સમય: તારી સાથે વાત કરવી બેકાર છે. હું જાઉં છુ. વીરા: હું તો કહું જ છું કે આમ મરી- મરીને જીવવા કરતાં, છૂટા પડી જવું સારું. કેટલા વર્ષ આમ ને આમ બરબાદ કરીશું આપણે! જીંદગી જીવવા માટે છે, ના કે આમ બરબાદ કરી દેવા માટે. છુટી કર મને આ બંધનમાંથી અને તું પણ છૂટો થા. સમય: હા, મને ખબર છે તું તો એમ જ કહીશ ને. તારે તો આમેય મારી સાથે ક્યાં રહેવું છે. તું તો બધું ખતમ જ કરી દેવા માંગે છે. વીરા: હા, મને પણ થાય છે કે તું, મારા જીવનની સૌથી મોટી ભૂલ છે. ખબર નહિ શું થઇ ગયું હતું મને કે મેં તારી સાથે લગ્ન કર્યા? મારી જીંદગી બરબાદ થઈ ગઈ. મને તો એ પણ નથી સમજાતું કે તારી સાથે વાત કરીને હું મારો સમય શું કામ બરબાદ કરું છું. I just need a break, infact, I need to break, what is already broken. વીરા પોતાની જીપની ચાવી લઈને પગ પછાડતી ઘરની બહાર નીકળી ગઈ. સાઈઠની ઝડપે ગાડી હંકારતી એ ઘરથી દૂર નીકળી ગઈ, સમયથી દૂર તો ક્યારનીય થઈ ગઈ હતી! પોતાના માનીતા કેફે પર પહોંચીને, એના માટે હમેંશા રિઝર્વ રહેતી જગ્યા પર બેઠી. બેસ્યા પછી એને નોટિસ કર્યું કે પોતે ઘરના ટ્રેક અને ટી- શર્ટમાં જ આવી ગઈ હતી. રેડ ટી-શર્ટ અને સફેદ ટ્રેકમાં સજ્જ વીરા, ત્રીસની ઉંમરે પણ માંડ પચ્ચીસની લાગતી હતી.

Full Novel

1

ઠહેરાવ - 1

સમય: તારી સાથે વાત કરવી બેકાર છે. હું જાઉં છુ. વીરા: હું તો કહું જ છું કે આમ મરી- જીવવા કરતાં, છૂટા પડી જવું સારું. કેટલા વર્ષ આમ ને આમ બરબાદ કરીશું આપણે! જીંદગી જીવવા માટે છે, ના કે આમ બરબાદ કરી દેવા માટે. છુટી કર મને આ બંધનમાંથી અને તું પણ છૂટો થા. સમય: હા, મને ખબર છે તું તો એમ જ કહીશ ને. તારે તો આમેય મારી સાથે ક્યાં રહેવું છે. તું તો બધું ખતમ જ કરી દેવા માંગે છે. વીરા: હા, મને પણ થાય છે કે તું, મારા જીવનની સૌથી મોટી ભૂલ છે. ખબર નહિ શું ...Read More

2

ઠહેરાવ - 2

પ્રથમ ભાગમાં, આપણે સાહિલ અને વીરાને મળ્યાં, વીરાના ગયા પછી, સાહિલ વીરાની સાથે થયેલ પ્રથમ મુલાકાત વાગોળે છે. ચાલો સાહિલને વીરા સાથે થયેલી પહેલી મુલાકાત આવી ગઈ. આ કાફે માટે જ એ વીરાને પહેલી વાર મળ્યો હતો. એને હજીય એ મુલાકાત એટલી જ બારીકાઈથી યાદ છે. જાણે બંને કાલે જ ના મળ્યા હોય! સાહિલ અમદાવાદમાં પોતાનો હોસ્પિટાલિટી બિઝનેઝ શરૂ કરવા માંગતો હતો, જેથી એણે સમય અને વીરાના ફર્મનો સંપર્ક કર્યો હતો. બે ત્રણ વાર સેક્રેટરી મારફતે વાત કર્યા પછી એ આજે સમયને અહીંયા મળવાનો હતો. છેલ્લી ક્ષણે ખૂબ અગત્યનું આવી જતાં સમયની જગ્યાએ વીરા આવી. સાહિલ પહેલાં એ આવી ...Read More

