ટાવર નમ્બર- ૪

(42)
  • 11.9k
  • 2
  • 5.5k

ભાગ-૧ “સાહેબ ટાવર નમ્બર ચારનો ગાર્ડ વોકી પર તમારી સાથે વાત કરવા માંગે છે”. મેઈન ગેટનો સિકયુરિટી ગાર્ડે સેલ્યૂટ મારતાં બોલ્યો. સિકયુરિટી સુપરવાઈઝર થાપાએ સામે દીવાલ પર ટાંગેલી ઘડિયાળમાં જોયું, રાતના બે વાગ્યા હતા. હજી હમણાં અડધો કલાક પહેલા તો એ રાઉન્ડ લગાવીને આવ્યો હતો અને ટાવર ચાર પર પણ ગયો હતો. થાપાના ચહેરાના હાવભાવ તંગ થઇ ગયા. તે ખુરશીમાંથી ઉભો થયો અને વોકી-ટોકી સ્ટેશન પાસે પહોંચી ગયો. વોકી હાથમાં લઇ, ટાવર ચાર પર સંપર્ક કર્યો. સામે છેડે ગાર્ડ કંપતા સ્વરમાં, "સાહેબ, હું ટાવર ચારનો ગાર્ડ બોલું છું, અહીં આપણી દીવાલની પેલી તરફ જે ગોચર જમીન છે ત્યાં દૂર ઝાડીમાં

Full Novel

1

ટાવર નમ્બર- ૪ - 1

ભાગ-૧ “સાહેબ ટાવર નમ્બર ચારનો ગાર્ડ વોકી પર તમારી સાથે વાત કરવા માંગે છે”. મેઈન ગેટનો સિકયુરિટી ગાર્ડે સેલ્યૂટ બોલ્યો. સિકયુરિટી સુપરવાઈઝર થાપાએ સામે દીવાલ પર ટાંગેલી ઘડિયાળમાં જોયું, રાતના બે વાગ્યા હતા. હજી હમણાં અડધો કલાક પહેલા તો એ રાઉન્ડ લગાવીને આવ્યો હતો અને ટાવર ચાર પર પણ ગયો હતો. થાપાના ચહેરાના હાવભાવ તંગ થઇ ગયા. તે ખુરશીમાંથી ઉભો થયો અને વોકી-ટોકી સ્ટેશન પાસે પહોંચી ગયો. વોકી હાથમાં લઇ, ટાવર ચાર પર સંપર્ક કર્યો. સામે છેડે ગાર્ડ કંપતા સ્વરમાં, "સાહેબ, હું ટાવર ચારનો ગાર્ડ બોલું છું, અહીં આપણી દીવાલની પેલી તરફ જે ગોચર જમીન છે ત્યાં દૂર ઝાડીમાં ...Read More

2

ટાવર નમ્બર- ૪ - 2

ભાગ-૨ રાઉન્ડરે થાપાને કહ્યું તે મુજબ સાચેજ ટાવર પર કોઈ હિલચાલ જણાય નહોતી રહી. થાપાએ રાઉન્ડરને પૂછ્યું, "તે ઉપર તાપસ કરી જોઈ કે ગાર્ડને શું થયું છે?" રાઉન્ડરે નીચી મુન્ડી કરી દીધી, થાપાએ જરા કડકાઈથી પૂછ્યું, "તને પૂછું છું, જવાબ કેમ નથી આપતો?" રાઉન્ડર સાવ મરિયલ સ્વરમાં બોલ્યો, "સાહેબ, ગાર્ડ જોર જોરથી, ચુડેલ, ચુડેલ, મને બચાવી લ્યો, મને બચાવી લ્યોની બૂમો પડતો હતો અને થોડી ક્ષણો પછી એકદમ શાંત થઇ ગયો એટલે મને બીક લાગી ગઈ કે, નક્કી ચુડેલે ત્યાં ટાવર પર આવી ગઈ હોવી જોઈએ, એટલે હું ઉપર નથી ગયો." થાપાને કઈંક અઘટિત બન્યું હોવાની આશઁકા ગઈ. તેણે ...Read More

3

ટાવર નમ્બર- ૪ - 3 - છેલ્લો ભાગ

ભાગ-૩ પટેલ સાહેબ થાપાના ઉપરી અધિકારી હતા, થાપાએ પટેલને ટાવર નમ્બર ચાર પર બનેલી ઘટના વિષે જાણ કરવા ફોન હતો. પટેલ આ વીજમથકમાં છેલ્લા પચ્ચીસ વર્ષથી સિકયુરિટી ખાતું સંભાળતા હતા. ભારતીય નૌસેનામાં ફરજ બજાવ્યા પછી નિવૃત સેનાધિકારી હોવાના સાથે સાથે ઊંચા પડછંદ શારીરિક બાંધા અને એવાજ રુઆબદાર અવાજના કારણે અહીં તેમની સિક્યુરિટી અધિકારી તરીકે નિમણુંક થઇ હતી. સ્વભાવે રમુજી અને ધાર્મિક વૃત્તિના પટેલ આમતો ખુબ સરળ માણસ હતા, પણ તેમના ધારદાર અવાજ અને પડછન્દ વ્યક્તિત્વના કારણે તેમનો રુઆબ કઈંક અલગ જ હતો. થાપાના જયહિન્દમાં આજે તેમને રોજ જેવો રણકો ન જણાયો.થાપાએ ટૂંકાણમાં બધું સમજાવી તેમને જલ્દી ગેટ પર આવી ...Read More