સ્કેમ...

(587)
  • 87.8k
  • 34
  • 48.4k

નમસ્કાર વાચકમિત્રો, આપના ખૂબજ મહત્ત્વના પ્રતિભાવો અને મારી 'રાજુલ- પ્રીતની નવી રીત' વાંચવા બદલ. હું એક નવી જ નવલકથા સાથે ઉપસ્થિત થઈ છું. મેં કંઈક અલગ જ વસ્તુ પર લખવા પ્રયત્ન કર્યો છે. "સ્કેમ...." ******* સ્કેમ....1 અંધારી એવી એક જગ્યા જયાં ચકલું પણ ફરવાની ધૃષ્ટતા પણ ન કરી શકે. ના તો સૂરજનું કિરણ પ્રવેશવા તૈયાર હોય. ના કોઈ અવાજ સંભળાય કે ના અંદર હવાની હાજરી મહેસૂસ થાય, જાણે આ બધાનું દુનિયામાં અસ્તિત્વ છે કે નહીં અહીં ખબર નહોતી પડી રહી. તે રૂમમાં સ્મેલ પણ એટલી વિચિત્ર અને એટલી ગંધાતી આવી રહી હતી કે કોઈ શ્વાસ પણ ના લઈ શકે. કે પછી ના કોઈ ત્યાં જીવતો રહી શકે. ત્યાં ચારે બાજુ બોકસ જ બોકસ હતાં. થોડા ઘણાં ખાલી પીપડાં હતાં. બસ પછી ફકતને ફકત ભીંતો જ ભીંતો દેખાઈ રહી હતી. બારી કે બારણાં આ જગ્યાએ હતાં કે ન હોતાં તેની પણ ખબર જ નહોતી પડી રહી. અને આવી અંધારી રૂમમાં એક માણસ જાણે કોઈ અંડરગ્રાઉન્ડ થયો ના હોય તેમ ત્યાં ખુરશી પર સૂઈ ગયેલો હતો. થોડીવારે બહારથી એક માણસ ત્યાં આવ્યો અને તેને જોઈ રહ્યો પછી તે માણસને એને પગથી લાત મારી પણ તે ઊઠી નહોતો રહ્યો. એટલામાં જ બીજો માણસ આવ્યો અને કહ્યું કે,

Full Novel

1

સ્કેમ....1

નમસ્કાર વાચકમિત્રો, આપના ખૂબજ મહત્ત્વના પ્રતિભાવો અને મારી 'રાજુલ- પ્રીતની નવી રીત' વાંચવા બદલ. હું એક નવી જ નવલકથા ઉપસ્થિત થઈ છું. મેં કંઈક અલગ જ વસ્તુ પર લખવા પ્રયત્ન કર્યો છે. "સ્કેમ...." ******* સ્કેમ....1 અંધારી એવી એક જગ્યા જયાં ચકલું પણ ફરવાની ધૃષ્ટતા પણ ન કરી શકે. ના તો સૂરજનું કિરણ પ્રવેશવા તૈયાર હોય. ના કોઈ અવાજ સંભળાય કે ના અંદર હવાની હાજરી મહેસૂસ થાય, જાણે આ બધાનું દુનિયામાં અસ્તિત્વ છે કે નહીં અહીં ખબર નહોતી પડી રહી. તે રૂમમાં સ્મેલ પણ એટલી વિચિત્ર અને એટલી ગંધાતી આવી રહી હતી કે કોઈ શ્વાસ પણ ના લઈ શકે. કે ...Read More

2

સ્કેમ....2

સ્કેમ....2 (નઝીર નામના આંતકી સાથે સાગર જેવા ડિફેન્સ ઓફિસરને કિડનેપ કરી કંઈક માહિતી કઢાવવા પ્રયત્ન કરે છે. હવે આગળ...) સાગર સર... હમણાં જ ખબર પડી જશે." એમ બોલીને નઝીર એક બેલ વગાડે છે અને એક વ્યક્તિ અંદર આવે છે. તેની નજીક જઈને નઝીર કાનમાં કહે છે. તે વ્યક્તિ એ પણ હામી ભરતાં જોઈ નઝીર બોલ્યો કે, "તો પછી મારા કહ્યા મુજબ તેની પાસેથી મને ઈન્ફર્મેશન કઢાવી આપો..." "જી..." બોલીને તે આગળ વધ્યો તો સાગરે તેમને બરાબર ધ્યાનથી જોવા લાગ્યો, "નજીક આવનાર વ્યક્તિ ટોલ, ડાર્ક અને હેન્ડસમ તો હતો જ પણ સાથે સાથે તેની પર્સનાલિટી કંઈક અલગ જ હતી. તેની ...Read More

