જીવનસંગિની

(257)
  • 85.6k
  • 26
  • 46.4k

પ્રકરણ-૧ (નામકરણ) "ખૂબ ખૂબ અભિનંદન! તમારે ત્યાં બીજી પુત્રીનો જન્મ થયો છે." ડૉક્ટરે ઓપરેશન થિયેટરમાંથી બહાર આવીને કહ્યું. "ઓહ! થેન્ક યુ વેરી મચ ડૉક્ટર સાહેબ! ચાલો, અમારે ત્યાં તો બીજી લક્ષ્મી આવી છે એથી વધુ ખુશીની વાત શું હોઈ શકે? શું હું એને જોઈ શકું છું? હું એને મળી શકું છું? અને માનસીની તબિયત કેવી છે? એ પણ સ્વસ્થ છે ને?" મનોહર ભાઈ ખુશીના આવેશમાં એકસાથે આટલું બધું બોલી ગયા. "હા, મા અને દીકરી બંને બિલકુલ સ્વસ્થ છે. તમે બિલકુલ ચિંતા ન કરો. અને તમે એમને મળી શકો છો." એટલું બોલી ડૉક્ટરે નાનકડી કલગી સામે જોયું અને કહ્યું, "કલગી બેટા!

Full Novel

1

જીવનસંગિની - 1

પ્રકરણ-૧ (નામકરણ) "ખૂબ ખૂબ અભિનંદન! તમારે ત્યાં બીજી પુત્રીનો જન્મ થયો છે." ડૉક્ટરે ઓપરેશન થિયેટરમાંથી બહાર આવીને કહ્યું. "ઓહ! યુ વેરી મચ ડૉક્ટર સાહેબ! ચાલો, અમારે ત્યાં તો બીજી લક્ષ્મી આવી છે એથી વધુ ખુશીની વાત શું હોઈ શકે? શું હું એને જોઈ શકું છું? હું એને મળી શકું છું? અને માનસીની તબિયત કેવી છે? એ પણ સ્વસ્થ છે ને?" મનોહર ભાઈ ખુશીના આવેશમાં એકસાથે આટલું બધું બોલી ગયા. "હા, મા અને દીકરી બંને બિલકુલ સ્વસ્થ છે. તમે બિલકુલ ચિંતા ન કરો. અને તમે એમને મળી શકો છો." એટલું બોલી ડૉક્ટરે નાનકડી કલગી સામે જોયું અને કહ્યું, "કલગી બેટા! ...Read More

2

જીવનસંગિની - 2

પ્રકરણ-૨ (સંબંધોના સરવાળા) અનામિકા હવે મોટી થઈ ગઈ હતી. એ શાળાએ જવા લાગી હતી. અનામિકા હવે બાલમંદિરમાં આવી ગઈ મનોહરભાઈ રોજ કલગી અને અનામિકાને શાળાએ મૂકવા જતાં. આજે પણ એ બંનેને શાળાએ મૂકીને બેંકમાં કેશિયરની નોકરી કરવા ગયાં. હજુ તો થોડી જ વાર થઈ હશે ત્યાં જ એમને શાળામાંથી ફોન આવ્યો કે, અનામિકા બેભાન થઈ ગઈ છે. તમે જલ્દી અહીં આવી જાવ. આ સાંભળીને મનોહરભાઈ તરત જ દોડતાં શાળાએ પહોંચ્યા. **** મિહિરભાઈ એક બેંકમાં મેનેજરની નોકરી કરતાં હતાં. બેંકમાં નોકરી કરતા હોવાને કારણે થોડાં થોડાં સમયે એમની અલગ અલગ શહેરમાં બદલી થયા કરતી. એમનું જીવન જેમ સામાન્ય મધ્યમ વર્ગના ...Read More

3

જીવનસંગિની - 3

પ્રકરણ-૩ (શિક્ષાનું મહત્વ) મનોહરભાઈ અનામિકાની શાળામાંથી ફોન આવતાં જ તરત જ દોડ્યા. શાળાએ પહોંચીને એમણે પૂછ્યું, "શું થયું છે અનામિકાને? ઘરેથી હું એને મુકવા આવ્યો ત્યાં સુધી એની તબિયત તો બિલકુલ ઠીક હતી તો પછી અત્યારે અચાનક એને ચક્કર કેવી રીતે આવી ગયા?" "તમે ચિંતા ન કરો મનોહરભાઈ. અનામિકા બિલકુલ ઠીક છે અને હવે એ ભાનમાં પણ આવી ગઈ છે. પણ એને ચક્કર કેવી રીતે આવી ગયા તો હવે ડોક્ટર જ કહી શકે. અમે ડોક્ટરને પણ ફોન કરી દીધો છે. એ થોડીવારમાં આવતા જ હશે. અનામિકા પોતાના પિતાને જોતાં જ એમને વળગી પડી. અને રોવા લાગી. મનોહરભાઈએ એને શાંત ...Read More

