‘અવાક’:કૈલાશ - માનસરોવર : એક અંતરયાત્રા.

(146)
  • 64.3k
  • 25
  • 28.3k

મારી પાસે એક વસ્ત્ર છે, નિર્મલ કાયાએ પહેરેલું અંતિમ વસ્ત્ર. એને લઈને કૈલાશ જવું છે. સાંભળ્યુ છે, ત્યાં એક જગ્યા છે, ડોલ્મા-લા, તારાદેવીનું સ્થાન. તિબેટી લોકો ત્યાં પોતાના પ્રિયજનોને દેવી તારાની રક્ષામાં મૂકી જવા માટે પરિક્રમા કરે છે, કૈલાશ કોરા. પ્રિયજને વાપરેલી કોઈ વસ્તુ, વસ્ત્ર, વાળ આદિ મૂકી આવીએ તો દેવી સદા એની રક્ષા કરે છે. મારે કૈલાશ જવું છે. આ એક યાત્રા મારે નિર્મલ માટે કરવી છે. એમના વસ્ત્ર, મોજા, પહેરણ, સ્વેટર પહેરીને કરું, તો એવું બને જ નહીં કે દેવી એમના આવવાનું સ્વીકારે નહીં. જતાં જતાં મારા ઉપર બહુ મોટી જવાબદારી છોડી ગયા હતા.

Full Novel

1

‘અવાક’:કૈલાશ - માનસરોવર : એક અંતરયાત્રા. ભાગ: 1-2

‘અવાક’:કૈલાશ – માનસરોવર : એક અંતરયાત્રા ગગન ગિલ અનુવાદ: દીપક રાવલ 1 મારી પાસે એક વસ્ત્ર છે, નિર્મલ કાયાએ અંતિમ વસ્ત્ર. એને લઈને કૈલાશ જવું છે. સાંભળ્યુ છે, ત્યાં એક જગ્યા છે, ડોલ્મા-લા, તારાદેવીનું સ્થાન. તિબેટી લોકો ત્યાં પોતાના પ્રિયજનોને દેવી તારાની રક્ષામાં મૂકી જવા માટે પરિક્રમા કરે છે, કૈલાશ કોરા. પ્રિયજને વાપરેલી કોઈ વસ્તુ, વસ્ત્ર, વાળ આદિ મૂકી આવીએ તો દેવી સદા એની રક્ષા કરે છે. મારે કૈલાશ જવું છે. આ એક યાત્રા મારે નિર્મલ માટે કરવી છે. એમના વસ્ત્ર, મોજા, પહેરણ, સ્વેટર પહેરીને કરું, તો એવું બને જ નહીં કે દેવી એમના આવવાનું સ્વીકારે નહીં. જતાં જતાં ...Read More

2

‘અવાક’:કૈલાશ - માનસરોવર : એક અંતરયાત્રા. ભાગ: 3-4

3 બ્રહ્મા બ્રહ્મલોકમાં, વિષ્ણુ વૈંકુંઠમાં, શિવ કૈલાશ પર રહે છે. જીવતે જીવ મનુષ્ય ન બ્રહ્મલોક, ન વૈકુંઠ જઈ શકે. કૈલાશ જઈ શકે. કૈલાશ જવું એટલે એક દેવ-કથામાં જવું...એક દેવ-પર્વત પર જવું.....કૈલાશ જવું એટલે આપણી આદિમ સ્મૃતિમાં જવું..... મહભારત-રામાયણ આપણાં પુરાતન ગ્રંથોમાં આનો ઉલ્લેખ છે. અર્જુને અહીં તપસ્યા કરીને ભગવાન શિવ પાસેથી પાશુપત અસ્ત્ર વરદાનમાં મેળવ્યું હતું. યુધિષ્ઠિર આ સ્વર્ગમાં સશરીર ગયા હતા. રાવણે અહીં જ શિવની આરાધના કરી હતી. પછી એની આસુરી શક્તિઓની જાણ થવાથી એની પાસેથી વરદાન પાછું લેવાનો ઉપક્રમ પાર્વતી-ગણેશે કરવો પડ્યો. ભસ્માસુરનો કાંડ અહીં જ થયો હતો. સ્પર્શીને ભસ્મ કરી દેવાનું વરદાન લઈ અસુર શિવ પર ...Read More

