મુંબઈના માહિમ બીચ ઉપર રોજની જેમ આજે સવારનો માહોલ સામાન્ય હતો. સૂર્યના કિરણો દરિયા પર પથરાઈને દરિયાની સુંદરતામાં વધારો કરી રહ્યા હતા. હવામાં ભેજ અને પવન હળવે હળવે વાઈ રહ્યો હતો. સવારની ખુશનુમા હવા માટે હોય કે પછી સ્વસ્થ તબિયત માટે હોય, પણ મુંબઈગરાઓ બીચના કિનારે ફરી રહ્યા હતા. કોઈ આરામથી તો કોઈ ઉતાવળે આંટા મારી રહ્યા હતા. માછીમારો પોતાના નિત્યક્રમ પ્રમાણે રોજીરોટી માટે દરિયો ખેડવા તૈયારી કરી રહ્યા હતા. અદમ્ય શાંતિ મળતી હશે કે કેમ પણ વાહનચાલકો નાહક હોર્ન માર્યે જતા હતા. વચ્ચે વચ્ચે સીગલના અવાજો સંભળાઈ રહ્યા હતા. માણસોના કલબલ કલબલ સંગીતના અલગ અલગ વાદ્યોની માફક સૂરમાં ઉમેરો કરી રહ્યા હતા. આ બધા સૂરોમાં દરિયાના મોજાંનો અવાજ કોઈ ગીતમાં બેકગ્રાઉન્ડમાં રેલાતા આલાપ સમાન જણાઈ રહ્યો હતો. જે સાતત્ય જાળવી રાખતો હતો.
Full Novel
અજુક્ત (ભાગ ૧)
મુંબઈના માહિમ બીચ ઉપર રોજની જેમ આજે સવારનો માહોલ સામાન્ય હતો. સૂર્યના કિરણો દરિયા પર પથરાઈને દરિયાની સુંદરતામાં વધારો રહ્યા હતા. હવામાં ભેજ અને પવન હળવે હળવે વાઈ રહ્યો હતો. સવારની ખુશનુમા હવા માટે હોય કે પછી સ્વસ્થ તબિયત માટે હોય, પણ મુંબઈગરાઓ બીચના કિનારે ફરી રહ્યા હતા. કોઈ આરામથી તો કોઈ ઉતાવળે આંટા મારી રહ્યા હતા. માછીમારો પોતાના નિત્યક્રમ પ્રમાણે રોજીરોટી માટે દરિયો ખેડવા તૈયારી કરી રહ્યા હતા. અદમ્ય શાંતિ મળતી હશે કે કેમ પણ વાહનચાલકો નાહક હોર્ન માર્યે જતા હતા. વચ્ચે વચ્ચે સીગલના અવાજો સંભળાઈ રહ્યા હતા. માણસોના કલબલ કલબલ સંગીતના અલગ અલગ વાદ્યોની માફક સૂરમાં ઉમેરો ...Read More
અજુક્ત (ભાગ ૨)
ઇન્સ્પેકટર ચૌધરીએ પોતાની જાતને તરત સંભાળી લીધી. ત્યાં સુધી દૂર ઉભેલામાંથી અમુક લોકો પોલીસ ટુકડીની પાસે આવી ગયા હતા. સુટકેસમાં રહેલી પોલીથીનમાં નજર નાંખી. વાદળી શર્ટમાં કોણીથી હથેળી સુધીનો હાથ વીંટીને મુકેલો હતો. ડાભીને બીજી પોલીથીનની બેગ ખોલવાનો આદેશ કર્યો. ડાભીએ બીજી પોલીથીનની ગાંઠ ખોલી ને તેમાંથી જાંબલી પેન્ટમાં સાથળનો પગનો ભાગ વીંટીને મુકેલો હતો તે બહાર કાઢ્યો. બંનેના ઉપર અને નીચેના ભાગ ખુલ્લા અને લોહીથી ખરડાયેલા નજરે પડી રહ્યા હતા. સ્વેટર લાલ રંગનું હોવાથી પહેલી નજરે જોતાં લોહીના ડાઘ દેખાયા ન હતા. શર્ટ ને પેન્ટ લોહીથી તરબતર હતા. લોહી સુકાઈ ગયેલું હતું. સુટકેસની આસપાસ ઊભેલા લોકો પણ ધીમે ...Read More
