ઇકરાર

(143)
  • 51.9k
  • 11
  • 26k

દરિયાના મોજાંનો હળવો ખળખળ નાદ તાલબદ્ધ રીતે વાતાવરણમાં રેલાઈ રહ્યો હતો. દરિયાનું આસમાની પાણી અને આકાશનો આસમાની રંગ એકસમાન લાગી રહ્યો હતો. દૂર ક્ષિતિજ પર બંને જ્યાં એકમેકને મળતા હતા ત્યાં એવું લાગી રહ્યું હતું કે દરિયો આકાશમાંથી ઉતરી કિનારે આવી પાછો વળી જતો હોય. રંગબેરંગી બિકનીમાં સજ્જ સ્ત્રીઓ અને અવનવા રંગના ચડ્ડા ધારણ કરી પુરુષો એકબીજાને પ્રેમ કરી રહ્યા હતા. બાળકો દરિયાના પાણીમાં નહાવાની મજા લઈ રહ્યા હતા તો કોઈ કોઈ રેતીમાં મસ્તીએ ચડ્યા હતા. ઉનાળામાં મોટેભાગે સિડનીના આ બીચ પર કીડીયારાની જેમ માનવ મહેરામણ ઉભરાતું. હું પણ મોસમની મજા માણવા રવિવારે અહીં આવી જાઉં છું. હમણાં જ અડધો કલાક જેની સાથે દરિયામાં મસ્તી કરીને પોળો ખાવા દરિયાને અડીને બનાવાયેલા આ બગીચામાં ઝાડ નીચે લાંબો થયો હતો. કુદરતના લીલાં પાથરણા પર અમે અમારું સફેદ પાથરણું પાથરી ઉપર સાથે લાવેલી બેગનું ઓશીકું બનાવી કુદરતી સાનિધ્યનો લુપ્ત ઉઠાવી રહ્યા હતા.

New Episodes : : Every Tuesday, Thursday & Saturday

1

ઇકરાર - (ભાગ ૧)

દરિયાના મોજાંનો હળવો ખળખળ નાદ તાલબદ્ધ રીતે વાતાવરણમાં રેલાઈ રહ્યો હતો. દરિયાનું આસમાની પાણી અને આકાશનો આસમાની રંગ એકસમાન રહ્યો હતો. દૂર ક્ષિતિજ પર બંને જ્યાં એકમેકને મળતા હતા ત્યાં એવું લાગી રહ્યું હતું કે દરિયો આકાશમાંથી ઉતરી કિનારે આવી પાછો વળી જતો હોય. રંગબેરંગી બિકનીમાં સજ્જ સ્ત્રીઓ અને અવનવા રંગના ચડ્ડા ધારણ કરી પુરુષો એકબીજાને પ્રેમ કરી રહ્યા હતા. બાળકો દરિયાના પાણીમાં નહાવાની મજા લઈ રહ્યા હતા તો કોઈ કોઈ રેતીમાં મસ્તીએ ચડ્યા હતા.ઉનાળામાં મોટેભાગે સિડનીના આ બીચ પર કીડીયારાની જેમ માનવ મહેરામણ ઉભરાતું. હું પણ મોસમની મજા માણવા રવિવારે અહીં આવી જાઉં છું. હમણાં જ અડધો કલાક ...Read More

2

ઇકરાર - (ભાગ ૨)

આજ સવારથી જે સુંદર સુંદર ઘટનાઓ બની રહી હતી તેની ખુબસુરતી મમરાવતો મમરાવતો હું ઓફિસે પહોંચ્યો. મને લાગતું હતું આજ સવારથી જ ચોઘડિયા સારા ચાલતાં લાગે છે નહીંતર ઉપરાઉપરી એક સે બઢકર એક ઘટનાઓ બને નહીં.હું જેવો લીફટમાં પહોંચ્યો કે વધુ એક ઘટના મારી રાહ જોઈ રહી હોય એમ જેવો હું લિફ્ટનો દરવાજો બંધ કરવા જતો હતો ત્યાં જ ઉતાવળે અવની પ્રવેશી. એ જેવી પ્રવેશી એવો જ મને લીફ્ટમાં રોમેન્ટિક સંગીત વાગવાનો આભાસ થયો. આવું સંગીત જયારે પણ અવની મારી આસપાસ આવતી ત્યારે સંભળાતું. અવની કેવળ મારી બાજુમાં આવીને ઉભી રહેતી તો પણ મારા આખા શરીરમાં અચાનક ઉર્જાનો સંચાર ...Read More