3

‘અવાક’:કૈલાશ - માનસરોવર : એક અંતરયાત્રા. ભાગ: 5-6

5 પહેલા નાગરકોટ, પછી ધૂલીખેલ, આખા જૂથે બે દિવસ રાહ જોવાની છે, તિબેટના વિઝા માટે. કૈલાસ – માનસરોવર માટે પણ જોઈએ અને પરમિટ પણ. આ બે દિવસ પસાર કરવા કાઠમંડુ ને બદલે આ જગ્યાએ આખું જૂથ આવી ગયું છે. નાગરકોટથી ધૌલાગિરિની શૃંખલાઓ દેખાય છે. દૂર, મનોહારી. ધૂલીખેલમાં હિમાલય પર્વત જાણે અમારી હોટેલના આંગણા સુધી આવી ગયો છે. હોટેલની ઉપરની બાજુએ ખૂબ જ સુંદર બગીચો છે. જાણે ક્યારના પુરાણા વૃક્ષો છે ? સાંજની ત્યાં ફરી રહી છું. એકલી. કાલે સવારે અમારે નીકળવાનું છે. અચાનક અટકી જાઉં છું. કોઈએ બોલાવી શું ? પાછળ ક્યાંય કોઈ પણ નથી. બીજીવાર ચક્કર લગાવતી ત્યાંથી ...Read More

4

‘અવાક’:કૈલાશ - માનસરોવર : એક અંતરયાત્રા. ભાગ: 7-8

7 શિવ સ્તુતિ-ગાન સાથે આગળની સવારે ધૂલિખેલથી અમારી બસ ચાલી. કદાચ સહસ્ર નામ હતાં. અમારા જૂથમાં ચેન્નઈના એક સ્વામીજી વેદ પાઠશાળા ચલાવતા હતા. પંદર ભક્તો સાથે તેઓ આ તીર્થયાત્રા પર આવ્યા હતા. એમના જ એક ભક્તે ગાવાનું શરૂ કર્યું. જેવું શરૂ થયું, ચિંતા થઈ, પરંતુ થોડી જ વારમાં અમે ભગવાન શિવના ચરણોમાં હતાં. શિવ શિવ શિવ શિવ સદાશિવા.....મહા મહા મહા મહા મહાદેવા..... એક-એક નામમાં એમના નવા સ્વરૂપનો સંકેત હતો. ધુમ્મસ અને પહાડી રસ્તા વચ્ચે શિવ ઉભરી રહ્યા હતાં..... સંગીતની પણ શું શક્તિ છે. કોઈ તરંગ જેવી વસ્તુમાં લપેટીને તે અમને ક્યાંક બીજે મૂકી આવતું. આ ભક્તિ-ભાવમાં વહેતાં મને ...Read More

5

‘અવાક’:કૈલાશ - માનસરોવર : એક અંતરયાત્રા. ભાગ: 9-10

9 અડધા કલાકનું અંતર ત્રણ કલાકમાં પૂરું કરી અમે ઝાંગ્મુ શહેર પહોંચી ગયા. ચીનની સરહદની અંદર પહેલું શહેર. સાડા હજાર ફૂટ ઊંચાઈ. શિમલા અને ગેંગટોક જેવું ભૂદૃશ્ય. એનો આકાર મોટાં ગામડા જેવો છે પરંતુ જે ઠાઠમાઠથી જાતભાતની દુકાનો સજેલી છે, એને શહેર કહેવું જ ઠીક રહેશે. રસ્તામાં ટ્રકોને કારણે ટ્રાફિક જામ હતો. ભારતીય નંબર પ્લેટવાળી ઘણી ટ્રકો અમારી જીપની આગળ-આગળ હતી. ખબર નહીં, કઈ વસ્તુનો વેપાર થાય છે? ચીનમાં ભારતીય ટ્રક ? ટ્રક પણ ક્યાંના ક્યાં પહોચી જાય છે! દેશ તિબેટનો અને રાજ ચીનનું છે એ તો પહોંચતાં જ સ્પષ્ટ થઈ ગયું હતું. તિબેટી એપ્રનમાં સ્ત્રીઓ ચીની લિપિમાં લખેલા ...Read More

