મુક્તિ - દેહની કે આત્માની?

(14)
  • 15.5k
  • 4
  • 6.5k

આજે હું મારી પહેલી નોવેલ નો પહેલો ભાગ પ્રકાશિત કરવા જઈ રહી છું. આ અગાઉ મેં અહીં મારી નાની નાની સ્ટોરીઓ જ લખી છે. જેમાં આપ સૌ નો ખૂબ જ હકારાત્મક અને સારો support મળ્યો છે. તમારા આ પ્રેમ ભર્યા પ્રતિભાવો ની હું આભારી બની છું . તમારા સૌ ના સાથ અને પ્રેમથી હું હવે આ નોવેલ લખવા માટે પ્રેરાઈ છું.આશા છે આપ સૌ ને મારી આ પહેલ ગમશે ! અને તમારો એ જ પ્રેમ અને પ્રતિભાવોનો વરસાદ મારા પર વરસતો રહેશે . અહી હું એક એવી વાત લખવા જઈ રહી છું જે કદાચ ક્યાંક ને ક્યાંક તમારા પોતાના જીવન માં કે પછી તમારી આજુબાજુ ના લોકોને આ અહેસાસ અને સુંદર સપનાઓ ની દુનિયામાં રાચતા જોયા જ હશે.પ્રેમ અને વહેમ બંને એવી વસ્તુ છે કે વ્યક્તિ જ્યારે એમાંથી પસાર થાય છે ત્યારે એને સંભાળવો બહુ મુશ્કેલ છે. પ્રેમ એટલે સાક્ષાત્ ઈશ્વર. ઈશ્વર ને પામવા જેટલું જ કઠિન કામ છે એક સાચા પ્રેમ ને પામવું.

1

મુક્તિ- દેહની કે આત્માની? (ભાગ-1)

Hello friends,આજે હું મારી પહેલી નોવેલ નો પહેલો ભાગ પ્રકાશિત કરવા જઈ રહી છું. આ અગાઉ મેં અહીં મારી નાની સ્ટોરીઓ જ લખી છે. જેમાં આપ સૌ નો ખૂબ જ હકારાત્મક અને સારો support મળ્યો છે. તમારા આ પ્રેમ ભર્યા પ્રતિભાવો ની હું આભારી બની છું . તમારા સૌ ના સાથ અને પ્રેમથી હું હવે આ નોવેલ લખવા માટે પ્રેરાઈ છું.આશા છે આપ સૌ ને મારી આ પહેલ ગમશે ! અને તમારો એ જ પ્રેમ અને પ્રતિભાવોનો વરસાદ મારા પર વરસતો રહેશે . અહી હું એક એવી વાત લખવા જઈ રહી છું જે કદાચ ક્યાંક ને ક્યાંક તમારા પોતાના ...Read More

2

મુક્તિ- દેહની કે આત્માની? (ભાગ-2)

આગળ ના ભાગમાં જોયું એમ આશુ કોઈના શબ્દો સાંભળીને ભૂતકાળ ના સ્મરણોમાં ડૂબી જાય છે. આશ પોતાના વિચારો માં હતી ને ગાડી ચાલવામાં બે ધ્યાન બની જાય છે. અને ન બનવાનું બને છે . અચાનક થયેલો અવાજથી બધુજ જાણે શૂન્ય બની ગયું હતું . અવાજ આવતા જ શું થયું એ અંધારામાં કંઈ જ સ્પષ્ટ થતું નથી . રસ્તા પર લોહીના ખાબોચિયા ભર્યા છે. '' માથા પરથી જાણે કે ગ્રીષ્મની ગરમી થી પીગળીને સેંથામાં પુરાયેલ સિંદૂર વહીને રસ્તે જાણે કે પોતાની ગરીમા પાથરતું હોય એમ કપાળે લાગેલા ઘા અને એમાંથી નીકળતું લોહી સિંદુરની જેમ રેલાય છે'' . "શરીર જાણે કે ...Read More

3

મુક્તિ - દેહની કે આત્માની? (ભાગ -3)

