તને ક્યાં કઈ ખબર છે

(8)
  • 18.5k
  • 4
  • 8.8k

“ કાગળ ની હોડીઓ પાછળ ભાગવું બાળપણ માં ગમતું હતું, વરસાદ માં અગાસી પર નાહવા જવું બાળપણ માં ગમતું હતું, શેરી ના ખાબોચિયા માં છબછબિયાં કરવા બાળપણ માં ગમતા હતા પણ, આજે ફરી એ બાળક થવું નથી ગમતું”. ઘણી વખત આપણી પસંદ પ્રત્યે સમય જતાં અણગમો થઈ જતો હોય છે તો, ઘણી વખત એવું પણ બનતું હોય છે કે જે વસ્તુ આપણ ને બાળપણ માં પસંદ ના હોય તે યુવાની માં મનપસંદ થઈ જતી હોય છે તો એમ પણ કહેવું ખોટું તો નહીં કે સમય સાથે પસંદ પણ બદલાય છે. કદાચ એનું કારણ એ પણ હોય શકે કે સમય સાથે ઇચ્છાઓ બદલાય છે અને ઇચ્છાઓ સાથે પસંદ. સમય થી યાદ આવ્યું મારૂ નામ પણ સમય છે અને આ વાર્તા છે મારી. મારી અને રાશિ ની. થોડી શબ્દ રમત કરું તો કહી શકાય કે આ વાર્તા છે, સમય ની રાશિ ની. રાશિ, જેનાપર ભવિષ્ય નિર્ભર કરે છે અને સમય જે પોતે ભૂત, વર્તમાન અને ભવિષ્ય છે.

Full Novel

1

તને ક્યાં કઈ ખબર છે - 1

પ્રકરણ 1 : વરસાદ “ કાગળ ની હોડીઓ પાછળ ભાગવું બાળપણ માં ગમતું હતું, વરસાદ માં અગાસી પર નાહવા બાળપણ માં ગમતું હતું, શેરી ના ખાબોચિયા માં છબછબિયાં કરવા બાળપણ માં ગમતા હતા પણ, આજે ફરી એ બાળક થવું નથી ગમતું”. ઘણી વખત આપણી પસંદ પ્રત્યે સમય જતાં અણગમો થઈ જતો હોય છે તો, ઘણી વખત એવું પણ બનતું હોય છે કે જે વસ્તુ આપણ ને બાળપણ માં પસંદ ના હોય તે યુવાની માં મનપસંદ થઈ જતી હોય છે તો એમ પણ કહેવું ખોટું તો નહીં કે સમય સાથે પસંદ પણ બદલાય છે. કદાચ એનું કારણ એ પણ હોય ...Read More

2

તને ક્યાં કઈ ખબર છે - 2

પ્રકરણ 2 : અકસ્માત એ દિવસે રસ્તાઓએ મંજિલ સાથે મળીને કોઈ યોજના બનાવી હતી. આ વાત છે 10 જૂન ની. હું રોજની જેમ 9 વાગ્યે ઓફિસ માટે નીકળ્યો. મારી બાઇક ના મિરર નો સ્ક્રૂ ઢીલો થઈ ગયો હતો મે જેમતેમ કરીને આંગળી ના નખ દ્વારા થોડો ટાઇટ કરવાની કોશિશ કરી અને કામ થઈ ગયું. તે દિવસે એક જાપાન ની કંપની, અમારી કંપની માં ઇન્વેસ્ટ કરવા માટે આવવાની હતી અને તેના reletad presentation હતું. જેમાં મારે અને જય ને હાજરી આપવી ખૂબ મહત્વ ની હતી. હું સમયસર કંપની પહોચ્યો. સૌરભ સર રિસેપ્શન પાસે ઊભા હતા. સૌરભસર : thank god, you ...Read More

3

તને ક્યાં કઈ ખબર છે - 3

પ્રકરણ 3 : રાશિ સોમવારે હું એકલો હતો. રવિવારે આખો દિવસ આરામ કર્યો હતો એટ્લે શરીર થોડું સુસ્ત પડી હતું. એક હાથે બાઇક ચાલે તેમ ન હતી. હું ઘરમાં એકલો અને એક હાથ ભાંગેલો. હાથ ના સપોર્ટ માટે ગળામાં પટ્ટો રાખવાનું ડોક્ટર એ કહ્યું હતું. પટ્ટો બાંધીને હું ઘરે થી બહાર ચાલવા નીકળ્યો. આજે એ શેરીઓમાંથી જતો હતો જ્યાંથી ક્યારેય ચાલ્યો ન હતો. છેલ્લા એક વરસ થી વડોદરા માં રહેતો પણ આ રીતે ચાલવા આજે પહેલીવાર જ નીકળ્યો હતો. હું ચાલતો રહ્યો. થોડે દૂર શેરીઓ વચ્ચે એક શિવ નું મંદિર હતું. દૂરથીજ ખબર એટ્લે પડી કેમકે મંદિર નો આકાર ...Read More