3

સ્કેમ....3

સ્કેમ….3 (ડૉકટર રામ સાગર પાસેથી માહિતી મેળવવા પ્રયત્ન કરે છે, પણ તે મેળવી શકતા નથી. હવે આગળ...) "હું મારી જાઉં છું. કાલે ફરીથી ઈન્ફર્મેશન મેળવવા પ્રયત્ન કરીશું." "ઓકે... પણ મને કોઈપણ હિસાબે જોઈએ જ, સમજયો." "ઓકે..." કહીને ડૉકટર પોતાની ઓપીડી જવા નીકળ્યા. નઝીર થોડો ગુસ્સામાં અને થોડો નિરાશ થઈને બેસી રહ્યો, પછી સલીમ ઉસ્તાદ અને માણસને ધ્યાન રાખવાનું કહીને તે પણ જતો રહ્યો. પેલા બંને માણસો તીન પત્તી રમવામાં વ્યસ્ત થઈ ગયા. હોસ્પિટલમાં પહોંચીને ડૉક્ટર પોતાના પેશન્ટ ચેક કરવા લાગ્યા, પણ તેમનું મન હજી પેલા આંતકી, સાગર અને એ અંધારી રૂમમાં જ અટકેલું હતું. દરેકને દવા આપવાની સાથે સાથે ...Read More

4

સ્કેમ....4

સ્કેમ….4 (ડૉ.રામ સાહિલના કેસ અને તેના ડર વિશે સમજે છે. પોતાની ભૂતકાળના વિચારોની સુખદ યાત્રામાં ખોવાઈ જાય છે. હવે લીફટ મને મળી નહોતી રહી અને હું અટવાઈ ગયો હતો. મને એક છોકરીએ લીફટ ઓફર કરી. એ છોકરી બીજી કોઈ નહીં પણ મારી ડાર્લિંગ વાઈફ સીમા હતી. એ મારી અને સીમાની પહેલી મુલાકાત હતી. એ સુંદર દ્રશ્ય હજી પણ મારી આંખ આગળ દેખાયછે. 'હું તો જેવી ઓફર મળી એવો જ એની કારમાં બેસી ગયો અને ઝડપથી બોલી પડયો કે, "પ્લીઝ... પ્લીઝ, આઈ મીસ ધ બસ ફોર બકિંગહામ. સો વેનવર મીટ બકિંગહામ બસ, ધેર યુ લીવ મી. પ્લીઝ..." "ઓકે, ડોન્ટ વરી, ...Read More

5

સ્કેમ....5

સ્કેમ….5 (જોએ રામને સીમાને પ્રપોઝ કરવા કહ્યું. હવે આગળ...) "એમ નહીં... હું તો તમારા મેરેજની પાર્ટીની વાત કરી રહ્યો અમે બંને તેને જોતા જ રહ્યા અને શું બોલવું તે સમજ ના પડતા સીમા જતી રહી. સીમાને ચૂપચાપ જતી જોઈને મને ગમ્યું નહીં, પણ તે ગુસ્સામાં ગઈ કે શરમાઈને તે મને સમજ ના પડી. એટલે મેં ગુસ્સો કાઢયો જો પર... "જોલી શું તું પણ સમજયા વગર બોલ બોલ કરે છે. જો તે જતી રહી." "સાચે જ તે ગુસ્સામાં ગઈ, મને એમ કે તે શરમાઈ ગઈ?" "એ તો મને પણ ખબર નથી." "તો પછી આમ ગુસ્સે ના થા. આમ પણ મેં ...Read More

6

સ્કેમ....6

સ્કેમ….6 બસ એ યાદગાર ક્ષણો મારા મનને આજે પણ તરોતાજા કરી દે છે અને એ પછીનો ઝંઝાવાત પણ. એ મહિનો અમારા માટે મુશ્કેલ હતો. કોઈપણ વ્યક્તિ માટે પોતાની વાત બીજાને મનાવવા એ અઘરું જ હોય છે. એમાં પણ જયારે સામે માતા પિતા હોય અને એમને પોતાને જીવનસાથી આ જ જોઈએ છે તે સમજાવવાનું વધારે અઘરું. છતાંય મેં અને સીમાએ હિંમત અને ધીરજ રાખીને તેમને સમજાવવાનો પ્રયત્ન કરવાનો હતો. જયારે મેં મારા મમ્મી પપ્પાને અમારા વિશે કહ્યું તો, મમ્મી તો કંઈ ના બોલી પણ પપ્પા ગુસ્સામાં ને ગુસ્સામાં જ કહ્યું કે, "નાલાયક એટલા માટે અમે તને પેટે પાટા બાંધીને ભણવા ...Read More