આગળના ભાગમાં જોયું એમ એકબાજુ ઓપરેશન રૂમ અને બીજી બાજુ આશુના ઘરનો drawing room ના દ્રશ્યથી આપણી વાર્તા અટકી . આશુ જીવન મરણ વચ્ચે ઝોલા ખાય છે. અને અજાણી વ્યક્તિ પણ મૂંઝવણ માં છે કે હવે શું કરવુ ? એતો પેશન્ટ ને કે એના ઘરના વ્યક્તિ માંથી કોઈને પણ ઓળખતો નથી . ડૉકટર : " નર્સ ,પેશન્ટ નું ઓપરેશન બને એટલું જલ્દી કરવું પડશે. જલ્દી એમના ઘરના ને બોલાવી પેપર પર સહી કરાવી મંજૂરી લઈ લો ." નર્સ :. " ભાઈ ,તમે પેશન્ટ ના ઘરે જાણ કરી કે નહિ ? ઓપરેશન હમણાં જ કરવું પડશે"- નર્સ સાથે આવેલ વ્યક્તિ ...Read More

4

મુક્તિ - દેહની કે આત્માની? (ભાગ -4)

આપણે આગળ ના ભાગમાં જોયું એમ એક બાજુ માં મોતને મળવા આતુર છે ને બીજી બાજુ દિકરી માં ને આતુર . ડૉકટર આશુનુ ઓપરેશન શરૂ કરી દીધું છે. માથાના ભાગે લોહી વધારે નીકળી ગયું હોવાથી એની હાલત ખુબ જ ગંભીર છે. ઘટના સ્થળે પોલીસ આવી પહોંચી છે. ગાડી ની હાલત જોતા લાગે છે કે જાણે ચાલકને ભગવાન પાસે પહોંચવાની બહુ ઉતાવળ આવી ગઈ હતી , બરાબર ને ગઢવી ? ઇન્સ્પેક્ટર સાહેબ બોલે છે. તપાસ કરતા એમને એક પાકીટ મળે છે. જેમાંથી એક નાનકડી ડાયરી મળી આવે છે. આશુના ઘરનો નંબર એમાં હતો એટલે પોલીસ ત્યાં ફોન કરે છે. હેલ્લો ...Read More

5

મુક્તિ - દેહની કે આત્માની? (ભાગ -5)

આગળના ભાગમાં જોયું કે ડૉકટર ચિરાગ ઑપરેશન રૂમ માં આવે છે અને ત્યાં જ ધ્રુજવા લાગે છે. પોતાના ભૂતકાળ યાદો માં ડૂબેલો એ ભૂલી જ જાય છે કે પોતે એક ઑપરેશન રૂમ માં છે. "સર...સર ..." નર્સ ચિરાગ ને કહે છે. અને અવાજ સાંભળતાં જ એ ભાનમાં આવી જાય છે. હવે એના માટે આ ઓપરેશન કરવું ખૂબ જ અઘરું થઈ પડે છે. પોતાના મન પર કાબૂ રાખીને એ ઓપરેશન શરૂ કરે છે. આશુ ના કોમળ અંગોને આમ જોઇને જાણે કે પોતે એ વેદના નો અનુભવ કરે છે. ઓપરેશન સફળતા પૂર્વક પૂર્ણ કરીને એ બહાર પોતાની કેબિન માં ચાલ્યો જાય ...Read More

6

મુક્તિ - દેહની કે આત્માની? (ભાગ -6)

આગળના ભાગમાં જોયું એમ ચાતક અને મેઘ ની એ રાત પુષ્ય નક્ષત્રની જેમ અમૂલ્ય એહસાસ થી વિતે છે. ઉઠતા સાથે જ આશુ ના હોશ ઉડી જાય છે. " આ શું થય ગયુ મારાથી ? હું કાલે આટલી બધી નશામાં હોઈશ કે મે મારા પ્રેમ ને આમ બજારુ બનાવી નાખ્યો !!હું આ કંઈ રીતે કરી શકું ?રોહન તે મારી સાથે સારું નથી કર્યું. પણ એનાથીય વધારે ખરાબ હું મારી જાત સાથે કરી બેઠી.! " આશુ અને ચિરાગ વચ્ચે જે રાત વીતી એ તેના માટે અણધાર્યું તોફાન સમાન હતી. એકબીજાની સહવાસની બંને ને જરૂર હતી પણ આશુ માટે એ એક ના ...Read More