4

તને ક્યાં કઈ ખબર છે - 4

પ્રકરણ 4: સ્ટેન્ડ અપ કોમેડી રાશિ નું પર્ફોમન્સ પૂરું થયું અને સફેદ રંગ નું ફુલ સ્લીવ ટી શર્ટ અને જીન્સ પહેરેલ એક યુવાન હાથમાં માઇક લઈને આવ્યો. એનો ચહેરો થોડો ગંભીર હતો પણ એની પાછળ એણે કેટલાયે ભાવ છુપાવેલા હોય એવું લાગતું હતું. એણે શરૂઆત કરી, “ હેલ્લો એવરીવન કેમ છો બધા, હું છુ રોહન અને આજે હું કોશિશ કરીશ તમને હસાવવાની. કોઈ જોક ફાલતુ લાગે તો તમે પણ કોશિશ કરજો તમારા expensive shoes બચાવવાની ” ( પ્રેક્ષકો થોડું હસ્યાં, હું પણ થોડું હસ્યો ) રોહન : okay, તમે મને એમ કહો આમાથી કેટલા લોકો દિવાળી પર હજુ ફટાકડા ...Read More

5

તને ક્યાં કઈ ખબર છે - 5

પ્રકરણ 5 : મેડનેસ Event પરથી જેવા અમે ઘરે પહોચ્યા અંકિત પલંગ પર ઢળી ગયો. થોડી સેકંડો માં તેના નો અવાજ ઘેરો થવા લાગ્યો અને ધીમે ધીમે તે કાર ના એન્જિન ના અવાજ માં બદલવા લાગ્યો. હું પલંગ પર સૂતો સૂતો મારા વિસે વિચારી રહ્યો હતો. અને મનમાં ને મનમાં બોલી રહ્યો હતો. બહુ વધારે પડતીજ સામાન્ય છે મારી લાઇફ નહીં. હું ગરીબ પણ નથી, કદાચ હું ગરીબ હોત થોડું struggle તો રહેત જીવન માં. ઓફિસ થી ઘર અને ઘર થી ઓફિસ, પૈસા કમાઓ ખાઓ મોબાઈલ ઘૂમેડો સૂઈ જાઓ. કોઈ લક્ષ્ય નહીં કોઈ adventure નહીં. હા adventure તો થયું ...Read More

6

તને ક્યાં કઈ ખબર છે - 6

પ્રકરણ 6 : ધૈર્ય ધેર્ય, અંગ્રેજી ભાષા માં કહું તો patience. દરેક કામ માટે કોઈ નિશ્ચિત પ્રમાણ માં સમય જરૂર હોય છે, અને જ્યારે આપણે કોઈ કામ હાથમાં લેતા હોઈએ છીએ ત્યારે ઘણી વખત એ સમય ની અવગણના પણ કરતાં હોઈએ છીએ અને કામ માં ધેર્ય ના રહેતા એ કામ પણ અધૂરું રહી જતું હોય છે. તો ઘણી વખત કઈ ના કરવા માટે પણ ધેર્ય ની જરૂર પડતી હોય છે. આવા ધેર્ય ની જરૂર મારે હતી. Patience એ patient સાથે જોડાયેલો શબ્દ છે. હું અહી સ્પેલિંગ ની વાત નથી કરતો. પણ patient રહી ચૂકેલો વ્યક્તિ patience ની વ્યાખ્યા જાણતો ...Read More

7

તને ક્યાં કઈ ખબર છે - 7 - છેલ્લો ભાગ

પ્રકરણ 7 : રાશિ બોલે છે. હું રાશિ, નાનપણ માં મારા પપ્પાએ જ્યોતિષ પાસે રાશિ જોવડાવ્યા વિના જ મારું રાશિ પડી દીધુ. મૂળ શહેર મારુ જામનગર પણ નૃત્ય શીખવા હું વડોદરા આવેલી, અને શીખતાં શીખતાં શીખવાડવા લાગી. તે દિવસે જ્યારે હું સમય ને મળેલી ત્યારે એનું નામ હું નહોતી જાણતી, પણ જાણ્યા પછી લાગ્યું કે એનું નામ વ્યક્તિત્વ પ્રમાણે યોગ્ય હતું. વરસતા વરસાદ માં એ ભીંજાઈને ત્યાં ઉભેલો. એની આંખ માં કોઈ શાંત સમુદ્ર છુપાયેલો હતો. પણ એ કોઈ વિશાળ તોફાન ને સમાવીને બેઠેલો પણ હોઈ શકે. એણે કોઈ કંપની નો યુનિફોર્મ પહેર્યો હતો જે એના પહેરવેશ પરથી લાગતું ...Read More