયેલી હતી. ઓફિસમાં એની પ્રિય “પ્રિન્સ હેનરી” તમાકુની મહેક છવાયેલી હતી. નાગપાલના નામ અને કામથી મારા સુજ્ઞ વાંચકો વાકેફ જ છે એટલે આ બાબતમાં વિશેષ કશુંય જણાવવાની મને જરૂર નથી લગતી. પગરવ સાંભળીને એણે વિચારધારામાંથી બહાર આવીને માથું ઊંચું કર્યું. આગંતુક બીજું કોઈ નહીં, પણ જગદેવ મરચંટ જ હતો. જગદેવે તેની સાથે હાથ મિલાવીને પોતાનો પરિચય આપ્યો. ‘બેસો મિસ્ટર મરચંટ !’ નાગપાલે સામે પડેલી ખુરશી તરફ સંકેત કરતાં કહ્યું, ‘તમારા ...Read More

4

સંતાપ - 4

૪ રાજેન્દ્રનું ખૂન ...! અનિતા અને પપ્પુને વિદાય આપ્યા પછી જયરાજ વેઈટીંગ રૂમમાં આવીને બેસી ગયો. પોતાના શરીર પર વીંટાળીને એણે એક સિગારેટ પેટાવી એ જ વખતે ભગવાં વસ્ત્રો ધારણ કરેલો, સાધુ જેવો લાગતો એક માનવી તેની બાજુમાં આવીને બેઠો. એની સફેદ દાઢી છાતીને સ્પર્શતી હતી. ‘લાવ...! સિગારેટ પીવડાવ ...!’ એણે લાલઘૂમ નજરે જયરાજ સામે જોતાં કહ્યું. ‘એના અવાજમાં કોણ જાણે શું હતું કે જયરાજે એક નવી સિગારેટ પેટાવીને તેને આપી દીધી. સાધુએ બંને આંગળીઓ વચ્ચે સિગારેટ પકડીને ઉપરા-ઉપરી ત્રણ-ચાર કસ ખેંચી નાંખ્યા. પછી ફરીથી એક વાર એની લાલઘૂમ અને ચમકારા મારતી આંખો જયરાજના ચહેરા પર સ્થિર થઇ ગઈ. ...Read More

5

સંતાપ - 5

૫. નાગપાલની તપાસ...! બીજે દિવસે સવારે ચાવાળો છોકરો ચા લઈને ગેરેજમાં પહોંચ્યો ત્યારે જ રાજેન્દ્રના ખૂનની વાત બહાર આવી. પોલીસને આ બનાવની જાણ કરવામાં આવી. રાજેન્દ્ર સાથે સંકળાયેલો હોવાને કારણે નાગપાલ તરત જ જરૂરી સ્ટાફ સાથે બનાવના સ્થળે પહોંચી ગયો. ફોરેન્સિક વિભાગ તથા ફોટોગ્રાફરની કાર્યવાહી પૂરી થયાં પછી એણે બારીકાઇથી ઓફીસનું નિરીક્ષણ કર્યું. પરંતુ ત્યાંથી તેને કોઈ શંકાસ્પદ ચીજવસ્તુ ન મળી. ઓફિસમાં સેન્ટની તૂટેલી બોટલને કારણે તીવ્ર ગંધ ફેલાયેલી હતી. કેપ્ટન દિલીપ પણ અત્યારે નાગપાલની સાથે આવ્યો હતો. એ ચૂપચાપ નાગપાલની કાર્યવાહી જોતો હતો. ‘ખૂની ખૂબ જ ચાલક છે !’ નાગપાલે ઉભડક પગે બેસીને લાશનું નિરીક્ષણ કરતાં કહ્યું, ‘ગુનો ...Read More

