રહસ્યમય અપરાધ

(86)
  • 23.8k
  • 11
  • 12.8k

શહેરથી થોડે દુર આવેલા હોલીડે-ઈન રિસોર્ટમાં થોડાં દિવસોથી ફરવા માટે આવેલા લોકોની ચહલ-પહલ ઘણી હતી. કોરોનાનાં સમયમાં ઘરે જ રહીને કંટાળેલા ઘણાં લોકો કોરોનાની લહેર હળવી પડતાં જ ફરવા માટે તથા રિલેક્સ થવા માટે જુદી જુદી જગ્યાઓએ નીકળી પડ્યા હતા. લોકોનાં ફરવા માટે આવવાથી કોરોનાકાળમાં સાવ મૃતઃપાય બની ગયેલા રિસોર્ટો અને હોટેલોનો આત્મા ફરી પાછો જોરશોરથી ધબકવા લાગ્યો હતો! થોડાં દિવસો સાવ નવરાધૂપ બનીને બેસી રહેલાં હોટેલોનાં સ્ટાફને પણ ઓવરટાઈમની કામગીરી કરવી પડતી હતી. હોલીડે-ઈન રિસોર્ટમાં પણ રજા માણવા આવેલા લોકોનો આવો જ ઘસારો હતો. રિસોર્ટમાં રૂમસર્વિસ આપનારાંઓ તથા રૂમની સાફસફાઈ કરનારાં ક્લિનરો આમથી તેમ દોડાદોડી કરી રહ્યા હતા. સૌથી નીચેનાં માળ ગ્રાઉન્ડ ફ્લોરની સાફસફાઈનું કામ સંભાળતાં રૂમ ક્લિનરબોય કેયુર એક પછી એક રૂમની સફાઈ કરીને આગળ વધી રહ્યો હતો. રૂમ નં.૧૬ પાસે પહોંચીને બેલ મારતાં કોઈએ બારણું ખોલ્યું નહતું. થોડીવાર સુધી રાહ જોયા પછી કોઈએ બારણું ના ખોલતાં એ આગળ બીજા રૂમોની સાફસફાઈ કરવા વધી ગયો હતો અને પોણા કલાક પછી ફરી પાછો રૂમ નં.૧૬ પાસે આવ્યો હતો અને આ વખતે એણે બે-ત્રણ વખત બેલ મારી હતી.

Full Novel

1

રહસ્યમય અપરાધ - 1

(ભાગ-૧) તા.૧૦/૦૫/૨૦૨૧ શહેરથી થોડે દુર આવેલા હોલીડે-ઈન રિસોર્ટમાં થોડાં દિવસોથી ફરવા માટે આવેલા લોકોની ચહલ-પહલ ઘણી હતી. કોરોનાનાં સમયમાં જ રહીને કંટાળેલા ઘણાં લોકો કોરોનાની લહેર હળવી પડતાં જ ફરવા માટે તથા રિલેક્સ થવા માટે જુદી જુદી જગ્યાઓએ નીકળી પડ્યા હતા. લોકોનાં ફરવા માટે આવવાથી કોરોનાકાળમાં સાવ મૃતઃપાય બની ગયેલા રિસોર્ટો અને હોટેલોનો આત્મા ફરી પાછો જોરશોરથી ધબકવા લાગ્યો હતો! થોડાં દિવસો સાવ નવરાધૂપ બનીને બેસી રહેલાં હોટેલોનાં સ્ટાફને પણ ઓવરટાઈમની કામગીરી કરવી પડતી હતી. હોલીડે-ઈન રિસોર્ટમાં પણ રજા માણવા આવેલા લોકોનો આવો જ ઘસારો હતો. રિસોર્ટમાં રૂમસર્વિસ આપનારાંઓ તથા રૂમની સાફસફાઈ કરનારાં ક્લિનરો આમથી તેમ દોડાદોડી કરી રહ્યા ...Read More

2

રહસ્યમય અપરાધ - 2

(ભાગ-૨) "મને એની પૂરી ડિટેઈલ આપો." સૂર્યાનું મગજ ઝડપથી કામ કરવા લાગ્યું હતું. "જી, હમણાં જ આપું છું." કહીને રિસેપ્શન પરથી તરત જ માહિતી મંગાવી લીધી હતી. રાજેશને જેની સાથે ઝઘડો થયો એ વ્યક્તિનું નામ મુકેશ શર્મા હતું. મુકેશ પોતાનાં પરિવાર સાથે આઠમી તારીખે જ આવી ગયો હતો. સૂર્યાએ તરત જ એના આધારકાર્ડ અને ફોનનંબરની ડિટેઈલ બીજા એક કોન્સ્ટેબલને આપીને મુકેશની બધી માહિતી મેળવવા માટે મોકલી દીધો હતો. "મને એ કહો કે રાજેશ અને એની પત્નીને છેલ્લે કોણે અને ક્યારે જોયા હતા? કોઈને ખ્યાલ છે?" સૂર્યાએ હાજર રહેલાં તમામ સ્ટાફને ઉદ્દેશીને પૂછ્યું હતું. સૂર્યાના પ્રશ્નનો જવાબ આપતાં રૂમસર્વિસનું કામ ...Read More