4

જીવનસંગિની - 4

પ્રકરણ-૪ (કિસ્મતના ખેલ) અનામિકાની શાળામાં એના ક્લાસમાં આજે નવા છોકરાનું આગમન થયું હતું. વર્ગશિક્ષકે એ બાળકનો પરિચય આપતાં કહ્યું, આ મેહુલ છે. આજથી એ પણ તમારા બધાંની જોડે જ આ સ્કૂલમાં અને તમારા ક્લાસમાં જ ભણવાનો છે. ચાલો બાળકો તો આપણે મેહુલનું તાળીઓથી સ્વાગત કરીએ." શિક્ષકની આ વાત સાંભળતાં જ આખો કલાસ તાળીઓના ગડગડાટથી ગુંજી ઉઠ્યો. બધાં બાળકોએ મેહુલનું સ્વાગત કર્યું. મેહુલ હવે જે ડેસ્ક ખાલી હતી ત્યાં આવીને બેઠો. અનામિકા બે ઘડી એની સામે જોઈ રહી અને પછી ભણવામાં પોતાનું ધ્યાન પરોવવા લાગી. શિક્ષક ભણાવી રહ્યાં હતાં પણ મેહુલને હજુ બહુ સમજમાં આવી નહોતું રહ્યું. ***** બેંકમાં આજે ...Read More

5

જીવનસંગિની - 5

પ્રકરણ-૫ (કવિતાનો ઉદય) કલગીનું ભણવાનું હવે પૂરું થઈ ગયું હતું. કોલેજમાં એ સારા માર્કસથી પાસ થઈ ગઈ હતી. બધાં જ ખુશ હતા. માનસીબહેને મનોહરભાઈને કહ્યું, "કલગી હવે મોટી થઈ ગઈ છે. હવે આપણે એના લગ્ન માટે વિચારવું જોઈએ." "હા, તું ઠીક કહે છે. મેં પણ મારા બધાં મિત્રોને કહી રાખ્યું છે કે, કોઈ સારો છોકરો હોય તો બતાવે. અને હા, બીજી પણ એક વાત કે, અનામિકાને પણ હવે સ્કૂલ પુરી થઈ ગઈ છે અને એ હવે ફેશન ડિઝાઈનિંગમાં આગળ પોતાની કેરિયર બનાવવા માંગે છે તો આપણે એને ભણવા માટે હોસ્ટેલમાં મોકલવાની થશે. તો એના માટે પણ આપણે સારી કોલેજમાં ...Read More

6

જીવનસંગિની - 6

પ્રકરણ-૬ (નવી શરૂઆત) અનામિકા હવે પોતાની હોસ્ટેલ લાઈફનો એક નવો અનુભવ લેવા ચાલી નીકળી હતી. અનામિકા સુરેન્દ્રનગરમાં આવી પહોંચી ફેશન ડિઝાઇનિંગમાં કેરિયર બનાવવાનું એનું સપનું પુરું થવામાં હવે માત્ર ત્રણ જ વર્ષનું અંતર બાકી રહ્યું હતું. એ ભણવામાં પોતાનું મન પરોવવા લાગી હતી. એને ત્યાં ખૂબ જ મજા આવી રહી હતી. પણ ઝાલાવાડમાં તમે રહો અને મુશ્કેલીઓ ના આવે એવું તો બને જ નહીં ને! એ તો સૌ જાણે છે કે, ઝાલાવાડ એટલે ખતરનાક લોકોનું ગામ. અનામિકાને પણ આવી જ એક મુશ્કેલ પરિસ્થિતિમાંથી પસાર થવાનું થયું. સુરેન્દ્રનગરની સી. યુ. શાહ પોલિટેક્નિક કોલેજમાં એ ભણતી હતી. અનામિકા હવે કોલેજના બીજા ...Read More

7

જીવનસંગિની - 7

પ્રકરણ-૭ (પ્રગતિના પંથે) કલ્પના બહેન સાથેની લડાઈ પછી ધીમે ધીમે અનામિકા હવે અન્યાય સામે લડતાં શીખી રહી હતી. સત્યની લડત નો કદાચ આ પહેલો જ અધ્યાય હતો. અને ભવિષ્યમાં આવનારી મુશ્કેલીઓનો સામનો કરવા માટે કદાચ એ તૈયાર પણ થઈ રહી હતી. કોલેજનું એનું પહેલું વર્ષ પૂરું થઈ ગયું હતું અને એ સારા માર્ક્સ સાથે પાસ પણ થઈ ગઈ હતી. વેકેશન પડતાં જ એ ફરી પોતાના ઘરે આવી ગઈ હતી. એ જ સમય દરમિયાન કલગી પણ પોતાની ડિલિવરી માટે ત્યાં આવી પહોંચી હતી. હા, લગ્નના એક વર્ષ પછી કલગી અને માનવના જીવનમાં સંતાનનું આગમન થવાનું હતું. રાજવીર પણ હવે કોલેજમાં ...Read More