3

ઠહેરાવ - 3

સાહિલ વીરા સાથે થયેલ પ્રથમ મુલાકાત વાગોળતો હોય છે અને વીરાના આમ પોતાને છોડીને જવા પર દુઃખી હોય છે માં સાથે થયેલ વાત એને કેવી રીતે શાંતિ આપશે જે જોવા ચાલો વાંચીયે ઠહેરાવ- 3. ફોનની રીંગ વાગતા સાહિલનું ધ્યાન તૂટ્યું. સ્ક્રીન પર "માં"નું નામ વાંચતા જ એણે ફોન ઉપાડીને કહ્યું 'જય શ્રી કૃષ્ણ, મમ્મી'. સાહિલના મમ્મી, મેઘા, ગુજરાતી છે અને પપ્પા, વિશાલ, પંજાબી. માં બાપ અને સંતાનનો નહિ પણ ત્રણેય મિત્રો હોય એટલો પારદર્શી સંબંધ છે મહેરા પરિવારનો. મેધા અને વિશાલને, સાહિલ અને વીરા વિશે, રજેરજની માહિતી હતી, . સાહિલ પણ પોતાના પેરેન્ટ્સને બધું જ, કોઈ પણ ફિલ્ટર વગર, ...Read More

4

ઠહેરાવ - 4

ઠહેરાવના આગળના ભાગમાં, આપણે સાહિલ અને વીરાને મળ્યાં, સાહિલ અને વીરાએ સાથે સમય ગાળ્યો અને પછી વીરા, ફરી એક સાહિલને મૂકીને જતી રહી. સાહિલનું વ્યથિત મન, એની માં સાથે વાત કર્યા પછી શાંત થયું. સાહિલ હવે વિરાની સાથે જીંદગી જીવવા માટે મક્કમ થઇ ચુક્યો છે. વિરા, ઠહેરાવ પરથી નીકળી પછી એની સાથે શું થયું એ જાણવા ચાલો વાંચીએ ઠહેરાવ - 4. ઠહેરાવથી નીકળીને, ઘરે પહોંચી ગયેલ વીરાએ, ગાડી પાર્ક કરીને, સાહિલને મેસેજ કરી દીધો અને પછી જાણે કોઈ યુદ્ધ લડવાનું હોય એમ મનથી તૈયાર થઇ ગઈ. જ્યારે -જયારે એ સાહિલની પાસેથી પાછી ફરતી ત્યારે કાયમ એને સમય સાથે પોતે ...Read More

5

ઠહેરાવ - 5

ઠહેરાવના આગળના ભાગમાં આપણે જોયું કે સાહિલ અને વીરા બંને ભૂતકાળને વાગોળે છે. સાહિલ, વીરા સાથેની પહેલી મુલાકાત યાદ છે અને મેધા માં સાથે વાત કર્યા પછી વીરાને પોતાની બનાવા માટે મક્કમ બને છે તો વીરા, કેવી રીતે તારા મોમ અને સમયે, ગિરશ પપ્પાની ઈચ્છાનું નામ દઈ પોતાને સમય સાથે લગ્ન કરવું મનાવી લીઘી એ વાત વાગોળે છે. વીરા અને સમયનો ફરી એક વાર મહેતા હાઉસમાં રહેવાનો પ્રસંગ, કેટલો નિર્ણાયક સાબીત થશે એ જાણવા ચાલો વાંચીએ ઠહેરાવ - 5. વીરા ના છૂટકે, તૈયાર થઈને, હા, એજ ડ્રેસમાં તૈયાર થઈને મહેતા હાઉસ પહોંચી. શહેરના લગભગ બધા જાણીતા વ્યક્તિ અહીંયા હાજર ...Read More