6

સંતાપ - 6

૬ દિલીપનો તર્ક ......! ગલીના ખૂણે પહોંચતાં જ નાગપાલે રાજેન્દ્રના ઘરમાં થતી રોકકળનો અવાજ સાંભળી લીધો. એણે એક ઊંડો ખેંચીને જીપને બ્રેક મારી. દીકરાના મોતના સમાચાર જાણે કે પાંખો ફૂટી હોય એ રીતે રાજેન્દ્રની વિધવા મા પાસે પહોંચી ગયા હતાં. કોઈક પરિચિતે જ આ સમાચાર પહોંચાડ્યા હતા. ‘હવે રાજેન્દ્રના ઘેર જવાનો કોઈ અર્થ નથી !’ દિલીપ બોલ્યો. ‘હા...તેમને સમાચાર તો પહોંચી જ ગયા છે !’ નાગપાલે સહમતિસૂચક ઢબે માથું હલાવતાં કહ્યું, ‘પોસ્ટમોર્ટમ થયા પછી લાશ પણ મોકલી આપવામાં આવશે !’ એણે જીપનું ગિયર બદલીને પછી વાળી. થોડી પળોમાં જ તેઓ મુખ્ય સડક પર પહોંચી ગયા. એ જ વખતે સડક ...Read More

7

સંતાપ - 7

૭ ડબલ મર્ડર .....! ....ભગવાન જાણે કઇ પરિસ્થિતિ સામે પરાજય સ્વીકારીને એણે આપઘાત કર્યો હતો ..! બેરોજગાર અથવા તો દીકરીઓના કરિયાવરની ચિંતા ...! દેશનાં કરોડો માધ્યમ વર્ગના કુટુંબની આ જ હાલત છે ....! આર્થિક કટોકટીને કારણે કોણ જાણે કેટલા લોકોને પોતાની જીંદગી ટુંકાવવી પડે છે ? શરમ, સંકોચ અને ભોંઠપની મર્યાદા વટાવ્યા પછી આપઘાત સિવાય બીજો કોઈ માર્ગ બાકી નથી રહેતો ....! ઈચ્છા ન હોવા છતાંય દસેય દિશામાંથી નિરાશ થયાં પછી છેવટે માણસને જીંદગી ટૂંકાવવાનો નિર્ણય લેવો પડે છે . જીંદગી ઈશ્વરે આપેલી એક અમુલ્ય ભેટ છે અને તેને સારી રીતે જીવવી જોઈએ એમ સૌ કહે છે. મોટા મોટા ...Read More

8

સંતાપ - 8

૮. નસીબના ખેલ...! બીજે દિવસે જયરાજની ઊંઘ ઊડી ત્યારે સવારના અગિયાર વાગી ગયા હતા. સરસ ઊંઘ આવી જવાને કારણે મગજ હળવું ફૂલ જેવું થઇ ગયું હતું. એણે ચા મંગાવીને પીધી અને થોડી વારમાં જ નિત્યકર્મથી પરવારી ગયો. બાર વાગી ગયા હતા. જમવાનું પણ એણે રૂમમાં જ મંગાવી લીધું. હોટલના મેનેજરે થાળીની સાથે જ ભોજનનું બીલ પણ મોકલ્યું હતું. જયરાજ પાસે કોઈ રકમ લેણ ન રહે એમ કદાચ તે ઈચ્છતો હતો. સાડા બાર વાગે જયરાજ નીચે ઊતરીને રીસેપ્શન પર આવ્યો. રીસેપ્શન કાઉન્ટર પાછળ મેનેજર સિવાય એક બીજો માણસ પણ મોજૂદ હતો. એ એક મજબૂત શારીરિક બાંધો તથા શ્યામવર્ણો દેખાતો માનવી ...Read More

9

સંતાપ - 9

૯ બ્લેક વોરંટ .....! કમિશનર ભાટિયાના સંકેતથી નાગપાલ એની સામે પડેલી ખુરશી પર બેસી ગયો. ભાટિયાનો ચહેરો અત્યારે બેહદ હતો. ‘આપ ખૂબ જ ચિંતાતુર લાગો છો સર?’ ‘હા...અને એ ચિંતાનું કારણ તું છો ....! ભગવાન જાણે તેં જગદેવ મરચંટને શું કહ્યું છે કે એ ખૂબ જ રાતો-પીળો થઇ ગયો છે ..!’ ‘મેં તો એને જે સાચું હતું એ જ કહ્યું છે !’ નાગપાલ શાંત અવાજે બોલ્યો. ‘તારી સાચી વાતમાં એક વાત એ પણ હતી કે તારી તપાસના રીપોર્ટ મુજબ જયરાજ ચૌહાણ સ્પષ્ટ ગુનેગાર નહીં, પણ શંકાસ્પદ આરોપી છે ...!’ ‘હા...અને એ સાચું પણ છે !’ ‘જો આ વાત પણ ...Read More