8

જીવનસંગિની - 8

પ્રકરણ-૮ (પ્રેમની તલાશમાં) કલગીના સંતાનના મૃત્યુ પછી અનામિકાના ઘરમાં બધાં ખૂબ તૂટી ગયા હતા ત્યારે અનામિકાએ જ બધાંને સંભાળ્યા અનામિકાએ જ બધાંને હિંમત આપી હતી. આ વાતને પણ બે વર્ષ વીતી ગયા. અનામિકાનું ભણવાનું પણ હવે પૂરું થઈ ગયું હતું અને ફરી એ પોતાના પિતાના ઘરે આવી ગઈ હતી. એ જ સમય દરમિયાન કલગીએ એક સુંદર મજાની પુત્રીને જન્મ આપ્યો હતો. અનામિકા ખૂબ જ વાતોડી હતી એટલે એને બધા જોડે વાતો કરવાની ખૂબ જ ટેવ હતી. એવામાં તેમના પડોશીમાં રહેતાં સમીરભાઈનો દીકરો રોકી એનો ખાસ મિત્ર બની ગયો હતો. એ પોતાના મનની બધી જ વાત રોકીને કહેતી. રોકી એના ...Read More

9

જીવનસંગિની - 9

પ્રકરણ-૯ (સંગિનીની ખોજમાં) અનામિકા સીધી દોડીને સડસડાટ પોતાના રૂમમાં પેસી ગઈ અને દરવાજો બંધ કરી દીધો એ જોઈને રાજવીરને કંઈક કાળું હોવાની શંકા તો પડી. એ પોતાની બહેનને બહુ જ સારી રીતે ઓળખતો હતો એટલે એને અનામિકાના આવાં વર્તનથી આશ્ચર્ય તો થયું. એ જાણતો હતો કે, જરૂર કંઈક મોટી ઘટના બની હોવી જોઈએ અને માટે જ અનામિકા આવી રીતે રૂમમાં પેસી ગઈ છે. મારે અનામિકા જોડે વાત કરવી જોઈએ આમ વિચાર કરીને એણે અનામિકાના રૂમ તરફ ડગલાં માંડ્યા. આ બાજુ અનામિકા રૂમમાં જઈને ઓશીકા નીચે મોં સંતાડીને ખૂબ જ રડી રહી હતી. એને સમજમાં નહોતું આવતું કે, જેને એ ...Read More

10

જીવનસંગિની - 10

પ્રકરણ-૧૦ (વિશ્વાસના વહાણ) મિહિરભાઈ અને નિશ્ચય બંને અનામિકા અને નિશ્ચયની કુંડળી લઈને જ્યોતિષને બતાવવા ગયા. જ્યોતિષીએ બંનેની કુંડળી જોઈ એમણે કંઈક ગણતરી માંડી. પછી એમણે મિહિરભાઈને કહ્યું, "કુંડળી તો બંનેની સારી છે. ૩૬ માંથી ૨૬ ગુણ મળે છે. છોકરીની કુંડળીમાં લક્ષ્મીનો સારો યોગ બને છે. એટલે કે, આ કન્યા જે પણ ઘરમાં જશે ત્યાં લક્ષ્મીની કોઈ કમી નહીં રહે. રંકને પણ રાજા બનાવી દે એવી આ કન્યાની કુંડળી છે. છતાં પણ મારે તમને એ કહેવું જરૂરી છે કે, આ કુંડળીમાં સંબંધ તૂટવાનો પણ યોગ છે. જ્યોતિષીની આ વાત સાંભળીને નિશ્ચય તરત જ બોલી ઉઠ્યો, "મેં પણ આ કુંડળીનો અભ્યાસ ...Read More

11

જીવનસંગિની - 11

પ્રકરણ-૧૧ (નવું અજવાળું) જ્યારે મિહિરભાઈએ મનોહરભાઈને નિશ્ચય અને અનામિકાના લગ્નસંબંધ માટેની વાત કરી તો થોડી ક્ષણો માટે તો મનોહરભાઈ પડી ગયા. એમને તરત શું જવાબ આપવો એ સૂઝ્યું નહીં એટલે એમણે કહ્યું, "હું તમને વિચારીને કહું." એટલું કહી એમણે ફોન મૂકી દીધો. માનસીબહેન મનોહરભાઈની સામે એકદમ પ્રશ્નાર્થભાવ સાથે જોઈ રહ્યા હતા. એમણે તરત જ પોતાના પતિને પૂછ્યું, "કોનો ફોન હતો? શું વાત છે? શું વિચારમાં પડી ગયાં છો?" "પેલા મિહિરભાઈ યાદ છે તને? જે વર્ષો પહેલા મારી બેંકમાં મેનેજર હતા? અને તેમનો દીકરો નિશ્ચય! એ યાદ છે?" મનોહરભાઈ બોલ્યા. માનસીબહેને પોતાની યાદશક્તિને જોર આપ્યું અને એમને યાદ આવતાં જ ...Read More