અજુક્ત (ભાગ ૩)
મિશ્રા પોતાની ઓફિસમાં એકલા બેઠા બેઠા સિગરેટના ધુમાડામાં લપેટાઈ ગયા હતા. તેમની સામેના ટેબલ પર રહેલી એશ ટ્રે સિગરેટના ભરાઈ ગઈ હતી. તેમને સુજતુ ન હતું કે તપાસ આગળ વધારવી કઈ રીતે? લાશના બીજા અંગો મળ્યા ન હતા. ફોન નંબર હતો નહીં કે જેનાથી કોન્ટેક્ટ કરી શકાય. આખા મુંબઈના લોકોના ડીએનએ એકઠા કરી શકાય એમ ન હતા. સર ના અવાજથી મિશ્રા ધ્યાનમાં આવ્યા. તેમણે સામે જોયું તો કોન્સ્ટેબલ પાટીલ ઉભો હતો. મિશ્રાએ પૂછ્યું, “બોલ, પાટીલ કોઈ લીડ મળી?” મિશ્રાના અવાજમાં થાક વરતાતો હતો. પાટીલે જવાબ આપ્યો, “ના સર. તમારે માટે ચા મંગાવું?” મિશ્રાએ માથું હલાવી હા કહ્યું. પાટીલે ચાવાળાને ...Read More
અજુક્ત (ભાગ ૪)
જીપમાં શરૂ થયેલા વિચારોની વણઝાર હજુ સુધી મિશ્રાના મગજનો પીછો છોડતી ન હતી. મગજ થાકી જવાથી શરીર પણ થાક હતું. મિશ્રા સાત કપ ચા પી ગયા હતા. આ ઘટના એમના માટે કલ્પના બહારની હતી. મિશ્રાએ પાટીલને બોલાવ્યો અને સુચના આપી કે છોકરીને એમની ઓફિસમાં લઈ આવવામાં આવે. થોડીવારમાં લેડી કોન્સ્ટેબલ જીયાને બાવડેથી પકડીને લઈ આવી. જીયાને નીચે બેસવાનો હુકમ કર્યો. પોલીસ અધિકારીની ઓફિસમાં ગુનેગારોને જમીન પર ઉભા પગે બેસાડીને પૂછપરછ કરવાનો રીવાજ કોણે શરૂ કર્યો હશે એ તો કોઈને ખબર ન હતી, પણ પ્રણાલી પ્રમાણે વર્ષોથી ચાલતું આવતું હતું. મિશ્રાએ લેડી કોન્સ્ટેબલને રોકાતા કહ્યું, “એને ત્યાં નીચે નહીં, અહીં ...Read More
અજુક્ત (ભાગ ૫)
એમણે ગાડીનું પાછળનું બારણું ખોલી એમાં બધા રમકડાં મૂકી દીધા. આગળનું બારણું ખોલી મને અંદર બેસવા કહ્યું. હું અંદર અને તેમણે બારણું બધ કર્યું. પોતે ડ્રાઈવર સીટ પર બેઠા. ગાડી રસ્તા પર ચાલવા લાગી. મેં રોડ પરથી નાની મોટી ઘણી ગાડીઓ જોઈ હતી પણ પહેલીવાર હું કોઈ ગાડીમાં બેઠી હતી. મારી ખુશી સમાતી ન હતી. રસ્તામાં એક કપડાની દુકાનમાંથી એમણે મને કપડાં અપાવ્યાં. રસ્તામાંથી એક પીઝાની દુકાનમાંથી પીઝા લીધો. ગાડી એક બંગલા આગળ આવી રોકાઈ. અમે બંગલામાં દાખલ થયા. મેં મારી જિંદગીમાં પહેલીવાર આટલો મોટો બંગલો અંદરથી જોયો હતો. હું ભગવાનને મનોમન પ્રાર્થના કરી રહી હતી કે તેણે આમ ...Read More