7

સ્કેમ....7

સ્કેમ….7 (રામે તેના મમ્મી પપ્પા અને સીમાના મમ્મી પપ્પાને લગ્ન માટે મનાવી લીધા. હવે આગળ...) "બેટા લગ્ન પછી તારે રામે અહીં સેટ થવું પડશે, બોલ મંજૂર." અમે બધા સ્તબ્ધ.... મારા ચહેરા પર તો પરસેવો છૂટી ગયો. કોઈ સમજી ના શકયું કે શું કહેવું, ના કહેવું... મારું તો મગજ જ બંધ થઈ ગયું જાણે કે કોઈએ સિલેબસ વગરનો પ્રશ્ન પૂછયો ના હોય. સીમા શું જવાબ આપશે, તે તો મારી વિચારશક્તિ બહાર. પણ સીમાએ કહ્યું કે, "હા પપ્પા, કેમ નહીં. મને પણ આપણા દેશમાં સેટ થવું ગમશે." મારા પપ્પાએ ખુશ થઈ ગયા અને કહ્યું કે, "જીવતી રહે બેટા, મારી પરીક્ષામાં થી ...Read More

8

સ્કેમ....8

સ્કેમ….8 (રામ અને સીમાના લગ્ન થઈ ગયા અને રામે હોસ્પિટલ પણ ખોલી દીધી. હવે આગળ...) મારી આ સુંદર સફરને ફોનની રિંગ વાગી. ફોન મેં રીસીવ કર્યો તો સામે નઝીર આંતકીનો હતો. તેના સ્વભાવ મુજબ મને ગમે તેમ બોલવા લાગ્યો કે, "એ ડૉકટર કાલે મને માહિતી લાવી આપ. નહીંતર તારું કામ અટકી જશે..." "પણ એ માટે એ જવાબ આપે તો જ ને હું ઈન્ફર્મેશન આપું ને.." "એ મને ખબર ના પડે..." "જુઓ એ અનકોન્શિયસ થાય તો ના ચાલે. એ ફકત સબકોન્શિયસ થાય તો જ આપણું કામ થાય. અને આપણને માહિતી મળે." "એ તો ખબર છે, પણ બીજો કોઈ ઉપાય હોય ...Read More

9

સ્કેમ....9

સ્કેમ….9 (ડૉ.રામ પોતાના પિતાની સેફટી માટે પોલીસને મદદ લેવાનો વિચાર કરીને એ માટે તેમને ફોન કરે છે. હવે આગળ...) રામે બોલેલા શબ્દો સમજે તે પહેલાં જ ડૉ. રામ પાછા એકદમ જ સોફટ અવાજમાં, "ડર નહીં બેટા, હું તારી જોડે છું... મને પણ મારા દાદી બહુ જ ગમતાં હતાં. અને જયારે મારા દાદી સ્ટાર બની ગયા એટલે મને બહુ યાદ આવતા હતા... પણ તું જો આટલો ડરીશને તો તારી દાદીને નહીં ગમે... એક વાત પૂછું મમ્મી પપ્પા વઢે એટલે દાદી તને બચાવતા હતાને... હવે કોઈ તને વઢથી નથી બચાવતું... મમ્મી પપ્પા ચાલો સાહિલને સોરી કહો... વેરી ગુડ... સાહિલને ગમ્યું... બોલ ...Read More

10

સ્કેમ....10

સ્કેમ….10 (નઝીર આઝમી ડૉ.રામને ગમે તેમ બોલે છે. હવે આગળ...) સાહિલ તેના પપ્પા ચિરાગ અને મમ્મી સ્મિતા જોડે આવ્યો ડૉકટરે તેને જોઈને સ્માઈલ કરીને પૂછ્યું કે, "હાય સાહિલ, વૉટસ ધ નેકસ્ટ?" "નથીંગ ડૉકટર અંકલ..." સાહિલે ઉદાસ અવાજે બોલ્યો. "વીચ લેંગ્વેજ ડુ યુ કમ્ફર્ટેબલ ફોર ટૉક?" "ગુજરાતી..." "ઓકે, માય બૉય..." "બટ પાપા..." "પાપા તમે પાછું નવું પ્રેશર લાવ્યા?" ડૉકટરે ચિરાગભાઈને કહ્યું તો તે બોલ્યા કે, "ના... ના... ડૉકટર, એ તો ખાલી એમ જ..." "જુઓ મને ખોટું નહીં કહેવાનું. ચાલો તમે બહાર જતા રહો, આ તમારી પનીશમેન્ટ છે." "પણ મારો દીકરો અંદર છે?..." "ભલે, પણ તમે આઉટ... સ્મિતામેમ તમે પણ..." "ઓકે..." ...Read More