12

જીવનસંગિની - 12

પ્રકરણ-૧૨ (અણધાર્યો વળાંક) અનામિકા નિશ્ચય સાથેના લગ્ન પછી હવે ફરીથી કોલેજ જોઈન કરવા આવી પહોંચી હતી. કોલેજમાં આવીને એણે બધી બહેનપણીઓને પોતાના લગ્નના સમાચાર આપ્યાં. આ સાંભળીને એની બધી સખીઓ ખૂબ ખુશ થઈ ગઈ. બધાંએ એને અભિનંદન આપ્યા. પણ સાથે સાથે બધાંને આશ્ચર્ય પણ થયું કે, અનામિકા તો હજુ આગળ વધુ ભણીને નોકરી કરવા માંગતી હતી પણ અચાનક એણે લગ્ન કેમ કરી લીધાં હશે? બધાંના મનમાં આ જ પ્રશ્ન રમી રહ્યો હતો. પણ કોઈએ અનામિકાને વધુ આ બાબતે કંઈ પૂછ્યું નહીં. બધી જ સખીઓએ એને અભિનંદન આપ્યાં અને ક્લાસમાં જવા લાગી. અનામિકાના લગ્નના સમાચાર સાંભળીને એની બધી સખીઓ ખૂબ ...Read More

13

જીવનસંગિની - 13

પ્રકરણ-૧૩ (આવરણ) અનામિકા રાજવીરના આવવાથી બહુ જ ખુશ હતી. આજે રવિવાર હતો એટલે રજાનો દિવસ હતો. એ ક્યારની એના પપ્પા અને ભાઈની રાહ જોતી હતી. આજે એના મમ્મી પપ્પા રાજવીરને ત્યાં મૂકવા માટે આવવાના હતાં. અને પાછો બીજા દિવસે એટલે કે, સોમવારે અનામિકાનો જન્મ દિવસ પણ હતો. એટલે મનોહરભાઈ અને માનસીબહેને વિચાર્યું હતું કે, અનામિકાનો જન્મદિવસ ઉજવીને એ પછી જ ઘરે જશે. લગ્ન પછી અનામિકાનો આ પહેલો જ જન્મ દિવસ હતો એટલે એ ખૂબ જ ખુશ હતી. એ પોતાના મનમાં ને મનમાં વિચાર કરી રહી હતી કે, આવતી કાલે મારો જન્મદિવસ છે તો નિશ્ચય જરૂર મને અહીં આવીને સરપ્રાઈઝ ...Read More

14

જીવનસંગિની - 14

પ્રકરણ-૧૪ (સહજ સ્વીકાર) અનામિકાનું છેલ્લું વર્ષ હતું અને એ પૂરું થવામાં હવે થોડો જ સમય બાકી રહ્યો હતો. પરીક્ષા પણ થોડા જ સમયની વાર હતી એટલે અનામિકા પોતાનું બધું જ ધ્યાન ભણવામાં લગાવી રહી હતી. એ ખૂબ જ મહેનત કરતી હતી. થોડાં દિવસ પછી એને રીડિંગ વેકેશન પડ્યું એટલે એ હવે પોતાના સાસરે અમદાવાદ જવાની હતી. લગ્ન પછી એ અને નિશ્ચય ઘણાં સમય બાદ વધુ દિવસ સુધી સાથે રહેવાના હતા. અનામિકા આ કારણે ખૂબ જ ખુશ હતી. પણ એની આ ખુશી વધુ ટકવાની નહોતી એ વાતથી એ અજાણ હતી. ***** અનામિકા હવે વાંચવા માટે અમદાવાદ આવી પહોંચી હતી. એને ...Read More

15

જીવનસંગિની - 15

પ્રકરણ-૧૫ (મનોમંથન) અનામિકાના લગ્નને હવે તો ઘણો જ સમય થઈ ગયો હતો પરંતુ હજુ પણ એ નિશ્ચયને સમજી શકતી એના મનમાં શું ચાલી રહ્યું હતું એ હજુ પણ એને સમજાઈ રહ્યું નહોતું. એને એ હવે એકદમ માછલી જેવો ઊંડો લાગવા માંડ્યો હતો. માછલી જેમ પાણીમાં ખૂબ ઊંડે સુધી જાય છે એમ જ નિશ્ચયનો સ્વભાવ પણ એને ખૂબ જ ઊંડો લાગતો. ઘણી વખત એ એના મનની વાતને કળી શકતી નહીં. કદાચ નિશ્ચય જ એને પોતાના મનની વાત કળવા દેતો નહીં! ***** નિશ્ચય આજે ઓફિસથી ઘરે આવ્યો. અનામિકાને એનું મોઢું જોઈને એટલું તો સમજાઈ જ ગયું કે, આજે એનું મગજ સ્વસ્થ ...Read More

16

જીવનસંગિની - 16

પ્રકરણ-૧૬ (ખુશીઓનું આગમન) "મને હમણાં હમણાંથી રાજવીરનું વર્તન બહુ બદલાયેલું લાગે છે. તમને નથી લાગતું? શું તમને એવું નથી કે, હવે રાજવીરને એની જવાબદારીઓનું ભાન કરાવવાનો સમય હવે આવી ગયો છે. આમ ને આમ ક્યાં સુધી એ તમારાં પૈસા પર તાગડધિન્ના કર્યા કરશે? એને કહો કે, હવે જ્યાં ને ત્યાં રખડવાનું બંધ કરે અને કોઈ સારી જગ્યાએ નોકરી શોધી લે. જો નોકરી સારી હશે તો જ એને છોકરી પણ સારી મળશે." માનસીબહેન બોલ્યાં. "હા, માનસી. તું ઠીક કહે છે. હું આજે જ એની જોડે વાત કરીશ અને એને નોકરી માટે ઈન્ટરવ્યૂ આપવા માટે સમજાવીશ. અને એને એમ પણ કહીશ ...Read More

