અવાવરું રેલ્વે સ્ટેશન

(39)
  • 13.9k
  • 4
  • 5.9k

જેનું રેલ્વે પ્લેટફોર્મ પણ તૈયાર નથી એવું એક રેલ્વે સ્ટેશન.....,જે કાયમ સૂમસામ રહેતું અને ભાસતું, જ્યાં ફકત એક જ ટ્રેન રાત્રિ વિસામો કરી બીજા દિવસે સવારે ૫:૩૦ કલાકે નવી મુસાફરી માટે નીકળી પડે છે. સાંજ નું અંધારું સાંજ ને વિદાય આપવા આવી પહોંચ્યું છે... સાથે સાથે રાત્રિએ પણ પોતાનું સામ્રાજ્ય ફેલાવાનું ચાલુ કરી દીધું છે. રાત્રીના અંધારામાં સ્ટેશન ની આજુબાજુ ફેલાયેલા બાવળના વૃક્ષો કોઈ ભૂત પ્રેત નો આભાસ ઉભો કરી રહ્યા છે. એકદંરે ઉજ્જળ કહી શકાય તેવું આ રેલ્વે સ્ટેશન હતું, રેલ્વે ના પાટા ને સમાંતર દૂર દૂર સુધી ગાંડા બાવળે ખુલ્લી વેરાન જમીનમાં કબ્જો જમાવ્યો હોય તેવું લાગતું હતું. કાંટાળી બોરડીએ પણ પોતાના અસ્તિત્વ માટે ક્યાંક ક્યાંક અડ્ડો જમાવ્યો હોય તેવું લાગતું હતું, સ્ટેશન ની કાચી-પાકી દીવાલોવાળી એક નાનકડી ઓરડી માં એક વૃદ્ધ સ્ટેશન માસ્ટર બેઠા હતા. ભૂત બંગલા જેવી સ્ટેશન માસ્ટરની ઓરડી પણ ઘણી ભયજનક લાગતી હતી. બિહામણા લાગતા આ સ્ટેશન ઉપર વૃદ્ધ સ્ટેશન માસ્ટર કોઈના ડર કે ભય વગર ફરજ બજાવી રહ્યા છે. વૃદ્ધ સ્ટેશન માસ્ટર ને જાડા કાચના ચશ્મામાંથી ધૂંધળું દેખાઈ રહ્યું છે. દૂરથી ટ્રેનની વ્હિસલ સંભળાતા એ વૃદ્ધ ઓરડીની બહાર આવ્યા અને ટ્રેનની દિશા તરફ જોવા લાગ્યા, સ્ટેશન નાનું હોઈ અને ટ્રેન નું છેલ્લું સ્ટોપ હોઈ મુસાફરો ફટાફટ ઉતરતા હતા,આખરી સ્ટોપ હોઈ ટ્રેનમાં જવા વાળા કોઈ નહોતા,આખી ટ્રેન આ સ્ટેશને ખાલી થઈ જતી હતી.

Full Novel

1

અવાવરું રેલ્વે સ્ટેશન - 1

ભાગ - ૧ જેનું રેલ્વે પ્લેટફોર્મ પણ તૈયાર નથી એવું એક રેલ્વે સ્ટેશન.....,જે કાયમ સૂમસામ રહેતું અને ભાસતું, જ્યાં એક જ ટ્રેન રાત્રિ વિસામો કરી બીજા દિવસે સવારે ૫:૩૦ કલાકે નવી મુસાફરી માટે નીકળી પડે છે. સાંજ નું અંધારું સાંજ ને વિદાય આપવા આવી પહોંચ્યું છે... સાથે સાથે રાત્રિએ પણ પોતાનું સામ્રાજ્ય ફેલાવાનું ચાલુ કરી દીધું છે. રાત્રીના અંધારામાં સ્ટેશન ની આજુબાજુ ફેલાયેલા બાવળના વૃક્ષો કોઈ ભૂત પ્રેત નો આભાસ ઉભો કરી રહ્યા છે. એકદંરે ઉજ્જળ કહી શકાય તેવું આ રેલ્વે સ્ટેશન હતું, રેલ્વે ના પાટા ને સમાંતર દૂર દૂર સુધી ગાંડા બાવળે ખુલ્લી વેરાન જમીનમાં કબ્જો જમાવ્યો હોય ...Read More