11

સ્કેમ....11

સ્કેમ….11 (સાહિલ સાથેનું કાઉન્સલીંગ ડૉ.રામ સકસેસફૂલી કરે છે. હવે આગળ...) લેડી આસિસ્ટન્ટ મીરાંએ ડૉ.રામને પૂછ્યું કે, "સર પેશન્ટ કોઈ અને હવે ના તો કોઈ એપોઇન્ટમેન્ટ પણ બાકી છે, તો તમારા માટે કૉફી લાવું કે પછી તમે ઘરે જાવ છો?" "ના, હું ઘરે જ જવા નીકળું છું. તમે બધા જ પેશન્ટ રિલેટડ અને તેમની ટ્રીટમેન્ટનો રેકોર્ડ બનાવી લેજો અને પછી ઘરે જજો..." પછી પાછું કંઈક યાદ આવતાં જ, "મીરાં એક કામ કર બેટા... કાલ સવારે વહેલા આવીને પતાવી દેજે... અત્યારે તું પણ ઘરે જા, થાકી ગઈ હોઈશ." "ઓકે, સર..." ડૉ.રામ પણ મનમાં સીમાને યાદ કરતાં કરતાં ગાડી સ્ટાર્ટ કરી. રસ્તામાં ...Read More

12

સ્કેમ....12

સ્કેમ….12 (ચિરાગ અને સ્મિતાનો ઝઘડો જોઈ સાહિલ ડઘાઈ જાય છે અને તેનો ગુસ્સો જોઈ ચિરાગ અને સ્મિતા. હવે આગળ...) હિબકાંનો અવાજ બહાર સુધી આવતો હોવા છતાં શું કરવું તે ના તો ચિરાગ કે સ્મિતા સમજી શકયા ના તો તેના પાછળ જવાની હિંમત કરી શકયા. ડૉ.રામ પણ સીમા બેડરૂમમાં આવે તે પહેલાં જ સૂઈ ગયા હોય એવો દેખાવ કરતાં પડી રહ્યા અને સીમા અકળાઈને બોલી કે, "ખરા છે આ પણ, મને વાત કરવાનો સમય જ નથી આપતા." તેની અકળામણ જોઈને ડૉ.રામને મજા આવી રહી હતી, એના કરતાં વધારે તો દુઃખ થઈ રહ્યું હતું. પણ તે દુઃખી ના થાય કે ટેન્શન ...Read More

13

સ્કેમ....13

સ્કેમ….13 (આશ્વી ટેવલ્થની એકઝામમાં ડ્રોપ લેવાનું કહે છે. સાવનનો કલીંગ્સ તેના માટે સાયક્રાટીસની મદદ લેવા કહે છે. હવે આગળ...) પ્રોબ્લેમ સાયક્રાટીસની મદદથી સોલ્વ કરી શકાય, એટલે સાયક્રાટીસ જોડે જાવ." સાવનને તેનો કલીંગ્સ કહે છે. "પણ આ માટે બેસ્ટ સાયક્રાટીસ કયો છે? અને તે આ મેટર સોલ્વ કરી શકશે?" "એમાં શું તમે ડૉ.રામની મદદ લો, તે બેસ્ટ સાયક્રાટીસ તો છે જ, વળી તમારા સીટીમાં જ છે." "ઓકે... થેન્ક્સ યાર." સાવને તેના પપ્પાને વાત કરી તો તે ભડકી ઉઠયાં, "સાવન તું એવું માને છે કે આશ્વી પાગલ થઈ ગઈ છે." "ના પપ્પા, એ તો ફકત મેન્ટલી ડિસ્ટર્બ થઈ ગઈ છે અને ...Read More

14

સ્કેમ....14

સ્કેમ….14 (આશ્વીને બતાવવા આકાશ અને સ્મિતા બંને ડૉ.રામ પાસે લઈ જાય છે. હવે આગળ...) આશ્વી ડૉકટરને કહે છે કે, એવું લાગે છે કે હું ફેઈલ થઈ જઈશ તો પછી મારા મમ્મી પપ્પાને કેવું લાગશે? મારો ભાઈ ડૉકટર છે અને હું ફેઈલોયર. " "હમમમ... પછી." "મારા ફેઈલ થવાથી મારા મમ્મી પપ્પાને સમાજમાં શરમ આવશે... હું ઠોઠ ગણાઈશ ને!" "તું અત્યાર સુધી કયારેય ફેઈલ થઈ છે?" "ના, હું તો હંમેશા ફર્સ્ટ રેન્ક જ લાવી છું." "તું તો રેન્કર છે, તો પછી તને એકઝામ કે સિલેબસ ટફ કેમ કરીને પડે. તું બસ તારા મગજ પર તારા વિચારોને હાવી થવા દીધા છે અને ...Read More