17

જીવનસંગિની - 17

પ્રકરણ-૧૭ (ભાગ્યના લેખાજોખા) નિધિ અને મેહુલ જ્યારે ડૉક્ટરના ક્લિનિકમાંથી બહાર નીકળ્યા ત્યારે બંને ખૂબ જ ખુશ હતાં. ડોક્ટરે એમને કહ્યું હતું કે, એમના ઘરના આંગણમાં હવે તો કિલકારીઓ ગૂંજવાની હતી. હા, નિધિ અને મેહુલના જીવનમાં હવે ઘણાં પ્રયત્નો પછી સંતાનનું આગમન થવાનું હતું. બંને હવે માતા-પિતા બનવાના હતા અને નવી જવાબદારીઓ સાથે નવું જીવન શરુ કરવાના હતા. મેહુલ અને નિધિ બંને ઘરે આવ્યા. તેમણે ઘરમાં પ્રવેશ કરતાં જ મંજુબહેને પૂછ્યું, "શું થયું? શું કહ્યું ડૉકટરે? આ વખતે તો સારા સમાચાર છે ને?" મેહુલને શું સૂઝ્યું કે, એને પોતાની માતા સાથે મજાક કરવાનું મન થયું એટલે એણે મંજુબહેનને કહ્યું, "ના ...Read More

18

જીવનસંગિની - 18

પ્રકરણ-૧૮ (મા બનવાની સફર) કહેવાય છે ને કે, જે થવાનું હોય તે તો થઈને જ રહે છે. હોને કો ટાલ સકતા હૈ? અનામિકાના જીવનમાં પણ આવું જ કંઈક બનવાનું હતું. અનામિકનું એક બાળક મિસ થયા પછી પણ એ માત્ર બે મહિનાની અંદર જ એ ફરીથી મા બનવાની હતી. પરંતુ આ વખતે નિશ્ચયે ગયા વખતની જેવું ખરાબ વર્તન ન કર્યુ. એણે આ આવનાર બાળકને ઈશ્વરની ઈચ્છા સમજીને એને સ્વીકારી લીધું હતું. આ વખતે એ બાળકના જન્મ માટે માનસિક રીતે તૈયાર થઈ ગયો હતો. સમય વીતી રહ્યો હતો. સમયને વીતતાં કયાં કઈ વાર લાગે છે? અનામિકાને હવે સાતમો મહિનો બેસી ગયો ...Read More

19

જીવનસંગિની - 19

પ્રકરણ-૧૯ (બેરંગ જીવન) નિધિના મૃત્યુ પછી મેહુલના ઘરમાં બધાં ખૂબ જ દુઃખી હતા. નાનકડા વીરને ધીમેધીમે સમજાઈ રહ્યું હતું એની માતા હવે આ દુનિયામાં નથી રહી. નિધિના અંતિમ સંસ્કાર પછી એના મૃત્યુ પછીની બધી વિધિ કરવામાં આવી. એ બધી જ વિધિ પૂરી થતાં સુધીમાં વીરને ઘણી સમજ આવી ગઈ હતી. જ્યારે ઈશ્વર દુઃખ આપે છે ત્યારે સાથે સાથે એ દુઃખને સહન કરવાની શક્તિ પણ આપે છે. વીરને પણ કુદરતે નાની ઉંમરમાં જ ઘણી સમજ આપી દીધી હતી અને એ ખૂબ જ સમજદારી દાખવવા માંડ્યો હતો. એને હવે એ સમજ આવી ચૂકી હતી કે, એણે જ હવે ઘરના બધાંને સંભાળવાના ...Read More

20

જીવનસંગિની - 20

પ્રકરણ-૨૦ (હઠયોગ) નિશ્ચયે હઠે ભરાઈને બિઝનેસ શરૂ તો કર્યો હતો પરંતુ એમાં એને જોઈએ એવી સફળતા મળી રહી ન અને આમ પણ એનો જેવો સ્વભાવ હતો એ પ્રમાણે તો તે ધંધામાં ચાલે એમ જ ન હતો. પણ કોણ જાણે એને શું ભૂત વળગ્યું કે, એણે માત્ર અનામિકાની કુંડળીના ભરોસે જ ધંધો કરવાનું જોખમ ખેડયું. અને એનું આ જોખમ ખરેખર એના માટે જોખમ જ પુરવાર થયું. કોઈ ભણેલો ગણેલો માણસ આટલો અંધશ્રદ્ધાળુ કઈ રીતે હોઈ શકે તેનો નિશ્ચય જીવતો જાગતો પુરાવો હતો. અનામિકા એની રીતે એને સમજાવવાના સતત પ્રયત્નો કર્યા કરતી હતી. પરંતુ નિશ્ચય ક્યાં એનું કંઈ સાંભળતો જ હતો! ...Read More