6

‘અવાક’:કૈલાશ - માનસરોવર : એક અંતરયાત્રા. ભાગ: 11-12

11 કોઈ મારો પગ કાપી રહ્યું છે, ઢીંચણથી નીચે. -આ તો એકદમ ગળી ગયો, ખરાબ ફ્રોસ્ટ બાઇટ છે. આંખ ગઈ, સારું થયું, નહીં તો સપનામાં પૂરો પગ કપાઈ જતો ! ક્યાં છીએ અમે ? રૂબી ? પંકુલ ? -રસ્તામાં. તમે તો ગાડીમાં બેઠાં બેઠાં જ ઊંઘી ગયાં હતાં! -સમય કેટલો થયો છે ? - સવારના સાડા ચાર વાગ્યા. ખબર પડી કે ઝાંગ્મૂથી અમે ભારે વરસાદમાં નીકળ્યા હતાં રાતે બે વાગે, ને લગભગ અડધા કલાક પછી રસ્તો બંધ થઈ ગયો હતો. આગળ એક ખડક નીચે આવી પડ્યો હતો. ચીની સેના એને સાફ કરવામાં લાગી હતી. અમે સાવ અંધારામાં ઊભાં હતાં. ...Read More

7

‘અવાક’:કૈલાશ - માનસરોવર : એક અંતરયાત્રા. ભાગ: 13-14

13 નિયાલમની સડક માંડ બે કિલોમીટર લાંબી હતી. આગળની સવારે એને પાર કરીને ગામની બહાર પહોંચ્યા તો સડક નામની ગાયબ હતી. હવે અમારે આગળના ત્રણ દિવસ તિબેટની માટી ઉપર અમારો રસ્તો બનાવવાનો હતો. રોજ અઢીસો – ત્રણસો કિલોમીટરની મુસાફરી કરીને જ અમે માનસરોવર પહોંચવાના હતાં. નિયાલમની બહાર નીકળતાં જ ટ્રાફિક જામ મળ્યો. આગળ લ્હાસા જતી સડક બની રહી હતી. ક્રેનની ફેરી પૂરી થાય પછી જ ગાડી જઈ શકે તેમ હતું. અમે એક નાનકડાં પહાડને આમથી તેમ લઈ જવાનું દૃશ્ય જોઈ રહ્યાં હતાં. - આ સડક બની જશે પછી ભારે સગવડ થઈ જશે. અમારી ગાડીમાં બેઠેલાં એજન્ટે કહ્યું. નિયાલમ લ્હાસા-નેપાળના ...Read More

8

‘અવાક’:કૈલાશ - માનસરોવર : એક અંતરયાત્રા. ભાગ: 15-16

15 -અમે અહીં શું કરવા આવ્યા છીએ ? શું દિલ્હીમાં અમે ફેંકવા માગતાં હતાં કે જુઓ માનસરોવર જઈ આવ્યા ? અમે ક્યાંય રોકાતાં જ નથી. રોજ સવારથી સાંજ સુધી ગાડીમાં બેસી રહો, જેવો કંઈ જોવા-વિચારવાનો સમય આવે કે પાછા નીકળી પડો. એટલી ગંદકી છે અહીંયા કે પહાડ યાદ રહેતાં નથી. ગંદકી આંખોની સામે ફેલાયેલી રહે છે. ચક્કર આવી રહ્યા છે. ઉલટી થતી નથી.....શું અમે અહીં આવીને ઠીક કર્યું ? સવારે સવારે પંકુલ કહે છે. આ સાચું તો છે કે આખી રાત હું પણ આ જ વિચારતી રહી છું. મને પણ અજબ ચક્કર આવી રહ્યા છે. સમય પસાર કરવા અમે ...Read More

