પુરક - એક અનુભવ

(77)
  • 10.8k
  • 13
  • 4.7k

જોગાનુજોગ તે પહેલા જ દિવસે મોડી પડી. શાળાના નિયમ મુજબ ગેટની બહાર ઉભુ રહેવુ પડ્યુ. આ ઘટનાથી એ થોડી નિરાશ જણાય રહી હતી. નવા પ્રવેશથી તેને માફ કરવામા આવી અને બધાની સાથે લાઇન મા ઉભા રહેવા કહ્યુ. ત્યાં તો એક બીજી નિરાશા આવી ગઇ. જે છોકરી ક્યારેય છેલ્લે રેહવામા માનતી ન હતી, હંમેશા પહેલા જ ઊભી રહેતી તેને પોતાના લાંબા કદના કારણે લાઇન મા છેલ્લુ ઊભુ રહેવુ પડ્યુ. એ મનમાં ભગવાનને પુછી રહી હતી કે મારી સાથે જ કેમ!..આટલી એકલી લડી રહી છુ આ બધા અનુભવોથી તો આટલી મુશ્કેલી ,આટલા કડવાશ એક સાથે કેમ?!...પણ એને ક્યાં ખબર હતી કે એ જ પળથી જીંદગી જોવાની એક નવી નજર મળવાની છે!.....

Full Novel

1

પુરક - એક અનુભવ

જોગાનુજોગ તે પહેલા જ દિવસે મોડી પડી. શાળાના નિયમ મુજબ ગેટની બહાર ઉભુ રહેવુ પડ્યુ. આ ઘટનાથી એ થોડી જણાય રહી હતી. નવા પ્રવેશથી તેને માફ કરવામા આવી અને બધાની સાથે લાઇન મા ઉભા રહેવા કહ્યુ. ત્યાં તો એક બીજી નિરાશા આવી ગઇ. જે છોકરી ક્યારેય છેલ્લે રેહવામા માનતી ન હતી, હંમેશા પહેલા જ ઊભી રહેતી તેને પોતાના લાંબા કદના કારણે લાઇન મા છેલ્લુ ઊભુ રહેવુ પડ્યુ. એ મનમાં ભગવાનને પુછી રહી હતી કે મારી સાથે જ કેમ!..આટલી એકલી લડી રહી છુ આ બધા અનુભવોથી તો આટલી મુશ્કેલી ,આટલા કડવાશ એક સાથે કેમ?!...પણ એને ક્યાં ખબર હતી કે એ જ પળથી જીંદગી જોવાની એક નવી નજર મળવાની છે!..... ...Read More

2

પુરક - એક અનુભવ - 2

સ્વાભાવિક રીતે કોઈ પણ વસ્તુ કે આદત પાડવી બહુ મુશ્કેલ હોય છે. એ જ રીતે કોઈ વ્યક્તિનું આપણા જીવનમાં કે છૂટા પડવુ તે દર્દ ભર્યુ જ હોય છે. વૈદેહી અને એલ્વિનાનું છૂટું પડવુ પણ તેમના માટે સરળ સાબિત ના થયુ. કહેવાય છે ને કે વાતો ઓછી થવા લાગે તો ગેરસમજ વધવા લાગે. એ જ વાતનો આસાર વૈદેહી અને એલ્વિના સાથે પણ જાણવા લાગ્યુ . ઘણો સમય વીતી ગયો પણ વૈદેહી અને એલ્વિના એકબીજા સાથે વાત કરવામાં નિષ્ફળ રહ્યા. અને એકબીજા પર અતૂટ વિશ્વાસ હવે ખોરવાતો જણાય રહ્યો હતો. "હવે નવા મિત્રો બન્યા હશે", "હું તો યાદ પણ નહિ ...Read More

3

પુરક - એક અનુભવ - 3

પણ ખબર નહિ કેમ જ્યારે પણ એલ્વિના પોતાનું મન દિશાંશ માંથી હટાવી કામમાં લગાવતી ત્યારે ત્યારે દિશાંશ કંઇક એવી કરી દેતો કે એલ્વિના દુઃખી થઈ જતી, બધી વાતો તાજી થઈ જતી. એક વખત તો એલ્વિનાએ દ્રઢ સંકલ્પ કર્યો કે હવે દિશાંશની કોઇ વાતનો અસર પોતાની પર થવા નહિ દે. પણ બધી વારની જેમ આ વખતે પણ દિશાંશની હરકત બદલાય નહિ. એલ્વિનાનો જન્મદિવસ આવ્યો. હોસ્ટેલની બધી છોકરીઓ મળીને ખુબ ધામધૂમથી ઉજવણી કરી. રાતના 12 વાગ્યે કેક કાપવાનો રીવાજ બનવા લાગ્યો છે આજના સમયમાં એટલે એલ્વિનાને પણ આ અવસર મળ્યો. આખી રાત બહુ મજા કરી. સવારે કૉલેજ કરી અને આખો દિવસ પસાર થયો એલ્વિના ખુશ હતી. દિશાંશ માંથી તેનુ ધ્યાન હટી ગયુ હતુ પણ ત્યાં જ તો... ...Read More