15

સ્કેમ....15

સ્કેમ….15 (ડૉકટર આશ્વીના ડર વિશે તેના મમ્મી પપ્પાને જણાવે છે. સીમા ડૉ.રામનો પ્રોબ્લેમ જાણવા મીરાંની મદદ લે છે. હવે આકાશ અને સેજલને લઈને ઘરે પહોંચે છે, તો સાવન તેમની રાહ જોતો પગથિયાં પર બેસેલો જોઈને તેઓ ખુશ થઈ જાય છે અને આશ્વી તો સાવનને ગળે વળગી જ પડી અને રોવા લાગી, "ભઈલું... ભઈલું... મને..." "અરે, બસ... બસ રડ નહીં, તને મદદ કરવા જ તો હું 1 મહિનાની રજા લઈને આવ્યો છું. તારા બધા જ પ્રોબ્લેમ્સ આપણે સોલ્વ કરી દઈશું, રાઈટ?" "સાચે જ ભઈલું..." "હા ભાઈ હા, ચાલ અંદર મને ખૂબ ભૂખ લાગી છે. મમ્મી મેગી બનાવને." "બસ દો મિનિટ..." ...Read More

16

સ્કેમ....16

સ્કેમ….16 (સાવન આશ્વી માટે એક મહિનાની રજા લઈને ઘરે આવે છે. ડૉ.રામ નઝીરને સમજાવે છે કે તે એમને અને વાત કરવા દે. હવે આગળ...) ડૉ.રામની વાત સાંભળીને નઝીર ચૂપચાપ આ સાંભળીને બહાર જતો રહ્યો અને તેની રૂમ પર જઈને પોતાના આકાને ફોન કર્યો. "સલામ વાલેકુ આકા..." "વાલેકુ અસલામ, નઝીર. બોલ કયાં ખબર હૈ, ઈસ કાફિરને કુછ બકા કી નહીં." "આકા વો તો કુછ ભી નહીં બક રહા, હમને ઉસકો કિતના મારા, પીટા ઔર ડૉકટર કી ભી મદદ લી, મગર વો તો બોલ હી નહીં રહા." "ડૉકટર ઉસમેં કયાં કર શકતા હૈ, નઝીર? કહાં ઈસ જમેલેમે પડ રહે હો." "આકા, ...Read More

17

સ્કેમ....17

સ્કેમ….17 (નઝીરનો આકા સાગર જોડે ડૉ.રામને વાત કરવા દેવાનું કહે છે. ડૉકટર રાતે ઊંઘમાં બડબડે છે. હવે આગળ...) સીમાએ રામને પૂછ્યું કે, "તો પછી કહો કે કેવું છે તમને?" "મને શું થયું છે, શું તું પણ મનના ઘોડા ગમે ત્યાં દોડાવે છે?" "હું મનના ઘોડા દોડાવું છું કે પછી તમે બહાનાં કાઢીને કે કોઈ તિકડમ કરીને મારી સાથે વાત કરવાનું ટાળે છો, ડૉકટર?" સીમાની સુંદર સ્માઈલ અને પ્રશ્નો થી ડૉ.રામ અકળાઈ ગયા અને બોલી પડયા કે, "એવું કશું નથી અને તું મારો પીછો છોડ." "એવું જ હોય તો તમે અકળાઈ કેમ ગયા? અને રહી વાત પીછો છોડવાની તો એ ...Read More

18

સ્કેમ....18

સ્કેમ….18 (ડૉ.રામને પોતાની ડુપ્લેક્સ પર્સનાલિટી વિશે સીમા દ્વારા ખબર પડે છે. જાનકીનો અને તેની જેઠાણી અનિતા સાથે બાળકોને લઈને થાય છે. હવે આગળ...) જાનકીને બેભાન જોઈને ભરત અને તેના પરિવારના લોકો અફરાતફરીમાં તેને હોસ્પિટલ લઈ ગયા. ડૉકટરે તેને ચેક કરીને કહ્યું કે, "મગજ પર વધારે પડતાં સ્ટ્રેસ લઈ લેવાથી આવું બન્યું છે. મેં તેમને ઈન્જેકશન આપી દીધું છે અને એમને સવાર સુધીમાં આરામ મળી જશે. તમે લોકો એમને ઘરે લઈ જઈ શકો છો." "થેન્ક યુ, ડૉકટર." "આ બહેનના પતિ સાથે મારે વાત કરવી છે. તો પ્લીઝ એ મારી કેબિનમાં આવે." ભરતે તરત જ કહ્યું કે, "હું ભરત અને જાનકી ...Read More

19

સ્કેમ....19

સ્કેમ….19 (જાનકીને ડૉકટરે સાયક્રાટીસ ને બતાવવાનું કહે છે. ડૉ.રામ તેનું મોરલ વધારવા તેને સમજાવી રહ્યા છે. હવે આગળ...) "ના, એમ નથી કહેવા માંગતો..." ભરતે પોતાની અક્કડ બતાવતા કહ્યું તો ડૉ.રામે, "જાનકી હું તમારા પતિને સમજાવું એ પહેલાં તમને જ કહીશ કે, તમારી દીકરીઓ તો તમારું ગૌરવ છે અને એના માટે સ્ટેન્ડ પણ તમારે જ લેવું પડશે. તમે જો તમારા હક માટે લડશો નહીં તો તે જોઈને તમારી દીકરીઓ પણ પોતાના હક માટે કેવી રીતે લડશે? ભલે લોકો દીકરા જોઈએ જ, એ હશે તો ઘડપણ સારું જશે, તમારી સેવા કરનાર જોઈશે' એવું કહે, પણ તમે એવું ના વિચારો. જેથી કરીને ...Read More