21

જીવનસંગિની - 21

પ્રકરણ-૨૧ (અફર નિર્ણય) બેલ વાગતાં જ પ્રીતિએ ઘરનો દરવાજો ઉઘાડયો ત્યાં જ એની સામે આંખમાં આંસુ સાથે અને હાથમાં સાથે અનામિકા ઉભી હતી. અનામિકાને આમ આવેલી જોઈને પ્રીતિએ તેને અંદર આવવા કહ્યું, "અરે! અનામિકા? તું આમ અચાનક આવી રીતે? કંઈ વાંધો નહીં. અંદર આવ." પ્રીતિએ એને આવકાર આપ્યો. અનામિકા અંદર આવી. ત્યાં જ માનસીબહેન રસોડામાંથી બોલતાં બોલતાં બહાર આવ્યા, "પ્રીતિ! કોણ આવ્યું છે? પેલાં દૂધવાળા ભાઈ પૈસા લેવા આવ્યા હોય તો એને પૈસા આપી દેજે અને એને કહેજે કે, દૂધમાં પાણી થોડું ઓછું નાખે. હમણાંથી બહુ જ પાણી ના..." એમનું વાક્ય ત્યાં જ અધૂરું રહી ગયું જ્યારે એમની નજર ...Read More

22

જીવનસંગિની - 22

પ્રકરણ-૨૨ (પ્રેમનાં પારખાં) અનામિકાના નિશ્ચયના ઘરમાં પાછાં ન ફરવાના નિર્ણયે એના ઘરમાં બધાંએ એને ચોંકાવી દીધા હતાં. એમાંય રાજવીર અનામિકાનો આ નિર્ણય સાંભળીને બરાબરનો ગુસ્સે થયો હતો. એ બોલી ઉઠ્યો, "અરે! કમ સે કમ આકાશનું તો વિચાર. તારા આવાં નિર્ણયને લીધે એની શું દશા થશે એ કોઈ દિવસ તે વિચાર્યું છે? એ નાનકડો છોકરો મા વિના કંઈ રીતે રહેતો હશે અત્યારે? એનો પણ કોઈ દિવસ તે વિચાર કર્યો છે કે નહીં!" રાજવીરનું આવું વર્તન અનામિકા માટે અકલ્પનીય હતું. એ બોલી,"હું એમ નથી કહેતી કે, હું ત્યાં નહીં જ જઉં પરંતુ મારી અમુક શરતો છે જે એ માન્ય રાખશે તો ...Read More

23

જીવનસંગિની - 23

પ્રકરણ-૨૩ (ભયના ઓથાર) અનામિકાનો નિર્ણય જાણ્યા પછી મનોહરભાઈએ મિહિરભાઈને એક આશા સાથે ફોન કર્યો હતો. પરંતુ એમની કલ્પનાની વિરુદ્ધ એમને કહ્યું કે, 'એ તો હવે અનામિકા અને નિશ્ચય એ લોકોએ બંનેએ સાથે મળીને નિર્ણય લેવાનો છે. અંતે તો એમને બંનેને જ સાથે રહેવાનું છે. અને આમ પણ અમે દીકરાના જીવનમાં દખલ કરતાં નથી. અમને માફ કરો તમે. આમાં કોઈપણ પ્રકારની તમને અમે મદદ નહીં કરી શકીએ. અને હું તો તમને પણ એ જ સલાહ આપું છું કે, બને ત્યાં સુધી એ બંનેના જીવનમાં દખલ ન કરો. એમને એમની રીતે જીવવા દો. એમના નિર્ણય એમને જાતે જ લેવા દો. મિહિરભાઈની ...Read More

24

જીવનસંગિની - 24

પ્રકરણ-૨૪ (વિચારવમળ) અનામિકાએ હવે જીમની નોકરી સ્વીકારી લીધી હતી પરંતુ એમ હજુ કંઈ એની જિંદગી આસાન નહોતી થવાની. હજુ એના જીવનમાં ડગલે ને પગલે સંઘર્ષ આવીને ઉભા રહેવાના હતાં. અનામિકાને જીમમાં નોકરી મળી એથી એના માતાપિતા તો ખુશ હતાં પરંતુ રાજવીરને પોતાની બહેન એવી જગ્યાએ નોકરી કરવા જાય કે, જ્યાં વધુ પ્રમાણમાં પુરુષો જ આવતાં હોય એ બહુ પસંદ ન પડ્યું. એણે અનામિકાને કહ્યું, "તારે એવી જગ્યાએ નોકરી કરવાની શું જરૂર છે? અહીં તને શું કમી છે? તને ખબર પણ છે કે, જીમમાં કેવા કેવા લોકો આવતાં હોય છે? ત્યાં અનેક પ્રકારના માણસો આવતાં હોય. અને એવું જરૂરી પણ ...Read More

25

જીવનસંગિની - 25

પ્રકરણ-૨૫ (સંબંધની કીંમત) આજે આકાશનો જન્મદિવસ હતો. અનામિકા આકાશને મળવા માટે ઘરેથી નીકળી ચૂકી હતી. રસ્તામાં એના મનમાં અનેક વિચારો ચાલી રહ્યા હતાં. એ વિચારતી હતી કે, મારો દીકરો શું કરતો હશે? મારા વિના એને ગમતું હશે કે કેમ? એ મને યાદ કરતો હશે કે નહીં? શું એ મને જોઈને ખુશ થશે કે નહીં? એવા અનેક પ્રશ્નો એના મનને ઘેરી વળ્યા હતા. અનામિકાએ આકાશને મળવા માટે એની શાળાએ જ જવાનું પસંદ કર્યું હતું. કારણ કે, એ જાણતી હતી કે ઘરે તો નિશ્ચય એને નહિ જ મળવા દે. અનામિકા હવે આકાશની શાળાએ પહોંચી ગઈ હતી. એ આકાશની શાળાના ગેટ પાસે ...Read More