3

ઇકરાર - (ભાગ ૩)

મારા નયન અવનીને તેની કેબીન સુધી વળાવી રહ્યા હતા ત્યારે મારા પગ મને મારી કેબીન તરફ વળવાનો સંકેત આપી હતા. મેં મારા કેબીનમાં આવીને મારી બેગમાંથી ટીફીન કાઢીને મારા ડેસ્કના છેલ્લા ડ્રોઅરમાં મુક્યું ને બેગને મારી ખુરશીની ડાબી તરફની ખાલી જગ્યામાં ગોઠવી.મારી રોજની દિનચર્યા શરૂ થઈ. હા તો તમને જણાવી દઉં કે હું A To Z નામની વિઝા કન્સલ્ટન્ટ કંપનીમાં છેલ્લા ચાર વર્ષથી કામ કરું છું પણ હજી મારા વિઝા આવ્યા નથી. કેમ કે મારે તો ત્યાં જ જવું છે જે રોજ મારા સપનામાં આવે છે, ઓસ્ટ્રેલીયા. ઓસ્ટ્રેલીયાના સ્ટુડન્ટ વિઝા મેળવવા માટે મારી પાસે લાયકાત નથી. એવું નથી કે ...Read More

4

ઇકરાર - (ભાગ ૪)

બાથરૂમમાં મોં ધોઈને રૂમાલથી મોં લૂછતાં લૂછતાં મને અવનીના મારા હૃદય પર ઘા કરતાં શબ્દો યાદ આવ્યા ‘ડાચું જોયું કોઈ દિવસ.’ મેં મને બાથરૂમમાં લગાડેલા આયનામાં બે કદમ પાછળ હટીને ધારીને જોયો. ડાબી બાજુએ પાંથી પાડીને સરસ રીતે ઓળેલા ઘટાદાર કાળા ભમ્મર વાળ, કાળી ઘાટી આંખો, થોડુંક લાંબુ નાક, નાકની નીચે ચેહરાને શોભાવતા ગુલાબી અને આછા કાળા રંગના હોંઠ, દાંતમાં ઉપરના ચોખઠામાં બંને બાજુ એક એક વધારાના સહેજ બહાર નીકળેલા પણ ઉપરના હોઠમાં દબાઈ રહેતા દાંત, કાળી મૂછો અને આખા ચેહરાને શોભાવતી સરસ રીતે ટ્રીમ કરેલી કાળી દાઢી શ્યામવર્ણ ચેહરા પર શોભતા હતા. મેં પહેરેલા જીન્સ અને ટીશર્ટ શરીરના ...Read More

5

ઇકરાર - (ભાગ ૫)

હજી તો માંડ બે મહિના જ વીત્યા હતા જીનાલીના રમખાણને એટલે કે અમારા બ્રેકઅપને ને હું સલોનીના પ્રેમમાં પડ્યો. મારા કરતાં એક વર્ષ મોટી હતી. અમે બંને એક જ ટ્યુશન ક્લાસમાં હતા છતાં મેં ને કોઈ દિવસ એ રીતે નહતી જોતી જે રીતે એક પ્રેમી પોતાની ભાવિ પ્રેમિકાને જુએ. સલોનીને મેં ઘણીવાર ટયુશનમાંથી છૂટતા જોઈ હતી. એને મેં જયારે પણ જોઈ હતી ત્યારે પંજાબી ડ્રેસમાં જોઈ હતી. ન કોઈ લાલી લિપસ્ટિક કે ન તો કોઈ પાઉડર મેક અપ. અમારા ટ્યુશનમાં લગભગ ૨૦૦ જેટલી છોકરીઓ આવતી હતી, હવે એમાં જ્યાં આંખો સુંદરતા જોવા ટેવાયેલી હોય ત્યાં સલોની પર નજર ન ...Read More