20

સ્કેમ....20

સ્કેમ….20 (આશ્વીનો ભાઈ સાવન ડૉ.રામ જોડે પ્રેક્ટિસ કરવા માંગે છે. મીરાં સીમાને હોસ્પિટલ રિલેટડ બધી વાત જણાવે છે. હવે ચિરાગ અને સ્મિતા આજે ડૉ.રામની હોસ્પિટલના વેઈટિંગ એરિયામાં બેસીને પોતાના ટર્નનો આવવાની રાહ જોઈ રહ્યા હતા. તેમનો ટર્ન આવતાં ડૉ.રામે તેમને કેબિનમાં જોઈને કહ્યું કે, "ઓહ મિ.ચિરાગ અને સ્મિતા, ઘણા લાંબા સમય બાદ, મને યાદ છે એ મુજબ તો કદાચ મેં તમને બે દિવસ પછીની જ એપોઇન્ટમેન્ટ આપી હતી?" બંને જણા નીચી નજર રાખીને સાંભળી રહ્યા તો ડૉ.રામે પૂછ્યું, "અને સાહિલ કયાં ગયો છે?" સ્મિતા રડી પડી, "સર સાહિલ તો..." "સાહિલ તો શું? તેની તબિયત ઓકે છે?" ચિરાગે ધીમા અવાજે ...Read More

21

સ્કેમ....21

સ્કેમ….21 (ચિરાગ અને સ્મિતા સાહિલની ટ્રીટમેન્ટ માટે હોસ્પિટલમાં આવે છે. ડૉકટર સાહિલને સમજાવી રહ્યા છે. હવે આગળ...) "બસ મનમાં જ યાદ રાખ કે કોઈ પણ ડર કે ઈલ્યુઝન લાઈફ કરતાં મોટો નથી. અને એ તને તો તે કંઈ હાનિ નહીં પહોંચાડી શકે. પણ તને હાનિ કરનાર તું પોતે જ હોઈશ નહીં કે ડર કે ઈલ્યુઝન." "હું સમજું છું, હું પ્રયત્ન કરીશ..." ડૉકટરની વાતને જવાબ આપતાં સાહિલ બોલ્યો. "બસ બેટા, તું ડરવાનું છોડવાની જગ્યાએ હું કહીશ કે તું ડરથી લડ. યાદ રાખ કે તારી દાદી તારી સાથે છે, તે તને ઉપરથી જોઈ રહી છે અને એ પણ એટલા પ્રેમથી તને ...Read More

22

સ્કેમ....22

સ્કેમ….22 (સાહિલને અને તેના મમ્મી પપ્પાને ડૉ.રામ સમજાવે છે. નઝીર સાગરને ખૂબ મારીને અકળાય છે પણ તે બોલતો નથી. આગળ...) "અચ્છા કિયા તુને યાદ દિલા દીયા વો ભી કરકે દેખ લેતે હૈ." સલીમના સૂચન પર નઝીરે કહ્યું અને તેને ડૉકટરને ફોન લગાવ્યો. ઓપીડી પતી ગયા પછી ડૉકટરે કૉફી મંગાવી અને કહ્યું કે, "મને ડિસ્ટર્બ ના કરતી મીરાં, થાક લાગ્યો છે એટલે રિલેકસ થવા માંગું છું." "ઓકે સર..." કહીને મીરાં કેબિનમાં થી બહાર નીકળી. કૉફી પીતાં પીતાં તેમને સાગર અને તેની સાથે નઝીર પણ યાદ આવ્યો, "નઝીર સાથે વાત થઈ તે થઈ, પછી કોઈ જવાબ જ નથી. આમ પણ તે ...Read More

23

સ્કેમ....23

સ્કેમ....23 (નઝીર ડૉકટર રામને સાગરની જેમ બંધી બનાવી દે છે. સીમા ડૉ.શર્માને વાત કરી સીઆઈડીને જણાવે છે. હવે આગળ...) પણ સર તે તો કહો કે રામ વિશે ખબર કેવી રીતે પડશે?" સીમાએ આતુરતાપૂર્વક પૂછ્યું તો ડૉ.શર્મા હસી પડ્યા અને કહ્યું કે, સીમા હું તારી તાલાવેલી સમજી શકું છું. પણ એક વાત સમજ કે મિશન રિલેટડ વાત કોઈને કહેવાની મનાઈ હોય છે. અને બીજી વાત તું ભલે અધીરી થાય પણ પ્રોપર પ્લાનિંગ મોસ્ટ ઈમ્પોર્ટન્ટ છે. નાનામાં નાની ચૂક પણ આપણને ભારી પડી શકે છે. એ માટે મૌન જરૂરીછે, જે તું કરવાની નથી અને તને મિશન વિશે સમજાવી પણ અઘરી છે. ...Read More