26

જીવનસંગિની - 26

પ્રકરણ-૨૬ (આખરી નિર્ણય) અનામિકા જ્યારે આકાશને મળીને ઘરે પાછી આવી ત્યારે એના ઘરમાં બધાંને આશા હતી કે, હવે તો અને નિશ્ચય વચ્ચે સમાધાન થઈ જ જશે. પણ ઘરે આવીને અનામિકાએ ત્યાં જે કંઈ પણ બન્યું એ બધું જ કહ્યું. એ પછી બધાંને એટલું તો સમજાઈ જ ગયું કે, આ સંબંધનો અંત તો હવે નિશ્ચિત જ છે. અનામિકા ઘરે આવીને ખુબ જ રડી. એને લાગ્યું કે હવે તો દીકરો પણ એનાથી દૂર થઈ ગયો છે. પણ છતાં પણ ઈશ્વરે એને એક મોકો આપ્યો. થોડાં સમય પછી એના કાકાજી સાસુ સસરાએ એને પિતૃકાર્યની વિધિ માટે એને આમંત્રણ આપ્યું અને કહ્યું કે, ...Read More

27

જીવનસંગિની - 27

પ્રકરણ-૨૭ (ઋણાનુંબંધ) અનામિકાએ જ્યારે મેહુલનું ડીપી જોયું ત્યારે એને એમાં વીરનો ફોટો દેખાયો. એને જોઈને એને આકાશ યાદ આવી જાણે એ ફોટોમાં દેખાતો વીરનો ચેહરો જોઈને એક અજાણી મમતા એને એ તરફ ખેંચી રહી હતી. હજુ તો એ ફોટો જોઈ જ રહી હતી ત્યાં જ અચાનક એને એ ફોટો દેખાતો બંધ થઈ ગયો. અચાનક આવી રીતે ફોટો દેખાતો બંધ થઈ જતાં જ એણે ગૃપમાં આવેલા મેસેજમાં જોયું તો એણે જોયું કે, મેહુલ એ ગૃપમાંથી જ ઍકઝીટ થઈ ગયો હતો. એટલે અનામિકાએ ગૃપમાં ઉપરના મેસેજ વાંચવાનું શરૂ કર્યું. એણે જોયું તો ગૃપમાં બધાં પોતપોતાનો પરિચય આપતાં હતા. બધાં પોતાનો પરિચય ...Read More

28

જીવનસંગિની - 28

પ્રકરણ-૨૮ (મૌનની દીવાલ) અનામિકા જીમમાં જ્યાં નોકરી કરી રહી હતી ત્યાં પોતાનું મન પરોવવાની સતત કોશિશ કરતી રહેતી હતી. એમ કંઈ કોઈ મા દીકરાને થોડી ભૂલી શકે છે? જેની જોડે લોહીનો સંબંધ હોય એને ભૂલવું તો લગભગ અશક્ય જ છે. ઘરનાં બધાં પણ એ ખુશ રહે એ માટેનાં સતત પ્રયત્નો કરતાં રહેતા હતા. પણ એક માત્ર રાજવીર અનામિકાના આ ડિવોર્સના નિર્ણયથી ખુશ નહોતો. એને લાગતું હતું કે, અનામિકાએ આકાશને છોડીને ગુનો કર્યો છે. એનું મન અનામિકાના આ નિર્ણયને હજુ સુધી સ્વીકારી જ શકતું નહોતું. પ્રીતિ આ બાબતે રાજવીરને સમજાવવાના પ્રયત્નો કરતી પણ એનાં એ બધાં જ પ્રયત્નો કોઈ ફળ ...Read More

29

જીવનસંગિની - 29

પ્રકરણ-૨૯ (પ્રપોઝલ) આજે રવિવાર હતો અને મેહુલ અનામિકાને મળવા જવાનો હતો. મેહુલના મનમાં હજુ પણ એ જ મનોમંથન ચાલી હતું કે, હું જે વિચારી રહ્યો છું એ યોગ્ય તો છે ને? શું અનામિકા મારી વાત સમજશે? હું આજે એને જે કહેવાનો છું એ વાત સાંભળીને એ કઈ રીતે વર્તન કરશે? શું એ નારાજ તો નહીં થઈ જાય ને? શું હું જે કંઈ પણ કરી રહ્યો છું એ યોગ્ય જ છે ને? આવા અનેક પ્રશ્નો એના મનમાં રમી રહ્યા હતાં. એવામાં જ મંજુબહેન ત્યાં આવ્યા અને એમણે મેહુલની વિચારતંદ્રા તોડી. "બેટા! આજે તો રવિવાર છે તો આમ તૈયાર થઈને ક્યાં ...Read More