9

‘અવાક’:કૈલાશ - માનસરોવર : એક અંતરયાત્રા. ભાગ: 17-18

17 સમય ખબર નહીં ક્યારે પસાર થઈ ગયો.... સભ્યતા માત્ર ક્યાંય પાછળ રહી ગઈ નથી, હવે એની જરૂરિયાત પણ નથી. એક આદિમ પવિત્ર સમયમાં જઈ રહ્યાં છીએ અમે. ન ક્યાંય લાઇટ, ન પાણી, ન નળ, ન ટોઇલેટ, ન ગટર. સમયમાં સ્થિર એક ગામ છે, નામ છે પ્રયાગ. ઉંચાઇ સાડા ચૌદ હજાર ફૂટ. માનસરોવરને રસ્તે અમારો છેલ્લો પડાવ. જાણે પાંચસો વર્ષ પાછળ ચાલ્યા ગયાં હોઈએ, પોતાના પૂર્વજોને મળવા. એક સુંદર હોલમાં છ પલંગ મૂકેલા છે. માટીની છત. તિબેટી રંગોથી દીવાલ રંગેલી છે. દીવાલ પર બોર્ડ છે, લીલા, વાદળી, લાલ રંગનું. પ્રકૃતિના મૂળ તત્વના રંગ. જેથી કોઈ ભૂલે નહીં, તે એનાથી ...Read More

10

‘અવાક’:કૈલાશ - માનસરોવર : એક અંતરયાત્રા. ભાગ: 19-20

19 - ઓક્સિજનનું સિલિન્ડર ક્યાં મૂક્યું છે ? ધીમા અવાજમાં એક શેરપા આવીને એજન્ટને પૂછે છે. એજન્ટ મારી પાસે હતો, ભોજન વખતે. આ સાંભળી મારા કાન ચમક્યા. એ ધીરે રહીને પાછળ ગયો છે. કોઈ ગાડીમાં મૂક્યું છે સિલિન્ડર. ગ્રૂપમાં ગભરાટ ફેલાઈ ન જાય. કોણ બીમાર છે ? - તમને ખબર નથી ? ચેન્નાઈવાળા મહારાજજીની તબિયત બહુ ખરાબ છે. નિયાલમ પછી એ ખરેખર દેખાયા નહોતા. અત્યારે વિચાર્યું તો યાદ આવ્યું. એકાદ વાર એમનો વિચાર પણ આવ્યો હતો, પછી થયું કે ગાડીઓના કાફલામાં ક્યાંક પાછળ રહી ગયા હશે. જાણવા મળ્યું કે મધુમેહની બીમારી હતી. આયુર્વેદિક દવા લેતા હતા. અહીં એ દવાએ ...Read More

11

‘અવાક’:કૈલાશ - માનસરોવર : એક અંતરયાત્રા. ભાગ: 21-22

21 માનસરોવર.... આટલી ચમકતી એ બપોર ખરેખર હતી કે હવે થઈ ગઈ છે, સ્મૃતિમાં સોનેરી ? સૂરજ નીચે ઉતરી હતો. અમારાં માથાને બદલે ચહેરા પર આવી ગયો હતો, જાણે થાકેલા ચહેરા પંપાળવા, કોઈ બાપ-દાદાની જેમ. છબીમાં મારા ચહેરા પર અસ્ત થતાં સૂરજનો પડછાયો જાઉં છું, તો દૈવી આશીર્વાદ જેવુ લાગે છે. એ ત્યારે કેમ નહોતો દેખાયો ? હરિદ્વારના પરમાર્થ નિકેતનવાળાઓની ધર્મશાળા છે. ભારતીય તીર્થયાત્રીઓની સુવિધા માટે. સાદી છ-આઠ પથારીવાળી રૂમ. એક આઠ પથારી વાળી રૂમ અમને મળી છે. આખી યાત્રામાં પહેલીવાર અમે ત્રણ –હું, રૂબી, પંકુલ અને રૂપા તથા એનાં ફિલ્મ ઉદ્યોગવાળા સાથી એક જ રૂમમાં રોકાયા છીએ. એમનાં ...Read More