24

સ્કેમ....24

સ્કેમ....24 (ડૉકટર પોતાના પર સાગર વિશ્વાસ કરે એ માટે આ આંતકીના ચુંગાલમાં કેવી રીતે ફસાયા તે કહી રહ્યા છે. મમ્મી પપ્પા તેને ભણવાની જગ્યાએ લગ્ન કરી લેવાનું કહે છે. હવે આગળ...) "પપ્પાના મિત્રે મારા લગ્નની વાત તેમના મનમાં નાખી અને તેઓ મને લગ્ન કરી લેવા માટે કહેવા લાગ્યા. મેં એ વાતનો વિરોધ કર્યો તો એમને પોતાની વાત પકડી રાખી અને પરાણે છોકરો જોવાનું કહેવા લાગ્યા. મેં ના પાડી તો મને ખૂબ મારવામાં આવી અને મારું ભણવાનું, ખાવા પીવાનું અને સ્કુલે જવાનું બંધ કરી દીધું. ધીમે ધીમે મને એક રૂમમાં પૂરી દેવામાં આવી. એવામાં એક દિવસે મને જોવા છોકરાવાળા આવ્યા. ...Read More

25

સ્કેમ....25

સ્કેમ....25 (ડૉકટર મન્વી પિતાની આર્થિક સ્થિતિ જોઈને આગળ વધવાની અને તેના પિતાને લગ્ન રોકી દેવા માટે સમજાવે છે. અમિત વિશે પૂછે રહ્યો છે. હવે આગળ...) "ડૉકટર સાહેબ જયારે આ છોડી બોલી નહોતી રહી ત્યારે તમે તેને સૂવાડી, જગાડી અને પછી તેના મનની બધી વાત જાણી લીધી, એ પણ જે મેં તેને કહેવાની ના કહી હતી. તો આ શું કર્યું હતું? એને શું કહેવાય?" અમિતે પૂછેલા પ્રશ્નનો જવાબ આપતાં પહેલાં તો હું હસી પડ્યો છતાં મેં તેને કહ્યું, "આ તો હિપ્નોટીઝમ મેથડ કહેવાય." "એટલે સાહેબ..." "એટલે... એક રીતે કહો તો માણસને પહેલા સૂવાડીને પછી તેને અડધો જગાડીને તેના મનની વાત ...Read More

26

સ્કેમ....26

સ્કેમ....26 (ડૉ.રામ કેવી રીતે નઝીર આંતકીના ચુંગલમાં ફસાયો, તે જણાવ્યું. સાગરને ડૉકટર પર થોડો થોડો વિશ્વાસ આવી રહ્યો છે. આગળ...) "મારા આ ડર કે તકલીફ સાથે લડવા માટે ત્રણ જણાનો એટલે કે જોડે મેં સોલ્વ કરેલા ત્રણ કેસને આભારી છે." સાગરને આશ્ચર્યના સાગરમાં છોડીને ડૉકટરે કહ્યું કે, "ત્રણ જણ કહો કે ત્રણ પેશન્ટ જ કહો કારણ કે મેં તેમનો ઈલાજ કરતાં કરતાં મારો પણ ઈલાજ કર્યો." "નવાઈ ઉપજે તેવી વાત છે તમારી ડૉકટર. પેશન્ટ ડૉકટર કે ડૉકટર પેશન્ટ? અજીબ કેસ છે અને આવો અજીબ કેસ જાણવો મને ગમશે." ડૉકટર પણ સાગરના શબ્દો સાંભળીને ખુશ થઈ ગયા. "હા... હા, એ ...Read More

27

સ્કેમ....27

સ્કેમ....27 (ડૉકટર પોતાની પહેલી લડાઈ એટલે કે મનમાં રહેલા ડર સાથે જીતે છે અને તે સીમાને નઝીર વિશે જણાવે હવે આગળ...) "નાઈસ... સાહિલ ઈઝ બ્રેવ બૉય..." સાહિલની હિંમત વધારતાં મેં કહ્યું. અને સાથે સાથે મારા મનને પણ ટપાર્યું કે, "મારે પણ પરિવારને કંઈ થશે એવાં વિચારને છોડી, મારે ડરવાની જગ્યાએ તેમને સેઈફ કરીને મારે દેશ માટે લડવું પડશે. મારે હિંમત કરીને પોલીસને બધું જણાવવું પડશે જ." મેં મારા મિત્ર ડૉ.શર્માને વાત કરી અને તેમને તેમના સીઆઈડી ફ્રેન્ડને કહીને અમારા ઘરની આજુબાજુ અને ઘરમાં કામ કરનાર નોકર બધા જ સીઆઈડી એજન્ટ ગોઠવાઈ ગયા અને મને બાંયધરી આપી કે 'હવે મારો ...Read More