10

સંતાપ - 10

૧૦ પ્રાઈવેટ ડીટેકટીવ.....! – નાગપાલ નર્યા-નીતર્યા અચરજથી જગમોહન બક્ષીના ચહેરા સામે તાકી રહ્યો હતો. ‘તો જયરાજે રિવોલ્વરના જોરે તમારી કવર આંચકી લીધું ..! પણ એણે આવું કરવાની શું જરૂર હતી ..?’ એણે આશ્ચર્યથી પૂછ્યું. અત્યારે તે જગમોહન બક્ષીના બંગલે આવ્યો હતો. ‘નાગપાલ સાહેબ , તે કોણ હતો એની તો મને પણ ખબર નથી. એના ચહેરા પર ગીચ દાઢી-મૂંછ હતા. આ દાઢી-મૂંછ નકલી પણ હોઈ શકે છે ! મેં તેની માત્ર એક ઝલક જ જોઈ હતી. બાકી જે કંઈ બન્યું, એની વિગતો તો મેં આપને જણાવી જ દીધી છે .’ જગમોહન બક્ષીએ પોતાના માથા પર હાથ ફેરવતા કહ્યું. એ જે ...Read More

11

સંતાપ - 11

૧૧ જયારાજનો દાવ ....! રાતના સાડા બાર વાગ્યા હતા. નાગપાલે પોતાના શયનખંડમાં પ્રવેશીને લાઈટ ચાલુ કરવા માટે સ્વીચ બોર્ડ હાથ લંબાવ્યો. ‘લાઈટ ચાલુ કરશો નહીં નાગપાલ સાહેબ ...!’ અંધકારમાં જ એક ચેતવણીભર્યો અવાજ ગુંજ્યો, ‘ચુપચાપ પલંગ પે બેસી જાઓ ...!’ લાખો માણસોના અવાજ વચ્ચે પણ નાગપાલ આ અવાજને ઓળખી શકે તેમ હતો. -------એ અવાજ જયરાજનો હતો...! ‘જયરાજ તું ...? ઈશ્વરનો પાડ કે તું જીવતો છો ...!’ કહીને તે પલંગ પાસે ખુરશી પર બેઠેલી આકૃતિ તરફ ધસી ગયો. ‘નાં..નાગપાલ સાહેબ ...! પલંગ પર બેસી જાઓ ..!’ જયરાજની કર્કશ અવાજ ગુંજ્યો, ‘હું મારા મિત્ર છે, તે નાગપાલ સાહેબ પાસે આવ્યો છું ...Read More

12

સંતાપ - 12 - છેલ્લો ભાગ

૧૨ ઘટસ્ફોટ .......! પોલીસ કમિશનર ભાટિયા આગ વરસાવી નજરે નાગપાલ સામે તાકી રહ્યો હતો. પારાવાર રોષ અને ઉશ્કેરાટથી એનો તમતમતો હતો. ‘આ..’ એણે ખાનામાંથી ત્રણ-ચાર અખબારો કાઢીને તેની સામે ફેંકતાં પુછ્હ્યું, ‘આ બધું શું છે ..? આમાં શું છપાયું છે ..? કોર્ટનું બ્લેક વોરંટ ..! કાયદો, મંત્રીના બાપની જાગીર નથી ..! જયરાજ ચૌહાણ જીવતો છે અને ટૂંક સમયમાં જ સાચી હકીકત બહાર લાવશે..!’ ‘હું બધાં અખબારો જોઈ ચૂક્યો છું સર.! નાગપાલે એકદમ શાંત અને ગંભીર અવાજે કહ્યું, ‘પરંતુ આમાં હું શું કરી શકું તેમ છું ..? જયરાજે પોતે જ બધા અખબારવાળાઓનો સંપર્ક સાધ્યો હતો. એના સનસનાટીથી ભરપુર સમાચાર તાબડતોબ ...Read More