6

ઠહેરાવ - 6

ઠહેરાવમાં આપણે આગળ જોયું કે, વીરા, સમયના કહેવાથી પાર્ટીમાં આવવા તૈયાર થઇ અને પછી મહેત હાઉસમાં રોકાય છે જ્યાં સાહિલ સાથે વાત કર્યા પછી, સમયથી નિરાશ થઈને ગિરીશ પપ્પાએ પોતાન લખેલો પત્ર વાંચે છે. ગિરીશ પપ્પાએ લખેલા પત્રથી વીરાની જિંદગી કેવી રીતે બદલાઈ ગઈ છે એ જંવ ચાલો વાંચીએ ઠહેરાવ - 6. ગિરીશ પપ્પાનો વીરાને લેટર જે વીરાને એના સમય સાથે લગ્ન દોઢ વર્ષ પછી મળ્યો હતો. વીરા, વ્હાલી વીરા, હેપી બર્થડે બેટા. આજે તારી પચ્ચીસમી વર્ષગાંઠ છે. હું તારી સાથે હોઈશ કે નહિ એ ખબર નથી એટલે જયારે આજે શિશિરની બધી પ્રોપર્ટી તારા નામે થવા જઇ રહી છે ...Read More

7

ઠહેરાવ - 7

ઠહેરાવમાં અત્યાર સુધી આપણે જોયું કે, વીરાને પોતાના લગ્ન પછી, ખબર પડી હતી કે જે લગ્ન એને ગિરિશ પપ્પાની માટે કર્યા એ ગિરીશ પપ્પાની ઈચ્છા ક્યારેય ન હતી. વીરા અને સમય વચ્ચે જે તિરાડ પડી ચુકી હતી કે આ પત્ર પછી વધારે ને વધારે પહોળી થઇ. વીરા અને સમય વચ્ચે પડેલ તિરાડ, વીરાને સાહિલ તરફ લઇ ગઈ. પત્ર વાંચીને વધારે હતાશ થયેલ વીરા વરંડામાં ચાલવાનું નક્કી કરે છે અને વિચારોની સફર વીરાને, પોતાની સાહિલ સાથેની પ્રથમ મુલાકાતના વર્ષોમાં લઇ જાય છે. ચાલો વાંચીએ સાહિલ અને વિરાના, મિત્રતા અને પ્રેમના સફર વિશે ઠહેરાવ - 7 માં. વીરાને વીલની સાથે ગિરિશ ...Read More

8

ઠહેરાવ - 8

વીરા, વરંડામાં ચાલતા-ચાલતા સાહિલ સાથે થયેલ પ્રથમ મુલાકાત અને પછી બંને વચ્ચે થયેલ મૈત્રી વિશે વિચારી રહી હતી. મૈત્રીથી ઈકરારની વાત કંઈક આવી હતી જે વીરાની યાદોમાં એટલી જ તાજી છે જાણે હમણાં જ બની હોય. ચાલો વાંચીએ, ઠહેરાવ - 8 માં. વીરા અને સાહિલ એકબીજાના મનને ઠહેરાવ આપી રહ્યા હતા , મંઝિલ વિશે એમને ખબર ન હતી પણ આ રસ્તો , આ સાથ એમને ખૂબ આનંદ આપી રહ્યો હતો. સાહિલ અને વીરા બેમાંથી કોઈએ સપને પણ નહોતું વિચાર્યું કે એક એવો દિવસ આવશે જયારે બન્ને એકબીજા માટે પોતાના પ્રેમની અભિવ્યક્તિ કરશે. સાહિલને વીરાના લગ્નજીવનની સચ્ચાઈ વિશે ખબર ન ...Read More