12

‘અવાક’:કૈલાશ - માનસરોવર : એક અંતરયાત્રા. ભાગ: 23-24

23 ચેન્નઈના અમારા સાથીઓએ સામાન બાંધી લીધો છે. પંઢરપૂરવાળા મહારાજજી પણ અહીંથી જ વિદાય થઈ જશે. જોઉંછું રૂપાના ફિલ્મવાળા પણ પાછા ફરવા તૈયાર ઉભા છે.... અરે, આમને શું થયું ? કાલ સુધી તો આ બધાં ઉત્સાહી હતા ? આ એક રાતમાં શું થઈ ગયું ? - નહીં, નહીં, હવે નિકળીશું. મિસ્ટર બાબુ કહે છે, પરમ દિવસથી બેંગલોરમાં શૂટિંગ પણ નક્કી કરી રાખ્યું છે. એ તો એમને ગઇકાલે પણ ખબર હતી. આજે અચાનક શું થઈ ગયું ? - સાઠ ટકા યાત્રા તો થઈ જ ગઈ છે.... આટલું પૂરતું છે ? માનસરોવર સુધી આવી ગયા, તો કૈલાસ નહીં જાય ? (જે ...Read More

13

‘અવાક’:કૈલાશ - માનસરોવર : એક અંતરયાત્રા. ભાગ: 25-26

25 તારબૂચાથી યાત્રા શરૂ થશે. તારબૂચા સુધી અમે જીપમાં જઈશું. તારબૂચે એટલે પ્રાર્થના-ધ્વજનો દંડ. આ જગ્યા કૈલાસના ચરણોમાં છે. આંગણા જેવી. વચોવચ ઝંડો રોપાયેલો છે અને એના ડંડા સાથે હજારો ધજાઓ બંધાયેલી છે, બૌધ્ધ પ્રાર્થના મંત્રોની. ચારે દિશાઓમાં પાંચે રંગ હવામાં ફરફરી રહ્યા છે. લાલ, વાદળી, સફેદ, લીલો, પીળો. હમણાં-હમણાં જ સાગાદાવા ઉત્સવ પર દંડ બદલવામાં આવ્યો છે. આ વખતે ઝંડો એકદમ સીધો છે. ન એ કૈલાસ તરફ નમ્યો છે, ન બીજી બાજુ. આ શુભ સંકેત છે. એક તરફ નમેલો હોય તે ખરાબ છે, કૈલાસ તરફ નમ્યો હોય તો ભયંકર છે ! તિબેટીઓ આવું માને છે. આ જ યમદ્વાર ...Read More

14

'અવાક’:કૈલાશ - માનસરોવર : એક અંતરયાત્રા. ભાગ: 27-28

27 (જ્યારે તમે પરિક્રમા કરો છો ત્યારે તમારા પગ એક પગલાં થી બીજા સુધીનો રસ્તો પાર કરતી વખતે જગ્યા છોડી દે છે. પરંતુ જ્યારે સાષ્ટાંગ પ્રણામ કરતાં જાઓ છો ત્યારે તમારું આખું શરીર એ પવિત્ર ધરતીને સ્પર્શે છે, એને પોતાના શરીરની સીમામાં બાંધે છે) -ઘોડો ક્યાં છે ? અત્યારે ત્રણ-ચાર કિલોમીટર આમ જ જવાનું છે બધાંએ. પગપાળા. અમે જઈ રહ્યાં છીએ. કાફલામાં.કોણ જાણે કેટલાં લોકો અમારી આગળ-પાછળ છે. માથું-મોં ઢાંકીને, ધુમ્મસમાં. બાળકો-ઘરડાઓ, સ્ત્રીઓ, ઘોડાવાળા, તિબેટી, ભારતીય.... તિબેટી તીર્થયાત્રી કેટલાં એકાંતિક લાગે છે. ચાર-પાંચ લોકોના નાના નાના સમૂહ. હાથમાં માળા. પ્રાર્થના-ચક્ર. પોતાની સાથે જ ગણગણતા ચાલી રહ્યાં છે, જાણે ...Read More