6

ઇકરાર - (ભાગ ૬)

મેં આંખોનો પલકારો કર્યો ને મારી જૂની યાદોમાં ગયેલી આત્મા ઓફિસમાં બેઠેલા મારા શરીરમાં પાછી આવી. મેં બે ત્રણ આંખો પટપટાવી વીતી ગયેલા ભૂતકાળને ખંખેરી નાંખ્યો. ઝાડા થઈ ગયા હોય અને જોરથી છીંક ખાવામાં જે બીક લાગે એવી બીક મારા પ્રેમના ત્રણ ખતરનાક અનુભવો પછી મને સુંદર છોકરી જોઈને પ્રેમમાં પડવામાં લાગવા લાગી હતી. ફ્રેશ થવાના હેતુથી ટેબલ પર પડેલી બોટલમાંથી બે ઘૂંટ પાણી પીને સામે પડેલી ફાઈલમાંથી એક ફાઈલ હાથમાં લઈને હું તેમાં રહેલા ડોક્યુમેન્ટ્સ ચેક કરવા માંડ્યો. એકાદ બે મિનીટ વીતી હશે ત્યાંજ મારી ઓફીસના બારણે પહેલાં બે ટકોરા થયા ને પછી ‘મે આઈ કમિંગ’ નો સુરીલો ...Read More

7

ઇકરાર - (ભાગ ૭)

મેં જે દ્રશ્ય જોયું તેના પર મને વિશ્વાસ નહતો થઈ રહ્યો, પણ હું એ નારી આંખે જોઈ રહ્યો હતો. બેત્રણવાર આંખો મસળીને પછી ફરીથી જોયું. એ મારો વહેમ ન હતો, એ હકીકત હતી. સીતા માતાને જેમ ધરતીએ પોતાનામાં સમાવી લેવા માર્ગ આપ્યો હતો એમ જો અત્યારે મને ધરતી માં માર્ગ આપે તો તેમાં સમાઈ જવાની અદમ્ય ઈચ્છા હતી. પણ કાફેના માલિકે ઘણો ખર્ચો કરીને ફલોરિંગ બનાવ્યું હશે એ વિચારી મારો ધરતીમાં સમાઈ જવાનો વિચાર મેં માંડી વાળ્યો. મેં નજર ઊંચી કરીને સામે જોયું. મારી સામે મને દસ માળની બિલ્ડીંગ દેખાઈ. મારી સામે મેં જે દ્રશ્ય જોયું હતું તે જોઇને ...Read More

8

ઇકરાર - (ભાગ ૮)

રીચા સાથે મુલાકાત થયા પછી બીજા દિવસે જયારે હું ઓફીસ પહોંચ્યો, ત્યારે મારા ચેહરા પર અલગ જ નુર હતું. આખા શરીરમાં ઓસ્ટ્રેલીયા જવાનું સો ટકા ફાઈનલ થઈ જશે તેવી અદમ્ય આશાથી રોમાંચની લહેરો તેજ ગતિએ ફરી રહી હતી. હું મારી કેબીનમાં હજી તો મારી બધી વસ્તુઓ યોગ્ય રીતે ગોઠવીને માંડ બેઠો જ હતો કે લેંબો પાણીની બોટલ સાથે પ્રવેશ્યો. પાણીની બોટલ મારા ડેસ્ક પર મૂકી પ્રેમથી ધીમે અવાજે બોલ્યો, “મરશીભાઈ, તમે હમજો સો એવું કઈ નથી હોં.” લેંબાને મહર્ષિ બોલતા ફાવતું નહીં એટલે એ મને હંમેશા મરશી જ કહેતો. લેંબો જયારે જયારે મરશી બોલતો મને થતું કે હું જીવતે ...Read More