28

સ્કેમ....28

સ્કેમ....28 (ડૉકટર સાગરને વિશ્વાસ અપાવે છે કે તે તેમની સાથે છે. નઝીર એ સાંભળીને ખુશ થઈ જાય છે. હવે "આખિર ઉસ કાફિરને બોલ હી દીયા." "હમમમ... અચ્છા હુઆ, તુમકો ભી બધાઈ... અબ જલ્દી સે કામ પે લગ જાઓ." "હા, આકા મેને અપને આદમી જો હેક કરનેવાલા હૈ ઉસકો બુલા લિયા હૈ. વો આ જાયે તો કામ શરૂ કરવા દેતા હું." "અચ્છા... અબ જલ્દી ખુશખબરી દેના..." "જી આકા..." નઝીર ખુશ થઈને ફોન મૂકયો અને નઝીરનો આકા ડિફેન્સ મિનિસ્ટર રામચરણ પણ પોતાની આરામ ખુરશી પર બેસીને, "બસ હવે દેશ અને દેશનું સૈન્ય મારા હાથવેંતમાં જ છે. એકવાર આ સોફટવેર હેક થઈ ...Read More

29

સ્કેમ....29

સ્કેમ....29 (નઝીર અને રામચરણ પોત પોતાના સપનાં ગૂંથે છે. બેદી સર અને તેની ટીમ પ્લાન બનાવી દે છે. સીમાને જોઈ ફરી એકવાર તેના સાસુ સસરા એ વિશે પૂછે છે. હવે આગળ...) નિમેષભાઈએ કહ્યું કે, " બેટા, તું ખાલી કહે મને. જો રામ પણ કંઈક બોલ્યો હોય તો હું તેને સીધો દોર કરી દઈશ. મારી દિકરી જેવી વહુને હેરાન કરવા બદલ." સીમા હસી પડી અને, "અરે મમ્મી પપ્પા, ચિંતા ના કરો. એવું ખરેખર કંઈ નથી." સીમા બોલી તો ખરા પણ ઉદાસ મનથી, એ બધા જ સમજી ગયા પણ તેને વધારે કહેવું યોગ્ય ન લાગ્યું એટલે બોલ્યા કે, "કંઈ વાત નથી ...Read More

30

સ્કેમ....30

સ્કેમ.... 30 (સીમાનું મન જો સાથે વાત કરીને શાંત થઈ ગયું. બેદી સર અને તેમની ટીમે મિશન કાળ એક્ઝિક્યુટ અને તે સાગર અને રામને છોડવવા આગળ વધ્યા. હવે આગળ...) બેદી સરે સાગર અને રામની રૂમ ખોલી અને પોતાની ઓળખાણ આપતાં કહ્યું કે, "હું બેદી... સીઆઈડી એજન્ટ... હું વધારે કંઈ કહી શકું તેવી સિચ્યુએશન નથી. માટે તમે લોકો જલ્દીથી બહાર નીકળી જાવ. પછી અહીં અમે સંભાળી લેશું." બેદી સરને રામે કહ્યું કે, "હું રામ અને આ સાગર... થેન્ક યુ બેદી સર... પણ સાગર ચાલી શકે એવી સ્થિતિમાં નથી." "તમે રામ, ડૉ.રામ બરાબરને?" રામે હકારમાં માથું હલાવ્યું. "ડૉ.રામ ગમે તે થાય ...Read More

31

સ્કેમ....31 - છેલ્લો ભાગ

સ્કેમ....31 (બેદી સર અને તેમની ટીમે સાગર અને ડૉ.રામને બચાવી લીધા. નઝીર અને તેના આકા રામચરણને પણ પકડી લેવામાં હવે આગળ...) બેદી સર અને તેમના સાથીદારો બધાએ ડૉકટરનું તાળી પાડીને અભિવાદન કર્યું. સાગરને હોસ્પિટલમાં એડમિટ કર્યા. ડૉ.શર્માએ રામ અને બેદીની રજા લઈ નીકળ્યા જયારે ડૉ.રામના ચેક અપ પછી, સીમા અને ડૉ.રામ પણ પોતાના ઘરે જવા નીકળ્યા. રામને જોઈ રંજનબેને પૂછ્યું કે, "રામ... તું આવી ગયો?" "હા મા..." તેના કપડાં જોઈને પૂછ્યું કે, "એકસિડન્ટ થયો છે રામ? તને કયાં વાગ્યું છે?" "મમ્મી... મને કયાંય પણ નથી વાગ્યું. પણ દેશનું કર્જ ચૂકવીને આવ્યો છું." નિમેષભાઈએ કહ્યું કે, "અમે સમજયા નહીં..." ડૉ.રામે ...Read More