15

'અવાક’:કૈલાશ - માનસરોવર : એક અંતરયાત્રા. ભાગ: 29-30

29 ઉતરતી વખતે ઘોડો નહીં મળે. ઢોળાવ બહુ ખતરનાક છે. સીધો ઢાળ. રસ્તામાં મોટા મોટા પથ્થર. ઘોડા ઉપરથી પડીએ સીધું માથું જ ફૂટે ! નાળિયેરની જેમ ! બે વર્ષ પહેલાં કોઈ અકસ્માત થયા પછી ઘોડાવાળાઓએ નક્કી કર્યું કે નીચે નહીં લઈ જઈએ...ઠીક છે ભાઈ. જાતે જ ચાલ્યાં જઈશું. બરફથી કેવો કીચડ થયો છે ! રૂપા સાચું કહેતી હતી. રીબોકવાળા બુટ હોત તો ક્યારના ભીના થઈ ગયા હોત. આ બુટ બરાબર છે. ઘૂંટી પર સારી પકડ છે. લપસતાં નથી. મોટું તળિયું છે. બરફ પર પગ મૂક્યો છે એની ખબર જ પડતી નથી. હાર્વર્ડમાં પગ કેવા ઠંડા થઈ જતાં હતા. બે ...Read More

16

'અવાક’:કૈલાશ - માનસરોવર : એક અંતરયાત્રા. ભાગ: 31-32

31 આ ઠીક ન થયું, ઠીક ન થયું આ. હું ધુમ્મસમાં ચાલી રહી છું. ધુમ્મસ છે કે ધુમાડો ? દિમાગમાં આ શું ભરાઈ રહ્યું છે ? બેકાર ગઈ આખી યાત્રા...પાછા વળતી વખતે નામ જ ન નિકળ્યું મોંમાંથી...મહાદેવજીએ અસ્વીકાર કર્યું મારું જવાનું...હું નિર્મલને પણ મૂકી આવી ઉપર... ખબર નહીં હવે શું થશે ? આ ઠીક ન થયું, ઠીક ન થયું આ. ઘોડો ક્યાં છે રોશન ? હું હવે સાવ પડી જઈશ ત્યારે પેમા ઘોડો લાવશે ? ઘોડો તડકામાં ઊભો છે. સારી રીતે આરામ કરી લીધો ? હવે લઈજા બસ..... - દીદી, તમે ઉંઘી જાવ છો ઘોડા પર ? ઉંઘવાનું નથી...આંખો ...Read More

17

'અવાક’:કૈલાશ - માનસરોવર : એક અંતરયાત્રા. ભાગ: 33-34

33 - દીદી, તમારો પથ્થર ! રોશન રૂમમાં આવ્યો છે. અમે ચારે બેસીને વાત કરી રહ્યાં છીએ, જ્યારે એ નીચેથી પથ્થર કાઢે છે.... - તેં પાછો મૂકી નહોતો દીધો પથ્થર ? મેં તને કહ્યું હતું ! - તમને ગમ્યો હતો ને ? હું સંતાડીને લઈ આવ્યો...સુન્ના તો એમ જ કહેતો હશે... - જો સાચે જ મુસીબત આવશે તો ? - હવે લઈ આવ્યો છે તો રાખી લો દીદી ! પંકુલ કહે છે. - અને પેલો પહેલાં લીધો હતો તે પથ્થર ? હું એને પૂછું છું. - એ તો તમારી બેગમાં જ હતો, સુન્નાને એની ખબર નથી. અમને સુન્નાએ એક ...Read More

18

'અવાક’:કૈલાશ - માનસરોવર : એક અંતરયાત્રા. ભાગ: 35-36 (સંપૂર્ણ)

35 - સુન્ના સુન્ના ! ગાડી રોકો. મને ઉબકા આવી રહ્યા છે. ગાડી ઊભી રહી ગઈ છે. ધૂળના વાવાઝોડામાં નીચે આવીને બેસી ગઈ છું. - શું થયું ? એક એક કરીને પાછળ આવતી બધી ગાડીઓ ઊભી રહી ગઈ છે. ના. ઠીક છે હવે. નીકળી ગયું બધું દુખ. નિકળીએ ? લોકો આવતી વખતે બીમાર પડે છે, હું જતી વેળાએ.... કોઈ દસ કિલોમીટર ગયા છે. ફટાક ! ટાયર ગયું.... બધાં આવીને ઘેરી વળ્યા છે. કાફલો રોકાઈ ગયો છે. - કંઈ નથી, ટાયર છે, બદલી નાખું છું. સુન્ના ટાયર બદલી રહ્યો છે. અમે ચારે એકબીજાને જોઈ રહ્યાં છીએ. ક્યાંક એ પથ્થર... દસ ...Read More