9

ઇકરાર - (ભાગ ૯)

રીચા સાથે મેં કરેલા કોન્ટ્રાક્ટ મેરેજ થયાના લગભગ બે મહિના પછી મેં રીચાને ફોન કર્યો. “તેરી ઉમ્મીદ તેરા ઇન્તજાર હૈ, યે સનમ હમ તો સિર્ફ તુમસે પ્યાર કરતે હૈ” અને તેણે ફોન ઉપાડ્યો, “હા બોલો સર...” મેં તેને પહેલાં નિરાશ કરીને સરપ્રાઈઝ આપવાના ઈરાદે કહ્યું, “તમારી વિઝા એપ્લીકેશન રીજેક્ટ થઈ છે.” “કેમ?” એ ખરેખર નિરાશ અને હતાશ થઈ ગઈ હોય એમ એના અવાજ પરથી સ્પષ્ટ જણાતું હતું. મેં થોડીક સેકન્ડો મૌન રહ્યા પછી હસીને કહ્યું, “તમે તો હતાશ થઈ ગયા. નિરાશ ના થાઓ, વિઝા આવી ગયા છે. જવાની તૈયારી કરો.” આટલું સાંભળતા જ તેના અવાજમાં તાજગી આવી ગઈ હોય ...Read More

10

ઇકરાર - (ભાગ ૧૦)

હું અને સંદીપ અમારો બધો સમાન મને અને રીચાને જે રૂમ આપ્યો હતો તેમાં લઈ આવ્યા. ખરી કસોટી તો શરૂ થવાની હતી. મારો અને રીચાનો રૂમ એક જ હતો. સંદીપ, દિવ્યા અને તેના બાળકો સાથે હું અને રીચા ડીનર ટેબલ પર જમવા બેઠા. રીચાએ તો અમારી સાથે ભોજન લેવાની ના પાડી, પણ સંદીપના આગ્રહવશ તે પણ અમારી સાથે ભોજન તરફ દોરાઈ. દિવ્યાએ મસાલા ભીંડીનું શાક, રોટલી, દાળ-ભાત, અથાણું, છાશ ને કચુંબર દરેકની થાળીમાં પીરસ્યા પછી બધાએ જમવાનું શરૂ કર્યું. જમતી વખતે દિવ્યાએ મને પૂછ્યું, “મહર્ષિ, આ કોણ છે? ઓળખાણ તો કરાવ.” મારા હાથમાંનો કોળીયો હાથમાં જ રહી ગયો. છતાં ...Read More

11

ઇકરાર - (ભાગ ૧૧)

હું સવારે ઉઠયો ત્યારે લગભગ આઠ વાગી ગયા હતા. હજી શરીરમાં રહેલી સુસ્તી ખંખેરવા આખા શરીરને બંને તરફ આમળીને મરડી ફ્રેશ થયો ત્યાં જ દિવ્યાનો અવાજ સંભળાયો, “ઊંઘ આવી બરાબર.” મેં બગાસું ખાતા કહ્યું, “હા. ગુડ મોર્નિંગ.” દિવ્યાએ મને સામે ગુડ મોર્નિંગ કહ્યું અને કોફીનો કપ લઈને આવી મારી સામે બેઠી. મેં દિવ્યા પાસેથી એણે મારી સામે ધરેલો કપ લઈને એને નિહારતા કહ્યું, “તને જોઇને કોઈ કહે નહીં કે તું બે બાળકોની માં છે.” દિવ્યા મારી ટીખળ કરતાં બોલી, “ચલ હટ, ફ્લર્ટ કરે છે.” મેં કહ્યું, “ના ના ખરેખર કહું છું. જો તું ઇન્ડીયામાં હોત તો અત્યારે તારી ઉંમર ...Read More

