નારી તું નારાયણી

(22)
  • 18k
  • 3
  • 7.4k

કહે તો બધા છે નારી તું નારાયણી, પણ માને કેટલા છે નારી ને નારાયણી. આજે સાચે મનમાં કડવાશ ભરાઈ ગઈ છે. એક ઉદાસીનતા છવાઈ ગઈ છે ઉરમાં. "નારી તું નારાયણી" એ હવે એક વ્યંગ કે કટાક્ષ સમુ લાગે છે. કહેવાતી આ વાત એક નારીના જીવનમાં કે દુનિયામાં ક્યાંય સાચી ભાષે છે? શું સાચે નારી ને નારાયણી સ્વરૂપે જોવામાં આવે છે? નારીને એક નાજુક, નમણી, લાલિત્ય સભર દેહલતા સમાન શરીર માત્ર તરીકે જ તો જોવામાં આવે છે. જો એમ ના હોય તો આજે ડગલે અને પગલે વધતા જતા આ છેડખાની અને બળાત્કારના કેસમાં આટલો ધરખમ વધારો થતો હોય ખરો? જેને પૂજનીય ગણતા હોઇએ તેંને મલિન કરીએ ખરા? કહેવાતા વલ્ગર શબ્દોનો ઉચ્ચાર કરી પૂચકારે ખરા? આ કડવું છે. પણ સત્ય છે.

1

નારી તું નારાયણી - 1

કહે તો બધા છે નારી તું નારાયણી, પણ માને કેટલા છે નારી ને નારાયણી. આજે સાચે મનમાં કડવાશ ભરાઈ છે. એક ઉદાસીનતા છવાઈ ગઈ છે ઉરમાં. નારી તું નારાયણી એ હવે એક વ્યંગ કે કટાક્ષ સમુ લાગે છે. કહેવાતી આ વાત એક નારીના જીવનમાં કે દુનિયામાં ક્યાંય સાચી ભાષે છે? શું સાચે નારી ને નારાયણી સ્વરૂપે જોવામાં આવે છે? નારીને એક નાજુક, નમણી, લાલિત્ય સભર દેહલતા સમાન શરીર માત્ર તરીકે જ તો જોવામાં આવે છે. જો એમ ના હોય તો આજે ડગલે અને પગલે વધતા જતા આ છેડખાની અને બળાત્કારના કેસમાં આટલો ધરખમ વધારો થતો હોય ખરો? જેને પૂજનીય ...Read More

2

નારી તું નારાયણી - 2

यत्र नार्यस्तु पूज्यन्ते रमन्ते तत्र देवताः । यत्रैतास्तु न पूज्यन्ते सर्वास्तत्राफलाः क्रियाः આ શ્લોકનો અર્થ છે: જ્યાં સ્ત્રીઓની પૂજા છે એટલે કે સ્ત્રીઓનું સન્માન થાય છે, ત્યાં દેવતાઓનો વાસ હોય છે, એટલે કે તે કુળના તમામ કાર્યો પૂર્ણ થાય છે.પરંતુ જે સ્થાનમાં સ્ત્રીઓનું સન્માન થતું નથી અને સ્ત્રીઓનું અપમાન થતું હોય છે, ત્યાં કરેલાં બધાં કામ, યજ્ઞ, કર્મકાંડ વગેરે નિરર્થક બની જાય છે અને એ કુળનું કોઈ કામ પૂરું થતું નથી. ભગવાન મનું દ્વારા સ્ત્રીઓના માન સન્માન અને અપમાન વિશે કેટલું સરળ રીતે સમજાવ્યું છે. પણ આ બધું ગ્રંથોના પાનાઓમાંજ રહી ગયું. તેનું વાસ્તવિક જીવનમાં મહત્વ બહુ ઓછું જોવા ...Read More

3

નારી તું નારાયણી - 3

આજે મારી વાતોમાં એક એવી નારીની વાત કરવાની છે કે જેમના માટે હર્દય પુર્વક માન થાય છે. એમના માટે ગૌરવ અનુભવાય છે. જેમણે સાચેજ નારીને આ યુગની નારાયણી ગણી. અમારા ઘરથી નજીકમાંજ ગંગામાસી રહે છે. ગંગામાસી પોતે બાળવાડી એટલે કે બાળમંદિરમાં નોકરી કરતા હતા. અને તેમના પતિ ખેતીકામ કરતા હતા. એક સામાન્ય જીવન જીવતા હતા. ગંગામાસીને બે દીકરાઓ અને એક દીકરી હતા, સંતાનમાં. મોટો દીકરો બેંકમાં નોકરી કરતો હતો. અને નાનો દીકરો ફોજમાં હતો. અને દીકરીને પણ સારા ઘરમાં પરણાવી દીધી હતી. એમના સમાજની રીતી પ્રમાણે બન્ને દીકરાઓના વહેલા જ લગ્ન કરી દેવામાં આવેલા. નાનો દીકરો જે ફોજમાં હતો. ...Read More

4

નારી તું નારાયણી - 4

આકૃતીનો આક્રોશ આજે બધીજ હદ્દ વટાવી ગયો હતો. ના જાણે કેટલીય વેદનાઓ, કેટલીયે ખુશીઓ મનમાજ દબાવી રાખી હશે. કેટલાય આંખોની પાંપણ તળેજ દફન થઈ ગયા હશે. કરકસર કરીને જીવતા જાણે જિંદગી જીવતાં જ ભૂલી ગઈ હતી. પણ તેમ છતાંય જાણે તે પોતાના પરિવાર માટે ચૂપચાપ જીવ્યે રાખતી હતી. એક સામાન્ય મધ્યમ વર્ગીય કુટુંબમાં તે પરણીને આવી હતી. તેના પતિ એક પ્રાઇવેટ કંપનીમાં નોકરી કરતા હતા.સાસુ સસરા અને બે દીકરીઓ સાથે આ ચોલના નાનકડા ઘરમાં રહેતા હતા. સસરા પણ તબિયત નરમ ગરમ રહ્યા કરતી હોવાથી કંઈ કામધંધો કરતા નાં હતા. ઘરમાં આવકનો એક જ સ્ત્રોત હતો. તેના પતિની આવક. અને ...Read More