કલ્પાંત

(33)
  • 14.9k
  • 7
  • 7.5k

નાના છેવાડાના ગામોમાં હાલમાં ગામની જનતાને અવરજવર માટેનું સાધન એસ.ટી. બસ જ છે. અને તેમાંય દિવસમાં એકાદ બે સમય જ હોયગામમાં આવવા જવા માટેના, બાંધી જેઓની પાસે પોતાનું સાધન હોય તે લોકો તેમની રીતે આવતા જતા હોય. ગુજરાતના સૌથી મોટા એવા કચ્છ જીલ્લાના માંડવી તાલુકાનું છેવાડાના ગામ એવા માધપર ગામે જવા બસ નીકળેલ હજી. કંડકટરે ઘંટડી મારીને મુસાફરોને સાદ કર્યો, "ચાલો, ભાઇઓ બહેનો ચાલો માધપર આવી ગયું. માધપર ગામનું નામ સાંભળતાં જ સુની તેની સીટમાંથી હાંફરી ફાંફરી ઉભી થઈ ગઈ અને બસના દરવાજા તરફ રીતસરની દોટ મૂકી. તે એવી રીતે ઉભી થઇ હતી કે, દરવાજે પહોંચતાં પહોંચતાં તો પડતાં પડતાં રહી ગઈ. બસમાં બેઠેલ અન્ય બે ત્રણ સ્ત્રીઓ તો બોલી પણ ખરી,"બહેન ધીરે ધીરે ઉતરોને!" પરંતુ તેણે તો તેમની વાત સાંભળી ના સાંભળી કરીને સુની તો તેની મસ્તીમાં નીચે ઉતરી ગઈ. તેની પાસે રહેલી એક મોટી હાથમાં ઉચકી શકાય એવી બેગ નીચે મુકીને ઉતરતાં મુસાફરોને જોઈ રહી સુની. બસમાંથી ઉતરેલ મુસાફરોમાં બે મહિલાઓ અને ચાર યુવાનો હતા. સુનીએ મહિલાઓને જ પુછ્યું, "બહેન! ગામ કેટલે દૂર રહ્યું?" એક મહિલાએ પ્રત્યુતર આપ્યો,"ગામ તો ખાસ્સું અડધો એક કિલોમીટર દૂર છે. કોને ત્યાં જવું છે તમારે?"

Full Novel

1

કલ્પાંત - 1

કલ્પાંત નાના છેવાડાના ગામોમાં હાલમાં ગામની જનતાને અવરજવર માટેનું સાધન એસ.ટી. બસ જ છે. અને તેમાંય દિવસમાં એકાદ બે જ હોયગામમાં આવવા જવા માટેના, બાંધી જેઓની પાસે પોતાનું સાધન હોય તે લોકો તેમની રીતે આવતા જતા હોય. ગુજરાતના સૌથી મોટા એવા કચ્છ જીલ્લાના માંડવી તાલુકાનું છેવાડાના ગામ એવા માધપર ગામે જવા બસ નીકળેલ હજી. કંડકટરે ઘંટડી મારીને મુસાફરોને સાદ કર્યો, "ચાલો, ભાઇઓ બહેનો ચાલો માધપર આવી ગયું. માધપર ગામનું નામ સાંભળતાં જ સુની તેની સીટમાંથી હાંફરી ફાંફરી ઉભી થઈ ગઈ અને બસના દરવાજા તરફ રીતસરની દોટ મૂકી. તે એવી રીતે ઉભી થઇ હતી કે, દરવાજે પહોંચતાં પહોંચતાં તો પડતાં ...Read More

2

કલ્પાંત - 2

કંચનબેનની નજર ગાડી પર પડી અને બહાર ઉભેલાં। સરોજકાકીનેપણ જોયાં. એ ઝડપભેર સરોજકાકીને પાસે આવીને એમના પગે લાગતા બોલ્યા.‘‘કોણ છે કાકી?" "તારા દીકરા પ્રવિણની વહુ આવી છે કંચનવહુ, અને એ પણ એકલી આવી છે. પ્રવિણને સમય નહીં મળતો હોય એટલે બિચારી એકલી વહુને ધકેલી દીધી લાગે છે. પૈસા બચાવવા પહેલાં તો છાનાછાના એકલાએ તેની મરજીમુજબ પ્રેમલગ્ન કરી લીધાં અને હવે વહુનેય એકલી એકલી મોકલી દીધી. પણ કંચનવહુ! હવે તો પરી જેવી વહુ આવી ગઈ છે એટલે જમણવાર લીધા વગર નહીં મુકીએ હો! "સરોજબેન ખુશમિજાજ થઈને બોલ્યાં. કંચનબેનને શું કહેવું એ કંઈ સમજણ પડતી નહોતી. 'પ્રવિણની વહુ? એ પણ આ ...Read More