12

ઇકરાર - (ભાગ ૧૨)

તમે થોડા દિવસ મોજ મજા કરો અને આરામ કરો એટલે પછી તમારા શરીરને આળસ ચડવા માંડે. શરીરને આરામ કરવાની પડી જાય પછી કોઈ પણ કામ કરવામાં રસ જ ન જાગે. એક અઠવાડિયું હરવા ફરવામાં ગાળ્યા પછી મેં સંદીપને કહ્યું કે તારા ધ્યાનમાં કોઈ નોકરી હોય તો બતાવ. આમ નવરા બેઠા બેઠા કંટાળો આવવા લાગશે. રીચાને પણ હવે કોલેજ શરૂ થવાની હતી. સંદીપે અમને ત્યાંના ટ્રાન્સપોર્ટની સીસ્ટમ કેવી રીતે કામ કરે છે એ સમજાવી દીધું હતું એટલે હવે અમને એકલા જવામાં વાંધો આવે તેમ ન હતો. હું બાયોડેટા લઈને ઈન્ટરવ્યું માટે નીકળતો હતો એજ વખતે રીચા પણ બેગ લઈને તેના ...Read More

13

ઇકરાર - (ભાગ ૧૩)

જેમ જેમ દિવસો વીતતા જતા હતા તેમ તેમ મારી એલીસ પ્રેત્યેની આસક્તિ વધતી જતી હતી. મારું ધ્યાન હવે કામમાં ન હતું. હું સબ વેની મારી શિફ્ટ પૂરી કરી ઇન્ડિયન રેસ્ટોરન્ટમાં જાઉં અને ત્યાંથી ઘરે આવું એટલે દરેક રાત મારા માટે ભારે બની જતી અને હું ફરી જલ્દી સવાર પડવાની રાહ જોતો ને એલિસને યાદ કરતો સુઈ જતો. એલીસ પણ મારી સાથે ભળવા લાગી હતી. એ મહર્ષિ બોલવા જતી, પણ એના મોમાંથી હંમેશ મરશે બોલાતું પણ મને બહુ પ્રિય લાગતું. હું એને કામ કરતી વખતે ઉડતી નજરે જોઈ લેતો, પણ ઘણીવાર મારૂ ચોરીછૂપીથી જોવું એ પકડી લેતી અને આછકલું સ્મિત ...Read More

14

ઇકરાર - (ભાગ ૧૪)

તમે પ્રેમમાં હોવ એટલે તમને તમારી આસપાસ શું થાય છે એનું પણ ભાન રહેતું નથી. તમને ફક્ત એક જ દેખાય છે અને એ પણ એ કે જેના ગળાડૂબ પ્રેમમાં તમે હોવ. દિવસો ક્યાં પસાર થઈ જાય છે એની ગતાગમ રહેતી નથી. મારી હાલત પણ એવીજ થઈ ગઈ હતી. હું એલીસથી છૂટો પડુને મને થતું કે કયારે ફરી એને મળીશ, પણ મને ખબર ન હતી કે મારી આ ખુશી કેટલો સમય ટકશે. જેમ જેમ દિવસો વિતતા જતા હતા તેમ તેમ મારો એલીસ પ્રત્યેનો પ્રેમ વધારે ગાઢ બનતો જતો હતો. અમે વિકેન્ડ સાથે ગાળવા લાગ્યા હતા, એવી કોઈ જગ્યા બાકી નહતી ...Read More

15

ઇકરાર - (ભાગ ૧૫)