2

અવાવરું રેલ્વે સ્ટેશન - 2

ભાગ - ૨ ઘણી વખત સફેદ ડગલામાં રહેલો માણસ વધારે મેલો હોય તેવું પણ બની શકે, આખું ગામ જેને માનતું હોય તે વ્યક્તિ અંદરથી સ્વચ્છ અને પવિત્ર હોય તેવું પણ બને. બાવળિયાની ઝાડી માં નાનકડી કેડી ઉપર આગળ ભૂમલો અને પાછળ ગૌરી, નાના ઉંઘેલા બાળકને ભૂમલાએ પોતાના ખભે નાખી દીધું છે. ભૂમલો હતો તો ઉતાર માણસ પરંતુ છ ફૂટની ઉંચાઈ અને પડછંદ કાયા ધરાવતો હતો, જો પાંચ જણાને બાથ ભરી લે તો કોઈ તેની બાથમાંથી છૂટી ના શકે તેવો મજબૂત હતો, હાથી ની સૂંઢ ઉપર જો મુક્કો મારે તો હાથી પણ ઘડીભર તો તમ્મર ખાઈ જાય તેવો પહાડી હતો. ...Read More

3

અવાવરું રેલ્વે સ્ટેશન - 3

ભાગ - ૩ સવાર પડ્યું...ભોં ભાખરું થયું અને લોકો લોટે જવા નીકળ્યા અને ભૂમલાના ઘરમાં કોઈ બાઈ માણસ જોયું. દેકારો મચી ગયો કે ભૂમલો કોઈ બાઈ ને ઉપાડી લાવ્યો છે, કશું જ જાણ્યા કર્યા વગર ગામના માણસો ભેગા થયા,વાત એવી ઊડી કે ભુમલો કોઈને ઉઠાવી લાવ્યો છે. આમેય ટોળા ને વિવેક બુદ્ધિ હોતી નથી, ટોળું હમેંશા આંધળું અનુકરણ કરતું હોય છે, ટોળાને પોતાની કોઈ જ વિચારસરણી હોતી નથી, ટોળામાં હિંસક અને ખોટી વાતો ફેલાવી ટોળા ને સરળતાથી ગેર માર્ગે દોરી શકાય છે. ગામના કહેવાતા દોઢ ડાહ્યા માણસો ભૂમલા ને ભેરવી દેવા અને ફસાવી દેવા રાતે પાણીએ થયા,પરંતુ કહેવાય છે ...Read More

4

અવાવરું રેલ્વે સ્ટેશન - 4 - છેલ્લો ભાગ

ભાગ - ૪ “મારી વાત ધ્યાનથી સંભાળ, હું કહું તેમ કરજે..મારા ઉપર ભરોસો રાખજે, તારે ભંવરસિંહ જોડે નીકળી જવાનું.. પણ સ્ટેશન આવીશ તારે ટ્રેન માં બેસી પણ જવાનું, જેવી ટ્રેન ની ઝડપ વધે, ટ્રેન સ્પીડ પકડે કે તરત જ ટ્રેન માંથી કૂદી પડજે, હું ત્યાંજ હોઈશ અને આપણે બન્ને ભાગી જઈશું”. એટલા દિવસો ભૂમલા સાથે રહ્યા પછી ગૌરીને એટલી ખબર હતી કે ભૂમલો બહુ જ સારો અને સાચો માણસ છે એટલે અવિશ્વાસ કરવાનું કારણ નહોતું. પ્લાન મુજબ ગૌરી ભંવરસિંહ જોડે રેલ્વે સ્ટેશન પહોંચી. રેલ્વે સ્ટેશન ઉપર જ ભંવરસિંહ બબડ્યો તું એક વાર ઘેર પહોંચ પછી જો હુ મારી મારી ...Read More