ઐસી લાગી લગન

(24)
  • 9.1k
  • 5
  • 4.1k

ટેબલ પર પડેલ મોબાઈલમાં રીંગ વાગી રહી હતી, રાધે ક્રિષ્નકી જ્યોત અલૌકિક.... બીલકુલ બાજુમાં રહેલા બેડ પર એક પગ ટૂંકોને એક લાંબો રાખીને સુતેલી પવિત્રાએ ઉંઘમાં જ મોબાઈલ ફંફોળી આંખ ખોલ્યાં વગર જ કટ કરી નાખ્યો. ઓરડાની બારી માંથી આછાં પીળા પીતાંબર સમાન રંગના સૂરજનાં કિરણો પથરાય સવાર થઈ હોવાનો દાવો કરતા અરીસા માંથી પ્રવેશી આખાં ઓરડાને બપોર થઈ હોવાનો દર્શય ખડું કરતું હતું. બાજુનાં ઓરડામાંથી અગરબત્તીની સુવાસ આખાં ઓરડાને મહેંકાવી રહી હતી. પવિત્રાના દાદી ઘંટીના નાદથી ભગવાનને અર્ચના પૂજા કરી રહી હતી. બીજાં રૂમમાં એના પપ્પા રેડી થઈ પવિત્રાને બૂમ પાડી નાસ્તાની વ્યવસ્થા કરવાનું કહી રહ્યા હતા. બીજીતરફ પવિત્રા સાંભળતી હોવા છતાં આંખ આડા કાન કરી રહી હતી. સૂતાં હોય તેને જગાડી શકાય પણ અઘરું છે જાગતાંને જગાડવા. પણ પવિત્રાને જાગૃત અવસ્થા માંથી કેમ જગાડવી તેનો મંત્ર આખાં ઘર પાસે હતો.

Full Novel

1

ઐસી લાગી લગન - 1

ભાગ પહેલો....(૧)ટેબલ પર પડેલ મોબાઈલમાં રીંગ વાગી રહી હતી, રાધે ક્રિષ્નકી જ્યોત અલૌકિક.... બીલકુલ બાજુમાં રહેલા બેડ પર એક ટૂંકોને એક લાંબો રાખીને સુતેલી પવિત્રાએ ઉંઘમાં જ મોબાઈલ ફંફોળી આંખ ખોલ્યાં વગર જ કટ કરી નાખ્યો. ઓરડાની બારી માંથી આછાં પીળા પીતાંબર સમાન રંગના સૂરજનાં કિરણો પથરાય સવાર થઈ હોવાનો દાવો કરતા અરીસા માંથી પ્રવેશી આખાં ઓરડાને બપોર થઈ હોવાનો દર્શય ખડું કરતું હતું. બાજુનાં ઓરડામાંથી અગરબત્તીની સુવાસ આખાં ઓરડાને મહેંકાવી રહી હતી. પવિત્રાના દાદી ઘંટીના નાદથી ભગવાનને અર્ચના પૂજા કરી રહી હતી. બીજાં રૂમમાં એના પપ્પા રેડી થઈ પવિત્રાને બૂમ પાડી નાસ્તાની વ્યવસ્થા કરવાનું કહી રહ્યા હતા. બીજીતરફ ...Read More

2

ઐસી લાગી લગન - 2

ભાગ બીજો (૨) 'બેટા પવિત્રા ચાલ તો તારી ચા, નહીં મારી ચા, નહીં આજ તો આપણી ચા રાહ જોવે તારી' દાદી બોલ્યા. પરંતુ પવિત્રા તો સુનમુન બેઠી રહી ચાની એ તડપ પણ પ્રેમની સાથે જતી રહી હોય એમ મનોમન નક્કી કરી લીધું કે આજ પછી ક્યારેય ચા નહીં પીવે. દાદી પવિત્રાને જોઈ સમજી ગયા કંઈક તો થયું છે જે મનમાં ઘાવ થયાં વગર પવિત્રા ચા ન છોડે એવું તો શું થયું હશે કે પવિત્રા ચા મૂકી શકે? પવિત્રાએ પ્રેમનો ફોટો પણ જોયો ન હતો. મોબાઈલ નંબર પણ પાસે ન હતા, ફક્ત મેસેજથી વાતો કરી મળવાનો નિર્ણય લઈ લીધો હતો. ...Read More

3

ઐસી લાગી લગન - 3 - છેલ્લો ભાગ

ભાગ ત્રીજો (૩) અંતિમ પવિત્રા પર તો આભ ટૂટી પડ્યો. પહેલા મા, પછી પ્રેમ અને હવે દાદી. દાદી તો હાર, વસમી વેળા આવી પહોંચી, હવે કોની સાથે કરશે પવિત્રા મનડાં કેરી વાત. કિરીટભાઈને પણ કંઈ સમજાતું નહોતું. પત્નીની વિદાય બાદ હવે દિકરીના લગનિયા લેવા કે માતાનાં મરશિયા ગવડાવવા?? છાતીનાં પટિયા ભીંસાય એવી આફતો આવી પડી. દાદીના ગયા પછી દાદીના કબાટ માંથી દાદીએ લખેલ એક પત્ર મળ્યો, વાંચીને કિરીટભાઈએ નક્કી કર્યું કે આવતા મહિને પવિત્રાનાં લગ્ન કરાવી નાંખવા. વિદેશથી છોકરાંને તેડાવી લીધો. લગ્ન માટે દાદીનો પત્ર વંચાવ્યો. છોકરો સંસ્કારી હોવાથી મોભી માનીતા સસરાની વાત માની લીધી. પવિત્રા હજુ એ આવેલી ...Read More