બે ત્રણ દિવસ રજા રાખીને હું કમને સબવે પર ગયો. મારું મન હવે ફરીથી સબવેમાં કામ કરવા જવા માંગતું અને મેં નક્કી કરી લીધું કે નવી નોકરી શોધી લઈશ. સબવેમાં પ્રવેશીને હું ચેન્જીંગ રૂમમાં જવા આગળ વધ્યો ત્યાં જ એલીસ ચન્જીંગ રૂમમાંથી બહાર આવી. એણે મને ‘હાય’ એવી રીતે કહ્યું જાણે કે કંઈ બન્યું જ ન હોય. મેં પણ એની અવગણના કરવાના ઈરાદે તેની સામે જોયા વિના હાય કહ્યું. બે ત્રણ દિવસ સામાન્ય રહ્યા ને ફરી એણે મને વીકેન્ડમાં કલબ જવા માટે ઓફર કરી, મન તો થયું કે ‘મેલું પાટું જાય ગડથોલું ખાતી’, પણ મને રજનીકાકાનો અવાજ સંભળાયો, “ક્ષમા ...Read More

16

ઇકરાર - (ભાગ ૧૬)

મને અને રીચાને ઓસ્ટ્રેલીયામાં છ મહિના થઈ ગયા હતા ને આ છ મહિના એટલી ઝડપથી વીતી ગયા હતા કે રીતે એમ કહું કે આંખનો પલકારો થયો હોય એમ અને બીજી રીતે જન્મારા જેવો પણ સમય લાગ્યો હતો. છ મહિનામાં મારા માટે ઘણું બધું બદલાયું હતું, પણ રીચાનું જીવન એકધારી ગતિએ વહી રહ્યું હોય એવું મને લાગતું હતું, પણ ખરેખર એવું હતું કે નહિ એ તો ફક્ત રીચા જ જાણતી હતી. અમારી વચ્ચેની મિત્રતા ગાઢ બનતી ગઈ હતી. એક સમયે સાવ અજાણ્યા હતા, જયારે આજે અમે એક જ ઘરમાં એક જ ફ્લોર પર સામસામે રહેતા હતા. સાચું કહું તો સંદીપ ...Read More

17

ઇકરાર - (ભાગ ૧૭)

મોલમાં આવતી વખતે કારમાં જે હિલોળે ચડી હતી એ જ રીચા જતી વખતે કારમાં એકદમ ગુમસુમ બેઠી બેઠી એકીટશે બારી બહાર જોઈ રહી હતી. અચાનક તેનું તોફાન શમી જવાનું કારણ મને ખબર નહતી ને એમાં એને ધારણ કરેલી ખામોશી મને વધુ વિહવળ બનાવી રહી હતી. મોલમાં એવું તે શું બન્યું કે રીચા ગુસ્સે થઈ ગઈ અને કંઈપણ સાંભાળવા જ માંગતી નહતી કે મારા વારંવાર પૂછવાથી પણ કંઈ કહેતી ન હતી. ઘરે આવીને પણ એ કોઈની પણ સાથે વાત કર્યા વિના સીધી જ એના રૂમમાં જતી રહી હતી અને દિવ્યાના કહેવા છતાં પણ જમવાનું એમ કહીને ટાળી દીધું હતું કે ...Read More

18

ઇકરાર - (ભાગ ૧૮)

રીચાના મોંએથી આદિ નામ સાંભળીને મને આશ્ચર્ય થયું એ એટલા માટે નહીં કે રીચાને એની સાથે કોઈ સંબંધ છે એટલા માટે કે છ મહિનાથી હું રીચાને ઓળખું છું અને હવે તો અમે દોસ્ત પણ હતા છતાં આખા ઘરને ખબર હતી કે આદિ કોણ છે સિવાય મારા. રીચા પાણી પીધા પછી શાંત થઈ એટલે મેં ફરી એને પૂછ્યું, “કોણ છે આદિ અને શું થયું છે?” રીચાએ બે સામાન્ય શ્વાસ લઈને પોતાની અંદરના વંટોળને શાંત કરીને કહેવાનું ચાલુ કર્યું, “આદિ મારી સોસાયટીમાં જ રહેતો હતો. અમે બંને નાનપણથી ફ્રેન્ડ્સ છીએ. બાળપણની મિત્રતા જુવાનીમાં બદલાઈ જાય છે, એ મને એ વખતે ખબર ...Read More