3

કલ્પાંત - 3

તો સુની વહુ એ નક્કી થતાં જ કંચનબેને કહ્યું,"પ્રવિણ કેમ ના આવ્યો સુની વહુ!" આટલો ઝડપી પ્રશ્ન પુછાશે એ ખબર નહોતી એની મુંઝવણ વધી ગઈ. ધીમે ધીમે સુનીની આંખો ભીની થવા લાગી એ સાથે જ કંચનબેન વ્યાકુળ થઈ ગયાં.એમને હજી કંઈ સમજાતું નહોતું. કંઈ અજુગતું તો નથી બની ગયું ને? એમના મનમાં ધ્રાસકો પડ્યો એટલે જ એમણે વહુના ખભે હાથ મુકીને કહ્યું, "જે કંઈ વાત હોય તે જલ્દી કહી દો સુની વહુ! તમે બિલકુલ મુંઝાશો નહીં." મન મક્કમ કરીને સુનીએ શરૂઆત કરી,"મમ્મી! પ્રવિણે તો મને છ મહિના પહેલાં છોડી દીધી છે. હું તમને બધી જ વાત કરુ છું. તમે ...Read More

4

કલ્પાંત - 4

મારા પપ્પાએ મૂરતિયો પહેલેથી જ નક્કી કરી રાખ્યો હતો.ગર્ભશ્રીમંત પરિવારનો એક નો એક નબીરો હતો.એની અવરજવર મારા ઘેર ચાલું ગઈ. એનો ભૂતકાળનો કાળો, કલંકિત ઈતિહાસ મને કોલેજકાળ દરમિયાન જાણવા મળેલ હતો એટલે મેં મમ્મી પપ્પાને ચોખ્ખી ના પાડી દીધી પરંતુ પૈસાને પરમેશ્વર માનતાં મારાં માબાપને તો એ છોકરો જ લાયક લાગતો હતો.એ નાલાયક છોકરો એક દિવસ મારા ઘેર આવ્યો અને મને કહ્યું કે, સુની ! તારા પપ્પાએ જ મને ગમે તે ભોગે તને વશ કરવાનું કહ્યું છે. મેં મમ્મી અને પપ્પાના નામની બૂમો પાડી પરંતુ એ લોકો તો તે સમયે બહાર ક્યાંક ચાલ્યાં ગયાં ...Read More

5

કલ્પાંત - 5

જે મા-બાપ એની સગી દિકરીનું શિયળ લુટવા માટે કોઈ નરાધમને પ્રોત્સાહિત કરતાં હોય એ ક્યારેય એ દિકરીનાં માબાપ ના શકે." એક સેકંડમાં મહેશે રચેલા તરકટનો તાળો સુનીના માતા-પિતાને મળી ગયો સુનીના પપ્પા શેઠ સંદીપકુમાર .ગર્ભશ્રીમંત અને સુની માટે મૂરતિયા તરીકે સંદીપકુમારે પસંદ કરેલ મોહિતે જ તરકટ રચી કોઈક દ્વારા ફોન કરાવ્યો હતો કે, સુનીને કહ્યા વગર તમે બન્ને પતિ પત્નિ બહાર બગીચાની માળીની ઓરડીમાં આવી જાઓ. મોહિત તમને સુની વિષે કંઈક કહેવા માગે છે।. સંદીપકુમાર શેઠ અને તેમનાં પત્ની ઓરડીએ ગયાં ત્યાં જ સાત આઠ બુકાનીધારી વ્યક્તિઓએ સંદીપકુમાર શેઠ અને તેમનાં પત્નિના હાથ પગ બાંધી દીધા હતા.બે કલાક બાદ ...Read More