30

જીવનસંગિની - 30

પ્રકરણ-૩૦ (પુનઃલગ્ન) અનામિકાના દરવાજે ટકોરા પડતાં જ એણે પોતાના આંસુ લૂછયાં અને ઉભી થઈને એણે દરવાજો ખોલ્યો. સામે પ્રીતિ હતી. પ્રીતિને જોઈને અનામિકા એને વળગીને ધ્રૂસકે ધ્રૂસકે રડી પડી. પ્રીતિએ એને શાંત પાડવાનો પ્રયત્ન કર્યો. એ બોલી, "ચૂપ થઈ જા અનામિકા. રાજવીરની વાતનું ખોટું ના લગાડીશ. તને તો ખબર છે કે, એનો સ્વભાવ જ એવો છે." "હા, હું જાણું છું પણ મને રડવું તો એટલા માટે આવે છે કે, મેહુલે મને પ્રપોઝ કર્યું. હું તો એની જોડે એમ જ મૈત્રીભાવથી વાતો કરતી હતી. મને શું ખબર કે, એ એનો આવો અર્થ કરશે? મને જો પહેલા જ ખબર હોત કે ...Read More

31

જીવનસંગિની - 31

પ્રકરણ-૩૧ (સ્વીકાર-અસ્વીકાર) અનામિકા મેહુલના ઘરમાં સેટ થવાના પ્રયત્નો કરી રહી હતી. એ વીરની પણ મા બનવાનો પ્રયત્ન કરી રહી પણ સ્ત્રી જેટલું ઝડપથી સાસરી પક્ષને અપનાવી લે છે એટલું જ ઝડપથી પતિનો પરિવાર એને અપનાવી શકતો નથી. એમાંય જ્યારે પુનઃ લગ્ન હોય ત્યારે તો ખાસ. મેહુલનો પરિવાર પણ એમાંથી બાકાત નહોતો. મેહુલના મમ્મી અને પપ્પા બંને વારંવાર અનામિકાની સરખામણી નિધિ જોડે કરી બેસતાં. નિધિ તો હંમેશા શાંત જ રહેતી અને ઘરના બધાં જેમ કહે એમ કર્યા કરતી. જ્યારે અનામિકા તો પહેલેથી જ શાંત સ્વભાવ ધરાવતી ન હતી. ખોટું એનાથી ક્યારેય સહન થતું નહીં. એને જે વાત પસંદ ન પડે ...Read More

32

જીવનસંગિની - 32

પ્રકરણ-૩૨ (પશ્ચાતાપ) અનામિકા, મેહુલ અને વીરનું જીવન બરાબર ચાલી રહ્યું હતું. મેહુલના પરિવારે પણ અનામિકાને હવે સંપૂર્ણ રીતે સ્વીકારી હતી. પરંતુ હજુ પણ એક ઘટના એવી બની ગઈ હતી કે, જેના કારણે અનામિકાનો પોતાના પરિવાર પ્રત્યેનો સંબંધ વધુ પડતો ગાઢ થઈ ગયો. અને મેહુલના પરિવારના લોકો માટે અનામિકા એક મહત્વની વ્યક્તિ બની ગઈ. થોડા સમય પહેલા જ મંજુબહેનની તબિયત લથડી હતી. એમને સ્ટ્રોકનો હુમલો આવ્યો હતો. એવા સમયે અનામિકાએ એમની ખૂબ જ ખડે પગે સેવા કરી હતી. અનામિકાની આ સેવાસુશ્રુષા એના ઘરમાં બધા જોઈ રહ્યા હતા. અને બધાંને હવે એ પણ સમજાઈ ચૂક્યું હતું કે, અનામિકાએ આ પરિવારને હવે ...Read More

33

જીવનસંગિની - 33 - છેલ્લો ભાગ

પ્રકરણ-૩૩ (માફી) આકાશનું ભણવાનું હવે પૂરું થઈ ગયું હતું. આકાશને હવે એમ.ડી.ની ડીગ્રી મળી ચૂકી હતી. જે વર્ષે આકાશને મળી એ જ વર્ષે એની મેડીકલ કોલેજની સ્થાપનાના પણ ૫૦ વર્ષ પુરા થતા હતા. તેથી ભવ્ય સમારંભનું આયોજન કરવામાં આવ્યું હતું. દેશ-વિદેશથી અનેક કલાકારોને મનોરંજન માટે બોલાવવામાં આવ્યા હતા. તેમાં વીર પણ સામેલ હતો. આકાશ અને આકાંક્ષા બંને આખા પ્રોગ્રામને હોસ્ટ કરવાના હતા. એટલે કોલેજના ડીન તેમની બધા કલાકારો જોડે ઓળખાણ કરાવતા હતા. બધાની ઓળખાણ કરાવતાં કરાવતાં તેઓ છેલ્લે વીર પાસે પહોંચ્યા. ડીને વીરની ઓળખાણ કરાવતા આકાશને કહ્યું, "આકાશ! આ વીર છે. તેઓ ખૂબ જ સારા શાસ્ત્રીય સંગીતકાર છે. અને ...Read More