3

રહસ્યમય અપરાધ - 3

(ભાગ-૩) "આક્ષેપ સાચો હોય કે ખોટો, પણ બધા સબૂત અને સાક્ષીઓ તો તારા તરફ જ ઈશારો કરે છે." સૂર્યાએ કહ્યું હતું. "સબૂત! કેવા સબૂત?" સૂર્યાના ચહેરાની ઠંડક જોઈને હવે મુકેશ થોડોક ગભરાવા લાગ્યો હતો. "રિસોર્ટનાં રેસ્ટોરન્ટમાં તારે અને રાજેશને ઉગ્ર ઝઘડો થયો એ ઘટનાનાં ઘણાં સાક્ષીઓ છે. એ ઝઘડામાં તે રાજેશને મારી નાખવાની ધમકી પણ આપેલી, એની સાક્ષી પૂરાવવાવાળા પણ છે." "સાહેબ, માનું છું કે એ રિસોર્ટમાં મારી અને રાજેશની આકસ્મિક મુલાકાત થઈ હતી, એને જોઈને હું અચાનક જ મારા મગજ પરનો કાબુ ખોઈ બેઠો હતો અને અમારે સારી એવી બોલાચાલી તથા ઝપાઝપી પણ થઈ ગઈ હતી. ગુસ્સામાંને ગુસ્સામાં ...Read More

4

રહસ્યમય અપરાધ - 4

(ભાગ-૪) "સાંભળ, હું તને એનું એડ્રેસ મોકલું છું. તું એના વિશે બધી તપાસ કર અને હાથમાં આવે તો અત્યારે અહિયાં લેતો આવજે." કહીને સૂર્યાએ રઘુને બીજી પણ જરૂરી સૂચનાઓ આપી હતી. ઇન્સ્પેક્ટર સૂર્યા ઘટના બનેલી એ રૂમ નં.૧૬નાં લીધેલા ફોટા કોમ્પ્યુટરમાં ધ્યાનથી જોઈ રહ્યો હતો, ત્યાં જ ફોરેન્સિક લેબ.માંથી ઓફિસર કાર્તિકનો ફોન આવ્યો હતો કે, "સર, ઝેરની શીશીમાં બે અલગ-અલગ વ્યક્તિઓનાં ફિંગરપ્રિન્ટ મળેલાં છે. એક છે મૃતક રોશનીનાં અને બીજા કોઈ અજાણ્યા વ્યક્તિનાં જ છે." "એમાં રાજેશનાં ફિંગરપ્રિન્ટ નથી..!?" સૂર્યાએ આશ્ચર્યવશ પૂછતાં કહ્યું. "ના." "અહિયાંથી એક ગ્લાસ મોકલાવેલો, એમાંથી લીધેલા ફિંગરપ્રિન્ટ મેચ કરીને જુઓ અને મને તાત્કાલિક એનો રિપોર્ટ ...Read More

5

રહસ્યમય અપરાધ - 5 - છેલ્લો ભાગ

(ભાગ-૫) "રઘુ, હવે તો પાકી ખાતરી થઈ ગઈ છે કે આ હત્યાનો જ મામલો છે અને ખૂનીને પકડવા આપણે નજીક પણ છીએ. મારા ખ્યાલ મુજબ ખૂની હજુ પણ આ રિસોર્ટમાં જ છે." સૂર્યાએ ઉત્સાહવશ સૌને કહ્યું હતું. એ સાંભળીને ત્યાં હાજર રહેલાં સૌ કોઈ આશ્ચર્યચકિત થઈ ગયા હતા. રિસોર્ટનાં મેનેજર પ્રદીપને સાથે લઈને ઇન્સ્પેક્ટર સૂર્યા તરત જ કેમેરાનાં કંટ્રોલરૂમ તરફ ગયો હતો અને ત્યાંના ઓપરેટરને દસમી તારીખનાં વહેલી સવારનાં છ વાગ્યાથી ફૂટેજ દેખાડવાનું કહ્યું હતું. પહેલાં તો રૂમ નં.૧૬ની લોબીવાળા સામસામા છેડાનાં બંને કેમેરાનું પોણી કલાકનું ફૂટેજ જોઈને સૂર્યાએ મનોમન કોઈની હિલચાલ નોંધી હતી અને પછી જીમનાં દરવાજા બાજુનાં ...Read More