9

ઠહેરાવ - 9

ઠહેરાવના આગળના ભાગમાં, આપણે વાંચ્યું કે કેવી રીતે વીરા, સમય સાથેના લગ્નજીવનમાં ખુશ ન હતી અને સાહિલ સાથે ધીરે-ધીરે વધી રહી હતી. વીરા, મહેરા હાઉસમાં, ચાલતા -ચાલતા સાહિલ અને પોતાની એ મુલાકાત વિશે વિચારી રહી હતી જેણે વીરા અને સાહિલ બંનેની જીદંગી બદલી દીધી હતી. પ્રેમ પામવો જે જીવનનું સૌથી પરમ સુખ છે. વિરાના વિચારો થકી ચાલો જાણીએ એ અદભુત ક્ષણ વિશે, ઠહેરાવ - 9 માં. સાહિલ, સ્ટેજ પર આવ્યો. સંચાલિકાએ આપેલ ફૂલનો બુકે લઈને, સાહિલે મેયરશ્રીનું સન્મ્માન કર્યું અને મેયરશ્રીએ, સાહિલને પ્રથમ, "ગિરિશર" એવોર્ડ એનાઉન્સ કરવાનું કહ્યું. સાહિલે , સંચાલિકા પાસેથી ચિઠ્ઠી લઈને વિજયીનું નામ વાંચતા ખૂશ થઇ ...Read More

10

ઠહેરાવ - 10

ઠહેરાવ -9 સુધી આપણે જોયું કે, વીરા મહેતા હાઉસમાં છે. ગિરિશ પપ્પાના લેટરને વાંચ્યા પછી વીરા ફરી એકવાર પોતાના થયેલ લગ્ન, સમય સાથેનો પ્રેમ વગરનો સંબંધ અને સાહિલ સાથેની પહેલી મુલાકાતથી લઈને વધતી નજીકતા અને સાહિલ અને વીરાના પ્રેમની અભિવ્યક્તિ સુધીની પોતાની જીંદગીની યાત્રા પોતાના વિચારોમાં એક વાર ફરી જીવી ગઈ અને આખરે થાકીને સુઈ ગઈ. વીરાને, કાલે સાહિલને મળવાનું છે. સાહિલ અને વીરાના આજ વિશે જાણવાં ચાલો વાંચીએ, ઠહેરાવ - 10. વીરાને સુતા ઘણું મોડું થયું હોવાથી એની આંખ ખુલતાં આઠ વાગી ગયા હતા. પલંગ પરથી ઉભા થતા એને ચક્કર આવ્યા, બાજુમાં રાખેલ બોટલમાંથી પાણી પીને, વીરા ફરીથી ...Read More

11

ઠહેરાવ - 11 - છેલ્લો ભાગ

વીરા અને સાહિલ, વડોદરાથી સાહિલના માં, પપ્પા અને ગુરુજીને મળીને અમદાવાદ આવે છે અને સાહિલના ગુરુજી, સાહિલ અને વીરાના ખુશી આવશે એવું કહેતાંની સાથે એમ પણ કહે છે કે, સાહિલનો જે ઉદેશ્યથી જન્મ થયો એ ઉદેશ્ય હવે પૂરો થાય છે. ડોક્ટર વીરાને પ્રેગેન્ટ જાહેર કરે છે. આખરે વીરાએ શું નિર્ણય લીધો એ જાણવા, ચાલો વાંચીયે ઠહેરાવ -11. (છેલ્લો ભાગ) કોઈક દ્રઢ નિર્ણય કરતી હોય એમ વીરા બોલી, 'ચાલ સાહિલ, મારી સાથે મહેતા હાઉસ ચાલ.' સાહિલ અને વીરા મહેતા હાઉસ ગયા. વીરાની ધારણા પ્રમાણે, સમય ત્યાંજ હતો. આખા દિવસમાં વીરા ક્યાં છે એ જાણવા સુધ્ધાંની દરકાર, સમયે કરી ન હતી. ...Read More